Translate

Search This Blog

Tuesday, April 12, 2011

હનુમાન પાસે શીખો...મહાત્વાકાક્ષાઓ પૂરી કરવાની રીત !

હનુમાન પાસે શીખો...મહાત્વાકાક્ષાઓ પૂરી કરવાની રીત !

Source Link and Courtesy : Dharm Desk, Ahmedabad, Divya Bhaskar

પોતાની મહત્વાકાંક્ષાઓને દરેક પરિસ્થિતિમાં પૂરી કરવાનો આજનો સમય ચાલી રહ્યો છે. ત્યારે અનેક મહત્વાકાંક્ષીઓ અનેક પ્રકારના સાહિત્ય અને સક્સેસ સ્ટોરીની બુક વાંચતા હોય છે પરંતુ આપણે ત્યાં તો પ્રાચીન સમયથી જ જુદી-જુદી રીતે મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની પદ્ધતિઓ બતાવવામાં આવી છે. તુલસીદાસજીએ આ મહત્વાકાંક્ષાઓને જ મનોરથ કહી છે.

कीट मनोरथ दारु सरीरा, जेहि न लाग घुन को अस धीरा

મનોરથ કીડો છે, શરીર લાકડું છે, એવું ધૈર્યવાન કોણ છે જેના શરીરમાં કીડો ન લાગ્યો હોય. આગળ તેમને આ વાતને વધુ સ્પષ્ટ કરતા લખ્યું છે...

सुत बित लोक ईषना तीनी, केहि कै मति इन्ह कृत न मलीनी

પુત્રની, ધનની અને લોક પ્રતિષ્ઠાની આ ત્રણ પ્રબળ ઈચ્છાઓને જેને બુદ્ધિને મલીન કરી ન હોય અર્થાત્ બગાડી ન હોય. સારા-સારા માણસો આ ચક્કરમાં ફસાઈ જતા હોય છે. આજના પ્રબંધનની ભાષામાં આને જ મોટો વ્યાવસાયિક દ્રષ્ટિકોણ કહેવામાં આવ્યો છે.

માની લેવામાં આવ્યું છે કે, પોતાના લક્ષ્યોની પૂર્તિમાં સંવેદનાઓ અડચણ કે ખતરો હોય છે. આથી માત્ર પ્રોફેશનલ એટીટ્યૂડ રાખો. વ્યક્તિગત, સંવેદનશીલ સંબંધો કંઈ જ નથી હોતા. સંબંધો કામ માટે રાખો, દિલના નહિ. હવે તો માણસ એટલો કામકાજી થઈ ગયો છે કે દિલનો પણ સૌદો કરવા લાગી ગયો છે. આવા સમયે જે લોકો જોબ શિફ્ટ કરે કે જંપ મારે છે, મોટાભાગની મોકાઓ ઉપર તેમની સાથે એવું થાય છે કે તેઓ કાં તો, પોતાના જૂના મેનેજમેન્ટને ભૂલી જાય છે અથવા પોતાનો જૂનો બોસ કે માલિક તેમની સકલ જોવા માગતો નથી હોતો.

હનુમાજી પાસે શીખો કે, બધી વ્યાવસાયિક જવાબદારીઓને વહન કરવાની સાથે સંબંધોમાં સંવેદનાઓની ગરીમા કેવી રીતે રાખી શકાય. રાવણને મારીને જ્યારે રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે કેટલાક સમય પછી તેમને બધા વાનરોને વિદાય કર્યા. આમ તો હનુમાનજી સુગ્રીવના સચિવ હતા, પણ હવે તેઓ શ્રીરામની સાથે રહેવા માગતા હતા, ખૂબ મોટી મર્યાદા સાથે તેમનો સુગ્રીવ પાસેથી અનુમતિ લીધી હતી. કંઈક આ રીતે...

तब सुग्रीव चरन गहि नाना, भाँति बिनय कीन्हे हनुमाना

સુગ્રીવના ચરણ પકડી હનુમાનજીએ અનેક પ્રકારે વિનંતી કરી. તેમના સ્પષ્ટ અને સંવેદનશીલ વ્યવહારને કારણે તેમને જૂના બોસ સુગ્રીવને કહેવું પડ્યું—

पुन्य पुंज तुम्ह पवनकुमारा, सेवहु जाइ कृपा आगारा

પવનકુમાર તમે પુણ્યની રાશિ છો, જાઓ કૃપાધામ રામની સેવા કરો. હનુમાનજી પાસેથી શીખો પોતાના મનોરથો-મહત્વાકાંક્ષાઓની પૂર્તિમાં સંવેદનાની ગરીમા કેવી રીતે જીવંત રાખવી.

No comments:

Post a Comment