Translate

Search This Blog

Friday, October 23, 2015

પોરબંદર આવ ઈશ્વર, તને સરગ દેખાડું શામળા

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily and its author Shree Kanti Bhatt.

પોરબંદર આવ ઈશ્વર, તને સરગ દેખાડું શામળા

Read the article at its source link.


સ્ટેનીસ્લો નામના રશિયન ફિલોસોફરે કટાક્ષમાં સરસ વાત કરેલી કે ઈશ્વર પાસે સ્વર્ગની પ્રાર્થના કે ડીમાન્ડ કરશો નહીં. એવું કરશો તો ભગવાન તમને સ્વર્ગ, હેવન કે પેરેડાઈઝનો અઘરામાં અઘરો રસ્તો બતાવશે. પ્રેક્ટિકલ દૃષ્ટિએ જોઈએ તો મેં સાંભળેલું કે ભાઈશ્રી રમેશ ઓઝાએ પોરબંદરમાં તેમના સાંદીપની આશ્રમમાં સ્વર્ગ ઉભુ ર્ક્યુ છે. અમે પોરબંદરમા ભાઈશ્રી રમેશભાઈએ સ્વર્ગ ખડું ર્ક્યુ તે જોવા ગયા તો ચાર-પાંચ કલાક ત્રણ-ત્રણ એરપોર્ટ ઉપર ગાળવા પડ્યા અને ચાર કલાકે માંડ માંડ ભાઈશ્રી રમેશનો સાંદીપની આશ્રમ જોયો અને કાન પકડયો કે ત્યાં તેમણે ખરેખર સ્વર્ગ ખડું ર્ક્યુ છે.

પ્રથમ વાત તો એ કે અમે પહોંચતા હતા ત્યારે રમેશભાઈ વ્યાસપીઠ ઉપર બેસીને 5000ની શ્રદ્ધાળુ ઓડીયન્સ જેમાં બહેનોની મેજોરીટી હતી અને રમેશભાઈ શાસ્ત્રીય રાગથી ‘શ્રી રામ ચરીત માનસ’ કંઠસ્થ હતું તે અને સંગીત સાથે ગાતા હતા તે હું પણ સાંભળી રહ્યો. હું તો મુગ્ધ થઈને સાંભળવા લાગ્યો. મારો મુસાફરીનો તમામ થાક ઉતરી ગયો. મારા હાથમાં ગીતા પ્રેસ ગોરખપુરનું અસ્સલ સંસ્કૃતમાં શ્રી રામચરીત માનસનું પુસ્તક આવ્યું તેની આજ સુધીમાં 48 લાખ નકલો છપાઈ ગઈ છે. બીબીસી ટીવી ચેનલે રામચરીત માનસ ઉપર લાંબી ટીપ્પણી પ્રગટ કરી છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ડો. ફીલીપ લુજેનડોર્ફ પાસે રામચરીત માનસ ઉપર વિદ્વતાપૂર્ણ વિવરણવાળું પુસ્તક લખાવ્યું છે. ભાઈશ્રીએ તો મને અને પત્રકાર દેવાંશુને શ્રી રામ ચરીત માનસ મફ્ત- ભેટ આપ્યું. પણ આજે ડો. ફીલીપ લુજેનડોર્ફનું અંગ્રેજીમાં લખેલું ‘ધ લાઈફ ઓફ ટેકસટ- તુલસીદાસઝ રામ ચરીત માનસ’ જે 73.95 ડોલર એટલે કે 51 સ્ટર્લીંગ પાઉન્ડ એટલે કે રૂ. 4885નું આવે છે તે દુર્લભ છે. આઉટ ઓફ પ્રીન્ટ છે.

અહીં ઘણા બધા વિદ્વાનો (જેના ઘણાના નામ હજી લખવા બાકી છે જે રામ ચરીત-માનસના ર્ખાં છે)ને પડતા મુકીએ તો પોરબંદરના સમુદ્ર કાંઠાથી 6 માઈલ દૂર શાંત વાતાવરણમાં ભાઈશ્રી શ્રી રામચરીત માનસનું અસ્સલ સંસ્કૃતમાં રાગ અને આઠેક સંગીતકારોના સંગીત સાથે પઠન કરતા હતા ત્યારે પત્રકાર તરીકેનું મારું જગતની પંચાત કરતું ‘પાપીયુ’ મન શાંત થઈ ગયું અને ભાઈશ્રીના રામચરીત માનસના પઠનનો મંડપ છોડ્યા પછી 42-42 કલાક સુધી મારા મનમાં રામ ચરીત માનસનુ પઠન ગુંજતુ રહ્યું. એ તો તમારે જાતે જ એ રામચરીત માનસ તમારે પોતે સાંભળવું જોઈએ. તેનું વર્ણન તો ફોફા ખાંડવા જેવી વાત છે.

મૂળ બેલ્જિયમના દાઢીધારી વિદ્વાન જે 73ની વયે 17-8-1982ના ગુજરી ગયા છે. તેને મોઢે આપણે રામચરીત માનસની પ્રશંસા સાંભળ‌વી જોઈએ. તમે સાંભળ્યુ હશે કે મુકેશ અંબાણી અને નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચેની ખટાશને ભાઈશ્રી રમેશભાઈએ મીઠાશમાં પલટાવી છે. પણ મને સૌથી મોટી વાત મૂળ બેલ્જિયમના ફિલોસોફર ડો. કેમિલ બલ્કની લાગે છે. આ ડો. કેમિલ બલ્ક સાહેબને ભારત ગમી ગયું અને તેના બેલ્જિયમના રામસ્કલીપીલ ગામથી ભારતમાં આવ્યા. તેણે મહેણું માર્યું કે ઈન્ડિયાના ઘણા એજ્યુકેટેડ માણસો તેની દેશની કલ્ચરલ સમૃદ્ધિ જાણતા નથી. 45 કરોડ લોકો આ લખાય છે ત્યારે નવરાત્રમાં નાચે છે. દુર્ગા અને અન્ય માતાજીના રાસડા લે છે. રોજ રામની માળા ફેરવે છે. ડો. કેમિલ બલ્કે કલકતા યુનિ.માં સંસ્કૃતિનો અભ્યાસ ર્ક્યો. અને સાંભળો-તેણે થીસીસ- મહાનિબંધ તરીકે ‘રામચરીત માનસ કે રામ કથા કા વિકાસ’ના વિષયને પસદ કરીને રામચરીત માનસમાં પીએચડીની ડિગ્રી મેળવી.

ઘણા ભાઈશ્રી રમેશના પ્રેમી કહેશે કે તમે ઉપર બધી પરદેશના ફિલોસોફરોની પંચાત કરી પણ ભાઈ રમેશ વિશે લખ્યુ નહીં! ભાઈશ્રી વિશે અનેક પૂસ્તકો લખાય છે તે વાંચી લેજો. હું તે રીપીટ નહીં કરું. મેં પણ 2009માં ભાઈશ્રીનું પૂરું જીવન ચરીત્ર લખ્યુ છે. હું ફરી ફરી કહેતો રહીશ કે તમે ભાઈશ્રી રમેશ માટે નહીં, તમારા કલ્યાણ માટે તમારી ચિત્તશાંતિ માટે તમારી પત્ની, ભાઈ, માતા-પિતાએ તમામ પ્રત્યે આદરભાવ અને પ્રેમ વધારવો હોય તો જરૂર એક સપ્તાહ પોરબંદરના સમુદ્ર કાંઠાની હવા ખાવા સાથે રામચરીતના પાઠ ભાઈશ્રી વ્યાસપીઠ ઉપર બેસીને પઢતા હોય તે તેના મોઢેથી ભક્તિપૂર્વક સાંભળી આવો. મારી ગેરંટી છે કે તમને અદભુત શાંતિ અને પ્રેમભાવ પેદા થશે. ભાઈશ્રીએ મોરારી બાપુ જેટલી જ રામ કથા કે ભાગવત કથા કે રામ ચરીત માનસ પર પ્રવચનો ર્ક્યા છે. સંખ્યા અગણિત છે.

ડરબન (સાઉથ આફ્રિકા)માં એકતા મંદિરની સ્થાપના થઈ ત્યારે ભાઈશ્રીને જોવા અને સાંભળવા સાડા સાત લાખ લોકો ડરબન આવેલા. રમેશભાઈ પણ મોરારી બાપુની જેમ સાદુ ભોજન (દહીં રોટલો) લે છે. ભાઈશ્રી સુક્ષ્મ ભોજન લે છે. મુળ કાઠિયાવાડના છે એટલે રોટલાનુ શિરામણ કરતા. નોર્વેના ઓસ્લો શહેરમાં ગયા તો તેમનાથી બોલાઈ ગયુ કે તેમને બાજરાનો રોટલો દહીં સાથે રીગણાનો ઓળો ભાવે છે તો ઓસ્લો- નાર્વેવાસીઓએ રોટલો જમાડેલો. રમેશભાઈ જો યુરોપમાં કોઈ પણ શહેરમાં ભગવત કથા- રામ કથા કરે તો 45 જેટલા યુરોપના શહેરોમાથી ગુજરાતીઓ ઉમટી પડે છે. ફિલ્મલાઈનના સુપર સ્ટારો છે તેમ રામ કથાના સુપર સ્ટારોમાં રમેશભાઈ અને મોરારી બાપુ છે. તેમને પગલે તમે ભૂપેન્દ્ર પંડ્યા અને યોગેન્દ્ર ભટ્ટના નામ લઈ શકો. પણ ભાઈશ્રીનું અંગત જીવન રહનસહન અને વાણી ખરેખર અદભુત તેમનું દર્શન- શાંતિદાતા છે.

No comments:

Post a Comment