The article displayed below is with the courtesy of Divya Bhaskar.
ભાવનગર: ત્રેતાયુગમાં રાવણને મરાયાને આજે 9307 વર્ષ પૂર્ણ થશે
Read the article at its source link.
- રામાયણ એક ઐતિહાસિક ઘટના છે
-કમ્પ્યૂટર સોફ્ટવેરના અધારે ડો.પી.વી. વર્તકે કરેલી ખગોળીય ગણતરી : ગ્રહો-નક્ષત્રોના આધારે કરાયેલી ગણતરી
ભાવનગર:તા.22 ઓક્ટોબરને ગુરૂવારે રાવણ વધનો વિજય દશમીનો તહેવાર ઉજવાશે. કાળની ગણતરી પ્રમાણે લંકાના રામ-રાવણના મહાયુદ્ધમાં રાવણ વધને 9307 વર્ષ પૂર્ણ થશે.
ખગોળશાસ્ત્રએ વિશ્વનું પ્રથમ અને જુનામાં જુનું વિજ્ઞાન છે. ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન ખગોળશાસ્ત્ર એ આપણી સાંસ્કૃતિક ધરોહર પણ છે. પૃથ્વી ઉપરનાં ગગનમંડળમાં ફરતા ગ્રહો જે રાશિ-નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. તેના આધારે પૃથ્વી ઉપર બનતા બનાવોના સમયને (કાળ)ને નોંધવાની અદ્દભૂત પદ્ધતિ આપણા ઋષિમુનીઓએ શોધી કાઢ્યું હતુ.
વિશ્વના અનેક કેલેન્ડરોના આધાર બદલાયા કરે છે. પરંતુ બ્રહ્માંડમાં વિચરતા ગ્રહોને નક્ષત્રોને આધારે નિર્ધારિત કરેલ સમય કદી પણ બદલાતો નથી. અને આથી જ પ્રત્યેક ધર્મકાર્યની શરૂઆતમાં જે સંક્લ્પ લેવામાં આવે છે તે બનાવના સમયે નોંધવાની જ પ્રક્રિયા છે એમ જણાવતા ખગોળ પ્રેમી પ્રા.સુભાષભાઈ મહેતા વધુમાં જણાવે છે કે આવતી કાલે દશેરાની ઉજવણી છે ત્યારે વાલ્મીકી રામાયણના બાલકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કીંધાકાંડ, સુંદરકાંડ, અરણ્ય કાંડ, યુદ્ધકાંડમાં બનતા પ્રસંગો સમયે જે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિનું વર્ણન કરેલ છે.
તેને કમ્પ્યુટર સોફ્ટવેરના આધારે પાછળ લઈ જઈને મેળવાયેલ સંકલિત તારીખો જે ડો.પી.વી. વર્તકના લેખના આધારે તારવવામાં આવેલું છે. જેઓએ મરાઠીમાં વાસ્તવ રામાયણ લખી છે. તેમાંની થોડી તારીખો વાચકની રસવૃત્તિ માટે પ્રસ્તુત છે. દરેક તારીખ ‘ઈશુ સદી’ પહેલા (બીફોર ક્રાઈસ્ટ (બીસી)ની છે. જેમાં 2015 ઉમેરતા વર્તમાન સમય સાથેની મળશે.જેમ કે ભગવાન શ્રી રામનો જન્મ 7323(બી.સી.)માં થયેલો અને હવે તેમાં 2015 ઉમેરો એટલે શ્રી રામનો જન્મ આજથી 9338 વર્ષ પહેલા થયેલો તેમ
કહી શકાય.
રામાયણની કાળ ગણતરી
પ્રસંગ તારીખ
ભગવાન શ્રી રામનો જન્મ તા.4-12-7323 (બીસી)
શ્રી રામે 17 વર્ષ પૂરા કર્યા તા.4-12-7306
શ્રી રામ-સીતાના લગ્ન તા.7-4-7307
શ્રી રામનો વનવાસ તા.29-11-7306
શ્રી હનુમાનજીનો લંકા પ્રવેશ તા.1-9-7292
સમુદ્ર ઉપર સેતુબંધ બંધાયો તા.26/30-10-7292
યુદ્ધની શરૂઆત તા.3-11-7292
કુંભકર્ણ મરાયો તા.7-11-7292
રાવણ મરાયો તા.15-11-7292
કુલ તેર દિવસ યુદ્ધ ચાલેલુ ---
શ્રી રામનું અયોધ્યા પુનરાગમન-તા.6-12-7292

No comments:
Post a Comment