Translate

Search This Blog

Monday, April 11, 2011

ભગવાન શિવજી




ભગવાન શિવજી




1 શિવ સ્તુતિ

શંભુ ચરણે પડી માગું ઘડી યે ઘડી કષ્ટ કાપો; દયા કરી દર્શન શિવ આપો !

તમો ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું કરનારા;

મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો;

દયા કરી દર્શન શિવ આપો !

અંગે ભષ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;

ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો,

દયા કરીદર્શન શિવ આપો !

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે;

સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો,

દયા કરી દર્શન શિવ આપો !

હું તો એકલપંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી !

થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો;

દયા કરી દર્શન શિવ આપો !

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટમાં શિવરુપ દેખું;

આવી દિલમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો;

દયા કરી દર્શન શિવ આપો !

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો;

ટાળો મન મદ, ગાળો સવ સદા, ભક્તિ આપો;

દયા કરી દર્શન શિવ આપો !

શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,

દયા કરી દર્શન શિવ આપો !


2 આદિ શંકર

શંકરના અવતાર સમા શંકરાચાર્ય

ઉપરોક્ત લિન્ક ઉપર ક્લિક કરવાથી આદિ શંકર વિશે જાણકારી મળશે.

આ માહિતિ દિવ્ય ભાસ્કરના ધર્મ દર્શન મૅગેઝિનમાં પ્રકાશિત થઈ છે. અહીં સદર માહિતિ દિવ્ય ભાસ્કરના સૌજન્ય અને આભાર સહિત રજુ કરી છે.

કણાટર્કના કાલટી ગામમાં પૂર્ણા નદીના કિનારે વિધાવિરાજ નાંબ્રુદ્રિપાદ બ્રાહ્મણના પુત્ર શિવગુરુ અને પત્ની આર્યામ્બા શિવના ઉપાસક હતાં. તેમણે સંતાન માટે ઘણાં વર્ષો સુધી તપ કર્યું.

જયારે શિવ પ્રસન્ન થયા ત્યારે શિવગુરુ ઘ્યાનમાં હતા, ભગવાને જગાડયાં અને પૂછ્યું આવી ઘોર તપશ્ચર્યા કેમ કરો છો! પ્રભુ મને સંતાન આપો.

શિવજીએ પૂછ્યું બોલ તારે કેવો પુત્ર જોઇએ છે? ધાર્મિક, ટૂંકા આયુષ્યવાળો કે દુરાચારી, લાંબા આયુષ્યવાળો? પતિ-પત્નીએ ધર્મિષ્ઠ પુત્રની માગણી કરી અને શાલિવાહન શક ૭૧૦, વૈશાખ સુદ પાંચમે જે પુત્ર જન્મ્યો તે અલ્પ આયુષ્યવાળા શંકરાચાર્ય.

જયોતિષીઓએ જન્મકુંડળી જોઇ ભવિષ્ય ભાખ્યું કે આ પુત્ર જગદ્ગુરુ થશે અને બ્રહસ્પતિ જેવો થશે. ત્રણ વર્ષની ઉમરે પાઠશાળામાં ગુરુ જે શીખવાડે તે બધું જ યાદ રહેતું. પાંચ વર્ષની ઉમરે યજ્ઞોપવીત સંસ્કાર આપ્યા. તે પછીના વર્ષે પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. સાતમા વર્ષે વેદશાસ્ત્રો ભણતાં ભણતાં દેવપૂજાની સાથે માતાની સેવા કરવા લાગ્યા. માતાજીને રોજ પૂણાર્ નદીમાં સ્નાન કરવાનો નિયમ.

ઉનાળામાં નદીએ ગયા, ગરમીમાં ચક્કર આવવાથી બેભાન થયાં. શંકરને ખબર પડી, દુ:ખી થયા અને કિનારે જઇ પ્રાર્થના કરી હે મા ભગવતી પૂર્ણા, મારી માતાએ રોજ અત્યાર સુધી સ્નાનનો મહિમા પાળ્યો છે, હવે મારી મા વૃદ્ધ થઇ છે, સ્નાન કરવા આવી શકે તેમ નથી તો મારા પર કૃપા કરી મારા ઘર પાસેથી વહેવાનું કરો જેથી મારી માતાનો નિયમ સચવાય, તરત નદીનો પ્રવાહ ઘર પાસેથી શરૂ કરો. શંકરે નદીની પૂજા કરી. માતાએ શંકરને પરણવાનો વિચાર જણાવ્યો. ત્યારે કહ્યાં કે મા, મારે તો સંન્યાસ લેવો છે.

માતા કહે, મારી આંખ મિંચાય ત્યાર પછી સંન્યાસ લે જે, હું કોના આધારે જીવું? અંતિમ સમયે મારું કોણ? માતાને દુ:ખી જોઇ મગરનું દ્રષ્ટાંત આપે છે. માતાને સમજાવે છે કે મા, આ સંસાર ક્ષણભંગુર છે. હું તારા અંત સમયે આવીશ તેની ખાતરી રાખજે. તેમ કહી માતાના ખોળામાં મસ્તક મૂકયું. પછી માતાને સગાઓને સોંપી આશિષ માગી ગૃહત્યાગ કર્યો.

શંકર નર્મદા કિનારે થઇ ગોવિંદ ભગવત્પાદ યોગેન્દ્ર ગુરુ પાસે ગયા. ગુરુએ દીક્ષા આપી સંન્યાસ લીધો. વેદશાસ્ત્ર, અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો. અષ્ટમ સિદ્ધિ પ્રાપ્તિ કરી. નર્મદામાં પૂર આવ્યું, ગુફા સુધી પાણી આવ્યાં. શંકરે ઊભા થઇ નર્મદાની પૂજા કરી નમામિ દેવી નર્મદની સ્તુતિ કરી, પાણી પાછાં જતાં રહ્યા. બાર વર્ષની વયે બદ્રિકાશ્રમ ગયા. અદ્વૈતવાદના જ્ઞાનનો પ્રસાર કરવા ચારે દિશામાં ફર્યા.

કાશ્મીરમાં શારદા દેવીનું સ્થાન છે ત્યાં સર્વજ્ઞ પીઠ નામના આસન પર પવિત્ર, વેદશાસ્ત્ર સંપન્ન નૈષ્ઠિક બ્રહ્મચારી બેસે. શંકરે એ પીઠનાં દ્વાર ઉઘાડયાં. શંકર ઘ્યાનમાં હતા ત્યારે માની અંતિમ સ્થિતિ ઘ્યાનમાં જોઇ. મા પાસે ગયા. પ્રણામ કર્યા, માએ શરીરે હાથ ફેરવ્યો અને ભગવાનનું સ્મરણ કરતાં દેહ છૂટી ગયો.

નાંબ્રુદ્રિપાદ બ્રાહ્મણે કહ્યું, તું સન્યાસી છે. તારાથી અગ્નિને સ્પર્શ થાય નહીં. શંકરે કહ્યું મેં માને વચન આપ્યું છે. હું અગ્નિ- સંસ્કાર કરીશ. શંકરે ચિતા તૈયાર કરી અગ્નિદેવને પ્રાર્થના કરી માતાના જમણા હાથમાં અગ્નિ પ્રકટ થયો.

શંકરાચાર્ય એટલે જીવનમાં જ્ઞાન, ભકિત અને કર્મનો ત્રિવેણી સંગમ. જીવે શિવ સાથે અદ્વૈત સાધવાનું છે. સાધનામાં સિદ્ધિ મેળવી કાશી પધાર્યા તેમની ખ્યાતિ ચોતરફ પ્રસરવા લાગી. તેઓએ ૨૦ વર્ષની ઉંમરે ‘ગીતા-ભાષ્ય’ લખ્યું. તેમના લખેલા ગ્રંથો ૧૧૯ ગ્રંથો છે.

તેઓએ ‘શ્રી ગણેશ, શ્રી શંકર તથા મા અંબાના સ્તોત્રની અનેક રચના કરી. શંકરે ઉત્તરાવસ્યામાં ચાર મુખ્ય મઠો અને અનેક ધર્મોનાં કેન્દ્રોની રચના કરી. ધર્મપ્રચારને ઘ્યાનમાં રાખી નાસિક, ઉજજૈન, પ્રયાગ તથા હરદ્વારમાં દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન કર્યું. ચારે મઠોના અધિષ્કાતાઓને શંકરાચાર્યના નામે જ ઓળખવામાં આવે છે. બદ્રિનારાયણમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. કર્મયોગ કરતાં કરતાં તેઓ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં.

શિવશકિતમાં અભેદ ભાવના જોઇ ‘શકિત-સ્તોત્ર’ રચ્યું. તેઓ ભગવાન શંકરના અવતાર ગણાતા. ડો.સર્વપલ્લી રાધાકષ્ણન કહે છે કે ‘શંકરાચાર્ય શ્રેષ્ઠ આર્યભૂમિના અનન્ય વિચારક હતા.’

બદ્રિકાશ્રમમાં આકાશવાણી થઇ હે શંકર, તમારું કાર્ય પૂરું થયું. દેવો, ઋષિઓએ પૂજન કર્યું. સ્તુતિ કરી શંકર સફેદ નંદિકેશ્વર ઉપર બેસીને સ્વધામ ગયા.

માત્ર ૩૨ વર્ષની ઉમરે, વૈશાખ સુદ ૧૪ ઇ.સ. ૮૨૦માં જીવનલીલા સંકેલી. તેઓ કાર્યોમાં જીવ્યા, વર્ષોમાં નહીં. વેદ ધર્મ સ્થાપન કરનાર મહાન વિભૂતિ શંકર સ્વરૂપ આદિ ભગવાન આધશંકરાચાર્યના ચરણોમાં કોટી કોટી પ્રણામ.


૩ શિવજી ગબડ્યા અને પાર્વતીજી હસ્યાં

ભસ્મ ચઢાવત શંકર કો, અહિં લોચન બીચ પડી ઝરકી

તાકિ ફૂંકાર શશી કો લગી, અમૃત બુંદ પડી ટપકી.

તાહે મેં વનરાઇ ઊઠ્યો, ધનરાઇ રહ્યો સબ મંદિર મેં.

સુરભી સુત ભાગ ચલ્યો, તબ ગૌરાં હસી મુખ યું કર કે.

એક વાર ભગવાન શિવજી સ્નાન કરીને સંધ્યા માટે તૈયારી કરે છે અને તે માટે તેમના અંગે ભસ્મ લગાવવાની તૈયારી કરે છે. આ સમયે ગૌરીજી કહે છે કે, “ભગવાન આશુતોષ, આજે હું તમને ભસ્મ લેપન કરી આપું.”

શંકર ભગવાન કહે છે કે, “હે પ્રિયે, એ તમને નહીં આવડે અને જેનું જે કામ હોય તેણે જ તે કરવું જોઈએ અને તેને જ તે કામ સારી રીતે આવડે.”

પરંતુ ગૌરીજીએ ભષ્મ લગાવવાની જીદ કરતાં આખરે શિવજીએ વિવશ થઈ ગૌરીને ભષ્મ લગાવવા માટે હા પાડી.

આમ પાર્વતીજીને ત્રણ આંગળી વડે ભષ્મ લેપન કરવાનું અઘરૂ લાગતાં તેમણે ભષ્મની મૂઠી ભરી શિવજીના કપાળમાં લેપન કર્યું. આ દરમ્યાન થોડીક ભષ્મ શિવજીના ગળામાં રહેલ નાગની આંખમાં પડી. નાગની આંખમાં ભષ્મ પડતાં તેને બળતરા થવા લાગી. આથી તેણે ફૂંફાડો માર્યો. નાગના આ ફૂંફાડાથી શિવજીના ભાલે સુશોભિત ચન્દ્ર સહેજ નમી ગયો. ચંદ્ર નમતાં તેનામાં રહેલ અમૃતનું એક ટીપું નીચે પડી ગયું અને તે ટીપું શિવજીના ચર્માસન ઉપર પડ્યું. અને તેથી ચર્માસનમાંનો વનરાજ સિંહ અમૃતના બિંદુથી સજીવન થઈ ગયો અને જોરથી ત્રાડ નાખી. આ ત્રાડના અવાજથી આખા કૈલાસમાં હોહા મચી ગઈ તેમજ શિવજી પાસે બેઠેલો પોઠિયો ત્રાડ સાંભળી પૂછ ઊંચી કરીને ભાગ્યો. આ બધું દ્રશ્ય જોઈ ભગવાન શિવજી ગબડી પડ્યા.

આમ એકાએક નાગને ફૂફાડો મારતાં, સિંહને ત્રાડ પાડતા, પોઠિયાને ભાગતા અને ભગવાન શિવજીને ગબડીતા પડતા જોઈ પાર્વતીજીથી રહેવાયું નહીં અને તે મુખે હાથ આડો કરી હસવા લાગ્યાં.

આમ ભગવાન શિવજી ગબડ્યા અને પાર્વતીજી હસ્યાં.


4 લિંગાષ્ટકમ

ll श्री लिंगाष्टकस्तोत्रम ll

ll श्री गणेशाय नमः ll
ब्रह्ममुरारिसुरार्चितलिंग्म निर्मलभाषितशोभितलिंग्म l
जन्मजदुःखविनाशकलिंग्म तत्प्रणमामि सदाशिवलिग्म …. ll १ ll

જે (મનુષ્ય) શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોકને પામી (અંતે) શંકરની સાથે આનંદ ભોગવે છે.

જે લિંગ બ્રહ્મા, વિષ્ણુ અને દેવો વડે પૂજાયેલું છે, જે લિંગ નિર્મલ હોવાથી સ્તુતિ કરાયેલું તેમ શોભાયમાન છે અને જે લિંગ (મનુષ્યોના) જન્મથી ઉત્પન્ન થયેલાં દુ:ખોનો નાશ કરનારું છે તે શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૧.
देवमुनिप्रवरार्चित्लिंग्म कामदहं करुणालिंग्म l
रावणदर्पविनाशनलिंग्म तत्प्रण ll २ ll

જે લિંગનું દેવોએ અને શ્રેષ્ઠ મુનિઓએ પૂજન કરેલું છે, જે કામદેવને બાળનારું છે, જે (પ્રાણીમાત્ર પર) દયા કરનારું છે અને જેણે રાવણના દર્પનો નાશ કરેલો છે તે સદાશિવ-શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૨.
सर्वसुगन्धिसुलेपित्लिंग्म बिध्धिविवर्धनकारणलिंग्म l
सिध्धसुरासुरवन्दितलिंग्म तत्प्रण ll ३ ll

જે લિંગ સર્વ પ્રકારના સુગંધ (યુક્ત પદાર્થો)થી ઉત્તમ પ્રકારે લેપાયેલું છે, જે લિંગ બુદ્ધિને વધારવામાં કારણભૂત છે અને જે લિંગ સદ્ધિ, દેવ અને અસુરો વડે વંદન કરાયેલું છે તે સદાશિવ-શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૩.
कनकमहामणिभूषितलिंग्म फणिपतिवेष्टितशोभितलिंग्म l
दक्षुसुयज्ञविनाशनलिंह्म तत्प्रण ll ४ ll

જે લિંગ સુવર્ણ અને મોટા મોટા મણિઓથી અલંકત થયેલું છે, જે લિંગ સર્પરાજથી વિંટાયેલું હોવાથી શોભાયમાન છે અને જે લિંગે દક્ષના યજ્ઞનો સમૂળો નાશ કર્યો છે તે સદાશિવ-શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૪.
कुडमचन्दलेपितलिंग्म पंकजहारसिशोभितलिग्म l
सच्सितपापविनाशनलिंग्म तत्प्रण ll ५ ll

જે લિંગ કંકુ અને ચંદનથી લેપાયેલું છે, જે લિંગ કમળના હારોથી શોભાયમાન છે અને જે લિંગ (મનુષ્યોએ) સંચિત કરેલાં પાપોનો નાશ કરનારું છે તે સદાશિવ-શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૫.
देवगणार्चितसेवितलिग्म भावैर्भक्तिभिरेव च लिग्म l
दिनकरकोटिप्रभाकरलिग्म तत्प्रण ll ६ ll

જે લિંગની દેવતાઓએ પૂજા તથા સેવા કરેલી છે, જે લિંગ વિવિધ પ્રકારના ભાવ અને ભકિતથી પણ સેવાયેલું છે અને જે લિંગ સૂર્યની સમાન કરોડો કિરણોનું પ્રકાશન કરનારું છે તે સદાશિવના લિંગને હું પ્રણામ કરું છું. ૬.
अष्टलोपरिवेष्टितलिंग्म सर्वसमुद्भवकारणलिंग्म l
अष्टदरिद्रविनाशितलिंग्म तत्प्रण ll ७ ll

જે લિંગ અષ્ટદલ કમળ પર વીંટાઇને રહેલું છે, જે લિંગ ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુમાત્રના કારણભૂત છે અને જે લિંગ આઠે પ્રકારની દરિદ્રતાને નાશ કરવાવાળું છે તે સદાશિવ-શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૭.
सुरगुरुसुरवरपूजितलिग्म सुरवनपुष्पसदार्चितलिंग्म l
परात्परं परमात्मकलिग्म तत्प्रण ll ८ ll

જે લિંગનું સુરગુરુ બૃહસ્પતિ અને બીજા ઉત્તમ દેવોએ પૂજન કરેલું છે, જે લિંગ દેવોના (નંદનવન વગેરે) વનનાં પુષ્પોથી સારી રીતે પૂજાયેલું છે અને જે લિંગ પરથી પર અને પરમાત્મા સ્વરૂપ છે તે સદાશિવ-શંકરના લિંગને હું પ્રણામ કરું છું. ૮.
लिंगाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ l
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ll ९ ll

આ કલ્યાણકારક લિંગાષ્ટકનો જે (મનુષ્ય) શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોકને પામી (અંતે) શંકરની સાથે આનંદ ભોગવે છે. ૯.


5 શિવસહસ્ત્રનામાવલિ, અર્થ સહિત
નામ અને તેનો અર્થ

૧ ૐ સ્થિરાય નમઃ – એકની એક જગ્યાએ અચળ રહેનારા, સદા અવિકારી સ્થિતિમાં રહેનારા, એક જ હાલત અથવા સ્થાન ઉપર અચલ રહેલું અથવા રહેતું; એક ઠેકાણે રહેનાર; Immobile

૨ ૐ સ્થાણવે નમઃ – Pillar

૩ ૐ પ્રભવે નમઃ – દિવ્ય, બળવાન, પરાક્રમી, Overlord

૪ ૐ ભીમાય નમઃ -મહાદેવની આકાશરૂપ મૂર્તિ; મહાદેવની આઠ માંહેની એક મૂર્તિ, ભયંકર સ્વરૂપ ધારણ કરનારા અને ભયાનક કામ કરનાર -Terrible

૫ ૐ પ્રવરાય નમઃ – ઉત્તમ; શ્રેષ્ઠ; મુખ્ય; Foremost

૬ ૐ વરપ્રદાય નમઃ -વર આપનાર; Bestower of boons

૭ ૐ વરાય નમઃ – ઉત્તમ; શ્રેષ્ઠ; Superior

૮ ૐ સર્વાત્મને નમઃ – Self of all beings

૯ ૐ સર્વવિખ્યાત્યાય નમઃ – The Core of all beings

૧૦ ૐ સર્વસ્મૈ નમઃ – The All

૧૧ ૐ સર્વકરાય નમઃ – The Doer of all

૧૨ ૐ ભવાય નમઃ – Existence

૧૩ ૐ જટિને નમઃ – The One with matted hair

૧૪ ૐ ચર્મિણે નમઃ – Clothed in an elephant skin (conquest of egoism)

૧૫ ૐ શિખંડિને નમઃ – With a tuft of hair like the crest of a peacock

૧૬ ૐ સર્વાગાય નમઃ – Who has the entire universe as his limb

૧૭ ૐ સર્વભાવનાય નમઃ – Who manifests and maintains all

૧૮ ૐ હરાય નમઃ – હરનાર – With holder who withdraws the universe in deluge

૧૯ ૐ હરિણાક્ષાય નમઃ – With eyes resembling those of a gazelle

૨૦ ૐ સર્વ ભૂતહરાય નમઃ – The Destroyer of the created beings

૨૧ ૐ પ્રવૄત્તયે નમઃ – The Enjoyer of all things

૨૨ ૐ નિવૃત્તયે નમઃ – The Original State, abstention from acts

૨૩ ૐ નિયતાય નમઃ – The Self Controlled

૨૪ ૐ શાશ્વતાય નમઃ -સાર્વ કાળમાં રહેનાર; અમર – The Eternal

૨૫ ૐ ધ્રુવાય નમઃ -અક્ષય; અવિનાશી; શાશ્વત; નિત્ય; સદા એક જ અવસ્થામાં રહેનાર – The Unchangeable


૨૬ ૐ શ્મશાનવાસિને નમઃ – સ્મશાનમાં વાસ કરનાર; Inhabitant of the cremation ground

૨૭ ૐ ભગવતે નમઃ – સમગ્ર ઐશ્વર્ય, વીર્ય, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય એવા છ પ્રકારની વિમૂતિ ભોગવનાર પરમેશ્વર; Owner of six graces (wisdom, renunciation etc.)

૨૮ ૐ ખેચરાય નમઃ – આકાશમાં ગમન કરનાર; The Space dweller, within the heart of all creatures

૨૯ ૐ ગોચરાય નમઃ – ઈદ્રિયોથી જાણી શકાય એવા; The Perceiver through the senses

૩૦ ૐ અર્દનાય નમઃ – માણસોનાં પાપનો નાશ કરનાર;The Punisher (of sinful acts)

૩૧ ૐ અભિવાદ્યાય નમઃ – અભિવાદ એટલે નમસ્કાર કરવા પાત્ર; પૂજ્ય; વંદનીય; સ્તુતિ કરવા જેવા; Deserves the salutations of all

૩૨ ૐ મહાકર્મણે નમઃ – Of great feats (propelling the universe)

૩૩ ૐ તપસ્વિને નમઃ – તપ કરનાર; The Ascetic

૩૪ ૐ ભૂતભાવનાય નમઃ – આકાશથી પૃથ્વી સુધીનાં કાર્ય સહિત સર્વ ભૂતોને પોતાની સત્તાથી અને પોતાના પ્રકાશથી સત્તાવાળાં અને પ્રકાશવાળાં કરે છે, માટે પણ તેવું ભૂતભાવન કહેવાય છે; The Creator of the five elements

૩૫ ૐ ઉન્મત્તવેષપ્રચ્છન્નાય નમઃ – ભયંકર પોષાક પહેરનાર; ઉન્મત્ત ( ભયંકર ) + વેષ ( પોષાક ) + પ્રચ્છન્ન ( ઢંકાયેલું ); The One concealed in the guise of madness

૩૬ ૐ સર્વલોકપ્રજાપતયે નમઃ – સર્વ લોકોના ભગવાન;The Lord of all existence

૩૭ ૐ મહારૂપાય નમઃ – અલગારી રૂપવાળા;Of immeasurable form

૩૮ ૐ મહાકાયાય નમઃ – અલૌકોકીક શરીરવાળાThe Cosmic body

૩૯ ૐ વૄષરૂપાય નમઃ – ધર્મ રૂપ; Form of the bull (symbol of dharma-righteousness)

૪૦ ૐ મહાયશસે નમઃ – અતિ પ્રસિદ્ધ; સુવિખ્યાત; Of great fame

૪૧ ૐ મહાત્મને નમઃ – જેની અંદર મોટો, ઉદાર અને ઉન્નત ભાવનાવાળો આત્મા રહેલો હોય તેવા; સંત; સાધુ; ઓલિયો; મહા પુરુષ; The Great-minded

૪૨ ૐ સર્વભૂતાત્મને નમઃ – જે સર્વ ભૂતોને આત્મા એટલે અંતર્યામી હોવાથી તેમ જ સર્વ જીવોમાં સ્વસંવેદ્ય, સ્વપ્રકાશ અને સ્વઆત્મા એવા નિજ આત્મા હોય તેવા; The Soul of all creatures

૪૩ ૐ વિશ્વરૂપાય નમઃ – વિશ્વવ્યાપી; સર્વવ્યાપી; વિરાટ રૂપ ધારણ કરનાર; The universe is Thy form

૪૪ ૐ મહાહનવે નમઃ – જેની હડપચી મહાન છે તેવા;The great jaws (can swallow the universe)

૪૫ ૐ લોકપાલાય નમઃ -આખા વિશ્વનું રક્ષણ કરનાર; Protector of the whole world

૪૬ ૐ અંતર્હિતાત્મને નમઃ – અંતરમાં – હ્નદયમાં વસનાર;Soul residing in the inner heart

૪૭ ૐ પ્રસાદાય નમઃ – અનુગ્રહ; કૃપા; મહેરબાની; મહેર વિ. કરનાર; Gladness (established in blissful serenity)

૪૮ ૐ નીલલોહિતાય નમઃ – અર્ધ નીલ અને અર્ધ રાતા એવા અર્ધનારી નટેશ્વરરૂપ દેવ; વેદમાં વપરાયેલ રુદ્રનું એક નામ; શિવ જેનો કંઠ નીલો અને મસ્તક લાલ હોય છે.

૪૯ ૐ પવિત્રાય નમઃ – શુદ્ધ; નિર્મળ; સ્વચ્છ; દોષ કે વિકાર વિનાનું; પાવન; શુચિ; જે સદા શુદ્ધ અને અંતરબાહ્ય શુચિરૂપ છે, તે અવિકારી પદ છે, વળી તેનું નામઉચ્ચારણ અને નામસ્મરણ જીવોને પવિત્ર કરનારૂં છે. ઉપરાંત ત્રણે કાળમાં તે પવિત્ર ધામરૂપ છે તેવા; The Purifier

૫૦ ૐ મહેશાય નમઃ – મોટો ઈશ; પરમેશ્વર. પ્રભુ, મહાદેવ

૫૧ ૐ નિયમાય નમઃ

૫૨ ૐ નિયમાશ્રિતાય નમઃ

૫૩ ૐ સર્વકર્મણે નમઃ

૫૪ ૐ સ્વયંભૂતાય નમઃ

૫૫ ૐ આધ્યે નમઃ

૫૬ ૐ આદિકરાય નમઃ

૫૭ ૐ નિધયે નમઃ

૫૮ ૐ સહસાક્ષાય નમઃ

૫૯ ૐ વિશાલાક્ષાય નમઃ

૬૦ ૐ સોમાય નમઃ

૬૧ ૐ નક્ષત્રસાધકાય નમઃ

૬૨ ૐ ચંદ્રાય નમઃ

૬૩ ૐ સૂર્યાય નમઃ

૬૪ ૐ શનયે નમઃ

૬૫ ૐ કેતવે નમઃ

૬૬ ૐ ગ્રહાય નમઃ

૬૭ ૐ ગ્રહપતયે નમઃ

૬૮ ૐ વરાય નમઃ

૬૯ ૐ આદ્યંતલય કર્ત્રે નમઃ

૭૦ ૐ અનઘાય નમઃ

૭૧ ૐ મહાતપસે નમઃ

૭૨ ૐ ઘોરતપસે નમઃ

૭૩ ૐ અદીનાય નમઃ

૭૪ ૐ દીનસાધકાય નમઃ

૭૫ ૐ સંવત્સરકાય નમઃ

૭૬ ૐ મંત્રાય નમઃ

૭૭ ૐ પ્રમાણાય નમઃ

૭૮ ૐ પરમતપસે નમઃ

૭૯ ૐ યોગિને નમઃ

૮૦ ૐ યોજયાય નમઃ

૮૧ ૐ મહાબીજાજાય નમઃ

૮૨ ૐ મહારેતસે નમઃ

૮૩ ૐ મહાબલાય નમઃ

૮૪ ૐ સુવર્ણરેતસે નમઃ

૮૫ ૐ સવજ્ઞાય નમઃ

૯૬ ૐ સુબીજાય નમઃ

૮૭ ૐ બીજવાહનાય નમઃ

૮૮ ૐ દશબાહવે નમઃ

૮૯ ૐ અનિમિષાય નમઃ

૯૦ ૐ નીલકંઠાય નમઃ

૯૧ ૐ ઉમાતપયે નમઃ

૯૨ ૐ વિશ્વરૂપાય નમઃ

૯૩ ૐ સ્વયંશ્રેષ્ઠાય નમઃ

૯૪ ૐ બલવીરાય નમઃ

૯૫ ૐ અબલાય નમઃ

૯૬ ૐ ગણાય નમઃ

૯૭ ૐ ગણકત્રે નમઃ

૯૮ ૐ ગણપતયે નમઃ

૯૯ ૐ દિગ્વાસસે નમઃ


૧૦૦ ૐ કામાય નમઃ -

૧૦૧ ૐ મંત્રવિદે નમઃ -

૧૦૨ ૐ પરમાય નમઃ

૧૦૩ ૐ સર્વભાવકરાય નમઃ

૧૦૪ ૐ હરાય નમઃ

૧૦૫ ૐ કમંડલુધરાય નમઃ

૧૦૬ ૐ ઘન્વિને નમઃ

૧૦૭ ૐ બાણહસ્તાય નમઃ

૧૦૮ ૐ કપાલવતે નમઃ


૧૦૯ ૐ અશનિને નમઃ

૧૧૦ ૐ શતઘ્નિને નમઃ

૧૧૧ ૐ ખડગિને નમઃ

૧૧૨ ૐ પટ્ટિશિને નમઃ

૧૧૩ ૐ આયુધિને નમઃ


૧૧૪ ૐ મહતે નમઃ

૧૧૫ ૐ સ્ત્રુવહસ્તાય નમઃ

૧૧૬ ૐ સુરૂપાય નમઃ

૧૧૭ ૐ તેજસે નમઃ

૧૧૮ ૐ તેજસ્કરનિઘયે નમઃ


૧૧૯ ૐ ઉષણીષિણે નમઃ

૧૨૦ ૐ સુવકત્રાય નમઃ

૧૨૧ ૐ ઉદગ્રાય નમઃ

૧૨૨ ૐ વિનિતાય નમઃ

૧૨૩ ૐ દીર્ઘાય નમઃ

૧૨૪ ૐ હરિકેશાય નમઃ

૧૨૫ ૐ સુતીર્થાય નમઃ

૧૨૬ ૐ કૄષ્ણાય નમઃ

૧૨૭ ૐ શૄગાલરૂપાય નમઃ

૧૨૮ ૐ સિધ્દાર્થાય નમઃ

૧૨૯ ૐ મુંડાય નમઃ

૧૩૦ ૐ સર્વશુભકરાય નમઃ

૧૩૧ ૐ અજાય નમઃ

૧૩૨ ૐ બહુરૂપાય નમઃ

૧૩૩ ૐ ગંગાધારિણે નમઃ

૧૩૪ ૐ કપર્દિને નમઃ

૧૩૫ ૐ ઊર્ધ્વરેતસે નમઃ

૧૩૬ ૐ ઊર્ધ્વલિંગાય નમઃ

૧૩૭ ૐ ઊર્ધ્વશાયિને નમઃ

૧૩૮ ૐ નભઃસ્થલાય નમઃ

૧૩૯ ૐ ત્રિજટાય નમઃ

૧૪૦ ૐ ચીરવાસસે નમઃ

૧૪૧ ૐ રૂદ્રાય નમઃ

૧૪૨ ૐ સેનાપતયે નમઃ

૧૪૩ ૐ વિભવે નમઃ

૧૪૪ ૐ નકતંચરાય નમઃ

૧૪૫ ૐ અહશ્વરાય નમઃ

૧૪૬ ૐ તિગ્મમન્યવે નમઃ

૧૪૭ ૐ સુવર્ચસે નમઃ

૧૪૮ ૐ ગજઘ્ને નમઃ

૧૪૯ ૐ દૈત્યઘ્ને નમઃ

૧૫૦ ૐ કાલાય નમઃ

૧૫૧ ૐ લોકધાત્રે નમઃ

૧૫૨ ૐ ગુણાકરાય નમઃ

૧૫૩ ૐ સિહશાર્દૂલરૂપાય નમઃ

૧૫૪ ૐ વ્યાઘ્રચર્માંબરાવૄતાય નમઃ

૧૫૫ ૐ કાલયોગિને નમઃ

૧૫૬ ૐ મહાનાદાય નમઃ

૧૫૭ ૐ સર્વકામાય નમઃ

૧૫૮ ૐ ચતુષ્પથાય નમઃ

૧૫૯ ૐ નિશાચરાય નમઃ

૧૬૦ ૐ પ્રેતચારિણે નમઃ

૧૬૧ ૐ ભૂતચારિણે નમઃ

૧૬૨ ૐ મહેશ્વરાય નમઃ

૧૬૩ ૐ બહુભૂતાય નમઃ

૧૬૪ ૐ બહુધરાય નમઃ

૧૬૫ ૐ સ્વર્ભાનવે નમઃ

૧૬૬ ૐ અમિતાય નમઃ

૧૬૭ ૐ ગતયે નમઃ

૧૬૮ ૐ નૄત્યપ્રિયાય નમઃ

૧૬૯ ૐ નિત્યનર્તકાય નમઃ

૧૭૦ ૐ નર્તકાય નમઃ

૧૭૧ ૐ સર્વલાલસાય નમઃ

૧૭૨ ૐ મહાઘોરાય નમઃ

૧૭૩ ૐ તપઃ શૂરાય નમઃ

૧૭૪ ૐ નિત્યાય નમઃ

૧૭૫ ૐ અનિહાય નમઃ

૧૭૬ ૐ નિરાલયાય નમઃ

૧૭૭ ૐ સહસ્ત્રહસ્તાય નમઃ

૧૭૮ ૐ વિજયાય નમઃ

૧૭૯ ૐ વ્યવસાય નમઃ

૧૮૦ ૐ અતંદ્રિતાય નમઃ

૧૮૧ ૐ અમર્ષણાય નમઃ

૧૮૨ ૐ અમર્ષણાત્મને નમઃ

૧૮૩ ૐ યજ્ઞઘ્ને નમઃ

૧૮૪ ૐ કામનાશકાય નમઃ -

૧૮૫ ૐ દક્ષયાગાપહારિણે નમઃ -

૧૮૬ ૐ સુસહાય નમઃ

૧૮૭ ૐ મધ્યમાય નમઃ

૧૮૮ ૐ તેજોપહારિણે નમઃ

૧૮૯ ૐ બલઘ્ને નમઃ

૧૯૦ ૐ મુદિતાય નમઃ

૧૯૧ ૐ અર્થાય નમઃ

૧૯૨ ૐ અજિતાય નમઃ


૧૯૩ ૐ વરાય નમઃ

૧૯૪ ૐ ગંભીરઘોષાય નમઃ

૧૯૫ ૐ ગંભીરાય નમઃ

૧૯૬ ૐ ગંભીરબલવાહનાય નમઃ

૧૯૭ ૐ ન્યગ્રોધરૂપાય નમઃ


૧૯૮ ૐ ન્યગ્રોધવૄક્ષકર્ણસ્થિતયે નમઃ

૧૯૯ ૐ વિભવે નમઃ

૨૦૦ ૐ સુતીક્ષ્ણદશનાય નમઃ

૨૦૧ ૐ મહાકાયાય નમઃ

૨૦૨ ૐ મહાનનાય નમઃ


૨૦૩ ૐ વિશ્વક્સેનાય નમઃ

૨૦૪ ૐ હરયે નમઃ

૨૦૫ ૐ યજ્ઞાય નમઃ

૨૦૬ ૐ સંયુગાપીડવાહનાય નમઃ

૨૦૭ ૐ તીક્ષ્ણતાપાય નમઃ

૨૦૮ ૐ હયશ્વાસ નમઃ

૨૦૯ ૐ સહાય નમઃ

૨૧૦ ૐ કર્મકાલવિદે નમઃ

૨૧૧ ૐ વિષ્ણુપ્રસાદિતાય નમઃ

૨૧૨ ૐ સમુદ્રાય નમઃ

૨૧૩ ૐ વડવામુખાય નમઃ

૨૧૪ ૐ હુતાશનસહાય નમઃ

૨૧૫ ૐ પ્રશાંતાત્મને નમઃ

૨૧૬ ૐ હુતાશનાય નમઃ

૨૧૭ ૐ ઉગ્રતેજસે નમઃ

૨૧૮ ૐ મહાતેજસે નમઃ

૨૧૯ ૐ જન્યાય નમઃ

૨૨૦ ૐ વિજયકાલવિદે નમઃ

૨૨૧ ૐ જ્યોતિષામયનાય નમઃ

૨૨૨ ૐ સિદ્વયે નમઃ

૨૨૩ ૐ સર્વવિગ્રહાય નમઃ

૨૨૪ ૐ શિખિને નમઃ

૨૨૫ ૐ મુંડિને નમઃ

૨૨૬ ૐ જવાલિને નમઃ

૨૨૭ ૐ મૂર્તિજાય નમઃ

૨૨૮ ૐ મૂર્ધગાય નમઃ

૨૨૯ ૐ બલિને નમઃ

૨૩૦ ૐ વેણુવિને નમઃ

૨૩૧ ૐ ખલિને નમઃ

૨૩૨ ૐ વર્ણિવિને નમઃ

૨૩૩ ૐ વૈષ્ણવાય નમઃ

૨૩૪ ૐ પ્રજવીને નમઃ

૨૩૫ ૐ તાલિને નમઃ

૨૩૬ ૐ કાલકંટકાય નમઃ

૨૩૭ ૐ નક્ષત્રવિગ્રહમતયે નમઃ

૨૩૮ ૐ ગુણબુદ્ધયે નમઃ

૨૩૯ ૐ લયાય નમઃ

૨૪૦ ૐ અગમાય નમઃ

૨૪૧ ૐ પ્રજાપતયે નમઃ

૨૪૨ ૐ વિશ્વબાહવે નમઃ

૨૪૩ ૐ વિભાગાય નમઃ

૨૪૪ ૐ સર્વતોમુખાય નમઃ

૨૪૫ ૐ વિમોચનાય નમઃ

૨૪૬ ૐ સુસરણાય નમઃ

૨૪૭ ૐ હિરણ્યકવચોદભવાય નમઃ

૨૪૮ ૐ મેઘજાય નમઃ

૨૪૯ ૐ બલચારિણે નમઃ

૨૫૦ ૐ મહીચારિણે નમઃ

૨૫૧ ૐ સ્તુતયે નમઃ

૨૫૨ ૐ સર્વતૂર્યવિનોદિને નમઃ

૨૫૩ ૐ સર્વવાદ્યપરિગ્રહાય નમઃ

૨૫૪ ૐ વ્યાલરૂપાય નમઃ

૨૫૫ ૐ ગુહાવાસિને નમઃ

૨૫૬ ૐ ગુહાય નમઃ

૨૫૭ ૐ માલિને નમઃ

૨૫૮ ૐ તરંગવિદે નમઃ

૨૫૯ ૐ ત્રિદશાય નમઃ

૨૬૦ ૐ કાલદંગે નમઃ

૨૬૧ ૐ કર્મ સર્વ બંધવિમોચનાય નમઃ

૨૬૨ ૐ અસુરેંદ્રાણાં બંધનાય નમઃ

૨૬૩ ૐ યુધિશત્રુવિનાશાય નમઃ

૨૬૪ ૐ સાંખ્ય પ્રસાદાય નમઃ

૨૬૫ ૐ દુર્વાસસે નમઃ

૨૬૬ ૐ સર્વસાધુનિષેવિતાય નમઃ

૨૬૭ ૐ પ્રસ્કંદનાય નમઃ



૨૬૮ ૐ વિભાગજ્ઞાય નમઃ

૨૬૯ ૐ અતુલ્યાય નમઃ

૨૭૦ ૐ યજ્ઞભાગવિદે નમઃ

૨૭૧ ૐ સર્વવાસાય નમઃ

૨૭૨ ૐ સર્વચારિણે નમઃ

૨૭૩ ૐ વસવાય નમઃ

૨૭૪ ૐ અમરાય નમઃ

૨૭૫ ૐ હૈમાય નમઃ

૨૭૬ ૐ હેમકરાય નમઃ


૨૭૭ ૐ યજ્ઞસર્વધારિણે નમઃ

૨૭૮ ૐ ધરોત્તમાય નમઃ

૨૭૯ ૐ લોહિતાક્ષાય નમઃ

૨૮૦ ૐ મહાક્ષાય નમઃ

૨૮૧ ૐ વિજયાક્ષાય નમઃ


૨૮૨ ૐ વિશારદાય નમઃ

૨૮૩ ૐ સંગ્રહાય નમઃ

૨૮૪ ૐ નિગ્રહાય નમઃ

૨૮૫ ૐ કર્ત્રે નમઃ

૨૮૬ ૐ સર્વચીરનિવાસનાય નમઃ


૨૮૭ ૐ મુખ્યાય નમઃ

૨૮૮ ૐ અમુખ્યાય નમઃ

૨૮૯ ૐ દેહાય નમઃ

૨૯૦ ૐ કાહલ્યૈ નમઃ

૨૯૧ ૐ સર્વકામદાય નમઃ

૨૯૨ ૐ સર્વકાલપ્રસાદાય નમઃ

૨૯૩ ૐ સુબલાય નમઃ

૨૯૪ ૐ બલરૂપભૄતે નમઃ

૨૯૫ ૐ સર્વકામ પ્રદાય નમઃ

૨૯૬ ૐ સર્વદાય નમઃ

૨૯૭ ૐ સર્વતોમુખાય નમઃ

૨૯૮ ૐ આકાશનિર્વિરૂપાય નમઃ

૨૯૯ ૐ નિપાતિને નમઃ

૩૦૦ ૐ અવશાય નમઃ

૩૦૧ ૐ ખગાય નમઃ

૩૦૨ ૐ રૌદ્રરૂપાય નમઃ

૩૦૩ ૐ અંશવે નમઃ

૩૦૪ ૐ આદિત્યાય નમઃ

૩૦૫ ૐ બહુરશ્મયે નમઃ

૩૦૬ ૐ સુવર્ચસિને નમઃ

૩૦૭ ૐ વસુવેગાય નમઃ

૩૦૮ ૐ મહાવેગાય નમઃ

૩૦૯ ૐ મનોવેગાય નમઃ

૩૧૦ ૐ નિશાચરાય નમઃ

૩૧૧ ૐ સર્વવાસિને નમઃ

૩૧૨ ૐ શ્રિયાવાસિને નમઃ

૩૧૩ ૐ ઉપદેશકરાય નમઃ

૩૧૪ ૐ અકારાય નમઃ

૩૧૫ ૐ મુનયે નમઃ

૩૧૬ ૐ આત્મનિરાલોકાય નમઃ

૩૧૭ ૐ સંભગ્નાય નમઃ

૩૧૮ ૐ સહસ્રદાય નમઃ

૩૧૯ ૐ પક્ષિણે નમઃ

૩૨૦ ૐ પ્લક્ષરૂપાય નમઃ

૩૨૧ ૐ અતિદીપ્તાય નમઃ

૩૨૨ ૐ વિશાંપતયે નમઃ

૩૨૩ ૐ ઉન્માદાય નમઃ

૩૨૪ ૐ મદનાય નમઃ

૩૨૫ ૐ કામાય નમઃ

૩૨૬ ૐ અશ્વત્થાય નમઃ

૩૨૭ ૐ અર્થકરાય નમઃ

૩૨૮ ૐ યશસે નમઃ

૩૨૯ ૐ વામદેવાય નમઃ

૩૩૦ ૐ વામાય નમઃ

૩૩૧ ૐ પ્રાચે નમઃ

૩૩૨ ૐ દક્ષિણાય નમઃ

૩૩૩ ૐ ઉદડ.મુખાય નમઃ

૩૩૪ ૐ સિધ્ધયોગિને નમઃ

૩૩૫ ૐ મહર્ષયે નમઃ

૩૩૬ ૐ સિદ્ધાર્થાય નમઃ

૩૩૭ ૐ સિદ્વસાધકાય નમઃ

૩૩૮ ૐ ભિક્ષવે નમઃ

૩૩૯ ૐ ભિક્ષુરૂપાય નમઃ

૩૪૦ ૐ વિપણાય નમઃ

૩૪૧ ૐ મૄદવે નમઃ

૩૪૨ ૐ અવ્યાય નમઃ

૩૪૩ ૐ મહાસેનાય નમઃ

૩૪૪ ૐ વિશાખાય નમઃ

૩૪૫ ૐ ષષ્ટિભાગાય નમઃ

૩૪૬ ૐ ગવાંપતયે નમઃ

૩૪૭ ૐ વજ્રહસ્તાય નમઃ

૩૪૮ ૐ વિષ્કંભિને નમઃ

૩૪૯ ૐ ચમૂસ્તંભનાય નમઃ

૩૫૦ ૐ વૄત્તવૄત્તકરાય નમઃ

૩૫૧ ૐ તાલાય નમઃ


૩૫૨ ૐ મઘવે નમઃ

૩૫૩ ૐ મધુકલોચનાય નમઃ

૩૫૪ ૐ વાચસ્પતયે નમઃ

૩૫૫ ૐ વાજસનાય નમઃ

૩૫૬ ૐ નિત્યમાશ્રિત પૂજિતાય નમઃ

૩૫૭ ૐ બ્રહ્મચારિણે નમઃ

૩૫૮ ૐ લોકચારિણે નમઃ

૩૫૯ ૐ સર્વચારિણે નમઃ

૩૬૦ ૐ વિચારવિદે નમઃ


૩૬૧ ૐ ઈશાનાય નમઃ

૩૬૨ ૐ ઈશ્વરાય નમઃ

૩૬૩ ૐ કાલાય નમઃ

૩૬૪ ૐ નિશાચારિણે નમઃ

૩૬૫ ૐ પિનાકભૄતે નમઃ


૩૬૬ ૐ નિમિત્તસ્થાય નમઃ

૩૬૭ ૐ નિમિત્તાય નમઃ

૩૬૮ ૐ નંદિને નમઃ

૩૬૯ ૐ નંદિકરાય નમઃ

૩૭૦ ૐ હરયે નમઃ


૩૭૧ ૐ નંદિશ્વરાય નમઃ

૩૭૨ ૐ નંદનાય નમઃ

૩૭૩ ૐ નંદિવર્ધનાય નમઃ

૩૭૪ ૐ ભગહારિણે નમઃ

૩૭૫ ૐ નિહંત્રે નમઃ

૩૭૬ ૐ કાલાય નમઃ

૩૭૭ ૐ બ્રહ્મણે નમઃ

૩૭૮ ૐ પિતામહાય નમઃ

૩૭૯ ૐ ચતુર્મુખાય નમઃ

૩૮૦ ૐ મહાલિંગાય નમઃ

૩૮૧ ૐ ચારૂલિંગાય નમઃ

૩૮૨ ૐ લિંગાધ્યક્ષાય નમઃ

૩૮૩ ૐ સુરાધ્યક્ષાય નમઃ

૩૮૪ ૐ યોગાધ્યક્ષાય નમઃ

૩૮૫ ૐ યુગાવહાય નમઃ

૩૮૬ ૐ બીજાધ્યક્ષાય નમઃ

૩૮૭ ૐ બીજકત્રે નમઃ

૩૮૮ ૐ અધ્યાત્માનુગતાય નમઃ

૩૮૯ ૐ બલાય નમઃ

૩૯૦ ૐ ઈતિહાસાય નમઃ

૩૯૧ ૐ સંકલ્પાય નમઃ

૩૯૨ ૐ ગૌતમાય નમઃ

૩૯૩ ૐ નિશાકરાય નમઃ

૩૯૪ ૐ દંભાય નમઃ

૩૯૫ ૐ અદંભાય નમઃ

૩૯૬ ૐ વૈદર્ભાય નમઃ

૩૯૭ ૐ વશ્યાય નમઃ

૩૯૮ ૐ વશંકરાય નમઃ

૩૯૯ ૐ કલયે નમઃ

૪૦૦ ૐ લોકકત્રે નમઃ

૪૦૧ ૐ પશુપતયે નમઃ

૪૦૨ ૐ મહાકત્રે નમઃ

૪૦૩ ૐ અનૌષધાય નમઃ

૪૦૪ ૐ અક્ષરાય નમઃ

૪૦૫ ૐ પરબ્રહ્મણે નમઃ

૪૦૬ ૐ બલવતે નમઃ

૪૦૭ ૐ શક્તાય નમઃ

૪૦૮ ૐ નીતયે નમઃ

૪૦૯ ૐ અનીતયે નમઃ

૪૧૦ ૐ શુદ્વાત્મને નમઃ

૪૧૧ ૐ શુદ્વાય નમઃ

૪૧૨ ૐ માન્યાય નમઃ

૪૧૩ ૐ ગતાગતાય નમઃ

૪૧૪ ૐ બહુપ્રસાદાય નમઃ

૪૧૫ ૐ સુસ્વપ્નાય નમઃ

૪૧૬ ૐ દર્પણાય નમઃ

૪૧૭ ૐ અમિત્રજિતે નમઃ

૪૧૮ ૐ વેદકરાય નમઃ

૪૧૯ ૐ મંત્રકરાય નમઃ

૪૨૦ ૐ વિદુષે નમઃ

૪૨૧ ૐ સમરમર્દનાય નમઃ

૪૨૨ ૐ મહામેઘનિવાસિને નમઃ

૪૨૩ ૐ મહાઘોરાય નમઃ

૪૨૪ ૐ વશિને નમઃ

૪૨૫ ૐ કરાય નમઃ

૪૨૬ ૐ અગ્નિજવાલાય નમઃ

૪૨૭ ૐ મહાજવાલાય નમઃ

૪૨૮ ૐ અતિઘૂમ્રાય નમઃ

૪૨૯ ૐ હુતાય નમઃ

૪૩૦ ૐ હવિષે નમઃ

૪૩૧ ૐ વૄષભાય નમઃ

૪૩૨ ૐ શંકરાય નમઃ

૪૩૩ ૐ વર્ચસ્વિને નમઃ

૪૩૪ ૐ ધૂમ્રકેતનાય નમઃ

૪૩૫ ૐ નીલાય નમઃ


૪૩૬ ૐ અંગલુબ્ધાય નમઃ

૪૩૭ ૐ શોભનાય નમઃ

૪૩૮ ૐ નિરવગ્રહાય નમઃ

૪૩૯ ૐ સ્વસ્તિદાય નમઃ

૪૪૦ ૐ સ્વસ્તિભાગાય નમઃ

૪૪૧ ૐ ભાગિને નમઃ

૪૪૨ ૐ ભાગકરાય નમઃ

૪૪૩ ૐ લઘવે નમઃ

૪૪૪ ૐ ઉત્સંડગાય નમઃ


૪૪૫ ૐ મહાંગાય નમઃ

૪૪૬ ૐ મહાગર્ભપરાયણાય નમઃ

૪૪૭ ૐ કૄષ્ણવર્ણાય નમઃ

૪૪૮ ૐ સુવર્ણાય નમઃ

૪૪૯ ૐ સર્વદેહિનામિંદ્રિયાય નમઃ


૪૫૦ ૐ મહાપાદાય નમઃ

૪૫૧ ૐ મહાહસ્તાય નમઃ

૪૫૨ ૐ મહાકાયાય નમઃ

૪૫૩ ૐ મહાયશસે નમઃ

૪૫૪ ૐ મહામૂઘ્ર્ન્રે નમઃ


૪૫૫ ૐ મહામાત્રાય નમઃ

૪૫૬ ૐ મહાનેત્રાય નમઃ

૪૫૭ ૐ નિશાલયાય નમઃ

૪૫૮ ૐ મહાંતકાય નમઃ

૪૫૯ ૐ મહાકર્ણાય નમઃ

૪૬૦ ૐ મહોષ્ઠાય નમઃ

૪૬૧ ૐ મહાહનવે નમઃ

૪૬૨ ૐ મહાનાશાય નમઃ

૪૬૩ ૐ મહાકંબવે નમઃ

૪૬૪ ૐ મહાગ્રીવાય નમઃ

૪૬૫ ૐ શ્મસાનભાજે નમઃ

૪૬૬ ૐ મહાવક્ષસે નમઃ

૪૬૭ ૐ મહોરસ્કાય નમઃ

૪૬૮ ૐ અંતરાત્મને નમઃ

૪૬૯ ૐ મૄગાલયાય નમઃ

૪૭૦ ૐ લંબનાય નમઃ

૪૭૧ ૐ લંબિતોષ્ઠાય નમઃ

૪૭૨ ૐ મહામાયાય નમઃ

૪૭૩ ૐ પયોનિધયે નમઃ

૪૭૪ ૐ મહાદંતાય નમઃ

૪૭૫ ૐ મહાદંષ્ટ્રાય નમઃ

૪૭૬ ૐ મહાજિહવાય નમઃ

૪૭૭ ૐ મહામુખાય નમઃ

૪૭૮ ૐ મહાનખાય નમઃ

૪૭૯ ૐ મહારોમ્ણે નમઃ

૪૮૦ ૐ મહાકેશાય નમઃ

૪૮૧ ૐ મહાજટાય નમઃ

૪૮૨ ૐ પ્રસન્નાય નમઃ

૪૮૩ ૐ પ્રસાદાય નમઃ

૪૮૪ ૐ પ્રત્યયાય નમઃ

૪૮૫ ૐ ગિરિસાધનાય નમઃ

૪૮૬ ૐ સ્નેહનાય નમઃ

૪૮૭ ૐ અસ્નેહનાય નમઃ

૪૮૮ ૐ અજિતાય નમઃ

૪૮૯ ૐ મહામુનયે નમઃ

૪૯૦ ૐ વૄક્ષાકારાય નમઃ

૪૯૧ ૐ વૄક્ષકેતવે નમઃ

૪૯૨ ૐ અનલાય નમઃ

૪૯૩ ૐ વાયુવાહનાય નમઃ

૪૯૪ ૐ ગંડલિને નમઃ

૪૯૫ ૐ મેરૂઘામ્ને નમઃ

૪૯૬ ૐ દેવાધિપતયે નમઃ

૪૯૭ ૐ અથર્વશીર્ષાય નમઃ

૪૯૮ ૐ સામાસ્યાય નમઃ

૪૯૯ ૐ ૠક્સહસ્ત્રામિતેક્ષણાય નમઃ

૫૦૦ ૐ યજુઃપાદભુજાય નમઃ

૫૦૧ ૐ ગુહ્યાય નમઃ

૫૦૨ ૐ પ્રકાશાય નમઃ

૫૦૩ ૐ જંગમાય નમઃ

૫૦૪ ૐ અમોઘાર્થાય નમઃ

૫૦૫ ૐ પ્રસાદાય નમઃ

૫૦૬ ૐ અભિગમ્યાય નમઃ

૫૦૭ ૐ સુદર્શનાય નમઃ

૫૦૮ ૐ ઉપકારાય નમઃ

૫૦૯ ૐ પ્રિયાય નમઃ

૫૧૦ ૐ સર્વાય નમઃ

૫૧૧ ૐ કનકાય નમઃ

૫૧૨ ૐ કાંચનચ્છવયે નમઃ

૫૧૩ ૐ નાભયે નમઃ

૫૧૪ ૐ નંદકરાય નમઃ

૫૧૫ ૐ ભાવાય નમઃ

૫૧૬ ૐ પુષ્કરસ્થપતયે નમઃ

૫૧૭ ૐ સ્થિરાય નમઃ

૫૧૮ ૐ દ્વાદશાય નમઃ

૫૧૯ ૐ ત્રાસનાય નમઃ

૫૨૦ ૐ આદ્યાય નમઃ


૫૨૧ ૐ યજ્ઞાય નમઃ

૫૨૨ ૐ યજ્ઞસમાહિતાય નમઃ

૫૨૩ ૐ નક્તાય નમઃ

૫૨૪ ૐ કલયે નમઃ

૫૨૫ ૐ કાલાય નમઃ

૫૨૬ ૐ મકારાય નમઃ

૫૨૭ ૐ કલિપૂજિતાય નમઃ

૫૨૮ ૐ સગણાય નમઃ

૫૨૯ ૐ ગણાકારાય નમઃ


૫૩૦ ૐ ભૂતવાહનસારથયે નમઃ

૫૩૧ ૐ ભસ્મશયાય નમઃ

૫૩૨ ૐ ભસ્મગોપ્તે નમઃ

૫૩૩ ૐ ભસ્મભૂતાય નમઃ

૫૩૪ ૐ તરવે નમઃ


૫૩૫ ૐ ગણાય નમઃ

૫૩૬ ૐ લોકપાય નમઃ

૫૩૭ ૐ અલોકાય નમઃ

૫૩૮ ૐ મહાત્મને નમઃ

૫૩૯ ૐ સર્વપૂજિતાય નમઃ


૫૪૦ ૐ શુક્લાય નમઃ

૫૪૧ ૐ ત્રિશુક્લાય નમઃ

૫૪૨ ૐ સંપન્નાય નમઃ

૫૪૩ ૐ શુચયે નમઃ

૫૪૪ ૐ ભૂતનિષેવિતાય નમઃ

૫૪૫ ૐ આશ્રમસ્થાય નમઃ

૫૪૬ ૐ ક્રિયાવસ્થાય નમઃ

૫૪૭ ૐ વિશ્વકર્મમતયે નમઃ

૫૪૮ ૐ વરાય નમઃ

૫૪૯ ૐ વિશાલશાખાય નમઃ

૫૫૦ ૐ તમ્રોષ્ઠાય નમઃ

૫૫૧ ૐ અંબુજાલાય નમઃ

૫૫૨ ૐ સુનિશ્વલાય નમઃ

૫૫૩ ૐ કપિલાય નમઃ

૫૫૪ ૐ કપિશાય નમઃ

૫૫૫ ૐ શુકલાય નમઃ

૫૫૬ ૐ આયુષે નમઃ

૫૫૭ ૐ પરાય નમઃ

૫૫૮ ૐ અપરાય નમઃ

૫૫૯ ૐ ગધર્વાય નમઃ

૫૬૦ ૐ અદિતયે નમઃ

૫૬૧ ૐ તાર્ક્ષ્યાય નમઃ

૫૬૨ ૐ સુવિજ્ઞેયાય નમઃ

૫૬૩ ૐ સુશારદાય નમઃ

૫૬૪ ૐ પરશ્વધાયુધાય નમઃ

૫૬૫ ૐ દેવાય નમઃ

૫૬૬ ૐ અનુકારિણે નમઃ

૫૬૭ ૐ સુબાધવાય નમઃ

૫૬૮ ૐ તંબુવીણાય નમઃ

૫૬૯ ૐ મહાક્રોધાય નમઃ

૫૭૦ ૐ ઊર્ધ્વરેતસે નમઃ

૫૭૧ ૐ જલેશયાય નમઃ

૫૭૨ ૐ ઉગ્રાય નમઃ

૫૭૩ ૐ વંશકરાય નમઃ

૫૭૪ ૐ વંશાય નમઃ

૫૭૫ ૐ વંશનાદાય નમઃ

૫૭૬ ૐ અનિંદિતાય નમઃ

૫૭૭ ૐ સર્વાંગરૂપાય નમઃ

૫૭૮ ૐ માયાવિને નમઃ

૫૭૯ ૐ સુહ્યદે નમઃ

૫૮૦ ૐ અનિલાય નમઃ

૫૮૧ ૐ અનલાય નમઃ

૫૮૨ ૐ બંધનાય નમઃ

૫૮૩ ૐ બંધકત્રે નમઃ

૫૮૪ ૐ સુબંધનવિમોચનાય નમઃ

૫૮૫ ૐ સયજ્ઞારયે નમઃ

૫૮૬ ૐ સકામારયે નમઃ

૫૮૭ ૐ મહાદંષ્ટ્રાય નમઃ

૫૮૮ ૐ મહાયુધાય નમઃ

૫૮૯ ૐ બહુધાનિંદિતાય નમઃ

૫૯૦ ૐ નમઃ

૫૯૧ ૐ શર્વાય નમઃ

૫૯૨ ૐ શંકરાય નમઃ

૫૯૩ ૐ ચંન્દ્રશેખરાય નમઃ

૫૯૪ ૐ અમરેશાય નમઃ

૫૯૫ ૐ મહાદેવાય નમઃ

૫૯૬ ૐ વિશ્વદેવાય નમઃ

૫૯૭ ૐ સુરારિધ્ને નમઃ

૫૯૮ ૐ અહિર્બુધ્ન્યાય નમઃ

૫૯૯ ૐ અનિલાભાય નમઃ

૬૦૦ ૐ ચેકિતાનાય નમઃ

૬૦૧ ૐ હરયે નમઃ

૬૦૨ ૐ અજૈકપદે નમઃ

૬૦૩ ૐ કપાલિને નમઃ

૬૦૪ ૐ ત્રિશંકવે નમઃ


૬૦૫ ૐ અજિતાય નમઃ

૬૦૬ ૐ શિવાય નમઃ

૬૦૭ ૐ ધન્વંતરયે નમઃ

૬૦૮ ૐ ધૂમકેતવે નમઃ

૬૦૯ ૐ સ્કંદાય નમઃ

૬૧૦ ૐ વૈશ્રવણાય નમઃ

૬૧૧ ૐ ધાત્રૈ નમઃ

૬૧૨ ૐ શક્રાય નમઃ

૬૧૩ ૐ વિષ્ણવે નમઃ


૬૧૪ ૐ મિત્રાય નમઃ

૬૧૫ ૐ ત્વષ્ટ્રે નમઃ

૬૧૬ ૐ ધ્રુવાય નમઃ

૬૧૭ ૐ ધરાય નમઃ

૬૧૮ ૐ પ્રભાવાય નમઃ


૬૧૯ ૐ સર્વગાય નમઃ

૬૨૦ ૐ વાયવે નમઃ

૬૨૧ ૐ અર્યમ્ણે નમઃ

૬૨૨ ૐ સવિત્રે નમઃ

૬૨૩ ૐ રવયે નમઃ


૬૨૪ ૐ ઉષંગવે નમઃ

૬૨૫ ૐ વિધાત્રે નમઃ

૬૨૬ ૐ માંધાત્રે નમઃ

૬૨૭ ૐ ભૂતભાવનાય નમઃ

૬૨૮ ૐ વિભવે નમઃ

૬૨૯ ૐ વર્ણવિભાવિને નમઃ

૬૩૦ ૐ સર્વકામગુણાવહાય નમઃ

૬૩૧ ૐ પદ્મનાભાય નમઃ

૬૩૨ ૐ મહાગર્ભાય નમઃ

૬૩૩ ૐ ચંદ્રવકત્રાય નમઃ

૬૩૪ ૐ અનિલાય નમઃ

૬૩૫ ૐ અનલાય નમઃ

૬૩૬ ૐ બલવતે નમઃ

૬૩૭ ૐ ઉપશાંતાય નમઃ

૬૩૮ ૐ પુરાણાય નમઃ

૬૩૯ ૐ પુણ્યચશ્વવે નમઃ

૬૪૦ ૐ ઈત્યૈ નમઃ

૬૪૧ ૐ કુરૂકર્ત્રે નમઃ

૬૪૨ ૐ કરૂવાસિને નમઃ

૬૪૩ ૐ કુરૂભૂતાય નમઃ

૬૪૪ ૐ ગુણૌષધાય નમઃ

૬૪૫ ૐ સર્વાશયાય નમઃ

૬૪૬ ૐ દર્ભચારિણે નમઃ

૬૪૭ ૐ સર્વપ્રાણિપતયે નમઃ

૬૪૮ ૐ દેવદેવાય નમઃ

૬૪૯ ૐ સુખાસક્તાય નમઃ

૬૫૦ ૐ સદસતે નમઃ

૬૫૧ ૐ સર્વરત્નવિદે નમઃ

૬૫૨ ૐ કૈલાસગિરિવાસિને નમઃ

૬૫૩ ૐ હિમબદ્રિરિસંશ્રયાય નમઃ

૬૫૪ ૐ કૂલહારિણે નમઃ

૬૫૫ ૐ કૂલકત્રે નમઃ

૬૫૬ ૐ બહુવિધાય નમઃ

૬૫૭ ૐ બહુપ્રદાય નમઃ

૬૫૮ ૐ વણિજાય નમઃ

૬૫૯ ૐ વર્ધકિને નમઃ

૬૬૦ ૐ વૄક્ષાય નમઃ

૬૬૧ ૐ બકુલાય નમઃ

૬૬૨ ૐ ચંદનાય નમઃ

૬૬૩ ૐ છંદાય નમઃ

૬૬૪ ૐ સારગ્રીવાય નમઃ

૬૬૫ ૐ મહાજત્રવે નમઃ

૬૬૬ ૐ અલોલાય નમઃ

૬૬૭ ૐ મહૌષધાય નમઃ

૬૬૮ ૐ સિદ્ધાર્થકારિણે નમઃ

૬૬૯ ૐ સિદ્ધાર્થાય નમઃ

૬૭૦ ૐ છંદોવ્યાકરણોત્તરાય નમઃ

૬૭૧ ૐ સિંહનાદાય નમઃ

૬૭૨ ૐ સિંહદંષ્ટ્રાય નમઃ

૬૭૩ ૐ સિંહગાય નમઃ

૬૭૪ ૐ સિંહવાહનાય નમઃ

૬૭૫ ૐ પ્રભાવાત્મને નમઃ

૬૭૬ ૐ જગત્કાલાય નમઃ

૬૭૭ ૐ કાલાય નમઃ

૬૭૮ ૐ લોકહિતાય નમઃ

૬૭૯ ૐ તરવે નમઃ

૬૮૦ ૐ સારંગાય નમઃ

૬૮૧ ૐ નવચક્રાંગાય નમઃ

૬૮૨ ૐ કેતુમાલિને નમઃ

૬૮૩ ૐ સભાયનાય નમઃ

૬૮૪ ૐ ભૂતાલયાય નમઃ

૬૮૫ ૐ ભૂતપતયે નમઃ

૬૮૬ ૐ અહોરાત્રાય નમઃ

૬૮૭ ૐ અનિંદિતાય નમઃ

૬૮૮ ૐ સર્વભૂતવાર્ધિતે નમઃ


૬૮૯ ૐ સર્વભૂતનિલયાય નમઃ

૬૯૦ ૐ વિભવે નમઃ

૬૯૧ ૐ ભવાય નમઃ

૬૯૨ ૐ અમોધાય નમઃ

૬૯૩ ૐ સંયતાય નમઃ

૬૯૪ ૐ અશ્વાય નમઃ

૬૯૫ ૐ ભોજનાય નમઃ

૬૯૬ ૐ પ્રાણધારણાય નમઃ

૬૯૭ ૐ ધૄતિમતે નમઃ


૬૯૮ ૐ મતિમતે નમઃ

૬૯૯ ૐ દક્ષાય નમઃ

૭૦૦ ૐ સત્કૄતાય નમઃ

૭૦૧ ૐ યુગાધિપાય નમઃ


૭૦૨ ૐ ગોપાલાય નમઃ

૭૦૩ ૐ ગોપતયે નમઃ

૭૦૪ ૐ ગ્રામાય નમઃ

૭૦૫ ૐ ગોચર્મવસનાય નમઃ

૭૦૬ ૐ હરયે નમઃ

૭૦૭ ૐ હરિણ્યબાહવે નમઃ

૭૦૮ ૐ ગુહાપાલાય નમઃ

૭૦૯ ૐ પ્રવેશકાય નમઃ

૭૧૦ ૐ પ્રકૄષ્ટારયે નમઃ


૭૧૧ ૐ મહાહર્ષાય નમઃ

૭૧૨ ૐ જિતકામાય નમઃ



૭૧૩ ૐ જિતેન્દ્રિયાય નમઃ

૭૧૪ ૐ ગાંધારાય નમઃ -

૭૧૫ ૐ સુવાસસાય નમઃ

૭૧૬ ૐ તપઃસક્તાય નમઃ

૭૧૭ ૐ રતયે નમઃ

૭૧૮ ૐ નરાય નમઃ

૭૧૯ ૐ મહાગીતાય નમઃ

૭૨૦ ૐ મહાનૄત્યાય નમઃ

૭૨૧ ૐ અપ્સરાગણસેવિતાય નમઃ


૭૨૨ ૐ મહાકેતવે નમઃ

૭૨૩ ૐ મહાધાતવે નમઃ

૭૨૪ ૐ નૈકસાનુચરાય નમઃ

૭૨૫ ૐ ચલાય નમઃ



૭૨૬ ૐ આવેદનીયાય નમઃ

૭૨૭ ૐ આવેશાય નમઃ

૭૨૮ ૐ સર્વગંધસુખાવહાય નમઃ

૭૨૯ ૐ તોરણાય નમઃ

૭૩૦ ૐ તારણયાય નમઃ

૭૩૧ ૐ વાતાય નમઃ

૭૩૨ ૐ પરિધિને નમઃ

૭૩૩ ૐ પતિખેચરાય નમઃ

૭૩૪ ૐ સંયોગવર્ધનાય નમઃ


૭૩૫ ૐ વૄદ્ધાય નમઃ

૭૩૬ ૐ અતિવૄદ્ધાય નમઃ

૭૩૭ ૐ ગુણાધિકાય નમઃ

૭૩૮ ૐ નિત્યાત્મસહાય નમઃ



૭૩૯ ૐ દેવાસુરપતયે નમઃ

૭૪૦ ૐ પતયે નમઃ

૭૪૧ ૐ યુત્કાય નમઃ

૭૪૨ ૐ યુત્કબાહવે નમઃ

૭૪૩ ૐ દિવિસુપર્વદેવાય નમઃ

૭૪૪ ૐ અષાઢાય નમઃ

૭૪૫ ૐ સુષાઢાય નમઃ

૭૪૬ ૐ ધ્રુવાય નમઃ

૭૪૭ ૐ હરિણાય નમઃ


૭૪૮ ૐ હરાય નમઃ

૭૪૯ ૐ આવર્તમાનવપુષે નમઃ

૭૫૦ ૐ વસુશ્રેષ્ઠાય નમઃ

૭૫૧ ૐ મહાપથાય નમઃ


૭૫૨ ૐ વિમર્ષશિરોહારિણે નમઃ -

૭૫૩ ૐ સર્વલક્ષણલક્ષિતાય નમઃ

૭૫૪ ૐ અક્ષરથયોગિને નમઃ

૭૫૫ ૐ સર્વયોગિને નમઃ

૭૫૬ ૐ મહાબલાય નમઃ

૭૫૭ ૐ સમામ્નયાય નમઃ

૭૫૮ ૐ અસમામ્નયાય નમઃ

૭૫૯ ૐ તીર્થદેવાય નમઃ

૭૬૦ ૐ મહારથાય નમઃ


૭૬૧ ૐ નિર્જીવાય નમઃ

૭૬૨ ૐ જીવનાય નમઃ

૭૬૩ ૐ મંત્રાય નમઃ

૭૬૪ ૐ શુભાક્ષાય નમઃ


૭૬૫ ૐ બહુકર્કશાય નમઃ

૭૬૬ ૐ રત્નભૂતાય નમઃ -

૭૬૭ ૐ રક્તાંગાય નમઃ

૭૬૮ ૐ મહાર્ણવનિપાનવિદે નમઃ

૭૬૯ ૐ મૂલાય નમઃ

૭૭૦ ૐ વિશાલાય નમઃ

૭૭૧ ૐ અમૄતાય નમઃ

૭૭૨ ૐ વ્યક્તાવ્યક્તાય નમઃ

૭૭૩ ૐ તપોનિધયે નમઃ


૭૭૪ ૐ આરોહયાણ નમઃ

૭૭૫ ૐ અધિરોધાય નમઃ

૭૭૬ ૐ શીલધારિણે નમઃ

૭૭૭ ૐ મહાયશસે નમઃ



૭૭૮ ૐ સેનાકલ્પાય નમઃ -

૭૭૯ ૐ મહાકલ્યાય નમઃ -

૭૮૦ ૐ યોગાય નમઃ

૭૮૧ ૐ યુગકરાય નમઃ

૭૮૨ ૐ હરયે નમઃ

૭૮૩ ૐ યુગરૂપાય નમઃ

૭૮૪ ૐ મહારૂપાય નમઃ

૭૮૫ ૐ મહાનાય નમઃ

૭૮૬ ૐ અગહનાય નમઃ


૭૮૭ ૐ વધાય નમઃ

૭૮૮ ૐ ન્યાનિર્વાપણાય નમઃ

૭૮૯ ૐ પાદાય નમઃ

૭૯૦ ૐ પંડિતાય નમઃ


૭૯૧ ૐ અચલોપમાય નમઃ -

૭૯૨ ૐ બહુમાલાય નમઃ -

૭૯૩ ૐ મહામાલાય નમઃ

૭૯૪ ૐ શશિહરિસુલોચનાય નમઃ

૭૯૫ ૐ વિસ્તારલવણકૂપાય નમઃ

૭૯૬ ૐ ત્રિયુગાય નમઃ

૭૯૭ ૐ સફલોદયાય નમઃ

૭૯૮ ૐ ત્રિલોચનાય નમઃ

૭૯૯ ૐ વિષણ્ણાંગાય નમઃ


૮૦૦ ૐ મણિવિદ્ધાય નમઃ

૮૦૧ ૐ જટાધરાય નમઃ

૮૦૨ ૐ બિંદવે નમઃ

૮૦૩ ૐ વિસર્ગાય નમઃ


૮૦૪ ૐ સુમુખાય નમઃ -

૮૦૫ ૐ શરાય નમઃ -

૮૦૬ ૐ સર્વાયુધાય નમઃ

૮૦૭ ૐ સહાય નમઃ

૮૦૮ ૐ નિવેદનાય નમઃ

૮૦૯ ૐ સુખાજાતાય નમઃ

૮૧૦ ૐ સુગંધારાય નમઃ

૮૧૧ ૐ મહાધનુષે નમઃ

૮૧૨ ૐ ગદાપાલિભગવતે નમઃ


૮૧૩ ૐ સર્વકર્મોત્થાનાય નમઃ

૮૧૪ ૐ મંથાનબહુલવાયવે નમઃ

૮૧૫ ૐ સકલાય નમઃ

૮૧૬ ૐ સર્વલોચનાય નમઃ


૮૧૭ ૐ તલસ્તાલાય નમઃ -

૮૧૮ ૐ કરસ્થાલિને નમઃ -

૮૧૯ ૐ ઊર્ધ્વસંહાનાનાય નમઃ

૮૨૦ ૐ મહતે નમઃ

૮૨૧ ૐ છત્રાય નમઃ

૮૨૨ ૐ સુચ્છત્રાય નમઃ

૮૨૩ ૐ વિખ્યાતલોકાય નમઃ

૮૨૪ ૐ સર્વાશ્રયક્રમાય નમઃ

૮૨૫ ૐ મુંડાય નમઃ

૮૨૬ ૐ વિરૂપાય નમઃ

૮૨૭ ૐ વિકૄતાય નમઃ

૮૨૮ ૐ દંડિને નમઃ

૮૨૯ ૐ કુંડિને નમઃ


૮૩૦ ૐ વિકુર્વાણાય નમઃ -

૮૩૧ ૐ હર્યક્ષાય નમઃ -

૮૩૨ ૐ કકુભાય નમઃ

૮૩૩ ૐ વજ્રિણે નમઃ

૮૩૪ ૐ શતજિહ્વાય નમઃ

૮૩૫ ૐ સહસ્રપાદે નમઃ

૮૩૬ ૐ સહસ્રમૂર્ધ્ને નમઃ

૮૩૭ ૐ દેવેન્દ્રાયનમઃ

૮૩૮ ૐ સર્વદેવમાયાય નમઃ

૮૩૯ ૐ ગુરવે નમઃ

૮૪૦ ૐ સહસ્ત્રબાહવે નમઃ

૮૪૧ ૐ સર્વાંગાય નમઃ

૮૪૨ ૐ શરણ્યાય નમઃ


૮૪૩ ૐ સર્વલોકકૄતે નમઃ -

૮૪૪ ૐ પવિત્રાય નમઃ -

૮૪૫ ૐ ત્રિકકુન્મંત્રાય નમઃ

૮૪૬ ૐ કનિષ્ઠાય નમઃ

૮૪૭ ૐ કૄષ્ણપિંગલાય નમઃ

૮૪૮ ૐ બ્રહ્મદંડવિનિર્માત્રે નમઃ

૮૪૯ ૐ શતઘ્નીપાશશક્તિમતે નમઃ

૮૫૦ ૐ પદ્મગર્ભાય નમઃ

૮૫૧ ૐ મહાગર્ભાય નમઃ

૮૫૨ ૐ બ્રહ્મગર્ભાય નમઃ

૮૫૩ ૐ જલજોદ્ભવાય નમઃ

૮૫૪ ૐ ગભસ્તયે નમઃ

૮૫૫ ૐ બ્રહ્મકૄતે નમઃ


૮૫૬ ૐ બ્રહ્મિણે નમઃ -

૮૫૭ ૐ બ્રહ્મવિદે નમઃ -

૮૫૮ ૐ બ્રહ્મણાય નમઃ

૮૫૯ ૐ ગતયે નમઃ

૮૬૦ ૐ અનંતરૂપાય નમઃ

૮૬૧ ૐ ઐકાત્મને નમઃ

૮૬૨ ૐ સ્વયંભુવતિગ્મતેજસે નમઃ

૮૬૩ ૐ ઊર્ધ્વગાત્મને નમઃ

૮૬૪ ૐ પશુપતયે નમઃ

૮૬૫ ૐ ઘાતરંહસે નમઃ

૮૬૬ ૐ મનોજવાય નમઃ

૮૬૭ ૐ ચંદનિને નમઃ

૮૬૮ ૐ પદ્મનાલાગ્રાય નમઃ


૮૬૯ ૐ સુરભ્યુત્તારણાય નમઃ -

૮૭૦ ૐ નરાય નમઃ -

૪૭૧ ૐ કર્ણિકારમહાસ્ત્રગ્વિણે નમઃ

૮૭૨ ૐ નીલમૌલયે નમઃ

૮૭૩ ૐ પિનાકધૄષે નમઃ

૮૭૪ ૐ ઉમાપતયે નમઃ

૮૭૫ ૐ ઉમાકાંતાય નમઃ

૮૭૬ ૐ જાહ્નવીઘૄષે નમઃ

૮૭૭ ૐ ઉમાઘવાય નમઃ

૮૭૮ ૐ વરવરાહાય નમઃ

૮૭૯ ૐ વરદાય નમઃ

૮૮૦ ૐ વરેણ્યાય નમઃ

૮૮૧ ૐ સુમહાસ્વનાય નમઃ


૮૮૨ ૐ મહાપ્રસાદાય નમઃ -

૮૮૩ ૐ દમનાય નમઃ -

૮૮૪ ૐ શત્રુઘ્ને નમઃ

૮૮૫ ૐ શ્વેતપિંગલાય નમઃ

૮૮૬ ૐ પ્રીતાત્મને નમઃ

૮૮૭ ૐ પરમાત્મને નમઃ

૮૮૮ ૐ પ્રયતાત્મને નમઃ

૮૮૯ ૐ પ્રધાનઘૄષે નમઃ

૮૯૦ ૐ સર્વપાર્શ્વસુખાય નમઃ

૮૯૧ ૐ ત્ર્યક્ષાય નમઃ

૮૯૨ ૐ સર્વસાધારણવરાય નમઃ

૮૯૩ ૐ ચરાચરાત્મને નમઃ

૮૯૪ ૐ સૂક્ષ્માત્મને નમઃ

૮૯૫ ૐ અમૄતગોવૄષેશ્વરાય નમઃ -

૮૯૬ ૐ સાધ્યર્ષયે નમઃ -

૮૯૭ ૐ આદિત્યવસવે નમઃ

૮૯૮ ૐ વિવસ્વત્સવિતામૄતાય નમઃ

૮૯૯ ૐ વ્યાસાય નમઃ

૯૦૦ ૐ સર્ગસુસંક્ષેપવિસ્તરાય નમઃ

૯૦૧ ૐ પર્યયનરાય નમઃ

૯૦૨ ૐ ૠતવે નમઃ

૯૦૩ ૐ સંવત્સરાય નમઃ

૯૦૪ ૐ માસાય નમઃ

૯૦૫ ૐ પક્ષાય નમઃ

૯૦૬ ૐ સંખ્યાસમાપનાય નમઃ

૯૦૭ ૐ કલાયૈ નમઃ


૯૦૮ ૐ કાષ્ઠાયૈ નમઃ -

૯૧૦ ૐ લવેભ્યો નમઃ -

૯૧૧ ૐ માત્રાભ્યો નમઃ

૯૧૨ ૐ મુહૂર્તાહક્ષપાભ્યો નમઃ

૯૧૩ ૐ ક્ષણેભ્યો નમઃ

૯૧૪ ૐ વિશ્વક્ષેત્રાય નમઃ

૯૧૫ ૐ પ્રજાબીજાય નમઃ

૯૧૬ ૐ લિંગાય નમઃ

૯૧૭ ૐ આદ્યસુનિર્ગમાય નમઃ

૯૧૮ ૐ સતે નમઃ

૯૧૯ ૐ અસતે નમઃ

૯૨૦ ૐ વ્યક્તાય નમઃ

૯૨૧ ૐ અવ્યક્તાય નમઃ

૯૨૨ ૐ પિત્રે નમઃ -

૯૨૩ ૐ માત્રે નમઃ -

૯૨૪ ૐ પિતામહાય નમઃ

૯૨૫ ૐ સ્વર્ગદ્વારાય નમઃ

૯૨૬ ૐ પ્રજાદ્વારાય નમઃ

૯૨૭ ૐ મોક્ષદ્વારાય નમઃ

૯૨૮ ૐ ત્રિવિષ્ટપાય નમઃ

૯૨૯ ૐ નિર્વાણાય નમઃ

૯૩૦ ૐ હ્લાદનાય નમઃ

૯૩૧ ૐ બ્રહ્મલોકાય નમઃ

૯૩૨ ૐ પરાગતયે નમઃ

૯૩૩ ૐ દેવાસુરવિનિર્માત્રે નમઃ

૯૩૪ ૐ દેવાસુરપરાયણાય નમઃ


૯૩૫ ૐ દેવાસુરગુરવે નમઃ -

૯૩૬ ૐ દેવાય નમઃ -

૯૩૭ ૐ દેવાસુરનમસ્કૄતાય નમઃ

૯૩૮ ૐ દેવાસુરમહામાત્રાય નમઃ

૯૩૯ ૐ દેવાસુરગણાશ્રયાય નમઃ

૯૪૦ ૐ દેવાસુરગણાધ્યક્ષાય નમઃ

૯૪૧ ૐ દેવાસુરગણાગ્રણ્યૈ નમઃ

૯૪૨ ૐ દેવાદિદેવાય નમઃ

૯૪૩ ૐ દેવર્ષયે નમઃ

૯૪૪ ૐ દેવાસુરવરપ્રદાય નમઃ

૯૪૫ ૐ દેવાસુરેશ્વરાય નમઃ

૯૪૬ ૐ વિશ્વાય નમઃ

૯૪૭ ૐ દેવાસુરમહેશ્વરાય નમઃ

૯૪૮ ૐ સર્વદેવમયાય નમઃ -

૯૪૯ ૐ અચિંત્યાય નમઃ -

૯૫૦ ૐ દેવતાત્મને નમઃ

૯૫૧ ૐ આત્મસંભવાય નમઃ

૯૫૨ ૐ ઉદભિદે નમઃ

૯૫૩ ૐ ત્રિવિક્રમાય નમઃ

૯૫૪ ૐ વૈદ્યાય નમઃ

૯૫૫ ૐ વિરજાય નમઃ

૯૫૬ ૐ નીરજાય નમઃ

૯૫૭ ૐ અમરાય નમઃ

૯૫૮ ૐ ઈડયાય નમઃ

૯૫૯ ૐ હસ્તીશ્વરાય નમઃ

૯૬૦ ૐ વ્યાઘ્રાય નમઃ


૯૬૧ ૐ દેવસિંહાય નમઃ -

૯૬૨ ૐ નરર્ષાભાય નમઃ -

૯૬૩ ૐ વિબુધાય નમઃ

૯૬૪ ૐ અગ્રવરાય નમઃ

૯૬૫ ૐ સૂક્ષ્માય નમઃ

૯૬૬ ૐ સર્વદેવાય નમઃ

૯૬૭ ૐ તપોમયાય નમઃ

૯૬૮ ૐ સુયુકતાય નમઃ

૯૬૯ ૐ શોભનાય નમઃ

૯૭૦ ૐ વજ્રિણે નમઃ

૯૭૧ ૐ પ્રાસાનાંપ્રભવાય નમઃ

૯૭૨ ૐ અવ્યયાય નમઃ

૯૭૩ ૐ ગુહાય નમઃ

૯૭૪ ૐ કાંતાય નમઃ -

૯૭૫ ૐ નિજસર્ગાય નમઃ -

૯૭૬ ૐ પવિત્રાય નમઃ

૯૭૭ ૐ સર્વપાવનાય નમઃ

૯૭૮ ૐ શ્રૄંગિણે નમઃ

૯૭૯ ૐ શ્રૃંગપ્રિયાય નમઃ

૯૮૦ ૐ બભ્રવે નમઃ

૯૮૧ ૐ રાજરાજાય નમઃ

૯૮૨ ૐ નિચમયાય નમઃ

૯૮૩ ૐ અભિરામાય નમઃ

૯૮૪ ૐ સુરગણાય નમઃ

૯૮૫ ૐ વિરામાય નમઃ

૯૮૬ ૐ સર્વસાધાનાય નમઃ


૯૮૭ ૐ લલાટાક્ષાય નમઃ -

૯૮૮ ૐ વિશ્વદેવાય નમઃ -

૯૮૯ ૐ હરિણાય નમઃ

૯૯૦ ૐ બ્રહ્મવર્ચસે નમઃ

૯૯૧ ૐ સ્થાવરપતયે નમઃ

૯૯૨ ૐ નિયમેન્દ્રિયવર્ધનાય નમઃ

૯૯૩ ૐ સિદ્વભૂતાર્થાય નમઃ

૯૯૪ ૐ અચિત્યાય નમઃ

૯૯૫ ૐ સત્યવ્રતાય નમઃ

૯૯૬ ૐ શુચયે નમઃ

૯૯૭ ૐ વ્રતાધિપાય નમઃ

૯૯૮ ૐ પરંબ્રહ્મણે નમઃ

૯૯૯ ૐ ભક્તાનુગ્રહકારકાય નમઃ

૧૦૦૦ ૐ વિમુક્તાય નમઃ -

૧૦૦૧ ૐ મુક્તતેજસે નમઃ -

૧૦૦૨ ૐ શ્રીમતે નમઃ

૧૦૦૩ ૐ શ્રીવર્ધનાય નમઃ

૧૦૦૪ ૐ શ્રી જગતે નમઃ



7 શ્રી પુષ્પદંત વિરચિત શિવમહિમ્નઃ સ્તોત્ર, સમશ્લોકી ભાષાંતર(યોગાચાર્ય કૄપાલ્વાનન્દજી અને મહાત્મા શ્રી યોગેશ્વરજી) , અને અર્થ

SHIVA and PARVATI

બધા શિવ ભક્તો માટે શ્રી શિવ મહિમ્નઃ સ્તોત્ર ઊચ્ચ અને આદર પ્રેરક છે. ગંધર્વરાજ કવિ પુષ્પદંત આ સ્તોત્રના રચિયતા છે. આ સ્તોત્રનો સમશ્લોકી ભાવાનુવાદ ઘણા મહાપુરૂષોએ કર્યો છે. અહીં આ સ્તોત્રને સંસ્કૄત ભાષા, તેનું ગુજરાતી, તેમજ તેવા જ સમશ્લોકી ભાવાનુવાદને એક સાથે રાખી શિવ ભક્તોને અનુકૂળ બનવા મેં એક પ્રયાસ કર્યો છે.

આ પ્રયાસ દરમ્યાન આ સ્તોત્રના બધા જ રચયિતાઓનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

મારા આ પ્રયાસ દરમ્યાન શ્રી જયાનંદ લ. દવે રચિત શ્રીશિવમહિમ્નઃસ્તોત્ર, યોગાચાર્ય સ્વામી શ્રી કૄપાલ્વાનન્દજી મહારાજ રચિત શ્રી શિવમહિમનઃ સ્તોત્ર અને મહાત્મા યોગેશ્વર રચિત શિવમહિમ્નઃસ્તોત્રનો આધાર લીધો છે. આ બધાજ પૂજ્ય ચરણને મારા અંતઃકરણના પ્રણામ અને આભાર.

આ સ્તોત્રના રચચયિતા ગંધર્વરાજ પુષ્પદંત હિમાલયની ઉત્તરે આવેલ કૈલાસ પ્રદેશ સ્થિત શિવ સાનિધ્યમાં રહેતા હતા.તેઓ પ્રાતઃકાળે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક ભગવાન શિવજીનું પૂજન કરતા હતા. તેઓ ગંધર્વ જાતિના હોવાના કારણે પોતાની ઈચ્છા મુજબ અદ્રશ્ય રહી ભ્રમણ કરવા શક્તિમાન હતા. આપ તેઓ અદ્રશ્ય રહી આકાશ ભ્રમણ કરી અવાર નવાર કૈલાસથી કાશી જઈ શ્રી કાશીવિશ્વનાથનું પૂજન અર્ચન કરતા હતા. એક વારા આવા ઉડ્ડ્યન દરમ્યાન કાશી નરેશના રાજ ઉદ્યાનમાંના સુંદર, મોહક અને સુગંધી પુષ્પો વડે પોતાના ઈષ્ટદેવ ભગવાન શિવજીનું પૂજન કરવા ઈચ્છા જાગી. કાશી નરેશના બાગના પુષ્પોની માગણી તેમને તેના માળી પાસે કરી પણ તેમની માગણી ન સંતોષાયી. તેથી તેમને પોતાની અદ્રશ્ય રહેવાની શક્તિના આધારે અદ્રશ્ય રહી કાશી નરેશના બાગના પુષ્પો ચૂંટી ભગવાન ધિવજીનું પૂજન કરવા લાગ્યા.

* * * * *

શ્રી ગણેશાય નમ: ||
પુષ્પદંત ઉવાચ ||

श्रीपुष्पदन्त उवाच

महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी

स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः।

अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन्

ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः॥१॥

* * * * *

મહિમ્ન: પારં તે પરમ વિદુષો યદ્યયસદશી
સ્તુતિર્બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાવાચ્ય: સર્વ: સ્વમતિ પરિણામાવધિ ગૃણન્
મમાપ્યેષઃ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||

* * * * *

મહિમાથી અજ્ઞ મુજ અબુધની આ સ્તુતિ યદિ,

અયોગ્યા. તો બ્રહ્મા, સુરમુનિનીયે યોગ્ય ન પછી;

અનિંદ્યા જો સૌની સ્વમતિ અનુસારી સ્તુતિ, ખરે !

પ્રભો ! તો આ સ્તુતિ પણ નિરપવાદી બની જશે. ૧

* * * * *

તમારો ના જાણે પુરણ મહિમા તે સ્તુતિ કરે,
ન હો યોગ્ય તે તો સ્તુતિ વ્યરથ બ્રહ્માની પણ છે;
અને જો પોતાની મતિ મુજબ ગાવાનું તમને,
ગણો સારૂં તો તો, અનુચિત નથી ગીત મુજ આ ॥ ૧ ॥

* * * * *

અવિદુષઃ – ન જાણનારની, અજ્ઞાનીની

અસદ્ર્શી – અયોગ્ય

અવસન્નાઃ – અસમર્થ, અધુરી

સ્વમતિપરીણામાવધિ – પોતપોતાની બુદ્ધિની શક્તિ મુજબ

ગૄણન્‌ સર્વઃ – સ્તુતિ કરનાર સર્વ કોઈ

પરિકરઃ - આરંભ, પ્રયત્ન

અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.

* * * * *

अतीतः पन्थानं तव च महिमा वाङ्मानसयो

रतद्व्यावृत्त्या यं चकितमभिधत्ते श्रुतिरपि।

स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः

पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः॥२॥

* * * * *

અતીત: પંથાનં તવ ચ મહિમા વાઙમનસયો –
રતદ્‌વ્યાવૃત્ત્યા યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ
સ કસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:
પદે ત્વર્ચાચીને પતતિ ન મન: કસ્ય ન વચ: || 2 ||

* * * * *

વળી લંઘે તારો મહિમા મન – વાણી તણી વીચિ,

નથી કો મર્યાદા ચકિત થઈને શ્રુતિ વદતી.

સ્તવાયે કોથી તે ? ગુણ-વિષય શેં કો કળી શકે ?

છતાં સાકારે તો મન-વચન કોનાં નવ ઠરે ? ૨

* * * * *

શકે તારો જાણી, પરમ મહિમા વાક્‌મન નહીં,
કરે છે વેદો યે, સ્તુતિ પણ ભયે ‘નેતિ’ સ્વરથી;
ગવાયે તો કો’થી, સુલભ પણ કો’થી શું ગુણનો ?
ધરે રૂપ ત્યારે, તુંજ પ્રતિ વળે વાઙમન છતાં ॥૨॥

* * * * *

વાઙ્‌મનસયોઃ પન્થાનં અતીતઃ – વાણી અને મન એ બંનેના માર્ગને ઉલ્લંઘી ગયો છે; વાણી અને મનની પેલેપાર છે.

શ્રુતિઃ અપિ – સ્વયં વેદ પણ

અભિધત્તે – કહે છે, વર્ણવે છે, ગાય છે

અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.

* * * * *

मधुस्फीता वाचः परमममृतं निर्मितवत

स्तव ब्रह्मन्किं वागपि सुरगुरोर्विस्मयपदम्।

मम त्वेनां वाणीं गुणकथनपुण्येन भवतः

पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्व्यवसिता॥३॥

* * * * *

મધુસ્ફીતા વાચ: પરમમૃતં નિર્મિતવત -
સ્તવ બ્રહ્મન્‌ કિં વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ |
મમ ત્વેતાં વાણીં ગુણકથનપુણ્યેન ભવત:
પુનામીત્યર્થેડસ્મિન્‌ પુરમથન ! બુદ્ધિવ્ર્યવસિતા|| 3 ||

* * * * *

સ્વયં સર્જો વાણી મધુ – શી મધુરી અમૄતભરી,

કરે ક્યાંથી મુગ્ધ ? પછી, પ્રભુ ! ગિરા દેવ ગુરુની;

સ્વવાણીને તોયે ગુણ-કથન પુણ્યે શુચિ કરું,

ખરે ! તે અર્થે આ, પુરમથન ! મારી મતિ સજું. ૩

* * * * *

સ્તવે છે દેવોના, ગુરૂ પણ શું આશ્વર્ય તુજને,
પરબ્રહ્મ મીઠા, અમૃતમય તેં વેદ રચીયા;
ગુણો ગાવાથી આ પુનિત મુજ વાણી પણ થશે,
હું એવું માની ને, સ્તવું છું ત્રિપૂરાનાશક તને ॥૩॥

* * * * *

મધુસ્ફીતાઃ વાચઃ – મધ ઝરતી વાણી

સુરગુરુ – બ્રહ્માજી

મમ બુધ્ધિઃ વ્યવસિતા – મારી બુધ્ધિ તત્પર થઈ છે

અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.

* * * * *

तवैश्वर्यं यत्तज्जगदुदयरक्षाप्रलयकृत्‌

त्रयीवस्तु व्यस्तं तिसृषु गुणभिन्नासु तनुषु।

अभव्यानामस्मिन् वरद रमणीयामरमणीं

विहन्तुं व्याक्रोशीं विदधत इहैके जडधियः॥४॥

* * * * *

તવૈશ્વર્યં યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત્‌
ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ |
અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી
વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય || 4 ||

* * * * *

તમારું ઐશ્વર્ય ત્રિવિધ ગુણ દ્વારા ત્રણ રૂપે,

કરે સૄષ્ટિ-સ્થિતિ-પ્રલય, ત્રણ વેદો પણ વદે;

છતાં તેને નિંદે, વરદ ! જડ – ધીના જગ વિશે,

રુચે પાપીને તે, પણ નવ રુચે ભક્તજનને. ૪

* * * * *

રચે સૃષ્ટિ ધારે, પ્રલય પણ અંતે તું જ કરે,
શરીરો તારા છે, ત્રણ વરદ એમ શ્રુતિ કહે;
છતાં આ સામે કૈં જડ જન કરે સંશય ઘણાં,
ભલે તેથી થાયે, ખુશ જડ જનો, તે નવ ખરા ॥૪॥

* * * * *

तव – આપનું

एश्वर्य‌म्‌ – સામર્થ્ય, શક્તિ

जगद्‌ – उदय – रक्षा – प्रलयकॄत्‌ – આ જગતના સર્જન, રક્ષણ, પ્રલય કરનારું

त्रयी – ત્રણ વેદોનો સમૂહ

तिसॄषु – ત્રણ

विहन्तुम्‌ – ખંડન કરવા માટે

व्याक्रोशीम्‌ – નિંદા

विदधते – કરે છે

અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.

किमीहः किंकायः स खलु किमुपायस्त्रिभुवनं

किमाधारो धाता सृजति किमुपादान इति च।

अतर्क्यैश्वर्ये त्वय्यनवसरदुःस्थो हतधियः

कुतर्कोऽयं कांश्चिन्मुखरयति मोहाय जगतः॥५॥

* * * * *

કિમીહ: કિકાયઃ સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:
કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || 5 ||

* * * * *

ઈહા શી ? કાયા શી ? ત્રુભુવન રચે છે શિવ યદિ,

ઉપાય, આધાર વળી ગ્રહણ શાં તે કથ જરી;

અતકર્ય ઐશ્વર્ય નવ કળી શકે મંદ મતિના,

કુતર્કો મિથ્યા આ અબુધ જનને મુગ્ધ કરતા. ૫

* * * * *

કયી ઈચ્છાથી ને કવણ હથિયારે મદદથી,
કયી વસ્તુ કાયા સહિત ઘડિયાં છે ત્રિભુવન ?
તહારૂં ઐશ્વર્ય નવ મન વિચારી કદી શકે,
છતાં તર્કો એવા જડ જન કરે ભ્રાંતિ કરવા ॥૫॥

* * * * *

धाता – સર્જનહાર, વિધાતા

त्रिभुव‌नम्‌ – ત્રણ ભુવન સ્વર્ગ, પૄથ્વી અને પાતાળ

सॄजति – સર્જે છે, રચે છે

खलु – ખરેખર

किमीहः – કઈ, શી અથવા કેવી

ईहा – ઈચ્છા, પ્રયોજન

का – કઈ?

कः – કયો ?, શો ?

किमुपादानः – किं - કયું ?, શું ?; उपादानम्‌ – સાધન સામગ્રી,

अनवसरः – કસમયે કરેલો

दुःस्थः – મહામુશ્કેલીએ જ ઊભો રહી શકે તેવો, અસ્થાને ઊભો કરવામાં આવેલો

हतधियः – જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે તેવા

मुखरयति – વાચાળ બનાવે છે, પ્રોત્સાહન આપે છે

અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.

अजन्मानो लोकाः किमवयववन्तोऽपि जगता

मधिष्टातारं किं भ्वविधिरनादृत्य भवति।

अनीशो वा कुर्याद्भुवनजनने कः परिकरो

यतो मन्दास्त्वां प्रत्यमरवर संशेरत इमे॥६॥

* * * * *

અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |
અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો
વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || 6 ||

* * * * *

ન જો સર્જી સૄષ્ટિ અવયવવતી તો કયમ દીસે ?

અધિષ્ઠાતા વિના ભુવન રચના શું થઈ શકે ?

અનીશે સજર્યા તો ઉપકરણ શાં તે ઘડતરે ?

કરે શંકા ઝાઝી, અમરવર ! મૂઢો તુજ વિશે. ૬

* * * * *

બને દૈવી આવું, જગત કદી કર્તાવિણ અહા ?
ન હોયે કો’ આદિ જગનું, પ્રભુ હે દેવ સહુના !
વળી બીજો કોઈ પ્રભુ વિણ રચી આ જગ શકે ?
કરે શંકા તારી, મૂરખજન તે તો સહુય છે ॥૬॥

* * * * *

अमरवर – હે દેવશ્રેષ્ઠ, દેવાધિદેવ

अवयववन्तः अपि – અવયવો – અંગો હોવા છાતાં, અવયવયુક્ત હોવા છતાં

जगतां भवविधिः – આ બધાં ભુવનોની ઉત્પત્તિની ક્રિયા પ્રક્રિયા

अधिष्ठातारं अनादॄत्य भवति किम्‌ – એમના કર્તા- સર્જકને સ્વીકાર્યા વિના, એમનો અનાદાર – અસ્વીકાર કરીને

अनीशः वा कुर्यात्‌ – વળી ઈશ્વર સિવાયના, ઈશ્વરથી અન્ય કોઈને આ ભુવનોનો કર્તા ગણીએ તો

भुवनजनने – ભુવનોનાં

कः परिकरः – કેવી સાધન સામગ્રી હશે ?

यतः – આથી

त्वां प्रति संशेरते – આપની પ્રત્યે શંકા સેવે છે

इमे मन्दाः – આ બધા મંદ બુદ્ધિવાળા છે.

અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.

त्रयी साङ्ख्यं योगः पशुपतिमतं वैष्णवमिति

प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च।

रुचीरां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां

नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥७॥

* * * * *

ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણવમિતિ
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ |
રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં
નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર || 7 ||

* * * * *

ત્રયી, સાંખ્ય યોગ, પશુપતિ અને વૈષ્ણવ મતો,

પ્રભિન્ન પંથોમાં હિતકર તથા શ્રેષ્ઠ નિજનો,

રુચિભેદે સેવી ઋજુ-કુટિલ કો પંથ તુંજને

મળે અંતે, નાથ ! જ્યમ ઉદકધારા ઉદધિને. ૭

* * * * *

મતો સાંખ્ય યોગ, પશુપતિમત વૈષ્ણવમત,
વળી વેદ માર્ગ, વિવિધ પથ છે ઉન્નતિ તણાં;
સ્વીકારે છે લોકો રુચિ મુજબ લાગે પરમ તે,
તને પહોંચે છે સૌ પથ જલધિ ને જેમ જલ સૌ ॥ ૭ ॥

* * * * *

त्रयी – ૠગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ વેદ ત્રયી છે.

सांख्यम्‌ – કપિલમુનિ પ્રણીત સાંખ્યદર્શન મત

योग – પતંજલિ પ્રણીત યોગદર્શન કે મત

पशुपतिमतम्‌ – પાશુપાત દર્શન કે મત

वैष्णवम्‌ – વૈષ્ણવ મત

प्रभिन्ने – ભિન્ન ભિન્ન

प्रस्थाने – માર્ગો, પંથો, મતો

अदः – તે, પેલો

पथ्यम्‌ -હિતકારક, કલ્યાણકારક

रुचीनाम्‌ – ઈચ્છા અનુસાર

वैचित्र्यात्‌ – વિવિધતાને લીધે, ભિન્નતાને લીધે

ऋजु – સરળ, સીધો

कुटिल – વિષમ, વિકટ

जुषाम्‌ – જનારાઓ, અનુસરનારાઓ

नॄणाम्‌ – મનુષ્યોના, ભક્તોના, સાધકોના

पयसाम्‌ – જળનો, જળ સમૂહનો

अर्णवः – સાગર

गम्यः – ગંતવ્યસ્થાન, ધ્યેયસ્થાન, આશ્રયસ્થાન

અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.

महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः

कपालं चेतीयत्तव वरद तन्त्रोपकरणम्।

सुरास्तां तामृद्धिं दधति तु भवद्‌भ्रूणिहितां

न हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति॥८॥

* * * * *

મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:
કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ |
સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં
નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ || 8 ||

* * * * *

મહોક્ષ, ખટ્‍વાંગ, અજિન, ફરશી, ખપ્પર, ફણી,

વિભૂતિ – આ તારી ઘર-વખરી સંક્ષિત્પ, શિવજી !

પ્રભો ! તે તે સિદ્ધિ સુર તવ કૄપાથી ધરી શકે,

નિજાનંદીને તો વિષય – મૄગ- તૄષ્ણા ન ભમવે. ૮

* * * * *

કુહાડી ને ચર્મ, બળદ તુજ છે મિલ્કત અને,
શરીરે છે ભસ્મ, સરપ, કરમાં ખપ્પર ખરે ;
ધર્યા દ્રષ્ટિપાતે, પરમસુખ તેં દેવગણને,
રમે જે આત્મામાં વિષય નવ તેને ભ્રમ કરે ॥ ૮ ॥

* * * * *

वरद – વરદાન આપનાર

महोक्षः – ઘરડો બળદ, નંદી, પોથિયોમ વૄષભ

खट्‍वांगम्‌ – ખાટલાનો તૂટેલો પાયો, ખાટલાની તૂટેલી ઈસ, પશુપતિમત પ્રમાણે ઈંસ જેવું એક વિશિષ્ટ હથિયાર

परशुः – ફરશી

अजिनम्‌ – આસન અને વસ્ત્ર તરીકે વપરાતું મૄગચર્મ, વ્યાઘ્રચર્મ

फणिनः - ફણિધર સર્પો

कपालम्‌ – ખોપરી, મનુષ્યની ખોપરીની માળા

इति इयत्‌ – આતલી જ

तव – આપની

तंत्रोपकरणम्‌ – (જગત રૂપી) તંત્રને ચલાવવા માટેની સાધન સામગ્રી

सुराः – દેવો

तां तां ॠद्धिम्‌ – તે તે , પોતપોતાની અલૌકિક સમૃદ્ધિ, પરમ વૈભવ

भवद्‌ – આપનાં

भ्रू – ભ્રમર

प्रणिहिताम्‌ – અપાયેલી, આમ

भवद्‌भ्रूप्रणिहिताम् – આપની ભ્રૂકુટિના ઈશારે અપાયેલી, આપની કૃપા દ્રષ્ટિના પરિણામ સ્વરુપ

दधति – ધારણ કરે છે, ભોગવે છે

हि -ખરેખર

स्वात्मारामम्‌ – પોતાના આત્મામાં જ આનંદ અનુભવનારને, નિજ સ્વરુપમાં જ રમણ કરનારને

विषयमॄगतॄष्णा – (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે) વિષયોરૂપી ઝાંઝવાના જળ જેવી

न भ्रमयति – લોભાવી શકતી નથી, ભ્રમિત કરી શકતી નથી

અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.

ध्रुवं कश्चित् सर्वं सकलमपरस्त्वध्रुवमिदं

परो ध्रौव्याध्रौव्ये जगति गदति व्यस्तविषये।

समस्तेऽप्येतस्मिन् पुरमथन तैर्विस्मित इव

स्तुवञ्जिह्रेमि त्वां न खलु ननु धृष्टा मुखरता॥९॥

* * * * *

ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં
પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ
સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || 9 ||

* * * * *

કહે કોઈ નિત્ય, જગ વળી અનિત્ય અવર કો,

કહે નિત્યાનિત્યે અપર, જગના સર્વ વિષયો,

પ્રકારો પેખી આ, પુરમથન ! હું વિસ્મિત સમો,

ન લાજું પ્રાર્થન્તાં અતિ મુખરતા ઉદ્ધત અહો ! ૯

* * * * *

કહે છે કોઈ આ જગત સત ને કો’ અસત કે,
અનિત્ય ને નિત્ય, ઉભયવિધ કોઈ જન કહે ;
વિવાદે અંજાઈ શરમ ગણું ગાતાં નવ તને,
બતાવે છે દુષ્ટ મુજ પ્રખર વાચાળપણું તે ॥ ૯ ॥

* * * * *

कश्वित्‌ – કોઈક તત્ત્વચિંતક સમુદાય

इदं सर्व, इदं सकलं - આ સમગ્ર (જગતને)

ध्रुवम्‌ – નિત્ય, સ્થિર, સ્થાયી, શાશ્વત, જન્મ મૄત્યુ રહિત

अध्रुवम्‌ – અનિત્ય, અસત્ય, નાશવંત, ક્ષણભંગુર

तु – પણ

अपरः – બીજો કોઈક

गदति – માને છે, ગણે છે

समस्ते एतस्मिन्‌ जगति – આ સમસ્ત જગતમાં

तैः – તે બધા મતમતાંતરો વડે

व्यस्तविषये – ભિન્ન ભિન્ન વિષયોમાં

ध्रौव्याध्रौव्ये - નિત્યતા અને અનિત્યતા બંને, સ્થિરતા અને અસ્થિરતા બંને(ધ્રૌવ્ય એટલે નિત્યતા અને અધ્રૌવ્ય એટલે અનિત્યતા)

पुरमथन – ભગવાન શિવ માટેનું સંબોધન, અસુરોનાં ત્રણ નગરનો નાશ કરનાર, ત્રિપુરારિ

विस्मितः – વિસ્મિત પામેલો, આશ્વ્રર્ય ચકિત

स्तुवन्‌ – સ્તુતિ કરતાં

न जिह्वेमि – શરમાતો નથી,

मुखरता – વાચાળતા

खलु – ખરેખર

धॄष्टा – નિર્લજ્જ

ननु – અહો !

અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.

तवैश्वर्यं यत्नाद्यदुपरि विरिञ्चिर्हरिरधः

परिच्छेत्तुं यातावनलमनलस्कन्धवपुषः।

ततो भक्तिश्रद्धाभरगुरुगृणद्भ्यां गिरिश

यत्स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिर्न फलति॥१०॥

* * * * *

તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:
પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: |
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ |
સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ || 10 ||

* * * * *

મહોતેજોમૂર્તિ ! તવ મહિમનો પાર કળવા,

ગયા યત્ને ઊંચે વિધિ, હરિ નીચે, નિષ્ફલ થયા;

પછી શ્રદ્ધા-ભક્તિ સહિત સ્તવતા તે ઉભયને,

સ્વયં દીધાં દર્શન, ગિરિશ ! તુજ સેવા શું ન ફળે ? ૧૦

* * * * *

બની અગ્નિસ્થંભ, ગિરીશરૂપ જ્યારે ધરિયું તેં,
મથ્યા બ્રહ્મા વિષ્ણુ ઉભય પણ માપી નવ શક્યા ;
પછી જ્યારે શ્રધ્ધાભગતિ ઉર ધારી સ્તુતિ કરી,
બતાવ્યું તે રૂપ; તુજ ભગતિ ના નિષ્ફળ જતી ॥ ૧૦ ॥

* * * * *

अनलस्कन्धवपुषः – અગ્નિ સમાન જાજ્વલ્યમાન દેહવાળા

एश्चर्यम्‌ – શક્તિ, મહિમા, સામર્થ્ય

यलात्‌ – યત્ન વડે

परिच्छेत्तुम्‌ – માપ કાઢવા, પરીક્ષા કરવા, પુરેપુરું શોધી કાઢવા

विरिच्चिः – બ્રહ્મા

उपरि – ઉપર, ઉપરના (સત્ય) લોકમાં, ઊંચે આકાશમાં

अधः - નીચે, નીચેના પાતાળ લોકમાં

यातो – ગયા, પહોંચ્યા

अनलम्‌ (अन्‌ + अलम्‌ ) - પર્યાપ્ત નીવડ્યા નહીં, સફળ થયા નહીં

ततः – ત્યાર પછી

भक्तिश्रद्धाभरगुरुगॄणद्‌भ्याम्‌ – ભરપુર ભક્તિ અને શ્રદ્ધા વડે ભારોભાર સ્તુતિ કરતા

ताभ्याम्‌ – તે બંનેની સમક્ષ

स्वयं तस्थे – આપ પોતે જ પ્રગટ થયા

अनुवॄत्तिः – સેવા, સ્તુતિ, ભક્તિ

किं न फलति ? – શું નથી ફળતી ?

અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.

अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरं

दशास्यो यद्बाहूनभृत रणकण्डूपरवशान्।

शिरःपद्मश्रेणीरचितचरणाम्भोरुहबलेः

स्थिरायास्त्वद्भक्तेस्त्रिपुरहर विस्फूर्जितमिदम्॥११॥

* * * * *

અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં
દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન |
શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે
સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ || 11 ||

* * * * *

લહી વૈરીહીણું ત્રુભુવન દશાસ્યે શ્રમ વિના,

રણોત્સાહી ધાર્યા વીસ સબલ બાહુ જગતમાં,

સમર્પીતી સ્નેહે શિર-કમલ-માલા ચરણમાં,

પ્રભો ! તે ભક્તિના બલ થકી જ પામ્યો પ્રબલતા. ૧૧

* * * * *

રહ્યો ના કો’ વેરી ત્રિભુવન મહીં રાવણતણો,
મળી સૃષ્ટિ બાહુ લડત લડવા આતુર રહ્યા;
ધર્યાં તારે પાયે કમલરૂપમાં શીશ સઘળાં,
હતી તેની ભક્તિ દ્રઢ, ફળ મળ્યું તેનું પ્રભુ આ ॥ ૧૧ ॥

* * * * *

अवैरव्यतिकरम् – જેમાં વેરનું કોઈ કારણ નથી, વેરની કોઈ પરિસ્થિતિ નથી તેવું. વ્યતિકર એટલે કારણ

अयत्नाद्‌ – અયત્નાદ્‌ – અનાયાસ, વિના પ્રયત્ને

आपाद्य – મેળવીને, પ્રાપ્ત કરીને

दशास्यः – (आस्य -મુખ ) - દશમુખ, દશાનન, રાવણ

रणकण्डू परवशान्‌ -

रण – યુદ્ધ, લડાઈ

कण्डू – ચળ, લાલસા, ઈચ્છા, સળવળાટ

परवश – આધીન, પરવશ

बाहून्‌ – બાહુઓ, હાથ

अभॄत -ધારણ કરતો હતો, ધરાવતો હતો

शिरःपद्मश्रेणी – પોતાનાં મસ્તક રૂપી કમળોની માળા

चरणाभ्भोरूह – આપનાં ચરણકમળોને

अभ्भोरुह – પાણીમાં ઊગતું, કમળ ( અમ્ભઃ – પાણી )

रचित … बलेः – બલિદાન – ઉપહાર – ભેટ પૂજા તરીકે ધરી દીધી હતી.

स्थिरायाः – સ્થિર, અચલ, અવિચળ, એક નિષ્ઠ

त्वद्‌भत्केः -આપની ભક્તિનું

यद्‌ इदम्‌ – જે, તે તો , આ

विस्फूर्जितम्‌ – પ્રભાવ, પ્રતાપ

અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.

अमुष्य त्वत्सेवासमधिगतसारं भुजवनं

बलात्कैलासेऽपि त्वदधिवसतौ विक्रमयतः।

अलभ्या पातालेऽप्यलसचलिताङ्गुष्ठशिरसि

प्रतिष्ठा त्वय्यासीद्ध्रुवमुपचितो मुह्यति खलः॥१२॥

* * * * *

અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં
બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: |
અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ
પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: || 12 ||

* * * * *

કરી તારી ભક્તિ ભુજવન કર્યું ‘ તું દ્રઢ અતિ,

છતાં કૈલાસેયે સ્વકીય ભુજ શક્તિ કસી હતી.

દબાવ્યો અંગૂઠો, ચરમ તલમાં થૈ હીન સ્થિતિ,

કૄપાથી ફાલેલો ખલ પણ પડે છે છકી જઈ. ૧૨

* * * * *

તહારી ભક્તિથી પરમ બલ જે બાહુનું લભ્યો;
લઈ તે કૈલાસગિરિ ઉંચકવા રાવણ મથ્યો;
હલાવ્યો હસ્તાગ્ર તુજ, ન મળ્યું પાતાલ મહીંયે;
અને સ્થાન તેને, વિભવશઠને મોહ જ કરે ॥ ૧૨ ॥

* * * * *

ભુજવનમ્‌ – ભુજાઓનું જંગલ, વનના જેવા અનેક (વીશ) બાહુઓ

ત્વત્સેવાસમધિગતસારમ્‌ -આપની સેવાથી જેમને બળ મળ્યું છે તેવી (ભુજાઓ)

ત્વત્‌ – આપને ઉદ્દેશીને

સેવા – ભક્તિ

સમધિગત – સમ્યક્‌ રીતે, સારિ પેઠે પ્રાપ્ત કર્યું

સારમ્‌ – બળ , શક્તિ

કૈલાસે અપિ – કૈલાસ પર પણ, કૈલાસને પણ હરિ જવા માટે

ત્વદધિસતૌ – (કૈલાસનું વિશેષણ) -આપના નિવાસ સ્થાન પર

બલાત્‌ – બળપૂર્વક

વિક્રમયતઃ – અત્યંત પરાક્રમ ચલાવનાર, બળ અજમાવનાર

અમુષ્ય – આને (રાવણને)

પ્રતિષ્ઠા – સ્થિતિ, સ્થાન, રહેઠાણ

અલસચલિતાઙગુષ્ઠશિરસિ – ાઅપે જ્યાં (જ્યારે) અંગૂઠાનું ટેરવું સહેજ અમથું દબાવ્યું ત્યાં (ત્યારે)

અલસ – અનાયાસે, જરીક અમસ્થું

ચલિત – દબાવ્યું

અઙગુષ્ઠશિરસિ – અંગૂઠાનો અગ્ર ભાગ, ટેરવું

ત્વયિ – આપે

પાતાલે અપિ – પાતાળમાં પણ

અલભ્યા આસીત્‌ – મુશ્કેલ બની ગયુ, ટકવાનું ન રહ્યું

ધ્રુવમ્‌ – ખરેખર

ખલઃ – દુષ્ટ માણસ

ઉપચિતઃ – ( ખલ શબ્દનું વિશેષણ ) જે (દુષ્ટ માણસ) ઐશ્વર્યયુક્ત થયેલ છે

મુહ્યતિ – મોહ પામે છે, છકી જાય છે

અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.

यदृद्धिं सुत्राम्णो वरद परमोच्चैरपि सती

मधश्चक्रे बाणः परिजनविधेयत्रिभुवनः।

न तच्चित्रं तस्मिन्वरिवसितरि त्वच्चरणयोर्न

कस्या उन्नत्यै भवति शिरसस्त्वय्यवनतिः॥१३॥

* * * * *

યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી
મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: |
ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં
કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ || 13 ||

* * * * *

પ્રભો ! બાણાસુરે ત્રિભુવન કર્યા સેવક સમાં,

ઉપેક્ષી ‘તી સિદ્ધિ સુરપ્રવરની ઉત્તમ છતાં,

ન તેમાં આશ્ર્વર્ય , તુજ ચરણનો સેવક હતો,

કરે ના ઉત્કર્ષ શિર નમન કોનો ? હર ! કહો. ૧૩

* * * * *

પ્રભો ! બાણ જેનું ત્રિભુવન પરે રાજ્ય હતું તે,
વધ્યો ઈન્દ્રથીયે વિભવ મહીં આશ્વર્ય નવ એ ;
હતી પૂરી ભક્તિ, તુજ ચરણમાં એ અસુરને,
નમાવ્યે મસ્તિષ્ક તુજ પદ, શું સંપતિ ન મળે ? ॥ ૧૩ ॥

* * * * *

વરદ – વર દાયક, વરદાન આપનાર

બાણઃ – બાણાસુર

પરિજનવિધેયત્રિભુવનઃ - (બાણાસુર માટે વપરાયેલું વિશેષણ) -સમગ્ર ત્રૈલોક્યને – સ્વર્ગલોકમ મૄત્યુલિક અને પાતાળલોક) જેણી પોતાના સેવકની જેમ વશ કરી લીધા છે - દાસ બનાવી લીધાછે- તેવો (બાણાસુર)

પરિજન – દાસ

વિધેય – વશ કરેલા

સુત્રામ્ણઃ – ઈન્દનું એક નામ

ૠદ્ધિમ્‌ – સમૃદ્ધિને, ઐશ્વર્યને

પરમ ઉચ્ચૈઃ અપિ સતી – (ઋદ્ધિમ્‌ નું વિશેષણ) – (પરમ ઉચ્ચૈઃ – સર્વશ્રેષ્ઠ) અત્યંત ઉચ્ચ પ્રકારની હોવા છતાં પણ

યદ્‌ – આ, જે

અધઃ ચક્રે – નીચી કરી નાખી

તદ્‌ – તે

ચિત્રં ન – એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી.

તસ્મિન્‌ – તેની બાબતમાં, તેના વિષે

ત્વત્‌ ચરણોઃ વરિવસિતરિ – આપના ચરણોમાં સેવા પૂજા અર્ચનાર

ત્વયિ – આપની

શિરસઃ – મસ્તકની

કસ્ય – કયા

અવનતિઃ – નમાવવું

ઉન્નત્યૈ ન ભવતિ ? – કોની ઉન્નતિ થતી નથી ?

અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.

अकाण्डब्रह्माण्डक्षयचकितदेवासुरकृपा

विधेयस्यासीद्यस्त्रिनयन विषं संहृतवतः।

स कल्माषः कण्ठे तव न कुरुते न श्रियमहो

विकारोऽपि श्लाघ्यो भुवनभयभङ्गव्यसनिनः॥१४॥

* * * * *

અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -
વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: |
સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો
વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: || 14 ||

* * * * *

અચિંત્યો બ્રહ્માંડ – ક્ષય નીરખી દેવાસુર ડર્યા,

તદા પીધા પ્રેમે, ત્રિનયન ! તમે વિષ ઘૂંટડા,

ન શોભે શું કંઠે ! વરદ વિષ – કાળાશ વચમાં,

કલંકે શોભે છે ! અભય વરદાતા જગતના. ૧૪

* * * * *

હતો સૃષ્ટિનાશ ક્ષણમહીં થવાનો, ત્રિનયન !
કૃપા વરસાવી તેં સુરઅસુરપે પીધું વિષને;
બન્યું ચિન્હ કંઠે, કુરૂપ તુજને તે નવ કરે,
દુઃખોના હર્તાના પૂજનીય વિકારો પણ ખરે ॥ ૧૪ ॥

* * * * *

અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.

असिद्धार्था नैव क्वचिदपि सदेवासुरनरे

निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिखाः।

स पश्यन्नीश त्वामितरसुरसाधारणमभू

त्स्मरः स्मर्तव्यात्मा न हि वशिषु पथ्यः परिभवः॥१५॥

* * * * *

અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે
નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:
સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત
સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: || 15 ||

* * * * *

જગે જેનાં નિત્ય વિજયી શર ના વ્યર્થ નીવડે.

જિતે દેવો, દૈત્યો, નર સકલને, તે સ્મર તને,

ગણીને સામાન્ય સ્મરણ – અવશેષ બની ગયો,

વશીનો ધિક્કાર કદિય હિતકારી નવ થતો. ૧૫

* * * * *

જતાં જેના બાણો સુરનર પરે વ્યર્થ ન કદી,
સદાયે પામે છે વિજય અસુરો ના પર પડી;
ગણ્યો તેવા કામે, અપરસમ સાધારણ તને,
થયો ભસ્મ તેથી, યતિનું અપમાને શુભ નહીં ॥ ૧૫ ॥

* * * * *

અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.

मही पादाघाताद्व्रजति सहसा संशयपदं

पदं विष्णोर्भ्राम्यद्भुजपरिघरुग्णग्रहगणम्।

मुहुर्द्यौर्दौस्थ्यं यात्यनिभृतजटाताडिततटा

जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता॥१६॥

* * * * *

મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં
પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ |
મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા
જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા || 16 ||

* * * * *

પાદાધાતે પૃથ્વી સરતી સહસા સંશય વિશે,

ધ્રુજે નક્ષત્રોયે ભુજવલય વેગે નભ અને

ડગે સ્વર્ગે, છિન્ન – જૂટ કલટના એક ઝટકે;

જગત્ ત્રાણે નાચ્યો, અવળી ગતિ છે, કો કળી શકે ? ૧૬

* * * * *

મહીરક્ષા કાજે મનહર કર્યું નૃત્ય પ્રભુ તેં,
પદાઘાતે પૃથ્વી, ગ્રહ સહુ ડર્યા મૃત્યુભયથી;
ડર્યુ કેશે સ્વર્ગ, ભયભર થયું લોકહરના,
હલ્યાથી વૈકુંઠ, તુજ બલ ખરે કષ્ટપ્રદ છે ॥ ૧૬ ॥

* * * * *

અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.

वियद्व्यापी तारागणगुणितफेनोद्गमरुचिः

प्रवाहो वारां यः पृषतलघुदृष्टः शिरसि ते।

जगद्द्वीपाकारं जलधिवलयं तेन कृतमि

त्यनेनैवोन्नेयं धृतमहिम दिव्यं तव वपुः॥१७॥

* * * * *

વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:
પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે |
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ
ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: || 17 ||

* * * * *

અનંતે વ્યાપેલો ગ્રહવિસર ડૂબ્યો ફીણ મહીં,

વિયત્ – ગંગાધારા તુજ શિર પરે બિન્દુ – શી બની,

જગે જ્યારે વ્યપી જલધિસમ પૄથ્વી દ્વીપ થઈ

મહિમાળી દિવ્ય અનૂપ તુજ કાયા વિલસતી. ૧૭

* * * * *

નદી વ્હે આકાશે, મધુર દીસતાં તારકગ્રહે,
તરંગો જેના તે, તુજ શિર દીસે બિંદુ સરખી;
બન્યા છે તેથી આ જગત પર તો બેટ જલના,
જણાયે છે આથી તુજ તન શું દૈવી પ્રભુ અહા! ॥ ૧૭ ॥

* * * * *

અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.

रथः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो

रथाङ्गे चन्द्रार्कौ रथचरणपाणिः शर इति।

दिधक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बरविधि

र्विधेयैः क्रीडन्त्यो न खलु परतन्त्राः प्रभुधियः॥१८॥

* * * * *

રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો
રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ |
દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ -
વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: || 18 ||

* * * * *

વિદુર ક્ષોણીને વિધિ સુરથિ, ચક્રો રવિ – શશી,

ધનુષ્ય હિમાદ્રી સફલ શર વિષ્ણુ – સજ કરી.

દહવા શો દંભ ? અધમ તૄણ જેવા ત્રિપુરને,

ભૄત્યોથી સ્વામીની મતિ ન પરતંત્ર કદી બને. ૧૮

* * * * *

રથી બ્રહ્મા, પૃથ્વી રથ, ધનુષને મેરૂનું કરી,
લઈ વિષ્ણુ બાણ, સૂરજ શશી બે ચક્ર રથનાં;
કર્યો શાને ડોળ, ત્રણ નગરને ભસ્મ કરવા ?
કરી લીલા તેં તો, પર પર નથી નિર્ભર પ્રભુ ॥ ૧૮ ॥

* * * * *

હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.

हरिस्ते साहस्रं कमलबलिमाधाय पदयो

र्यदेकोने तस्मिन्निजमुदहरन्नेत्रकमलम्।

गतो भक्त्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा

त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगताम्॥१९॥

* * * * *

હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –
ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ |
ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા
ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ || 19 ||

* * * * *

ઘટ્યું એક પદ્મ દશ શતકમાં પાદ પૂજતાં,

તદા શ્રી વિષ્ણુએ નિજ – નયન અર્પ્યું ચરણમાં,

અહા ! તે ભક્ત્યૂર્મિ પરિણત થઈ ચક્ર રૂપમાં,

ત્રિલોકી – રક્ષાર્થે, ત્રિપુરહર ! જાગે જગતમાં. ૧૯

* * * * *

હજારો પદ્મોથી હરિ-હર તને રોજ પૂજતા,
ખૂટ્યું એક પદ્મ ધર્યું તરત ત્યાં લોચન કદા;
થતાં ભક્તિ ગાઢી તરત પ્રકટ્યું તારૂં રૂપ ત્યાં
પ્રભો ! તું રક્ષે છે ત્રિભુવન રહી જાગ્રત સદા ॥ ૧૯ ॥

* * * * *

હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનું રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.

क्रतौ सुप्ते जाग्रत्त्वमसि फलयोगे क्रतुमतां

क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते।

अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदानप्रतिभुवं

श्रुतौ श्रद्धां बद्ध्वा दृढपरिकरः कर्मसु जनः॥२०॥

* * * * *

ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં
કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે |
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં
શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: || 20 ||

* * * * *

ક્રતુ – કર્તાને તું ક્રતુલય થતાં જાગી ફળ દે,

વિનાશી તે કર્મો ઈશપૂજન વિના ક્યમ ફળે ?

તને તેથી યજ્ઞે જગત ફલસાથી સમજતું

ઋતે શ્રદ્ધા સ્થાપી શ્રુતિવિહિત કર્મે વળગતું. ૨૦

* * * * *

થતાં યજ્ઞો પૂરાં તું જ ફળ ધરે યજ્ઞપ્રિયને,
ફલે ના કો’ યજ્ઞ પ્રભુભગતિથી જે રહિત છે ;
તને તેથી જાણી ફળ પરમ દેતો યજનનું
કરી વેદે શ્રધ્ધા, જન રત બને કર્મ મહીં સૌ ॥ ૨૦ ॥

* * * * *

અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.

क्रियादक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृता

मृषीणामार्त्विज्यं शरणद सदस्याः सुरगणाः।

क्रतुभ्रंशस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनो

ध्रुवं कर्तुः श्रद्धाविधुरमभिचाराय हि मखाः॥२१॥

* * * * *

ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં
ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: |
ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને |
ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: || 21 ||

* * * * *

ક્રિયાવિજ્ઞ દક્ષ ક્રતુપતિ જીવાધિપતિ હતા,

ૠષિઓ, ૠત્વિજો, શરણદ ! સદસ્યો, સુર હતા,

છતાં નાશ્યો યજ્ઞ ક્રતુ – ફળ- વિધાયી તુજ વડે,

ખરે ! નિષ્ઠાહીણા ક્રતુ અપચયાર્થે જ ઊપજે. ૨૧

* * * * *

હતો યજ્ઞકર્તા જગતપતિ જ્યાં દક્ષ સરખો,
ગુરૂ યોગી સર્વે, સુરગણ હતાં સભ્ય સઘળાં;
કર્યો તેવો યજ્ઞ, તરત જ તમે નષ્ટ પ્રભુ, હા,
ન હોયે શ્રધ્ધા તો, દુઃખદ બનતા યજ્ઞ સઘળાં ॥ ૨૧ ॥

* * * * *

અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.

प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं

गतं रोहिद्भूतां रिरमयिषुमृष्यस्य वपुषा।

धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतममुं

त्रसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरभसः॥२२॥

* * * * *

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં
ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |
ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું
ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: || 22 ||

* * * * *

મૄગીભૂતાપુત્રી, પ્રતિ મૄગશિરા થૈ વિધિ હઠે,

રતીચ્છાથી દોડ્યો, શરકર ધરિ વ્યાધ બનીને -

પ્રભો ! ધાયા ત્યારે વિધિ નભ છુપાયો તવ ભયે,

હજીયે તારું તે મૄગયુ રૂપ દીસે નભ વિશે. ૨૨

* * * * *

બનેલો તું જ્યારે ધનુ લઈ શિકારી વન મહીં
ઘવાયેલા બ્રહ્મા તુંજ શર થકી ત્યાં બહુ ડર્યા;
હજીયે બ્રહ્માનો ભય નવ ગયો છે પ્રભુ ખરે,
ગયા છે જો કે એ ગગન મહીં ભીતિભર ઉડી ॥ ૨૨ ॥

* * * * *

અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

स्वलावण्याशंसा धृतधनुषमह्नाय तृणव

त्पुरः प्लुष्टं दृष्ट्वा पुरमथन पुष्पायुधमपि।

यदि स्त्रैणं देवी यमनिरत देहार्धघटना

दवैति त्वामद्धा बत वरद मुग्धा यवतयः॥२३॥

* * * * *

સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્
પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ |
યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના
દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: || 23 ||

* * * * *

તૄણવત્ બાળેલો કુસુમશરને દેવી સમીપે,

છતાં ધાર્યાં અંગે, સ્ત્રીવશ સમજે તેથી તમને,

સ્વરૂપે રાચી જો ભગવતી ઉમા તો ભ્રમ જ તે,

મહાયોગી ! સૂકિંત સકલ યુવતીઓ અબુધ છે. ૨૩

* * * * *

હતો બાળ્યો કામ, તૃણસમ ગણી તેં ક્ષણ મહીં,
છતાંયે દેવી જો નિજ રૂપ તણો ગર્વ કરતી,
તપે પામી સ્થાન, તન મહીં તેથી જ સમજતી
તને મુગ્ધ તો તો યુવતી જગની મોહવશ છે ॥ ૨૩ ॥

* * * * *

અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.

श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचरा

श्चिताभस्मालेपः स्रगपि नृकरोटीपरिकरः।

अमाङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलं

तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि॥२४॥

* * * * *

સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા
શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: |
અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં
તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ || 24 ||

* * * * *

સ્નશાને લીલાને, સ્મરહર ! પિશાચો સહચરો,

ચિતાભસ્માલેપ, નર -ખપર – માલા પણ ધરો;

ભલે એ દેખાવો અશિવ સઘળા હો, હર ! પ્રભો !

છતાં સ્મર્તાથે છો પરમ શુભ ના સંશય કશો. ૨૪

* * * * *

લગાવીને ભસ્મ સ્મરહર સ્મશાને તું રમતો,
ઘણાં ભૂતો સાથે, મૃત શિર તણી માળ કરતો;
નથી કૈં તારામાં મધુર પ્રિય કૈં મંગલ ખરે,
સ્મરે જે તેનું તું, પણ પ્રભુ સદા મંગલ કરે ॥ ૨૪ ॥

* * * * *

અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.

मनः प्रत्यक्चित्ते सविधमवधायात्तमरुतः

प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः।

यदालोक्याह्लादं ह्रद इव निमज्ज्यामृतमये

दधत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान्॥२५॥

* * * * *

મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:
પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: |
યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે
દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ || 25 ||

* * * * *

ચિતિમાં સંસ્થાપી મન સવિધ વાયુ કરે,

તને રોમો જાગે, પિલક જલથી ચક્ષુ છલકે;

સુધા કુંડે નાહી યતિ પરમ મોદે રત રહે,

તમે છો તે તત્ત્વ યતિ અનુભવે જે નિજ ઉરે. ૨૫

* * * * *

રહી શાસ્ત્રાજ્ઞામાં નિશદિન કરે સાધન મુનિ,
લભે છે આત્મા ને શ્વસન વિધિમાં મક્કમ રહી;
રડે ને આનંદે, અમૃત સુખમાં મસ્ત બનતાં
મળ્યાથી જે સત્ય પરમ, પ્રભુ તે સત્ય તું જ છે ॥ ૨૫ ॥

* * * * *

અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.

त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवह

स्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च।

परिच्छिन्नामेवं त्वयि परिणता विभ्रतु गिरं

न विद्मस्तत्तत्त्वं वयमिह तु यत्त्वं न भवसि॥२६॥

* * * * *

ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ
સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ |
પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં
ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ || 26 ||

* * * * *

શશી તું, સૂર્ય તું, સમીર – જલ તું, તું જ નભને,

ધરા તું, આત્મા તું, અમરવર ! છે તું અનલયે;

ભલે વૄદ્ધો આવી સુપરિમિત વાણી, હર ! વદે,

અમે ના જાણીએ તુજથી પર તત્ત્વ ત્રુભુવને. ૨૬

* * * * *

તું છે સૂર્ય ચંદ્ર, પવન જલ ને અગ્નિ પણ તું,
તું પૃથ્વી ને આત્મા, ગગન પણ તું છે પ્રભુ, ખરે ;
ધરે તારે માટે પરિમિત અભિપ્રાય બુધ આ,
અમે ના જાણીએ કયું નવ છે તત્વ પ્રભુ હે ! ॥ ૨૬ ॥

* * * * *

અર્થ : ‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.

त्रयीं तिस्रो वृत्तीस्त्रिभुवनमथो त्रीनपि सुरा

नकाराद्यैर्वर्णैस्त्रिभिरभिदधत्तीर्णविकृति।

तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः

समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम्॥२७॥

* * * * *

ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા
નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ |
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ:
સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ || 27 ||

* * * * *

ત્રિવેદો, ત્રિવૄત્તિ, ત્રિભુવન તથા દેવ ત્રણનું,

અકારાદિ વર્ણે કથન કરતું ને સૂચવતું,

અતિનાદે તારા સકલગત તુરીય પદને,

અવિચ્છિન્ન – છિન્ન, શરણદ ચીને ૐ કહી તને. ૨૭

* * * * *

તને દર્શાવે છે, પૃથકરૂપમાં ઓમ્ ! ‘અઉમ’ માં,
બતાવે વેદોને, સ્થિતિ જગત ને દેવ ત્રણ ને;
અને આખો શબ્દ મધુર ધ્વનિમાં વ્યક્ત કરતો,
તહારા સંપૂર્ણ તુરિય પદને હે પ્રભુ મહા! ॥ ૨૭ ॥

* * * * *

અર્થ : હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.

भवः शर्वो रुद्रः पशुपतिरथोग्रः सहमहां

स्तथा भीमेशानाविति यदभिधानाष्टकमिदम्।

अमुष्मिन्प्रत्येकं प्रविचरति देव श्रुतिरपि

प्रियायास्मै धाम्ने प्रविहितनमस्योऽस्मि भवते॥२८॥

* * * * *

ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાં
સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ |
અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ
પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે || 28 ||

* * * * *

ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઈશાન, સહમહાન્ ,

અને ઉગ્ર ભીમ – નિખોલ શુભ નામાષ્ટક મહાન્‌

મહાદેવ ! તેની શ્રુતિ પણ પ્રસંશા નિત કરે,

નમું વારંવાર, શરણરૂપ ! પ્રેમાસ્પદ તને. ૨૮

* * * * *

પ્રભો! શર્વ રુદ્ર, પશુપતિ મહાદેવ ભવ ને,
ઈશાન ને ભીમ, ઉગર તુજ નામાષ્ટક ખરે;
બધાંયે એ નામો શ્રુતિ પણ કહે છે તુજ પ્રભો !
વહાલાં એ નામ, શિર નમવું છુ તે સહુયને ॥ ૨૮ ॥

* * * * *

હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ‘ઈશાન’ છે. આવી રીતે જેમ શ્રુતિ ‘પ્રણવ’ નો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.

नमो नेदिष्ठाय प्रियदव दविष्ठाय च नमो

नमः क्षोदिष्ठाय स्मरहर महिष्ठाय च नमः।

नमो वर्षिष्ठाय त्रिनयन यविष्ठाय च नमो

नमः सर्वस्मै ते तदिदमितिसर्वाय च नमः॥२९॥

* * * * *

નમો નેદિષ્ઠય પ્રિયદવ ! દવિષ્ઠાય ચ નમો
નમ: ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો |
નમોવષિષ્ઠાય ત્રિનયન | યવિત્ઠાય ચ નમો:
નમ: સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમ: || 29 ||

* * * * *

નમું છું અંતઃસ્થ વિજયપ્રિય ! દૂરસ્થ તુજને,

નમું છું સૂક્ષ્મસ્થ, સ્મરહર ! સ્થૂલસ્થ નમું તને,

નમું જૂના જોગી, ત્રિનયન ! નમું છું તરુણને,

નમું તેને – આને સકલ રૂપ ! શ્રેયસ્કર ! તને. ૨૯

* * * * *

તું છે પાસે, દૂર વિજનપ્રિય નમું પ્રભુ તને !
તું છે નાનો મોટો, સ્મરહર નમું છું પ્રભુ તને !
યુવા ને વૃધ્ધ તું, નમન કરતો ત્ર્યંબક તને,
રહ્યો સૌમાં સૌથી, પર કરું નમસ્કાર તુજને ॥ ૨૯ ॥

* * * * *

નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરું છું. હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર ! વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ તમને હું નમું છું અને તેથી આ તમારું દ્રશ્યરૂપ છે ને પેલું અદશ્યરૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.

बहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः

प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।

जनसुखकृते सत्त्वोद्रिक्तौ मृडाय नमो नमः

प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥३०॥

* * * * *

બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમ:
પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમ: |
જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમ:
પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમ: || 30 ||

* * * * *

અધિક રજથી સૄષ્ટિ સ્રષ્ટા ભવ તમને નમું,

પ્રબલ તમથી સૃષ્ટિહર્તા હર તમને નમું,

જન સુખ કર, સત્ત્વાગાર મૄડ તમને નમું,

ત્રિગુણ રહિત તેઅજઃપુંજ શિવ તમને નમું, ૩૦

* * * * *

જગત રચતા બ્રહ્માને, હું નમું રાજસ રૂપ જે,
નમું જગતના કર્તા, રૂદ્ર બન્યા તામસ રૂપ તે,
સુખ જગતને દેતા, વિષ્ણુ નમું સત્વ સ્વરૂપને ;
ગુણાતીત સ્વરૂપ તેજોમય સદાશિવને નમું ॥ ૩૦ ॥

* * * * *

હે દીનાનાથ ! બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું. આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ, રજસ અને તમસ – એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.

कृशपरिणति चेतः क्लेशवश्यं क्व चेदं

क्व च तव गुणसीमोल्लङ्घिनी शश्वदृद्धिः।

इति चकितममन्दीकृत्य मां भक्तिराधा

द्वरद चरणयोस्ते वाक्यपुष्पोहारम्॥३१॥

* * * * *

કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદં
કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: |
ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરાધા
દ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ || 31 ||

* * * * *

અખિલ હ્નદય મારું કલેશ – આધીન ક્યાં ? ને

ગુણ પર તવ રિદ્ધિ શાશ્વતી, નાથ ! ક્યાં તે ?

અતિ ચકિત મને ભક્તિઉત્સાહ દ્વારા

ચરણ મહીં અપાવે વાક્યની પુષઅમાલા. ૩૧

* * * * *

અવગુણભર મારું ચિત્ત ક્યાં ક્લેશવાળું,
પરમગુણ ભરેલી, શક્તિ ક્યાં દિવ્ય તારી !
ચકિત થાઉં વિચારી, ભીતિવાળો બનું છું,
પદ મહીં પણ ગીત ભક્તિભાવે ધરુ છું ॥ ૩૧ ॥

* * * * *

અર્થ : હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.

असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे

सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी।

लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं

तदपि तव गुणानामीश पारं न याति॥३२॥

* * * * *

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે
સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી |
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ || 32 ||

* * * * *

અસિતગિરિ સમું હો કાજળ, સિન્ધુ પાત્રે

સુર તરુવર – ડાળી, લેખની પત્ર ભૂમિ,

ગ્રહણ કરી લખે જો શારદા સર્વ કાલ,

તદપિ તુજ ગુણોનો, નાથ ! આવે ન પાર. ૩૨

* * * * *

જલધિનું પ્રભુ પાત્ર હોય ને પ્હાડ શાહી,
કલમ કલ્પવૃક્ષ ડાળની પત્ર પૃથ્વી ;
નિત નિત કર તેને લૈ લખે શારદા યે,
તુજ ગુણ સહુ તેનો પાર તોયે ન પામે ॥ ૩૨ ॥

* * * * *

અર્થ : હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.

असुरसुरमुनीन्द्रैरर्चितस्येन्दुमौले

र्ग्रथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य।

सकलगणवरिष्ठः पुष्पदन्ताभिधानो

रुचिरमलघुवृत्तैः स्तोत्रमेतच्चकार॥३३॥

* * * * *

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે
ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય |
સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનો
રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા || 33 ||

* * * * *

અસુર-સુર મુનીન્દ્રે ચણ્દ્રમૌલિ પૂજેલા

અગુણ – ગુણ સ્તવો છે વેદમાંહી ભરેલા,

સકલગુણવરિષ્ઠ પુષ્પદંતે રચ્યું આ,

રુચિર મધુર સ્તોત્ર દીર્ઘ સુછંદ દ્વારા. ૩૩

* * * * *

અસુરસુરમુનિથી પૂજ્ય જે ચંદ્રમૌલી,
ગુણરહિત સદા જે, ખૂબ પૂર્વે ગવાયા ;
સ્તુતિ કરું મધુ તેની ભક્ત ગંધર્વ તે હું,
રસમય બનું, મારૂં નામ છે પુષ્પદંત ॥ ૩૩ ॥

* * * * *

અર્થ : હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

अहरहरनवद्यं धूर्जटेः स्तोत्रमेत

त्पठति परमभक्त्या शुद्धचित्तः पुमान् यः।

स भवति शिवलोके रुद्रतुल्यस्तथाऽत्र

प्रचुरतरधनायुःपुत्रवान्कीर्तिमांश्च॥३४॥

* * * * *

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત
ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં |
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર
પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય || 34 ||

* * * * *

પ્રતિ દિવસ ભણે છે શંભુનું સ્તોત્ર આ જે,

પુરુષ પરમ પ્રેમે વિશ્વમાં શુદ્ધ ચિત્તે,

શિવ સમ બનીને તે સંચરે શિવલોકે,

પ્રચુર્તર ધનાયુ પુત્ર, કીર્તિ લભે છે. ૩૪

* * * * *

પુનિત હૃદયથી જે રોજ આ સ્તોત્ર વાંચે,
મધુર સુખદ જે છે, મેં રચ્યુ શંભુ માટે;
શિવસમ બનશે તે રૂદ્રલોકે અહીં ને,
બહુ ધનસુતઆયુ કીર્તિને પામશે તે ॥ ૩૪ ॥

* * * * *

અર્થ : હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.

महेशान्नापरो देवो महिम्नो नापरा स्तुतिः।
अघोरान्नापरो मन्त्रो नास्ति तत्त्वं गुरोः परम्॥३५॥

* * * * *

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: |
અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ || 35 ||

* * * * *

શંભુથી શ્રેષ્ઠ ના દેવ, મહિમ્નથી ન કો સ્તુતિ,

અઘોર મંત્રથીયે ના, ગુરુથી શ્રેષ્ઠ કો નથી. ૩૫

* * * * *

શિવથી અન્ય ના દેવ, સ્તુતિ અન્ય મહિમ્નથી ;
શિવમંત્ર થકી મંત્ર, ગુરૂથી પર તત્વ ના ॥ ૩૫ ॥

* * * * *

અર્થ : ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ ‘મહિમ્નસ્તોત્ર’ જેવી બીજી કોઈ સ્તુતિ નથી, ‘અઘોર’ નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.

दीक्षा दानं तपस्तीर्थं योगयागादिकाः क्रियाः।
महिम्नः स्तव पाठस्य कलां नार्हन्ति षोडशीम्॥३६॥

* * * * *

દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: |
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ || 36 ||

* * * * *

દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન યાગાદિક ક્રિયા,

મહિમ્ન પાઠની તોલે ન થાય સોળમી કલા. ૩૬

* * * * *

દાન, દીક્ષા, તપ, જ્ઞાન, તીર્થ, યજ્ઞ સમી ક્રિયા,
મહિમ્ન પાઠના નાદે, સોળમા ભાગનું ફળ ॥ ૩૬ ॥

* * * * *

અર્થ : દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.

कुसुमदशननामा सर्वगन्धर्वराजः

शिशुशशधरमौलेर्देवदेवस्य दासः।

स खलु निजमहिम्नो भ्रष्ठ एवास्य रोषा

त्स्तवनमिदमकार्षीद्दिव्यदिव्यं महिम्नः॥३७॥

* * * * *

કુસુમદશનનામા સર્વગંધર્વરાજ:
શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ |
સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા
ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: || 37 ||

* * * * *

કુસુમદશન નામે સર્વ – ગંધર્વ – રાજ,

શિશુ – શશિધર દેવાધીશનો શ્રેષ્ઠ દાસ,

પતિકુપિત થતાં તે સ્વત્વભ્રષ્ટે પ્રીતિથી,

સ્તુતુ કરી મહિમાની દિવ્યદિવ્ય મિખેથી. ૩૭

* * * * *

કુસુમદશન નામે સર્વ ગંધર્વ રાજા,
શિર પર વિધુ જેના, દાસ તે શંભુ કેરો,
કુપિત શિવ થવાથી, જે થયો ભ્રષ્ટ તેણે,
સ્તવન શિવનું આ છે દિવ્ય બનાવ્યું ॥ ૩૭ ॥

* * * * *

કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षैकहेतुं

पठति यदि मनुष्यः प्राञ्जलिर्नान्यचेताः।

व्रजति शिवसमीपं किन्नरैः स्तूयमानः

स्तवनमिदममोघं पुष्पदन्तप्रणीतम्॥३९॥

* * * * *

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ
પઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:
વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન:
સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ || 38 ||

* * * * *

સુર – મુનિવર પૂજ્ય, સ્વર્ગ ને મોક્ષ દેતું,

સ્તવન સફલ આ જો પુષ્પદંતે રચેલું,

જન કર દ્રય જોડી એકચિત્તે ભણે તો,

શિવ સમીપ પહોંચે કિન્નરોથી ગવાતો. ૩૮

* * * * *

સુરગુરૂ શિવ પૂજી સ્વર્ગ ને મુક્તિદાતા,
જન કદી કર જોડી પાઠ ચિત્તે કરે આ,
શિવગમન કરે તે ગાય છે કિન્નરો ત્યાં,
સ્તુતિ જરૂર ફળે છે, પુષ્પદંતે કરી આ ॥ ૩૮ ॥

* * * * *

અર્થ : આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.

आसमाप्तमिदं स्तोत्रं पुण्यं गन्धर्वभाषितम्।
अनौपम्यं मनोहारि शिवमीश्वरवर्णनम्॥३९॥

* * * * *

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ |
અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન || 39 ||

* * * * *

ગંધર્વોક્ત અતિ શુદ્ધ અનુપમ મનોહર,

થયું સમાપ્ત આ સ્તોત્ર વર્ણન રૂપ મંગલ. ૩૯

* * * * *

પૂર્ણ આ થાય છે સ્તોત્ર, જેમાં છે પ્રભુવર્ણન,
પુણ્યવંત મનોહારી ગંધર્વે તે રચેલ છે ॥ ૩૯ ॥

* * * * *

અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.

इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छङ्करपादयोः।
अर्पिता तेन देवेशः प्रीयतां मे सदाशिवः॥४०॥

* * * * *

ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: |
અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: || 40 ||

* * * * *

આમ આ વાઙમયી પૂજા સમર્પું શિવપાદમાં,

થાઓ પ્રસન્ન તેનાથી, સદાશિવ ! કરી કૄપા. ૪૦

* * * * *

આ છે વાણીમયી પૂજા, શિવને ચરણે ધરી,
સ્વીકારી પ્રસન્ન તમે મહાદેવ જજો બની ॥ ૪૦ ॥

* * * * *

અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.

तव तत्त्वं न जानामि कीद्शोडसि महेश्वर ।
याद्सोडसि महादेव ताद्शाय नमो नमः ॥४१॥

* * * * *

તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: |
યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: || 41 ||

* * * * *

હે મહેશ્વર ! કેવા છૉ ? તમારું તત્ત્વ ના લહું,

હે મહાદેવ, જવા હો તેવાને હું નમું નમું . ૪૧

* * * * *

તત્વથી ના તને જાણું, કેવો છે તું મહેશ્વર,
જેવો તું હોય તેવો યે, નમસ્કાર તને કરૂં ॥ ૪૧ ॥

* * * * *

અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.

एककालं द्विकालं वा त्रिकालं यः पठेन्नरः ।
सर्वपापविनिर्मुक्तः शिवलोके महीयते ॥४२॥

* * * * *

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: |
સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે || 42 ||

* * * * *

એકકાળે દ્વિકાળે વા ભણે છે જે ત્રિકાળમાં,

તે છૂટીને પાપોથી પૂજાય શિવલોકમાં. ૪૨

* * * * *

એક બે ત્રણ કે વાર, જે કો’ આ પાઠ વાંચશે,
સર્વ પાપ થકી છૂટી, શિવલોકે સુખી થશે ॥ ૪૨ ॥

* * * * *

અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.

श्रीपुष्पदन्तमुखपङ्कजनिर्गतेन

स्तोत्रेण किल्बिषहरेण हरप्रियेण।

कण्ठस्थितेन पठितेन समाहितेन

सुप्रीणितो भवति भूतपतिर्महेशः॥४३॥

* * * * *

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન
સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ |
કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન
સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ || 43 ||

* * * * *

શ્રી પુષ્પદન્ત – મુખ – પંકજથી સરેલું,

આ સ્તોત્ર પાવન સદાશિવને ગમેલું,

જો સ્વસ્ત ચિત્ત ભણશે મુખથી હંમેશ,

થાશે પ્રસન્ન અતિ ભૂતપતિ, મહેશ. ૪૩

* * * * *

શ્રીપુષ્પદંત મુખપંકજથી થયું આ,
છે સ્તોત્ર પાપહર શંકરને વ્હાલું ;
કંઠે રહે, પઠન થાય, ગૃહે રહે તે,
તો લોકનાથ શિવ થાય પ્રસન્ન સાચે ॥ ૪૩ ॥

* * * * *

અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.

ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત

No comments:

Post a Comment