Translate

Search This Blog

Saturday, October 25, 2014

માનસ મીરાં ભાગ - ૨, મોરારિ બાપુ

રામ કથા

માનસ મીરાં ભાગ - ૨

મેડ઼તા સિટી  

રાજસ્થાન

શનિવાર, તારીખ ૨૫-૧૦-૨૦૧૪ થી રવિવાર તારીખ ૦૨-૧૧-૨૦૧૪

મુખ્ય ચોપાઈ

એહિં કલિકાલ ન સાધન દુજા     ।

જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા     ॥

રામહિ સુમિરિઅ ગાઇઅ રામહિ    ।

 સંતત સુનિઅ રામ ગુન ગ્રામહિ    ॥


................................................................................................ઉત્તરકાંડ ૧૨૯/૫/૬

एहिं कलिकाल न साधन दूजा । 

जोग जग्य जप तप ब्रत पूजा ॥

रामहि सुमिरिअ गाइअ रामहि । 

संतत सुनिअ राम गुन ग्रामहि ॥

આ કળિયુગના સમયમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, પૂજા વગેરે કોઈ બીજું સાધન જ નથી. બસ શ્રી રામનું જ સ્મરણ કરવું, શ્રી રામના ગુણગાન કરવા, નિરંતર શ્રી રામના ગુણોનું શ્રવણ કરવું.

_________________________________________________________________________________

ભગવદ્ગોમંડલ જે અદ્વિતીય જ્ઞાનકોશ છે તેમાં મીરાંબાઈ વિશે નિચે મુજબની માહિતી છે.

મીરાંબાઈ - એ નામે ગુજરાતી ભાષામાં એક ભક્ત કવયિત્રી.
ડૉ કૃષ્ણલાલ અનુસાર મીરાંનું જીવન ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. પ્રથમ ભાગમાં તેના જન્મ, બાલ્યકાળ, શિક્ષણ અને લગ્નનો સમાવેશ થાય છે. બીજા ભાગમાં તેનું ભક્તસ્વરૂપ પ્રકટ થાય છે ત્યારે તે બીજા ઈશ્વરપરાયણ ભક્તોની માફક, સમાજ અને વાતાવરણના સંસર્ગમાં આવીને, પોતાના ધર્મહઠ, ભક્તિભાવના અને તેજસ્વિતાનો પરિચય આપતી આગળ વધે છે. ત્રીજા ભાગમાં, મીરાં માધુર્યભાવની ભક્તિભાવનાના અંતિમ વિકાસ પર પહોંચીને વ્રજગોપીના અવતારી રૂપમાં સામેલ થાય છે અને પોતાની પવિત્ર સ્વરલહરીથી સંસારના શોક અને તાપને દૂર કરતી કરતી અનંતમાં વિલીન થઈ જાય છે. મીરાંનો જન્મ સંવત ૧૫૫૫ની આસપાસ મેડતા રાજ્યના કુડકી ગામમાં સુપ્રસિદ્ધ રાઠોડ રાજા રાવ જોધાજીના પુત્ર રાવ દૂદાજીના ચોથા પુત્ર રત્નસિંહને ત્યાં થયો હતો. તે પોતાના પિતાનું એક જ સંતાન હતી. પિતા એક વીર સૈનિક હતા. તેથી મીરાં પોતાના દાદા રાવદૂદાની સાથે મેડતામાં રહેતી હતી. દૂદાજી શ્રીકૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. બચપણમાં તે તથા તેનો કાકાનો દીકરો જયમલ રાધાકૃષ્ણના વિવાહનાં ખેલ ખેલતાં હતાં. મીરાંને ચાર વર્ષની મૂકીને તેની માતા સ્વર્ગવાસી થઈ હતી સંવત ૧૫૭૩માં વીરમદેવે મેવાડના પરાક્રમી રાણા સાંગાના મોટા પુત્ર ભોજરાજ સાથે મીરાંનાં લગ્ન કર્યાં. પરંતુ લગ્ન પછી એક જ વર્ષમાં તેના પતિનો સ્વર્ગવાસ થયો. ત્યાર બાદ કનવાહના રણક્ષેત્રમાં બાબર સાથે યુ્દ્ધ કરતાં કરતાં તેના પિતા પણ મૃત્યુ પામ્યા અને થોડા સમય પછી તેના સસરા રાણા સાંગા પણ મૃત્યુ પામ્યા. આમ થોડા જ સમયમાં મીરાં આશ્રય વગરની બની ગઈ. આમ સંસારી પ્રેમની પૂર્ણાહુતિ થયા બાદ મીરાંએ પારલૌકિક પ્રેમ તરફ ધ્યાન આપ્યું અને ભગવાન શ્રીકૃષ્ણની તે ભક્ત બની. લગ્ન વખતે મીરાં ગિરિધરલાલની મૂર્તિ પણ લઈ ગઈ હતી અને પોતાના પતિની સમક્ષ પણ તેનું વિધિપૂર્વક પૂજન અને અર્ચન કર્યા કરતી નિરાધાર બન્યા પછી તેનું ચિત્ત ભગવદ્દભક્તિ અને સાધુસંગતિમાં નિશદિન લાગી રહેતું હતું. સાધુસંતોનો તે ખૂબ સત્કાર કરતી. પ્રેમાવેશમાં આવીને ભગવાનનાં મંદિરોમાં જઈને પગમાં ઘૂઘરા બાંધીને નાચવા માંડતી. ધીમે ધીમે તેની ખ્યાતિ ફેલાવા લાગી મેવાડના પ્રતિષ્ઠિત રાજવંશને આ ગમ્યું નહિ અને મીરાંના દેર મહારાણા રત્નસિંહે અને બીજા રાજપરિવારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મીરાં પર તેની અસર થઈ નહિ. રત્નસિંહના મૃત્યુ પછી વિક્રમાદિત્યે મીરાંની નણંદ ઉદાબાઈને મોકલીને મીરાંને સમજાવી. પરંતુ ન માનતાં રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરાં તેને ચરણામૃત સમજી પી ગયાં. ત્યારબાદ મીરાંને મારી નાખવા માટે રાણાએ સર્પ અને કાંટાની સેજ મોકલી પરંતુ મીરાંનો વાળ પણ વાંકો થયો નહિ અને પોતાનો માર્ગ પણ છોડ્યો નહિ. સંવત ૧૬૦૦ આસપાસ મીરાં વૃંદાવન છોડીને દ્વારકા ચાલી ગઈ ત્યાં તે રણછોડજીની ભક્તિમાં તલ્લીન બની. ત્યાં તે મૂર્તિ સમક્ષ નાચતી અને ગાતી. મીરાંની ભક્તિભાવના અને કીર્તિ એક ધર્મકથાના રૂપમાં બધી બાજુએ ફેલાઈ ગઈ. કહેવાય છે કે, મીરાંબાઈના દ્વારકા ગયાના સમાચાર મેળવીને મેવાડ અને મેવાડના સત્તાધીશોએ તેને બોલાવવા માટે બ્રાહ્મણ મોકલ્યો. આથી વિવશ બનીને મીરાં શ્રીરણછોડજીની આજ્ઞા મેળવીને મંદિરમાં ગઈ અને ત્યાં પદ ગાતાં ગાતાં ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ. આમ સંવત ૧૬૩૦ની આસપાસ એક દિવસે મીરાંના લૌકિક અસ્તિત્વનો લોપ થયો. પરંતુ નશ્વર શરીરનો અંત થાય તે પહેલાં તે અમર થઈ ચૂકી હતી. તેના પદોમાં રૂપકના દાખલાઓ વધારે જોવામાં આવે છે. મીરાંના કાવ્યોમાં પ્રકૃતિવર્ણનનો અભાવ હોય છે. મીરાંની ભાષામાં રાજસ્થાની અને વ્રજભાષાનું અટપટું મિશ્રણ છે. તેનાં પદમાં મસ્તી નથી પણ તેમાં સ્ત્રી હૃદયની મધુરતા છે, મનોભાવમાં કોમળતા છે અને ભાષામાં સ્વભાવસિદ્ધ સરળતા છે. મીરાંબાઈનાં કેટલાક પદો ગુજરાતમાં ચલણી સિક્કાથી પણ વધારે પરિચિત અને પ્રિય છે. બધી સ્ત્રી કવિઓમાં મીરાં સર્વાનુમતે પ્રથમ પંક્તિની ગણાય છે. મીરાંબાઈની કવિતામાં જે મધુરતા અને આકર્ષક શકિત રહેલી છે તેવી બીજી કોઈ સ્ત્રી કવિમાં નથી. તેનું જીવન અદ્દભૂત કૌતુકવાળું બન્યું હતું અને તેની શૈલીમાં જે ગૌરવ તથા સુદૃઢતા છે તેની બરોબરી અન્ય સ્ત્રી કવિઓથી થાય તેમ નથી.

_________________________________________________________________________________

માનસ મીરા કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રો અત્રે પ્રસ્તુત છે.


શનિવાર, તારીખ ૨૫-૧૦-૨૦૧૪

મીરા સંત છે અને સંત અનંત હોય છે.

મીરા વિશે પુરૂં વ્યાખ્યાન આપવું અઘરૂં છે.

મેડ઼તા પ્રેમ તીર્થ છે.

તુલસી અને મીરા સમકાલીન છે, જો કે કેટલાક ઈતિહાસકારોનો મત અલગ છે.

ખાખી વરદીધારી ત્રણ વ્યક્તિઓ  છે, પોસ્ટમેન, પોલિસ અને સંન્યાસી. સંન્યાસીનો ભગવો રંગ ખાખી રંગને મળતો રંગ છે.

પોસ્ટમેન સંદેશ આપે, પોલિસ આદેશ આપે અને સંન્યાસી ઉપદેશ આપે.

સંદેશ આપવો સહેલો છે, આદેશ આપવા માટે લાયક પદ જોઇએ.

પ્રેમ એ એક નિરંતર ચાલતી લહેર છે.

મીરા એ એક નિરંતર ચાલતી લહેર છે.

મીરા મુક્ત નથી પણ નિત્ય મુક્ત છે.

બીજા દ્વારા થતી નીંદા સહન કરવી એ એક તપ છે.

કલિયુગમાં ત્રણ જ વસ્તુ થઈ શકે તેમ છે.


પરમનું સ્મરણ, રામનું સ્મરણ, રામની સ્મૃતિ. પરમનું સ્મરણ એ સત્ય છે.


પરમનું ગાયન, રામનું ગાયન, પરમનું ગાયન એ પ્રેમ છે. પ્રેમી ગાયા વિના રહી જ ન શકે.


લોક કલ્યાણની વાત  સાંભળવી, બુદ્ધ પુરુષની વાત સાંભળવી, કથા શ્રવણ કરવી. કથા શ્રવણ એ કરૂણા છે.


મીરામાં પાંચ પ્રકારના પાગલપણ છે, મીરા પાંચ પ્રકારની દીવાની છે.

મીરા રૂપ દીવાની છે, મીરા નામ દીવાની છે, મીરા દર્દ દીવાની છે, મીરા પ્રેમ દીવાની છે તેમજ મીરા સંત દીવાની છે.

કોઈ પણ સમસ્યા પેદા થાય તે પહેલાં તે સમસ્યાનું સમાધાન તૈયાર થયેલું જ હોય છે.


રવિવાર, તારીખ ૨૬-૧૦-૨૦૧૪

મીરાના જીવનમાં પણ તેના આદિ, મધ્ય અને જીવનના છેલ્લા પડાવ દરમ્યાન એક જ તત્વ પ્રર્તિપાદિત થાય છે.

મીરાના જીવનમાં શાલિગ્રામના રુપે આદિ તત્વ પ્રતિપાદિત થાય છે, શાલિગ્રામ આદિ છે.

મીરાના જીવનમાં તેના લગ્ન સમયે તે શાલિગ્રામ સાથે ફેરા ફરે છે જે તેનો મધ્ય છે. આમ મધ્ય પણ શાલિગ્રામ છે.

મીરા તેના અંત સમયે દ્વારકાધીશમાં સમાઈ જાય છે અને દ્વારકાધીશ પણ શાલિગ્રામ જ છે. આમ મીરાની જીવન યાત્રા દરમ્યાન આદિ, મધ્ય અને અંતમાં શાલિગ્રામ છે.

સંત પાસે કોઈ હિંસક આવે તો તે હિંસક પણ અહિંસક બની જાય છે.

વિષમ પરિસ્થિતિ જ વિષ છે.

મીરા ઉપર કોઈનો પ્રભાવ નથી.

સંત કોઈનાથી પ્રભાવિત ન થાય.

નદીનો પ્રવાહ, નદીના પ્રવાહની ગતી સ્વાભાવિક જ હોય. કેનાલના પ્રવાહને, કેનાલના પ્રવાહનિ ગતીને નિયંત્રીત કરી શકાય.

પરમ સંતની તેની પોતાની આગવી રીત હોય છે, આગવી અદા હોય છે.

પ્રભાવને છોડો. પોતાના સ્વભાવમાં રહો, પોતાના સ્વભાવમાં જીવો.

મીરા બધા જ સંપ્રદાયથી મુક્ત એક લહેર છે, ગતી છે.

શ્રી કૄષ્ણ સાથેનો નિરંતર વિયોગ એ જ મીરાનો યોગ છે.

કૃષ્ણ પ્યાસની વિરહાગ્નિમાં મીરા પોતાના આંસુની આહૂતિ આપે છે. આ મીરાનો યજ્ઞ છે. મીરાના આંસુની આહૂતિ જે પાણી છે તેનાથી તેનો વિરહાગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે.

કૃષ્ણની અખંડ સ્મૄતિ એ મીરાનો જપ છે.

સમાજના તમામ વર્ગોની નીંદા સહન કરવી એ મીરાનું તપ છે.

પરનીંદા સાંભળવાનો કચરો દૂર કરી સ્વચ્છતા અભિયાન શરૂ કરવું જોઈએ
.
જે રાત્રે નીંદ્રાથી મુક્ત હોય અને દિવસે નીંદાથી મુક્ત હોય તે બુદ્ધ પુરૂષ છે અને આવા બુદ્ધ પુરૂષના ચરણ પકડવામાં મોડું ન કરવું.

મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એ મીરાનું અખંડ વ્રત છે. અનન્ય શરણાગતિ એ જ મીરાનું વ્રત છે.
પ્રભુને પ્રેમ કરવો એ મીરાનું પૂજન છે.

રામને પ્રેમ કરવો એ રામની શ્રેષ્ઠ પૂજા છે.

રામહિ કેવલ પ્રેમ પિઆરા

પ્રેમ કામને પણ પવિત્ર કરી દે છે.

પ્રેમ કામને રામમાં પરિવર્તિત કરી દે છે.

પ્રેમ લોભને થોભમાં પરિવર્તિત કરી દે છે.

પ્રેમ ક્રોધને બોધમાં પરિવર્તિત કરી દે છે.



સોમવાર, તારીખ ૨૭-૧૦-૨૦૧૪

પરિક્રમા એટલે પરિક્રમાના કેન્દ્રમાં જે છે તેનું ચારે તરફથી અવલોકન કરવું.

પરમાત્માને ચાખો, પરમાત્માને પરખવાની જરૂર નથી. (परमात्माको चखो, परखो मत)

સ્વાદને છોડવાની જરુર નથિ પણ વાદને છોડવાની જરૂર છે.

મદ્ય (મદ્યપાન) છૂટે તો જરુર છોડો પણ મદ ને જરૂર છોડો.

સત્યને વિચારવામાં સત્ય છૂટી ન જવું જોઈએ.

પ્રેમને વિચારવામાં પ્રેમ છૂટી ન જવો જોઈએ.

કરૂણાને વિચારવામાં કરૂણા છૂટી ન જવી જોઈએ.

મીરાને વિચારવામાં મીરા છૂટી ન જવી જોઈએ.

શ્રદ્ધા ગુણ આધારીત હોય છે.

૬ ઐશ્વર્ય {(૧) યશ (૨) કીર્તી (૩) શક્તિ (૪) જ્ઞાન (૫) વૈરાગ્ય અને (૬) ઐશ્વર્ય}  જેનામાં હોય તેનામાં શ્રદ્ધા હોય.

શ્રદ્ધા માટે ગુણ જરૂરી છે.

પાર્વતી પ્રેમી છે અને પ્રેમ ગુણ ન જુએ. તેથી પાર્વતી શંકરના અગુણ નથી જોતી.
પ્રેમ લક્ષણ મુક્ત હોય.

શ્રદ્ધા અલૌકિક વસ્તુ છે.

જેવી રીતે ફૂલ ખીલે છે તે બધા માટે હોય છે પણ તે ફૂલ ફક્ત એક ને જ ચઢાવાય તેવી રીતે પ્રેમ એક ને જ ન થાય પણ બધાને થાય પણ પ્રેમ ફક્ત એક ને જ ચઢાવાય.

કપટ રહીત પ્રેમ ન થાય.

૧ પ્રેમમાં ગુણ જોવો એ કપટ છે. પ્રેમમાં ગુણ ન જોવો જોઈએ. ગુણ જોઈને શ્રદ્ધા કરો.

પ્રભાવ જોઈ પ્રેમ ન કરો પણ સ્વભાવ જોઇ પ્રેમ કરો.

ઈચ્છા છોડવાનિ જરૂર નથી પણ ઈર્ષા છોડવાની જરૂર છે.

૨ પ્રેમમાં કામના, ભોગ એ કપટ છે.

૩ વારંવાર તુટે એ પ્રેમનું કપટ છે. પ્રેમ તેલ ધારા વત ન રહે એ પ્રેમનું કપટ છે. વાત વાતમાં તૂટી જાય એ પ્રેમનું કપટ છે.

એટમ બોમ્બથી પણ વધારે શક્તિશાળી આત્મ બોમ્બ છે એવું વિનોબાજીનું કથન છે.

પ્રેમ બહું નાજુક હોય છે.

મીરાનો પ્રેમ ગુણ રહીત છે.

પરમ પ્રેમ

પરમ વૈરાગ્ય

પરમ વિશ્રામ

જપથી સિદ્ધિ મળે, સ્મરણથી શુદ્ધી મળે.

શરણાગતીમાં શરત ન હોય.

બુદ્ધ પુરૂષનાં ૫ લક્ષણ હોય છે.


બુદ્ધ પુરૂષમાં ઔદાર્ય - ઉદારતા હોય.
બુદ્ધ પુરૂષમાં મનની, ચિત્તની, વિચારની, દ્રષ્ટિ વગેરેની ઉદારતા - ઐશ્વર્ય હોય.
ઔદાર્યના બે પ્રકાર છે, આક્રમક ઔદાર્ય અને માસુમ ઔદાર્ય.


બુદ્ધ પુરૂષમામ માધુર્ય - મધુરતા હોય.


સૌંદર્ય - બુદ્ધ પુરૂષમાં તેનું પોતાનું એક સૌંદર્ય હોય.


બુદ્ધ પુરૂષમાં ગાંભીર્ય હોય, ગંભીરતા હોય.


બુદ્ધ પુરૂષમાં ધૈર્ય હોય.



મંગળવાર, તારીખ ૨૮-૧૦-૨૦૧૪

મીરા રામચરિત માનસની ૭ સ્ત્રી પાત્રોનો અર્ક છે.

ધર્મ અભયનો પર્યાય છે.

ધર્મ નિરભયતાનો વરદાતા છે.

ધર્મ કદીય મર્યાદા ભંગ ન થવા દે. ધર્મ કદી શાલીનતા ભંગ ન થવા દે.

"કબીરા કૂવા એક હૈ, પનિહારી અનેક;

બરતન સબ ન્યારે ભયે, પાની સબમેં એક.”

મીરા અસંગ છે, તેની સાથે કોઈ પણ પ્રકારે વાત થઈ શકે, કોઈ પણ ભાષામાં વાત થઈ શકે.
સાધુ અસંગ હોય.

શાસ્ત્રને સમજવા માટે કોઈ બુદ્ધ પિરુષનો સંગ કરવો પડે.

નારીની ૭ વિભૂતિ છે.


કીર્તિ - પ્રતિષ્ઠા
નારીથી ઘરની પર્તિશ્ઠા વધે.


શ્રી - લક્ષ્મી


વાક્‌ - વાણી
વાણીનો વિનય એ વિભૂતિ છે. જો કે તેમાં અપવાદ હોઈ શકે.


સ્મૃતિ - યાદદાસ્ત


મેઘા - પ્રજ્ઞા, વિવેક, સમજણ


ધૃતિ - ધૈર્ય


ક્ષમા

મીરામાં આ ૭ વિભૂતિઓ છે.

ઈશ્વર એટલો દુર્લભ નથી જેટલો સતસંગ દુર્લભ છે. સતસંગ ઈશ્વર કરતામ પણ વધારે દુર્લભ છે.

ભગવાન પાસે માગણી કરવી જ હોય તે તે - ભગવાન જેને પ્રેમ કરે છે તેવા સંતના મિલનની માગણી કરવી.

સાધુને સન્માન ન આપો તો વાંધો નથી પણ તેની વગર વિચાર્યે, વગર સમજ્યે નિંદા ન કરો. સાધુ નિંદા એ મોટો અપરાધ છે.

માનસનાં ૭ સ્ત્રી પાત્ર  છે જે ૭ વિભૂતિ છે અને આ સાત સ્ત્રી પાત્ર મીરામાં સમાવિષ્ટ છે.


કીર્ત
માનસાની કીર્તિ પાત્ર શૄતકીર્તિ છે.
માનસની શૄતકીર્તિનું દર્શન મીરામાં થાય છે.

માનસનો શ્રેષ્ઠ સેવક મોરારિ બાપુ છે એવો જવાબ મોરારિ બાપુએ પત્રકારના પ્રશ્નના જવાબમાં આપ્યો હતો.

ગુરૂ નિદાન કરે, ઔષધિ આપે તેમજ આશ્રિત સંપૂર્ણ નોરોગી ન થાય ત્યામ સુધી આશ્રિતની નજીક રહે અને દેખરેખ રાખે.


શ્રી
માનસની શ્રી જાનકી છે.

મીરામાં જાનકી દેખાય છે, પૄથ્વી તત્વ દેખાય છે.


વાક્‌ - વાણી

વાણીના ચાર પ્રકર છે - ૧ મૌન વાણી, ૨ સત્ય વાણી - સત્ય જ બોલવું, ૩ પ્રિય સત્ય બોલવું ૪ લોક કલ્યાણ માટે અસત્ય બોલવું.

ઊર્મિલા મૌન છે જે મીરામાં દેખાય છે. ઊર્મિલા વાક્‌  છે.

મૌન બોલે ત્યારે પથ્થર પણ ગીત ગાવા લાગે, ગદ્ય પદ્ય બની જાય.


સ્મૃતિ - સુમિરણ, નિરંતર યાદ, અખંડ સુમિરન

માનસની શબરીનું અખંડ ભજન મીરામાં દેખાય છે.

શબરીને તેના ગુરૂના વચનમાં અખંડ સ્મૃતિ છે.


મેઘા

માનસની માંડવીમાં મેઘા છે. માંડવી પ્રજ્ઞાવાન મહિલા છે.

ભરત હંસ છે, માંડવી હંસીની છે.


ધૃતિ - ધૈર્ય

માનસની ગૌરીમાં ધૈર્ય છે. મીરામાં ધૈર્ય છે. અનંત પ્રતિક્ષાનું નામ ભક્તિ છે. મીરામાં અનંત પર્તિક્ષા છે.


ક્ષમા

માનસની અહલ્યામાં ક્ષમા છે.

માનસમાં શ્રેષ્ઠ મહિમાવંત સ્ત્રી પાત્ર અહલ્યા છે એવો જવાબ મોરારિ બાપુએ આપ્યો છે.

અહલ્યા મુનિના શ્રાપથી રામનો અનુગ્રહ પામે છે.

મીરા અદ્‌ભૂત છે, અનુભૂત છે તેમજ પરમ અવધૂત છે.


બુધવાર, તારીખ ૨૯-૧૦-૨૦૧૪

મીરા પંડિતો દ્વારા પાછી ન આવે પણ બુદ્ધ પુરૂષ દ્વારા પાછી આવે.

મીરા અહીં નથી એવું વિચારવાની જરુર જ નથી, મીરા તો અહીં આસપાસમામ જ છે.

મીરા મરૂ સ્થળની- મારવાડની મંદાકિની છે.

અનુભવ કહી શકાય, અનુભૂતિ કહી ન શકાય.

નિજ અનુભવ કહહું ખગેશા

શંકર અને કાકભૂષંડી પોતપોતાનો અનુભવ કહે છે.

ઊમા કહહું મેં અનુભવ અપના
સત હરિભજન વિના જગત સબ સપના

મીરા જગતને ખારૂં કહે છે, મીરા જગતને સપનું નથી કહેતી.

મારા સપનામાં આવ્યા શ્રી હરિ ............રમેશ પારેખ

મૃત્યુના ભયને ભગાવે અને સ્મરણના ભાવને જગાડે એ ગુરૂ છે. જો ગુરૂ આવું ન કરે તો તે ગુરૂ ગુરૂ નથી.

દેશમાં સફાઈ થાય તેમજ દિલમાંથી દ્વેષ સાફ થાય.

મીરા એ એક સરોવર છે અને તે સરોવરમાં ઊતરવા માટે ૫ પગથીયાની સિડી છે. આ ૫ પગથીયાં છોડવાથી આ સરોવરમાં જઈ શકાય.

૧ પ્રથમ પગથીયું દલ છે.

આ સરોવરમાં ઊતરવા માટે સાંપ્રદાયીકતાના દલનું પગથીયું છોડવું પડે.

દલ છોડી નિર્દલીય બનવું પડે. જો કે નિર્દલ એ પણ એક દલ જ છે.

મીરાને સમજવા માટે દલની સિડી છોદવી પડે.

સંપ્રદાય જંજીર ન બનવો જોઈએ પણ નૂપુર બનવો જોઈએ.

૨ મીરાને સમજવા માટે પોતાનું બલ છોડવું પડે. આ બીજી સિડી છે.

આ સરોવરમાં ઊતરવા માટે, મીરાને સમજવા માટે પોતાનું બલ કામ ન લાગે, કોઈ બુદ્ધ પુરૂષની કૃપાનું બલ કામ લાગે, બુદ્ધ પુરૂષનો સહારો જોઈએ.

૩ મીરાને સમજવા માટે, આ સરોવરમાં ઊતરવા માટે ખલનો સંગ છોડવાની ત્રીજી સિડી છોડવી પડે. અહીં ખલનો તિરસ્કાર કરવાની વાત નથી પણ ખલનો સંગ છોદવાની વાત છે.

૪ મીરાને સમજવા માટે, આ સરોવરમાં ઊતરવા માટે શિકાયતની ચોથી સિડી છોડવી પડે. શિકાયતી ચિત આધ્યાત્મની યાત્રા પુરી ન થવા દે.

પરનિંદા છોડો તેમજ નીજનિંદા પણ છોડો.

૫ મીરાને સમજવા માટે, આ સરોવરમામ ઊતરવા માટે લોક લાજની પાંચમી સિડી છોડવી પડે. ભજન અને ભોજનમાં મર્યાદા હોવી જોઈએ.


સંશય અને સંદેહમાં શું ફેર છે?

સંશય કેન્દ્ર બદલે પણ સંદેહ કેન્દ્ર ન બદલે.

સંશય એ દશાનનાં મસ્તક છે જ્યારે સંદેહ એ દશાનનની નાભી છે.

સંશય એ રક્ત બીજ રાક્ષસ છે જે વારંવાર પેદા થયા જ કરે.

સંદેહ એ અંતરંગ બિમારી છે, રાજરોગ છે જે મોટાને થાય, નાનાને ન થાય.

સતીને, ગરૂડને સંદેહ થાય છે.

6
ગુરુવાર, તારીખ ૩૦-૧૦-૨૦૧૪

મુક્ત જીવ ફરીથી જન્મ ન લે પણ નિત્ય મુક્ત જીવ ફરીથી જન્મ લઈ શકે.

મીરા નિત્ય મુક્ત લહેર છે. તેથી તે વારંવાર પૃથ્વી પર આવી શકે છે. આવા નિત્ય મુક્ત જીવને, મીરા જેવાને પૃથ્વી ઉપર આવતાં ઈશ્વર પણ રોકી ન શકે.

જે નિત્ય મુક્ત જીવ છે તે પૃથ્વી પર પુરેપુરા રૂપે આવે અથવા આંશિક રૂપે પણ આવે.

બ્રહ્મ નિત્ય મુક્ત છે જે ક્યારેક આંશિક રૂપે આવે, ક્યારેક પૂર્ણ રૂપે પણ આવે.

મીરાનો ધર્મ પ્રેમ છે.

પ્રેમમાં બધા જ ધર્મ સમાવિશ્ઠ છે.

પ્રેમ સમગ્ર શુભોનો સંગ્રહ છે.

પ્રેમ વિષને પણ અમૃત બનાવી શકે છે.

પૂર્વાનુરાગ, મિલન અને વિરહ એ પ્રેમના ૩ ભાગ છે.

મીરાનો અર્થ રામ છે.

તેથી તો મીરા ગય છે કે, "પાયોજી મેંને રામ રતન ધન પાયોજી".

મીરાનો એક માત્ર કામ ઠાકોરજીનો હાથ પોતાના શિર ઉપર હોય એ છે, તેનો કામ કૃષ્ણ દર્શન લાલસા છે.

રામચરિત માનસનો એક માત્ર શબ્દ રામ છે એવો જવાબ મોરારિ બાપુએ પત્રકારના પ્રશ્નના જવાબમાં આપ્યો હતો.



શુક્રવાર, તારીખ ૩૧-૧૦-૨૦૧૪

આ સંસારમાં બધાના હાથ તીર્થ છે, પછી ભલે તે હાથ સાધુના હોય કે શેતાનના હોય.
શ્રુતિએ હાથને ભગવાન કહ્યા છે.

રાવણના હાથ તેમજ રામના હાથ તીર્થ છે.

અપના હાથ જગ્ગનનાથ.

મીરા અને રામ એક જ છે.

મીરામાં રામ લબાલબ સમાવિષ્ઠ છે.

માનસના રામ અને માનસનિ મીરા તેમના કૂળની ખોટી પરંપરાને તોડે છે.

મીરાનું વર્તન ન જુઓ પણ મીરાનું નર્તન જુઓ.

માનસમાં માયા નર્તન કરે છે પણ શબરી શાંત બેસે છે, નર્તન નથી કરતી.

કૃષ્ણ નર્તન કરે છે પણ બુદ્ધ, મહાવીર શાંત છે.

મીરા નર્તન કરે છે.

ભક્તિ કાયર ન કરી શકે, વીર જ કરી શકે.

મારગ છે શૂરા પુરાનો, પછી થાય કસોટી પુરાની

નૃત્ય શબ્દ ૫ વાર આવે છે.

૧ સાત્વિક નૃત્ય
સાત્વિક નૃત્યમાં ઘુંઘરૂની કે મેકઅપની જરુર નથી.

૨ રજોગુણી નૃત્ય
રાવણનું નૃત્ય રજોગુણી નૃત્ય છે.

૩ અભેદ નૃત્ય
રામ રાજ્યનો પર્યાય પ્રેમ રાજ્ય છે. પ્રેમ રાજ્યમાં ભેદ ન હોય.

૪ નિખાલસ નૃત્ય
બાળકનું નૃત્ય નિખાલસ નૃત્ય છે. પક્ષીનું નૃત્ય નિખાલસ નૃત્ય છે.

૫ અસંગ નૃત્ય


શનિવાર, તારીખ ૦૧-૧૧-૨૦૧૪

ઘણા સાધક મન, બુદ્ધિ, ચિત્ત થી મુક્ત થઈ શકે છે પણ અહંકારથી મુક્ત થવું અઘરું છે.

અહંકાર અતિ દુઃખદ દમરૂઆ

પરમાત્મા સુધી પહોંચવું એટલે પોતાના સુધી પહોંચવું.

નીચે પ્રમાણેના ૩ વ્રત કરવા જે કઠીન છે તેમજ સરલ પણ છે.

૧ સત્યનો નિર્વાહ કરવાનું વ્રત સરલ છે તેમજ કઠીન પણ છે.

૨ શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું, અહીં મૌન રહેવું એટલે સમ્યક બોલવું.

૩ ધીરજ રાખવી જેને ધૈર્ય વ્રત કહેવાય છે.

જે વ્યક્તિ આ ત્રણ વ્રત કરશે તે પોતે પોતાના મૂળને જાણી શકશે. પોતાના સુધી પહોંચી શકશે, અહં બ્રહ્માસ્મિ ને સમજી શકશે, પરમાત્મા સુધી પહોંચી શકાશે.

કૃષ્ણએ વાંસળી રાધાને આપી છે, ગીતા અર્જુનને આપી છે, પાદુકા ઉદ્ધવને આપી છે, આંસુ નંદ યશોદાને આપ્યાં છે, મૈત્રી શ્રીદામાને (સુદામા નહીં) આપી છે અને કંઠ મીરાને આપ્યો છે.

મીરા જે ગાય છે તે કૃષ્ણનો અવાજ જ છે.

યમુનાજી કર્મ છે, ગંગા ભક્તિ છે અને સરસ્વતી જ્ઞાન છે.

પરમાર્થ કર્મ સારા છે પણ આવામ પરમાર્થ કર્મ નિર્મલ ન પણ હોય.આવાં કરમાં ક્યાંક સ્વાર્થ છુપાયેલો હોય.

સહજ કર્મ નિર્મલ કર્મ છે. આવા સહજ કર્મમાં દોષ હોય તો પણ તે નિર્મલ કર્મ જ છે.

દંભ રહીત કર્મ એ સહજ કર્મ છે.

પ્રેમ ધર્મ એ દૂધ છે.

મોરનું નૃત્ય

હંસનો વિવેક

સારસમાં રસ સહિત

કબૂતરમાં વિશ્રામ, શાંતિ

મીરાનું પાંચ ભૌતિક શરીર

મીરાના શરીરનું જલ તત્વ અશ્રુ છે.

મીરાના શરીરનું વાયુ તત્વ મુકતતા છે.

મીરાના શરીરનું અગ્નિ તત્વ ક્ષમા છે. ક્ષમા અગ્નિ છે એવું તુલસીદાસજીનું નિવેદન છે. ક્રોધ પણ અગ્નિ છે.

મીરાના  શરીરનું પ્રુથ્વી તત્વ સહનશીલતા છે.

મીરાના  શરીરનું આકાશ તત્વ નિર્લેપતા અને અસંગતા છે.




રવિવાર, તારીખ ૦૨-૧૧-૨૦૧૪

રાધાનો, મીરાનો, ગોપનો, ભરતનો પ્રેમ પરમ પ્રેમ છે.

ઝેરને જીરવવા જીવણ મારો આવશે .....ભગુભાઈ

રાણાને કહેજો પાછા ઝેર મોકલે

મન, બુદ્ધિ, ચિત અને અહંકાર જ્યારે તેની તિવ્રતમ અવસ્થાએ પહોંચે ત્યારે તેનો નાશ થાય અને આવી પરિસ્થિતિમાં અલૌકિક અવતરણ શરૂ થઈ જાય, આત્મસાત થઈ જાય.

ઉપરથી નીચે વહે તે ધારા અને નીચેથી ઉપર તરફ વહે તે રાધા. .........ઑશો

મીરા ઉપરથી નીચે નથી આવતી તેમજ નીચેથી ઉપર પણ નથી જતી પણ આપણી સંગસંગ રહી પ્રેમનો નિર્વાહ કરે છે.

રાધા ઉપરની પાંપણ છે અને મીરા નીચેની પાપણ છે અને આ બે પાંપણી વચ્ચે જે કાળી કીકી છે તે કૃષ્ણ છે.
મન, બુદ્ધિ, ચિત અને અહંકારને મારવાની જરૂર નથી પણ કોઈ બુદ્ધ પુરુષની છાયામાં દીક્ષિત કરવાની જરૂર છે.

અંતઃકરણનો નાશ ન કરો પણ તેને શૄંગાર કરો.

મીરા વિકલ્પ મુક્ત છે પણ તેનો સંકલ્પ દ્રઢ છે - "મેરો તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ" એ મીરાનો દ્રઢ સંકલ્પ છે.

મીરા તેની બુદ્ધિને અવ્યભિચારીણી બનાવી તેને ગીરધરમાં સજાવે છે.

મીરા તેના પરમ પ્રેમની ઊંચાઈએ તેના ચિતમાં કોઈ વિક્ષેપ નથી પણ વિક્ષેપ મુક્ત આવરણ અને મલિન યુક્ત આવરણમાં રહી સતત પ્રસન્ન રહે છે. મીરાનું ચિત વિક્ષેપ મુક્ત પ્રસન્નતા યુક્ત છે.

મીરા મહાન હોવા છતાં પોતાને ચાકર રાખવાનું કહે છે જે તેના અહંકારને દીક્ષિત કરે છે.

હું સેવક છું અને હરિ માલિક છે એવું કરવાથી અહંકાર દીક્ષિત થાય.

મીરા ગીરધર સાથે પરણે છે ત્યારે ગીરધર મીરાના જમણા હાથના વાહનમાં બેસી આવે છે અને જ્યારે જમણો હાથ થાકે છે ત્યારે ડાબા હાથના વાહનમાં સવાર થાય છે.ભક્તિ, પ્રેમ બહું નાજુક હોય છે તેથી કૃષ્ણ પોતાના ચતુર્ભૂજ ઉપર સવાર થઈને આવે છે જેથી મીરાના હાથ થાકી ન જાય.

રામચરિત માનસમાં પણ નીચે પ્રમાણેના ચાર ફેરા છે. આ ચાર મંલગ ફેરા પરમ પદને પામવા માતે છે.

૧ રામ ગુણ સાંભળવા

૨ રામ ગુણ ગાવા

૩ રામ ગુણ કહેવા

૪ રામ ગુણ સમજવા









Sunday, October 19, 2014

પ્રેમ એ જીવનનો ઉત્તમ મારગ છે, માનસદર્શન, મોરારિબાપુ


પ્રેમ એ જીવનનો ઉત્તમ મારગ છે


  • સદ્ ગુરુ પડદો હટાવીને આપણે બ્રહ્મનો મારગ બતાવે છે. બુદ્ધપુરુષ એવા અજ્ઞાની હોતા નથી કે પરમાત્મા અને જીવની વચ્ચે બાધા બને.

  • ગુરુ બોલે અને આપણે સાંભળીએ તો રસ્તો સરળ બની જાય છે કારણ ગુરુના વચનમાં શિષ્યોના દુ:ખને દૂર કરવાની તાકાત હોય છે.

  •  સદગુરુનાં વચન વધારે પ્રિય અને સત્ય હોય છે અને નિષ્ઠાવાન વ્યક્તિને સદ્ ગુરુથી વિશેષ કોઇ હોતું નથી. જેમની એક શરણાગતિ થઇ ગઇ છે. એમને સદ્ ગુરુ આખરી મંજિલ છે. 
  • શરણાગતિ એક અદભુત મારગ છે અને વૈષ્ણવો માટે તો પ્રાણમાર્ગ છે. 

  • હું રામકથામાં ભીડ એકઠી કરતો નથી, લોકોની સમજ એકઠી કરું છું. 
  • જે ભજન કરે છે ગાયા વિના રહી શકતો નથી. ઠાકુર બહુ રસિક છે. 


Saturday, October 18, 2014

સંત કબીરના દોહા

અત્રે સંત કબીરના વીણેલા દોહા આભાર પ્રસ્તુત છે.


सात समंदर की मसि करौं लेखनि सब बनराइ     |
धरती सब कागद करौं हरि गुण लिखा न जाइ     ||


धरती सब कागद करूं, लेखनी सब बनराय     |
सात सुमुंद्र की मसि करूं, गुरु गुण लिखा न जाय़     ||



गुरु गोबिंद दोऊ खड़े, का के लागूं पाय     |
बलिहारी गुरु आपनै, गोबिंद दियो मिलाय     ||


बुरा जो देखन मैं चल्या, बुरा न मिलिया कोय     |
जो दिल खोजा आपना, मुझसा बुरा न कोय     ||


बडा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर     |
पंथी को छाया नही फल लागे अति दूर    ||


अति का भला न बोलना, अति की भली न चूप     |
अति का भला न बरसना, अति की भली न धूप     ||


यह तन विषय की बेलरी, गुरु अमृत की खान      |
सीस दिये जो गुरु मिलै, तो भी सस्ता जान     ||


गुरु गोबिंद दोऊ खड़े, का के लागूं पाय     |
बलिहारी गुरु आपनै, गोबिंद दियो मिलाय     ||



पोथी पढ़ पढ़ जग मुआ, पंड़ित भया न कोय     |
ढाई आखर प्रेम का, पढ़े सो पंड़ित होय     ||




Friday, October 17, 2014

માનસ ઈસુ, ઈઝરાયલ નજીકની ગુફા જ્યારે રામકથાથી ગુંજી ઊઠી

રામ કથા

માનસ ઈસુ

જેરુસેલમ, ઈઝરાઈલ

તારીખ ૦૧-૦૫-૨૦૧૨ થી તારીખ ૦૯-૦૫-૨૦૧૨

મુખ્ય ચોપાઈ

જેહિં જેહિં જોનિ કરમ બસ ભ્રમહીં     |

તહઁ તહઁ ઈસુ દેઉ યહ હમહીં     ||
......................................................................................અયોધ્યાકાંડ ........૨૩

जेहिं जेहिं जोनि करम बस भ्रमहीं ।
तहँ तहँ ईसु देउ यह हमहीं ॥

સુભ અરુ અસુભ કરમ અનુહારી     |
ઈસુ દેઈ ફલુ હ્નદયઁ  બિચારી     ||
.......................................................................................અયોધ્યાકાંડ..........૭૬
सुभ अरु असुभ करम अनुहारी । 
ईसु देह फ़लु ह्र्दयँ बिचारी ॥ 

આ કથાના સંદર્ભમાં શ્રી કાન્તી ભટ્ટ દ્વારા "આસપાસ" નામના કોલમમાં એક લેખ શુક્રવાર, તારીખ ૧૭-૧૦-૨૦૧૪ ના રોજ દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયો છે. સદર લેખ દિવ્ય ભાસ્કર અને શ્રી કાન્તિ ભટ્ટના સૌજન્ય સહ રજુ કરતાં તેમના તરફ આભાર સહ આનંદ વ્યક્ત કરું છું.

--------------------------------------------------------------------------------------------------------------------------
ઈઝરાયલ નજીકની ગુફા જ્યારે રામકથાથી ગુંજી ઊઠી
Kanti Bhatt|Oct 17, 2014,





- ઈઝરાયલ નજીકની ગુફા જ્યારે રામકથાથી ગુંજી ઊઠી



જૂની કહેવત જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિને બદલીને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે હનુમાનજી અને રામાયણની પોથીકરવી પડશે. મને જેરૂસલેમ શહેરમાં કિર્તીલાલ મણિલાલ નામના હીરાના વેપારી લઈ ગયા. પછી ઝેડેકીયાગુફાની જાણ કરી ત્યારે મને થયું કે મોરારીબાપુએ જ્યારે કોઈ સ્થળ બાકી રાખ્યું નથી કે જ્યાં કથા ન કરી હોય. હવે તો તેઓ બોલ બોલ મીડિયામાંથી દૈનિક મીડિયાંમા પણ આવી ગયા છે. મને હતું કે, બાપુએ ઝેડેકીયાની ગુફામાં તો કથા નહીં જ કરી હોય. પરંતુ પછી ખબર પડી કે 33 કે 34 મહિના પહેલાં મોરારીબાપુ હનુમાનજીની છબી અને 400 ભક્તો સાથે ઈઝરાયલના તેલઅવીવ શહેર પાસેની ઝેડેકીયા ગુફામાં પણ કથા કરી આવ્યા છે. હવે ભારતનું અવકાશયાન એક ડઝન મોરારી ભક્તો અને અવકાશ પત્રકારને લઈ જાય તો બાપુ અવકાશમાં પણ કથા કરી આવશે!

તમને આ ઝેડેકીયા ગુફા એ વળી કઈ ગુફા છે તેનું કુતુહલ થશે. જેરૂસલેમ પોસ્ટના ખાસ પત્રકાર આ કથામાં જઈ આવેલા તે મી. જેરોમ શેરોન પણ બાપુથી પ્રભાવિત થઈ ગયેલા. તેમણે કહ્યું કે, ‘મોરારીબાપુ પ્રેમ અને કરૂણાનો તેમ જ સત્યને વળગવાનો ઉપદેશ આપતા હતા. ધાર્મિક મતભદો ભુલી ઈશ્વરની પ્રીતિ મેળવવા તમામ પ્રયાસ કરવો જોઈએ.મોરારીબાપુ જેરૂસલેમ નગરી ગયા, તે નગરી મને કિર્તીલાલ મણિલાલ શાહ તેમ જ હીરાના બીજા વેપારી મફ્તકાકાએ જણાવેલી. પણ બાપુ ગુફામાં ગયેલા તે ગુફાની વાત પછી લાગ્યું કે ટોચે તો સૌ જાય. પેલેસ્ટાઈન બોર્ડર ઉપરની ટેકરીએ ચડવાની ભુલ કરી બેઠો, પણ રામકૃપાથી બચી ગયો. ગુફા ઉપરની ટેકરી જોખમી છે.

આ જેરૂસલમ નગરી જગતના ત્રણ મોટા ધર્મોનું ઉદભવ સ્થાન છે તે મને ત્યાં ગયા પછી ખબર પડી. મોરારીબાપુ ચાર-ચાર કલાકનું પ્રવચન-કથા-મંત્ર જાપ અને રામ ધુન ઝેડેકીયાની ગુફામાં બોલાવતા. સંગીતકારો પણ ગુફા ગજાવવા આવેલા. ભારતીય શાસ્ત્રીય રાગો અને ભક્તિ ગીતોના નાદથી ઝેડેકીયા ગુફા ગુંજી ઉઠી હતી. ઈઝરાયલી અખબાર જેરૂસલેમ પોસ્ટને બાપુએ ઈન્ટરવ્યુ પણ આપેલો. બાપુએ અખબારને જણાવ્યું કે, ‘યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામનું ઉદ્ભવ સ્થાન અને કેન્દ્ર જેરૂસલેમ હતું. એટલે જ મેં સત્ય, પ્રેમ અને કરૂણાના ઉપદેશ માટે આ સ્થળ પસંદ કરેલું. અમુક ધર્મની જ મોનોપોલી સત્ય ઉપરની નથી. એવુ જ પ્રેમનું છે. પ્રેમ એ લાઈફ ફોર્સ છે. તમે બીજાનું દૃષ્ટિબિંદુ સ્વીકારો ત્યારે પ્રેમ પ્રગટ થાય છે.મોરારીબાપુએ આવું હિન્દીમાં કહેલું.
ખરેખર બાપુ પ્રેમના આટલા બધા જબ્બર પુરસ્કર્તા હતા તે જેરૂસલેમના ઈન્ટરવ્યુથી ખબર પડી. બાપુ તો હિન્દીમાં બોલતા હતા પણ જેરૂસલેમ પોસ્ટે એવી યંત્રણા કરેલી કે તેનું ઓટોમેટીક અંગ્રેજીમાં અને યહુદી ભાષામાં એકસાથે ભાષાંતર થતું હતું. મોરારીબાપુએ સર્વધર્મને ઉતાવળથી સરખા ગણવાતેમ બોલી નાખ્યું, પણ ધર્મ અંગેના હિન્દુઓના વલણનું ગૌરવ કરેલું. અમે હિન્દુઓ માનીએ છીએ કે સત્યને કે ઈશ્વરને પામવા એક કરતાં વધુ માર્ગો છે. જેમ કે પર્વતની ટોચે જવા અનેક માર્ગો છે! કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મ દ્વારા સ્પીરીચ્યુઅલ ટ્રુથ મેળવી શકે છે.’- મોરારીબાપુ આવું બોલેલા.

વચ્ચે વચ્ચે મોરારીબાપુ ધર્મના ઝઘડા (રીલીજીયસ ડીવીઝન) વિશે બોલતા હતા. તેમાં સૌથી પાવરફુલ ઝઘડો કરનારા ઈસ્લામીઓ. ત્યારે તો મોરારીબાપુ આજુ બાજુ ક્ષિતિજમાં ય દેખાતા નહોતા! મોરારીબાપુએ પસંદ કરેલી ઝેડેકીયાની ગુફા સુધી પહોંચવા નવ નવ કલાકની, અગર 28 કલાક લાંબી મુસાફરી કરીને મોરારી ભક્તો અમેરિકા, ઈગ્લેંડ, ઈસ્ટ આફ્રિકા અને ભારતથી દરેક લગભગ રૂ. 1 લાખથી રૂ. 5 લાખ ખર્ચીને આવેલા. આ રામકથા લગભગ મારી ગણતરી પ્રમાણે રૂ. 30 કરોડની થઈ હશે. ભુલચુક લેવી દેવી. ધીરજ સોલંકી નામનો દવાનો ગુજરાતી વેપારી જે ન્યુયોર્ક પાસેના શહેર ન્યુજર્સીમાં વેપાર કરે છે, તે પત્ની સાથે ગુફામાં આવેલા. રીકી પાનખનીયા નામના ભક્તે કહ્યું કે, અમને બ્રિટનમા બધું મળી રહે છે. ધન ખુબ મળે છે, પણ સ્પીરીચ્યુઅલ ભુખ રહે છે. અમારી એ ભુખ બાપુ સંતોષે છે. વાહ! કેવી સ્પીરીચ્યુઅલ ભુખ! જ્યાં જ્યાં મોરારીબાપુ કથા કરે છે ત્યાં આવા આધ્યાત્મિક ખોરાક વગર મરી રહેલાલોકોનાં ટોળાં વધે છે. મહુવામાં કથાથાય છે, અગર તો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે ત્યાં આધ્યાત્મિક ખોરાક ખાધા પછી પણ અમુક ભુખ્યા રહે છે.


આમેય જેરૂસલેમ તો ધર્મ ભુખ્યુંશહેર છે જ. યહુદીઓ દરેક ઘરમાં રાયફલ રાખે છે અને ઘણા ઘરોમાં આરબોથી ડરનારા બબ્બે રાઈફલો અને ઓટામેટીક શસ્ત્રો રાખે છે. તે જોતાં લાગે કે જેરૂસલેમ તો રાયફલ ભુખ્યું શહેર છે. યહુદી પ્રાર્થનાનો એક પુરાણો અને રૂ. 8.10 કરોડમાં વેચાયેલો હિબ્રુ ભાષાનો ગ્રંથ હતો. મોરારીબાપુને આ હિબ્રુ ભાષાની પ્રાર્થના પણ ભેટ અપાયેલી તેમ અમે સાંભળેલું. આ ઝેડેકીયાની ગુફા પાંચ એકરમાં પથરાયેલી છે. તેની બહાર આસપાસ 87 હોટેલો છે. આ હોટેલો પ્રથમવાર રામકૃપાથી અગર કહો કે મોરારીબાપુથી ફુલ્લી બુકડ થયેલી. તમે ઈઝરાયલ-જેરૂસલેમ જાઓ તો ત્યાં રવિવારથી ગુરૂવાર સુધી માત્ર’ 300 રૂપિયાની ટીકીટમાં ગુફા જોઈ શકાય છે. આ ગુફાને જૂના વખતમાં કપાસ-રૂના ગોદામ તરીકે વપરાતી, પણ ધર્મ ધુરંધરોને લાગ્યુ કે ગુફા હંમેશાં ધાર્મિક-શ્રદ્ધાળુને આકર્ષે છે એટલે તેને પ્રવચન સ્થળ કરી નાખ્યું અને મોરારીબાપુની કથાએ પછીથી ગુફાને દુઝણી બનાવી નાખી. મોરારીબાપુને છેલ્લે જાણીને દુ:ખ થશે કે તેમણે જે વ્યાસપીઠ બનાવેલી તે સેંકડો વર્ષોની મજુરીથી ગુલામોએ ચણા ફાંકીને ખોદી હતી! અને હા! ઘણા ગુલામ-મજુરો ગુફામાં મજુરી કરી ભુખ્યા મરી ગયેલા.

--------------------------------------------------------------------------------------------------------------------------


Sunday, October 12, 2014

સમાજમાં મૃત્યુ ઉત્સવ બનવો જોઈએ, માનસદર્શન, મોરારિબાપુ

સમાજમાં મૃત્યુ ઉત્સવ બનવો જોઈએ




  • રામાયણ માણસને માનવતા શીખવે છે. તો મૃત્યુ આપણને ડરાવી શકે. પરેશાન કરે માટે આપણામાં માનવતા હોવી ખૂબ જરૂરી છે. મૃત્યુને મહોત્સવ કોણ બનાવી શકે ? 



માતુ મૃત્યુ પિતુ સમન સમાના |
સુધા હોઈ વિષ સુનુ હરિજાના  || 


અલ્પ મૃત્યુ નહિ કવનિઉ પીરા 
સબ સુંદર સબ બિરુજ સરીરા || 



  • વ્યક્તિનું મૃત્યુ તો મધુર છે. જીવનું મૃત્યુ મધુર છે. 

  • ગીતાએ તો મૃત્યુને ધ્રુવ કહ્યું છે. ધ્રુવ છે. નિશ્ચિત છે એમાં કોઈ બેમત નથી. 

હરિના જન તો મુક્તિ માંગે, 
માંગે જનમ જનમ અવતાર... 

'તમસો મા જ્યોતિર્ગમય' 


  • આપણા આદિ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે કે સંસારમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. જેમાં મનુુષ્યત્વં-એટલે કે માનવતા અતિ દુર્લભ છે. ત્યાર પછી મુમુક્ષાભાવ અને ત્રીજું કોઈ સાધુનો સંગ- મહાપુરુષનો સંસર્ગ અતિ કઠિન છે. જીવનમાં કોઈ સાધુપુરુષનો સંગ થાય તો સમજજો કે જીવન ધન્ય બની ગયું છે. 


અજર અમર ગુનનિધિ સુત હોઉ 

કબીરસાહેબે તો કહ્યું છે કે, 
જીને સે મરના ભલા, મરના જાને કોઈ 
મરને સે પહલે જો મરે વો અજર અમર હોઈ ાા 



  • આપણે તો કોઈ પણ રૂપમાં ભગવાન કૃષ્ણનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જઈશું. હું એટલા માટે વાત સ્પષ્ટ કરવા જઈ રહ્યો છું કે ભગવાન કૃષ્ણનું એક રૂપ મૃત્યુ પણ છે. હવે કરશો સ્વાગત? કૃષ્ણ સ્વયં મૃત્યુ છે અને કૃષ્ણને સ્વીકારવાની જેની તૈયારી હોય વ્યક્તિગત જીવનમાં મૃત્યુને ઉત્સવ બનાવી શકે છે. 

  • હવે ભગવાન કૃષ્ણ મૃત્યુ છે અને જ્યારે મૃત્યુ આવે ત્યારે ભયથી નહીં ભાવથી મારો ગોવિંદ આવ્યો છે એવા રૂપે મૃત્યુને આલિંગન આપજો. 

  • જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે એવું વિચારીએ કે ગીતાનો ગાનારો આજે મૃત્યુનું રૂપ લઈને મારા ઘરે આવ્યો છે. જો આવું વિચારવામાં આવે તો બધો ભય ચાલ્યો જશે. 

છેલ્લે, દરેકના જીવનમાં મૃત્યુ મંગલ બને અને સમાજમાં ઉત્સવના રૂપમાં મૃત્યુ સંસ્થાપિત થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. {

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read Full Article at Sunday Bhaskar, ePaper, page 8 & 6


Viewers may like to read following articles related to the philosophy of death.








Friday, October 10, 2014

જન્મ માતા આપે છે જીવન ગૌમાતા આપે છે,માનસદર્શન, મોરારિબાપુ

The article displayed here is with the courtesy of Divya Bhaskar - a leading Gujarati daily. It was published in the Sunday Bhaskar dated August 31, 2014.

જન્મ માતા આપે છે જીવન ગૌમાતા આપે છે

આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની મોટી સમસ્યામાં ફસાયું છે. જો આ સમસ્યામાંથી બચવું હોય તો આપણે બધાએ ગૌવધ અટકાવવો પડશે. ગૌમાતાને આદર આપવો પડશે.

રામચરિત માનસમાં ગૌમાતાનો જે મહિમા ગાવામાં આવ્યો છે તેનું તુલસીદાસજી ઘણીવાર વિવરણ કરે છે. ગાયમાતાને સ્વયં સુરધેનુ કહ્યા છે. રામકથા સ્વયં પણ સુરધેનુ છે.

રામકથા સુરધેનુ સમસેવત સબ સુખ દાનિ
સતસમાજ સુરલોક સબ કો ન સુનૈ અસ જાનિ

ગાયના મહિમાનું ગાન કરતા તુલસીદાસજીએ ગાયને ક્યારેક સુરધેનુ કહીને, ક્યારેક કામદ કહીને, ક્યારેક કામધેનુ, ક્યારેક ગો કહીને, ક્યારેક સુરભિ કહીને વિશાળ રૂપે તાત્વિક અને સાત્વિક અર્થમાં ગાયમાતાનો મહિમા ગાયો છે.

બીજું કે આજે સમાજમાં ગાય માટે જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર વંદનીય છે. ગાયમાતાની સેવા થવી જ જોઈએ. ગાયમાતા દેશમાં સુરક્ષિત હોવી જ જોઈએ. આપણને જન્મ માતા આપે છે પણ જીવન ગૌમાતા આપે છે માટે ગૌમાતાની સેવા થવી જ જોઈએ. હા ઘટનાઓ ઘટતી જ રહે છે. આપણે એમાં ન જીઈએ પણ માનવ તરીકે ગૌમાતાની સેવા જરૂરી છે.

ગૌમાતાની સેવામાં, ગૌમાતાની સુરક્ષામાં ભૂલ થાય છે માટે આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની મોટી સમસ્યામાં ફસાયું છે. વિશ્વમાં સમસ્યાનો એટલો મોટો જમેલો છે એની પાછળ ઘણાં બધાં કારણો છે એમાંનું એક મોટું કારણ ગૌવધ છે. ગો અનાદર છે. જો વિશ્વને પર્યાવરણની સમસ્યાથી બચાવવું હોય તો આપણે બધાએ ગૌવધ અટકાવવો પડશે. ગૌમાતાને આદર આપવો પડશે.

ગૌમાતાની સુરક્ષાની પ્રવૃત્તિ રચનાત્મક રીતે થવી જોઇએ. ફક્ત વિચારાત્મક ન હોવી જોઇએ. માટા ભાગે લોકો વિચારાત્મક હોય છે. જો બધા આ વિષયમાં રચનાત્મક બને તો ગૌમાતા અવશ્ય સચવાઈ જશે. પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદને યાદ કરું. એમનું એક વાક્ય છે કે 'વેદ વિના મતિ અને ગાય વિના ગતિ નહીં'. સાધુ સંતોના મુખેથી જે વિચાર પ્રગટ થાય છે તે વિચાર વિચાર નથી રહેતો એ મંત્ર બની જાય છે. આ મંત્રના વિચારમાં સમાજે થોડા ગંભીર બનવાની જરૂર છે.

ગુજરાતના બહું જ મોટા વિચારવાન વ્યક્તિ આદરણીય ગુણવંત શાહ બાંગ્લાદેશ ગયા હતા ત્યારે ત્યાંથી મને એક વાત કરેલી કે બાપુ હું એ વાતથી હેરાન છું પરેશાન છું કે આ મુસ્લિમ દેશોમાં માત્ર ગાયનું જ દૂધ પીવાય છે. ગાયનું જ ઘી વપરાય છે. ગાયનાં બધાં જ દ્વવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. એમની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે આપણે શા માટે ચૂકી જઇએ છીએ? આજે દેશમાં ઘણી બધી સમસ્યા છે જે સાધુ-સંતો પોતપોતાની રીતે કાર્ય કરીને બચાવી જ રહ્યા છે. દેશમાં ગાય બચે, યમુનાનો નિરંતર પ્રવાહ બચે. ગંગાની પાવનધારાને, પ્રવાહને બંદી ન બનાવાય. દેશનાં દેવસ્થાન, તીર્થસ્થાન સારી રીતે સચવાય એવી અમે આશા રાખીએ છીએ.

આપણે ગૌમાતાનાં સંતાન છીએ આ વાતને આપણે સાર્વભૌમ રૂપમાં લઈએ. કેવળ કોઈ જાતિવંશમાં આપણે ન જઈએ. આપણે આપણા પરમતત્વના વંશજ છીએ એ નકારી ન શકાય. કેમ કે આપણે ઈશ્વરના અંશ છીએ. ઈશ્વરના અંશના નાતે ગાયની સેવા આપણામાં હોવી જોઈએ. ભગવાન કૃષ્ણને ગાય વધારે પ્રિય હતી. કોઈ વ્યક્તિ ગાયની સેવા કરશે તો એના ભાગ્યની રેખા, ગ્રહોની દિશા શુભમાં પરિવર્તન થઈ જશે. ગૌમાતાની વાત ચાલી રહી છે ત્યારે સમ્રાટ બિંબિસારની એક ઘટના યાદ આવે છે.


બિંબિસારના રાજ્યમાં એક ગરીબ વ્યક્તિ પોતાના પરિવાર સાથે બે-ત્રણ વીઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ પરિવાર ખેતરમાં ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ ખેડૂત સવારમાં પોતાના પરિવારના પોષણ વિશે વિચારી રહ્યો હતો ત્યાં અચાનક એણે પોતાના આંગણમાં એક કમોસમી ફૂલ ખીલેલું જોયું. એણે નજીક જઈને જોયું તો દુર્લભ એવું ફૂલ હતું. ફૂલ જોઈને ખેડૂત રાજી થયો. બિંબિસારના રાજ્યમાં ઘણા ફૂલ પ્રેમી માણસો હતા એવી એને ખબર હતી. ખેડૂતે બહું જ વિવેકપૂર્ણ ફૂલને ચૂટ્યું. એ વિચારવા લગ્યો કે આવું દુર્લભ ફૂલ જોઈને જ કોઈ ખરીદી લેશે. જેના કારણે મને કંઈક મળશે. જે ધન મારા જીવનમાં મદદરૂપ થશે. હાથમાં ફૂલ લઈને ખેડૂત બજારમાં નીકળે છે. આ બાજું નગરશેઠ બજારમાં નીકળે છે. નગરશેઠની નજર ફૂલ ઉપર પડે છે. ફૂલને જોઈ નગરશેઠ વિચાર કરવા લાગ્યા કે મેં મારી જિંદગીમાં આવું ફૂલ જોયું નથી. એણે ખેડૂતને પૂ્છ્યું આ શાનું ફૂલ છે? ખેડૂત બોલ્યો હું એનું નામઠામ જાણતો નથી. નગરશેઠ કહેવા લાગ્યા મારે ખરીદવું છે. હું તને પાંચ હજાર રૂપિયા આપું  તું મને આપી દે. જ્યાં ચર્ચા ચાલતી હતી એટલામાં બિંબિસારનો  દીવાન નીકળ્યો. એણે ફૂલ જોયું. દીવાન ખેડૂત નજીક આવે છે. નગરશેઠ દીવાનને રસ્તો આપે છે. દીવાન ફૂલના પચ્ચીસ હજાર દેવા તૈયાર થયો. ખેડૂત ફૂલ પચ્ચીસ હજારમાં આપવાની તૈયારી કરે છે. એટલામાં હાથી પર બિંબિસાર નીકળ્યા. રાજાએ હાથી પરથી ખેડૂતના હાથમાં રહેલ ફૂલને જોયું. ફૂલ જોઇને રાજા આકર્ષાયા. નગરશેઠ રાજાને કહેવા લાગ્યા કે આ ખેડૂતનું ફૂલ છે મેં પાંચ હજારમાં માગ્યું. દીવાન પચ્ચીસ હજારમાં ખરીદી રહ્યા છે. રાજાએ તરત ખેડૂતને કહ્યું કે હું આ ફૂલના પસાચ હજાર આપીશ. ફૂલ મને આપી દે. પચાસ હજારની વાત જ્યાં આવી એટલે ખેડૂતે બિંબિસારને પ્રેમથી પૂછ્યું કે રાજા આપ મને એ કહો કે  તમે આ ફૂલના પચાસ હજાર રુપિયા શા માટે આપવા તૈયાર છો? આજે ગૌ પૂજનનો શ્રેષ્ઠ દિવસ છે. આ પૂજન કરવાથી મને ઈશ્વરની પ્રાપ્તિ થશે. માટે હું ખરીદવા માગ્યં છું. રાજાની વાત સાંભળી ખેડૂત ફૂલ વેચવાની ના પાડે છે. ખેડૂત ફરી રાજાને કહે છે કે માલિક આ ફૂલ ગૌમાતાને ચઢાવવાથી ઈશ્વર મળશે? રાજા કહેવા લાગ્યા હા ઈશ્વર મળશે. ખેડૂત ફૂલ વેચવામાં તરત જ ફરી ગયો. એણે સમ્રાટ, દીવાન અને નગરશેઠને કહ્યું કે હવે આ ફૂલ હું વેચવા માગતો નથી. મને માફ કરજો. જો ગૌમાતાને દુર્લભ ફૂલ ચડાવવાથી પરમતત્વ પ્રાપ્ત થતું હોય તો મારે ફૂલ વેચવું નથી. હું પોતે જ ગૌમાતાને ચઢાવીશ અને ગૌમાતાની પૂજા કરીશ. આપણે પણ આપણા જીવનમાં ગૌમાતાની સેવા કરીને પરમતત્વની નજીક પહોંચવાના પ્રયત્ન કરીએ.

Tuesday, October 7, 2014

दुर्गा द्वात्रिशन्नाम माला, દુર્ગા દ્વાત્રિશન્નામ માલા

दुर्गा द्वात्रिशन्नाम माला, દુર્ગા દ્વાત્રિશન્નામ માલા

પૂજ્ય મોરારિ બાપુએ "માનસ દુર્ગા" ના કથા પ્રવાહ દરમ્યાન દુર્ગાના ૩૨ નામનો બુધવાર, તારીખ ૦૧-૧૦-૨૦૧૪ ના દિવસે ઉલ્લેખ કર્યો હતો.

એક સમયની વાત છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ પુષ્પો વગેરે વિવિધ ઉપચારોથી મહેશ્વરી દુર્ગાનું પૂજન કર્યું. એનાથી પ્રસન્ન થઇને દુર્ગતિનો નાશ કરનારાં દેવી દુર્ગાએ કહ્યું, ‘દેવતાઓ તમારા પૂજનથી હું સંતુષ્ટ છું. તમારી જે ઇચ્છા હોય તે માગો. હું તમને દુલર્ભ વસ્તુ પણ આપીશ.’

દુર્ગાદેવીનું આ વચન સાંભળીને દેવતાઓએ કહ્યું, ‘હે દેવી, જે ત્રણેય લોકો માટે કંટકરૂપ હતો તે અમારા શત્રુ મહિષાસુરને તમે મારી નાખ્યો. એનાથી સમગ્ર જગત સ્વસ્થ અને નિર્ભય થઇ ગયું છે.

તમારી જ કૃપાથી અમને પોતપોતાનાં પદ ફરીથી પાછાં મળી ગયાં છે. તમે ભકતો માટે કલ્પવૃક્ષ છો. અમે તમારા શરણમાં આવ્યા છીએ. તેથી અમારા મનમાં હવે કશું મેળવવાની અભિલાષા બાકી રહી નથી. અમને સર્વ કાંઇ મળી ગયું છે. તેમ છતાં તમારી આજ્ઞા છે તેથી અમે જગતના રક્ષણ માટે તમને કશુંક પૂછવા ઇરછીએ છીએ.

હે મહેશ્વરી! એવો કયો ઉપાય છે કે જેનાથી સત્વરે પ્રસન્ન થઇને તમે સંકટમાં આવી પડેલા જીવનું રક્ષણ કરો છો? હે દેવેશ્વરી આ વાત સર્વથા ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો.’

દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દયામય દુર્ગાદેવીએ કહ્યું, ‘હે દેવો! સાંભળો આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે. મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિનો નાશ કરનારી છે. ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઇ સ્તુતિ નથી. આ રહસ્યરૂપ છે. આને બતાવું છું, સાંભળો.’

જે મનુષ્ય મુજ દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઇ જાય છે એમાં સંદેહ નથી. દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અંર્તઘ્યાન થઇ ગયા. દુર્ગાજીનું આ ઉપાખ્યાન જે સાંભળે છે તેના પર કોઇ વિપત્તિ આવતી નથી.


||     दुर्गा द्वात्रिशन्ना माला    ||

दुर्गाबत्तीस नामावली

दुर्गा दुर्गार्तिशमनी दुर्गापद्विनिवारिणी
दुर्गमच्छेदिनी दुर्गसाधिनी दुर्गनाशिनी       || १ ||

दुर्गतोद्वारिणी दुर्गनिहन्त्री दुर्गमापहा
दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकदवानला           || २ ||

दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी
दुर्गमार्गप्रदा दुर्गमविध्या दुर्गमाश्रिता      || ३ ||

दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यान भासिनी
दुर्गमोहा दुर्गमगा दुर्गमार्थस्वरूपिणी     || ४ ||

दुर्गमासुरसहन्त्री दुर्गमायुधधारिणी
दुर्गमाड्म्नि दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी     || ५ ||

दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गदारिणी
नामावलिमिमां यस्तु दुर्गाया मम मानवः    || ६ ||

पठेत्‌ सर्वभयान्मुत्को भविष्यति न् संशयः      ||







 Meaning
1
દુર્ગા
दुर्गा
Durgā
The Reliever of Difficulties

The Reliever of Difficulties
2
દુર્ગતિ શમની
दुर्गातिर्शमनी
Durgātirśaminī  
Who puts difficulties at peace

Who Brings Difficulties to Peace
3
દુર્ગાપદ્રિનિવારિણી
दुर्गापद्विनिवारिणी
Durgāpadvinivāriṇī
Dispeller of difficult adversities

Who Dispels Difficult Enemies
4
દુર્ગમચ્છેદિની
दुर्गमच्छेदनी
Durgamacchedinī,
Who cuts down difficulty

Who Does Spiritual Practices to Relieve Difficulties
5
દુર્ગસાધિની
दुर्गसाधिनी
Durgasādhinī
The performer of Discipline to expel difficulties

Who Destroys Difficulties
6
દુર્ગનાશિની
दुर्गनाशिनी
Durganāśinī
The Destroyer of Difficulty

Who Takes the Whip to Difficulties
7
દુર્ગતોદ્ધારિણી
दुर्गतोद्वारिणी
Durgatoddhāriṇī              
Who holds the whip of difficulties
8
દુર્ગનિહન્ત્રી
दुर्गनिहन्त्री
Durgenihantrī,
Who sends difficulties to Ruin

Who Sends Difficulties to Run
9
દુર્ગમાપહા
दुर्गमापहा
Durgamāpahā
Who measures difficulties
Who Measures Difficulties
10
દુર્ગમજ્ઞાનપદા
दुर्गमज्ञानदा
Durgamajñānadā
Who makes difficulties unconscious

Who Makes Difficulties Lose Consciousness
11
દુર્ગદૈત્યલોકદવાનળા
दुर्गदैत्यलोकदवानला
Durgadaityalokadavānalā
Who destroys the world of difficult thoughts

Who Destroys the World of Difficult Thoughts

12
દુર્ગમા
दुर्गमा
Durgamā
The mother of difficulties

Mother Who Relieves Difficulties
13
દુર્ગમાલોકા
दुर्गमालोका
Durgamālokā
The perception of difficulties
14
દુર્ગમાત્મસ્વરૂપિણી
दुर्गमात्मस्वरूपिणी
Durgamātmasvarūpiṇī
The Intrinsic Nature of the soul of difficulties

Who Perceives Difficulties
15
દુર્ગમાર્ગપ્રદા
दुर्गमार्गप्रदा
Durgamārgapradā
Who searches through the difficulties
16
દુર્ગમવિદ્યા
दुर्गमाविध्या
Durgamavidyā
The knowledge of difficulties

Whose Inner Nature Is the Soul of Difficulties
17
દુર્ગમાશ્રિતા
दुर्गमाश्रिता
Durgamāśritā
The Extrication from difficulties

Who Seeks Out Difficulties
18
દુર્ગમજ્ઞાનસંસ્થાના
दुर्गमज्ञानसंस्थाना
Durgamajñānasaḿsthānā
The continued existence of difficulties

Who Understands Difficulties
19
દુર્ગમધ્યાનભાસિની
दुर्गमध्यानभासिनी
Durgamadhyānabhāsinī                 
Whose meditation remains brilliant when in difficulties

Who Extracts From Difficulties
20
દુર્ગમોહા
दुर्गमोहा
Durgamohā
Who deludes difficulties

The Continued Existence of Difficulties
21
દુર્ગમગા
दुर्गमगा
Durgamagā
Who resolves difficulties
Who Resolves Difficulties
22
દુર્ગમાર્થ સ્વરૂપિણી
दुर्गमार्थस्वरूपिणी
Durgamārthasvarūpiṇī
Who is the intrinsic nature of the object of difficulties

Who Is the Inner Nature of the Object of Difficulties
23
દુર્ગમાસુરસંહન્ત્રી
दुर्गमासुरसहन्त्री
Durgamāsurasanhantrī
The annihilator of the egotism of difficulties

The Destroyer of the Ego of Difficulties

24
દુર્ગમાયુધધારિણી
दुर्गमायुधधारिणी
Durgamāyudhadhāriṇī
Bearer of the weapon against difficulties

Who Resolves Difficulties
The Destroyer of the Ego of Difficulties
Who Bears the Weapon Against Difficulties
25
દુર્ગમાંગી
दुर्गमांगी
Durgamāńgī
The refinery of difficulties

The Refinery of Difficulties

26
દુર્ગમતા
दुर्गमाता
Durgamatā
Who is beyond difficulties

Who Transcends Difficulties
27
દુર્ગમ્યા
दुर्गम्या
Durgamyā
This present difficulty

Accessible With Difficulty
28
દુર્ગમેશ્વરી
दुर्गमेश्वरी
Durgameśvarī
The empress of difficulties

The Goddess Who Relieves Difficulties
29
દુર્ગભીમા
दुर्गभीमा
Durgabhīmā
Who is terrible to difficulties

The Terror of Difficulties
30
દુર્ગભામા
दुर्गभामा
Durgabhāmā
The lady to difficulties

The Lady of Difficulties
31
દુર્ગભા
दुर्गभा
Durgabhā
The illuminator of difficulties

Who Enlightens Difficulties
32
દુર્ગદારિણી
दुर्गदारिणी
Durgadāriṇī
Who cuts off difficulties

Who Chops Off Difficulties


ભગવદ્ગોમંડલ જ્ઞાનકોશમાં દુર્ગા વિષે નીચે પ્રમાણે વર્ણન કરેલ છે.
દુર્ગા

આદિશક્તિ. શુક્લ યજુર્વેદ વાજસનેય સંહિતામાં રુદ્રની ભગિની અંબિકાનો ઉલ્લેખ આ પ્રમાણે છેઃ હે રુદ્ર ! તમારી ભગિની અંબિકા સહિત આમારો દીધેલ ભાગ એટલે પુરોડાશ ગ્રહણ કરો. આથી જણાય છે કે, શત્રુઓના નાશ વગેરેને માટે જે રીતે પ્રાચીન આર્યો રુદ્ર નામના ક્રૂર દેવતાનું સ્મરણ કરતા હતા, એવી રીતે તેની ભગિની અંબિકાનું પણ કરતા હતા. વૈદિક કાળમાં અંબિકા દેવી રુદ્રની ભગિની મનાતી હતી. તલવકાર અથવા કેન ઉપનિષદમાં આખ્યાયિકા છે કેઃ એક વાર દેવતાઓ સમજ્યા કે વિજય અમારી જ શક્તિથી થયો છે. આ ભ્રમને મટાડવાને માટે બ્રહ્મ યક્ષના રૂપમાં દેખાયા, પણ દેવતાઓએ તેમને ઓળખ્યા નહિ. તેને જાણવાને માટે પહેલાં અગ્નિ તેમની પાસે ગયા. યક્ષે પૂછ્યું: તમે કોણ છો ? અગ્નિએ કહ્યું: હું અગ્નિ છું અને સર્વ કાંઈ ભસ્મ કરી શકું છું. આ ઉપરથી તે યક્ષે એક તણખલું રાખીને કહ્યું કે, આને ભસ્મ કરો. અગ્નિએ ઘણું જ જોર કર્યું, પણ તણખલુ જેવું ને તેવું જ રહ્યું. એવી જ રીતે વાયુ દેવતા પણ ગયા. તે પણ તે તણખલાને ઉડાડી શક્યા નહિ. ત્યારે બધા દેવતાઓએ ઇંદ્રને કહ્યું કે, આ યક્ષનો પત્તો મેળવવો જોઈએ કે તે કોણ છે જ્યારે ઇંદ્ર ગયા ત્યારે યક્ષ અંતર્ધાન થઈ ગયા. થોડી વાર પછી એક સ્ત્રી પ્રકટ થઈ. તે ઉમા હૈમવતી દેવી હતી. ઇંદ્રના પૂછવાથી ઉમા હૈમવતીએ જણાવ્યું કે તે યક્ષ બ્રહ્મ હતા. તેના વિજયથી તમને મહત્ત્વ મળેલ છે. ત્યારે ઇંદ્ર આદિ દેવતાઓએ બ્રહ્મને જાણ્યા. અધ્યાત્મ પક્ષવાળા ઉમા હૈમવતીથી બ્રહ્મવિદ્યાનું ગ્રહણ કરે છે. તૈત્તિરીય આરણ્યકના એક મંત્રમાં દુર્ગા દેવી શરણમહં પ્રપદ્ય, વાક્ય આવે છે અને એક સ્થળે ગાયત્રી છંદનો એક મંત્ર છે, જેને સાયણે દુર્ગાગાયત્રી કહેલ છે. દેવી ભાગવતમાં દેવીની ઉત્પત્તિ સંબંધમાં આ પ્રમાણે કથા છેઃ મહિષાસુરથી હારીને બધા દેવો બ્રહ્માની પાસે ગયા. બ્રહ્મા શંકર તેમજ દેવતાઓની સાથે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ કહ્યું કે, મહિષાસુરને મારવાનો ઉપાય એ છે કે, સર્વે દેવો પોતાની સ્ત્રીઓ સહિત મળીને પોતપોતાનું થોડું થોડું તેજ કાઢે. તે સર્વ તેજસમૂહથી એક સ્ત્રી ઉત્પન્ન થશે જે તે અસુરનો વધ કરશે. મહિસાસુરને વરદાન હતું કે તે કોઈ પણ પુરુષને હાથે નહિ મરે. વિષ્ણુની આજ્ઞાનુસાર બ્રહ્માએ પોતાના મુખથી રક્ત વર્ણનું, શંકરે રૌપ્ય વર્ણ વિષ્ણુએ નીલ વર્ણનું, ઇંદ્રે વિચિત્ર વર્ણનું એમ બધા દેવતાઓએ પોતપોતાનું તેજ કાઢ્યું અને એક તેજઃસ્વરૂપા દેવી પ્રકટ થઈ, જેણે તે અસુરનો સંહાર કર્યો. કાલિકાપુરાણમાં લખ્યું છે કે પરબ્રહ્મના અંશ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ થયા. બ્રહ્મા અને વિષ્ણુએ તો સૃષ્ટિની સ્થિતિને માટે પોતપોતાની શક્તિને ગ્રહણ કરી, પરંતુ શિવે શક્તિનો સંયોગ ન કર્યો અને તે યોગમાં મગ્ન થઈ ગયા. બ્રહ્મ આદિ દેવતા આ વાતની પાછળ પડ્યા કે શિવ પણ કોઈ સ્ત્રીનુ પાણિગ્રહણ કરે. પરંતુ શિવને યોગ્ય કોઈ સ્ત્રી મળતી જ ન હોતી. ઘણો જ વિચાર કર્યા પછી બ્રહ્માએ દક્ષને કહ્યું: વિષ્ણુ માયા સિવાય કોઈ સ્ત્રી એવી નથી કે જે શિવને લોભાવી શકે. આથી હું તેની સ્તુતિ કરૂં છું, તમે પણ તેની સ્તુતિ કરો કે તે તમારી કન્યાના રૂપમાં તમારે ત્યાં જન્મ લે અને શિવની પત્ની થાય. તે વિષ્ણુની માયા દક્ષ પ્રજાપતિની કન્યા સતી થઈ, જેણે પોતાનાં રૂપ અને તપથી શિવને મોહિત અને પ્રસન્ન કર્યા. દક્ષયજ્ઞના વિનાશ સમયે જ્યારે સતીએ દેહનો ત્યાગ કર્યો, ત્યારે શિવે વિલાપ કરતાં કરતાં તેના શબને પોતાની કાંધ ઉપર ઉપાડી લીધું. પછી બ્રહ્મા, વિષ્ણુ અને શનિએ સતીના મૃત શરીરમાં પ્રવેશ કર્યો અને તે તેના ટુકડા ટુકડા કરીને ઉપાડવા લાગ્યા. જ્યાં જ્યાં સતીનાં અંગ પડ્યાં ત્યાં ત્યાં દેવીનું સ્થાન કે પીઠ થઈ. જ્યારે દેવતાઓએ મહામાયાની ઘણી જ સ્તુતિ કરી, ત્યારે તે શિવના શરીરમાંથી નીકળી, જેનાથી શિવનો મોહ દૂર થયો અને તે ફરીને યોગસમાધિમાં મગ્ન થયા. એક તરફ હિમાલયની ભાર્યા મેનકા સંતતિની કામનાથી ઘણા દિવસોથી મહામાયાનું પૂજન કરતી હતી. મહામાયાએ પ્રસન્ન થઈને મેનકાની કન્યા થઈને જન્મ લીધો અને શિવથી વિવાહ કર્યો. માર્કંડેય પુરાણમાં ચંડી દેવી દ્વારા શુંભ નિશુંભના વધની કથા લખી છે, જેનો પાઠ ચંડીપાઠ અથવા દુર્ગાપાઠના નામથી પ્રસિદ્ધ છે અને સઘળે તે પાઠ થાય છે. કાશીખંડમાં લખ્યું છે કે, રુરુના પુત્ર દુર્ગ નામે મહાદૈત્યે દેવતાઓને બહુ હેરાન કર્યા ત્યારે તેઓ શિવની પાસે ગયા. શિવે અસુરને મારવાને માટે દેવીને મોકલ્યાં. દુર્ગાના પર્યાય નીચે પ્રમાણે છેઃ આદ્યાશક્તિ, ઉમા, કાત્યાયની, ગૌરી, કાલી, હૈમવતી, ઈશ્વરી, શિવા, ભવાની, રુદ્રાણી, શર્વાણી, કલ્યાણી, અપર્ણા, પાર્વતી, મૃણાણી, ચંડિકા, અંબિકા, શારદા, ચંડી, ગિરિજા, મંગલા, નારાયણી, મહામાયા, વૈષ્ણવી, હિંડી, કોટ્ટવી, ષષ્ઠી, માધવી, જયંતી, ભાર્ગવી, રંભા, સતી, ભ્રામરી, દક્ષકન્યા, મહિષમર્દિની, હેરંબજનની, સાવિત્રી, કૃષ્ણપિગલા, શૂલધરા, ભગવતી, ઈશાની, સનાતની, મહાકાલી, શિવાની, ચામુંડા, વિધાત્રી, આનંદા, મહામાત્રા, ભૌમી, કૃષ્ણા, ચાર્વંગી, વાણી, ફાલ્ગુની, માતૃકા, તારા, કાલિકા, કામેશ્વરી, ભૈરવી, ભુવનેશ્વરી, ત્વરિતા, મહાલક્ષ્મી, વાગીશ્વરી, ત્રિપુરા, જ્વાલામુખી, બગલામુખી, અન્નપૂર્ણા, અન્નદા, વિશાલાક્ષી, સુભગા, સગુણા, ધવલા, ઘોરા, પ્રેમા, વટેશ્વરી, કીર્તિકા, તુમુલા, કામરૂપા, જૃંભણી, મોહિની, શાંતા, વેદમાતા, ત્રિપુરસુંદરી, તાપિની, ચિત્રા, અનંતા.




The following article is displayed here with the courtesy of Gujarat Samachar - a leading Gujarati daily.


દુર્ગે સ્મૃતા હરસિભીતિમશેષજન્તોઃ' મા દુર્ગાનાં એક નહીં બત્રીસ નામ !


Read this article at its source link.


- ભક્તિપૂર્ણ રીતે મા દુર્ગાના આ બત્રીસ નામોનો પાઠ કરી શકે છે
 અમદાવાદ, 25 સપ્ટેમ્બર 2017 સોમવાર

આદ્યશક્તિની ઉપાસના થાય ત્યારે 'દુર્ગા' નામ આપણા મોંએ સહજ આવે છે. નવરાત્રિનું પર્વ પછી તે આસોની હોય કે ચૈત્રની નવદુર્ગાઓનો ઉલ્લેખ સવિશેષ રીતે થતો હોય છે.

સામાન્યપણે નવદુર્ગાઓનાં નામ પ્રચલિત છે પણ શાસ્ત્રોમાં અનેક નામોથી ઉલ્લેખ થાય છે

આપણે નવરાત્રિ પર્વ દરમિયાન શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચન્દ્રઘન્ટા, કૂષ્માન્ડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધદાત્રી વગેરે નવદુર્ગાઓનું સ્મરણ કરીએ છીએ. આ બધાં જાણીતા નામો છે.

દુર્ગતિનો નાશ કરે એ દુર્ગા શક્તિ ઉપાસનામાં દુર્ગા બત્રીસી નામ માળાનું પણ મહત્ત્વ છે. આ નામો સાથે પૂજન-અર્ચન, મંત્રજાપ પુરશ્ચરણનો મહિમા છે. આરાધકો એમ કરતા પણ હોય છે. જો કે, સામાન્ય માનવી પણ ભક્તિપૂર્ણ રીતે મા દુર્ગાના આ બત્રીસ નામોનો પાઠ કરી શકે છે.

આ બત્રીસી નામોમાં દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગાપદ્વિનિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગસાધિની, દુર્ગાશિની, દુર્ગતોદ્ધારિણી, દુર્ગનિહંત્રી, દુર્ગમાપહા, દુર્ગમજ્ઞાનદા, દુર્ગદૈત્યલોકદવાનલા, દુર્ગમા, દુર્ગમાલોકા, દુર્ગાત્માસ્વરૃપિણી, દુર્ગમાર્ગપ્રદા, દુર્ગમવિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમજ્ઞાનસંસ્થાના, દુર્ગમધ્યાનભાસિની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૃપિણી, દુર્ગમસુરસંહંત્રી, દુર્ગમાયુધધારિણી, દુર્ગમાંગી, દુર્ગમાતા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગભામા, દુર્ગભા, દુર્ગદારિણીનો સમાવેશ થાય છે.

સપ્તશ્લોકી દુર્ગાપાઠમાં પણ કહેવાયું છે કે, 'દુર્ગેસ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ, સ્વસ્થૈ, સ્મૃતા મતિમતિવ શુભાં દદાસિ, દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કાત્યદન્યા, સર્વોપકારણકરણાય સદાર્દ્રચિત્તા' અર્થાત્ હે મા દુર્ગા, સ્મરણ કરવાથી તમે બધાં પ્રાણીઓના ભયને હરી લો છે અને સ્વસ્થ મનુષ્યો વડે ચિંતન કરવાથી તમે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો. દુઃખ દરિદ્રતા અને ભયને હરનારાં હે દેવી ! તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાંનો ઉપકાર કરવા સદૈવ દયાર્દ્ર રહેતું હોય ?