Translate

Search This Blog

Sunday, December 7, 2014

રામકથા સંશય અને શરણાગતિની યાત્રા

રામકથા સંશય અને શરણાગતિની યાત્રા

  • રામકથા સંશયથી સમાધાન અને સમાધાનથી શરણાગતિની યાત્રા છે. સંશય રામકથાનું પ્રથમ ચરણ છે જ્યારે સમાધાન બીજું ચરણ છે અને શરણાગતિ ત્રીજું ચરણ છે. તમે સંશય કરી શકો છો.
  • રામચરિતમાનસમાં પાર્વતીનો સંશય છે. ગરુડનો સંશય છે. બધા સંશય કરે છે, એમાંથી કથા શરૂ થાય. 
  • પાર્વતીને ભગવાન શિવ કથા સંભળાવે છે. જ્યારે ગરુડજીને ભુશુંડી મહારાજ કથા સંભળાવે છે. 
  • પરંતુ જ્યારે તમને તમારા વ્યવસાયનાં કામકાજ પછી જો સમય મળે તો મારી તમને બધાને એક પ્રાર્થના છે કે એ સમયમાં હરિનું સ્મરણ કરો. સમયને વ્યર્થ ગુમાવવો નહીં. હું તમારી પાસે ભિક્ષા માગી રહ્યો છું. મારે કોઇ પાસે રૂપિયા જોઇતા નથી. મારે કંઇ જ જોઇએ નહીં એવું મારું જાહેર નિવેદન છે. હું કોઇ પાસેથી કંઇ લેતો નથી. કદાચ હવે ઇશ્વર આપવા માટે આવે તો પણ સ્વીકારું નહીં. દ્વારકાધીશ આવીને સોનાની દ્વારિકા આપે તો સ્પષ્ટ કહી દઉં કે સોનાની દ્વારિકા તું રાખ, મને સોનાની દ્વારિકાની જરૂર નથી તારા પ્રેમની જરૂર છે. 

ક્યોં અપની તરહ જીને કા અંદાજ છોડ દે?
ક્યા હૈ હમારે પાસ ઇસ અંદાજ કે સિવા.


ન પાને કી ચિંતા ન ખોને કા ડર હૈ!


  • કૃષ્ણએ ગીતામાં એમ જ કહી દીધું નહીં હોય કે અર્જુન મારી વિભૂતિ છે. અરે કોઇ બુદ્ધ પુરુષ તમારો હાથ પકડીને કહે કે તું મારો છે.
  • ચિંતા શું કામ કરે છે? તો જિંદગી જિવાઇ જાય છે. ‘પાંડવાના ધનંજય’ અર્જુન કૃષ્ણની વિભૂતિ છે. અર્જુનનું દૃષ્ટાંત આપીને હું તમારી પાસે એ સ્પષ્ટ કરી રહ્યો છું કે વિશ્વનો દ્વાપરકાલીન આ વ્યક્તિ (અર્જુન) બહુ જ વ્યસ્ત હતો, પરંતુ એ વ્યસ્તતામાંથી જ્યારે સમય મળી જતો હતો ત્યારે એનું એક કામ હતું કે કૃષ્ણનું સ્મરણ કરવું. 

  • કલિયુગમાં આપણે બધા સંસારની જવાબદારી નિભાવતાં નિભાવતાં હરિસ્મરણ કરીએ. કેમ કે ભગવાન આપણને યાદ કરે છે કે તમે મને પુકારો. એ સમય હરિ આપે છે. 
  • ગુરુકૃપાથી ઉત્તરકાંડમાં એવું સ્પષ્ટ પામી શકાયું છે.
જપ તપ મખ સમ દમ બ્રત દાના!
બિરતિ બિબેક જોગ વિગ્યાના!!


  • વિશ્વમાં અધ્યાત્મની જેટલી વિદ્યા છે એ બધી જ વિદ્યા આ એક પંક્તિમાં છે. તુલસીદાસજીએ કોઇ વિદ્યા છોડી નથી. જપ, તપ, વ્રત, સમ, દમ, મખ, દાન, વિરતિ, વિવેક, જોગ, વિજ્ઞાન, સમગ્ર અધ્યાત્મ તુલસીની આ એક પંક્તિમાં છે. 


 એકાગી થઇ જશે વિવેકજ્ઞાન.
સોહન રામ પ્રેમ બિનુ ગ્યાનૂ!
કરનધાર બિનુ જિમિ જલ જાનુ!!


  • વિવેક-જ્ઞાન અને વિજ્ઞાન જે જાણકારીને પ્રયોગ કરીને આપણે સિદ્ધ કરીએ એને વિજ્ઞાન કહે છે. 



  • તુલસીદાસજી કહે છે આ અગિયાર બાબતો થઇ. હવે જો પ્રભુનાં ચરણોમાં પ્રેમ પ્રગટ ન થાય તો એ અગિયાર ફળવિહીન અધ્યાત્મ છે. 



  • રામનું રાજ્ય ન્યાયરાજ્ય ન હતું પ્રેમ રાજ્ય હતું. 

      (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment