Translate

Search This Blog

Wednesday, April 13, 2011

રામનો નીલવર્ણ અને કૃષ્ણનો કાળો રંગ

રામને નીલવર્ણ અને કૃષ્ણના કાળા રંગની પાછળ એક દાર્શનિક રહસ્ય છે. ભગવાનોનો આ રંગ તેમના વ્યક્તિત્વને દર્શાવે છે. વાસ્તવમાં તેની પાછળ ભાવ એવો છે કે, ભગવાનનું વ્યક્તિત્વ અનંત છે. તેની કોઈ જ સીમા નથી, તે અનંત છે. આ અનંતતાનો ભાવ જ આપણે આકાશ દ્વારા પ્રાપ્ત થાય છે. આકાશની કોઈ જ સીમા નથી. તે અંતહીન છે. રામ અને કૃષ્ણનો રંગ આ આકાશની અનંતતાનું પ્રતીક છે. રામનો જન્મ દિવસે થયો હતો. દિવસેનો રંગ આસમાની-નીલવર્ણ હોય છે.

આ જ રીતે કૃષ્ણનો જન્મ અડધી રાતે થયો હતો અને રાતના સમયે આકાશનો રંગ કાળો પ્રતીત થાય છે. બંને પરિસ્થિતિઓમાં ભગવાનને આપણા ઋષિ-મુનિઓ અને વિદ્વાનોએ આકાશના રંગથી પ્રતીકાત્મક રીતે દર્શાવવા માટે કાળા અને નીલવર્ણને બતાવ્યો છે.

Read more at source article.

No comments:

Post a Comment