Translate

Search This Blog

Thursday, February 26, 2015

સત્સંગથી જીવનમાં વિવેકનો જન્મ થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

સત્સંગથી જીવનમાં વિવેકનો જન્મ થાય છે




  • બળવાન વ્યક્તિમાં વિવેક ના હોય તો બળ લોઢા સમાન છે. વિદ્યાવાન વ્યક્તિએ વિવેકરૂપી દીકરાને જન્મ ન આપ્યાે હોય તો વિદ્યા વાંઝણી છે.




  • મારે એવા માણસોને કહેવું છે કે તમે ક્યારેક રામકથાના માંડવામાં આવીને તો જુઓ કે કથાથી શું થાય છે. કથા માણસમાં વિવેક પેદા કરે છે. જીવનમાં જોયું છે કે જે લોકોએ સત્સંગ ક્યારેક કર્યો નથી એ લોકોમાં કેટલીયે ક્ષમતા હોય પરંતુ વિવેક હોતો નથી.



  • વિવેક માટે વ્યક્તિએ સત્સંગ કરવો પડે છે. વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોય, વ્યક્તિની પ્રગતિ, ઉન્નતિને મારા સલામ, પરંતુ વિવેક માટે સત્સંગ અનિવાર્ય છે. 

  • દુનિયાની કોઈ પણ કલા, ચાહે ગાયક કલાકાર હોય, વાદ્યકલા હોય, નૃત્યકલા હોય એમાં વિવેક ન હોય તો એ કલા લોઢું છે. 

  • રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે,


બિનુ સતસંગ બિબેક ન હોઈ !
રામકૃપા બિનુ સુલભ ન સોઈ !!



  • વક્તામાં તો તનનો વિવેક હોવો જ જોઈએ. તન વિવેક એટલે કે શરીરનો વિવેક. 

  • શ્રોતામાં પણ તન વિવેક હોવો જોઈએ. 

  • બીજા વિવેકની વાત કરું તો નયન વિવેક બહુ જ જરૂરી છે. માણસની આંખ વિવેકી હોવી જોઈએ. વિવેકી આંખ માણસમાં પ્રેમ પ્રગટ કરે છે. 

  • ત્રીજાે વચન વિવેક છે. કેવા શબ્દો બોલવા જોઈએ, કેવા ન બોલવા જોઈએ. આંખમાંથી આસું પડે છે પણ હજી સુધી કોઈ એવું યંત્ર બન્યું નથી કે આંસુને ફરીથી આંખમાં પાછાં મોકલી દે.



  • એવી જ રીતે એક વખત જીભેથી છૂટી ગયેલાે શબ્દ પાછો લેવાની અધ્યાત્મમાં કોઈ વ્યવસ્થા નથી. 

  • આજકાલ રાજનીતિનો એક સ્વભાવ થઈ ગયો છે. હું મારા શબ્દને પાછા લઈ રહ્યો છું. અરે! એટલા માટે જીવનમાં વચન વિવેક જરૂરી છે. 

  • આંતર મનનો વિવેક આપણે ત્યાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મનનો વિવેક પણ જીવનમાં જરૂરી છે. તો આ વિવેક જ્યાંથી પેદા થાય છે એને સંત્સગ કહે છે. સંત્સગના અભાવમાં ક્યારેક ક્યારેક આપણે ઘણાં બધાં ક્ષેત્રોમાં હોવા છતાં પણ વિવેકને જાળવી શકતા નથી. 

  • વિવેકહીન વિશ્વાસ માણસને આંધળો કરી દે છે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો

નાઝીર દેખૈયા રચિત ગઝલ

સાભાર ટહુકો.કોમ - સૂર અને શબ્દનો સુભગ સમન્વય


Source Link : http://tahuko.com/?p=3300


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.










સ્વર – મનહર ઉધાસ

નાઝીર દેખૈયા રચિત આ ગઝલને સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહરભાઈ ઉધાસે સ્વર આપ્યો છે.



Saturday, February 21, 2015

માનસ કાગર્ષિ - માનસ કાગ ઋષિ

રામ કથા

માનસ કાગર્ષિ - માનસ કાગ ઋષિ

મજાદર, કાગધામ, અમરેલી, ગુજરાત

શનિવાર, તારીખ ૨૧-૦૨-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૦૧-૦૩-૨૦૧૫

મુખ્ય ચોપાઈ

યહ પ્રભુ ચરિત પવિત્ર સુહાવા     |
કહહુ કૃપાલ કાગ કહઁ પાવા     ||
                                                                                  ઉત્તરકાંડ ૫૪/૧

કહહુ કવન બિધિ ભા સંબાદા     |
દોઉ હરિભગત કાગ ઉરગાદા     ||

                                                                                  ઉત્તરકાંડ  ૫૪/૫



શનિવાર, તારીખ ૨૧-૦૨-૨૦૧૫

ઋષિના ૭ લક્ષણ હોય છે. કાગના ૭ લક્ષણ છે જે ઋષિના લક્ષણ છે.

શાસ્ત્રથી મળતી ૭ સમૃદ્ધિ


રામ કથાથી, શાસ્ત્રથી ધન સમૃદ્ધિ મળે, પરમ ધન પ્રાપ્ત થાય, આંતરિક સંપદા મળે.


રામ કથાથી, શાસ્ત્રથી સંગ સમૃદ્ધિ મળે, સંગ સમૃદ્ધિ વધે.


રામ કથાથી, શાસ્ત્રથી જ્ઞાન સમૃદ્ધિ વધે, સમજણ વધે, વિવેક વધે.


રામ કથાથી, શાસ્ત્રથી ત્યાગની સમૃદ્ધિ વધે, ક્રમશઃ ત્યાગ વૃત્તિમાં વધારો થાય.


રામ કથાથી, શાસ્ત્રથી તંદુરસ્તી સારી રહે, તંદુરસ્તીની સમૃદ્ધિ વધે.રામ કથાથી, શાસ્ત્રથી તો જીવન મરણના કળતર ઊતરી જાય તો સામાન્ય કળતર કેમ ન ઊતરે?


રામ કથાથી, શાસ્ત્રથી ક્ષમાની સમૃદ્ધિ વધે. બીજાને ક્ષમા આપવાનું રામ કથાથી, શાસ્ત્રથી થાય. રામ કથાથી, શાસ્ત્રથી બીજાના અવગુણ ન દેખાય તેવી સમ્રુદ્ધિ મળે.


રામ કથાથી, શાસ્ત્રથી સેતુબંધની સમ્રુદ્ધિ મળે, એક બીજાને જોડવાની સમ્રુદ્ધિ મળે.


આંસુના ૭ પ્રકાર છે.

૧ હર્ષના આંસુ

૨ શોકના આંસુ

૩ મિલનના આંસુ

૪ વિયોગના આંસુ

૫ ક્રોધના આંસુ

૬ બોધના આંસુ

૭ ભજનના  આંસુ

"માનસ કાગ ઋષિ" રામ કથાના દિવ્ય ભાસ્કર દૈનિક્માં પ્રકાશિત થતા અંશો દિવ્ય ભાસ્કરના સૌજન્ય તેમજ આભાર સહ અત્રે પ્રસ્તુત છે. 






રાજુલા તાલુકાના કાગધામ નામે મજાદર ધામે કાગબાપુની ડેલીએ મોરારિબાપુની રામકથા રૂપી પ્રેમયજ્ઞનું આયોજન થયું છે. ગુજરાતી શ્રાવકોને ધોધમાર ભીંજવી દેવા બાપુએ ગુજરાતમાં સતત પાંચમી કથા આપી છે. િવશ્વભરનો ચારણ સમાજ ઉમંગભેર કથાનું શ્રવણ કરવા ઉમટી પડ્યો છે. ગ્રામીણ ક્ષેત્રના અસંખ્ય શ્રાવકો ભાવસભર વાતાવરણમાં પ્રસન્નતા અનુભવી રહ્યા છે.
કથા દરમિયાનના સંકલનકર્તા પ્રો.ડો.મનોજ જોષી (મહુવા)ના જણાવ્યાનુસાર કથા પ્રારંભે ચારણ સમાજના પૂ.પૂજ્ય એવા આઈશ્રી મનુભા (મઢડા) તેમજ આઈશ્રી કંકુકેસરમાં (રાજસ્થાન) દ્વારા િદપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. માનસ-કાગર્ષિના આજના પ્રથમ દિવસે બાપુએ ચોપાઈનો આધાર લઈને રામ-કથાગાન કર્યું.

યહપ્રભુચરિત પવિત્ર સુુહાવા

કહઉ કૃપાળુ કાગ તહુ પાવા ાા

કહઉકવનબિધિ ભા સંવાદા

દઉ હરિભગત, કાગ ઉરગાવા ાા

કવિશ્રીકાગના સ્મરણમાં યોજાયેલી કથાના િનમિત્ત માત્ર યજમાન ચીમનભાઈ વાઘેલાને શુભાિશષ પાઠવી. બાપુએ સમસ્ત ચારણ સમાજને વંદન કર્યા. ઋષિ મંત્રદ્રષ્ટા હોય છે. કાગબાપુ સૂત્ર દ્રષ્ટા છે. ઝડપેલુંઅમૃત અમર કરશે પણ અભય નહીં આપે. ભગતબાપુનો સૂત્રાત્મક દ્રષ્ટીનું ઉદાહરણ છે. કાગ ભુસંડીને માપી શકાય એમ નથી, તુલસીને પણ માપી શકાય એમ નથી પણ ભગતબાપુને માપી શકાય તેમ નથી. રામાયણ સાત પ્રકારની સમૃદ્ધિ આપનારું શાસ્ત્ર છે. એવું માત્ર કહેવાયું છે નથી, મેં અનુભવ્યું છે. રામકથાની ધન સમૃદ્ધિ મળે છે. રામાયણ તોજગતનો પારસમણી છે. જે આંતરિક સંપદાની સમૃદ્ધિ આપે છે. બીજુ, રામચરિત માનસ રાગ-સમૃદ્ધિ આપે છે. સત્સંગ મળે છે. એની સોબત અદ્દભૂત થાય. ત્રીજી જ્ઞાન સમૃદ્ધિ માનસથી આપી સમજ વધે છે. િવવેક વધે છે. એથી ત્યાગ-સમૃદ્ધિ. માણસમાં ત્યાગ કરવાની વૃત્તિ જાગે છે. પાંચમી તંદરસ્તીની સમૃદ્ધિ. બીજાના ગુનાને માફ કરવાની વૃત્તિ આપે છે. સાતમી, સેતુબંધની સ્મૃતિ, બધાને ભેગા થવાની, સાથે રહેવાની સમૃદ્ધિ આપે છે. બધાને જોડવાની વાત અહીં છે.

રામાયણ આપે છે સાત પ્રકારની સમૃદ્ધિ
કાગધામમાં મોરારિબાપુ
રામકથા દરમિયાનદરરોજ રાત્રે નામાંકિત કલાકારો, સાહિત્યકારોને આમંત્રણ આપીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આખી કથા લોકસાહિત્યના મેળાવડારૂપે યાદગાર બની જશે તેવો માહોલ શરૂઆતથી જામ્યો છે.

કથા બનશે

લોકસાહિત્યનો મેળાવડો

ધર્મએ ત્યાં જવુ જોઇએ જયાં પિડીત, દલિત વંચિત સમાજ જીવે છે- મોરારીબાપુ





રાજુલા: રાજુલા તાલુકાના મજાદર કાગધામ ખાતે ચાલી રહેલી પુજય મોરારીબાપુની કથામાં ભાવિકો આજે રસ તરબોળ થયા હતા. વ્યાસપીઠ પરથી બોલતા બાપુએ કહ્યું હતુ  જયાં પિડીત, દલિત વંચિત અને ઉપેક્ષિત સમાજ છે ત્યાં ધર્મએ જવુ પડશે, મારી વ્યાસપીઠ સુધારવા નહી સ્વીકારવામા માને છે. અહી દરેકનો અધિકાર છે. આપણે આભડછેટ દુર કરવી પડશે. જગતમાં દુલર્ભમા દુલર્ભ ભકત છે. હરિભકિત અને હરિનો ભગત સમગ્ર આધ્યાત્મિકતાનો સાર છે.

મારી વ્યાસપીઠ સુધારવા નહિ સ્વિકારવામા માને છે

તેમણે શ્રોતાઓને રસ તરબોળ કરતા જણાવ્યું હતુ કે કાગ બાપુને આપણે ભગત કહીએ છીએ. પંકિતઓ અને ચોપાઇઓના આધારે આપણે માનવકાગર્ષિની સંવાદરૂપે ચર્ચા કરીએ છીએ. આજની કથામા બાપુએ કવિ કાગની કેટલીક રચનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને આઇશ્રી સોનલમાંનુ સ્મરણ કર્યુ હતુ. તેમજ ગાંધીબાપુના કેટલાક પ્રસંગો યાદ કર્યા હતા.
 કથાનો ક્રમ આગળ વધારતા પુ. બાપુએ કવિ કાગને મજાદરના મીઠા દરિયા તરીકે ઓળખાવ્યા હતા. આપણે બધા કેટકેટલા રૂપ લઇને ફરીએ છીએ એટલે કયારેક આપણી વચ્ચે કોઇ આવીને જતા રહે તો ઓળખી શકતા નથી. અને જયારે સમજાય ત્યારે બહુ મોડુ થઇ ગયુ હોય છે. મોટી સંખ્યામા સાધુ સંતો અને શ્રોતાઓની ઉપસ્થિતીમાં પુ. બાપુએ રામકથાનો અવિરત પ્રવાહ વહાવ્યો હતો. અને રામના જીવન ચરીત્રની ચર્ચા કરી હતી.




- દક્ષના યજ્ઞની ઘટના બાદ શિવજી નિલગીરી પર્વત પર પહોંચે છે, જ્યાં કાગભુસુંડીજી સાધના કરે છે
- મહર્ષિ કાગઋષિ| રામકથાનો ત્રીજોદિવસ

મહુવા: મજાદર-કાગધામ ખાતે ચાલી રહેલી પૂ.મોરારીબાપુની રામકથામાં આજે ત્રીજાદિવસે ઋષિ કવિના પાંચ સર્જનની વાત જણાવી હતી. તેમજ 21મી સદીમાં ઋષિના લક્ષણો સમજાવતા બાપુએ દક્ષના યજ્ઞમાં સતીદેહ બળી ગયો ત્યારબાદની કથાનું વર્ણન કર્યું હતું.

સંકલનકર્તા મહુવાના મનોજ જોષીના જણાવ્યાનુસાર દક્ષના યજ્ઞમાં સતિદેહ બળી ગયો. પિતાના યજ્ઞમાં તેમણે દેહનો ત્યાગ કર્યો ત્યારે શિવજી તેમના વિરહમાં પરિભ્રમણ કરતા રહ્યા પણ ક્યાંય ચેન નહોતું પડતું. પછી શિવજી નિલગીરી પર્વત પર પહોંચે છે. જ્યાં કાગભુસુંડીજી સાધના કરે છે. એનું વર્ણન શિવજી કરે છે. ચાર શિખર પર ચાર વૃક્ષોની કાગભુસંડીજી સાધના કરે છે.

ભક્તકવિ દ્વારા એકવીસમી સદીના કાગઋષિ હતા. ઋષિનું એક લક્ષણ એ છે કે રજથી થઈ સુરજ સુધીનું વર્ણન કરી શકે તેને ઋષિ કવિ કહેવો. કવિ કાગને બાપુ ઉંબરથી અંબર સુધીનો કવિ કહે છે. બાપુએ કહ્યું કે કાગે કાંકરીથી કૈલાસ સુધીના ગીતો લખ્યા છે એવો આ મજાદરનો માડુ છે. ઋષિનો બીજુ લક્ષણ બધાથી પ્રમાણિક અંતર રાખે. પોતાની રચના સાથે પણ જેનું પ્રમાણિક અંતર હોય. બીજાને વળગવા દે પણ પોતે અલિપ્ત રહે. બીજાની રચના સાંભળીને હરખાય એવો કવિ ઋષિ છે. કાગકુળ કમલદિવાકરએવો શબ્દપ્રયોગ કાગબાપુ માટે કહી શકાય. ત્રીજું લક્ષણ છે ઋષિ શુકનનું પ્રતિક છે. કાગને આપણે શુકનનું પ્રતિક માનીએ છીએ. ઋષિ કવિ શુકનવંતો હોય છે.

બાપુની કણિકાઓ
- કાગળ તો પછી આવ્યા પણ ચારણના તો કાળજામાં સાહિત્ય કોતરાયું છે.
- મારી પાસે 5 મકાર છે, માનસ, માળા, મૌન, મારૂતિ અને મંત્ર છે. બીજું કાંઈ મારે જોતું નથી.
- કંઠી પહેરાવે ઈ ગુરુ તો છે જ પણ કાયમ કંઠ પકડી રાખે ઈ સાચા ગુરૂ. ગુરૂપદ બહુ મહાન તત્ત્વ છે.

ઋષિ કવિનાં 5 સર્જન
ઋષિ કવિનાં પાંચ સર્જન તાવડી બનાવે, લોટકા બનાવે, કોડિયા બનાવે, નળીયા બનાવે, અમૃતના ઘડા બનાવે એવો ઋષિ કવિ પ્રજાપતિનો બાપ ગણાય. તાવડી પ્રતિક છે રોટલાનું ઋષિ કવિ કોઈને ભૂખ્યો ન રહેવા દે. એ શોષણ ન કરે, પોષણ કરે. કવિ નળિયું ઘડે. એ ગોળાકાર જ ઉતરે. એનાથી ઘરમાં ચુવા ન પડે. સારા નરસાદિવસોમાં અવળી-સવળી ઘડીઓમાં ઘરને તકલીફ ન પડે એવા સર્જન ઋષિ-કવિના હોય.






- કાગધામમાં કથામાં કવિ કાગ પર ઓળઘોળ મોરારિબાપુ

રાજુલા: અમરેલી જિલ્લાને ગૌરવ અપાવનાર સુપ્રસિધ્ધ કવિ દુલા ભાયા કાગની ભૂમિ કાગધામ મજાદરમાં રામકથાનું રસપાન કરાવતા પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે ભક્ત કવિ કાગ 21મી સદીના કાગ ઋષિ હતા. રજથી લઇ સૂરજ સુધીનું વર્ણન કરી શકે તેને ઋષિ કવિ કહેવાય, તેમણે ઋષિનું લક્ષણ વર્ણવતા જણાવ્યું હતું ગધાથી પ્રમાણિક અંતર રાખે, પોતાની રચના સાથે પણ પ્રમાણિક અંતર હોય, બીજાને વળગવા દે પણ પોતે અલિપ્ત રહે, બીજાની રચના સાંભળી હરખાય એવો કવિ ઋષિ છે.

રામકથા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કાગ ફૂલ કમલ દીવાકર એવો શબ્દ પ્રયોગ કાગબાપુ માટે કરી શકાય. જેમ કાગ શુકનનું પ્રતીક છે તેમ ઋષિ કવિ શુકનવંતો હોય છે. કાગડો પાંજરામાં પૂરાઇ નહી. તે કોઇ દિવસ રાજસત્તા, ધનસત્તા કે પ્રશંસાની સામે પરાધીન ન થાય. આજની કથા દરમિયાન પૂ. બાપુ કવિઓ અને ખાસ કરીને કવિ કાગ પર ઓળઘોળ થયા હતા, તેમણે જણાવ્યું હતું રામકથાના આદિ કવિ વાલ્મીકિ છે પણ અનાદી કવિ શંકર છે.

પૂ.બાપુએ અહીં જણાવ્યું હતું આપણે ગમે તેટલા મોટા હોઇએ તો પણ જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં જઇને બેસવું. જગતમાં સારા વક્તા બનવું હોય તેણે પહેલા સારા શ્રોતા બનવું. રામકથામાં ગરૂડે મુનીઓના વૃંદને છોડીને કાગડા પાસે કથા સાંભળી હતી. આજે રામકથામાં તેમણે શિવજી, કાગભુષંડી અને ગરૂડના પ્રસંગો વર્ણવ્યા હતા. આજની કથા દરમિયાન શેરનાથબાપુ, બાલકૃષ્ણદાસબાપુ, રાજભા ગઢવી, સૂરદાન ગઢવી, બદરૂબાપુ, માયાભાઇ આહીર વિગેરે હાજર રહ્યા હતા.

ચારણના તો કાળજામાં સાહિત્ય કોતરાયું છે

પૂ. મોરારિબાપુએ મજાદર કાગધામમાં રામકથા દરમિયાન સાહિત્ય જગતમાં ચારણ સમાજના યોગદાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કાગળ તો પછી આવ્યા, પરંતુ ચારણના તો કાળજામાં જ સાહિત્ય કોતરાયું છે.



રાજુલા: રામચરીત માનસ એ તો પંખીડાનો મેળો છે અને આપણે બધા પાંખુ અને આંખ્યુવાળા પક્ષીઓ છીએ. ચાંચ છે, જો ચુભતા આવડે તો. રામચરીત માનસ બહુ જ અદભુત ગ્રંથ છે. પંચતત્વનું તો બધાનું શરીર બનેલુ છે. પણ કાગભુષંડીનું શરીર પાંચ નિષ્ઠાનું હતું. કાગભુષંડી પાસે રામ નિષ્ઠા છે. રામચરીત માનસ એમને મળ્યુ છે. કાગભુષંડીની બીજી નિષ્ઠા કૃષ્ણ નિષ્ઠા છે. કવિ કાગની કર્મભૂમિ કાગધામ મજાદર ખાતે રામકથાનો દોર આગળ ધપાવતા પૂજ્ય મોરારીબાપુએ આજે શ્રોતાઓએ ભાવવિભોર કર્યા હતાં.
રામચરીત માનસ એ તો પંખીડાનો મેળો છે: બાપુ
  
- મજાદર કાગધામમાં કવિ કાગ અને કાગભૂષંડીની વાતો સાથે રામાયણનો રસથાળ

આજે કથા આગળ ધપાવતા બાપુએ પ્રારંભે જ પ્રશ્નો બધા વિકટ છે રસ્તો છતાં નિકટ છે, દેખાય છે એ મંચ પર પણ નાટક વગરનો નટ છે.એ પંક્તિથી કર્યો હતો. કાગડાના ઘણા દુરગુણ છે. એ ગમે તેટલા પ્રયત્નો કરે પણ હંસ ન થાય. ખુદ કાગભુષંડી કહે છે હું બહુ અધમ પક્ષી છું. છતાં મારા સદગુરૂની કૃપાથી પરમાત્મા સુધી પહોંચી ગયો છુ. બહારનુ શરીર ન જોતા અંદરનું જોજો. એવા આ કાગર્ષી હતાં. એ તો ખોળીયુ જ કાગડાનું, આત્મા હંસનો હતો. કાગભુષંડીની ત્રીજી નિષ્ઠા શીવનિષ્ઠા છે. અને બાદમાં જગદંબાની નિષ્ઠા અને ગુરૂનિષ્ઠા છે. આશ્રીત સાધકનું શરીર પંચ મહાભૂતનું હોય પણ એનો માહ્યલો તો પાંચ નિષ્ઠાનો બનેલો હોય છે. બાપુએ રામકથાને આગળ લઇ જતા જણાવ્યુ હતું કાગર્ષીમાં કાગડાના કોઇ નકારાત્મક લક્ષણ નથી. ઉપનિષદ આત્માને હંસ કહે છે માનસ મુળ તો પ્રેમધારાનો ગ્રંથ છે. તેથી જ તલગાજરડુ રામ કથાને પ્રેમયજ્ઞ કહે છે.

આપણી આંખમાંથી જે દી ઇર્ષા અને દ્વેશ નાશ પામશે તે દી આપણી આંખમાં કોઇ બુધ્ધપુરૂષને અભય દેખાશે. સત્ય અને બ્રહ્મ દેખાશે. રામે જયંતરૂપે આવેલા કાગડાની આંખ ફોડી નથી, આંખ ખોલી છે. બે આંખથી દ્વૈત રચાય, રામજી એક આંખ બંધ કરાવી અદ્વૈત આપે છે. પૂજ્ય બાપુએ કથામાં રામજી જનકરાજાના બાગમાં પૂજા માટે જાય ત્યારે ચાતક, ચકોર પોપટ, કોયલ અને મોરના વર્ણનનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજદુત, ધર્મદુત, દેવદુત અને યમદુતનું વર્ણન કર્યુ હતું અને તેમણે એમ પણ જણાવ્યુ હતું કે રામાયણે આપણને પાંચમો દુત આપ્યો છે-રામદુત.

તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કવી કાલીદાસના મેઘદુતને પણ કેમ ભુલાઇ. કવિ મંત્રદ્રષ્ટા હોય પણ કવિ કાગ સુત્રદ્રષ્ટા છે. તેમણે કવિ કાગની માનવીની પાસે કોઇ માનવી ના આવેકૃતિને પણ યાદ કરી હતી. આજની કથામાં વરસડાથી આઇશ્રી રાજબાઇમાં, આઇશ્રી કંકુ કેસરમાં, સાવરકુંડલાથી આઇશ્રી રાજલમાં, કવિશ્રી દાદ, કવિ બ્રીજરાજ ગઢવી, ખેતસીભાઇ, ભીખુદાનભાઇ ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
કાગધામમાં રામક્થા,'સાધકનો માહ્યલો તો 5 નિષ્ઠાનો હોય છે'



-માનસ કાગર્ષિ | કવિ મંત્ર દ્રષ્ટા હોય પણ કાગ ઋષિ તો સૂત્ર દ્રષ્ટા હતા
-કાગધામ ખાતેની રામક્થામાં પૂ.મોરારિબાપુએ સાધકોની નિષ્ઠાને દ્રષ્ટાંતો આપી વર્ણવી

ભાવનગર:કાગધામ મજાદર ખાતે પૂ.મોરારિબાપુના વ્યાસાસને શરૂ થયેલી રામ ક્થા માનસ કાગર્ષિમાં બાપુએ કથાનો આરંભ કરતા અંકિત ત્રિવેદીની કવિતાની પંક્તિ સમજાવી, જેના પર  સદગુરૂની કૃપા હશે એ મંજિલે પહોંચી શકે છે. આ કાગર્ષ એટલે કે કાગભુસંડી કહે છે કે હું મારા સદગુરૂની કૃપા થકી જ પરમાત્મા સુધી પહોંચી શક્યો છું.

કથા અંગે સંકલનકાર પ્રો.મનોજ જોષી(મહુવા)એ જણાવ્યું હતુ કે આ રામ કથામાં પૂ.બાપુએ સ્પષ્ટ કહ્યું કે રામ ચરિત માનસ એ તો પંખીડાનો મેળો છે અને આપણે બધા પાંખુ અને આંખ્યુંવાળા પક્ષીઓ છીએ. પંચ તત્વોનું શરીર તો બધાનું હોય પણ કાગ ભુસંડીજીનું શરીર તો પાંચ નિષ્ઠાનું હતુ. આ પાંચ નિષ્ઠા એ રામ નિષ્ઠા, કૃષ્ણ નિષ્ઠા, શિવ નિષ્ઠા, જગદંબાની નિષ્ઠા અને પાંચમી નિષ્ઠાએ ગુરૂ નિષ્ઠા છે. કાગર્ષિમાં કાગડાના કોઇ નકારાત્મક લક્ષણો નથી. કાગ બાપુની પાંચ નિષ્ઠા બાપુએ વર્ણવી હતી. કવિ કાગ માતાના કોઠામાં હશે ત્યારે એ નાળથી નહીં પણ કૃષ્ણના તારથી જોડાયેલા છે. તેઓની શિવ નિષ્ઠા પણ અદભૂત હતી. તેઓ કાયમ શ્રાવણમાં સાલોલી ગામે શિવ આરાધના કરતા હતા. તો ગુરૂ નિષ્ઠામાં સ્વામિ મુક્તાનંદ સ્વામિ તરફની એમની નિષ્ઠા બેજોડ હતી તો શક્તિના તેઓ પરમ ઉપાસક હતા.

માનસ મૂળ તો પ્રેમની ધારાનો ગ્રંથ છે. જે દિવસે આપણી આંખોમાંથી ઇર્ષા અને દ્વેષનો નાશ થશે તે દિવસે આપણી આંખોમાં કોઇ બુદ્ધ પુરૂષને અભય દેખાશે, સત્ય દેખાશે અને બ્રહ્મ દેખાશે. રામાયણમાં ચાર પક્ષી ચાતક, ચકોર, પોટ અને કોયલ છે જે ચારેય ગાય છે. પાંચમું પક્ષી મોર છે જે નાચે છે. આખા રામચરિત માનસમાં બાપુ શબ્દ એક જ વખત આવ્યો છે આપણો બાપ તો એક જ હોય ને.!
કવિ મંત્ર દ્રષ્ટા હોય છે. પણ કાગ ઋષિ સૂત્ર દ્રષ્ટા હતા.

આ કવિ લખે છે કે માનવીની પાસે કોઇ માનવી ન અખાવે એના દિવસો દેખીને દુ:ખીયા આવે ત્યારે આવકારો મીઠો આપજે. લોક સાહત્ય ભલે શિષ્ટ સાહિત્ય ન મનાતું હોય પણ સર્જકના ઇષ્ટનું સાહિત્ય તો અવશ્ય છે. એ ઉપાસનાનું અને અનુષ્ઠાનનું સાહિત્ય છે. ભગત બાપુની અટક ભલે કાગ હોય પણ એનો આત્મા તો હંસનો હતો અને પાંચ નિષ્ઠાના પિંડ છે જેણે દાઢીવાળા માણસનું રૂપ ધારણ કર્યુ હતું.

પાંચ પ્રકારના અલગ-અલગ દૂત

પ્રથમ છે રાજદૂત જે સંધિ અને વિગ્રહ કરાવે છે. બીજો છે ધર્મ દૂત જે ધર્મના વિચારોનો દેશ-વિદેશમાં ફેલાવો કરે છે. ત્રીજા છે દેવ દૂત જે ફરિશ્તાના રૂપમાં સંદેશ લાવતા હોય છે. ચોથા છે યમદૂત આગળના ત્રણ દૂત મળે કે ન મળે પણ આ ચોથા દૂતતો અચૂક સૌ કોઇને મળે જ છે. રામાયણે પાંચમો દૂત આપ્યો છે અને તે છે રામ દૂત. રામ દૂત હનુમાન જે જાનકીને ભગવાનનો પ્રેમ સંદેશ આપવા જાય છે. આ ઉપરાંત કવિ કાલીદાસના મેઘદૂત અને સૌથી મોટા દૂત તરીકે પૂ.બાપુએ મહાભારતના દૂત કૃષ્ણને ગણાવ્યા હતા. કૃષ્ણ હ્રાસનો નહીં પણ રાસ, મહારાસનો માણસ છે. એ રાસેશ્વર છે, યોગેશ્વર છે. ઉજળા માણસો યુદ્ધ ઇચ્છતા નથી.



- રામકથામાં પૂ.મોરારિબાપુએ જણાવ્યું કે ઉપનિષદોનો ઋષિ ગૃહસ્થ રહ્યો છે જ્યારે મુનિ હંમેશા વિરક્ત રહ્યો છે

ભાવનગર: કાગધામ મજાદર ખાતે પૂ.મોરારિબાપુના વ્યાસાસને માનસ કાગર્ષિ રામ કથાના પાંચમા દિવસે પૂ. બાપુએ માર્મિક શૈલીમાં કહ્યું હતુ કે આ દેશને આજે અમુક વિચારોમાં ઓબામા નહીં પણ સુદામાના વિચારોની જરૂર છે. જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસનો સંયોગ ન થાય ત્યાં સુધી સાધકના અંતરમાં રામ પ્રગટતા નથી.

 આજે ક્થામાં બાપુએ ઉપનિષદ કાળને વર્ણવતા જણાવ્યું હતુ કે ઋષી હંમેશા ગૃહસ્થ રહ્યો છે અને મુનિ હંમેશા ત્યાગી અને વિરક્ત રહ્યો છે. ઋષિ માટા ભાગે પંચ કેશમાં હોય છે જ્યારે મુનિ હંમેશા મુંડનમાં હોય છે. ઋષિ શ્રમિક હતો અને તેણે ખેતરો ખેડ્યા છે.

આપણા કાગબાપુ પણ ગૃહસ્થી છે. તુલસી સંત કવિ, કાગ બાપુ ભક્ત કવિ, વાલ્મિકી આદી કવિ, કાલીદાસ મહાકવિ અને શંકર અનાદિ કવિ છે. કાગ બાપુ ક્યારેક સંત કવિ તો ક્યારેક મહા કવિ તો ક્યારેક આદિ કવિ જણાય છે. લોક કવિ તો એ છે જ. આ ભગતબાપુના ખેતરે વર્લ્ડ કપ નહીં પણ યુનિવર્સલ કપ શરૂ થયો છે તેમ આ ક્થાના સંકલનકાર પ્રો.ડો.મનોજ જોષી(મહુવા)એ જણાવ્યું છે.

 ક્થામાં આગળ વધતા જણાવ્યું હતુ કે ભક્તિ એ જ્યોત છે, મણિ છે કોઇની તાકાત નથી કે ફૂંક મારીને ઓલવી શકે. ક્થા સાંભળીને માણસે પોતપોતાનો માર્ગ નક્કી કરી લેવો પણ એમાં કોઇ દુષ્ટ તર્ક ન હોવો જોઇએ. આજે બીજી બધી ક્થાઓ થાય છે ત્યારે તેઓએ ચારણ સમાજને સૂચન કર્યુ હતુ કે કાગ ક્થા કેમ ન થાય ? યાજ્ઞાવલ્કજી રામ તત્વ વિષે સમજણ આપતા પહેલા રામ ક્થાનું મહત્વ સમજાવે છે.  રામ ચંદ્ર છે, રામ ક્થા ચંદ્રના કિરણો છે. આપણું હૈયુ ખુલ્લુ હોય તો કીરણો ઘર સુધી આવે છે. રાવણ મોહ છે અને તેને મારવા રામને આવવું પડે. રામ ક્થા સાક્ષાત જગદમ્બા છે. રામ ક્થાના આરંભે શિવ ક્થા કહી તેનું પૂ. બાપુએ વર્ણન કર્યુ હતુ. શિવજીના વિવિધ પ્રસંગો વર્ણવ્યા હતા. શિવ વિવાહ, કાર્તિકેયનો જન્મ અને તાડકાસૂરના વધની ક્થા વર્ણવી હતી.  તેમાં પાર્વતી વિદાયના પ્રસંગે બાપુએ કવિ દાદનું કાળજા કેરો કટકો યાદ કર્યુ હતુ.

મને અમુક દાઢીવાળા વિશેષ ગમે છે
આજે ક્થામાં મોરારિબાપુએ કહ્યું હતુ કે અમુક દાઢીવાળા મને વિશેષ ગમે છે જેમાં ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી, ભક્ત કવિ કાગબાપુ, ભગવાન શંકર, કવિવર રવીન્દ્રનાથ ટાગોર, ઓશો રજનીશ, વિનોબા ભાવે એ બધાનું સ્મરણ કર્યુ હતુ.

ઋષિના 4 લક્ષણો
- એક પંથ હોય
- કોઇનો સાથ હોય
- માથે કોઇનો હાથ હોય
- એનો કોઇ નાથ હોય

ભાવનગર: હાથમાંથી છૂટે તે ત્યાગ, હૈયામાંથી છૂટે તે વૈરાગ્ય
Read the article at its source link.

યોગ, યુક્તિ, તપ અને ગુરૂ મંત્રની જાહેરાત કરવાની ન હોય
કાગધામ મજાદર ખાતે આયોજિત રામ ક્થામાં પૂ.મોરારિબાપુએ સંત, સાધુ અને ભક્તના લક્ષણો વર્ણવ્યા

ભાવનગર: કાગ ધામ મજાદર ખાતે પૂ.મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી માનસ કાગર્ષિ રામ ક્થામાં માનવ મહેરામણ દીન-પ્રતિદિન વધી રહ્યો છે. આજે ક્થામાં બાપુએ માનસના આધારે સંત, સાધુ અને ભગતના લક્ષણો સમજાવ્યા હતા. સંતના અનેક લક્ષણો છે એની કોઇ એક ડિગ્રી મોતી નથી, સંતો તો પાકે છે અને સંત એને જ કહેવા જે ક્યારેય, કોઇની સાથે,   કારણ હોય તો પણ તંત ન કરે, સંતને તંત ન હોય.

સંતના લક્ષણો વર્પવતા પૂ.બાપુએ જણાવ્યું હતુ કે સંતને તંત ન હોય એ પહેલું લક્ષણ, મહંત બન્યા બાદ પણ સંતત્વ ન ચૂકે, સત્તા મળે તો પણ સત ન ચૂકે, પદ મળે તો પણ પાદુકા ન ભુલે, જેનો અંત ન હોય તે સંત. સંત તે જેનામાં ખંત હોય, ભજનમાં વેઠ ન ઉતારે, ખંતથી ભજે તે સંત. સાધુ એને જ કહેવો જેનું જીવન સાબુ જેવું હોય. જે પોતે ઘસાઇને બીજાને ઉજળા કરે. જેનું જીવન સારૂ હોય તે સાધુ. ત્રજુ લક્ષણ જેનું જીવન બિલકુલ સાદુ હોય તે સાધુ અને ચોથુ લક્ષણ એ સમગ્ર સમાજની સામુ હોય તે સાધુ. તેમ આ ક્થાના સંકલનકાર પ્રો.મનોજ જોષી(મહુવા)એ જણાવ્યું હતુ.

 ભક્તની વ્યાખ્યા આપતા બાપુએ જણાવ્યું હતુ કે જે પરમ તત્વથી વિભક્ત ન થાય તે ભક્ત, જે બહારથી સ્વસ્છ હોય અને અંદરથી પવિત્ર હોય એ ભક્ત. જેના જીવનમાં બંદગી અને સાદગીનો સમન્વય હોય એ ભક્ત, ભગવાન સાથે રહી વનવાસ ભોગવે તે ભક્ત અને છેલ્લામાં છેલ્લા માણસને ન ભુલે એ ભક્ત. કાગ ભુસંડીજીમાં અને આપણા કાગબાપુમાં પણ ભગતના આ ચારેય લક્ષણો જોવા મળે છે. અયોદ્ધા કાંડના અંતે ભગવાન રામે નારદજી પાસે સંત, સાધુ અને ભગત ત્રણેયના લક્ષણો વર્ણવ્યા હતા. મહાભારતમાં કૃષ્ણએ અર્જૂનને યુદ્ધ પહેલા દુર્ગા સ્તોત્રનો પાઠ કરવાનું કહ્યું અને અર્જૂને રથમાંથી ઉતરી હાથ જોડીને દુર્ગાસ્તુતિ કરી છે.

દેવી પુત્ર એવા ચારણ સમાજ માટે પણ આ પરમ ગૌરવની વાત છે. આ ગૌરવને પચાવ એ ગર્વમાં ન પરિણમે તેની બાપુએ અપીલ કરી હતી. ક્થાના ક્રમમાં આગળ વધતા પૂ.બાપુએ રામ જન્મ ક્થાના આરંભે શિવ અને પાર્વતીજીનો સંવાદ વર્ણવ્યો હતો. બાપુએ રામના પ્રાક્ટ્યના પાંચ કારણો ટુંકમાં વર્ણવ્યા હતા. અંતે રામ જન્મની વધાઇ આપીને ક્થાને વિરામ આપ્યો હતો.

રામ ક્થાના પંચામૃત

- ક્યાં ટકવું, ક્યાં અટકવુ, ક્યાંથી છટકવું એ સમજી લે એને પછી ક્યાંય ભટકવું નથી પડતુ
- ભક્તિ, ભગત, ભગવન અને ગુરૂ એકજ છે.
- મૂઢ માણસ સારો પણ મીંઢો માણસ નહીં સારો મૂઢને સમજાવી શકાય પણ મીંઢા તો સમજવા છતાં સમજે નહીં
- રામ નામ એ ભવ બંધનને ટાળનારો યોગ છે આ હરિનામની પુનરૂક્તિ કરતા રહેવાથી પુનર્ભવ ટળે છે.
- કોઇ પણ સમાજની એકતામાં ઉંબાડીયું કરે તે ક્થા ન કહેવાય, ક્થા તો સમન્વય કરે.

મોહ, સંદેહ અને સ્નેહ એ ત્રણ રામાયણના વન છે

Read the article at its source link.


- કાગધામ ખાતે પૂ.મોરારિબાપુના વ્યાસાસને રામ ક્થામાં ગરૂડ અને કાગએ બન્ને વચ્ચેના ભેદ અને સામ્યતા સમજાવી
- ગરૂડ એ ભગવાનનું વાહન છે તો કાગ ભગવાનનો વાહક

ભાવનગર: કાગધામ ખાતે પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામ ક્થ માનસ કાગર્ષિના સાતમા દિવસે ગરૂડ અને કાગએ બન્ને વચ્ચેના ભેદ અને સામ્યતાની વાત કરી બન્ને હરિના ભક્ત છે, બન્ને જ્ઞાનિ છે, રામાયણમાં ત્રણ વન છે તેમ જણાવી પૂ.બાપુએ   પહેલું વન મોહ, બીજુ વન સંદેહ અને ત્રીજુ વન સ્નેહ છે જેમાંથી રામ પ્રક્ટ થાય છે.

આજે ક્થામાં ગરૂડ અને કાગના ભેદ સમજાવતા બાપુએ જણાવ્યું હતુ કે ગરૂડના હાસ્યમાં સંશય છે એટલે એને હરિ દેખાતો નથી જ્યારે  કાગના હ્રદયમાં બાલ રામ છે એટલે પ્રકટ છે. એટલે જ હરિ ગરૂડની પીઠ પર બેસે જ્યારે કાગના હ્રદયમાં બેસે છે. ક્થા કરનારાનો કોઇ ચોરો હોતો નથી ક્થા મોટી હોય છે જેની પાસે ભલભલાને નાના થવું પડે છે. બન્નેને આંખ, પાંખ અને ચાંચ છે છતાં બન્નેમાં ભેદ છે ગરૂડમાં જ્ઞાનની પ્રધાનતા છે જ્યારે ભુસંડીજીમાં ભક્તિની પ્રધાનતા છે. ગરૂડ એ ભગવાનનું વાહન છે તો કાગ ભગવાનનો વાહક છે. અંતરની આંખ ખુલે તો જ્યોતિ પ્રકટી જાય પણ ઇ આંખ ખુલે છે ગુરૂકૃપાથી એમ આ ક્થાના સંકલનકાર પ્રો.ડો.મનોજ જોષી(મહુવા)એ જણાવ્યું છે.

માનસમાં અતસ્ લુચ્ચો બગલાને મહ્યો છે અને કાગડાને વિષયી કહ્યો છે. કાગ ભુસંડી અને કવિ કાગ બન્ને બગલા કે કાગડા નથી પણ હંસ છે એટલે માનસ સુધી જઇ શકે છે. માનસને ગાઇ શકે છે. આજે ક્થાના ક્રમમાં આગળ વધતા પૂ.બાપુએ બાલ કાંડની ટૂંકમાં સમજણ આપી હતી અને વિશ્વામિત્રનું આગમન, યજ્ઞ રક્ષા, અહલ્યાનો ઉદ્ધાર અને ધનુષ્ય ભંગની ક્થા રસભેર વર્ણવી હતી. રામ વિવાહ સાથે ક્થાનું સમાપન થયું હતુ.

 રામ ક્થાના પંચામૃત
- સ્વાર્થ, હેતુ અને પ્રકૃતિ પ્રમાણે આપણને તક સાંપડે એટલે આપણી અસલીયત પ્રકટ થઇ જાય છે.
- આ વિશ્વ, આ દેશ શસ્ત્રમુક્ત હોવા જોઇએ અને સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ ફેલાવો જોઇએ.
- ક્થાકરનારો મોટો હોતો નથી ક્થા જ મોટી હોય છે. જેની પાસે ભગવાને પણ નાના થવું પડે છે.
- વૃંદાવન છોડીને કૃષ્ણ ક્યાંય ગયા નથી પણ જ્યારે ગોપીઓને મદરૂપી કુસંગ થયો એટલે કૃષ્ણ અંતર્ધ્યાન થયા.
- આજે 21મી સદીમાં વહેમો અને અંધશ્રદ્ધામાંથી સમાજે બહાર લાવવો રહ્યો.
 રામને પ્રાપ્ત કરવાના માર્ગના પાંચ વિઘ્ન
- નિયમમાં ભંગ પાડવાના પ્રયત્ન
- સમાજની ગેરસમજ થાય
- રિદ્ધિ-સિદ્ધિઓ મળે
- દૈેવી આપત્તિઓ આવે
- મોટાઇ મળે તો અહંકાર આવે
ગુરુદેવનો ક્રોધ પણ મોક્ષ માટેના દરવાજા ખોલી દે : મોરારિબાપુ

 Read the article at its source link.



ગુરુદેવનો ક્રોધ પણ મોક્ષ માટેના દરવાજા ખોલી દે : મોરારિબાપુ
- કાગધામમાં શ્રોતાઓ રામકથાનું રસપાન કરી ભાવવિભોર

રાજુલા: મજાદર કાગધામે શ્રોતાઓ મોરારીબાપુની રામકથાનુ રસપાન કરી રહ્યાં છે. કથાના સાતમા દિવસે પુ. બાપુએ ગરૂડ અને કાગ એ બંને વચ્ચેના ભેદ અને સામ્યતાની વાત કરી હતી. બંને હરિ ભગત છે એ પહેલી સામ્યતા. શ્રોતા અને વકતા બંને જ્ઞાની છે. ગુરૂનો ક્રોધ પણ મોક્ષના દરવાજા ખોલી દે. તુલશીદાસ કહે છે કે ઇશ્વર બધામા છે, દરેક જગ્યાએ સમાનરૂપે હોય તો પછી આમા અજ્ઞાની કોણ હોય સમગ્ર બ્રહ્માંડ જયારે બ્રહ્મમય હોય તો પછી આ જીવ દુખી કેમ છે આ તુલશીનો પ્રશ્ન છે.

બાપુએ જણાવ્યું હતુ કે ઇશ્વર છે જ, સમાનરૂપે છે, પુરેપુરો છે છતા ભગવાન અયોધ્યાથી જઇને ચિત્રકુટ ગયા પણ ઇશ્વર કયાંય જતો નથી, કયાંય આવતો નથી અને સમાન વ્યાપક છે એટલે તે સ્થળાંતરિત થઇ શકતો નથી. ઇશ્વર કયાંય ન હોય અને નિતાંત  અસંભવ છે. હરિ કયાંય નથી જતો, કયાંયથી આવતો નથી પણ જયારે કુસંગ કરીએ ત્યારે હરિ દેખાતો નથી અને જયારે સત્સંગ કરીએ ત્યારે હરિ પ્રકટ થાય છે.

રામાયણમાં લખ્યું છે કે નરકનો વાસ બહેતર છે પણ દુર્જનનો સંગ ખરાબ છે માટે સત્સંગી બનવું. બીજુ આપણા સંશયો હરિને આપણાથી દુર રાખે છે. કથા કરનારો મોટો હોતો નથી, કથા મોટી હોય છે જેની પાસેથ ભલભલાને નાના થવુ પડે છે. રામાયણમાં ત્રણ વન છે. પહેલુ મોહ, બીજુ સંદેહ અને ત્રીજુ સ્નેહનુ વન છે. મોહ અને સંદેહરૂપી વનમાંથી રામ અંતર્ધ્યાન થઇ જાય છે.

બાપુએ ગરૂડ અને કાગના ભેદ વિશે જણાવ્યું હતુ કે પ્રથમ ભેદ એ છે કે ગરૂડના હ્દયમાં સંશય છે એટલે એને હરિ દેખાતો નથી. જયાં કાગના હ્દયમાં બાલ રામ છે એટલે પ્રકટ થાય છે.  કાગબાપુની અટક કાગ છે, માહ્યંલો તો હંસ છે. કાગભુષંડીનું શરીર કાગડાનું છે પણ ભીતરતો હંસ છે. માનસમાં અતિ લુચ્ચો બગલાને કહ્યો છે અને કાગડાને વિષયી કહ્યો છે. કાગભુષંડી અને કવિ કાગ બગલા કે કાગડા નથી બંને હંસ છે એટલે માનસ પાસે જઇ શકે છે, માનસ ગાઇ શકે છે.

ભગવાનના પગ ધોવા પાત્ર નહિ, પાત્રતા જોઇએ : આજે રામ કથાની પૂર્ણાહુતિ

Read the article at its source link.


ભગવાનના પગ ધોવા પાત્ર નહિ, પાત્રતા જોઇએ  : આજે રામ કથાની પૂર્ણાહુતિ

- કાગધામ ખાતે રામકથામાં પૂ. મોરારીબાપુએ કાગની સાધુતા વર્ણવી

ભાવનગર ભગવાનના પગ ધોવા પાત્ર નહિ પાત્રતા હોવા જોઇએ તેમ રાજુલાના મજાદર ખાતે કાગધામ ખાતે ચાલી રહેલી રામકથા (પ્રેમકથા)માં વ્યાસાસનેથી પૂ. મોરારીબાપુએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, કાગની સાધુતા, એનું હંસપણું તુલસીએ ગાયા છે. ઉપરાંત કાગશરીરના કેટલાક દુર્ગુણો પણ ગાયા છે.આ રામકથાની આજે પૂર્ણાહુતિ થશે. રામકથાના પ્રારંભે તેઓએ સૌરાષ્ટ્ર પંથકના માનવરત્નો પૈકી કેટલાક 14 રત્ન ( વિશેષ વ્યકિતત્વ)ને યાદ કર્યા હતા.

પૂ. બાપુએ રામકથાના અંતમાં જણાવ્યુ હતુ કે, રામ વનવાસ, દશરથની પીડા અને મૃત્યુ, ભરતનો વિલાપ, રામ-ભરત મિલન, પાદુકાની સિંહાસન પર સ્થાપના, ભરતનું નંદીગ્રામ જવુ વગેરે ઘટનાઓ અશ્રુપૂર્ણ આંખે વર્ણવી પૂ. બાપુએ અયોધ્યાકાંડના અંત સાથે આજની કથાને વિરામ આપ્યો હતા. કાગધામ ખાતે આયોજીત આ રામકથાની તા.1 માર્ચને રવિવારે પૂર્ણાહુતિ થશે. રામકથામૃતનું રસપાન કરવા દરરોજ આબાલવૃધ્ધ શ્રોતાજનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમ કથાના સંકલનકાર પ્રો.ડો.મનોજ જોષી (મહુવા)એ જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુની રામકથાના પંચામૃત

-  બાલ્યકાંડ એ બાલ્યાવસ્થા છે, જેમાં ગુરૂ વ્યકિતને જાળવે છે
-  અયોધ્યાકાંડ એ યુવાનીનો કાંડ છે જેમાં શિવજી સાધકને જાળવે છે
-  સુખ સારી બાબત છે, પણ અતિશય સુખ અંતે વનવાસમાં પરિણમે છે
- મંથરાનો લોભ, કૈકયીનો ક્રોધ અને દશરથનો કામ એ ત્રણ વિકારોને લીધે રામ વનવાસ થયો છે
-  સત્ય પ્રેમ અને કરૂણા એ જ ધર્મ છે

પૂ.બાપુને તેમના  ઈન્સ્ટન્ટ સ્કેચની ભેટ

માત્ર એક રેખામાંથી અનોખા ચિત્રસર્જનની કલા ધરાવતા ચિત્રકાર રસિક વાઘેલા દ્વારા કાગબાપુના ધામ મજાદર ખાતે ચાલતી કથામાં પૂ. મોરારીબાપુને તેમના ઇન્સ્ટન્ટ સ્કેચની ભેટ આપી હતી.

ભગતબાપુના ખેતરે વર્લ્ડકપ નહીં યુનિવર્સલ કપ શરૂ થયો છે: બાપુ

Read the article at its source link.

- લોકડાયરામાં લક્ષ્મણ બારોટ સહિત કલાકારોની રમઝટ

રાજુલા: રાજુલાના મજાદર કાગધામ ખાતે ચાલી રહેલી રામકથામાં પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે ભગતબાપુના ખેતરે વર્લ્ડકપ નહીં પણ યુનિવર્સલ કપ શરૂ થયો છે. તુલસી સંત કવિ, કાગબાપુ ભક્ત કવિ, વાલ્મીકિ આદિ કવિ, કાલિદાસ મહા કવિ અને શંકર અનાદિ કવિ છે. કાગબાપુ કયારેક સંત કવિ તો કયારેક મહા કવિ તો કયારેક આદિ કવિ જણાય છે. બાપુએ ઋષિના ચાર લક્ષણો વિશે જણાવ્યું હતું કે એક તો એનો પોતાનો માર્ગ હોય, પથ હોય છે. કાગ ભુષંડીનો એક મહત્ત્વનો રસ્તો ભક્તિ હતો. કાગ ઋષિનો પ્રવેશ જ્ઞાન સહિત બધામાં છે પણ એમનો મૂળ રસ્તો ભક્તિ છે, પ્રેમ છે, શરણાગતિ છે, શઠતા નથી. ભક્તિમાં લુચ્ચાઇ ન આવવા દેવી. આપણો દુષ્ટતા વગરનો માર્ગ હોય તો હોંકારો મળે.

 બાપુએ આશા વ્યક્ત કરી કે મારા શ્રોતાઓના સંઘર્ષો છૂટે, વ્યસનો છૂટે, ઝઘડા છૂટે, દોરા ધાગા છૂટે એવા માતાજીના આશીર્વાદ મળે. કથા સાંભળીને માણસે પોત પોતાનો માર્ગ નક્કી કરી લેવો પણ એમાં કોઇ દુષ્ટ તર્ક ન હોવો જોઇએ. ભગતબાપુનો પંથ પણ ભક્તિનો હતો. એમને કેટ કેટલાય સંતો મહાનુભાવોનો સાથ હતો અને મોટામાં મોટો આઇશ્રી સોનલમાનો સાથ હતો.

બાપુએ જણાવ્યું હતું કે જીવનમાં કોઇ એક પંથ,  કોઇ એક સંત, કોઇ એક ગ્રંથ અને કોઇ કંથ હોવો જોઇએ. યાજ્ઞવલ્કયજી રામતત્ત્વ વિશે સમજણ આપતા પહેલા રામકથાનું મહત્ત્વ સમજાવે છે. રામ ચંદ્ર છે, રામકથા ચંદ્રના કિરણો છે. આપણું હૈયું ખુલ્લું હોય તો ચંદ્રકિરણો ઘર સુધી નહીં ઘટ સુધી આવે છે. રાવણ મોહ છે એને મારવા રામને આવવું પડે. રામકથા સાક્ષાત જગદંબા છે. જ્યાં સુધી શ્રધ્ધા અને વિશ્વાસનો સંયોગ ન થાય ત્યાં સુધી સાધકના અંતરમાં રામ પ્રક્ટતા નથી.

દરમિયાન કાગધામમાં ચાલી રહેલી પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જ્યારે રામકથા વેળાએ વિવિધ પ્રસંગોની ભાવ-ભેર થતી ઉજવણીથી ભક્તિમય વાતાવરણ છવાઇ ગયું છે.


રાજુલા: જે સાત કાંડને ભેગા રાખી શકે તે રામકથા:બાપુ

Read the article at its source link.

-મજાદર કાગધામે આઇ સોનલમાં ચેતનાની નિશ્રામાં શ્રોતાઓ મોરારિબાપુની મધુરવાણીથી મુગ્ધતાની મોજ માણી રહ્યા છે
-સંતના અનેક લક્ષણો છે, સંત કોઇ ડિગ્રી નથી, સંતતો પાકે છે

રાજુલા: રાજુલા તાલુકાના મજાદર કાગધામે આઇ સોનલમાં અને કાગબાપુની ચેતનાની નિશ્રામાં ચાલી રહેલી રામકથામાં પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે રામચરિત માનસમાં સંત, સાધુ અને ભગતના અર્થ સમજાવ્યા છે. સંતના અનેક  લક્ષણો છે. સંત કોઇ ડિગ્રી નથી, સંત તો પાકે છે. જે સાત કાંડને ભેગા રાખી શકે તે રામકથા.

પૂ. બાપુએ જણાવ્યું હતું કે જયાં સૂરજને જવાની છૂટ નથી એવી મર્યાદા પાળનાર સમાજના ઓરડે પણ સાધુને જવાની છૂટ છે એટલો આ સમાજ સંતને આદર આપે છે. આપણા અહંકાર, કામ અને ક્રોધને લીધે આપણી બુદ્ધિમાં સીતા રામ વિહાર નથી કરી શકતા, એને આપણે ચિત્રકૂટ મોકલી દઇએ છીએ. જ્યાં સુધી આપણી મુઢતા, આપણી ગણતરીઓ અને આપણી ચતુરાઇ દૂર નહીં થાય ત્યાં સુધી રામ આપણા હૃદયરૂપી અયોધ્યામાં નહીં રહે.

સંત એને કહેવો જે કયારેય, કોઇની સાથે, કારણ હોય તો પણ તંત ન કરે. સંતને કોઇ તંત ન હોય એ સંતનું પહેલું લક્ષણ. મહંત બન્યા પછી પણ સંતત્વ ન ગુમાવે તે સંત. સત્તા મળે તો પણ સત ન ચૂકે. જે કયારેય પરમ તત્ત્વથી વિભક્ત ન થાય તેનું નામ ભક્ત. બાપુની દ્રષ્ટિએ સત્ય, પ્રેમ અને કરુણા એટલે પરમ તત્ત્વ એનાથી જે વિભક્ત ન થાય તે ભક્ત. બાપુએ જણાવ્યું હતું કે જે બહારથી સ્વચ્છ હોય અને અંદરથી પવિત્ર હોય એને ભક્ત કહેવો, બીજુ લક્ષણ એ કે જેના જીવનમાં બંદગી અને સાદગીનો સમન્વય હોય તેને ભક્ત જાણવો.

પૂ. બાપુએ રામજન્મ કથાના પ્રારંભે શિવ પાર્વતી સંવાદ વર્ણવ્યો. પાર્વતીજી શિવજીને રામકથા દ્વારા પોતાના ભ્રમને મીટાવવા વિનંતી કરે છે. ભગવાનની કથામા જે નિમિ્ત્ત બને તેનો સમાજ પર ઉપકાર ગણાય. હજારોના મુખ સુધી ભજન અને ભોજન જે પહોંચાડે એનાથી મોટો બીજો કયો ઉપકાર હોય  બાપુએ રામકથાના પ્રાક્ટયના પાંચ કારણો સંક્ષેપમાં સમજાવ્યા હતા.

હું અહી રામનામની રસી પીવડાવું છું માટે સ્વાઇન ફ્લૂથી ગભરાશો નહીં

Read the article at its source link.

રાજુલા: રાજુલાના મજાદર કાગધામ ખાતે ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે પુ. બાપુએ સૌરાષ્ટ્ર પંથકના અનેક માનવ રત્નો પૈકી કેટલાક વિશિષ્ટ વ્યકિતત્વને યાદ કર્યા હતા. સત્ય, પ્રેમ, કરૂણા એ જ ધર્મ છે. પંથ ધર્મ નથી એ તો ડાળીઓ છે જેના ઘર્ષણથી આગ પ્રકટી શકે છે. ધર્મ તો મુળ છે. આજની કથામાં બાપુએ કેવટ પ્રસંગ તુલસીજીની ચોપાઇઓ સાથે કાગબાપુના પદનો સમન્વય કરી તલગાજરડી દ્રષ્ટિએ સુંદર રીતે વર્ણવ્યો હતો. બાપુએ જણાવ્યું હતુ કે સ્વાઇનફલૂ બાબરીયાવાડમાંથી ભાગી ગયો છે. કારણ કે અહી હું રામ રસી પાઉ છું. એટલે ગભરાશો નહી પણ સ્વચ્છતા રાખજો.

- હું અહી રામનામની રસી પીવડાવું છું માટે સ્વાઇન ફ્લૂથી ગભરાશો નહીં
- બાબરિયાવાડ ચાલતી કથામાં ભજનની રમઝટ

બાપુએ જણાવ્યું હતુ કે કાગડાની આંખનો અર્થ અહી દ્રષ્ટિ છે. ભગતબાપુ પાસે દ્રષ્ટિ હતી તેઓ દ્રષ્ટિવાન હતા. બાલકાંડ એ બાલ્યાવસ્થા છે જેમા ગુરૂ વ્યકિતને જાળવે છે એટલે બાલકાંડનો પ્રારંભ ગુરૂના સ્મરણ સાથે થાય છે. જયારે અયોધ્યાકાંડ એ યુવાનીનો કાંડ છે જેમાં શિવજી સાધકને જાળવે છે. એટલે અયોધ્યાકાંડનો પ્રારંભ શિવ સ્મરણથી થયો છે. સુખ સારી બાબત છે પણ અતિશય સુખ હંતે વનવાસમાં પરિણમે છે.

મંથરાનો લોભ, કૈકયીનો ક્રોધ અને દશરથનો કામ એ ત્રણ વિકારોને લીધે રામ વનવાસ થયો છે. બાપુએ રામ વનવાસ, દશરથની પીડા અને મૃત્યુ, ભરતનો વિલાપ, રામ ભરત મિલન, પાદુકાની સિંહાસન પર સ્થાપના, ભરતનુ નંદીગ્રામ જવુ વિગેરે ઘટનાઓ અશ્રુભીની આંખે વર્ણવી હતી. ભગવાનના પગ ધોવા પાત્ર નહી પાત્રતા જોઇએ.
બાપુએ પરમાત્મા તરફની યાત્રાના પાંચ વિઘ્ન જણાવ્યા હતા જેમાં વ્રત નિયમમાં ભંગ પડે. સમાજ આપણા માટે ગેરસમજ કરે. રિધ્ધી સિધ્ધી મળે તેથી ભોગ વિલાસમાં ડુબી જવાય. દૈવી વિઘ્ન આવે, દેવો પણ યાત્રા રોકવા પ્રયત્ન કરે. અત્યંત નિકટની વ્યકિત આપણી હત્યા કરવા સુધી વિચારે. બાપુએ સૌરાષ્ટ્ર પંથકના રત્નો આઇશ્રી સોનલમાં, કવિ કાગ, દયાનંદ સરસ્વતી, શ્રીમદ્દ રાજચંદ્ર, જલારામબાપા, મહાત્મા ગાંધી, ડાડા મેકરણ, હમીરજી ગોહિલ, નરસિંહ મહેતા, કૃષ્ણકુમારસિંહજી, સર પ્રભાશંકર પટ્ટણી, ઝવેરચંદ મેઘાણી, બજરંગદાસબાપુ, જોગીદાસ ખુમાણને યાદ કર્યા હતા.


Friday, February 20, 2015

મજાદર કાગધામમાં 21મીથી મોરારિબાપુની રામકથા

Courtesy : Divya Bhaskar

મજાદર કાગધામમાં 21મીથી મોરારિબાપુની રામકથા

Read the article at its source link.

- કવિનાં વતનમાં કથાકાર: કાગ એવોર્ડ, લોકડાયરો, ચારણ સભા, મેડીકલ કેમ્પ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે

રાજુલા: રાજુલા તાબાના મજાદર કાગધામ ખાતે પુ. મોરારીબાપુની રામકથા યોજાનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. કથા સ્થળે ત્રણ કાર્યાલયો પણ ખોલવામા આવ્યા છે. શહેરમાં હોટેલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઇ ગયા છે. કથા સ્થળે વિવિધ સ્ટોલ પણ ઉભા કરાયા છે. કથા દરમિયાન અહી મેડીકલ કેમ્પ, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટેના સ્ટોલ પણ ઉભા કરવામા આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જાળવવા તૈયારી કરવામાં આવી રહી છે.

મજાદર કાગધામ ખાતે તા. 21મીથી પુ. મોરારીબાપુની રામકથાનો આરંભ થનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. અહી આયોજકો દ્વારા પાંચ પ્રવેશદ્રારો પણ ઉભા કરવામા આવ્યા છે. આ ઉપરાંત અહી પીપાવાવ પોર્ટ અને હનુમંત હોસ્પિટલના ઉપક્રમે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે. અહી આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટે સ્ટોલ પણ ઉભા કરાયા છે. અહી કથા શ્રવણ માટે દેશ વિદેશથી અનેક ભાવિકો ઉમટી પડવાના હોય હોટેલ અને ગેસ્ટ હાઉસ ફુલ થઇ ગયા છે.

કથા દરમિયાન અહી કાગ એવોર્ડ, લોકડાયરો, ચારણ સભા સહિતના કાર્યક્રમો પણ યોજાશે. કથા દરમિયાન એસટી તંત્ર, વિજતંત્ર, પોલીસ, પાણી પુરવઠા સહિતના વહિવટી વિભાગો દ્વારા પણ પુરતો સહયોગ આપવામા આવી રહ્યો છે. મોરારિબાપુની રામકથાને લઇ ગ્રામજનોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . અને ગામનાં સ્વયં સેવકો દ્વારા રામકથાની તૈયારીને લઇ કોઇ ઉણપ ન રહે તે માટે જહેમત
ઉઠાવાઇ રહી છે.

હોટલ અને ગેસ્ટહાઉસ હાઉસફૂલ

રાજુલા તાબાના મજાદર કાગધામ ખાતે પુ. મોરારીબાપુની રામકથા યોજાનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. કથા સ્થળે ત્રણ કાર્યાલયો પણ ખોલવામા આવ્યા છે. શહેરમાં હોટેલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઇ ગયા છે.

વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

કથા દરમિયાન અહી મેડીકલ કેમ્પ, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટેના સ્ટોલ પણ ઉભા કરવામા આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જાળવવા તૈયારી કરવામા આવી રહી છે.

પાંચ પ્રવેશ દ્વારો અને ત્રણ કાર્યાલય

મજાદર કાગધામમાં મોટી સંખ્યામાં ભાવિકો મોરારિબાપુની રામકથા સાંભળવા આવનાર હોય કથા સ્થળે ત્રણ કાર્યાલયો અને આયોજકો દ્વારા પાંચ પ્રવેશ દ્વારો પણ ઉભા કરવામાં આવ્યા છે. સાથે મેડીકલ કેમ્પ, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટે પણ સ્ટોલ બનાવાયા છે.

Monday, February 16, 2015

મધુરાષ્ટકમ્


મધુરાષ્ટકમ્

સૌજન્ય : સનાતન જાગૃતિ

Source Link

अधरं मधुरं वदनं मधुरं
नयनं मधुरं हसितं मधुरम् ।
हृदयं मधुरं गमनं मधुरं
मधुराधिपतेरखिलं मधुरम् ॥ १॥


અધરં મધુરં વદનં મધુરં
નયનં મધુરં હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં ગમનં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥

તેમની અધર (ઓષ્ઠ) મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હ્રદય મધુર છે, ગતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ २॥


વચનં મધુરં ચરિતં મધુરં વસનં મધુરં વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥

તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગનો મરોડ મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ३॥



વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥

તેમની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હાથ મધુર છે, પગ મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય (મૈત્રી) મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् ।
रूपं मधुरं तिलकं मधुरं मधुरधिपतेरखिलं मधुरम् ॥ ४॥


ગીતં મધુરં પીતં મધુરં ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં તિલકં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥

તેમનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम् ।
वमितं मधुरं शमितं मधुरं मधुरधिपतेरखिलं मधुरम् ॥ ५॥


કરણં મધુરં તરણં મધુરં હરણં મધુરં રમણં મધુરમ્ ।
વમિતં મધુરં શમિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥

તેમનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, સ્મરણ મધુર છે, ઉદગાર મધુર છે, શાંતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं मधुरधिपतेरखिलं मधुरम् ॥ ६॥


ગુઞ્જા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા ।
સલિલં મધુરં કમલં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥

તેમની ગુંજા મધુર છે, માળા મધુર છે, યમુના મધુર છે, તેના તરંગો મધુર છે, તેના જળથી ભીની થયેલા માટી મધુર છે, કમળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् ।
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुरधिपतेरखिलं मधुरम् ॥ ७॥


ગોપી મધુરા લીલા મધુરા યુક્તં મધુરં મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥

ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

गोपा मधुरा गावो मधुरायष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं मधुरधिपतेरखिलं मधुरम् ॥ ८॥


ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં ફલિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૮॥

ગોવાળ મધુર છે, ગાયો મધુર છે, લાકડી મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

॥ इति श्रीमद्वल्लभाचार्यविरचितं मधुराष्टकं सम्पूर्णम् ॥
॥ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્યવિરચિતં મધુરાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥ - 





રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી

(છંદઃ તોટક)

(સ્વરઃ રૂપા ગાંધી)

http://www.vaishnavparivar.org/Pushtigeet1/index.php/?p=797

Sunday, February 15, 2015

બીજાને તુચ્છ ગણવા એ ઇશ્વરનો અનાદર છે, માનસદર્શન, મોરારિબાપુ

બીજાને તુચ્છ ગણવા એ ઇશ્વરનો અનાદર છે



  • કોઇપણ માણસનો તિરસ્કાર એ માણસનો તિરસ્કાર નથી, ઇશ્વરનો તિરસ્કાર છે. કોઇ માણસને ધક્કો દેવો એ અવતારનો અનાદર છે. કોઇ પણ માણસને તુચ્છ ગણવો એ પરમતત્ત્વનો અનાદર છે.


  • જોડે એને જ ધર્મ કહેવાય છે, જે તોડે એને ધર્મ કહેવાય જ નહીં. 
  • પ્રશ્ન પૂછ્યો હતો કે, તમને કૃષ્ણનું કયું રૂપ ગમે છે? કૃષ્ણ તો જ્યાંથી ચાખો ત્યાંથી મીઠો જ લાગે છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય લખે છે,


અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરમ્|
હૃદયં મધુરં ગમનં મધુરં મધુરાધિપતે રખિલં મધુરમ્!!


  • આપણે આપણા સત્યની સાથે સામાવાળાના સત્યનો પણ સ્વીકાર કરવો જોઇએ. 
  •  ભગવાન કૃષ્ણનાં બધાં જ રૂપ અદ્્ભુત છે પણ મને પૂછ્યું છે એટલે કહી દઉં છું કે કૃષ્ણ-કૃષ્ણ જ છે પણ મારે એનું રૂપ મૂકવું હોય તો


વટસ્ય પત્રસ્ય પુટે શયાનં|
બાલંમુકુન્દં મનસા સ્મરામિ||


  • જે પદદલિત છે, જે તિરસ્કૃત છે એ ચરણને આટલો આદર  આપવો પડશે ત્યારે હરિહર કથા સિદ્ધ થશે. 
  • માણસ રોજ નવો હોવો જોઇએ. રામકથા રોજ નવી હોવી જોઇએ. નવી હોય એને જ કથા કહેવાય છે. 



  • હા વાત એની એ જ હોય છે પણ સૂત્રો તો રોજ નવા રૂપમાં આવે છે. માણસ પણ રોજ નવો હોવો જોઇએ. 
  • બહુ સીધી સાદી વ્યાખ્યા છે કે જેને લીધે ભગવાન પ્રગટે એનું નામ પ્રેમ. 
  • . અંગ્રેજી મીડિયમમાં ભણાવો પણ ગરવી ગુજરાતી ન ભૂલી જવાય એનું ભાન આપણને બધાને હોવું જોઇએ. 
  • તો સમાજમાં દરેક પ્રકારના ભેદો ભુલાવા જોઇએ. માણસની ભૂલને ક્ષમ્ય કરવી જોઇએ. 
  • આપણે બધા સંકલ્પ કરીએ કે માણસનો સ્વીકાર એની નબળાઇઓ સાથે કરીએ. અરે માણસ-માણસ છે. ફરી જયંતબાપા પાઠકને યાદ કરું કે


દડ દડ દડ દડી પડે ભાઇ માણસ છે
રડતા રડતા હસી પડે ભાઇ માણસ છે




      (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




Sunday, February 8, 2015

અભિમાન વ્યક્તિનું પતન કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

અભિમાન વ્યક્તિનું પતન કરે છે


  • પ્રત્યેક વ્યક્તિએ પોતાની સાધના, ઉપાસના અને આરાધનાના મર્મની સમજ હોવી જોઇએ. 
  • આજે લોકોનું પતન થાય છે એની પાછળનો મર્મ શું છે? 
  • આપણે ઉન્નત છીએ એનું તો કારણ કોઇની કૃપા આપણી ઉપર છે. જે પણ ઊંચાઇ વ્યક્તિને પ્રાપ્ત થાય છે એની પાછળ કોઇ ઇશ્વરતત્ત્વની દેન છે. 
  • જેમાં પ્રથમ કારણ પાપકર્મ કહ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે પાપ કોને કહેવાય? 
  • જે વચનથી,  જે કરમથી, જે વિચારથી, આપણી પવિત્રતા, પ્રસન્નતાની પડતી થવા લાગે તો તે વિચાર, તે વચન, તે કરમ પાપ છે. 
  • પ્રસન્નતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. સંસારી લોકો ક્યારેક કોઇ સમયે કોઇ ને કોઇ રૂપમાં પ્રસન્ન થાય છે ત્યારે ચેતનાનો પ્રવેશ થાય છે. 
  • ટૂંકમાં પાપકર્મ વધે છે ત્યારે વ્યક્તિનું પતન થાય છે. 
  • વ્યક્તિમાં અભિમાન વધે ત્યારે પતન થાય છે. 
  • આપણા ભજનિકોએ બહુ સરસ ગાયું છે.


ગરવ કિયો સોઇ નર હાર્યો તો
ગરવ કિયો સોઇ નર હાર્યો.

ગર્વ કરવા જેવું આપણામાં કશું જ નથી. નિરંતર ઉન્નતિ થતી હોય તો સમજવું કે આપણો ગર્વ ગુરુકૃપાથી ઓછો થતો જાય છે. એ એક પ્રમાણ છે.

  • આપણે રોજ આનંદ કરીએ તો સમજવું કે ગર્વ શૂન્ય થતો જાય છે. 
  • અભિમાન આપણા પતનનું કારણ બની શકે છે. 
  • સ્વાર્થમાં અંધ બનીને વારંવાર કરાતી ભૂલ આપણા પતનનું કારણ છે. જીવનમાં ભૂલ એ પતનનું કારણ બની જાય છે. 
  • કોઇ પર અતિશય વિશ્વાસ કરવાથી પતન શરૂ થઇ જાય છે. 
  • મારું તો માનવું છે કે ગુરુ અને ઇશ્વર સિવાય કોઇ ઉપર અતિશય વિશ્વાસ કરવો નહીં. પરમ વિશ્વાસ કરવાનું એક માત્ર ઠેકાણું ગુરુદ્વાર છે. ઇષ્ટાશ્રય છે. 
  • પતનનું પાંચમું કારણ કુસંગ છે. કુસંગ એટલે સોબતની વાત છે. 
  • કુસંગના પતનથી બચવા માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે. 
  • દરેક છોકરાઓનાં માતા-પિતાને પણ પ્રાર્થના કે ઘરમાં વાતાવરણ એવું રાખો કે છોકરાઓ ટેન્શનમુક્ત રહીને પ્રેમથી આપણી સાથે વાતચીત કરી શકે. આપણાં બાળકો કોની સાથે ફરે છે. કઇ જગ્યાએ ફરે છે એનો ખ્યાલ દરેક માતા-પિતાએ રાખવાનો છે. આનો અર્થ એ નથી કે બાળકની સ્વતંત્રતાને છીનવી લેવી. બાળકો ઉપર સતત નજર રાખવી. બાળકને એની મસ્તીમાં જીવવા દો પણ સંસ્કાર એવા આપવા કે એનો સંગ સારા વ્યક્તિઓનો રહે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.