Translate

Search This Blog

Sunday, November 2, 2014

ભગવાન વિષ્ણુ એટલે વિશાળતા અને વ્યાપકતા, માનસદર્શન, મોરારિબાપુ


ભગવાન વિષ્ણુ એટલે વિશાળતા અને વ્યાપકતા 

  • આપણે એવો ઉત્કર્ષ કરવો રહ્યો કે ધીરે ધીરે અસંગતા પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુ એટલે અસંગ વિચારધારા છે. વિષ્ણુ એટલે અસંગવૃત્તિ, વિષ્ણુ એટલે અસંગ વ્યવહાર છે. 

  • રામચરિતમાનસના આરંભમાં તુલસીદાસજીએ પાંચ સોરઠાઓ લખ્યા. એમાં હરિની વ્યાખ્યા તુલસીદાસજીએ લખી છે: 

'નીલ સરોરુહ સ્યામ અરુન બારિજ નયન           ! 
કરઉ સો મમ ઉર ધામ સદા છીરસાગર સયન     !!' 


  • હરિ કોઇ એક ધર્મનું પ્રધાન તત્ત્વ નથી, હરિ એટલે ભગવાન વિષ્ણુ એવો અર્થ થાય છે. 

  • પરંતુ વિષ્ણુની વ્યાપકતા તો ભીતરથી નીકળેલી વ્યાપકતા છે. સ્વાભાવિક વ્યાપકતા છે. 


  • બ્લેક અને વ્હાઇટનું મિલન એટલે ભગવાન વિષ્ણુ છે. જેનો વર્ણ કમળ જેવો છે. કમળ આપણે ત્યાં અસંગતતાનું પ્રતીક છે. કમળનો જન્મ બિલકુલ કીચડમાં થાય છે. આપણને બધાને ખબર છે કે કાદવ અને જળને પાર કરીને કમળ એવો ઉત્કર્ષ પામે છે. 

  • ટાગોર પોતાના પ્રવચનમાં કહેતા કે કમળની બધી પાંખડીઓ પૂરી માત્રામાં ખીલી જાય એને હું નિર્વાણ કહું છું. બધી પાંદડીઓ વિકસિત થઇ જાય નિર્વાણ છે. હરિ પણ નિર્વાણ રૂપ છે. એટલું નહીં નિર્વાણદાયક પણ છે. 

  • ખેતરમાં બાજરો વાવીએ એ બાજરાનો રોટલો ઘડાવો જોઇએ અને કોઇના પેટમાં જવો જોઇએ. નિર્વાણ રૂપ છે. બીજાને નિર્વાણ આપી ન શકે એ બાજરો શું કામનો? 

  • સાચા સદ્્ગુરુ પોતાના શિષ્યને નારાજ થઇને થોડો ઠપકો આપે ત્યારે સમજદાર શિષ્યએ ઘરે જઇને ઉત્સવ મનાવવો. 

'નમામીશમીશાન નિર્વાણ રૂપં 
વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં     !' 

  • આપણાં શાસ્ત્રો પણ કહે છે કે માણસ દરરોજ નવો હોવો જોઇએ. રોજ તાજાતરોજ હોવો જોઇએ. ભગવાન શંકરાચાર્ય પણ કહે છે કે 'દિને િદને નવં નવં નમામિ નંદ નંદનમ્' કૃષ્ણનું સ્વરૂપ નિત્ય નવું છે. 

  • સમાજે હવે સંકીર્ણતામાંથી બહાર આવવાની જરૂર છે. અસ્પૃશ્યતામાંથી બહાર આવવાની જરૂર છે. તો ભગવાનના પ્રથમ વર્ણસ્વરૂપની વાત છે ત્યાર પછી નીલવર્ણ, લાલકમળ જેવાં નેત્રો એટલે પ્રેમાળ દૃષ્ટિ, તાજી દૃષ્ટિની વાત કરીને વિષ્ણુતત્ત્વનું વ્યાપક અર્થમાં દર્શન તુલસીદાસજીએ કરાવ્યું છે. છેલ્લે એટલું જરૂર કહીશ કે સમાજમાં માણસ દરરોજ નવા વિચારો સાથે વિકસિત થાય એવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના.  

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી) 

મોરારિબાપુ, માનસદર્શન 






No comments:

Post a Comment