Translate

Search This Blog

Wednesday, October 14, 2015

માનસ ચામુંડા

રામ કથા

માનસ ચામુંડા

ચોટિલા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત

મંગળવાર, તારીખ ૧૩-૧૦-૨૦૧૫ થી ગુરૂવાર, તારીખ ૨૨-૧૦-૨૦૧૫

મુખ્ય પંક્તિ

जोगिनि भरि भरि खप्पर संचहिं     । 

भूति पिसाच बधू नभ नंचहिं       ॥

भट कपाल करताल बजावहिं      । 

चामुंडा नाना बिधि गावहिं      ॥

....................................................................  6/87/7/8


योगिनियाँ खप्परों में भर-भरकर खून जमा कर रही हैं। भूत-पिशाचों की स्त्रियाँ आकाश में नाच रही हैं।

चामुण्डाएँ योद्धाओं की खोपड़ियों का करताल बजा रही हैं और नाना प्रकार से गा रही हैं॥4॥




મંગળવાર, ૧૩-૧૦-૨૦૧૫

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


બલી પ્રથા બંધ કરો, અેનું પાપ મને આપજો: મોરારિબાપુ


Bhaskar News, Surendranagar



Read the article at its source link.


- સુરેન્દ્રનગરના ચોટીલામાં મોરારીબાપુની માનસ ચામુંડા રામકથાનો શુભારંભ થયો

- વજુભાઇ વાળા, સાંસદ દેવજી ફત્તેપરા, ધારાસભ્યો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા

ચોટીલા: ચોટીલામાં નવરાત્રિના પ્રારંભ સાથે પ્રખર રામાયણી મોરારિબાપુની માનસ ચામુંડા રામકથાનો શુભારંભ સાંજે થયો હતો. આ પ્રસંગે કર્ણાટકના રાજયપાલ સહિત સંતો મહંતો તથા હજારો ભાવિકોએ ખાસ હાજરી આપી હતી. જયારે બાપુએ કથામાં નવરાત્રીના દિવસોમાં બલી પ્રથા બંધ કરવાનું જણાવ્યુ હતુ. ચોટીલામાં પ્રખર રામાયણી અને રામનામને જીવનમાં ઉતારનાર પ્રસિધ્ધ સંત મોરારિ બાપુ દ્વારા માનસ ચામુંડા રામકથાનો ભવ્ય શુભારંભ થયો હતો. મોરારિ બાપુએ આઇયે હનુમંત બીરાજીએ, કથા કહુ મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરૂ, પધારીયે પવનકુમારના ગાન સાથે કથા પ્રારંભ કરી હતી.

કથામાં બાપુએ જણાવ્યુ કે, એકાદ વખત ચામુંડા માતાના ચરણોમાં બેસીને નવ દિવસીય અનુષ્ઠાન કરવાની ઇચ્છા હતી. જયાં જયાં બલી ચઢાવાતી હોય આ દિવસોમાં ત્યાં બલી પ્રથા બંધ કરો. આવી જ બધી પ્રથા બંધ થવી જોઇએ. આ બંધ કરવાથી જે પાપ લાગે તે મને આપજો. પણ જીવ હિંસા ન કરવી જોઇએ. બિલકુલ શુધ્ધ ઉપાસના થાય તે જરૂરી છે. આપણે બહુ જ બેહોશીમાં જીવી રહ્યા છીએ. આવા પવિત્ર દિવસોમાં આપણી જાગૃતિ વધે તો આ વિશ્વ વધુ રૂપાળુ થઇ શકે છે. મૂર્છામાંથી બહાર આવવાના આ દિવસો છે. હોંશમાં આવવાના આ દિવસો છે.

મોરારીબાપુએ ઉપસ્થિત શ્રોતાઓને ખાસ નિમંત્રણ આપતા જણાવ્યુ કે, રામકથા ભજન અને ભોજનનો મહાયજ્ઞ છે. જગદંબાનો પ્રસાદ લેવા જરૂર આવજો. આ કથામાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, કિરીટસિંહ રાણા સહિત સુપ્રસિધ્ધ ધાર્મિક જગ્યાઓના સંતો, મહંતો તથા હજારો ભાવિકો કથા શ્રવણ કરવા હાજર રહ્યા હતા.



બુધવાર, ૧૪-૧૦-૨૦૧૫


सोइ सच्चिदानंद घन रामा। अज बिग्यान रूप बल धामा।।
ब्यापक ब्याप्प अखंड अनंता। अखिल अमोघसक्ति भगवंता।।2।।


अजा अनादि सक्ति अबिनासिनि। सदा संभु अरधंग निवासिनि॥
जग संभव पालन लय कारिनि। निज इच्छा लीला बपु धारिनि॥2॥



पद राजीव बरनि नहिं जाहीं। मुनि मन मधुप बसहिं जेन्ह माहीं॥
बाम भाग सोभति अनुकूला। आदिसक्ति छबिनिधि जगमूला॥1॥




जे सुनि सादर नर बड़भागी। भव तरिहहिं ममता मद त्यागी॥
आदिसक्ति जेहिं जग उपजाया। सोउ अवतरिहि मोरि यह माया॥2॥


तिन्ह कें गृह अवतरिहउँ जाई। रघुकुल तिलक सो चारिउ भाई॥
नारद बचन सत्य सब करिहउँ। परम सक्ति समेत अवतरिहउँ॥3॥


संभु सरासनु काहुँ न टारा। हारे सकल बीर बरिआरा॥
तीनि लोक महँ जे भटमानी। सभ कै सकति संभु धनु भानी॥3॥


नमामि इंदिरा पतिं। सुखाकरं सतां गतिं॥
भजे सशक्ति सानुजं। शची पति प्रियानुजं॥6॥


उर दहेउ कहेउ कि धरहु धाए बिकट भट रजनीचरा।
सर चाप तोमर सक्ति सूल कृपान परिघ परसु धरा॥


सरसक्ति तोमर परसु सूल कृपान एकहि बारहीं।
करि कोप श्री रघुबीर पर अगनित निसाचर डारहीं॥


सो ब्रह्म दत्त प्रचंड सक्ति अनंत उर लागी सही।
पर्‌यो बीर बिकल उठाव दसमुख अतुल बल महिमा रही॥
ब्रह्मांड भवन बिराज जाकें एक सिर जिमि रज कनी।
तेहि चह उठावन मूढ़ रावन जान नहिं त्रिभुअन धनी॥


सुनत बचन उठि बैठ कृपाला। गई गगन सो सकति कराला
पुनि कोदंड बान गहि धाए। रिपु सन्मुख अति आतुर आए॥4॥


पुनि दसकंठ क्रुद्ध होइ छाँड़ी सक्ति प्रचंड
चली बिभीषन सन्मुख मनहुँ काल कर दंड॥93॥



तुम्ह समरूप ब्रह्म अबिनासी। सदा एकरस सहज उदासी॥
अकल अगुन अज अनघ अनामय। अजित अमोघसक्ति करुनामय॥3॥





The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.
  • માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી, આ ટેવ સારી નથી: મોરારી બાપુ

Bhaskar News, SurendranagarOct 16, 2015, 02:39 AM I



- મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે અને પોતે પણ સુખી ન થાય
- ચોટીલામાં મોરારિબાપુનું રામકથામાં શ્રોતાઓને ઉદ્દબોધન
- માણસ પાસે કલા હોય ત્યારે તે બંધનમાં હોય છે પરંતુ વિદ્યા હોય ત્યારે તે મુક્ત હોય છે

ચોટીલા: ચોટીલામાં માનસચામુંડા રામકથામાં  પૂ.મોરારીબાપુએ કથાનાં ત્રીજા દિવસે માતાજીની પૂજા સામગ્રી, માતાજીના ખપ્પર, માનવીનાં વટ સહિત શિવ વિવાહનાં પ્રસંગો ભાવિકો પાસે રજૂ કર્યા હતાં. જ્યારે કથામાં પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી, આ ટેવી સારી નથી. ચોટીલામાં માનસચામુંડા રામકથામાં રામાયણને જીવનમાં ઉતારનારા સંત પૂ. મોરારીબાપુએ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ ઉપર માતાજીનાં ખપ્પર અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. મા ચામુંડા ખપ્પર નથી રાખતી, અક્ષયપાત્ર રાખે છે અને તેમાં અમૃત ભરે છે. રામ કથામાં બાપુને રોજ ચિઠ્ઠીઓ આવ છે. ત્યારે એક ચિઠ્ઠીના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે એન પોતે પણ સુખી ના થાય. માણસ પાસે કલા હોય ત્યારે તે બંધનમાં હોય છે. પરંતુ વિદ્યા હોય ત્યારે તે મુક્ત હોય છે.

બાપુને એક ચિઠ્ઠી આવી હતી કે અમને પૂજા ન આવડે, બધુ પૂજા સામગ્રી ન હોય તો શુ કરવું ? ચિઠ્ઠીના જવાબમાં પૂ.બાપુએ જણાવ્યું હતું કે, અત્યંત અનુરાગ  તેજ પૂજાની સામગ્રી છે. મંદિરમાં પ્રસન્ન ચિતથી પ્રવેશ કરવો. મસ્તક નમાવવુ પૂજાની બીજી સામગ્રી ન હોય તો ચિંતા ન કરવી. પૂ.બાપુએ સમાજ ઉપર આકરો કટાક્ષ કરતા કહ્યું હતુ કે માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી. આ ટેવી સારી નથી.  ચામુંડામાં કોની વહારે ચઢે ? જેનું કોઇનાં હોય તેને આ અષ્ટભૂજાળી તેડી લે બાપ બ્રહ્મ તત્વ, શક્તિ તત્વ, ધર્મતત્વ, પ્રેમતત્વ, શિવતત્વ આ પાંચ તત્વો જગતમાં વૈચારિક રૂપે સ્થાપિત છે. આ પાંચ તત્વોથી આખુ જગત આવરિત છે. રામકથામાં ગરબો ગવાતા વ્યાસપીઠ સામે તથા સમગ્ર કથા મંડપમાં બહેનોએ ગરબા લેતા કથા સ્થળમાં માતાજીની આરાધનાંનું અનુષ્ઠાન ચાલતુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.

- કથામાંથી વર્ષેલા શબ્દના પૂષ્પો

કોઇપણ માણસને તેની નબળાઈ સહિત સ્વીકારવો જોઇએ.
પડછાયા જ્યારે બહુ લાંબા દેખાય ત્યારે સમજવાનું કે હવે દિ આથમવાની તૈયારીમાં છે
અમુક વ્રત તૂટી જાય ભલે પણ કોઇનાં દિલ ના  તોડવા.
વટ મારી નાંખે, વટ સત્યનો, વટ પ્રેમનો, વટ કરૂણાનો હોવો જોઇએ. ખોટા વટનો કોઇ અર્થ નથી. 
કુંવારી કન્યાઓ જગદંબા છે.
બંને ત્યાં સુધી એવો દાવો ના કરવો કે અમે રામાયણને ઘોળીને પી ગયા છીએ. બહુ ટૂંકા પડીએ બાપ.

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


  • કથાનું તો બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે: મોરારિ બાપુ

Read the article at its source link.


-મોરારિ બાપુની કથામાં રામજન્મના વધામણા
-મોરારિ બાપુએ વિવિધ પ્રસંગોના વર્ણન સાથે રામજન્મ કરાવતા સૌકોઇ ભાવવિભોર થયા
-‘કથાનું તો મારૂ બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે’ ‘ગરબો - ગરીબી જયાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી’
-કથા બાદ દેવીપૂજકોએ વ્યાસપીઠની આરતી ઉતારી

ચોટીલા:ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં મોરારીબાપુએ કથાના ચોથા દિવસે વિદ્યાના પ્રકાર, રૂખડ, ચારણી સાહિત્ય, ભજન, મહાકાળીની લાલઘૂમ જીભ સહિત વિવિધ પ્રસંગોના વર્ણન કર્યા હતા. બાપુએ જણાવ્યુ કે, ગરબો અને ગરીબી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી. કથામાં શુક્રવારે રામજન્મની ઉજવણી સમયે હજારો ભકતો ભાવવિભોર બન્યા હતા.ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધતી જાય છે. જયારે કથાના ચોથા દિવસે મોરારીબાપુએ રૂખડના નિર્માણ અને નિર્વાણ સાથે વિવિધ રસ પીરસ્યો હતો. રખડતા સાધુ અંગે બાપુએ એક શેર કહ્યો હતો કે, વો જહાં ભી રહેગા રોશની ફેલાયેગા, ચિરાગો કો કોઇ અપના મકાન નહી હોતા.

નવરાત્રિને અનુલક્ષીને બાપુએ જણાવ્યુ કે, ગરબો અને ગરીબી જયાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી. જયારે લોક વિદ્યા વિશે જણાવ્યુ કે, જેણે માં સરસ્વતીને વેચી નથી તેના પગલે પગલે માં મહાલક્ષ્મી ચાલશે. દુર્ગતિ એટલે નર્ક નહી અને સુગતી એટલે સ્વર્ગ નહી.દુર્ગતિ એટલે તમારી પ્રસન્નતા બંધ થઇ જાય. અને સુગતી એટલે તમારી પ્રસન્નતા દિવસ રાત વધે. ઘણા એમ બોલે કે, કથા બરાબર પણ આ રસોડા બરાબર નથી આવુ બોલનાર લોકો પર કટાક્ષ કરતા બાપુએ જણાવ્યુ કે, એકલા એકલા ખાય તેને આ ભોજન નહી સમજાય. કથાનું તો મારૂ બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે. શ્રાધ્ધ બહુ ખાધા, શ્રાધ્ધ ખાઇને શ્રધ્ધાવાન બન્યા છીએ.
એ..આવોને બાપલિયા કહી આવકાર્યા

કથામાં રામજન્મની ઉજવણુ દરમિયાન સમગ્ર કથા મંડપમાં ગજબની શ્રધ્ધાના પૂર ઉમટ્યા હતા. રામકથામાં દેવીપૂજક પુરૂષો, મહિલાઓ ટોપલામાં બકાલા, દાતણ સાથે આવ્યા હતા. બાપુએ તેમને આવો બાપલીયા કહીને આવકાર આપ્યો હતો. દેવીપૂજકોએ વ્યાસપીઠની આરતી ઉતારી હતી.

રામકથાના અમૃત પુષ્પો

- ગણતરી કરે એ વેપારી હોય, ગણતરી કર્યા વગર સૌને સ્વીકારે તે બાવલીયો હોય
- આપણો પ્રપંચ વધી ગયો છે એટલે પ્રસન્નતા રોકાઇ ગઇ છે
- જેને શ્રેષ્ઠ વકતા બનવુ હોય તેને માટે કાલીની ઉપાસના જરૂરી છે
- મહાકાળીની લાલ જીભ બીવડાવવા માટે નહી આ લાલ રંગ માંનો પ્રેમ છે
- કોઇ દિવસ પ્રશસ્તિ ન કરવી, હા પ્રતિતિ જરૂર કરવી
- રામને સમાજના છેલ્લા માણસ સુધી પહોંચવુ હતુ જેથી રામ 14 વર્ષ વનમાં વિચરણ કરે છે
- સાધુ સંવાદ કરે, વિવાદ ઉભો કરે જ નહી.


  • ધર્મ - સીમાડાના નામે હિંસા બંધ કરો, તેનું કોઇ પરિણામ નથી : મોરારિબાપુ


Read the article at its source link.


- ‘ધર્મ - સીમાડાના નામે હિંસા બંધ કરો, તેનાથી કોઇ પરિણામ આવતું નથી’
- માનસ રામકથા-5: કારણ વગર ક્રોધ કરનારો હિંસક: મોરારિબાપુ
- વેરઝેરને હિંસાનું રૂપ ન આપતા, તેને મારી કામળીમાં નાંખતા જજો

ચોટીલા : ચોટીલામાં ચાલતી માનસ રામકથામાં મોરારિબાપુએ કથાના પાંચમા દિવસે અહિંસા, ગાંધીજી, બુધ્ધ, કબીર સહિત વિવિધ વિષયો ઉપર વકતવ્ય રજૂ કર્યા હતા. આથી ઉપસ્થિત અંદાજે 50 હજાર જેટલી જનમેદની મંત્રમુગ્ધ બની ગઇ હતી. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યુ કે, યુધ્ધના ઇતિહાસો જયારે વાંચુ છુ ત્યારે લાગે છે કે, દુનિયામાં મોટાભાગના યુધ્ધો ધર્મના લીધે થયા છે.

ચોટીલામાં મોરારીબાપુની રામકથામાં દિવસે દિવસે શ્રોતાઓ વધતા જાય છે. ત્યારે પાંચમા દિવસે મોરારિબાપુએ જણાવ્યુ કે, હું યુધ્ધના ઇતિહાસો જયારે વાંચુ છુ ત્યારે લાગે છે કે, દુનિયામાં કેટલાક યુધ્ધો મોટાભાગે ધર્મના લીધે થયા છે. તેઓએ ભાવવિભોર થઇને જણાવ્યુ કે, હવે હું તમારી પાસે એટલુ શું નામ માંગી શકુ કે, ધર્મના નામે હિંસા બંધ થાય, સીમાડાઓ માટે હિંસા બંધ થાય, હિંસાથી કોઇ પરિણામ આવતુ નથી. વેરઝેર હોય તો તેને હિંસાનું રૂપ ન આપતા.

આ બાવો ભીખ માંગે છે. મારી કામળીમાં નાંખજો. પછી જો જો માં ચામુંડા ખુશ થશે. કારણ વગરનો ક્રોધ કરનારો માણસ હિંસક છે. ઘણાનો સ્વભાવ હોય છે, ક્રોધ કરવા માટે કોઇ કારણ ન હોય તો કારણ ઉભા કરે છે. રાવણના 10 મોઢા હતા, તે સારા હતા. 10 મોઢા બહાર હતા. પણ આપણા અંદર કેટલા છે બહાર આપણે એક જ મોઢુ છે પણ અંદર ખબર નહી કે કેટલા સુખી છે. જયારે કથામાં માં તું કાળીને કલ્યાણી.. ગરબા પર ભકતોએ રાસ ગરબા રજૂ કર્યા હતા.

કથા દરમિયાન બાપુના મુખેથી વરસેલા શબ્દ પુષ્પો
- રામનામ જપનારાએ કોઇની સામે દુશ્મની ન રાખવી
- જેના જીવનમાં રામ પ્રગટે છે તેને પછી રાત જ પડતી નથી
- જેને જન્મજાત નિંદા અને વિરોધ કરવાની ટેવ હોય તે ગુરૂની પણ નિંદા કરશે
- આપણા અંદર જે માથા ઉગ્યા છે, તેને તો રામકથા જ મારી નાંખશે
- પરિક્રમા એટલે સર્વાંગી દર્શન
- મારી વ્યાસપીઠ માંને અહિંસક જોવા માંગે છે
- ભગવત ગીતા માત્ર અનાસકિત યોગ જ નથી, ભગવત ગીતા શરણાગતીનો ગ્રંથ છે.



The article displayed below is with the courtesy of Divya Bhaskar.

  • ‘હું કિન્નરો અને રાજકીય લોકો માટે કથા કરવા તૈયાર છું’: મોરારિ બાપુ


Read the article at its source link.

- દાણા નાંખવા કરતા વિધવાનાં ઘેર પાંચ કિલો ચોખા પહોંચાડો
- રામકથામાં 70 હજાર જેટલા ભકતો ઉમટ્યા

સુરેન્દ્રનગર: ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં મોરારીબાપુએ કથાના છઠ્ઠા દિવસે હવે મારે કીન્નરો માટે કથા કરવી છે, યજમાન હું ગોતી દઇશ અને માનસ રાજધર્મ નામ આપી રાજકીય લોકો માટે કથા કરવાની તૈયારી બતાવી હતી. જયારે દાણા નાંખવા કરતા વિધવાના ઘેર પાંચ કિલો ચોખા પહોંચાડો તેવી વાણી 70 હજારની મેદની સામે રજૂ કરી હતી. ચોટીલામાં મોરારીબાપુની કથામાં રવિવારે 70 હજાર જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે ઇટાલીથી બે યુવતીઓ, દેશના પ્રસિધ્ધ કિન્નર અને સોશિયલ એકટીવીસ્ટ લક્ષ્મી, ગોલ્ડનબાબા, યુકેથી બીઝનેશ માસ્ટર લોર્ડ ડોલર પોપટ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મોરારી બાપુએ જણાવ્યુ કે, કિન્નરો માટે મારે કથા કરવી છે. યજમાન હું ગોતી દઇશ. જયારે રાજકીય લોકો માટે પણ હું કથા કરવા તૈયાર છુ. જયારે તેઓએ માનસ રાજધર્મ નામ આપી રાજકીય લોકો માટે કથા કરવા તૈયારી દર્શાવી હતી. સમાજમાં ચાલતી અંધશ્રધ્ધા વિશે માર્મીક પ્રહાર કરતા તેઓએ જણાવ્યુ કે, દાણા નાંખવા કરતા કોઇ વિધવાનો એકનો એક પુત્ર ગુજરી ગયો હોય તેના ઘેર દિકરા બની તેને ઓછુ ન આવે તે માટે પાંચ કિલો ચોખા આપો તેના જેવુ બીજુ એકેય નહી. મોરારીબાપુએ જણાવ્યુ કે, મને કોઇએ ચીઠ્ઠી આપી હતી કે, તમે કયાં સુધી કથા કરવાના છો ω ત્યારે બાપુએ જણાવ્યુ કે, તમે સાંભળો ત્યાં સુધી હું ગાતો રહીશ. અને પછી આવો સવાલ પૂછનાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, તને શું ઉતાવળ છે.

મારી ઘણી કથા સાંભળવા માટે ભગવાન તને લાંબી ઉંમર આપે. બાપુએ ક્રોધ વિશે જણાવ્યુ કે, સવારમાં ક્રોધ ન કરવો, રાત્રે ખીજ કરીને ન સુવુ. જમવા બેસીએ ત્યારે ક્રોધ ન કરવો. જપ, ધ્યાન, સત્કર્મના સમયે ક્રોધ ન કરવો. ઘરની બહાર જતા અને સાંજે ઘરમાં પ્રવેશતા સમયે ગુસ્સો ન કરવો. કથામાં ચોટીલા, ધાંધલપુરના દાઉદી વહોરા સમાજના પુરૂષો અને મહિલાઓએ વ્યાસપીઠની ગાદીને મસ્તક નમાવી વંદન કર્યુ હતુ.

કથાની અમૃતવાણી

રોજ માતા-પિતાને પ્રણામ કરો
બાળકો ગુજરાતી ભૂલી ન જાય તેનુ ધ્યાન રાખજો
કાર્યનો આરંભ પ્રસન્ન ચિતે કરવો, સફળતા મળી જાય
માણસ જેવો હોય તેવો સ્વીકાર કરો
બહુ ઉપવાસ કરીએ તો જ હરી મળે આવુ બધુ પકડાવી દેવાયુ છે
અલ્લાહ કરે, મારી માં કરે આપણે એક થઇએ
ચાલીસ પ્રકારની વાણીનું વર્ણન માનસમાં છે
બધુ જાણવા કોશીષ ન કરો, માણો

સોશ્યાલીસ્ટ - કિન્નર લક્ષ્મી કથામાં આવ્યા

ચોટીલા માનસ ચામુંડા રામકથા મંડપમાં દેશનાં કિન્નરો માટે લડતી  લક્ષ્મી  આવ્યા હતા. આથી મોરારીબાપુએ આવકાર આપતા કિન્નર લક્ષ્મીએ સોફા પર સ્થાન ગ્રહણ કર્યુ હતું. ત્યારબાદ વ્યાસપીઠની આરતી સમયે લક્ષ્મીએ આરતીમાં ભાગ લીધો હતો. આથી મોરારીબાપુએ કાળી શાલ લક્ષ્મીને અર્પણ કરી હતી.


The article displayed below is with the courtesy of Divya Bhaskar. 


  • ચોટીલામાં કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ રામકથામાં કરી આરતી


Read the article at its source link.

ચોટીલામાં કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ રામકથામાં કરી આરતી
2016મા કિન્નરો માટે મહારાષ્ટ્રના થાણેમાં રામકથા યોજવાની જાહેરાત

ચોટિલા: ચોટિલામાં ચાલી રહેલી માનસ ચામુંડા રામકથાના સાતમા દિવસે મોરારી બાપુએ 2016મા કિન્નરો માટે મહારાષ્ટ્રના થાણેમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી. કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ સોમવારે કથામાં હાજરી આપી હતી અને ત્યારબાદ વ્યાસપીઠની આરતી પણ ઉતારી હતી.

ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં સાતમા દિવસે મોરારીબાપુએ અહિંસા પર ભાર મૂકી તેઓએ અમુક દેવીઓના મંદિરોમાં આજે પણ હિંસા થાય છે તેમ જણાવ્યુ હતુ. અત્યારે કોળુ કાપે છે તે સારૂ છે, પણ વૃતિ હજુ કાપવાની જ છે. જયારે વર્ષ 2016માં કિન્નરો માટે મહારાષ્ટ્રમાં કથા થશે તે 90 ટકા નક્કી છે તેમ જણાવ્યુ હતુ. ચોટીલા માનસ ચામુંડા રામકથામાં સાતમા દિવસે મોરારી બાપુએ અહિંસા પર ભાર મૂકીને ભારે ખીન્ન હૃદય સાથે જણાવ્યુ કે, વેદકાળથી અહિંસા સ્વીકારાઇ છે. અમુક દેવીઓના મંદિરોમાં આજે પણ હિંસા થાય છે.આ માતાનું મંદિર છે કે, કસાઇખાનુ ωબાપ હવે આ બધુ બંધ કરો. હું જગદંબાને જેટલા ભાવથી વીનવુ તેટલા જ તેના ઉપાસકોને વીનવુ છુ કે, હવે આ બંધ કરો. અત્યારે યજ્ઞમાં કોળુ કાપે છે તે સારૂ છે, પણ વૃતિ હજુ કાપવાની જ છે. કોળા પણ બંધ કરો. અને હોમવુ જ હોય તો આખુ કોળુ હોમી દો. કાપવાની વૃતિ જ બંધ કરો. જયારે તમારા વડવાઓને, પિતૃઓને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવે તેવા જેવુ બીજુ કોઇ તર્પણ ન હોવાનું મોરારીબાપુ જણાવ્યુ હતુ.

કિન્નરોને તુલસી, સાધુસંતોએ સ્વીકાર્યા છે, કિન્નર સમાજને કુંભમાં પ્રવેશ છે. કિન્નર સમાજની કથા મહારાષ્ટ્રના થાણેમાં થશે તેવો સર્વાનુમતે નિર્ણય છે. વર્ષ 2016ના અંતમાં 90 ટકા કથા થશે. જયારે ચોટીલાના પાંચાળના સૂરજદેવળ મંદિરનો ઉલ્લેખ કરીને મોરારીબાપુએ જણાવ્યુ કે, સૂરજદેવળ રામાયણનું કેન્દ્ર ગણાતુ હતુ. એક સમયે ત્યાં રામચરિત માનસ ભણાવાતુ હતુ. કથાના સાતમા દિવસે મુંબઇના 22 કિન્નરો સહિત કિન્નર લક્ષ્મીએ હાજરી આપી હતી. આ કથા બાદ તમામ કિન્નરોએ વ્યાસપીઠ પર આરતી ઉતારી હતી.

The article displayed below is with the courtesy of Divya Bhaskar.


  • ‘આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી, યુવાનો થોડું સહન કરતા શીખે’


Read the article at its source link.

- ‘આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી, યુવાનો થોડું સહન કરતા શીખે’
- માનસ ચામુંડા કથા-8: મારો આદર્શ હુ છુ, મારે મારા સુધી પહોંચવુ છે: બાપુ
- હું તો મારા ગુરૂના આદેશના લીધે પૈસા નથી લેતો : મોરારિબાપુ

ચોટીલા: ચોટીલામાં માનસ ચામુંડા રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ વિવિધ વિષયો પર અને માતાજીના ગરબાના અર્થની વિસ્તૃતાથી સમજાવી હતી. જયારે બાપુએ ખાસ કરીને લોકોની ઘટતી સહન શકિત વિશે જણાવ્યુ કે, યુવાનોને થોડુ સહન કરવુ જોઇએ, આત્મહત્યા એ જીવનની સમસ્યાનું સમાધાન નથી.

ચોટીલા માનસ ચામુંડા રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ કિન્નરો અંગે જણાવ્યુ કે, સમાજનો એક તિરસ્કૃત વર્ગ અને પરિવારે જેઓને કાઢી મૂકયા છે તે કિન્નર બહેનોએ કાલે સાંજે કાર્યક્રમમાં નૃત્યગાન કર્યુ હતુ. તેમાં હું મારો રાજીપો લઉ છુ. જયારે અત્યારના દંભી લોકો અંગે તેઓએ રોષ સાથે જણાવ્યુ કે, ઘણા એમ બોલે છે કે, અમે પણ કથાના પૈસા લેતા નથી. ફકત પોથી લઇને જ આવુ અને જાઉ છુ. પણ તે કવર લઇ લીધુ તેનું શુ? નકલ બંધ કરો.

મોરારીબાપુએ પોતાની અંગત વાત શ્રોતાઓને કહી હતી કે, હું તો મારા ગુરૂના આદેશના લીધે પૈસા નથી લેતો. શરૂઆતમાં છેલ્લા દિવસે જે આવે તે લઇ લેતો હતો. રૂપિયા 10 દક્ષિણા મળતી તે પણ હું લઇ લેતો હતો. જયારે બાપુએ ખાસ કરીને લોકોની ઘટતી સહન શકિત વિશે જણાવ્યુ કે, યુવાનોને થોડુ સહન કરવુ જોઇએ, આત્મહત્યા એ જીવનની સમસ્યાનું સમાધાન નથી. તેઓએ સમાજના વિદ્યાધરો, વિવિધ ક્ષેત્રના કલાકારો, લોકગાયકોને ખાસ જણાવ્યુ કે, તમે જે કલા રજૂ કરો છો તેના પ્રમાણમાં તમને કોઇ આપતુ જ નથી.

સમાજનું પણ કર્તવ્ય છે કે, ત્રણ ગણુ આપવુ જોઇએ. હું વિનંતી કરૂ છુ કે, પૂરેપૂરા પૈસા લેજો. કોઇએ મને પૂછ્યુ કે, તમારો આદર્શ કોણ છે તો કહુ છુ કે, મારો આદર્શ ખુદ છુ. મારે મારા સુધી પહોંચવુ છે. કથામાં તમામ વર્ગના ધર્મોના ભગવાનના નામની ધૂન બોલાવી હતી. માતાજીના ડાક વાગ્યા, ડુંગરા ડોલવા લાગ્યા, ભૂતડા લાગે તે ગરબાનોનો અર્થ સમજાવતા કહ્યુ કે, નબળા અને વિકૃત વિચાર એ ભૂત છે. અંદરના રાગ અને દ્વેશ રૂપી ભૂતડા ભાગે તે ડાક છે.

કથામાં અમૃતવાણી

સમાજ સાધુને સાધન ન બનાવો, સાધુ સમાજનું સાધ્ય છે
કલાકારે ઉનના લાલ-પીળા આસન પર ન બેસવુ, કાયમ નમ્રતાના આસન પર બેસવુ
મારો સ્વભાવ જેને અનુકૂળ ન પડે તેને જગતમાં બીજાનો સ્વભાવ અનુકૂળ ન પડે
પૂરો પરિશ્રમ કર્યા પછીની નીંદ્રા એ સમાધી છે
હું એક એક કળાનો ચાહક અને ભાવક છુ
યુવાનીમાં શિવ સ્તુતી કરશો તો બળ, બુધ્ધી અને વિદ્યાનો વધારો થશે
બુધ્ધ પુરૂષ એ કહેવાય છે તમને બાંધે નહી પણ પ્રબુધ્ધ બનાવી દે
સત્ય, પ્રેમ, કરૂણા મારી દૃષ્ટીએ આધ્યાત્મીકનો ત્રિકોણ છે.

The article displayed below is with the courtesy of Divya Bhaskar.

  • પાંચાળમાં જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર ચાલે છે ત્યારે સમાજ સુખદ ઉકેલ વિચારે: બાપુ


Read the article at its source link.


- ચોટીલામાં માનસ ચામુંડા રામકથાનો વિરામ પ્રસંગે ભાવુક બન્યા

ચોટીલા: ચોટીલા માનસ ચામુંડા રામકથાનો વિરામ નવમાં દિવસે થયો હતો. ત્યારે પૂ. મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી કરૂણસભર અવાજે કોળી અને ભરવાડ જ્ઞાતિ વચ્ચે ચાલી રહેલા વેરમાં જ્ઞાતિનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, આ પંથકમાં અમુક જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર ચાલે છે. ત્યારે સમાજ કંઇક સુખદ ઉકેલ માટે જરૂર વિચાર. મારૂ નમ્ર નિવેદન છે કે વિચારજો ઉકેલ માટે હું પણ કલાક ટાઇમ કાઢી આવીને ઉભો રહીશે.

ચોટીલામાં માનસ ચાંમુડા રામકથાનું નવમા દિવસે સમાપન થયુ હતું. ત્યારે પૂ. મોરારીબાપુએ કોઇપણ ગામ કે જ્ઞાતિનું નામ લીધા વગર વ્યાસપીઠ ઉપરથી ખૂબ જ કરૂણાસભર અવાજે ભીના હૃદયે શ્રોતાઓને કહ્યુ કે, નવ દિવસ હું રોજ સાંજે આ પંથકનાં ગામડાઓાં કોળીના ઘેર, ભરવાડના ઘેર, રબારીના ઘેર રોટલા ખાઉં છું. મારૂ નમ્ર નિવેદન છે કે,વિચારજો આના ઉપર તમે. આ રામકથા સાંભળ્યા બાદ એક સંકલ્પ ના કરી શકો કે અમે બધાને જોડી દઇએ? પાંચાળ પ્રદેશ દેવતાઓ, સિધ્ધ પુરૂષો, સંતોની ભૂમિ છે. ઉકેલ માટે વિચારજો હું પણ ગમે તેમ કરી કલાક ટાઇમ કાઢીને આવીને ઉભો રહીશે.

પૂ. બાપુએ કથામાં કઇ વસ્તુઓ મંગલ ગણાય તે અંગે જણાવ્યું કે, શુધ્ધ પુરૂષનાં ચરણ,સોનું હોય તો મંગલ સ્પર્શ કરો. નદીનો સ્પર્શ, આપણા વડીલોની યાદગીરી પાઘડી, કેડીયાને સવારમાં સ્પર્શ કરવો તે મંગલ ગણાય.કોઇ સિધ્ધપુરૂષનું વસ્ત્ર, ગમચો મંગળ કહેવાય. ગાય માતાનો સ્પર્શ, અને નાની બાળકી જગદંબાનું સ્વરૂપ છે. આ જગદંબાનાં રૂપને મંગલ સ્પર્શ કરવો. જ્યાં શાસ્ત્રીની ચર્ચા થતી હોય ત્યાં પાંચ દશ મિનિટ આપવી તે મંગલ છે.

પૂ. બાપુએ જણાવ્યું હતું કે, આટલા દિવસો સૌએ શાંતિથી કથા સાંભળી, નવ દિવસ બધાએ ખૂબ સેવા કરી તે બધાને મારા સાધુવાદ. 56 વર્ષના અનુભવમાં એમ જ કહું છુ કે આમા બધા નિમિત બનતા હોય છે. કોઇ શક્તિ કામ કરતી હયો છે. મા ચામુંડાનાં આશ્રયે માનસનું ગાયન કરવુ તેવુ મારા મનમાં બીજ રોપાયુ હતું. પૂ. બાપુએ ચોટીલાની તેમની આ રામકથા ચામુંડા માતાજીને અર્પણ કરી હતી. રામકથાના છેલ્લા દિવસે તમામ શ્રોતાઓ પણ આ પ્રેમયજ્ઞનાં વિરામ વખતે ભાવુક બની રડી પડયા હતાં.

રામકથામાં અમૃતવાણી

- શાંતિના જ્યાં ઠેકાણા છે ત્યાં મા વસે છે, પ્રગટરૂપે કે અપ્રગટ રૂપે વસે છે.
- અયોધ્યામાથી રામ જાય પણ રામ કોઇનાં હૈયામાંથી જાતો નથી.
- ઘણાનાં ધન વધ્યા પણ બાદમાં જેમ જેમ ધન વધ્યુ એટલે મન ટૂંકા થયા.
- નવ દિવસ રાત્રે મારા ગંગાજળમાથી રોટલા ખાધા ત્યારે જોયુ ગામડાના માણસોનાં મન બહુ મોટા છે.

No comments:

Post a Comment