Translate

Search This Blog

Tuesday, April 19, 2011

પ્રશંસા અને પ્રતિષ્ઠા બંને મળે, આ ગુણોથી

પ્રશંસા અને પ્રતિષ્ઠા બંને મળે, આ ગુણોથી
સૌજન્ય : દિવ્ય ભાસ્કર
Source: Dharm Desk, Ahmedabad

Read the source article.

જ્ઞાનીઓને દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. જ્ઞાન અને સદગુણ એક સાથે કેવી રીતે આવી શકે? તેની કલા હનુમાનજી સારી રીતે જાણે છે. હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈમાં તેમને જ્ઞાન અને ગુણના સાગર કહ્યા છે.
जय हनुमान ज्ञान गुन सागर, जय कपीस तिहुं लोक उजागर

જ્ઞાન અને ગુણના સાગર હનુમાનજી તમારી જય હો, ત્રણેય લોક (સ્વર્ગ, ભૂમિ અને પાતળા) તમારાથી પ્રકાશમાન છે. આથી તમે કપીસ અર્થાત્ વાનરોના રાજા છો. તેમનું પહેલું નામ હનુમાન લખ્યું છે. જ્યારે તમને સૂર્યને મુખ ધારણ કર્યા ત્યારે ઇન્દ્રએ વ્રજ પ્રહાર કરી સૂર્યને મુક્ત કર્યા હતા. પ્રહારથી તેમની ઠોઢી તૂટી ગઈ હતી. સંસ્કૃતમાં ઠોઢીને હનુ કહે છે, આથી તેમનું નામ પડ્યું હનુમાન.

પરંતુ હનુમાનનો એક મહત્વપૂર્ણ અર્થ છે જે પોતાના માનનું હનન કરી દે તે હનુમાન છે. હનુમાનના ભક્ત નિરાભિમાની હોવો જોઈએ. પરમાત્મા અહંકાર શૂન્યમાં જ ઊતરે છે. તેમને જ્ઞાન, ગુણના સાગર કહ્યા છે. મંદિર નહીં. એક ફરક છે મંદિરમાં પવિત્ર થઈને પ્રવેશ કરવામાં આવે છે. યોગ્યતા મનુષ્યની ઓળખ કેવી રીતે બને છે જુઓ, કપીસ લખ્યુ છે હનુમાનજીને. પરંતુ વાનરોના રાજા સુગ્રીવ હતા, હનુમાનજી તો તેમના મંત્રી હતા. પરંતુ તુલસીદાસજીનું માનવું છે કે, જે લોકોના દિલ ઉપર રાજ કરે તે જ અસલી રાજા છે.

એટલા માટે જ તેમને હનુમાનજીને રાજાથી સંબોધિત કર્યા છે. હનુમાનજી પદથી નહીં, પદ હનુમાનજીના નામથી ઓળખાય છે. યોગ્યતાથી પ્રતિષ્ઠાને કંઈ રીતે જોડી શકાય તે આ ચોપાઈથી જાણી શકાય છે. તિહુલોક ઉજાગરનો અર્થ છે, પોતાના સદ્કર્મોથી પ્રતિષ્ઠા મેળવી શકાય તથા તેને સીમિત ન રાખો. તને વિસ્તાર થવો જોઈએ જેથી વધુને વધુ લોકો તેનાથી પ્રેરિત થઈ શકે. હનુમાનજી માત્ર પૂજનીય નથી પ્રેરક પણ છે.

No comments:

Post a Comment