યજ્ઞના ધુમાડાથી
પર્યાવરણ શુદ્ધ થાય છે, એનર્જી વધે છે
યજ્ઞના ધુમાડાથી
પર્યાવરણ શુદ્ધ થાય છે, એનર્જી વધે છે
અગ્નિહોત્રી અને
યજ્ઞોનું માહાત્મ્ય|ભારતમાં જગતના
સર્વ જીવો વચ્ચે સંવાિદતા હાર્મની ભાવના સેવાતી
કાન્તિ ભટ્ટ
મુંબઈના મહાન
અવકાશ વિજ્ઞાની ડો. જે. જે. રાવળ એક પ્રખર વિદ્વાન છે. તેમણે કહ્યું કે, આર્યોનો મુખ્ય દેવતા અગ્નિ હતો. દરેક
અગ્નિહોત્રી બ્રાહ્મણનાં ઘરમાં 24 કલાક અગ્નિ
ભંડારેલો રહેતો. વહેલી સવારે શ્લોક બોલાતો : 'ઓમ સૂર્યાય સ્વાહા, સૂર્યાય ઈદં મમ, પ્રજાપતયે સ્વાહા પ્રજાપતયે ઈદં મમ, અગ્નયે સ્વાહા અગ્નયે ઈદં મમ'. શ્લોકમાં દરેક ભારતીયને શીખામણ છે કે આપણું કંઈ
નથી, આખરે અગ્નિ દેવતાનું છે.
દક્ષિણમાં નંબુદીપાદ નામની અટકવાળા અગ્નિહોત્રી બ્રાહ્મણો કેરળમાં હતા. તે રોજ
યજ્ઞ કરે છે. તેમના ઘરમાં પવિત્ર અગ્નિ સતત ભંડારેલો રહે છે. આખી વાત ગાંધીનગરની
દિ. ભાસ્કરની વાચક નીકીતા પરમારે કરેલી એક સાચી હકીકત ઉપરથી નીકળી છે અને વિષય
ઉંડો છે. નીકીતાએ કહ્યું કે ભોપાલમાં યુનિયન કાર્બાઈડનું કારખાનું મોતનું કારખાનું
પૂરવાર થયું છે, પણ તેની પાસે એક
યજ્ઞ કરનાર બ્રાહ્મણનું ઘર હતું. તે રોજ હવન કરતા અને હવન માટે ખાસ કાષ્ટો અને
અડાયા છાણાનો અગ્નિ પેટાવતા. તેને કારણે તેમની આજુબાજુના મરી ગયા પણ તેઓ જીવતા
રહ્યા!!! ત્રણ આશ્ચર્ય ચિન્હો મુકયા છે પણ મેં ડો. જે. જે. રાવળ જે અસ્સલ બ્રાહ્મણ
છે તે કહે છે કે વાતમાં લોજીક છે.ઈન્ટરનેટ ઉપર મેં જોયું તો જાણવા મળ્યું કે,
અગ્નિહોત્રી જે અગ્નિની
પૂજા કરે છે, તેમાં જે
કાષ્ટો-સમિધ વગેરે વપરાય છે તે માનવીના બ્રેઈન સેલ્સ (મગજના કોષો)ને રીવાઈટલાઈઝ
કરે છે. ચામડીને શુદ્ધ કરે છે. ઘણા લોકો અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં આવીને
હવનકુંડની રાખને પણ દવા તરીકે વાપરવા લઈ જાય છે. અગ્નિહોત્રી બ્રાહ્મણના
હવનકુંડમાંથી જે ધૂમાડો નીકળે છે તે ફેફ્સામાં જવાથી તેના વિચારોમાં સ્પષ્ટતા આવે
છે. આરોગ્ય ઉપર ઓવરઓલ સારી અસર થાય છે. એનર્જી વધે છે અને પ્રેમ કરવાની શક્તિ પણ
વધે છે. ઘણા તો અતિષયોક્તિ કરીને દારૂબંધી છોડાવવા માટે અગ્નિહોત્રી પાસે યજ્ઞ
કરાવવાની ભલામણ કરે છે.
એક મઝેદાર વાત
નીકળી કે સૌરાષ્ટ્રમાં ગોંડલ, મોરબી અને ઘણા
ગામડામાં તેમ રાજકોટમાં ભરત પરસાણા નામના ખેતીપ્રેમી ઉદ્યોગપતિ જેની ફેક્ટરીમાં 700 માણસો કામ કરે છે, પણ તેમને ફેક્ટરી સિવાય અસ્સલ ખેતી અને ખાસ
કરીને અગ્નિહોત્રી ખેતીના પ્રચારમાં રસ છે. રાજકોટના પત્રકાર મિત્ર કહે છે કે,
અગ્નિહોત્રી ફાર્મના
પ્રચાર માટે રૂ. 15 લાખથી રૂ. 20 લાખ ગાંઠનું ગોપિચંદન કરે છે. મારા ગામના એક
બુઝર્ગ ખેડૂતની વાત કરું. દુષ્કાળ હતો. ખેતરમાં કાંઈ વાવ્યું નહોતું, પણ છતાં રોજ રોજ સવારે કોરા ખેતરે જતા. કહેતા
કે જો હું રીતે ખેતરની ખબર કાઢું તો ખેતરને લાગે કે મેં તેને વિસારે પાડી દીધું
છે.
અવકાશ વિજ્ઞાની
અને જૂના પુરાણોના અભ્યાસી ડો. જે. જે. રાવળે કહ્યું કે, જૂના વખતમાં અતિરૂદ્ર યજ્ઞ, વિષ્ણુ યાગ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ વગેરે યજ્ઞો થતાં. કાંદિવલીની
ઝૂંપડપટ્ટીમાં એક શ્રદ્ધાળુએ દુર્ગાષ્ટમીને દિવસે હવન ર્ક્યો, તેનાથી હું રાજી રાજી થઈ ગયો. આવા યજ્ઞના
ધૂમાડાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. થીઓસોફીકલ સમાજ જ્યાં જાય ત્યાં સવારે યજ્ઞો કરે
છે. ગુગળના ધૂપને આપણે ભુલી ગયા છીએ. મુસ્લિમ ભાઈઓ લોબાનનો ધૂપ કરે છે તે સિસ્ટમ
મુસ્લિમોએ ભુલવી જોઈએ. જૈનો થોડીક અઘરી ભાષા વાપરીને કહે છે કે ધર્મ ધ્યાનરૂપ
અગ્નિમાં કર્મરૂપ ઈંધણ હોમીને જીવન યજ્ઞ કરવો. બીજી એક સરસ વાત ડો. રાવળે કહી કે
પારસીઓ પણ તેમની અગિયારીમાં 24 કલાક અગ્નિ
પ્રજ્વલિત રાખે છે. પારસી અને આર્યો એક હતા. ઘણા પારસી પણ જનોઈ પહેરે છે.
તિલ્વાએ કહ્યું
કે જામનગરમાં યોગેશ જોષી નામના અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. મહારાષ્ટ્રમાં વસંત
પરાંજપે નામના અગ્નિહોત્રી છે તેમની વીડીયો મળે છે તેમાં યજ્ઞ કરતી વખતે ક્યા
મંત્રો બોલાય છે તે લખેલા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોએ તો આખી હોમ- હવન- થેરપી પેદા
કરી છે. તે આજની નવી પ્રજા અગર હંબગ પણ કહી દે. પણ ડો. વસંત પરાંજપેએ કહેલું કે
અગ્નિહોત્રી દ્વારા દુનિયાના રોગનો નાશ કરાય છે. હોમ-હવન થેરપી તો એટલી હદે કહે છે
કે, 'આ આપણા બ્રહ્માંડમાં હોમ
હવન થકી હાર્મનીઆવે છે. અગ્નિહોત્રી યજ્ઞ હિન્દુ-મુસ્લિમ ખ્રિસ્તી કે કોઈ પણ કરી
શકે છે. અગ્નિહોત્રી ઈન્જેકટસ ન્યુટ્રીઅન્ટસ ઈન અટમોસ્ફીયર એન્ડ મેઈકસ માઈન્ડ ફૂલ
ઓવ લવ!!! હું તો કહું છું કે કે હંબગ લાગે તો ભલે પણ તમે નવો ફ્લેટ લીધો હોય કે
નવું બિલ્ડિંગ બનાવ્યું હોય તેમાં પ્રવેશ કરતાં પહેલાં જરૂર યજ્ઞ કરાવજો.
હું 7 કે 8 વર્ષની ઉંમરે યજ્ઞમાં પૂજા કરવા બેસતો. યજ્ઞનો ધુમાડો મને ગમતો. આજે
પેરેલીસીસમાં મને હજી લખવાની સુધબુધ છે તે મેં મારા ફેફસા અને મગજમાં ભરેલા યજ્ઞના
ધુમાડા થકી હશે. શ્લોક દરેક યજ્ઞની સમાપ્તિમાં બોલાય છે તેમાં તમારે માનવું પડશે. 'ઓમ સર્વે વૈ સુમિનસ્સન્તુ,સર્વે સન્તુ નિરામયા, સર્વે ભધ્રણિ પશ્યન્તુ, કશ્ચિદ દુ:ખ ભાગ ભવેત!' અદભુત શ્લોક છે. શ્લોકમાં જગતભરમાં માનવ-માનવ
વચ્ચે, પતિ-પત્ની વચ્ચે,
ભાઈ-ભાઈ વચ્ચે અને પડોશી
વચ્ચે હાર્મની હોય તેવી ભાવના સેવાઈ છે. દક્ષિણ ભારતમાં અદયાર ખાતે થીઓસોફીકલ
સોસાયટીનું વડું મથક હતું, ત્યાં રોજ પૂજા
થતી. બીજા ઘણા ઉત્તમ શ્લોકો પણ રટાતા તેમા દરેકમાં શાંતિ, સંવાદીતા અને પ્રેમની વાત હતી. થીઓસોફીકલ
સોસાયટીની પ્રાર્થનામાં સૌથી વધુ પ્રિય શ્લોક હતો : 'ઓમ પૃથ્વી: શાંતિ, વિશ્વદેવા શાંતિ, ઓમ બ્રહ્મ શાંતિ સર્વંગું શાંતિ'. કોણ જાણે પહેલાના લોકો આવી શાંતિની-હાર્મનીની
ભાવના રાખતા. આજે પણ મુસ્લિમોને જાણે ડીસહાર્મની ગમે છે. અમેરિકા 47 દેશોમાં ડીસહાર્મની ફેલાવે છે. ભારત એવો દેશ છે
જેને યુદ્ધમાં નહીં શાંતિમાં રસ છે. ઝાંઝમેરની પ્રાથમિક શાળામાં મારા પિતા
પ્રાર્થના રોજ બોલતા : 'ઓમ સહના વવતુ સહનો
ભુનકતુ, સહ વીર્ય કરવા
વહે'. આમાં પણ સહકાર અને
સદભાવનાની વાત છે. રાષ્ટ્રીય સ્તરે ભારત દેશ એવો છે જે ત્રીજું યુદ્ધ થતું રોકશે
અને જો તેના વશમાં નહીં રહે તો ધર્મયુદ્ધ ખેલી નાખશે- જે અર્જૂન-કૃષ્ણે લડવું
પડેલું.
No comments:
Post a Comment