Translate

Search This Blog

Wednesday, November 19, 2014

વડોદરા શહેરમાં 14 વર્ષ બાદ પૂ.મોરારિબાપુની 14મી કથા

શહેરમાં 14 વર્ષ બાદ પૂ.મોરારિબાપુની 14મી કથા

શહેરમાં 14 વર્ષ બાદ પૂ.મોરારિબાપુની 14મી કથા
અનેરો લહાવો

તા.27 ડિસેમ્બરથી તા.4 જાન્યુઆરી-2015 દરમિયાન નવલખી મેદાનમાં રામકથાનું આયોજન

દિવ્યકાંત ભટ્ટ. વડોદરા


પ્રસિદ્ધરામાયણી સંત-કથાકાર પૂ.મોરારિબાપુની વડોદરા ખાતેની 14 મી રામકથાનું 14 વર્ષના લાંબા સમય બાદ વર્ષ-2014માં આયોજન થયું છે. પૂ.મોરારિબાપુની રામકથા આગામી તા.27 ડિસેમ્બરથી તા.4 જાન્યુઆરી-2015 દરમિયાન નવલખી મેદાનમાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે,પૂ.બાપુએ તેમના જીવનની 500મી રામકથા વડોદરામાં નવલખી મેદાનમાં કરી હતી.

પ્રસિદ્ધ રામાયણી સંત-કથાકાર પૂ.મોરારિબાપુએ 1960 થી રામચરિત માનસ-રામકથાનો પ્રારંભ કર્યો હતો.આજે તેઓએ દેશ-વિદેશમાં 746 રામકથાના માધ્યમથી રામનામને ગુંજતું કર્યું છે. રામકથા દ્વારા સત્ય-પ્રેમ અને કરુણાનો સંદેશો વહેતો કરનારા પૂ.બાપુનો રામકથાના મુદ્દે વડોદરા સાથેનો નાતો સવિશેષ રહ્યો છે.

1960 માં રામકથાનો પ્રારંભ કર્યા બાદ ઓક્ટોબર-2014 સુધીમાં પૂ.મોરારિબાપુની દેશ-વિદેશમાં યોજાયેલી 746 રામકથા પૈકી 13(બાજવા ખાતેની 2 કથા સહિત) રામકથા વડોદરાની ધરતી પર યોજાઇ ચૂકી છે. છેલ્લે પૂ.બાપુની વડોદરાની 13 મી અને તેમની કારકિર્દીની 562 મી રામકથા વર્ષ 2000 માં(તા.16-12-2000 થી 24-12-2000) યોજાયા બાદ 14 વર્ષના લાંબા સમય પછી દોશી પરિવારના ઉપક્રમે આયોજિત પૂ.બાપુની રામકથાનો સંસ્કારી નગરી વડોદરાને લ્હાવો ડિસેમ્બર મહિનામાં મળશે. કથાનો પ્રારંભ તા.27 ડિસેમ્બર-2014 ના રોજ અને સમાપન તા.4 જાન્યુઆરી-2015 ના રોજ થશે.

કથાની માહિતી વેબસાઇટ પર મૂકાઇ
રામકથાઅંગેનીવિસ્તૃત માહિતી પૂ.મોરારિબાપુની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. વેબસાઇટ પર કથાની તારીખ, સમય, સ્થળ સહિત વિગતો જણાવાઇ છે.

રામકથાનો સમય શું રહેશે?
{તા.27ડિસેમ્બર, શનિવાર-2014 * સાંજે 4 થી 7 કલાક સુધી

{તા.28ડિસેમ્બર થી તા.4 જાન્યુ.2015 * સવારે 9.30 થી બપોરે 1.30 કલાક સુધી

પૂ.મોરારિબાપુની વડોદરામાંઅત્યાર સુધીમાં 13 કથા યોજાઇ છે. 13 પૈકી છેલ્લી 3 કથા પૂ.બાપુએ રામાયણના ઉત્તરકાંડના દોહા નં.42 ની ચોપાઇ નંબર-4 બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ્ગ્રંથ હી ગાવા..ના વિસ્તૃત વિવરણ સાથે પણ કરી હતી. વર્ષ-1991, 1996 અને 2000 ની કથા ઉત્તરકાંડની ચોપાઇ પર યોજાઇ હતી. જેથી આગામી કથામાં પણ પૂ. બાપુ ચોપાઇ પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે.
3 કથા બડે ભાગ માનુષ..પર યોજાઇ હતી

Read More at Divya Bhaskar. 


No comments:

Post a Comment