Translate

Search This Blog

Saturday, November 29, 2014

માનસ દસરથ (દશરથ)

શ્રી રામ કથા
માનસ દસરથ (દશરથ)
કોલકત્તા
તારીખ ૨૯-૧૧-૨૦૧૪ થી તારીખ ૦૭-૧૨-૨૦૧૪

મુખ્ય ચોપાઈ
અવધપુરી રઘુકિલમનિ રાઉ
બેદ બિદિત એહીં દસરથ રાયુ
ધરમ ધુરંધર ગુનનિધિ ગ્યાની
હ્નદય ભગતિ મતિ સારંગપાની

...........................................................................બાલકાંડ .૧૮૭/૭/૮

શનિવાર, તારીખ ૨૯-૧૧-૨૦૧૪

જ્ઞાન, કર્મ, ભક્તિ એ ભગવદગીતાના ત્રણ કેન્દ્ર બિન્દુ છે.

જ્ઞાન કાંડ, કર્મ કાંડ અને ભક્તિ કાંડ/ઉપાસના કાંડ એ વેદના ત્રણ કેન્દ્ર બિન્દુ છે.

દશરથજી વેદ સ્વરૂપ છે, વેદ વિદિત છે, વેદ પ્રસિદ્ધ છે. તેમની ત્રણ રાણીઓને જ્ઞાન, કર્મ અને ભક્તિ રૂપા માનવામાં આવી છે.

ગ્રંથ જો સદ્‌ગુરૂ આશ્રિત ન હોય તો ગ્રંથી બનવામાં વાર નથી લાગતી.

કૌશલ્યા જ્ઞાન શક્તિ છે.

સુમિત્રા ઉપાસના શક્તિ છે.

કૈકેયી કર્મ શક્તિ છે.

જે દિવસ કે સમય પોતાના માટે હોય તે દિવસ/સમય રામ જન્મ છે.

દંભ મુક્ત જીવન ચર્યા ઉપાસના છે.

ભક્તિ એ ભજન સુધી પહોંચવાનો રસ્તો છે.

ભક્તિ, કર્મ, જ્ઞાન એ એક માત્ર માર્ગ છે. જ્યારે ભજન તો બહું દૂરની વાત છે, બહું દૂરની નગરી છે.

ભજનના મહેલમાં પ્રવેશ કરનારના બધા જ શબ્દો છૂટી જાય છે. શબ્દો છોડવા એટલે વર્ણાતીત થવું.

બોલવા માટે વિચાર કરવો જરૂરી છે. બોલનાર વયક્તિ કંઈક વિચાર કરતો જ હોય. પણ જ્યારે વ્યક્તિ ગાવા લાગે છે ત્યારે તેનિ વિચારવાની માત્રા ઓછી થઈ જાય છે. પણ કોઈ વ્યક્તિ જ્યારે નૃત્ય કરે છે ત્યારે તેની વિચારવાની માત્રા બિલકુલ રહેતી નથી.

ઓકાત ન હોવા છતામ ઓમકાર આપી દે તે ગુરૂ છે.

બુદ્ધ પુરૂષની સેવા ભક્તિ છે, માર્ગ છે.

ઉપાસના સાંપ્રદાયીક હોઈ શકે પણ ભજન બિનસાંપ્રદાયીક છે.

તૈલ ધાર વત ભરોંસો એ જ ભજન છે.

અખંડ વિશ્વાસ ભજન છે.

ભજન એ તો ભગવાનનો પણ બાપ છે. ભગવાન ભજનનું બચ્ચુ છે.

અખંડ  પ્રેમ ધારા - ભાવ ધારાનું નામ ભજન છે.

અખંડ સુમિરન- નિરંતર સ્મૃતિ - યાદ ભજન છે. પછી ભલે તે સ્મૃતિ ગમે તેની હોય.

પતિને તેની પત્નીમાં અને પત્નીને તેના પતિમાં અખંડ ભરોંસો હોય તે ભજન છે.

ગુરૂને તેના શિષ્ય ઉપર ભરોંસો અને શિષ્યને તેના ગુરૂ ઉપર યકીન ભજન છે.

ભજન સાધના નથી.

ભજન બધી જ સાધાનાથી ઉપર છે, આગળ છે.

હરિ ભજન વિના કલેશ ન જાય.

Think Globally and Act Locally.

હરિ વ્યાપક સર્વત્ર સમાના

પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના

કૌશલ્યા જ્ઞાન કાંડ છે. જ્ઞાન કાંડમાં વ્યક્તિ હર્ષ શોકથી મુક્ત હોય, વિવેક પૂર્ણ વર્તન કરે.

ક્રિયા શક્તિ - ક્રિયા કાંડમાં જ્યાં સુધી કોઈ સંગ દોષ ન લાગે ત્યાં સુધી તે વેદનો ક્રિયા કાંડ છે.

જ્યારે કર્મ કુસંગથી બચે ત્યારે તે પૂર્ણ રૂપમાં પહોંચે.

કૈકેયી મંથરાના સંગ દોષથી બચી ન શકી.

દુર્જનના સંગ કરતાં નર્કનો નિવાસસારો છે.

કર્મમાં શાંતિ અસંગના કારણે નથિ મળતી.

આ ત્રણેયનો સમન્વય જેનામાં છે તે દશરથ છે.

રામ ચરિત માનસના ૯ પુરૂષ પાત્રમાં દશરથ મધ્યમાં છે.

આ ૯ પુરૂષ પાત્ર નીચે પ્રમાણે છે.

૧ હિમાચલ સમ્રાટ છે જેના ત્યાં શૈલજા જન્મે છે.
૨ રાજા શીલનિધિ
૩ રાજશ્રી મનુ
૪ વિદેહ રાજ જનક
તાત એટલે બાપ.
તાત એટલે વંશની વૃદ્ધિ કરનાર.
ગુરૂએ આપેલ સમૃદ્દિને વધારનાર તાત છે એવું અષ્ટવક્રા જનક રાજાને કહે છે. ગુરૂની જ્ઞાન સંપદાને વધારનાર તાત છે.
૫ રાજા દશરથ
૬ કપિશ
૭ સુગ્રિવ
૮ દશાનન
૯ રાજા રામ

બાલકાંડ એ બાલમંદિર છે.

અયોધ્યાકાંડ એ રાજ મંદિર છે.

અરણ્યકાંડ એ વન - વૃક્ષ મંદિર છે.

કિષ્કિન્ધાકાંડ એ વાલી મંદિર છે, પિતૃ મંદિર છે.

સુંદરકાંડ હરિ મંદિર છે.

લંકાકાંડ યુદ્ધ મંદિર છે. જે ક્રિયા નિર્વાણ આપે તે મંદિર છે. લંકાકાંડમાં અધમાં અધમનું નિર્વાણ થાય છે.

ઉત્તરકાંડ બુદ્ધ મંદિર છે.

મહાભારતના યુદ્ધમાં બહું છ્લ કપટ થયું છે.

બ્રહ્મ સત્ય જગત તથ્ય ---------જગદીશ ત્રિવેદી

જગત એ એક પવિત્ર પાત્ર છે .     લઓત્સુ

ત્રિભુવન ગુરૂ
ધર્મ ગુરૂ
કૂલ ગુરૂ
સદ્‍ ગુરૂ

સત્ય લેવાય, પ્રેમ અપાય અને કરૂણામાં જીવાય ........વિનોબાજી

ગુરૂ હવા છે, પાણી છે, મૃત્ય છે.


રવિવાર, તારીખ ૩૦-૧૧-૨૦૧૪

ભજન એટલે શું?

માનસના વરિષ્ઠ પાત્રો ભક્તિ માગે છે, ભજન નથી માગતા.

ભક્તિ પ્રેમનો પર્યાય છે.

અખંડ પ્રેમ એ ભજન છે.

પ્રાર્થના ભક્તિ છે.

અખંડ પ્રેમથી પ્રાર્થના કરો તો એ ભજન છે.

ભજન માર્ગ નથી, પંથ નથી, સંપ્રદાય નથી, ધર્મ પણ નથી.

ભજન અદ્વિતીય છે.

યંત્રવત પ્રાર્થના ભજન ન બને.

ધર્મ એટલે પરમ સ્વાતંત્ર્ય. ધર્મમાં કોઈ બંધન ન હોય.

ધર્મ વિશ્રામ છે.

પરમ હોશ એ ધર્મ છે. .....ઑશો

પરમ જાગૃતિ ધર્મ છે.

શેરડીનો રસ, પાણી, દૂધ, ફળ, ઔષધિ વગેરે સ્નાન સંધ્યા કર્યા પહેલાં લઈ શકાય.

ધાર્મિક્તા લેબલ ન હોય પણ તેમાં લેવલ હોય.

ભગવાન સુખ સ્વરૂપ છે અને આપણે ભગવાનના અંશ હોવાને નાતે આપણે પણ સુખ સ્વરૂપ છીએ.

પરમાત્માએ આપણને આપણી ઓકાતથી ઘણું વધારે આપ્યું છે.

સમસ્ત અભાવમાં જે તૃપ્ત રહે તે ફકિર છે અને સમસ્ત સુવિધા હોવા છતાં તેમાં જે અતૃપ્ત રહે તે અમીર છે.

સતસંગથી અસંગતાનો જન્મ થાય.

પુરૂષ એટલે પરમાત્મા અને પ્રકૃતિ એટલે માયા.

શાસ્ત્રની પુરૂષની વ્યાખ્યા પ્રમાણે જે વ્યક્તિ જ્યાં પાત્રતા દેખાય ત્યાં તેને બધું જ આપી દે તે પુરુષ છે.

જેનામાંથી અને જ્યાંથી સારા ગુણ મળે તે ગ્રહણ કરે તે પુરૂષ કહેવાય.

પોતાના પરિવારમાં સાથે ભોજન કરે તે પુરૂષ છે.

લાઓત્સુનાં ત્રણ રત્ન નીચે પ્રમાણે છે.

૧ પ્રેમ મહાન રત્ન છે.

૨ અતિ થી બચવું જોઈએ. કોઈ પણમાં અતિરેક ન કરવો.

૩ તમારા સામર્થ્યનો સદઉપયોગ કરો.

પૂર્ણ ચેતના સહ કરેલ પુકાર ભજન છે.

કામ, ક્રોધ, લોભનો અતિરેક યોગ્ય નથી. સમ્યક માત્રામાં કામ, ક્રોધ, લોભ જરૂરી છે.

નીચેની ૭ વસ્તુ જરૂરી નથી.

૧ ઇર્ષા

૨ નીંદા

૩ દ્વેષ

૪ મૂઢતા - અહંકાર

૫ અભિમાન

૬ બદલો લેવાની ભાવના

૭ પોતાના સ્વાર્થનું જ વિચારવું

ભજન સાત્વિક, રાજસી કે તામસી આહાર નથી પણ તેનાથી પર ગુણાતીત આહાર છે.

ભજન ગુણાતીત આહાર છે.

જ્યાં નીચેની ૫ વસ્તુ હોય તે સ્થળ પુરી - નગરી છે.

૧ જ્યાં મન, વચન, કર્મથી કોઈનું દીલ ન દુભાય તે સ્થળ પુરી છે.

૨ જે સ્થાનની પાસેથી નદી વહેતી હોય તે સ્થાન પુરી છે. આ પ્રવાહી પરંપરાનો નિર્દેશ કરે છે.

 જ્યાં કોઈનો વધ ન થાય તે અવધ.

૩ જે નગરમાં કોઈ સાધુ સંત રહેતો હોય તે નગર પુરી છે.

૪ જ્યાં કોઈ રાજા રહેતો હોત તે સ્થળ પુરી છે. આન, બાન, શાનને સુરક્ષિત રાખે તેવી વ્યક્તિ જ્યાં રહેતી હોય તે સ્થાન પુરી છે.

૫ જ્યાં કોઈ નિષ્ણાત વૈદ્ય, ડૉક્ટર રહેતો હોય તે સ્થાન પુરી છે.

મન, વચન, કર્મથી હરિ ભજન કરવાનો સ્વાર્થ દરેકે રાખવો જોઈએ.

જેનામાં ૧૧ લક્ષણ હોય તે રાજા કહેવાને લાયક છે.

દશરથમાં આ ૧૧ લક્ષણ છે. રાજા રામમાં પણ આ ૧૧ લક્ષણ છે.

૧ ધર્મ કાર્યમાં જે તત્પર હોય તે રાજા કહેવાય. ધર્મ તત્પરતા બતાવવી તે રાજાનું લક્ષણ છે. અધર્મમાં શિથિલ રહેવું જોઇએ.

૨ જેના મુખમાં મધુરતા હોય, મધુર વાણી હોય તે રાજા કહેવાય.

૩ જેનામાં દાન કરતી વખતે ઉત્સુકતા હોય તે રાજા કહેવાય.

૪ જે મિત્ર સાથે કપટ મુક્ય પ્રેમ કરે તે રાજા કહેવાય.

૫ જે સદગુરૂ સાથે વિનયથી વર્તે તે રાજા કહેવાય.

૬ જેના ચિતમાં ગંભીરતા હોય તે રાજા કહેવાય.

૭ જેના વ્યવહારમાં પવિત્રતા હોય તે રાજા કહેવાય. બહારથી સ્વચ્છતા હોય અને અંદરથી પવિત્રતા હોય.

૮ જે બધી જ અદ્‌ભૂત વિદ્યામાં રસ લે તે રાજા કહેવાય.

૯ જે શાસ્ત્રનો જાણકાર હોય તે રાજા કહેવાય. રાજાએ શાસ્ત્રને જાણવા જોઈએ.

૧૦ રાજા રૂપવાન, સુંદર હોવો જોઈએ. રૂપ એ એક નિધિ છે.

૧૧ રાજા શિવને ભજતો હોવો જોઇએ.

Source : http://amritgirigoswami.blogspot.in/2011/05/blog-post_5092.html

નમામીશમીશાન નિરવાણરુપં l
વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં ll
નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં l
ચિદાકાશવાસંભજેહં ll
નિરાકારમોંકારમૂલંતુરિયં l
ગિરા ગ્યાન ગોતીતમઈશં ગિરીશં ll
કરાલં મહાકાલકાલં કૃપાલં l
ગુણાગાર સંસાર પારંનતોહં ll
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં l
મનોભૂત કટિ પ્રભા શ્રી શરીરં ll
સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા l
લસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા ll
ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં l
પ્રસન્નાનનં નીલકંઠં દયાલં ll
મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલં
પ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં l
અખંડં અજંભાનુકોટિપ્રકાશં ll
ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ l
ભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં ll
કલાતીત કલ્યાણ કલ્પાંત કારી l
સદાસજ્જનાનંદદાતા પુરારી ll
ચિદાનણ્દસમ્દોહમોહાપહારી l
પ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી ll
ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં l
ભજંતીહ લોકે પરે વા નરાણાં ll
ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં l
પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ll
ન જાનામિ યોગ જપં નૈવ પૂજા l
નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ll
જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં l
પ્રભો પાહિઆપન્નમામીશ શંભો ll
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે l
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ll


Listen Sri Rudrashtakam - Slow Version by Pujya Ramesh Bhai Oza

You may also like to listen "Shree Rudraashtakam" by Pujya Bhaishree Rameshbhai Ojha (iTunes)









સાભાર: મા ગુર્જરી

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો,
દયા કરી દર્શન શિવ આપો…

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,
મારા દિલમાં વસો, બૈયો આવી વસો, શાંતિ સ્થાપો,
દયા કરી દર્શન શિવ આપો…

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો,
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

અંગે શોભે છે રૂદ્રની માળા, કંઠે લટકે છે ભોરીંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતી, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…


Listen Video by Narayan Swami



Updating is in progress, please visit again for more details.

No comments:

Post a Comment