જીવનમાં સત્ય હોવું જ જોઇએ
- જીવનના ઉચ્ચાર, વિચાર અને આચારમાં સત્ય હોવું જોઇએ. રામ સ્વયં સત્ય છે. આપણે ખુદ સત્યપુરુષ ન બની શકીએ પરંતુ સત્યવ્રતી તો અવશ્ય બનીએ.
- જીવનમાં મુશ્કેલી આવે ત્યારે અથવા આપણો સમય સારો ચાલતો ન હોય એવા સમયે સાત સૂત્રો આપણા સાચા સાથી છે.
- ધીરજ : જે માણસ પોતાના જીવનમાં ધીરજ રાખે એનો કસમય એક દિવસ પસાર થઇ જાય છે. ધીરજ આપણી કસોટી છે.
ધીરજ ધર્મ મિત્ર અરુનારી!
આપદ કાલ પરિખિઅહીં ચારી!!
- ધર્મ: ધર્મ એટલે હિન્દુ, ઇસ્લામ, બૌદ્ધ એની વાત નથી. ધર્મની આસપાસ અહીં કોઇ વિશેષણ નથી. ધર્મ એટલે જેનો સિદ્ધાંત આકાશની જેમ અસંગ અને અપાર હોય.
- વિવેક: કસમયમાં વિવેક બહુ જ મદદ કરે છે. જ્યારે વિપત્તિ આવે છે ત્યારે વિવેક આપણને બહુ પ્રેમ કરવા લાગે છે.
બિપત્તિ કાલ કર સતગુન નેહા!
શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા!!
- સાહિત: સાહિત એટલે આપણું સાહિત્ય. એ પછી કોઇપણ ભાષાનું હોય કે કોઇપણ પ્રકારનું હોય. જે સારું સાહિત્ય હોય જેમાં સમાજનું હિત સમાયું હોય એ કસમયનો આપણો મિત્ર છે.
- સાહસ: સાહસ કસમયમાં મિત્ર બને છે. સાહસનો અર્થ હિંમત ન હારવી એવો થાય છે. કદમ આગળ વધારતા રહેવું.
- સત્યવ્રત: સત્ય પકડી રાખવું જરા મુશ્કેલ છે. ‘સત્યમેવ જયતે’ એ સૂત્ર તો અદભુત છે. પરંતુ આજ સુધી મારા દિમાગમાં એ બેઠું નથી કે સત્યને જય અને પરાજય સાથે શું લેવાદેવા? સત્ય સત્ય છે. સત્યને વિજયની ભૂખ અને પરાજયનું દુ:ખ હોતું નથી.
- ભરોસો: જીવનમાં ધીરજ હોય, ધરમ હોય, વિવેક હોય, સાહિત્ય હોય, સાહસ હોય, આપણી શક્તિ પ્રમાણે સત્ય હોય, પરંતુ ઇશ્વર પર ભરોસો ન હોય તો બધું જ બેકાર છે. આ આખી દુનિયા વિશ્વાસ-ભરોસા પર જ ટકી છે. એટલે તુલસીદાસજીનો એક જીવનમંત્ર છે.
એક ભરોસો, એક બલ, એક આશ બિસ્બાસ
એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ
જીવનમાં ઇશ્વર ઉપર ભરોસો હશે તો ખરાબ સમય ક્યારે ચાલ્યો જશે ખ્યાલ પણ આવશે નહીં.(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment