Translate

Search This Blog

Sunday, November 30, 2014

જે સ્વાભાવિક જીવન જીવે એનું નામ સ્વામી, માનસદર્શન, મોરારિબાપુ

The article is displayed here with the courtesy of Sunday Bahskar edition of Divya Bhaskar, a Gujarati daily.

જે સ્વાભાવિક જીવન જીવે એનું નામ સ્વામી

Source Link: http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-from-sunday-bhaskar-4822671-NOR.html

રામચરિતમાનસમાં ઘણાં બધાં પાત્રો માટે ગોસાંઇ શબ્દનો પ્રયોગ થયો છે. ગોસાંઇનો સીધોસાદો અર્થ સ્વામી થાય છે. શાસ્ત્રીય આધાર પર ‘પ્રભુ’, ‘નાથ’ એવા ઘણા બધા પર્યાય મળે છે. ભગવાન રામને પણ ગોસાંઇ કહ્યા છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે,
કરુનામય રઘુનાથ ગોસાંઇ!
બેગિ પાઇઅહી પીર પરાઇ!!
પ્રાનનાથ રઘુનાથ ગોસાંઇ !
જો બડ હોત સો રામ બડાઇ.
ભગવાન રામ કરુણામય સ્વામી છે. એમને બીજાની પીડા જલદી અનુભવાય છે. તુલસીદાસજી એ ચોપાઇમાં ‘બેગિ’ શબ્દ લગાવીને એમ કહેવા માગે છે કે સામેવાળાને પીડાની અસર થાય એ પહેલાં જ ઠાકુરને પીડા શરૂ થઇ જાય છે. ગુજરાતીમાં નરસિંહ મહેતાના પદમાં જે પંક્તિ આવી અને વિશ્વવંદ્ય ગાંધીબાપુએ પોતાની પ્રાર્થનામાં જે પદને સ્થાન આપ્યું. આજે એ વિશ્વપ્રસિદ્ધ છે. એમાં જે પંક્તિ છે,

વૈષ્ણવજન તો તેને રે કહીએ,
જે પીડ પરાઇ જાણે રે...

આનું ઉદગમસ્થાન તુલસીદાસ છે. જે બીજાની પીડા જાણે એ વૈષ્ણવજન છે. પરંતુ પરમાત્મા રામ તો એ છે કે બીજાને પીડા શરૂ થવાની હોય એ પહેલાં પોતાને પીડા શરૂ થઇ જાય છે. એવા ગોસાંઇનું દર્શન આપણે અાજે કરીશું. રામચરિતમાનસમાં  તુલસીદાસજીએ મારી સમજમાં છે ત્યાં સુધી તેર વ્યક્તિને ગોસાંઇ કહ્યા છે. જેમાં ભગવાન રામ, શિવ, મનુ-શતરૂપાની સામે ભગવાનનું જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપને ગોસાંઇ કહ્યા છે. આ ઉપરાંત ગણેશ, વિશ્વામિત્ર, વશિષ્ઠજી, પરશુરામજી, દશરથજી ચિત્રકુટ ગયા ત્યારે નગરનાં જે નરનારી છે એ ગોસાંઇ છે. ભારદ્વાજ, ભરતજી, ખગરાજ ગરુડ, પુરવાસી ભુશુંડિ આવી રીતે મારી સમજમાં તેર રત્નો ગોસાંઇના રૂપમાં સમજાયાં છે. આમ તો આપણે ત્યાં સમુદ્રમંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં. હવે એક રત્ન ખૂટે છે. મારે સમુદ્રમંથનનું રૂપક બેસાડવું હોય તો અહીં ચૌદમું રત્ન લાવવું પડશે. એ વિષયમાં મારા મનમાં એક વાત આવી છે જે તુલસીદાસજી છે. આમેય આપણે એને ગોસાંઇ તો કહીએ જ છીએ. બીજી એક વાત કરી દઉં કે તમને બધાને એમ થશે કે આમાં કોઇ જગ્યાએ હનુમાનજીનું નામ ન આવ્યું. રામચરિતમાનસમાં હનુમાનજીને ગોસાંઇ કહ્યા નથી. પરંતુ હનુમાન
ચાલીસામાં કહ્યા છે.

જય જય જય હનુમાન ગોસાંઇ!
કૃપા કરો ગુરુ દેવ કી નાઇ!!

મારી મૂળ ચર્ચા હતી કે રામચરિતમાનસમાં સૌથી વધુ વખત ભગવાન રામ માટે ગોસાંઇ શબ્દનો પ્રયોગ થયો છે. હવે આ વિષયમાં આગળ વધીએ. ગુરુને આપણે સ્વામી માનીએ છીએ. કોઇ ગ્રંથને આપણે સ્વામી માનીએ છીએ પણ આપણે સંસારી જીવ છીએ, જાણ્યા વિના ભરોસો થતો નથી. આપણા જેવા માટે જ સૂત્ર-પાત થયો હશે કે થોડું જાણીને સ્વામી તરીકે સ્વીકારો. હવે પ્રશ્ન થાય કે સ્વામી કોને કહેવાય? ખાસ કરીને યુવાન ભાઇ-બહેનોને કહું કે કયા ઇષ્ટને આપણે સ્વામી કહીશું? કયા સદગુરુને આપણે સ્વામી કહીશું? એનો થોડો પરિચય મેળવીએ, થોડા સંકેતો સમજીએ.

આપણે કોઇના થઇએ પણ આપણી સ્વતંત્રતા ન છીનવે એ સ્વામી.
આપણું સ્વાતંય મિટાવી ન દે એને સ્વામી સમજવા. આપણે ભગવાન રામના થઇ જઇએ. પણ રામ આપણને બંધનમાં રાખશે નહીં. ખરેખર તો આપણા ગોસાંઇ ક્યારેય આપણું સ્વાતંય છીનવતા નથી. પરંપરાવાદી તો કહે છે કે અમે જેને માનીએ છીએ એને તમે પણ માનો. ઠીક છે ગુરુ પરંપરા સારી વાત છે. પરંતુ જીવની નીજતાનો વિચાર કરવો જોઇએ.

બીજાને સ્વાતંય દેતા જે પોતાની સ્વાધીનતાનું લિલામ ન કરે એ સ્વામી છે.
કલિયુગમાં પોતાની સ્વધીનતા જાળવી રાખવી એ પણ સ્વામીપણું છે. બાકી તો કોઇ પૈસાદાર માણસ હોય અને બહુ દાન દેતા હોય એના આધીન ગુરુને થઇ જવું પડે છે. પ્રેમવશતાની આખી વાત જુદી છે. જેમને
સ્વાતંય આપે એમને જાણ પણ થાય કે આ માણસને ખરીદી શકાય નહીં. સ્વાધીન હોય એ સ્વામીનું લક્ષણ છે.

આશ્રિતને
સ્વાતંય આપે અને આશ્રિતની વિશેષ યોગ્યતાને આધીન ન થઇ જાય, બાકી તો ધર્મ પણ પરાધીન થવા લાગે છે. ભગવાન કૃષ્ણ દોરીથી બંધાઇ જાય છે પરંતુ એ પરાધીનતા નથી એ લીલાનો એક ભાગ છે. તુલસીદાસજી કહે છે જીવ માયાને આધીન હોય છે. ટૂંકમાં આશ્રિતને
સ્વાતંય આપે એ સ્વામી છે.

પોતાનું કામ પોતે જ કરી લે એ સ્વામી છે.
આ લક્ષણ જો ન હોય તો સ્વામીપણું ક્યારેક ને ક્યારેક ખંડિત થઇ શકે છે. બીજાના પર આશ્રિત રહેવું ત્યારે સમજવું કે સ્વામીપણું ખંડિત છે. સેવાની ભાવનાથી કાર્ય કરીએ અથવા કરાવીએ એ વાત
જુદી છે.

સ્વાભાવિક હોય એ સ્વામી છે.
રહેણીકરણીમાં ક્યારેય કૃત્રિમતા ન લાગે, બિલકુલ સહજ હોય એ સ્વામી છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે,
મન મુસુકાઇ ભાનુકુલભાન
રામુ સહજ આનંદ નિધાન
સ્વાભાવિકતાનો બહુ મોટો દુશ્મન દંભ છે. દંભ વ્યક્તિને સ્વાભાવિક રહેવા દેતો નથી. ભગવાન રામની સ્વાભાવિકતા જુઓ.
ઉઠે રામુ સુનિ પ્રેમ અીરા!
કહુ પટ કહુ નિષંગ ધનુ તીરા!!
ભગવાન રામ બધા સાથે સહજ રહ્યા છે.
સંબંધમાં સ્વાર્થ ન રાખે એ સ્વામી છે.
સ્વાર્થમુક્ત થઇને આપણું બધું જ કાર્ય કરી દે એ સ્વામી છે. સ્વામી રામસુખ મહારાજ કહ્યા કરતા કે સાધુ તમારું કંઇક ખાય તો પોતાની માટે ખાતા નથી, તમે રાજી રહો એટલે એ ખાય છે. આપણી સાથે સંબંધ રાખે પણ સંબંધમાં કોઇ સ્વાર્થ ન હોય એ સ્વામી છે.
વર્ણભેદ, વર્ગભેદ, જાતિભેદ, ધર્મભેદ ન રાખે અને બધાનું સ્વાગત કરે એ સ્વામી છે.

સમાજમાં દરેકનું સ્વાગત કરે, નાનામાં નાના માણસને પ્રેમથી સ્વીકારે એ સ્વામી છે. તુલસીદાસજીએ ભગવાન રામના દરબાર વિશે કહ્યું હતું કે મહારાજ આપનો દરબાર બહુ જ પાવન છે. પરંતુ જ્યાં સુધી એક પતિતનો સ્વીકાર કરશો નહીં ત્યાં સુધી આપનો દરબાર અધૂરો છે. યુવાન ભાઇ-બહેનો હું આપને કહી દઉં કે દેશકાળ બદલી ચૂક્યો છે. સૌનો પ્રેમથી સ્વીકાર કરો. ઘણી વખત કહ્યા કરું છું કે હું કોઇને સમજાવવા માટે નીકળ્યો નથી. હું બધાનો સ્વીકાર કરવા માટે નીકળ્યો છું. વ્યાસનો અર્થ જ વિશાળતા થાય છે. જેની પાસે રહેવાથી સ્વર્ગિક સુખનો અનુભવ થાય એનું નામ સ્વામી છે.

જેની પાસે બેસવાથી સ્વર્ગનો અનુભવ થાય. આપણા ચિત્તમાં હરિનો અનુભવ થાય એ આપણા માટે સ્વામી છે. સમાજમાં ઘણા એવા લોકો છે કે જે આપણી પાસે બેઠા હોય તો એવું લાગે કે આ જાય તો સારું. જ્યારે ઘણા માટે આપણને બેસવાની ઇચ્છા થાય પણ મારું તો કામ છે નિંદાનો પણ સ્વીકાર, સ્તુતિનો પણ સ્વીકાર, હારનો પણ સ્વીકાર અને પરાજયનો પણ સ્વીકાર, છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું કે આ બધાં જ સૂત્રો આપણે બરાબર સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મને એમ લાગે છે કે આપણું જીવન ધન્ય બની જશે પાવન બની જશે.
જય સીયારામ!                (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

Saturday, November 29, 2014

માનસ દસરથ (દશરથ)

શ્રી રામ કથા
માનસ દસરથ (દશરથ)
કોલકત્તા
તારીખ ૨૯-૧૧-૨૦૧૪ થી તારીખ ૦૭-૧૨-૨૦૧૪

મુખ્ય ચોપાઈ
અવધપુરી રઘુકિલમનિ રાઉ
બેદ બિદિત એહીં દસરથ રાયુ
ધરમ ધુરંધર ગુનનિધિ ગ્યાની
હ્નદય ભગતિ મતિ સારંગપાની

...........................................................................બાલકાંડ .૧૮૭/૭/૮

શનિવાર, તારીખ ૨૯-૧૧-૨૦૧૪

જ્ઞાન, કર્મ, ભક્તિ એ ભગવદગીતાના ત્રણ કેન્દ્ર બિન્દુ છે.

જ્ઞાન કાંડ, કર્મ કાંડ અને ભક્તિ કાંડ/ઉપાસના કાંડ એ વેદના ત્રણ કેન્દ્ર બિન્દુ છે.

દશરથજી વેદ સ્વરૂપ છે, વેદ વિદિત છે, વેદ પ્રસિદ્ધ છે. તેમની ત્રણ રાણીઓને જ્ઞાન, કર્મ અને ભક્તિ રૂપા માનવામાં આવી છે.

ગ્રંથ જો સદ્‌ગુરૂ આશ્રિત ન હોય તો ગ્રંથી બનવામાં વાર નથી લાગતી.

કૌશલ્યા જ્ઞાન શક્તિ છે.

સુમિત્રા ઉપાસના શક્તિ છે.

કૈકેયી કર્મ શક્તિ છે.

જે દિવસ કે સમય પોતાના માટે હોય તે દિવસ/સમય રામ જન્મ છે.

દંભ મુક્ત જીવન ચર્યા ઉપાસના છે.

ભક્તિ એ ભજન સુધી પહોંચવાનો રસ્તો છે.

ભક્તિ, કર્મ, જ્ઞાન એ એક માત્ર માર્ગ છે. જ્યારે ભજન તો બહું દૂરની વાત છે, બહું દૂરની નગરી છે.

ભજનના મહેલમાં પ્રવેશ કરનારના બધા જ શબ્દો છૂટી જાય છે. શબ્દો છોડવા એટલે વર્ણાતીત થવું.

બોલવા માટે વિચાર કરવો જરૂરી છે. બોલનાર વયક્તિ કંઈક વિચાર કરતો જ હોય. પણ જ્યારે વ્યક્તિ ગાવા લાગે છે ત્યારે તેનિ વિચારવાની માત્રા ઓછી થઈ જાય છે. પણ કોઈ વ્યક્તિ જ્યારે નૃત્ય કરે છે ત્યારે તેની વિચારવાની માત્રા બિલકુલ રહેતી નથી.

ઓકાત ન હોવા છતામ ઓમકાર આપી દે તે ગુરૂ છે.

બુદ્ધ પુરૂષની સેવા ભક્તિ છે, માર્ગ છે.

ઉપાસના સાંપ્રદાયીક હોઈ શકે પણ ભજન બિનસાંપ્રદાયીક છે.

તૈલ ધાર વત ભરોંસો એ જ ભજન છે.

અખંડ વિશ્વાસ ભજન છે.

ભજન એ તો ભગવાનનો પણ બાપ છે. ભગવાન ભજનનું બચ્ચુ છે.

અખંડ  પ્રેમ ધારા - ભાવ ધારાનું નામ ભજન છે.

અખંડ સુમિરન- નિરંતર સ્મૃતિ - યાદ ભજન છે. પછી ભલે તે સ્મૃતિ ગમે તેની હોય.

પતિને તેની પત્નીમાં અને પત્નીને તેના પતિમાં અખંડ ભરોંસો હોય તે ભજન છે.

ગુરૂને તેના શિષ્ય ઉપર ભરોંસો અને શિષ્યને તેના ગુરૂ ઉપર યકીન ભજન છે.

ભજન સાધના નથી.

ભજન બધી જ સાધાનાથી ઉપર છે, આગળ છે.

હરિ ભજન વિના કલેશ ન જાય.

Think Globally and Act Locally.

હરિ વ્યાપક સર્વત્ર સમાના

પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના

કૌશલ્યા જ્ઞાન કાંડ છે. જ્ઞાન કાંડમાં વ્યક્તિ હર્ષ શોકથી મુક્ત હોય, વિવેક પૂર્ણ વર્તન કરે.

ક્રિયા શક્તિ - ક્રિયા કાંડમાં જ્યાં સુધી કોઈ સંગ દોષ ન લાગે ત્યાં સુધી તે વેદનો ક્રિયા કાંડ છે.

જ્યારે કર્મ કુસંગથી બચે ત્યારે તે પૂર્ણ રૂપમાં પહોંચે.

કૈકેયી મંથરાના સંગ દોષથી બચી ન શકી.

દુર્જનના સંગ કરતાં નર્કનો નિવાસસારો છે.

કર્મમાં શાંતિ અસંગના કારણે નથિ મળતી.

આ ત્રણેયનો સમન્વય જેનામાં છે તે દશરથ છે.

રામ ચરિત માનસના ૯ પુરૂષ પાત્રમાં દશરથ મધ્યમાં છે.

આ ૯ પુરૂષ પાત્ર નીચે પ્રમાણે છે.

૧ હિમાચલ સમ્રાટ છે જેના ત્યાં શૈલજા જન્મે છે.
૨ રાજા શીલનિધિ
૩ રાજશ્રી મનુ
૪ વિદેહ રાજ જનક
તાત એટલે બાપ.
તાત એટલે વંશની વૃદ્ધિ કરનાર.
ગુરૂએ આપેલ સમૃદ્દિને વધારનાર તાત છે એવું અષ્ટવક્રા જનક રાજાને કહે છે. ગુરૂની જ્ઞાન સંપદાને વધારનાર તાત છે.
૫ રાજા દશરથ
૬ કપિશ
૭ સુગ્રિવ
૮ દશાનન
૯ રાજા રામ

બાલકાંડ એ બાલમંદિર છે.

અયોધ્યાકાંડ એ રાજ મંદિર છે.

અરણ્યકાંડ એ વન - વૃક્ષ મંદિર છે.

કિષ્કિન્ધાકાંડ એ વાલી મંદિર છે, પિતૃ મંદિર છે.

સુંદરકાંડ હરિ મંદિર છે.

લંકાકાંડ યુદ્ધ મંદિર છે. જે ક્રિયા નિર્વાણ આપે તે મંદિર છે. લંકાકાંડમાં અધમાં અધમનું નિર્વાણ થાય છે.

ઉત્તરકાંડ બુદ્ધ મંદિર છે.

મહાભારતના યુદ્ધમાં બહું છ્લ કપટ થયું છે.

બ્રહ્મ સત્ય જગત તથ્ય ---------જગદીશ ત્રિવેદી

જગત એ એક પવિત્ર પાત્ર છે .     લઓત્સુ

ત્રિભુવન ગુરૂ
ધર્મ ગુરૂ
કૂલ ગુરૂ
સદ્‍ ગુરૂ

સત્ય લેવાય, પ્રેમ અપાય અને કરૂણામાં જીવાય ........વિનોબાજી

ગુરૂ હવા છે, પાણી છે, મૃત્ય છે.


રવિવાર, તારીખ ૩૦-૧૧-૨૦૧૪

ભજન એટલે શું?

માનસના વરિષ્ઠ પાત્રો ભક્તિ માગે છે, ભજન નથી માગતા.

ભક્તિ પ્રેમનો પર્યાય છે.

અખંડ પ્રેમ એ ભજન છે.

પ્રાર્થના ભક્તિ છે.

અખંડ પ્રેમથી પ્રાર્થના કરો તો એ ભજન છે.

ભજન માર્ગ નથી, પંથ નથી, સંપ્રદાય નથી, ધર્મ પણ નથી.

ભજન અદ્વિતીય છે.

યંત્રવત પ્રાર્થના ભજન ન બને.

ધર્મ એટલે પરમ સ્વાતંત્ર્ય. ધર્મમાં કોઈ બંધન ન હોય.

ધર્મ વિશ્રામ છે.

પરમ હોશ એ ધર્મ છે. .....ઑશો

પરમ જાગૃતિ ધર્મ છે.

શેરડીનો રસ, પાણી, દૂધ, ફળ, ઔષધિ વગેરે સ્નાન સંધ્યા કર્યા પહેલાં લઈ શકાય.

ધાર્મિક્તા લેબલ ન હોય પણ તેમાં લેવલ હોય.

ભગવાન સુખ સ્વરૂપ છે અને આપણે ભગવાનના અંશ હોવાને નાતે આપણે પણ સુખ સ્વરૂપ છીએ.

પરમાત્માએ આપણને આપણી ઓકાતથી ઘણું વધારે આપ્યું છે.

સમસ્ત અભાવમાં જે તૃપ્ત રહે તે ફકિર છે અને સમસ્ત સુવિધા હોવા છતાં તેમાં જે અતૃપ્ત રહે તે અમીર છે.

સતસંગથી અસંગતાનો જન્મ થાય.

પુરૂષ એટલે પરમાત્મા અને પ્રકૃતિ એટલે માયા.

શાસ્ત્રની પુરૂષની વ્યાખ્યા પ્રમાણે જે વ્યક્તિ જ્યાં પાત્રતા દેખાય ત્યાં તેને બધું જ આપી દે તે પુરુષ છે.

જેનામાંથી અને જ્યાંથી સારા ગુણ મળે તે ગ્રહણ કરે તે પુરૂષ કહેવાય.

પોતાના પરિવારમાં સાથે ભોજન કરે તે પુરૂષ છે.

લાઓત્સુનાં ત્રણ રત્ન નીચે પ્રમાણે છે.

૧ પ્રેમ મહાન રત્ન છે.

૨ અતિ થી બચવું જોઈએ. કોઈ પણમાં અતિરેક ન કરવો.

૩ તમારા સામર્થ્યનો સદઉપયોગ કરો.

પૂર્ણ ચેતના સહ કરેલ પુકાર ભજન છે.

કામ, ક્રોધ, લોભનો અતિરેક યોગ્ય નથી. સમ્યક માત્રામાં કામ, ક્રોધ, લોભ જરૂરી છે.

નીચેની ૭ વસ્તુ જરૂરી નથી.

૧ ઇર્ષા

૨ નીંદા

૩ દ્વેષ

૪ મૂઢતા - અહંકાર

૫ અભિમાન

૬ બદલો લેવાની ભાવના

૭ પોતાના સ્વાર્થનું જ વિચારવું

ભજન સાત્વિક, રાજસી કે તામસી આહાર નથી પણ તેનાથી પર ગુણાતીત આહાર છે.

ભજન ગુણાતીત આહાર છે.

જ્યાં નીચેની ૫ વસ્તુ હોય તે સ્થળ પુરી - નગરી છે.

૧ જ્યાં મન, વચન, કર્મથી કોઈનું દીલ ન દુભાય તે સ્થળ પુરી છે.

૨ જે સ્થાનની પાસેથી નદી વહેતી હોય તે સ્થાન પુરી છે. આ પ્રવાહી પરંપરાનો નિર્દેશ કરે છે.

 જ્યાં કોઈનો વધ ન થાય તે અવધ.

૩ જે નગરમાં કોઈ સાધુ સંત રહેતો હોય તે નગર પુરી છે.

૪ જ્યાં કોઈ રાજા રહેતો હોત તે સ્થળ પુરી છે. આન, બાન, શાનને સુરક્ષિત રાખે તેવી વ્યક્તિ જ્યાં રહેતી હોય તે સ્થાન પુરી છે.

૫ જ્યાં કોઈ નિષ્ણાત વૈદ્ય, ડૉક્ટર રહેતો હોય તે સ્થાન પુરી છે.

મન, વચન, કર્મથી હરિ ભજન કરવાનો સ્વાર્થ દરેકે રાખવો જોઈએ.

જેનામાં ૧૧ લક્ષણ હોય તે રાજા કહેવાને લાયક છે.

દશરથમાં આ ૧૧ લક્ષણ છે. રાજા રામમાં પણ આ ૧૧ લક્ષણ છે.

૧ ધર્મ કાર્યમાં જે તત્પર હોય તે રાજા કહેવાય. ધર્મ તત્પરતા બતાવવી તે રાજાનું લક્ષણ છે. અધર્મમાં શિથિલ રહેવું જોઇએ.

૨ જેના મુખમાં મધુરતા હોય, મધુર વાણી હોય તે રાજા કહેવાય.

૩ જેનામાં દાન કરતી વખતે ઉત્સુકતા હોય તે રાજા કહેવાય.

૪ જે મિત્ર સાથે કપટ મુક્ય પ્રેમ કરે તે રાજા કહેવાય.

૫ જે સદગુરૂ સાથે વિનયથી વર્તે તે રાજા કહેવાય.

૬ જેના ચિતમાં ગંભીરતા હોય તે રાજા કહેવાય.

૭ જેના વ્યવહારમાં પવિત્રતા હોય તે રાજા કહેવાય. બહારથી સ્વચ્છતા હોય અને અંદરથી પવિત્રતા હોય.

૮ જે બધી જ અદ્‌ભૂત વિદ્યામાં રસ લે તે રાજા કહેવાય.

૯ જે શાસ્ત્રનો જાણકાર હોય તે રાજા કહેવાય. રાજાએ શાસ્ત્રને જાણવા જોઈએ.

૧૦ રાજા રૂપવાન, સુંદર હોવો જોઈએ. રૂપ એ એક નિધિ છે.

૧૧ રાજા શિવને ભજતો હોવો જોઇએ.

Source : http://amritgirigoswami.blogspot.in/2011/05/blog-post_5092.html

નમામીશમીશાન નિરવાણરુપં l
વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં ll
નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં l
ચિદાકાશવાસંભજેહં ll
નિરાકારમોંકારમૂલંતુરિયં l
ગિરા ગ્યાન ગોતીતમઈશં ગિરીશં ll
કરાલં મહાકાલકાલં કૃપાલં l
ગુણાગાર સંસાર પારંનતોહં ll
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં l
મનોભૂત કટિ પ્રભા શ્રી શરીરં ll
સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા l
લસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા ll
ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં l
પ્રસન્નાનનં નીલકંઠં દયાલં ll
મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલં
પ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં l
અખંડં અજંભાનુકોટિપ્રકાશં ll
ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ l
ભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં ll
કલાતીત કલ્યાણ કલ્પાંત કારી l
સદાસજ્જનાનંદદાતા પુરારી ll
ચિદાનણ્દસમ્દોહમોહાપહારી l
પ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી ll
ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં l
ભજંતીહ લોકે પરે વા નરાણાં ll
ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં l
પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ll
ન જાનામિ યોગ જપં નૈવ પૂજા l
નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ll
જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં l
પ્રભો પાહિઆપન્નમામીશ શંભો ll
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે l
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ll


Listen Sri Rudrashtakam - Slow Version by Pujya Ramesh Bhai Oza

You may also like to listen "Shree Rudraashtakam" by Pujya Bhaishree Rameshbhai Ojha (iTunes)









સાભાર: મા ગુર્જરી

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો,
દયા કરી દર્શન શિવ આપો…

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,
મારા દિલમાં વસો, બૈયો આવી વસો, શાંતિ સ્થાપો,
દયા કરી દર્શન શિવ આપો…

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો,
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

અંગે શોભે છે રૂદ્રની માળા, કંઠે લટકે છે ભોરીંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતી, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…


Listen Video by Narayan Swami



Updating is in progress, please visit again for more details.

Sunday, November 23, 2014

યજ્ઞથી રોગ પણ મટાડી શકાય અને પર્યાવરણ પણ શુદ્ધ કરી શકાય

The article "યજ્ઞથી રોગ પણ મટાડી શકાય અને પર્યાવરણ પણ શુદ્ધ કરી શકાય" published in the Sunday Bhaskar by Shree Kishor Makwana is displayed here with their courtesy. 



બ્રુસ જ્હોનસન... ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રાત્રે 11થી સવારે 3 વાગ્યા સુધી બિયર બારમાં સાજિંદા તરીકે નોકરી કરતા આ માણસના જીવનનો પ્રવાહ યજ્ઞથી પલટાઇ ગયો. બ્રુસ કહે છે, ‘ઓસ્ટ્રેલિયામાં દીવાનું કલ્ચર નથી, પણ અમારા ઘરમાં તો મારી પત્ની એની રોજ બે વાર ગાયનાં છાણાં અને ઘી નાખીને આગ પ્રગટાવતી. એમાં ચોખા હોમતી અને સંસ્કૃતમાં કંઇક મંત્રો બબડતી. મને કંઇ સમજાતું નહીં. હું ઘણીવાર કહેતો મહેરબાની કરીને આવાં ગતકડાં બંધ કર. એ કહેતી હું પ્રાચીન ભારતનો અગ્નિહોત્ર યજ્ઞ કરી રહી છું.’ આજથી 18 વર્ષ પહેલાં યજ્ઞના ઘોર વિરોધી બ્રુસ જ્હોનસન છેલ્લાં 17 વર્ષથી ઓસ્ટ્રેલિયા છોડીને આજે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ અને ધૂળિયાની વચ્ચે એક નાનકડા ગામડામાં તપોવન આશ્રમ સ્થાપીને અગ્નિહોત્ર યજ્ઞ નિત્ય કરી રહ્યા છે. બ્રુસ કહે છે, ‘મને જૂનો અસ્થમા હતો. રાહત મેળવવા ઇન્હેલર સાથે રાખતો. ધુમાડો તો સહન થતો નહીં, છતાં અગ્નિહોત્રના ધુમાડાથી મને કેમ કોઇ તકલીફ થતી નથી તેનું અચરજ થતું. એક દિવસ કુતૂહલ ખાતર પત્ની એની સાથે મેં પણ અગ્નિહોત્ર યજ્ઞમાં ભાગ લીધો અને આહુતિ આપી, બસ ત્યારથી એનું વ્યસન થઇ ગયું. ચારેક મહિનમાં દમ, અસ્થમા લગભગ ગાયબ થઇ ગયો, ઇન્હેલર ફેંકી દીધું.’

બ્રુસ કહે છે કે, ‘આ યજ્ઞ અંધશ્રદ્ધા નહીં, પણ વિજ્ઞાન છે. એનાથી અનેક રોગ દૂર કરી શકાય છે, એટલું જ નહીં, પરંતુ પર્યાવરણ પણ શુદ્ધ થાય છે.’
આપણી પ્રાચીન ઋષિ સંસ્કૃતિએ આવી સમસ્યાઓના ઉન્મૂલન માટે વાતાવરણમાં વ્યાપ્ત આસુરી, ભૌતિક સશક્તતાને આધ્યાત્મિકતાની પ્રચંડ શક્તિથી નાથવાનો ઉપાય બતાવ્યો છે. તેમાં જે ઉપાયો તત્ત્વદર્શીઓએ નિર્દેશ્યા છે તેમાં ગાયત્રી યજ્ઞનું મહત્ત્વ સર્વોપરી છે. યજ્ઞ કે ગાયત્રી યજ્ઞથી સૂક્ષ્મ વાતાવરણનું પરિમાર્જન થવાથી તેમાં છુપાયેલાં આસુરી તત્ત્વોનો નાશ થાય છે.

અહીં એક વાત સ્પષ્ટ સમજી લેવાની છે કે આ યજ્ઞ પ્રક્રિયાને ત્યારે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે જ વિકસાવાઇ હતી. તેમાં આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિકતાનો સમન્વય કરાયો હતો. કઇ રીતે? યજ્ઞ પ્રક્રિયામાં મંત્રવિજ્ઞાન, ધ્વનિવિજ્ઞાન સાથે વાયુ અને દ્રવ્યવિજ્ઞાન ઉપરાંત રસાયણ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો સમાવાયા છે. આ સિદ્ધાંતો પર જ યજ્ઞવિજ્ઞાનને આપણા ઋષિઓએ વિકસાવ્યું છે. મંત્રોના શબ્દોનો પ્રવાહ તેના અસાધારણ પ્રભાવને પ્રસરાવે છે. યજ્ઞમાં આહુતિ દરમિયાન ઉચ્ચારાતા મંત્રોચ્ચારોનો ધ્વનિપ્રવાહ દૂર... દૂરના વાતાવરણને પરિષ્કૃત કરે છે. યજ્ઞના અગ્નિની પવિત્ર અગ્નિશીખાઓની શક્તિ વેદમંત્રોમાં સંમિલિત થઇને પોતાના પ્રભાવને વધારે છે. આમ, અંતે બધું મળીને યજ્ઞ એક એવો ઉપચાર બની જાય છે જેથી વાયુમંડલ અને વાતાવરણ બંનેની બેવડી શુદ્ધિ થઇ જાય, તેની સાથે જ ભૌતિક જગતની પ્રત્યક્ષ અને આત્મિક ક્ષેત્રની અદૃશ્ય સમસ્યાનું સમાધાન થાય છે.

યજ્ઞોમાંથી નીકળનારી દિવ્ય ઔષધિઓની ઊર્જા, અતિ સૂક્ષ્મ ઔષધિધૂમ્ર પોતાના પ્રભાવથી વાયુ પ્રદૂષણને નિવારવા સક્ષમ છે. કોઇ વળી કહેશે, ધુમાડો ગમે તે હોય પણ તે કાર્બનડાયોક્સાઇડ જ કાઢે. પ્રાણવાયુ જ નષ્ટ કરે, પણ આ સર્વથા સત્ય નથી. આવું કહેનારાઓને એનું ભાન નથી કે યજ્ઞની પવિત્ર ધૂમ્રસેરો કારખાનાની ચીમનીઓમાંથી ઓકાતા ધુમાડાઓ જેવી નથી હોતી. અહીં મૂળ વાત એ છે કે જે દ્રવ્યના જલનથી ધુમાડો નીકળે છે, એ દ્રવ્યનો વૈજ્ઞાનિક ગુણધર્મ શું છે? યજ્ઞમાં અગ્નિને પ્રગટાવવા માટે ન તો કોલસો વપરાય છે, ન કેરોસીન કે ન તો કોઇ ધાતુ. અરે, તેને પ્રગટાવવા માટે બાકસની પેટીને પણ ઉપયોગમાં નથી લેવાતી... યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા અને અગ્નિના પ્રજ્વલનને સતત જાળવી રાખવા અષ્ટ સમિધનો ઉપયોગ થાય છે. તેમાં ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે. ગાયના છાણમાંથી બનેલા અડાયાં છાણાંનો ઉપયોગ થાય છે. લાકડાં પણ અમુક જ વૃક્ષોનાં વપરાય છે. તે ઉપરાંત અરણી, ધરો, ડાભડો, અઘેડો, સુગંધીવાળો જેવી ઔષધિઓ હવન (હવ્ય) સામગ્રી તરીકે વપરાય છે. આ પ્રત્યેક વનસ્પતિનો આગવો ગુણધર્મ છે. તેના જ્વલનથી વાયુમાં સુગંધ પ્રગટે છે. આવા યજ્ઞના અગ્નિને નિરંતર પ્રગટ રાખવા માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો આધાર લેવાયો છે તેનાથી ઊર્જા નીકળે છે, ધુમાડો નહીં, સુગંધિત, પોષક, રોગનાશક ઔષધિઓ દ્વારા વિનિર્મિત યજ્ઞ ઊર્જા વાયુમંડળના વિપરીત પ્રભાવને નષ્ટ કરે છે.

દુર્ગંધગ્રસ્ત સ્થાનોમાં સુગંધી પદાર્થોનું જ્વલન કરીને તેનું પરિમાર્જન કરવામાં આવે છે... દુર્ગંધગ્રસ્ત વાતાવરણને શુદ્ધ કરવામાં આવે છે. તેની સૂક્ષ્મ વાતાવરણમાં ઘણી સારી અસર થાય છે. આપણે સારી અગરબત્તી, ધૂપ કરીએ છીએ અને વાતાવરણમાં જે સુગંધ પ્રસરે છે તેની અનુભૂતિ કેવી હોય છે? ગૂગળ, કપૂર આદિ પદાર્થોના ગુણ સર્વવિદિત છે. તેવા પદાર્થોનું રોગગ્રસ્ત સ્થળોમાં જ્વલન કરાય છે. ઘીના દીવામાં પણ આ જ વિશેષતા છે.
અહીં એક વાત સમજી લેવાની જરૂર છે કે નર્યા કર્મકાંડ અને જડતાથી, બાહ્યાડંબર અને શાસ્ત્રોમાં જેનો નિષેધ છે એવી પદ્ધતિથી થતા યજ્ઞો એ યજ્ઞનું આદર્શ સ્વરૂપ નથી. આજે યજ્ઞ પ્રક્રિયાને અપ્રસ્તુત બનાવી દેવાઇ છે, તેને મોંઘી અને અસુવિધાયુક્ત બનાવી દેવાઇ છે.

socialnetwork.kishormakwana@gmail.com


Read the article at its source link.


જીવનમાં સત્ય હોવું જ જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ


જીવનમાં સત્ય હોવું જ જોઇએ




  • જીવનના ઉચ્ચાર, વિચાર અને આચારમાં સત્ય હોવું જોઇએ. રામ સ્વયં સત્ય છે. આપણે ખુદ સત્યપુરુષ ન બની શકીએ પરંતુ સત્યવ્રતી તો અવશ્ય બનીએ.


   

  • જીવનમાં મુશ્કેલી આવે ત્યારે અથવા આપણો સમય સારો ચાલતો ન હોય એવા સમયે સાત સૂત્રો આપણા સાચા સાથી છે. 


  • ધીરજ : જે માણસ પોતાના જીવનમાં ધીરજ રાખે એનો કસમય એક દિવસ પસાર થઇ જાય છે. ધીરજ આપણી કસોટી છે. 

ધીરજ ધર્મ મિત્ર અરુનારી!
આપદ કાલ પરિખિઅહીં ચારી!!




  • ધર્મ: ધર્મ એટલે હિન્દુ, ઇસ્લામ, બૌદ્ધ એની વાત નથી. ધર્મની આસપાસ અહીં કોઇ વિશેષણ નથી. ધર્મ એટલે જેનો સિદ્ધાંત આકાશની જેમ અસંગ અને અપાર હોય. 



  • વિવેક: કસમયમાં વિવેક બહુ જ મદદ કરે છે. જ્યારે વિપત્તિ આવે છે ત્યારે વિવેક આપણને બહુ પ્રેમ કરવા લાગે છે.

બિપત્તિ કાલ કર સતગુન નેહા!
શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા!!


  • સાહિત: સાહિત એટલે આપણું સાહિત્ય. એ પછી કોઇપણ ભાષાનું હોય કે કોઇપણ પ્રકારનું હોય. જે સારું સાહિત્ય હોય જેમાં સમાજનું હિત સમાયું હોય એ કસમયનો આપણો મિત્ર છે. 



  • સાહસ: સાહસ કસમયમાં મિત્ર બને છે. સાહસનો અર્થ હિંમત ન હારવી એવો થાય છે. કદમ આગળ વધારતા રહેવું. 



  • સત્યવ્રત: સત્ય પકડી રાખવું જરા મુશ્કેલ છે. ‘સત્યમેવ જયતે’ એ સૂત્ર તો અદભુત છે. પરંતુ આજ સુધી મારા દિમાગમાં એ બેઠું નથી કે સત્યને જય અને પરાજય સાથે શું લેવાદેવા? સત્ય સત્ય છે. સત્યને વિજયની ભૂખ અને પરાજયનું દુ:ખ હોતું નથી. 



  • ભરોસો: જીવનમાં ધીરજ હોય, ધરમ હોય, વિવેક હોય, સાહિત્ય હોય, સાહસ હોય, આપણી શક્તિ પ્રમાણે સત્ય હોય, પરંતુ ઇશ્વર પર ભરોસો ન હોય તો બધું જ બેકાર છે.  આ આખી દુનિયા વિશ્વાસ-ભરોસા પર જ ટકી છે. એટલે તુલસીદાસજીનો એક જીવનમંત્ર છે.

એક ભરોસો, એક બલ, એક આશ બિસ્બાસ
એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ
જીવનમાં ઇશ્વર ઉપર ભરોસો હશે તો ખરાબ સમય ક્યારે ચાલ્યો જશે ખ્યાલ પણ આવશે નહીં.


               (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.

Wednesday, November 19, 2014

વડોદરા શહેરમાં 14 વર્ષ બાદ પૂ.મોરારિબાપુની 14મી કથા

શહેરમાં 14 વર્ષ બાદ પૂ.મોરારિબાપુની 14મી કથા

શહેરમાં 14 વર્ષ બાદ પૂ.મોરારિબાપુની 14મી કથા
અનેરો લહાવો

તા.27 ડિસેમ્બરથી તા.4 જાન્યુઆરી-2015 દરમિયાન નવલખી મેદાનમાં રામકથાનું આયોજન

દિવ્યકાંત ભટ્ટ. વડોદરા


પ્રસિદ્ધરામાયણી સંત-કથાકાર પૂ.મોરારિબાપુની વડોદરા ખાતેની 14 મી રામકથાનું 14 વર્ષના લાંબા સમય બાદ વર્ષ-2014માં આયોજન થયું છે. પૂ.મોરારિબાપુની રામકથા આગામી તા.27 ડિસેમ્બરથી તા.4 જાન્યુઆરી-2015 દરમિયાન નવલખી મેદાનમાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે,પૂ.બાપુએ તેમના જીવનની 500મી રામકથા વડોદરામાં નવલખી મેદાનમાં કરી હતી.

પ્રસિદ્ધ રામાયણી સંત-કથાકાર પૂ.મોરારિબાપુએ 1960 થી રામચરિત માનસ-રામકથાનો પ્રારંભ કર્યો હતો.આજે તેઓએ દેશ-વિદેશમાં 746 રામકથાના માધ્યમથી રામનામને ગુંજતું કર્યું છે. રામકથા દ્વારા સત્ય-પ્રેમ અને કરુણાનો સંદેશો વહેતો કરનારા પૂ.બાપુનો રામકથાના મુદ્દે વડોદરા સાથેનો નાતો સવિશેષ રહ્યો છે.

1960 માં રામકથાનો પ્રારંભ કર્યા બાદ ઓક્ટોબર-2014 સુધીમાં પૂ.મોરારિબાપુની દેશ-વિદેશમાં યોજાયેલી 746 રામકથા પૈકી 13(બાજવા ખાતેની 2 કથા સહિત) રામકથા વડોદરાની ધરતી પર યોજાઇ ચૂકી છે. છેલ્લે પૂ.બાપુની વડોદરાની 13 મી અને તેમની કારકિર્દીની 562 મી રામકથા વર્ષ 2000 માં(તા.16-12-2000 થી 24-12-2000) યોજાયા બાદ 14 વર્ષના લાંબા સમય પછી દોશી પરિવારના ઉપક્રમે આયોજિત પૂ.બાપુની રામકથાનો સંસ્કારી નગરી વડોદરાને લ્હાવો ડિસેમ્બર મહિનામાં મળશે. કથાનો પ્રારંભ તા.27 ડિસેમ્બર-2014 ના રોજ અને સમાપન તા.4 જાન્યુઆરી-2015 ના રોજ થશે.

કથાની માહિતી વેબસાઇટ પર મૂકાઇ
રામકથાઅંગેનીવિસ્તૃત માહિતી પૂ.મોરારિબાપુની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. વેબસાઇટ પર કથાની તારીખ, સમય, સ્થળ સહિત વિગતો જણાવાઇ છે.

રામકથાનો સમય શું રહેશે?
{તા.27ડિસેમ્બર, શનિવાર-2014 * સાંજે 4 થી 7 કલાક સુધી

{તા.28ડિસેમ્બર થી તા.4 જાન્યુ.2015 * સવારે 9.30 થી બપોરે 1.30 કલાક સુધી

પૂ.મોરારિબાપુની વડોદરામાંઅત્યાર સુધીમાં 13 કથા યોજાઇ છે. 13 પૈકી છેલ્લી 3 કથા પૂ.બાપુએ રામાયણના ઉત્તરકાંડના દોહા નં.42 ની ચોપાઇ નંબર-4 બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ્ગ્રંથ હી ગાવા..ના વિસ્તૃત વિવરણ સાથે પણ કરી હતી. વર્ષ-1991, 1996 અને 2000 ની કથા ઉત્તરકાંડની ચોપાઇ પર યોજાઇ હતી. જેથી આગામી કથામાં પણ પૂ. બાપુ ચોપાઇ પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે.
3 કથા બડે ભાગ માનુષ..પર યોજાઇ હતી

Read More at Divya Bhaskar. 


Monday, November 17, 2014

જીવનનો ઉત્તમ મારગ પ્રેમ છે, માનસદર્શન, મોરારિબાપુ



જીવનનો ઉત્તમ મારગ પ્રેમ છે





  • ત્રણ મારગ છે જેમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સમાવેશ થાય છે. 


  • સંતોનું એવું માનવું છે જ્યારે મારગની વાત આવી ત્યારે રામ વૈદિક મારગ ઉપર ગયા છે. ભગવાન રામે ચાર વેદનું અનુસરણ કર્યું છે અને વેદમાં પણ ત્રણ મારગ છે. જેમાં ઉપાસના માર્ગ, કર્મમાર્ગ અને જ્ઞાનમાર્ગ. 
  • આનો અર્થ એ પણ થાય કે વ્યક્તિ જ્યારે ગતિ કરે છે ત્યારે વેદ, શાસ્ત્રોપણ ધીરે ધીરે છૂટી જાય છે. . 

તેહિ અવસર એક તાપસુ આવા    !
તેજપુંજ લઘુબયસ સુહાવા      !!
કબિ અલખિત ગતિ બેષુ બિરાગી      !
મન ક્રમ બચન રામ અનુરાગી           !!

  • એનો મતલબ એ પણ થાય કે જીવમાં જ્યારે પ્રેમ આવી જાય ત્યારે શાસ્ત્રોએ પણ વિદાય લેવી પડે છે.  

કરીબ તુમને કિયા કોઇ બાત નહીં
ઇસીકા નામ હૈ વફા કોઇ બાત નહીં!


  • હું રામકથાને પણ પ્રેમયજ્ઞ કહું છું. પ્રેમ સૌથી મોટો મારગ છે. પ્રેમમારગમાં પૂજાની જરૂર નથી, વિધિવિધાનની જરૂર નથી. 

  • આપણાં શાસ્ત્રોમાં પ્રેમનાં કેટલાંક લક્ષણો બતાવ્યાં છે એમાં એક પ્રેમ 'તેજપુંજ' જે ઘણો તેજસ્વી છે. પ્રેમપંથ અગ્નિની જ્વાળા છે. એની વય નાની છે. પ્રેમ ક્યારેય ઘરડો થતો નથી. પ્રેમ એક જ અવસ્થામાં રહે છે. એ વધે છે પણ ક્યારેય વૃદ્ધ થતો નથી. 



  • તમને કોઇ મારગ પસંદ કરવા માટે દબાણ કરે તો એની વાતમાં ન આવશો. આજે લોકો ગમે તેને ગમે તે મારગ ઉપર ચઢાવી દેતા હોય છે. માટે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને મારગ પસંદ કરજો એવી મારી આપને સલાહ છે. બીજાને પ્રેમ કરો એ જ સાચું ભજન છે. જે વ્યક્તિ ઉપર પરમાત્માની અતિશય કૃપા હશે એ જીવ સંસારમાં વિશાળ મારગ ઉપર પગ મૂકી શકશે. મારું તો માનવું છે કે રામચરિતમાનસ સ્વયં એક મારગ છે. રતિલાલ અનિલની એક પંક્તિ છે, 

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.


  • આજે દેવ બનવાની જરૂર નથી બસ માનવ બનીને રહીએ અને હરિનું ભજન કરીએ તો જીવનનો મારગ વધારે સ્પષ્ટ થઇ જશે અને આમેય કળિયુગમાં હરિના નામનો મહિમા વધારે છે. જોકે મારી વ્યાસપીઠ સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરે છે એના પર ચાલવું જોઇએ. પરંતુ મારો અનુભવ એમ કહે છે કે સાધકમાં નામનિષ્ઠા બહુ જરૂરી છે અને કલિયુગમાં હરિનું નામ મુખ્ય સાધન છે. એક હરિનું નામ સર્વોપરી છે, માટે પ્રભુના નામનો ખૂબ આશ્રય કરો. સવાભગત એક વાત સરસ કરે છે. 

સંપત્તિ વિપત્તિ સૌની સાથે ઓચિંતાની આવી પડે,
દાસ સવો કહે ગુરુના ચરણે નામવાળાને નહીં નડે.

જેની પાસે હરિનું નામ હશે એને વિપત્તિ નડશે નહીં અને કદાચ ઓચિંતું આવી પડશે તો પણ નામ સાચો મારગ બતાવશે.

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar, epaper, page 8


Wednesday, November 12, 2014

માણસ વચ્ચે સંવાદ જરૂરી છે, માનસદર્શન, મોરારિબાપુ

માણસ વચ્ચે સંવાદ જરૂરી છે



  • સમાજમાં આપણે બધાએ સુખ-શાંતિ અને શુભનો અનુભવ કરવાની જરૂર છે. સુખ માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. આપણે જ્યાં છીએ ત્યાં ઇશ્વરની કૃપાથી શુભને પામી શકાય છે. 

  • રામકથા સંવાદનું શાસ્ત્ર છે. વિવાદનું શાસ્ત્ર નથી. સર્વને જોડવાનું કામ રામકથા કરે છે. રામકથા દ્વારા સમાજમાં સંવાદનો સેતુ રચાય છે. 



  • જેમાં ઉમા અને શિવનો સંવાદ છે. યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજજીનો સંવાદ છે. લક્ષ્મણ અને ભગવાન રામનો સંવાદ છે. ભરત અને જનક મહારાજનો સંવાદ છે. કાકભુશુંડી અને ગરુડનો સંવાદ છે. 

  • આજે આખા વિશ્વમાં સૌની વચ્ચે સંવાદ બહુ આવશ્યક છે. માણસ-માણસ વચ્ચે સંવાદ થશે તો પ્રેમનો સેતુ અવશ્ય રચાશે. 




  • દરેક લાભ શુભ હોતા નથી, પરંતુ દરેક શુભ લાભદાયક હોય છે. કોઇપણ શુભ વચન, શુભ કરમ, શુભ વાત, શુભ આચરણ, શુભ દર્શન એ દરેક શુભમાં લાભ હોય છે. પણ દરેક લાભમાં શુભ હોય એવું કહેવું મુશ્કેલ છે. 



  • આપણે પરમાત્માના બાહુબળને યાદ રાખવાની જરૂર છે. બાહુબળ એટલે ઇશ્વરના બાહુની કરુણાની વાત છે. એવી એક કરુણાની વાત છે કે આપણો હાથ પકડ્યા પછી એ ક્યારેય છોડે નહીં. 

  • સમાજમાં બહુ સન્માનની ઇચ્છા પણ ન રાખો. સન્માન ક્યારેક આલોચના ઊભી કરશે. 

  • . ઉદ્ધવ આ જ્ઞાનીઓનો વિષય નથી. પ્રેમીઓનો પ્રદેશ છે. 

  •  બસ વ્યક્તિ પોતે સંવાદીય દાયિત્વ વધારે. સમાજમાં જેને સંવાદથી સેતુ બનાવવો છે એમણે પોતાના કદમ આગળ વધારવા જ પડશે. મારું તો માનવું છે કે આપણે સંવાદ કરતા રહીએ, સામેવાળા કરે કે ન કરે એની ચિંતા ન કરીએ, બસ ઇશ્વર ઉપર ભરોસો હશે તો એક દિવસ સામેથી વ્યક્તિ આવીને સંવાદ કરવા લાગશે. 


(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ માનસદર્શન

Read full article at Sunday Bhaskar, epaper, page 8.

Tuesday, November 4, 2014

યજ્ઞના ધુમાડાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, એનર્જી વધે છે, કાન્તિ ભટ્ટ

The article displayed below is with the courtesy of Divya Bhaskar and its author Shree Kanti Bhatt


યજ્ઞના ધુમાડાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, એનર્જી વધે છે


યજ્ઞના ધુમાડાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, એનર્જી વધે છે
અગ્નિહોત્રી અને યજ્ઞોનું માહાત્મ્ય|ભારતમાં જગતના સર્વ જીવો વચ્ચે સંવાિદતા હાર્મની ભાવના સેવાતી

કાન્તિ ભટ્ટ

મુંબઈના મહાન અવકાશ વિજ્ઞાની ડો. જે. જે. રાવળ એક પ્રખર વિદ્વાન છે. તેમણે કહ્યું કે, આર્યોનો મુખ્ય દેવતા અગ્નિ હતો. દરેક અગ્નિહોત્રી બ્રાહ્મણનાં ઘરમાં 24 કલાક અગ્નિ ભંડારેલો રહેતો. વહેલી સવારે શ્લોક બોલાતો : 'ઓમ સૂર્યાય સ્વાહા, સૂર્યાય ઈદં મમ, પ્રજાપતયે સ્વાહા પ્રજાપતયે ઈદં મમ, અગ્નયે સ્વાહા અગ્નયે ઈદં મમ'. શ્લોકમાં દરેક ભારતીયને શીખામણ છે કે આપણું કંઈ નથી, આખરે અગ્નિ દેવતાનું છે. દક્ષિણમાં નંબુદીપાદ નામની અટકવાળા અગ્નિહોત્રી બ્રાહ્મણો કેરળમાં હતા. તે રોજ યજ્ઞ કરે છે. તેમના ઘરમાં પવિત્ર અગ્નિ સતત ભંડારેલો રહે છે. આખી વાત ગાંધીનગરની દિ. ભાસ્કરની વાચક નીકીતા પરમારે કરેલી એક સાચી હકીકત ઉપરથી નીકળી છે અને વિષય ઉંડો છે. નીકીતાએ કહ્યું કે ભોપાલમાં યુનિયન કાર્બાઈડનું કારખાનું મોતનું કારખાનું પૂરવાર થયું છે, પણ તેની પાસે એક યજ્ઞ કરનાર બ્રાહ્મણનું ઘર હતું. તે રોજ હવન કરતા અને હવન માટે ખાસ કાષ્ટો અને અડાયા છાણાનો અગ્નિ પેટાવતા. તેને કારણે તેમની આજુબાજુના મરી ગયા પણ તેઓ જીવતા રહ્યા!!! ત્રણ આશ્ચર્ય ચિન્હો મુકયા છે પણ મેં ડો. જે. જે. રાવળ જે અસ્સલ બ્રાહ્મણ છે તે કહે છે કે વાતમાં લોજીક છે.ઈન્ટરનેટ ઉપર મેં જોયું તો જાણવા મળ્યું કે, અગ્નિહોત્રી જે અગ્નિની પૂજા કરે છે, તેમાં જે કાષ્ટો-સમિધ વગેરે વપરાય છે તે માનવીના બ્રેઈન સેલ્સ (મગજના કોષો)ને રીવાઈટલાઈઝ કરે છે. ચામડીને શુદ્ધ કરે છે. ઘણા લોકો અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં આવીને હવનકુંડની રાખને પણ દવા તરીકે વાપરવા લઈ જાય છે. અગ્નિહોત્રી બ્રાહ્મણના હવનકુંડમાંથી જે ધૂમાડો નીકળે છે તે ફેફ્સામાં જવાથી તેના વિચારોમાં સ્પષ્ટતા આવે છે. આરોગ્ય ઉપર ઓવરઓલ સારી અસર થાય છે. એનર્જી વધે છે અને પ્રેમ કરવાની શક્તિ પણ વધે છે. ઘણા તો અતિષયોક્તિ કરીને દારૂબંધી છોડાવવા માટે અગ્નિહોત્રી પાસે યજ્ઞ કરાવવાની ભલામણ કરે છે.
એક મઝેદાર વાત નીકળી કે સૌરાષ્ટ્રમાં ગોંડલ, મોરબી અને ઘણા ગામડામાં તેમ રાજકોટમાં ભરત પરસાણા નામના ખેતીપ્રેમી ઉદ્યોગપતિ જેની ફેક્ટરીમાં 700 માણસો કામ કરે છે, પણ તેમને ફેક્ટરી સિવાય અસ્સલ ખેતી અને ખાસ કરીને અગ્નિહોત્રી ખેતીના પ્રચારમાં રસ છે. રાજકોટના પત્રકાર મિત્ર કહે છે કે, અગ્નિહોત્રી ફાર્મના પ્રચાર માટે રૂ. 15 લાખથી રૂ. 20 લાખ ગાંઠનું ગોપિચંદન કરે છે. મારા ગામના એક બુઝર્ગ ખેડૂતની વાત કરું. દુષ્કાળ હતો. ખેતરમાં કાંઈ વાવ્યું નહોતું, પણ છતાં રોજ રોજ સવારે કોરા ખેતરે જતા. કહેતા કે જો હું રીતે ખેતરની ખબર કાઢું તો ખેતરને લાગે કે મેં તેને વિસારે પાડી દીધું છે.
અવકાશ વિજ્ઞાની અને જૂના પુરાણોના અભ્યાસી ડો. જે. જે. રાવળે કહ્યું કે, જૂના વખતમાં અતિરૂદ્ર યજ્ઞ, વિષ્ણુ યાગ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ વગેરે યજ્ઞો થતાં. કાંદિવલીની ઝૂંપડપટ્ટીમાં એક શ્રદ્ધાળુએ દુર્ગાષ્ટમીને દિવસે હવન ર્ક્યો, તેનાથી હું રાજી રાજી થઈ ગયો. આવા યજ્ઞના ધૂમાડાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. થીઓસોફીકલ સમાજ જ્યાં જાય ત્યાં સવારે યજ્ઞો કરે છે. ગુગળના ધૂપને આપણે ભુલી ગયા છીએ. મુસ્લિમ ભાઈઓ લોબાનનો ધૂપ કરે છે તે સિસ્ટમ મુસ્લિમોએ ભુલવી જોઈએ. જૈનો થોડીક અઘરી ભાષા વાપરીને કહે છે કે ધર્મ ધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપ ઈંધણ હોમીને જીવન યજ્ઞ કરવો. બીજી એક સરસ વાત ડો. રાવળે કહી કે પારસીઓ પણ તેમની અગિયારીમાં 24 કલાક અગ્નિ પ્રજ્વલિત રાખે છે. પારસી અને આર્યો એક હતા. ઘણા પારસી પણ જનોઈ પહેરે છે.
તિલ્વાએ કહ્યું કે જામનગરમાં યોગેશ જોષી નામના અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. મહારાષ્ટ્રમાં વસંત પરાંજપે નામના અગ્નિહોત્રી છે તેમની વીડીયો મળે છે તેમાં યજ્ઞ કરતી વખતે ક્યા મંત્રો બોલાય છે તે લખેલા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોએ તો આખી હોમ- હવન- થેરપી પેદા કરી છે. તે આજની નવી પ્રજા અગર હંબગ પણ કહી દે. પણ ડો. વસંત પરાંજપેએ કહેલું કે અગ્નિહોત્રી દ્વારા દુનિયાના રોગનો નાશ કરાય છે. હોમ-હવન થેરપી તો એટલી હદે કહે છે કે, 'આ આપણા બ્રહ્માંડમાં હોમ હવન થકી હાર્મનીઆવે છે. અગ્નિહોત્રી યજ્ઞ હિન્દુ-મુસ્લિમ ખ્રિસ્તી કે કોઈ પણ કરી શકે છે. અગ્નિહોત્રી ઈન્જેકટસ ન્યુટ્રીઅન્ટસ ઈન અટમોસ્ફીયર એન્ડ મેઈકસ માઈન્ડ ફૂલ ઓવ લવ!!! હું તો કહું છું કે કે હંબગ લાગે તો ભલે પણ તમે નવો ફ્લેટ લીધો હોય કે નવું બિલ્ડિંગ બનાવ્યું હોય તેમાં પ્રવેશ કરતાં પહેલાં જરૂર યજ્ઞ કરાવજો.

હું 7 કે 8 વર્ષની ઉંમરે યજ્ઞમાં પૂજા કરવા બેસતો. યજ્ઞનો ધુમાડો મને ગમતો. આજે પેરેલીસીસમાં મને હજી લખવાની સુધબુધ છે તે મેં મારા ફેફસા અને મગજમાં ભરેલા યજ્ઞના ધુમાડા થકી હશે. શ્લોક દરેક યજ્ઞની સમાપ્તિમાં બોલાય છે તેમાં તમારે માનવું પડશે. 'ઓમ સર્વે વૈ સુમિનસ્સન્તુ,સર્વે સન્તુ નિરામયા, સર્વે ભધ્રણિ પશ્યન્તુ, કશ્ચિદ દુ:ખ ભાગ ભવેત!' અદભુત શ્લોક છે. શ્લોકમાં જગતભરમાં માનવ-માનવ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે અને પડોશી વચ્ચે હાર્મની હોય તેવી ભાવના સેવાઈ છે. દક્ષિણ ભારતમાં અદયાર ખાતે થીઓસોફીકલ સોસાયટીનું વડું મથક હતું, ત્યાં રોજ પૂજા થતી. બીજા ઘણા ઉત્તમ શ્લોકો પણ રટાતા તેમા દરેકમાં શાંતિ, સંવાદીતા અને પ્રેમની વાત હતી. થીઓસોફીકલ સોસાયટીની પ્રાર્થનામાં સૌથી વધુ પ્રિય શ્લોક હતો : 'ઓમ પૃથ્વી: શાંતિ, વિશ્વદેવા શાંતિ, ઓમ બ્રહ્મ શાંતિ સર્વંગું શાંતિ'. કોણ જાણે પહેલાના લોકો આવી શાંતિની-હાર્મનીની ભાવના રાખતા. આજે પણ મુસ્લિમોને જાણે ડીસહાર્મની ગમે છે. અમેરિકા 47 દેશોમાં ડીસહાર્મની ફેલાવે છે. ભારત એવો દેશ છે જેને યુદ્ધમાં નહીં શાંતિમાં રસ છે. ઝાંઝમેરની પ્રાથમિક શાળામાં મારા પિતા પ્રાર્થના રોજ બોલતા : 'ઓમ સહના વવતુ સહનો ભુનકતુ, સહ વીર્ય કરવા વહે'. આમાં પણ સહકાર અને સદભાવનાની વાત છે. રાષ્ટ્રીય સ્તરે ભારત દેશ એવો છે જે ત્રીજું યુદ્ધ થતું રોકશે અને જો તેના વશમાં નહીં રહે તો ધર્મયુદ્ધ ખેલી નાખશે- જે અર્જૂન-કૃષ્ણે લડવું પડેલું.

Sunday, November 2, 2014

ભગવાન વિષ્ણુ એટલે વિશાળતા અને વ્યાપકતા, માનસદર્શન, મોરારિબાપુ


ભગવાન વિષ્ણુ એટલે વિશાળતા અને વ્યાપકતા 

  • આપણે એવો ઉત્કર્ષ કરવો રહ્યો કે ધીરે ધીરે અસંગતા પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુ એટલે અસંગ વિચારધારા છે. વિષ્ણુ એટલે અસંગવૃત્તિ, વિષ્ણુ એટલે અસંગ વ્યવહાર છે. 

  • રામચરિતમાનસના આરંભમાં તુલસીદાસજીએ પાંચ સોરઠાઓ લખ્યા. એમાં હરિની વ્યાખ્યા તુલસીદાસજીએ લખી છે: 

'નીલ સરોરુહ સ્યામ અરુન બારિજ નયન           ! 
કરઉ સો મમ ઉર ધામ સદા છીરસાગર સયન     !!' 


  • હરિ કોઇ એક ધર્મનું પ્રધાન તત્ત્વ નથી, હરિ એટલે ભગવાન વિષ્ણુ એવો અર્થ થાય છે. 

  • પરંતુ વિષ્ણુની વ્યાપકતા તો ભીતરથી નીકળેલી વ્યાપકતા છે. સ્વાભાવિક વ્યાપકતા છે. 


  • બ્લેક અને વ્હાઇટનું મિલન એટલે ભગવાન વિષ્ણુ છે. જેનો વર્ણ કમળ જેવો છે. કમળ આપણે ત્યાં અસંગતતાનું પ્રતીક છે. કમળનો જન્મ બિલકુલ કીચડમાં થાય છે. આપણને બધાને ખબર છે કે કાદવ અને જળને પાર કરીને કમળ એવો ઉત્કર્ષ પામે છે. 

  • ટાગોર પોતાના પ્રવચનમાં કહેતા કે કમળની બધી પાંખડીઓ પૂરી માત્રામાં ખીલી જાય એને હું નિર્વાણ કહું છું. બધી પાંદડીઓ વિકસિત થઇ જાય નિર્વાણ છે. હરિ પણ નિર્વાણ રૂપ છે. એટલું નહીં નિર્વાણદાયક પણ છે. 

  • ખેતરમાં બાજરો વાવીએ એ બાજરાનો રોટલો ઘડાવો જોઇએ અને કોઇના પેટમાં જવો જોઇએ. નિર્વાણ રૂપ છે. બીજાને નિર્વાણ આપી ન શકે એ બાજરો શું કામનો? 

  • સાચા સદ્્ગુરુ પોતાના શિષ્યને નારાજ થઇને થોડો ઠપકો આપે ત્યારે સમજદાર શિષ્યએ ઘરે જઇને ઉત્સવ મનાવવો. 

'નમામીશમીશાન નિર્વાણ રૂપં 
વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં     !' 

  • આપણાં શાસ્ત્રો પણ કહે છે કે માણસ દરરોજ નવો હોવો જોઇએ. રોજ તાજાતરોજ હોવો જોઇએ. ભગવાન શંકરાચાર્ય પણ કહે છે કે 'દિને િદને નવં નવં નમામિ નંદ નંદનમ્' કૃષ્ણનું સ્વરૂપ નિત્ય નવું છે. 

  • સમાજે હવે સંકીર્ણતામાંથી બહાર આવવાની જરૂર છે. અસ્પૃશ્યતામાંથી બહાર આવવાની જરૂર છે. તો ભગવાનના પ્રથમ વર્ણસ્વરૂપની વાત છે ત્યાર પછી નીલવર્ણ, લાલકમળ જેવાં નેત્રો એટલે પ્રેમાળ દૃષ્ટિ, તાજી દૃષ્ટિની વાત કરીને વિષ્ણુતત્ત્વનું વ્યાપક અર્થમાં દર્શન તુલસીદાસજીએ કરાવ્યું છે. છેલ્લે એટલું જરૂર કહીશ કે સમાજમાં માણસ દરરોજ નવા વિચારો સાથે વિકસિત થાય એવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના.  

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી) 

મોરારિબાપુ, માનસદર્શન