પ્રેમ કોઇની સેવામાં લાગી જાય તો ભક્તિ બની જાય છે
તમારો પ્રેમ શ્રવણ કરવા માટે મજબૂર કરે તો એ ભક્તિ થઇ ગયો. તમારો પ્રેમ તમને કીર્તન કરતા રોકી ન શકે તો એ પ્રેમ ભક્તિ થઇ ગયો
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.
તમારો પ્રેમ શ્રવણ કરવા માટે મજબૂર કરે તો એ ભક્તિ થઇ ગયો. તમારો પ્રેમ તમને કીર્તન કરતા રોકી ન શકે તો એ પ્રેમ ભક્તિ થઇ ગયો
- જો જીવનમાં પ્રેમ ન હોય તો વંદન શું કામનું? પ્રેમ ન હોય તો અર્ચન એક એક્સરસાઇઝ થઇ જાય છે. પ્રેમ નથી તો કીર્તન શું કામનું? પ્રેમ નથી તો શ્રવણ શું કામનું? મારું તો આટલું જ માનવું છે કે પ્રેમ આ નવ પ્રકારની ક્રિયામાં પરિવર્તિત થાય છે ત્યારે ભક્તિ બની જાય છે.
- વ્યાસ પ્રેમ મારગના આચાર્ય છે. ભક્તિ મારગના આચાર્ય વ્યાસ છે. જ્ઞાન વ્યક્તિને સંકીર્ણ કરી દે છે. કોઇને ઇતિહાસનું જ્ઞાન. કોઇને ખગોળ-ભૂગોળનું જ્ઞાન. બધા જ્ઞાનમાં ખંડ ખંડ હોય છે અખંડ જ્ઞાન કોઇને રહેતું નથી એવી રામચરિતમાનસની ઘોષણા છે.
- પરંતુ ભક્તિમાર્ગના પ્રેમના આચાર્ય વ્યાસ છે એનો મતલબ એ થયો કે ભક્તિના આચાર્ય બહુ જ વિશાળ છે. વ્યાસનો અર્થ જ વિશાળતા થાય છે જે સૌનો સ્વીકાર કરે એ વ્યાસ છે. પ્રેમ માર્ગમાં કોઇનો અનાદર થઇ શકતો નથી. તો વ્યાસને પણ આચાર્ય માનવામાં આવ્યા છે.
- શુકદેવજી શુક્રાચાર્યને આચાર્ય માનવામાં આવે છે જ્યારે ભક્તિ અને પ્રેમમાર્ગના આચાર્ય શાંડિલ્ય ઋષિ છે. શાંડિલ્ય ઋષિએ પ્રેમ અને ભક્તિ અદભુત પ્રકાશ પાડ્યો છે.
- ગર્ગાચાર્યનું નામ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. ભગવાન કૃષ્ણના ચરિત્ર સાથે જોડાયેલું છે. સાક્ષાત્ ભગવાન વિષ્ણુને અહીં ભક્તિ મારગના આચાર્યના રૂપમાં પ્રસ્થાપિત કરાયા છે કેમ કે ભક્તિ પાળે છે. ભક્તિ પોષે છે. ભક્તિ શોષક નથી એટલા માટે વિષ્ણુનું નામ આચાર્યરૂપે આવ્યું.
- કૌડિન્ય ઋષિ ભક્તિ મારગના આચાર્ય છે.
- શેષનારાયણ ભક્તિ મારગના અાચાર્ય છે.
- ઉદ્ધવનું નામ પણ નારદજીએ આચાર્યમાં મૂક્યું છે.
- આરુણી ઉપનિષદનું પાત્ર છે. ગુરુસેવા માટેનું ઉપનિષદનું એક બહુ મોટું ઉદાહરણ આરુણી છે. એમને પણ આચાર્ય કહ્યા છે.
- અને જે નામ ન હોય તો આચાર્યની આખી પરંપરા ફીકી લાગે છે. એ નામ છે આપણા હનુમાન ભક્તિ મારગના આચાર્ય છે. જે વ્યક્તિમાં અગિયાર પ્રકારની આસક્તિ આવી જાય ત્યાં ભક્તિ પ્રગટ થાય છે.
- કેમ કે એ મહાદેવના અગિયારમા રુદ્ર છે.
- ભક્તિ મારગમાં એવું માનવામાં આવ્યું છે કે પહેલા આસક્તિ છે પછી રતિ અને પછી ભક્તિ છે. અગિયાર પ્રકારની આસક્તિ ભક્તિને આગળ વધારે છે.
- શ્રીહનુમાનજીમાં એક-બે ગુણ નથી એ સકલ ગુણનિધાન છે. પ્રત્યેક ગુણ નિધાન છે.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment