Translate

Search This Blog

Sunday, October 11, 2015

જિંદગીનો મર્મ છે, પ્રફુલ્લિત રહેવું, માનસદર્શન, મોરારિબાપુ

જિંદગીનો મર્મ છે, પ્રફુલ્લિત રહેવું



  • આપણા જીવનનો મર્મ શું છે? જીવનો અર્થ અહીં આત્મા છે એની પાછળ કોઇ મર્મ હશે, કોઇ કારણ હશે, કોઇ રહસ્ય હશે




  • આખું રામચરિતમાનસ માર્મિક શાસ્ત્ર છે. એક મર્મગ્રંથ છે. 



  • જોકે ગુરુકૃપા વિના આ બધાં રહસ્યોનું ઉદ્્ઘાટન લગભગ અસંભવ છે પરંતુ એની પાછળ કંઇક તો મર્મ હોય જ. જીવ જેને ઉપનિષદ અહમ્ કહીને ઓળખાવે છે. મહર્ષિ રમણ નિરંતર એ શબ્દને વળગી રહ્યા ‘કોઙહમ્? કોઙહમ્?’ હું કોણ? મારું વજૂદ શું છે? હું અહીં શા માટે છું? આપણે બધાએ વિચારવું જોઇએ કે જીવનો મર્મ શું છે?




  • જીવનો અર્થ અહીં આત્મા છે એની પાછળ કોઇ મર્મ હશે, કોઇ કારણ હશે, કોઇ રહસ્ય હશે. જ્યારે જીવનનો મર્મ કોણ ઉકેલે? અથવા તો એ મર્મની વાત સમજમાં આવી જાય તો આપણને જીવન જીવવાનો એક સારો રસ્તો મળી જાય. 
  • ત્રીજું સ્થાન મારી સમજ મુજબ એ આવે છે કે જગતનો મર્મ શું છે? આ જગત શા માટે છે? આ પૃથ્વી નામનો ગ્રહ ન બનાવ્યો હોત તો ચાલત નહીં? 

  • ત્યારબાદ મારી સમજ મુજબ આખરી પડાવ એ છે કે જગદીશનો મર્મ શું છે? પરમાત્માનો મર્મ શું છે? રામચરિતમાનસમાં તો લખ્યું છે કે તું શું છે, એનો મર્મ જાણી શકાય તેમ નથી. આપણા સૂફી લોકો પણ ગાય છે કે તું નથી અને દરેક સ્થળે છે.



  • ‘હરિ વ્યાપક સર્વત્ર સમાનાં તું દૃષ્ટા છે’. તું સાક્ષી છે. તું બધા સાથે પ્રમાણિત ડિસ્ટન્સ રાખનારું કોઇ પરમતત્ત્વ છે અને તારે કારણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નાચી રહ્યા છે. સૌને તું નચાવે છે. એ લોકો પણ તારો મર્મ જાણી શકતા નથી. આ ત્રણેય સત્તા પણ તારો મર્મ જાણી શકી નથી. હા તું જણાવા ઇચ્છે છે એ જ તારા મર્મને જાણી શકે છે તો આ જીવનો મર્મ જીવનનો મર્મ, જગતનો મર્મ, એ પરમતત્ત્વનો મર્મ જાણવા માટે આપણે રામચરિતમાનસનો સહારો લેવો પડશે.



  • માનસમાં ત્રણ શબ્દોનું દર્શન થાય છે જેમાં આરાધના, સાધના અને ઉપાસના ‘કેહિ અવરાધહુ કા તુમ્હ ચહહૂ’ તું કોની આરાધના કરે છે? તું શા માટે જપ, તપ, ધ્યાન કરે છે? તું શું ઇચ્છે છે? ‘હમ સન સત્ય મરમુ કિન કહહૂ’ અમારી પાસે સત્ય મરમ કેમ કહેતી નથી? આ સાધનાની પાછળ રહસ્ય શું છે? 


જે લોકો કથા સાંભળે છે અથવા તો ધર્મને પકડીને ચાલે છે એ બધાએ મરમને પણ પકડવો જોઇએ.

  • આ જીવનનો મર્મ, જાણવા માટે કલિયુગમાં એક જ સાધન છે કેવળ હરિનું નામ. હરિના નામથી બધા જ મર્મ જાણી શકાય છે. 



  • ધૃતગતિ માર્ગ, વહા થામ્બુ નકા| જ્યારે તમારે તત્ત્વને પામવા માટે સ્પીડમાં જવું છે અને શ્રેષ્ઠ મારગ છે તો ‘થામ્બુ નકા’ અટકો નહીં. મને થયું કે આ બહુ જ સુંદર સૂત્ર છે. ગુરુકૃપાથી જીવનની સાધનાના મારગે તેજ ગતિથી જઇ રહ્યા છીએ. હરિનામનો સંત્સંગનો, ભાવનો આનંદ આવી રહ્યો છે તો ‘થામ્બુ નકા’ અટકો નહીં અટકો નહીં. આપણી સમગ્ર સાધનાનો મર્મ શું છે? આપણે શું ઇચ્છીએ છીએ? માનસમાં જ્યાં મરમ શબ્દ આવે છે ત્યાં એક નવી વાત મળે છે. એના સાથે પ્રસંગો પણ જોડાયેલા છે. ભગવાન રામ જ્યારે જનકપુરમાં જાય છે. રંગભૂમિમાં સૌ પોતપોતાની રીતે પરમાત્માને જુએ છે પરંતુ મરમ કોઇ ન જાણી શક્યું કે રામ અમને જુદા જુદા કેમ દેખાય છે? તત્ત્વની વાત શું છે? મૂળમાં અધ્યાત્મ જગતનું રહસ્ય શું છે? 

  • એ બધાની પાછળ કારણ એકમાત્ર એ જ છે કે આપણું જીવન વધુ ને વધુ પ્રસન્ન રહે, પ્રફુલ્લિત રહે. કક્કામાંથી તમે શબ્દ લો કે ‘ક’ તો કરમનો મરમ શું એ પહેલો પ્રશ્ન ઊઠશે. કરમ એટલે શું? ધરમનું રહસ્ય શું છે? તુલસીદાસજી બહુ જ સારો જવાબ આપ્યો છે.


ધરમ ન દૂસર સત્ય સમાના|
આગમ નિગમ પુરાન બખાના||
પર હિત સરિસ ધર્મ નહીં ભાઇ|
પર પીડા સમ નહીં અધમાઇ||
પરમ ધર્મ શ્રૃતિ બિદિત અહિંસા|
પર નિંદા સમ અધ ન ગરીસા||

બુદ્ધ પુરુષોનાં રહસ્યોને સમજવા, જાગૃત મહાનુભાવોનાં રહસ્યોને પકડવાં એ બહુ મોટો ધર્મ છે.

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી

મોરારિબાપુ


Read full article at Sunday Bhaskar.

No comments:

Post a Comment