રામ કથા
માનસ કર્ણધાર
વડોદરા, ગુજરાત
શનિવાર, તારીખ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૪ થી રવિવાર, તારીખ ૦૪ જાન્યુઆરી, ૨૦૧૫
મુખ્ય ચોપાઈ
કરનધાર તુમ્હ અવધ જહાજૂ |
ચઢેઉ સકલ પ્રિય પથિક સમાજૂ ||
............................................................અયોધ્યાકાંડ ૧૫૩/૬
કરનધાર સદ્ગુર દ્રઢ નાવા |
દુર્લભ સાજ સુલભ કરિ પાવા ||
................................................................ઉત્તરકાંડ ૪૩/૮
શનિવાર, ૨૭-૧૨-૨૦૧૪
વડોદરા મોટા પેટ વાળી નગરી છે જે બધું જ સમાવી દે તેવી નગરી છે. અનેક શુભોથી ભરેલ નગરી છે.
હ્નદયમાં પુરી શ્રદ્ધા હોય તો એકલો માણસ પણ શું ન કરી શકે?
સમાજને, આપણને સાત કર્ણધારની જરુર છે.
પોષ્ટમેન, પોલીસ અને સંન્યાસી ખાખી પહેરવેશ ધારણ કરે છે, જેમાં પોષ્ટમેન સંદેશા વાહકનું કામ કરે છે, પોલીસ આદેશ આપે છે, સંન્યાસી ઉપદેશ આપે છે.
એક વિચાર પણ કર્ણધાર બની શકે.
સત્ય એક વચન છે, સત્ય પોતાના માટે હોય.
પ્રેમ દ્વિ વચન છે, બીજા માટે છે.
કરૂણા બહુ વચન છે, બધા માટે હોય.
બડેં ભાગ માનુષ તનુ પાવા |
સુર દુર્લભ અબ ગ્રન્થન્હિ ગાવા ||
સાધન ધામ મોચ્છ કર દ્વારા |
પાઇ ન જેહિં પરલોક સંવારા ||
યમુનાષ્ટકમ્
સૌજન્ય સહિત - મા ગુર્જરીના ચરણે....
નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા
મુરારિપદ પંકજસ્ફુરદમંદરેણૂત્કટામ્
તટસ્થનવકાનનપ્રકટમોદપુષ્પાંબુના
સુરાસુરસુપૂજિતસ્મરપિતુ:શ્રિયં બિભ્રતીમ્
સંપૂર્ણ યમુનાષ્ટકમ્ અર્થ સહિત જાણવા મા ગુર્જરીના ચરણે.... ઉપર ક્લિક કરવા વિનંતિ.
એંસીના આરે પહોંચ્યો છું
હરિ મને હવે અઢી અક્ષર શીખવાડો
_________________________________________________________________________________
The content of the below displayed article and images are displayed here with the courtesy of Divya Bahskar daily.
સંસ્કારી નગરીમાં રામકથા કરવાનો વિશેષ હરખ : પૂ.મોરારિ બાપુ
Bhaskar News, Vadodara|D
Source Link: http://www.divyabhaskar.co.in/news-hf/MGUJ-VAD-ram-katha-in-vadodara-4854079-PHO.html
Courtesy : Divya Bhaskar |
(14 વર્ષે વડોદરામાં ફરી કથા માટે પધારેલા બાપુએ વડોદરાના લોકોને નમન કર્યુ હતુ)
- સંસ્કારી નગરીમાં રામકથા કરવાનો વિશેષ હરખ : પૂ.મોરારિ બાપુ
- વડોદરામાં 14 વર્ષ બાદ ચિત્રકૂટ ધામ-નવલખી મેદાન ખાતે યોજાયેલી પૂ.મોરારિ બાપુની રામકથાનો શનિવારે ઢળતી સંધ્યાએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થતાં શ્રોતાઓ રામકથામય બન્યાં...
- વડોદરાના શ્રોતાઓ અઘરી વાતોને સમજી શકે છે - કર્ણધાર લેબલવાળો નહીં પણ લેવલવાળો જરૂરી
- મંગલાચરણ : શહેરના નવલખી મેદાન ખાતેના ચિત્રકૂટ ધામમાં શનવિારથી પૂ. મોરારિબાપૂની રામકથાનો પ્રારંભ થયો હતો.
- પૂર્વે કથા સ્થળે ભવ્ય પોથીયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પોથી યાત્રમાં આદીવાસી મંડળીના નૃત્યએ આકર્ષણ જમાવ્યુ઼ હતું.
વડોદરા : વડોદરામાં 14 વર્ષ બાદ યોજાયેલી પૂ.મોરારિ બાપુની રામકથાનો ચિત્રકૂટ ધામ-નવલખી મેદાન ખાતે શનિવારે ઢળતી સંધ્યાએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થતાં શ્રોતાઓ રામકથામય બન્યાં હતાં. પૂ.મોરારિ બાપુએ વડોદરાની કથાને ‘માનસ કર્ણધાર’ તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે,વડોદરામાં ફરી એક અવસર મળ્યો છે ત્યારે અનેક પ્રકારના શુભથી ભરેલી સંસ્કારી નગરીના આંગણે રામકથા ગાવાનો મને વિશેષ હરખ છે.
પૂ.બાપુએ અયોધ્યાકાંડની-ઉત્તરકાંડની ચોપાઇઓની વડોદરાની કથા માટે પસંદગી કરી સમજાવ્યું હતું કે,વર્તમાન જગત-સમાજને 7 કર્ણધારોની જરૂર છે. ધ માનસ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત રામકથામાં પહેલા દવિસની કથાનું મંગલાચરણ કરતાં પૂ.મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, કથાનો કેન્દ્રિય વિચાર માનસ કર્ણધાર રહેશે. પૂ.બાપુએ રાષ્ટ્રને, યુવા પેઢીને, પરવિારને, સમાજ સેવા ક્ષેત્રને, ધર્મ જગત ક્ષેત્રને, વિજ્ઞાન ક્ષેત્રને અને અધ્યાત્મ ક્ષેત્રને કર્ણધારની આવશ્યકતા છે તેમ ટાંકી જો સદગુરૂ રૂપી કર્ણધાર મળે તો બધાં જ ક્ષેત્રોનો માર્ગદર્શક પણ મળી જાય તેમ જણાવ્યું હતું.
વિચાર, શબ્દ, રચના, પુસ્તક, ઘટના અને કોઇની સાથેનું મિલન આપણા માટે કર્ણધાર બની શકે છે. કર્ણધાર લેબલવાળો નહીં પણ લેવલવાળો હોય તે જરૂરી છે. કથાના પહેલા જ દવિસે પૂ.બાપુએ શ્રોતાઓને કવિતા, ભજન તેમજ પ્રભાતિયાં ગાઇને ડોલાવ્યા હતા. ખાસ કરીને ભગવતીકુમાર શર્માની રચના એંસીને આરે પહોંચ્યો છું, હવે મારો અગર જીવાડો રે..હરિ મને અઢી અક્ષર શીખવાડો...સૂનું આંગણ અને ખાલી ક્યારો...એમાં વ્હાલપણની વેલ ઉગાડો રે.. તેમજ પ્રેમ કર તું પ્રેમ કર..પ્રપંચ સઘળાં પરિહરિ..તો સત્ય-કરુણા સહાય કરશે, ભરોસો દિલમાં ભરીભરી..ગીત ગાતાં શ્રોતાઓએ પણ તેમાં સૂર પુરાવ્યો હતો.
Courtesy : Divya Bhaskar |
(તસવીરમાં બાપુ વ્યાસપીઠ પર બિરાજ્યા તે સમયની તસવીર)
- મોટા પેટવાળી નગરીના શ્રોતાઓને મારા પ્રણામ
પૂ.બાપુએ વડોદરાને મોટા પેટવાળી નગરીની ઉપમા આપી કહ્યું હતું કે, આ નગરીનું ઉદર બહુ મોટું છે. બડ-ઉદરી છે. એવી આ નગરીના શ્રોતાઓને પ્રણામ કરું છું.
- વડોદરામાં થયેલી કથાનાં સંસ્મરણો વાગોળ્યાં
બાપુએ તેમની અગાઉ થયેલી કથાઓ ઉપેન્દ્રાચાર્ય આશ્રમ, દાલિયાવાડીમાં થયેલી કથાઓનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત દવિ્ય જીવન સંઘ, સ્વ.લલિત મગનભાઇ પટેલ અને અનુજ પટેલ દ્વારા થયેલાં કથાનાં સફળ આયોજનો યાદ કર્યાં હતાં. ઉપરાંત સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રની રચનાને પણ યાદ કરી હતી.
- વડોદરા શુભ તત્ત્વોથી ભરેલી નગરી છે
વડોદરાએ અધ્યાત્મ પુરુષો, સંગીતજ્ઞો, શ્રેષ્ઠત્તમ કલાકારો, શબ્દ ઉપાસકો અને સાહિત્યકારો, ભાગવદ્ કથાકાર પૂ.ડોંગરે બાપા જેવા શુભ તત્ત્વોથી ભરેલી છે
- આયોજક રાજેશ દોશીને ‘ભલી રચના’ કહી બિરદાવ્યા
ધ માનસ ફાઉન્ડેશન અને ચીમનલાલ ગિરધરલાલ દોશી પરવિાર-મહુવાવાળા દ્વારા આયોજિત રામકથાનું સફળ આયોજન જોઇ પૂ.બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાપુએ કથાના આયોજક રાજેશ દોશીને ‘ભલી રચના’ કહી જણાવ્યું હતું કે,આ મારું પ્રમાણપત્ર નથી પણ મારો પ્રેમપત્ર છે.
(બાપુની વ્યાસપીઠ પાછળ હંમેશા હનુમાનજી તો હોય છે પરંતુ આ વખતે ખાસ વડ મુકવામાં આવ્યો છે જેમાં વડ નીચે બેસીને કથા કરતા હોય તેવુ દ્રશ્ય ખડુ થાય છે)
રામકથાની રત્નકણિકા
- હૃદયમાં શ્રદ્ધા હોય તો કંઇપણ અઘરું કાર્ય થઇ શકે છે
- શ્રદ્ધાની ટ્યૂબમાં પંકચર ન હોય તો ધાર્યું કામ થાય
- પોલીસ આદેશ, પોસ્ટમેન સંદેશ અને સંન્યાસી ઉપદેશ આપે
- કથા વક્તાને આધીન નથી
- સદગુરુ દબાવે નહીં પણ આપણાં દબાણો ઓછાં કરે
- સદગુરુ પાપીને ધક્કો ન મારે, પાપનું નિરાકરણ કરે.
- ઉદારતા અભાવ અને સ્વભાવમાંથી પ્રગટે.
- રામચરિત માનસનાં પાત્રો આપણને કર્ણધાર શોધી આપે છે.
- નીતિ-મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તો જગત જીવવા જેવું છે.
- હજાર વખત નિષ્ફળ છતાં શ્રદ્ધા ન તૂટે તે ગુુણાતીત શ્રદ્ધા છે.
- સત્ય મારા માટે, પ્રેમ બીજા માટે અને કરુણા બધા માટે.
- જે પણ ક્ષેત્રમાં પ્રપંચ છોડીને કામ કરો તો તે ભજન બને છે.
(રામકથાનાં પ્રસંગે મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા)
કથાની સાથે સાથે...
- કથા સ્થળે આદવિાસી નૃત્ય મંડળી સાથે પોથીયાત્રા-નીકળી
- બપોરે 3.45 કલાકે પૂ.મોરારિ બાપુનું કથા સ્થળે આગમન.
- મેયર ભરત શાહ, કલેકટર વિનોદ રાવ, મ્યુ.કમિશનર મનિષ ભારદ્વાજ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.હિતેન્દ્ર પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર ઉપસ્થિત રહ્યા
- રામકથાના આયોજક રાજુભાઇ દોશી અને તેમના ધર્મપત્ની સંગીતાબહેન પૂ.બાપુને શબ્દોથી આવકારતાં ગદગદીત થયા
- વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજે આશીર્વચનમાં પૂ.બાપુને રામાયણનું વાડંમય સ્વરૂપ લેખાવી 14 વર્ષ પછી શહેરીજનોની તપસ્યા ફળી હોવાનું જણાવ્યું.
રામકથાની ચોપાઇ
કરનધાર તુમ્હ અવધ જહાજુ
ચઢેઉઁ સકલ પ્રિય પથિક સમાજુ (અયોધ્યાકાંડ-943)
કરનધાન સદ્દગુરુ દ્રઢ નાવા
દુર્લભ સાજ સુલભ કરિપાવા (ઉત્તરકાંડ-43)
Courtesy : Divya Bhaskar |
_________________________________________________________________________________
_________________________________________________________________________________
The articles displayed below are with the courtesy of Sandesh daily.
- બાપુ કહે છે તમારો કર્ણધાર શોધી લો પણ.. અહીં બધાને કેપ્ટન થવું છે પ્લેયર બનવામાં કોઈને રસ નથી
Source Link: http://www.sandesh.com/article.aspx?newsid=3025771
વડોદરા,તા.૨૭
મોરારી બાપુની ૧૪ વર્ષ પછી શહેરમાં શરૂ થયેલી રામકથાનો થીમ છે કર્ણધાર. રામચરિત માનસની ચોપાઈનો ઉલ્લેખ કરી બાપુએ જીવનમાં કોઈક કર્ણધાર પસંદ કરવાનું જણાવ્યુ હતું. બાપુએ તો જીવનના સાત ક્ષેત્રો ગણાવી તેને કર્ણધાર પસંદ કરવાનું જણાવ્યુ હતું. કર્ણધાર એટલે કેપ્ટન- લીડર. કથામાં યુવાનોને ધ્યાનમાં રાખીને બાપુ પોતાની વાત કરે છે. આજના ઝડપી યુગમાં બાપુએ પણ મેનેજમેન્ટનો હોટકેક જેવા લીડરશીપના સબ્જેકટને કથાનો થીમ બનાવી દીધો છે.
મૈને બહુત સે ઈન્સાન દેખે હૈ, જીનકે બદન પર લીબાસ નહીં હોતા, ઔર બહુત સે લીબાસ દેખે હૈ જીનકે અંદર ઈન્સાન નહીં હોતા
આજના યુગમાં આમ તો દરેકને કર્ણધાર બનવુ છે. સ્પોર્ટસની વાત હોય તો બધાને કેપ્ટન બનવુ છે. પ્લેયર બનવામાં રસ ઓછો છે. રાજકારણમાં પણ લીડર-નેતા બનવુ છે. કાર્યકર રહેવાનું કોઈને ગમતુ નથી. પરંતુ જીવનની વાસ્તવિકતા એ છે કે, ક્રિકેટ ટીમમાં ૧૧ પ્લેયર હોય તો એક જ કેપ્ટન બની શકે છે. એમ જ રાજકીય પાર્ટીઓમાં પણ કાર્યકર્તા વગર નેતાઓ કઈ ઉકાળી શકતા નથી. હવે જો બધાને જ લીડર બનવુ હોય તો સ્વાભાવિક છે અંદર અંદર ટાંટીયાખેંચ થવાની અને તેમાંથી ઈર્ષ્યા, ધૃણા, નફરતનો જન્મ થવાનો. સામાવાળાની લીટી નાની કરીને પોતાની લીટી મોટી દેખાડવાની પ્રવૃત્તિને આ કેપ્ટન- લીડર બનવાની ઘેલછાએ સમાજમાં ઠેર ઠેર સ્થાન આપ્યુ છે.
બાપુ કહે છે, તમે તમારો કર્ણધાર પસંદ કરો. પરંતુ અહી ંલડાઈ બીજી છે. બધાને પોતે જ કર્ણધાર (કેપ્ટન) થવુ છે. તે પછી કુટુંબની વાત હોય, રાષ્ટ્રની વાત હોય કે ર્ધાિમક ક્ષેત્રની વાત હોય.
કેપ્ટન બનવાની આ આંધળી દોટમાં મૂળભૂત પાયાની વાત ભૂલઈ જાય છે. તે એ કે પોતાનુ યોગદાન. જો કોઈએ કેપ્ટન બનવુ હોય તો તેનો દેખાવ ઓલરાઉન્ડર તરીકે સારો હોવો જોઈએ. કુટુંબની વાત કરીએ તો લીડર તે બની શકે છે કે જેનામાં સૌથી વધુ સર્મપણનો ભાવ હોય અને ર્ધાિમક ક્ષેત્રે સાદગી, જ્ઞાાન અને તપસ્યાના ત્રિવેણી સંગમ જ કોઈ મહાપુરૂષને તેમના સ્થાને પહોંચાડે છે.
કર્ણધાર કેવા પસંદ કરવા જોઈએ તે માટે અગત્યની વાત તો બાપુ હવે કથા દરમિયાન કરશે. સુંઠના ગાંગડે ગાંધી કયારેય નથી થવાતું. હકીકત તો એ છે કે, લીડર બનાતુ નથી બની જવાય છે. ગાંધીજી જયારે દ. આફ્રિકાથી દેશમાં આવ્યા અને દેશની સ્થિતિ જાણવા સમગ્ર દેશનો રેલવે પ્રવાસ કર્યો. ત્યારપછી જે થયુ તે દુનિયા જાણે છે. સમગ્ર દેશ ગાંધીજીને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. કારણ માત્ર એટલું જ હતું કે, ગાંધીજીના ઉચ્ચારણ અને આચરણમાં કોઈ ભેદ ન હતો અને આ વાત દેશની જનતાને પસંદ પડી ગઈ અને પોતાના નેતા તરીકે ગાંધીજીને સામેથી પ્રસ્થાપિત કરી દીધા.
આજે તો લીડર કે કેપ્ટન બનવા ફરતાં લોકોને જોઈને તો એક કવિએ લખેલ રચના યાદ આવી જાય છે
મૈને બહુત સે ઈન્સાન દેખે હૈ, જીનકે બદન પર લીબાસ નહીં હોતા,
ઔર બહુત સે લીબાસ દેખે હૈ જીનકે અંદર ઈન્સાન નહીં હોતા
કોઈ હાલત નહીં સમજતા કોઈ જજબાત નહીં સમજતા,
યે તો બસ અપની અપની સમજ હૈ,
કોઈ કોરા કાગજ પઢ લેતા હૈ તો કોઈ પુરી કિતાબ નહીં સમજતા.
કથા પછી સૌને પ્રસાદ લેવા માટે વ્યાસપીઠ પરથી બાપુએ આમંત્રણ આપ્યું
ભજન સાથે ભોજનની વિશાળ વ્યવસ્થાથી અભિભૂત મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી ઉદબોધ્યું હતું કે રામ અને રોટલો ભેગા થાય તો શું ના થાય ? રાજુભાઇ દોશી(જૈન)પરિવારે કથા શ્રવણ કરવા આવતાં તમામ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. તે ખૂબ મોટુ અને આવકાર્ય દાયક કાર્ય છે.આ તબક્કે પ્રસાદ લેવા તમામ ભક્તો જાય એવું આમંત્રણ મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી પાઠવ્યું હતું.
કર્ણધારની પસંદગી પૂરેપૂરું વિચારીને કરવી
બે બહેનો જેલની એકજ કોટડીમાં ૨૦ વર્ષની સજા કાપીને બહાર નિકળી. ત્યારબાદ એક બહેને બીજી બહેનને કહ્યું કે હવે આપણે મોબાઇલ દ્વારા વાત કરીશું ! ૨૦-૨૦ વર્ષ સુધી જેલની એકજ કોટડીમાં સજા ભોગવનાર બંન્ને બહેનોને હજુ કેવી અને કેટલી વાત કહેવાની બાકી હશે ? એવો પ્રશ્ન બાપુએ દોહરાવી નુક્તેચીની કરી હતી કે ક્યારે પણ કોઇને કાચી ઉંઘમાંથી જગાડવો નહિં. કુંભકર્ણને કાચી ઉંઘમાંથી જગાડવાનું પરિણામ જગત જાણે જ છે. એટલે કે કર્ણધારની પસંદગી પુરેપુરુ વિચારીને કરવી જોઈએ .
જૈન રામકથા કરાવે ? લોકો મને પૂછે છે
હૃદયમાં શ્રધ્ધા હોય તો શું ના કરી શકાય એમ બોલતા બાપુએ ઉમેર્યું હતું કે શ્રધ્ધાની ટયુબમાં પંચર ન હોવું જોઇએ. રાજુભાઇ જૈન છે.મને કેટલાક પુછે છે આ જૈૈન રામકથા કરાવે છે ? હુ એમને પુછુ છુ તમને શુ તકલીફ છે? રાજુભાઇ સૌથી પહેલા માનવ છે. સંકિર્ણ વાતોમાં કોઇએ પડવું નહિં. અને હુ તો કહુ છુ હુ પણ મહાવીરમાં માનુ છુ.એમ કહી બાપુએ હનુમાનજીની પ્રતિમા બતાવી હતી.
શંખનાદ અને શહનાઇ વાદન સાથે કથાનો પ્રારંભ
વ્યાસપીઠ પરથી બપોરે ૪.૨૭ મિનીટે મોરારીબાપુએ આઈયે હનુમંત બિરાજીયે લલકારી રામકથાનો પ્રારંભ કર્યો હતો. એ પૂર્વે શંખનાદ અને શહનાઇના સુમધુર સુરોએ વાતાવરણ તાજગી સભર બનાવ્યું હતું.કથાનો પ્રારંભ વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી, રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ, ધનલક્ષ્મીબેન દોશી, મધુમતિબેન દોશી, મેયર ભરત શાહ, ભરત ડાંગર, જિલ્લા સમાહર્તા ડો.વિનોદ રાવ, મ્યુ.કમિશનર મનિષ ભારદ્વાજ, ડો.હિતેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોએ મંગલદીપ પ્રગટાવી કર્યો હતો. પ્રાસંગિક પ્રવચન સૌરભભાઇ પટેલ, રાજુભાઇ દોશી, સંગિતાબેન દોશીએ કરી કલાનગરીને રામકથા મળી તેને અહોભાગ્ય ગણાવ્યું હતું.
- કર્ણધારની શોધ ૯ દિવસની રામકથાનો મુખ્ય વિચાર રહેશે ગુરુ કદાચ નબળો હોઇ શકે છે ગુરુપદ નબળું નથી : મોરારી બાપુ
Source Link: http://www.sandesh.com/article.aspx?newsid=3025772
વડોદરા,તા.૨૭
ગુરુ કદાચ નબળો હોઇ શકે ગુરુપદ નબળુ ન હોઇ આપણા દેશમાં ગુરુપદની વંદના કરાય છે. કોઇપણ વ્યક્તિઓએ ઉંચી-ઉંચી વાતોમાં જલ્દી ભરોસો કરવો ન જોઇએ. એટલુંજ નહિં ખોટાને પ્રમાણપત્ર આપવું ન જોઇએ જેથીજ સોનું મોંઘાભાવે ખરીદાય છે. પિત્તળ નહિં એ મુજબની વિચારધારા વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ વર્ણવી હતી.
લેબલવાળા નહિં લેવલવાળા કર્ણધારની આવશ્યકતા અનિવાર્ય, સત્ય આપણા માટે, પ્રેમ બીજા માટે પરંતુ કરુણા સર્વે માટે હોવી જોઇએ
શહેરના નવલખી મેદાનમાં રામકથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ વર્ણવ્યું હતું કે આ રામકથાનું કેન્દ્રસ્થાન કર્ણધાર રહેશે. માનસના અયોધ્યા કાંડની ચોપાઈ , કરનધાર તુમ અવધ જહાજુ,ચઢેઉ સકલ પ્રિય પથિક સમાજુ, અને ઉત્તર કાંડની ચોપાઈ ,કરનધાર સદગુરૂ દ્ઢ નાવા, દુર્લભ સાજ સુલભ કરી પાવા નો ઉલ્લેખ કરી બાપુએ એ કહ્યુ હતુ કે રામકથામાં તાત્વિક-સાત્વિક સંવાદમાં માનસ કર્ણધાર મુળ કેન્દ્રમાં રખાયો છે. આ તબક્કે સાત ક્ષેત્રોમાં કર્ણધારની જરૂરીયાત પર ભાર મુકાયો હતો. તેમાં સમાજ ક્ષેત્રે, કુટુબ, રાષ્ટૃ, યુવા, વિજ્ઞાન ,ધર્મ અને આધ્યાત્મ ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાંથી યોગ્ય કર્ણધારની પસંદગી કરવા બાપુએ જણાવ્યું હતું. બાપુએ કહ્યુ હતુ કે પોલીસ આદેશ આપે, પોસ્ટમેન સંદેશો આપે અને સન્યાસી ઉપદેશ આપે પરંતુ ઉપદેશ કે આદેશ આપવાનું મારૂ ગજું નથી. બાપુએ કથાના મંગલાચરણ કરતા કહ્યુ કે કર્ણધાર ગુરુના રૂપમાં શુભ-લાભ ગણેશજી બક્ષે છે. અજ્ઞાનરૂપી અંધારામાંથી અજવાળું સૂર્ય દેવતા બક્ષે છે. ઉદારતા વિષ્ણુજીની દેણ છે. કલ્યાણકારી વિચારો શિવજીને આધિન છે. ગૈારી શ્રધ્ધા આપે છે. તો આમાંથી પણ કોઈની કર્ણધાર તરીકે પસંદગી કરી શકાય.
રામકથાની મુખ્યવિચારધારાને આગળ વધારતા મોરારીબાપુએ જણાવ્યુ કે માનવને સદગુરુરૂપી કર્ણધાર મળે તો જીવન સફળ થઇ જાય છે. શોષણ કરે એવા નહિં પોષણ કરે એવા કર્ણધારની જરુરત છે. લેબલવાળા નહિં લેવલવાળા કર્ણધારની જરુરત છે. માનવોને પાપી-પાપી કહીં પોતાનો સ્વાર્થ સાધી ધક્કો મારનારા પાખંડીઓની નહિં પરંત ુમાનવ માત્રને પ્રેમ કરે એવા કર્ણધારની સમગ્ર વિશ્વને તાતી જરુરીયાત છે. જીંદગીના કિનારે આવેલા પ્રબુધ્ધો પણ કહે છે કે એંશીના આરે પહોંચ્યો છું. હવે પ્રભુ મારો કે જીવાડો પણ અઢી અક્ષર પ્રેમના શિખવાડો. જીવનનું સુનુ આંગણ ખાલી ક્યારો હવે વ્હાલપ ની વેલ ઉગાડો હરિ હવે અઢી અક્ષર પ્રેમના શિખવાડોની સત્યાર્થતા વર્ણવી હતી. મંગલાચરણથી સર્વશુભ કાર્યોનો પ્રારંભ કરાય છે. મંગલા ચરણનો અર્થ મંગલ આચરણ શબ્દથી વિભૂષિત કરાયો છે.
કર્ણધાર ગુરુના રૂપમાં પ્રગટે તો જીવન પાર પડી જાય છે. ગુરુની રજ સંદર્ભે પ્રકાશ પાડતા બાપુએ ઉલ્લેખ્યું હતું કે ગુરુ માત્ર રજમાત્ર કૃપા કરે તો જીવનમાં ભળેલા દુધ પાણી અલગ તરી આવે. અલબત્ત તેના માટે નિતાંત શરણાગતિ અનિવાર્ય ગણાય છે. સત્ય પ્રેમ અને કરુણા સંદર્ભે પ્રકાશ પાડતા બાપુએ ઉદબોધ્યું હતું કે મર્યાદા ન મુકીએ તો જગત સુંદર અને પ્રેમ કરવા જેવું છે. સત્ય આપણા માટે, પ્રેમ બીજા માટે પરંતુ કરુણા સર્વે માટે હોવી જોઇએ. માનવ પ્રપંચ ત્યજીને પ્રેમ કરે તો સત્ય કરુણા સહાયરુપ નિવડે છે.
જગત મિથ્યા હોવાનું કહેનારાઓ મધરાતેે નોટો ગણે છે
બે પ્રકારના લોકો ઉદાર હોય છે એક અભાવગ્રસ્ત લોકો ખુબજ ઉદાર હોય છે. જેના અંતર્ગત કારણોમાં તેઓ એવું માને છે કે હતું શું ? અને હવે જશે તો પણ શું ? અભાવ માંથી ઉદારતા પ્રગટે છે. બીજા સ્વભાવગત ઉદાર હોય છે . જોને આપવામાં જ ખુશી થાય છે. સ્વભાવમાં ઉદારતા હોય તો સંકિર્ણ રહી ન શકે એવા ભગવાન વિષ્ણુ છે. દુનિયાની સૌથી મોટી કરૂણાએ છે કે દિવસ દરમિયાન જગતને મિથ્યા કહેનારાઓ અધરાતે-મધરાતે નોટોથી થપ્પીઓ ગણવામાં કાઢે છે.
હનુમાનભક્ત અને ૧૦ લાખની લોટરી
હનુમાનજીના ૪૦ શનિવાર ભરી ભક્ત તેલ, સિંદુર ચઢાવી એકજ માંગણી દોહરાવતો હતો કે તેને રૂ.૧૦ લાખની લોટરીનું ઇનામ લાગી જાય. ૪૦માં શનિવાર પછી હનુમાનજીને ગુસ્સો આવતા ભક્તને લાફો ચોંડી દીધો. જેથી ભક્તે હનુમાનદાદાને કહ્યું કે લોટરી લગાવવાની તાકાત ન હોય તો કમસે કમ લાફો તો ન મારો. ત્યારે હનુમાનદાદા બોલ્યા કે , તારી લોટરી તો માત્ર એકજ શનિવારની ભક્તિમાં લગાડી દઉં. પરંતુ કમસેકમ લોટરીની ટિકીટ તો ખરીદ. વાનો પુરુષાર્થ તો કર. લોટરીની ટિકીટ પણ હું ખરીદીને આપું ? માનવો પુરુષાર્થને બદલે બધુંજ ભગવાનને ભરોસે છોડી દે છે. જે સંદર્ભે મોરારીબાપુએ ર્માિમક ટકોર કરી હતી.
યમુનાષ્ટકનું ગાન કરી વૈષ્ણવોને બાપુએ ખુશ કરી દીધા
વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ યમુનાષ્ટક ગાઇને વૈષ્ણવોને આનંદ વિભોર કરી દીધા હતા. બાપુએ એવી વાત પણ દોહરાવી હતી કે બાળ બ્રહ્મચારી હનુમાનજીની પૂજા-અર્ચન કરનાર સગાઇ થાય એવી અપેક્ષા રાખે તે પરિપૂર્ણ ન થાય. પરંતુ યમુનાષ્ટકનું
નિયમિત પાઠ કરવાથી સગાઇ જરુર થઇ જાય છે. એ પૂર્વે ગોંસાઇ કુલરત્ન પૂ.દ્વારકેશલાલજીએ પ્રાસંગિક પ્રવચનમાં ઉલ્લેખ્યું હતું કે સર્વધર્મના સારનો અર્ક રામાયણમાં સમાવિષ્ટ છે. મોરારીબાપુ વાગ્મંયસ્વરુપ છે. તેઓશ્રીનું કલા આધ્યાત્મ સંસ્કાર નગરીમાં પ્રણામ કરી સ્વાગત કરું છું.
કથાના પ્રારંભે જ ડોંગરે મહારાજને યાદ કરતા બાપુ
કથાની શરૂઆતમાં બાપુએ વડોદરા શહેરની વિવિધ ક્ષેત્રોમાં અગ્રીમતાને વખાણી, સાહીત્ય ,કલા, શિક્ષણ ક્ષેત્રે વડોદરાની પ્રતિભાને યાદ કરી તેમણે ગાયકવાડ સરકારને પણ યાદ કર્યા હતા. બાપુએ ઉદબોધ્યું હતું કે મોટા ઉદરવાળી (વડોદરી)નગરીની ભવ્યતા-દિવ્યતા વિશ્વના ફલક પર વખણાય છે. જે નગરીમાં રામકથાનું રસપાન કરાવવાનો પણ અનેરો આત્મિય આનંદ થાય છે. ખાસ કરીને તપસ્વી પુરુષ પુણ્યશ્લોક ડોંગરે મહારાજ, વિનોબાભાવે, શ્રી અરવિંદો સહિત કલાનગરીના તમામ ક્ષેત્રના ધ્રુવ તારકોને વંદન કરી ધન્યતા અનુભવું છું.
- મોરારી બાપુ અને સોખડા આત્મીય યુવા મહોત્સવનો બંદોબસ્ત તાલુકા પોલીસ માટે અગ્નિપરીક્ષા રૂપ
Source Link: http://www.sandesh.com/article.aspx?newsid=3025776
વડોદરા, તા.૨૭
સેવાસી નજીક મહાપુરામાં મોરારી બાપુનું રોકાણ અને સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવ હોવાથી તાલુકા પોલીસ બંદોબસ્ત માટે દોડધામ કરી રહી છે. આ ઉપરાંત ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં પણ મોટાપાયે તાલુકાની જ હદમાં જ હોવાથી પોલીસ માટે મોટી કસોટી બની રહેશે.
3૧મી ડિસેમ્બર પોલીસ માટે માથાનો દુઃખાવો બનશે !
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં મંજૂર થયેલું મહેકમ અંદાજે ૫૦ કર્મચારીઓનું છે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે બે પીએસઆઇ અને બે એએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા ૪૧ હોવાનું જાણવા મળ્યું છે. આ મહિના અંતમાં જ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ત્રણ મોટા બંદોબસ્ત માટે પોલીસ દોડધામ કરી રહી છે. શહેરના નવલખી મેદાનમાં ચાલતી રામકથા માટે મોરારી બાપુની પથરામણી થઇ ચુકી છે. મોરારી બાપુ માટે તાલુકા પોલીસની હદમાં આવતા મહાપુરાના એક ફાર્મહાઉસમાં રોકાણની વિશેષ સુવીધા કરાઇ છે. સેવાસીથી મહાપુરા સુધી લાવવા લઇ જવા માટે મોરારી બાપુને એસ્કોટીંગની સુવીધા પણ અપાઇ છે.
મહાપુરામાં મોરારી બાપુના બંદોબસ્ત માટે ચાર પોલીસના માણસો મુકાયા છે. જે રાઉન્ડ ધી ક્લોક ત્યાં ૨૭થી ૪ જાન્યુઆરી સુધી ફરજ બજાવશે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવનું આયોજન છે. જ્યાં લાખોની સંખ્યામાં ભક્તોજનો આવશે, જેના પગલે પોલીસ બંદોબસ્તના ગોઠવાના અંતિમ તબક્કામાં છે. દરમિયાન ૩૧મીની રાતે તાલુકા પોલીસની હદના ફાર્મ હાઉસોમાં થનાર ન્યૂ યર પાર્ટીનો પણ બંદોબસ્ત રહેશે. આ ત્રણેય કાર્યક્રમો એક સાથે હોવાથી ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ પરસેવો પાડી રહી છે.
_________________________________________________________________________________
_________________________________________________________________________________
Following text is displayed here with the courtesy of Gujarat Samachar - a Gujarati daily.
નવલખી ગ્રાઉન્ડ ચિત્રકુટ ધામમા મોરારીબાપુની રામકથાનો પ્રારંભ
Source Link: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-gujarat-bapu-ram-katha-morari
વર્તમાન જગતને ૭ પ્રકારના કરણધારની નિતાંત જરૃર છે
ત્રણ પ્રકારનો લોકો ખાખી પહેરે છે. પોસ્ટમેન,પોલીસ અને સન્યાસી એક સંદેશ આપે બીજો આદેશ આપે અને ત્રીજો ઉપદેશ આપે. મારુ કામ તુલસીદાસજીના સંદેશા વાહકનુ છે ઃ બાપુ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરના નવલખી મેદાન પર આજે સાંજે ૪ વાગ્યે મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો હતો. મંગલાચરણમા બાપુએ રામચરીત માનસની એક ચોપાઇ 'કરણધાર તુમ્હ અવધ જહાજુ, ચઢેઉ સકળ પ્રિય પથિક સમાજુ' રજુ કરતા કહ્યુ હતુ કે વર્તમાન જગતને ૭ પ્રકારના કરણધાર(માર્ગદર્શક)ની નિતાંત જરૃર છે.રામાયણની મુળ કથા તો સૌ કોઇ જાણે છે પણ રામાયણનુ મુળ તત્વ શું છે તે અંગે હવે નવ દિવસ સંવાદ કરીશુ જેમા મુખ્ય વિષય 'માનસ કરણધાર' રહેશે.
પ્રજાનુ શોષણ ના કરે પણ પ્રેમથી પોષણ કરે તેવા રાષ્ટ્ર કર્ણધારની જરૃર છે ઃ કરણધાર લેબલવાળો નહી લેવલવાળો હોવો જોઇએ
બાપુએ કહ્યુ હતુ કે સમાજને ૭ પ્રકારના કર્ણધાર(કરણધાર)ની નિતાંત જરૃર છે. રાષ્ટ્ર કર્ણધાર, યુવા કર્ણધાર, પરિવાર કર્ણધાર, સમાજ સેવાના ક્ષેત્રનો કર્ણધાર, ધર્મ જગતનો કર્ણધાર, વિજ્ઞાાનની નૌકાને ડુબાડયા વગર પાર લગાડે તેવો વિજ્ઞાાન જગતનો કર્ણધાર અને શિખરમાં એટલે કે ટોચમાં અધ્યાત્મ જગતનો કર્ણધાર. તેઓએ આ વિષય પસંદગી અંગે રમુજી અંદાજમા રસપ્રદ વાત કરી હતી કે આમ તો વડોદરામા મારો વિચાર બડે ભાગ માનુષ તન પાવા વિષય પર જ કથા કરવાનો હતો પણ અહી પાછલી ત્રણ કથા આ વિષય પર જ થઇ હતી એટલે મને લાગ્યુ કે વડોદરાવાળા પાછુ કહેશે કે બાપુને બીજો કોઇ ધંધો છે કે નહી... પણ બાપ, હું આજે સવારે જ્યારે કથા મંડપમા આવવા માટે કુટીયામાથી નિકળી રહ્યો હતો ત્યારે મને ચિંતા ઉપડી હતી અને એ ચિંતાના કારણે મને નવો વિષય સુઝ્યો કરણધાર... રાષ્ટ્રને, સમાજને પરીવારને તમામને આજે એવા મજબુત કરણધારની જરૃર છે જે નૌકાને પાર કરાવી દે. શોષણ ના કરે અને પ્રેમથી પોષણ કરે તેવા કરણધારની જરૃર છે. કરણધાર લેબલવાળો નહી, લેવલવાળો હોવો જોઇએ.
તેઓએ એમ પણ કહ્યુ હતુ કે કોઇને ઉપદેશ કે આદેશ આપવાનુ મારૃ ગજુ નથી. સમાજમા ત્રણ પ્રકારના લોકો ખાખી કપડા પહેરે છે. પોસ્ટમેન, પોલીસ અને સન્યાસી. પોસ્ટમેન લોકોને સંદેશ આપે છે. પોલીસ આદેશ આપે છે અને સન્યાસી ઉપદેશ આપે છે. હું તુલસીનો સંદેશ લઇને ગામેગામ ફરી રહ્યો છુ. નવ દિવસ આપણે કરણધાર પર સંવાદ કરીશુ પણ માનસને મુળમા રાખીને હું તમારી સાથે સંવાદ કરતો રહીશ.
બાપુએ પોતાના આગવા અંદાજમા શ્રોતાઓને સંબોધતા કહ્યુ હતુ કે બાપ, મારે તમને કહેવુ છે કે સદ્ગુરૃ રૃપી જો કરણધાર મળી જાય તો પછી બધા ક્ષેત્રના માર્ગદર્શક મળી જશે. ગોસ્વામી તુલસીદાસજીએ એટલે જ રામચરીત માનસનો પ્રારંભ ગુરૃ વંદનાથી કર્યો છે. એક વિચાર પણ કરણધાર બની શકે છે. તેમ કહીને તેઓએ સુરતના કવી ભગવતિકુમાર શર્માની એક રચના યાદ કરી હતી કે
'એંશીના આરે પહોંચ્યો છુ, હવે મારો અગર જીવાડો રે. હરી મને અઢી અક્ષર શિખવાડો રે. સુનુ આંગણ અને ખાલી ક્યારો હવે એમા વ્હાલપની વેલ ઉગાડો રે'
ઉલ્લેખનિય છે કે કથા પ્રારંભ પહેલા બપોરે ૨.૩૦ વાગ્યે નવલખી ગ્રાઉન્ડમા પોથીયાત્રા નિકળી હતી જે બાદ બરોબર ૪ વાગ્યે બાપુ વ્યાસપીઠ પર આવી પહોંચ્યા હતા.
શરૃઆતમાં યજમાન રાજેશ દોશી અને તેમના પરિવારજનોએ બાપુનુ સ્વાગત કર્યુ હતુ જે બાદ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી, ઉર્જામંત્રી સૌરભ પટેલ સહિત સામાજીક, રાજકીય અગ્રણીઓએ દિપ પ્રાગટય કર્યુ હતું.
રત્નકણીકાઓ
- હૃદયમા પુરી શ્રધ્ધા હોય તો સાહેબ એકલો માણસ શુ ના કરી શકે
- શ્રધ્ધાની ટયુબમાં પંક્ચર ના હોવુ જોઇએ
- સૌ પોત પોતાના ધર્મનુ ગૌરવ કરે પણ સંકિર્ણ વાતોમા પડવુ નહી
- કથા કથા નથી ગંગધાર છે. ક્યારે કેવો વણાક લેવો તે સ્વયં કથા નક્કી કર છેે કથાકાર નહી.
- રામ અને રોટલો ભેગા થાય પછી શું ના થાય સાહેબ
- મંગલા ચરણ એટલે મંગલ ઉચ્ચારણ અને મંગલ આચરણ એમ બન્ને અર્થ થાય છે. ઉચ્ચારણો આપણા ગમે તેટલા સારા હોય પણ આચરણ કેવુ છે તે મહત્વનુ છે.
_________________________________________________________________________________
રવિવાર, ૨૮-૧૨-૨૦૧૪
રામ રામાયણના પર્યાય છે.
રામચરિત માનસમાં કર્ણધાર શબ્દ ત્રણ વાર આવે છે.
૧
કરનધાર તુમ્હ અવધ જહાજૂ |
ચઢેઉ સકલ પ્રિય પથિક સમાજૂ ||
અયોધ્યાકાંડ ૧૫૩/૬
૨
કરનધાર સદ્ગુર દ્રઢ નાવા |
દુર્લભ સાજ સુલભ કરિ પાવા ॥
ઉત્તરકાંડ ૪૩/૮
૩
સોહ ન રામ પ્રેમ બિનુ ગ્યાનૂ
કરનધાર બિનુ જિમિ જલજાનૂ
અયોધ્યાકાંડ ૨૭૬/૫
સદ્ગુરૂ આપણને આપણા ગંતવ્ય સ્થાને સમયસર, સલામત પહોંચાડી પા્છા ફરી જાય, અસંગ થઈ જાય.
સાત કર્ણધાર
૧ રાષ્ટ્રનો કર્ણધાર
૨ સમાજનો કર્ણધાર
૩ યુવાનોનો કર્ણધાર
૪ પરિવારનો કર્ણધાર
૫ ધર્મનો કર્ણધાર
૬ વિજ્ઞાનનો કર્ણધાર
૭ આધ્યાત્મિક જગતનો કર્ણધાર
વિચાર હ્નદયથી કરવો, બુદ્ધિથી ન કરવો. બુદ્ધિથી કરેલ વિચાર પીડા બહું આપે.
પોષ્ટમેન, પોલીસ અને સંન્યાસીઓ પાછળ કૂતરા પડે, કૂતરા ભસ્યા કરે.
उसको मेरे प्यार पर गुस्सा आता हैं, मुझे उसके गुस्से पर प्यार आता हैं.
મૃત્યુ એ એક ખૂબ સુરત સ્ત્રી છે. ...........મહાભારત
જેવા છો તેવા રહો. જો બીજા કંઈક થવા ગયા તો બીજા પીંડી તોડી નાખશે.
આપણે જ્યારે સાચા રસ્તે હોઈએ અને જો બીજું કંઈ થવાની ઈચ્છા ન હોય તો તો ઝેર પીનાર કોઈ બીજો જ આવે છે. હરિનામનો ભરોંસો હોય તો ઝેર પીવાના સમયે હોઠ આપણા હોય પણ ઝેર પીનાર કોઈ બીજો જ હોય.
ગુણાતીત શ્રદ્ધાથી કથા સંભળાય.
વિશ્વાસના વડલા નીચે કથા કરાય.
હ્નદયના વિચારો સાથે કથા સંભળાય.
ધર્મ પ્રલોભન ન આપે, મુક્તતામાં જીવવા દે.
મનુષ્ય દેહની પ્રાપ્તિ એ એક સિદ્ધિ છે.
અષ્ટ સિદ્ધિ એટલે આઠ પ્રકારની શુદ્ધિ.
અંગડા ચોળે છે એની આઠ પટરાણી..............
કથા ધર્મશાળા નથી પણ પ્રયોગશાળા છે.
કથામાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પણ બધાને ચાર્જ કરવામાં આવે છે.
જે પરાક્રમી હોય તે રાષ્ટ્રનો કર્ણધાર બની શકે.
તેથી જ તો કહેવાયું છે કે ભક્તિ છે શૂરા પુરાની.
દશરથ પરાક્રમી છે.
ધર્મના રહસ્યને યથાર્થ રીતે જાણનાર રાષ્ટ્રનો કર્ણધાર બની શકે. ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.
રાજા દર્શનીય હોવો જોઈએ, સુંદર હોવો જોઈએ.
રાજા પોતાના ક્રોધ ઉપર કાબુ રાખે તેવો હોવો જોઈએ.
રાજા યુદ્ધના મેદાનમાં કોપિત હોવો જોઈએ.
રાજા પ્રજાને સુખ આપે તેવો હોવો જોઈએ, પ્રજા પાલક હોવો જોઇએ, રાજા પ્રજાનો હિતેચ્છુ હોવો જોઈએ.
રાજા સંકિર્ણ વિચાર ન રાખે.
રાજા દ્વેષ મુક્ત હોવો જોઈએ.
રાજા આત્મગ્લાનીથી પીડાતો ન હોવો જોઈએ.
સૌજન્ય : રીડ ગુજરાતી.કોમ
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ તજાયજી… ત્યાગ.
વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી,
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ.
કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી,
સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ.
ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી,
ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં વિષે વિકારજી… ત્યાગ.
ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય વિષય સંયોગજી,
અણ ભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી… ત્યાગ.
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી,
તે વરણી આશ્રમથી, અંતે કરશે અનર્થજી… ત્યાગ.
ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ બગડયું દૂધજી,
ગયું રે દ્યૃત મહિ માખણથી, આપે થયું અશુધ્ધજી… ત્યાગ.
પળમાં જોગી પળમાં ભોગી, પળમાં ગૃહી ને ત્યાગીજી,
નિષ્કુળાનંદ કે એ નરનો, વણ સમજ્યો વૈરાગ્યજી… ત્યાગ.
પરસ્પર હરિ દર્શન કરીએ તો રાગ દ્વેષ મટે.
મન ઈન્દ્રીયોનો રાજા છે.
જે મનને વશ કરી શકે તે રાષ્ટ્રનો કર્ણધાર બની શકે.
બીજા નામને (હરિના નામને) ભિન્ન માનો પણ હિન ન માનો.
“કબીરા કૂવા એક હૈ, પનિહારી અનેક;
બરતન સબ ન્યારે ભયે, પાની સબમેં એક.”
રામ નામ સાંપ્રદાયિક નથી. રામ નામ આદિ અનાદી છે.
ઈશ્વરની પરીક્ષા ન કરાય પણ પ્રતિક્ષા કરાય.
_________________________________________________________________________________
The below text is displayed here with the courtesy of Divya Bhaskar.
હૈયે હૈયુ દળાયું: બાપુની રામકથામાં હકડેઠઠ માનવમેદની, કુંભમેળા જેવો માહોલ
Bhaskar News
Source Link: http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-heavy-congestion-in-morari-bapus-ramkatha-at-vadodara-4854902-PHO.html
(ચિત્રકૂટ ધામ-નવલખી મેદાન ખાતે ધ માનસ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત પૂ.મોરારિ બાપુની માનસ-કર્ણધાર રામકથાના બીજા દિવસે કથામંડપ હાઉસફુલ થઇ જતાં કુંભમેળા જેવો માહોલ છવાયો હતો. સવારે 9 વાગતા જ તમામ મંડપોની બેઠક વ્યવસ્થા ભરાઇ ગઇ હતી. 9.30 વાગ્યા સુધીમાં તો મંડપ હાઉસફૂલ થઇ ગયો હતો. શહેરી જનોએ રવિવારની રજા પૂ. મોરારિ બાપૂના સાનિધ્યમાં ગાળવાનો લહાવો લીધો હતો)
- કથામંડપ હાઉસફુલ | માનસ-કર્ણધાર રામકથામાં બીજા િદવસે કુંભમેળા જેવો માહોલ સર્જાયો
- સવારે 9 વાગે જ તમામ બેઠક વ્યવસ્થા ભરાઇ ગઇ
- કર્ણધાર પરાક્રમી, પ્રજા હિતેચ્છુ હોવો જોઇએ : પૂ.મોરારિ બાપુ
- ત્યાગ ન ટકે રે..વૈરાગ્ય વિના ભજન ગાતાં પૂ.બાપુની અાંખોમાંથી આંસુ છલકાયાં
- રાજવી યોગ્ય ન હોય તો પ્રજાને બહુ પીડા થાય
વડોદરા : વડોદરામાં ચિત્રકૂટ ધામ-નવલખી મેદાન ખાતે ધ માનસ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત માનસ-કર્ણધાર રામકથાના બીજા દિવસે પૂ.મોરારિ બાપુએ જગતનાં 7 ક્ષેત્રોને કેવા કર્ણધાર જોઇએ તેનો ઉલ્લેખ કરી રાષ્ટ્ર-દેશનો કર્ણધાર કેવો હોવો જોઇએ તેની વિસ્તૃત છણાવટ કરી હતી. રાજા એ ઈશ્વરની વિભૂતિ છે તેવો ઉલ્લેખ કરતાં બાપુએ કહ્યું હતું કે, વાલ્મીકિજીના વર્ણન મુજબ 16 લક્ષણો જે ધરાવતો હોય તે રાષ્ટ્ર-દેશનો કર્ણધાર બની શકે.
પૂ.બાપુએ દેશના રાજવી-કર્ણધારમાં પ્રશંસા કરવાયોગ્ય ગુણો હોય, પરાક્રમી હોય, ધર્મના રહસ્યને જાણનારો, રૂપાળો, ક્રોધ પર કાબૂ મેળવે તેવો, યુદ્ધકોપી, પ્રજાનું સુખ કરતો, પ્રજાપાલક, પ્રજા- હિતેચ્છુ, દ્વેષમુક્ત અને મનને વશ કરે તેવો હોવો જોઇએ તેમ દૃરષ્ટાંતસહ સમજાવ્યું હતું. પૂ.બાપુએ રામનામ અને રામાયણનાં ગુણગાન ગાતાં કહ્યું હતું કે, રામનામ આદિ, અનાદિ મંત્ર-મહામંત્ર છે. રામ એ વેદની આત્મા અને પ્રાણ તત્ત્વ છે. રામ એ રામાયણનો પર્યાય છે.
દેશ-વિદેશમાં અનેકવિધ ધર્મોમાં અને ભાષામાં રામાયણ લખાયું છે. દરેક રામાયણ મને અને તમને કંઇક ને કંઇક આપે છે. રામ લખ્યું હોય ત્યાં રામાયણ છે. રામના પ્રેમ વગરનું જ્ઞાન-જ્ઞાન તો છે, પણ શોભતું નથી. જહાજમાં જો કર્ણધાર-કપ્તાન ન હોય તો જહાજ અધૂરું લાગે તેમ રામના પ્રેમ વગરનું જ્ઞાન શોભતું નથી.
વાંચો આગળ, કથાનો ચાર્જ નથી, બધા ચાર્જ થઇ જાય છે, હનુમાનજીની પુજા બહેનો કરી શકે, વડલો પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે..
કથાનો ચાર્જ નથી, બધા ચાર્જ થઇ જાય છે
વડોદરા. પૂ.બાપુએ સમજાવ્યું હતું કે કથાસ્થળ એ ધર્મશાળા નથી, કારણ અહીં કોઇ ચાર્જ લેવાતો નથી. અહીંથી બધા ચાર્જ થઇને જાય છે. અહીં રામનામની ભક્તિથી બધાને ચાર્જ કરાય છે. એટલે જ્યાં ચાર્જ ન થવાય તેવી જગ્યાએ જવું નહીં. બાપુએ કહ્યું હતું કે, કોઇ શબ્દની આગળ પ્રયોગ શબ્દ આવે તો સમજવું કે, તેમાં વૈજ્ઞાનિક સંદર્ભ છે. કથાસ્થળ ધર્મશાળા નથી પણ પ્રયોગશાળા છે. તેનાં હકારાત્મક પરિણામો આવી રહ્યાં છે, હજુ રાહ જોવી પડશે.
હનુમાનજીની પૂજા બહેનો કરી શકે
પૂ.બાપુએ રામચરિત માનસમાં લંકાની રાક્ષસીઓ દ્વારા હનુમાનજીની પૂજા થઇ હોવાનું ટાંકીને કહ્યું હતું કે, જો રાક્ષસીઓ પૂજા કરી શકતી હોય તો આ દેશની મા-બહેનો મર્યાદા પાળીને હનુમાન ચાલીસા-સુંદરકાંડનું પઠન-પૂજા કેમ ન કરી શકે ω મારા મતે મા-બહેનો જરૂર હનુમાનજીની આરાધના કરી શકે છે.
વડલો એ પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે
બાપુએ વડ નીચે કથા કેમω તે અંગે સમજાવતાં કહ્યું હતું કે, વડલોએ પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. કથા વિશ્વાસની છાયામાં જ થાય, કથા શ્રવણ શ્રદ્ધાની છાયામાં થાય. હૃદયના વિચારથી કથા સમજાય. બાપુએ ધર્મ પ્રલોભન ન આપે તેમ સમજાવતાં કહ્યું હતું કે, ધર્મનો આશરો લઇ કંઇ મળશે તેવી આશા શું કામ રાખવી?
શ્રોતાની ચિઠ્ઠીએ કથામંડપમાં રમૂજ કરાવી
કથામાં એક શ્રોતાએ બાપુને સંબોધી ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, બાપુ હમકો પતા હૈ, આપ મહેફિલે ખાસ હૈ.. હુજૂર પર ક્યા આપ કે પાસ, વ્યાસપીઠ કા પાસ હૈ...બાપુએ આ ચિઠ્ઠી વાંચી સંભળાવી તરત જ પોથીમાંથી રામ, હનુમાનજી અને ગુરુ દાદાજીની તસવીર સાથેનું પેજ શ્રોતાઓને બતાવી આ રહ્યો મારો વ્યાસપીઠનો પાસ તેમ કહેતાં શ્રોતાઓ ખડખડાટ હસી પડ્યાં હતાં.
તા.30મીએ શંકર મહાદેવન્ અને તા.2 જાન્યુ.એ નુરાની સિસ્ટર્સના કાર્યક્રમો યોજાશે
રામકથાસ્થળે તા.30 ડિસેમ્બરે સાંજે 5.30થી 8 દરમિયાન ગાયક શંકર મહાદેવનનો અને તા.2 જાન્યુ.એ નુરાની સિસ્ટર્સનો સૂફી સંગીતનો કાર્યક્રમ યોજાશે.
(એક વાચક દ્વારા લખાયેલી ચિઠ્ઠીનાં જવાબમાં બાપુએ પોતાનો પાસ (રામ,હનુમાનજી, ગુરુજી)ની તસવીર કાઢીને દેખાડીને કહ્યુ હતુ કે મારો પાસ આ રહ્યો )
રત્નકણિકા
- રામચરિત માનસ ત્રણ જિજ્ઞાસાઓનો સંગમ છે.
- હૃદયથી નહીં પણ બુદ્ધિથી કરેલા નિર્ણયો નિર્ણય કરનારને બહુ પીડા આપે છે.
- માનવીમાં પ્રેમ સ્થાપિત થાય તો દુનિયાની દરેક સમસ્યાનું સમાધાન મળે.
- જીવનમાં કંઇક થવામાં કંઇ ને કંઇ તકલીફ તો આવે જ.
- ધર્મ પ્રલોભન ન આપે, પ્રલોભન આપે તે ધર્મ નહીં.
- સુદામા, સુદામા નહોતા...તે તેમની અદામાં હતા.
- ધર્મ માનવને મુક્તિની અવસ્થામાં પહોંચાડે છે.
- સવળા અર્થ કરે તે સંત, અવળા અર્થ કરે તે સંત ન કહેવાય.
- સાધુના ઘરે સાધુ, મિત્રના ઘરે મિત્ર અચાનક જાય તે ઘડી રળિયામણી હોય.
- બીજાનો દ્વેષ કરવાથી ધનનો ક્ષય થાય છે.
- સજ્જન માણસનો દ્વેષ કરવાથી નાશ તરફ ગતિ થાય.
- ભિન્નતા રાખો તો વાંધો નથી પરંતુ હીનતા ન રાખો.
- રામભજનથી રાગદ્વેષ ઓછા થશે, પછી પરસ્પર રામ દેખાશે.
- કારણ વિના કોઇની યાદ આવે તેનું નામ ભજન.
- સંદેહ વ્યક્તિને જુદા પાડે, વિશ્વાસ ભેગા કરે.
- ઈશ્વરની પરીક્ષા ન કરાય, પ્રતીક્ષા કરાય.
_____________________________________________________________________________
The text displayed below is with the courtesy of Sandesh daily.
_પ્રલોભન આપે તે ધર્મ નથી : મોરારિબાપુ
Source Link : http://www.sandesh.com/article.aspx?newsid=3026047http://www.sandesh.com/article.aspx?newsid=3026047
વડોદરા,તા.૨૮
પ્રલોભન આપે તે ધર્મ નથી ધર્મ તો મુક્ત બનાવે છે અને આ મુક્તિ જ એ માણસની નિજતા છે. એમ કહી કથાના બીજા દિવસે મોરારીબાપુએ ધર્મના નામે ધંધો લઇને બેઠેલા તત્વો પર સીધો જ પ્રહાર કર્યો હતો. ધર્મમાં પેઠેલી બદીઓ અંગે વેદનાસભર વાત કરતાં બાપુએ જણાવ્યું હતું કે, ધર્મ બીમાર થાય તો તેનો વૈધ ના મળે. ધર્મ બીમાર પડે તો કંઇ હોસ્પિટલમાં દાખલ કરાવવો ? કોમામાં હોય તેને ક્યાંય દાખલ ન કરાય.
ધર્મ માણસને મુક્તિ અપાવે છે, નિજતા અપાવે છે : રામજી વગરનું જ્ઞાન શોભતું નથી : કથા મંડપ શ્રોતાઓથી ઊભરાઇ ગયો
ચિત્રકુટ ધામ ખાતે સવારના સત્રમાં વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ લાખો શ્રોતાજનોને ઉદબોધ્યું હતું કે, સંવેદના વગરનું વિજ્ઞાન સામાજિક પાપ છે. વિજ્ઞાનનો ઉપયોગ કરાય દૂરુપયોગ ન કરાય. રામાયણની ચોપાઇઓ સર્વેજનો માટે મંત્ર જેવું કામ કરે છે. જેનો પ્રયોગ કરો પરિણામ જરુર આવશે. શબ્દની રમત વ્યાસપીઠ પર બેસીને ન થાય. ગીતા પર નહિં રામાયણ પર હાથ રાખીને બોલું છું. એવી સ્પષ્ટ વાત માનસ કર્ણધાર કથાના બીજા દિવસે મોરારીબાપુએ દોહરાવી હતી.
આદિ-અનાદિ કાળથી સો કરોડ રામાયણો લખાયા છે. રામાયણ કેટલા ? ભારતના દરેક પ્રાંત સહિત દુનિયાની વિવિધ સંસ્કૃતિઓમાં રામાયણ પ્રાપ્ત થયા છે. રામાયણમાં માત્ર ત્રણ વખત જ કર્ણધાર શબ્દનો ઉલ્લેખ છે. ચોથીવાર નથી. બડે માનુસ તુમ કર્ણધાર. રામના પ્રેમ વગર જ્ઞાન શોભતું નથી. રામ જ્ઞાનનો શણગાર છે. કોઇપણ પ્રકારના જહાજમાં કર્ણધાર ન હોય તો જહાજ સમયસર, સુરક્ષિત, સરળતાથી ગંતવ્ય લક્ષ્ય સુધી પહોંચી શકતું નથી. જેમ નાવિક, કપ્તાન, પાયલોટ, કેવટ, મલ્હાર પોતાના જહાજના કર્ણધાર હોય છે. એમ જીવન નૈયાને સુખરુપે પાર પાડવા માટે સદગુરુ કર્ણધાર આવશ્યક છે. જેમ જહાજનો કર્ણધાર મુસાફરને નિર્ધારિત સ્થળે મુકીને નિર્લેપ થઇ પરત ચાલ્યો જાય છે. એમ નિર્લેપ ગુરુ શિષ્યને નિર્ધારિત સ્થળે(મોક્ષમાર્ગે) પહોંચાડી નિર્લેપભાવે પરત વળી જાય છે.
યૌવનધનને શિખ આપતા બાપુ ઉવાચ્યા હતા કે બુધ્ધિથી નિર્ણય લેવામાં ગોતા ખવાય એવા ટાણે હૃદયથી નિર્ણય કરવો જોઇએ. વિશ્વાસરૃપી વડલા નીચેજ ગુફ્તગુ થાય છે. માનવો વચ્ચે પ્રેમ સ્થાપિત થાય તો જગતની મોટાભાગની સમસ્યાઓનો સુખદ નિવેડો આવી શકે છે.મીરાં બાઇની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની અથાગ અવર્ણનિય અલૌકિક ભક્તિ સંદર્ભે બાપુ બોલ્યા હતા કે રાણાએ મીરાંબાઇને નકલી નહિં, કાતિલઝેર મોકલાવ્યું હતું. છતાપણ મીરાં જીવી ગયા અને અમર થઇ ગયા. કાતિલ ઝેર પીતી વખતે હોઠ મીરાંના હશે. પરંતુ શરીર બીજાનું હશે. માનવ શરીરમાં ઝેર જાય તો તે મૃત્યુ પામે છે. અલબત્ત શ્રધ્ધાનું જગત સત્ય છે. બાપુએ એવી વાતપણ જણાવી હતી કે આપણે સાચા માર્ગે હોઇએ તો ઝેર તો આવતાજ રહેવાના છે. આપણે સર્વે હનુમાનજી જેવા અજર-અમર નથી. કથાના આજના વિરામ પૂર્વે બાપુએ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે સત્વ, રજો અને તમોગુણથી પર રહી ગુણાતિત શ્રધ્ધાથી કથાનું શ્રવણ કરવામાં આવે તો જીવનમાં પરિવર્તન આવશે. કથાથી આર્િથક લાભ ભલે ન થાય પરંતુ મોક્ષમાર્ગે જરુર આગળ વધાશે. રામજીની રાજ્યસભામાં કુલગુરુઓ બેઠા હતા. ત્યારે રામજીએ પહેરેલી રામ શબ્દ અંકિત કરેલી અંગુઠી(મનોહર મુદ્રી) પડીને છિદ્રમાંથી પાતાળમાં ચાલી ગઇ. તે દ્રશ્ય જોઇને હનુમાનજી બોલ્યા પ્રભુ આપ કહો તો મનોહર મુદ્રા પાતાળમાંથી લઇ આવું. હનુમાન માનવનું મન છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીની લીલા અપાર છે. જેથી માનસને કંઇક મળે તો રાજી થાય છે. પરંતુ કંઇક ગુમાવે તો નારાજ થાય છે. આદિ કવિ વેદવ્યાસે ઉલ્લેખ્યું છે કે માનવો બ્રહ્મ જીજ્ઞાસાની સુધી કેવી રીતે પહોંચવું તેની ગડમથલમાં રહે છે. રામજી રામાયણનો પર્યાય છે. બાપુએ એવી નુક્તેચીની પણ કરી હતી કે જ્યાં-જ્યાં રામ લખેલું હોય ત્યાં-ત્યાં રામાયણ છે.
લગ્નપ્રસંગે સાધુ-સંતોને આમંત્રણ ન આપવું જોઇએ
ધર્મક્ષેત્રમાં દ્વેશ ન ચાલે. સાંકળા પાત્રમાં મોટી વસ્તુ સમાય નહિં જેમ મોટી નદીમાં પૂર આવે તો તે ફાટતી નથી. પરંતુ નાના નાળાઓ ફાટે છે. જેને ચોમાસામાં ના ઓળંગાય. પરંતુ ઉનાળામાં નાળા સુકાતા તેમાં પક્ષીઓ ઉડતા હોય છે. લગ્નમાં સાધુ-સંતોને આમંત્રણ આપવું ન જોઇએ.રામ ભજનથી રાગ-દ્વેશ ઓછા થાય છે. એટલુંજ નહિં પરસ્પર રામ દેખનારાઓ સુખી થાય છે. મન ઇન્દ્રીયોનું કર્ણધાર છે. અલબત્ત લગ્ન પ્રસંગે સાધુ-સંતોને આમંત્રણ આપવું હિતાવહ નથી. જેના અંતર્ગત કારણોમાં વરરાજાને એવું લાગે કે તેને મહત્વ આપવાને બદલે તમામ આમંત્રિતો સાધુ-સંતોને પગે લાગવામાંજ રત રહે છે. જેથી લગ્ન કરવાને બદલે બાવો બન્યો હોત તો સારું થા. જ્યારે સાધુ-સંતોને એવો અહેસાસ થાય કે તેમની પીઠી કોઇએ ન ચોળી, માથે સાફોે ન બાંધ્યો, ઘોડા પર ન બેસાડયો, વરઘોડો ન કાઢયો જેથી સાધુ બન્યો તેના કરતા લગ્ન કર્યા હોત તો સારું થાત. બાપુએ એવી ટકોર પણ કરી હતી કે લગ્ન કરવા ઠાઠમાઠથી બે કલાક માંડવામાં બેસનાર પછી જીવનભર દુઃખી-દુઃખી થતો રહે છે. યૌવનધન મર્યાદા ચૂક્યા વગર સારા વસ્ત્રો કે આભૂષણ પહેરે તેમાં કોઇને વાંધો ન હોવો જોઇએ.
રામના પ્રેેમ વગરનું જ્ઞાન સુશોભિત નથી
-કંઈક મળે તો રાજી થાય, ન મળે તો નારાજગી થાય એ માનવ સ્વભાવ છે.
- રામચરિત માનસ એ ત્રણ જીજ્ઞાસાઓનો સંગમ છે, બ્રહ્મ જીજ્ઞાસા,માનવ જીજ્ઞાસા અને માનસ જીજ્ઞાસા
- કથા વિશ્વાસના વડલાની છાયામાં જ થાય, શ્રવણ શ્રદ્ધાની છાયામાં જ થાય
- કથા જીવનની પ્રસન્નતા આપે છે, ગુણાતીત શ્રદ્ધાથી કથા સંભળાય.
- વિચાર હૃદૃય સાથે જોડાયેલો હોવો જોઈએ, અન્યથા તે પીડા આપે છે.
- આખું વિશ્વ પરિવાર છે, એ ભારત જ વિચાર કરી શકે.
- પરસ્પર પ્રેમથી બેઠા હોય, કોઈ પ્રલોભન ન હોય એ સ્વર્ગ.
- કથા એ ધર્મશાળા નથી, આ એક પ્રયોગશાળા છે.
- કથામાં ચાર્જ લેવાતો નથી, બધાને ચાર્જ કરવામાં આવે છે.
- બીજાનો દ્વેષ કરવાથી ધનનો ધીરે-ધીરે ક્ષય થાય છે.
- ગુણાતીત શ્રદ્ધા હશે તો વ્યાસપીઠ ઉપર વિશ્વાસ આવશે.
- કોઈ ગુરુ તમારી પરીક્ષામા ખરો ન ઉતરે તો હનુમાનને ગુરુ માનવો.
- બધા જ પ્રમાણિક પ્રયત્નો નિષ્ફળ જાય, કોઈ પરિણામ ન મળે તો હરિ ઉપર છોડો.
- તમે જે નામમાં માનો એ તમારા માટે શ્રેષ્ઠ છે, પણ બીજાને હિન અને ભિન્ન્ ન માનો.
- ઈશ્વરની પરીક્ષા ન કરાય, એની પ્રતીક્ષા કરાય. એ આવશે જ.
- વિચાર હૃદૃયથી કરવો, કેવળ બુદ્ધિથી ન કરવો.
પરસ્પર દેવો ભવઃ રંગ અવધૂત બાપજીને યાદ કરતાં બાપુ
રાગ,દ્વેષ મુક્ત જીવન હોવું જોઇએ એ વાત વાત કરતાં બાપુએ નારેશ્વરના રંગઅવધૂત બાપજીને યાદ કર્યા હતાં. બાપુએ કહ્યું હતું કે, વડોદરાથી નજીક નારેશ્વરની મહાન વિભુતી અવધૂત મહારાજ પરસ્પર દેવો ભવઃનું સૂત્ર આપી આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. એકબીજામાં જ્યારે આપને હરિદર્શન કરીશું તો કોઇની સામે રાગ દ્વેષ રહેશે નહીં.
રોદણાં રડનારથી દૂર રહો એ ચક્કર તમારા માથે આવશે
જગતને હૃદયની આંખે જોતા આવડે તો તે રૃડું છે. પરંતુ જગતમાં ઘણા માણસો એવા હોય છે કે તેઓના માથે ફરતું ચિંતારુપી ચકરડું બીજા સામે રોદણા રડીને ક્ષણવારમાં હળવાફુલ થઇ જાય છે. પરંતુ રોદણા સાંભળનારના માથે ચકરડું તબદીલ કરી દુઃખી-દુઃખી કરી ચિંતામાં ગરકાવ કરાવી દે છે. જેથી રોદણા રડનારથી છેટા રહેવું ડહાપણભર્યું ગણાય છે.
આત્મગ્લાનિ આત્મહત્યાના વિચાર આપશે
ચીનના લાઓત્સુ નામના મહાન ફિલસુફે કહ્યું છે કે જગત સુંદર અને પવિત્રપાત્ર છે. તેને જકડશો તો નષ્ટ થશે. આ તબક્કે બાપુએ આત્મગ્લાની છોડવાની પણ વાત કરી યુવાનોને અપીલ કરી હતી કે, આત્મગ્લાનિ આત્મહત્યાના વિચાર આપે છે. જેથી તમામે પોતાનો આત્મવિશ્વાસ સુદ્રઢ રાખવો જોઇએ. કવચિત પાંખો થાકી જાય પરંતુ હોંસલો થાકે નહિં. પરીક્ષામાં નિષ્ફળ જવાય કે જીવનની પરીક્ષામાં નિષ્ફળ જવાય તો પણ આત્મહત્યા કરવી નહિં. એવી શિખ પણ બાપુએ આપી હતી.
હંસને બોલાવવો હોય તો મોતીનો ચારો નાંખવો પડે
રામસુખ દાસજીએ ભગવત ગીતા પર અદભૂત ભાષ્ય કર્યું છે , તેમનુ કેહવુ હતુ કે હંસને બોલાવવો હોય તો રામનામ રુપી મોતીનો ચારો નાંખવો પડે. જેઓના ઘરે ભજન થાય છે. તેઓના ઘરે સંતો-મહાત્માઓ આવે છે. સંતોને સોનાની સાંકળથી બાંધીને ઘરે ન લવાય. પરંતુ પ્રેમના તાંતણે બાંધીને બોલાવાય.
બાપુ તમારી પાસે વ્યાસપીઠનો પાસ છે ?
એક શ્રોતાએ બાપુને લખેલો પત્ર બાપુએ વાંચ્યો હતો તેમાં ઉલ્લેખ્યું હતું કે બાપુ હમેં પતા હૈં...કી આપ મહેફિલ કે ખાસ હો. હજુર પર ક્યા આપકે પાસ વ્યાસપીઠ કા પાસ હૈં ? જે પત્ર વાંચ્યા બાદ બાપુએ વ્યાસપીઠ પર બિરાજમાન કરાવેલી પોથીમાંથી હનુમાનજી અને તેમના ગુરુજીના ફોટા સાથેનો ચિત્ર દર્શાવી પ્રત્યુત્તર આપ્યો હતો કે હાં યે હૈં મેરા પાસ. જે સાંભળી લાખો શ્રોતાજનોએ આનંદ વિભોર થઇ તાળીઓના ગડગડાટથી કથામંડપ ગજવી મુક્યો હતો.
વડફેસ્ટના પાસ કરતાં બાપુની કથાના પાસની ભારે ડિમાન્ડ
શહેરમાં આગામી જાન્યુઆરી મહિનાની ૨૩થી ૨૬મી સુધી વડફેસ્ટના ઉપક્રમે ચાર દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. કાર્યક્રમ અંતર્ગત દેશના નામી કલાકારોના ગીત - સંગીતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. જો કે આ તમામ કાર્યક્રમો શહેરની આમ જનતા માણી શકશે કે કેમ તે બાબતે હજી પ્રશ્નાર્થ વર્તાઈ રહ્યુ છે. જનસામાન્યના હૃદય સુધી પહોંચવામા વડફેસ્ટની સરકારી પીઠબળ ધરાવતી ઝોકમઝોળ ઝાંખી પૂરવાર થઈ રહી છે.બીજી બાજૂ શહેરમાં ગઈકાલથી કુલ નવ દિવસ માટે શરૃ થયેલી મોરારી બાપૂના મુખે રામકથા પ્રત્યે શહેરીજનોનુ આકર્ષણ વધુ જોવા મળી રહ્યુ છે. મોરારી બાપૂની કથાનો સારી રીતે આગલી હરોળમાં સુવિધાજનક રીતે માણી શકાય તે માટે કથાના પાસની ભારે બોલબાલા જોવા મળી રહી છે. એ તુલનામાં વડફેસ્ટ કરતાં મોરારી બાપૂની કથા વધુ લોકપ્રિય પૂરવાર થઈ રહી છે. જો કે આયોજકોએ શહેરના વધુમાં વધુ કથાપ્રેમીઓ બાપૂની કથાશ્રવણનો લાભ લઈ શકે તે માટે પાસ વિના જાહેર પ્રવેશનુ આયોજન કર્યુ છે. જો કે તેમ છતાં કેટલાક કથાપ્રેમીઓ વીઆઈપી તેમજ વીવીઆઈપીના પાસ મેળવવા ભારે દોડધામ કરતાં નજરે પડયા હતા.
________________________________________________________________________________
The text content is displayed with the courtesy of Gujarat Samachar daily.
રાષ્ટ્રનો કર્ણધાર ધર્મના રહસ્યને યથાર્થ જાણનારો હોવો જોઇએ
Courtesy : Gujarat Samachar |
Read the article at its source link.
ધર્મ સ્વયં બિમાર પડે તો કઇ હોસ્પિટલમાં દાખલ કરવો
રામકથાના બીજા દિવસે મોરારીબાપુએ રાષ્ટ્રના કર્ણધારના લક્ષણોનુ વર્ણન કરતા કહ્યુ હતુ કે કર્ણધાર પરાક્રમી, યુદ્ધ કોપી અને રાગદ્વેષથી મુક્ત હોવો જોઇએ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
રામકથાના બીજા દિવસે આજે મોરારીબાપુએ કર્ણાધારની વ્યાખ્યાને વિસ્તૃત રીતે સમજાવતા કહ્યુ હતુ કે જહાજનો નાવિક કર્ણધાર છે. જો તે નબળો હોય તો નૌકા પેલે પાર ના પહોંચે. માટે રાષ્ટ્રનો કર્ણધાર કોણ બની શકે તેના લક્ષણો તપાસવા આપણે માનસનો આધાર લઇને સંવાદ કરીશુ.
રામાયણમા ત્રણ વખત કર્ણધાર શબ્દ આવ્યો છે. જેમાં અયોધ્યાકાંડમા રામના વનવાસ વખતે રાજા દશરથ મુર્છીત થઇને પડી જાય છે ત્યારે માતા કૌશલ્યા કહે છે કે 'કરણધાર તુમ્હી અવધ જહાજુ ચઢેઉ સકલ પ્રિય પથિક સમાજુ' એટલે કે રાષ્ટ્રના કર્ણધાર એવા રાજા દશરથને કહે છે કે અયોધ્યા રૃપી જહાજના તમે જ કર્ણધાર છો. તમે ધૈર્ય ધારણ કરો તો જ આ જહાજ કિનારે પહોંચશે નહી તો નૈયા ડુબી જશે. આખી રામાયણનો ધ્વની આ ચોપાઇમા ગુંજે છે.
આ ચોપાઇ પરથી હું કહુ છુ કે એક રાજા રાષ્ટ્રનો કર્ણધાર છે. પણ કર્ણધારની પસંદગી કરવી કેમ ? તો તેના લક્ષણો વાલ્મિકીજી અને નારદજી વચ્ચે થયેલા સંવાદમાથી મળે છે. વાલ્મિકીજી રાષ્ટ્રના કર્ણધારના લક્ષણોનુ વર્ણન કરે છે કે જેમનામાં પ્રસંશા કરવા યોગ્ય ગુણ હોય, પરાક્રમી હોય, ધર્મના રહસ્યને યથાર્થ જાણનારો હોય, ક્રોધ પર જેમનો વિજય હોય, યુદ્ધ કોપી હોવો જોઇએ(પ્રજાના રક્ષણ માટે યુદ્ધમા તેની ધાક હોવી જોઇએ), પ્રજા પાલક સુખ આપનારો અને હિતેચ્છુ હોવો જોઇએ, રાગદ્વેષ મુક્ત હોવો જોઇએ અને મનને વશમા રાખનારો હોવ જોઇએ. આ ગુણ અને લક્ષ્ણો જેમનામા હોય તે રાજા થવા અથવા તો રાષ્ટ્રના નેતા થવા લાયક ગણવો.બાપુએ રાગદ્વેષના મુદ્દાને વિસ્તૃત રીતે સમજાવતા કહ્યુ હતુ કે સમાનધર્મી હોય ત્યાં રાગદ્વેષનુ તત્વ પ્રધાન બનતુ હોય છે. નોકરી કરનારા સાથી કર્મચારીનો, કલાકાર સાથી કલાકારોનો, વેપારી વેપારીનો અને ધર્મક્ષેત્રના લોકો ધર્મક્ષેત્રના લોકોને દ્વેશ કરતા હોય છે. સમાજને માર્ગદર્શન આપનારા ધર્મક્ષેત્રના લોકો જ દ્વેષ કરે તો આપણે જવુ ક્યાં ? ધર્મ સ્વયં બિમારી ભોગવે તો કઇ હોસ્પિટલમા દાખલ કરવો એનો વૈદ્ય મારે ગોતવો ક્યાં ?
શ્રોતાએ બાપુને પત્ર લખી પુછ્યુ કે
શું તમારી પાસે વ્યાસપીઠ પર બેસવાનો પાસ છે
ઉસકો મેરે પ્યાર પે ગુસ્સા આતા હે...બાપુએ કથા સંદર્ભમા કેટલીક ચોટદાર શાયરીઓ અને કવિતાઓ પણ ટાંકી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
મોરારી બાપુએ ક્રમ મુજબ આજે કેટલાક શ્રોતાઓના પત્રને પણ વ્યાસપીઠ પરથી વાંચ્યા હતા જેમા એક શ્રોતાએ શાયરાના અંદાજમા બાપુને લખ્યુ હતુ કે
'બાપુ હમકો પતા હૈ આપ મહેફીલે ખાસ હે હુઝુર, પર ક્યા આપકે પાસ વ્યાસપીઠ કા પાસ હૈ'
જેના જવાબમા બાપુએ રામાયણની પોથીમાથી હુનુમાનજીનો ફોટો કાઢીને શ્રોતાઓ સમક્ષ બતાવતા કહ્યુ હતુ કે 'જોઇલો મારી પાસે પાસ છે' જો મારી પાસે આ પાસ ના હોત તો મને અહી જગ્યા પણ ના મળત. જો કે આખી વાત બાપુએ રમુજી અંદાજમા કહેતા શ્રોતાઓ હસી પડયા હતા. બાપુએ કથા દરમિયાન કેટલાક શેર અને કવિતાઓને પણ ટાંકી હતી જેમા મુખ્યત્વે
'ઉસકો મેરે પ્યાર પર ગુસ્સા આતા હૈ, મુજકો ઉસકે ગુસ્સે પર પ્યાર આતા હૈ'
મુશ્કિલ હૈ મસિહા કા ભી જાન બચાના, ક્યુ કી કઝા આયી હૈ છુપકે, હસીનો કી અદા મે'
તો જલન માત્રીની પ્રસિદ્ધ રચના પણ તેઓએ યાદ કરી હતી કે
દુખી થવાને માટે કોઇ ધરતી પર નહી આવે, હવે સદીઓ જશે કોઇ પયગંબર નહી આવે
હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાંખો જગતમા ઝેર પીવાને હવે શંકર નહી આવે.
જગતમા પહેલા શબ્દનુ ઉચ્ચારણ થયુ તે 'રામ' હતો
રામ ભજનની વ્યાખ્યા કરતા મોરારી બાપુની આંખમા આંસુ આવી ગયા
કથા આર્થિક લાભ નહી આપે પણ પરમાર્થિક લાભ એટલો આપશે કે દુનિયા પહોંચી નહી શકે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
રામના પ્રેમ વગરનુ જ્ઞાાન રૃપાળુ ના લાગે. રામ તો જ્ઞાાનનુ આભુષણ છે. તેમ કહેતા બાપુએ સમજાવ્યુ હતુ કે આપણને જ્ઞાાન હોય છે કે આ મારો પુત્ર છે, મારો ભાઇ છે, મારા પડોશી છે પણ તેમની પ્રત્યે પ્રેમ ના હોય તો સંબંધો નકામા છે તેમ રામનો પ્રેમ ના હોય તો જ્ઞાાનનો કોઇ અર્થ નથી. મતલબ એ છે કે જ્ઞાાનની સાથે પ્રેમ પણ સ્થાપીત થવો જોઇએ.
માટે હૃદયપુર્વકના વિચાર સાથે કથા સાંભળવી. કથા વિશ્વાસની છાયામા થાય અને શ્રવણ ગુણાતીત શ્રધ્ધા સાથે સાંભળવી જોઇએ. કથા સાંભળવાથી કોઇ આર્થિક લાભ નહી થાય પણ પરમાર્થીક લાભ એટલો થાય કે દુનિયા તમને પહોંચી ના શકે. કથા અને ધર્મ પ્રલોભન ના આપે કે તમને કથા સાંભળવાથી સ્વર્ગ મળશે પણ કથા મુક્તિ જરૃર આપે છે.
આ દરમિયાન બાપુએ યુવાનોને પણ સમય મળે ત્યારે પોતાના ઇષ્ટદેવને ક્ષણભર માટે પણ દિવસમા એક વાર ભજી લેવા કહ્યુ હતું. તેઓએ કહ્યુ હતુ કે ઇશ્વરની પરીક્ષાના કરવી પણ પ્રતિક્ષા કરવી. સબરીની જેમ રામ પણ તમારી પાસે દોડી આવશે. બાપુ ભજનની વ્યાખ્યા કરતા કરતા ભાવમા સરી પડયા હતા અને ઓખમાથી આંસુ સરી પડયા હતાં. તેમણે કહ્યુ હતુ કે ધર્મ અને ઇશ્વરમા ભેદના કરવા 'સબમે ઉસકા નુર સમાયા, કૌન અપના કૌન પરાયા' રામ નામ સાંપ્રદાયીક નથી. આદી અનાદીકાળથી જે નામનો ઉદઘોષ થાય છે તે રામ છે. તેઓએ ઓશો રજનીશને ટાંકતા કહ્યુ હતુ કે ઓશોના બધા વિચારોથી હું સહમત નથી પણ તેનુ એક વાક્ય મને ગમે છે કે 'જગતમાં પહેલા શબ્દનુ ઉચ્ચારણ થયુ તે શબ્દ રામ હતો'
_________________________________________________________________________________
સોમવાર, ૨૯-૧૨-૨૦૧૪
_________________________________________________________________________________
The text and images below are displayed with the courtesy of Divya Bhaskar.
'પૂનમ ભરવાનું બંધ કરી બેંકના હપ્તા ભરી દઇએ તો એ પૂનમ જ છે'
Courtesy : Divya Bhaskar |
(તસવીર: ત્રીજા દિવસે વડોદરા ખાતે રામકથાનું રસપાન કરાવી રહેલા મોરારિ બાપુ)
Read the article at its Source Link.
-પરિવારનો કર્ણધાર રામ બની શકે છે: પૂ.મોરારિ બાપુ
-પરિવારના કર્ણધાર બનવા રામચરિત માનસ મુજબ રામ જેવા 7 લક્ષણો હોવા જોઇએ
-શ્રદ્ધેય કર્ણધાર મળે તો પરિવાર હર્યું ભર્યું બની રહે
વડોદરા: માનસ ફાઉન્ડેશનના ઉપક્રમે શનિવારથી શરૂ થયેલી માનસ-કર્ણધાર રામકથામાં પૂ.મોરારિ બાપુએ જગતના 7 જુદાજુદા ક્ષેત્રોને રહેલી કર્ણધારની આવશ્યકતા અંતર્ગત સોમવારે પરિવારનો કર્ણધાર કેવો હોવો જોઇએ તે અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. પૂ.બાપુએ જણાવ્યું હતું કે, રામ જેવા 7 લક્ષણો ધરાવતો હોય તે વ્યક્તિ પરિવારનો કર્ણધાર રામ બની શકે છે. શ્રદ્ધેય કર્ણધાર મળે તો પરિવાર હર્યું ભર્યું બની રહે. બાપુએ 21 મી સદી પ્રેમની સદી હોવાનું જણાવી સૌને એકબીજા પ્રત્યે નફરત ભૂલી પરસ્પર પ્રેમનો સંદેશો ફેલાવવા અનુરોધ કર્યો હતો. બાપુએ કથા દરમિયાન કહ્યું હતું કે, પૂનમ ભરવાનું બંધ કરી બેંકના હપ્તા ભરી દઇએ તો એ પૂનમ જ છે.
રવિવારે રાષ્ટ્રનો-દેશનો કર્ણધાર કેવો હોવો જોઇએ તે સમજાવ્યા બાદ સોમવારે પૂ.મોરારિ બાપુએ પરિવારનો કર્ણધાર કેવો હોવો જોઇએ તેની સમજ રામચરિત માનસના આધારે આપી હતી. બાપુએ જણાવ્યું હતું કે, રામે મનુષ્ય અવતાર લીધો અને મનુષ્ય અવતારમાં જે કાર્ય કર્યા તે માનસમાં બતાવ્યા છે. ભગવાન રામ જેવા લક્ષણો ધરાવનાર વ્યક્તિ પરિવારનો રામ બની શકે છે.
પરિવારના નાનામાં નાના સભ્યનું પ્રેમથી જતન કરવું રામની નિશાની
પૂ.બાપુએ પરિવારનો કર્ણધાર બનવા માટે રામ જેવા 7 લક્ષણો વર્ણવતાં કહ્યું હતું કે, સત્ય, સતત હસતા રહેવું, ગંભીરપણું, ઉદારતા, પરિવારની સેવા-કાળજી અને પરિવારના નાનામાં નાના સભ્યનું પ્રેમથી જતન કરવા જેવા લક્ષણો રામની નિશાની છે. આવી વ્યક્તિ પરિવારનો સાચા અર્થમાં કર્ણધાર રામ બની શકે છે.
જીવનમાં રામ જેવા સત્ય વચનની આવશ્યકતા પર ભાર મૂકતાં પૂ.બાપુએ સમજાવ્યું હતું કે, સત્ય હશે ત્યાં અભય આવશે જ. આપણા સત્યને લીધે કોઇને પીડા થાય તેની ચિંતા થાય પણ ભય ન લાગે. જીવનમાં પૂર્ણ સત્ય મુશ્કેલ છે, પણ આપણા જીવનમાં સત્યની માત્રા થોડીઘણી હોય તો કર્ણધારપદ દીપાવ્યું ગણાય.
21 મી સદી પ્રેમની સદી છે, વાંચવા ફોટો બદલો.
જગત શ્રાપ આપવા જેવું નથી, આશીર્વાદ આપવા જેવું રુડું છે
પૂ.બાપુએ ઋષિ-મુનીઓના કાળમાં શ્રાપ અપાતો હતો તેવો ઉલ્લેખ કરી આ જગત હવે શ્રાપ આપવા જેવું નથી, પણ આશીર્વાદ આપવા જેવું રુડું છે તેમ ટાંક્યું હતું. 21 મી સદી પ્રેમની સદી છે, શ્રાપ આપવા માટે નથી.
કરુણરસ આપણને અંદરથી ધોઇ નાંખે છે
પૂ.બાપુએ જણાવ્યું કે, સાહિત્યના નવ રસ છે. પણ બધા જ રસમાં કરુણ રસ શ્રેષ્ઠ છે. કારણ કે, કરુણ રસ મને અને તમને અંદરથી ધોઇ નાંખે છે.
સંપત્તિ-સમય છે પણ સમજ નથી તે અતિ દરિદ્ર છે
પૂ.બાપુએ સમજાવ્યું હતું કે, આજે સંપત્તિ બધા પાસે છે પણ સમય નથી. એવો માણસ સમયથી દરિદ્ર છે. પરંતુ જેની પાસે સંપત્તિ અને સમય બંને છે પણ સમજ નથી તેના જેવી દરિદ્રતા બીજી કોઇ નથી. તે અતિ દરિદ્ર છે.
ઘરમાંથી બહાર જતી વેળા હસતાં નીકળો, વાંચવા ફોટો બદલો.
બાપુએ જીવનમાં સુખી થવા ક્રોધને તિલાંજલિ આપવાનો અનુરોધ કર્યો
-જીવનમાં સુખી થવા ક્રોધને તિલાંજલિ આપો
-હાસ્ય એ પરમાત્માનું મોટું વરદાન છે
-ઘરમાંથી બહાર જતી વેળા હસતાં નીકળો
-કામથી ઘરે પરત આવો તો હસતાં આવો
-ભોજન અને ભજન કરતી ક્રોધ ન કરો
-રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠતી વખતે ક્રોધ ન કરવો
રાસ-ગરબાના કાર્યક્રમ અંગે બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી
રામકથા સ્થળે રવિવારે યોજાયેલા રાસ-ગરબાના કાર્યક્રમને નિહાળી પૂ.બાપુએ તે માટે તેમની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાપુએ વડોદરાના પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતની ગરબા ગવડાવવાની કલાને બિરદાવી હતી.
રામકથાના ત્રીજા દિવસે બાપુના મુખેથી નિકળેલી રત્નકણિકાઓ વાંચવા ફોટો બદલો.
બાપુના મુખેથી નિકળેલી રત્નકણિકાઓ
-પ્રેમથી આપેલી સ્વતંત્રતા નિયંત્રણમાં પણ રહે છે
-ઇશ્વર મનુષ્ય જીવન આપે છે, પ્રોબ્લેમ આપણે ઊભા કરીએ છીએ
-પ્રેમથી ગમતો આગ્રહ કરજો,પરંતુ હઠ નહીં કરશો
-પૂનમ ભરવાનું બંધ કરી બેંકના હપ્તા ભરી દઇએ તો એ પૂનમ જ છે.
-ઉદારતા, ભાવ અને સ્વભાવમાંથી મળે
-કૃષ્ણની આંખો રાધા હતી...પણ આંસુ તો મીરાંના હતા
-આત્મશ્લાધા અને આત્મ પ્રપંચ વ્યક્તિને ખૂબ જ નુકસાન કરે છે.
_________________________________________________________________________________
The below text is displayed with the courtesy of Gujarat Samachar.
- પરિવારનો કર્ણધાર સત્યનિષ્ઠ, ઉદાર અને સદા હસતો હોવો જોઇએ
જગત તો સુખનો પિંડો છે તેમા હરિનામનું મોણ નાંખી દો
Read the article at its Source Link.
ભગવાન રામનુ કર્ણધારપણુ છે તેમાથી થોડા અંશો પણ જેમનામા હોય તેવા વ્યક્તિને પરિવાર રૃપી નૌકાનુ સુકાન આપવુ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
રામકથાના ત્રીજા દિવસે બાપુએ પરિવારનો કર્ણધાર કેવો હોવો જોઇએ તેની વ્યાખ્યા કરતા કહ્યુ હતુ કે રામાયણમા ભગવાન રામનુ કર્ણધારપણુ છે તેમાથી જો થોડો ઘણો અંશ પણ જેમનામા હોય તેવો વ્યક્તિ આજના સમયના પરિવારનો કર્ણધાર બની શકે છે અથવા તો પરિવારે તેવા વ્યક્તિને પોતાનો કર્ણધાર માનીને પરિવાર નૌકાનુ સુકાન તેના હાથમાં સોંપવુ જોઇએ.
તેઓએ આગળ કહ્યુ હતુ કે કથા દરમિયાન આપણા જીવનની નૈયાને સલામત રીતે કિનારે કોણ પહોંંચાડે તેની હુ અને તમે ખોજ કરી રહ્યા છીએ. ત્યારે સવાલ એ છે કે પરિવારનો કર્ણધાર કોણ ? મોટાભાગે ઘરમા વડિલ દાદા હોય તેને જ કર્ણધાર માનવામા આવે છે ક્ેટલાક પરિવારોમા એવુ પણ જોવા મળે છે કે દાદા કરતા દાદી વધુ સમજદાર હોય છે તો તે પરિવારના કર્ણધાર દાદી બની શકે છે. ક્યારેક ઘરમા એવા તત્વનો જન્મ થાય છે કે જેમના પ્રત્યે પુજ્યભાવ જન્મે એટલે એવુ બને ઉમરમા નાનો હોવા છતા તે કર્ણધાર હોય છે. દિકરી પણ હોઇ શકે અને સમજદાર પુત્રવધુ પણ કર્ણધાર બની શકે છે.
પણ રામાયણમાથી આપણને પરિવારના કર્ણધારના લક્ષ્ણો પ્રાપ્ત થાય છે. જેમા પ્રથમ લક્ષણ છે સત્યપણું પરિવારનો કર્ણધાર સત્યનુ પાલન કરનારો હોવો જોઇએ. સત્ય અભય આવશે. કેમ કે સાચા હોય તેને કોઇ વાતનો ભય નથી હોતો. બીજુ લક્ષણ છે કે તેના ચહેરા પર સદા હાસ્ય રહેવુ જોઇએ. હાસ્ય તો પરમાત્માનુ વરદાન છે. ઘરનો મોભી મોઢુ ચડાવીને ફરતો હોય તો વાતાવરણ ગંભીર બની જાય છે. હુ લોકોને કહેતો રહુ છુ કે જ્યારે ઘરની બહાર નિકળો તો હસતા હસતા નિકળો. ઘરે પાછા આવો તો હસતા હસતા આવો. ભોેજન વખતે અને ભજન વખતે ગુસ્સો ના કરવો. સુતી વખતે અને જાગતી વખતે પણ ગુસ્સો ના કરવો.
ખતરો હોય, મુશ્કેલી હોય તો પણ હસતા હસતા કહે કે ચિંતાના કરો પાર ઉતરી જઇશુ તેવો વ્યક્તિ પરિવારનો કર્ણધાર થવાને લાયક છે. ત્રીજુ લક્ષણ છે ધીરજ ગુમાવ્યા વગરની ગંભીરતા. આવો વ્યક્તિ સુખ કે દુઃખમા વિચલીત થતો નથી. ચોથુ લક્ષણ છે કે તે ઉદાર હોવો જોઇએ. પરિવારને પ્રેમ અપાર કરે પણ તેની સ્વતંત્રતા ના છીનવે. ભુલ કરે તો પણ ક્ષમા આપે તેવી ઉદારતા હોવી જોઇએ. અને પાંચમુ લક્ષણ છે કે નાના સભ્યોને પણ પુરતુ મહત્વ આપે.
ત્યાર બાદ તેઓએ લાક્ષણીક અદામા કહ્યુ હતુ કે બાપ, જગત સુખનો પિંડો છે તેમા હરિનામનું મોણ નાંખી દો. એટલે કે રોજની ભાગાદોડીમાં સમય મળે ત્યારે એક ક્ષણ માટે પણ હરિનામ ભજી લો એટલે નાવડી પાર થઇ જશે. પરિવારમાં પ્રેમનુ નિરૃપણ કરો પ્રેમાગ્રહ ગાંઠો છોડે છે અને હઠાગ્રહ એવી ગાંઠો બાંધે છે કે છુટતી નથી.
કેટલાક લોકો કળાને ત્રાજવા તોલવા નિકળે છે
કળાનુ વિદ્યામા રૃપાંતર થાય એટલે બંધનો છુટી જાય છે
રોજ નવી નવી કળા, વિદ્યા, ચેતનાઓ આવતી જાય છે તેનુ સમયસર સ્વાગત થવુ જોઇએ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
રામકથા સ્થળ નવલખી ગ્રાઉન્ડ ચિત્રકુટ ધામ ખાતે રવિવારે રાત્રે અતુલ પુરોહિતના ગુ્રપના સુર અને તાલે ગરબાનુ આયોજન કરાયુ હતુ જેમા મોરારીબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘુમતા યુવા યુવતિઓને નિહાળી આનંદીત થયા હતા તેની પ્રતિક્રીયા આપતા બાપુએ આજે કથા પ્રારંભે જ કહ્યુ હતુ કે કળા વિદ્યા તરફ આધ્યાત્મીક તરફ ગતી કરે ત્યારે તે મુક્તિ આપે છે. ક્યારેક આપણને એવુ લાગે કે કળા આપણને બાંધી પણ દે છે. ગાયક, વાદકો અને તેની સાથે ગરબે ઘુમતા લોકો સુર અને તાલના બંધનમા હોય છે. પણ આ કળા જ્યારે વિદ્યાનુ રૃપ ધારણ કરે ત્યારે રસ્તાઓ ખુલી જાય છે અને મુક્તિનુ વર્દાન આપે છે. પછી તેને બધા સામીયાણા નાના પડે. બધા સ્ટેજ ટુંકા લાગવા મંડે અને એક જ દિશા તરફ પ્રયાણ થાય કે 'ગગન ગઢમા રમવાને હાલો..' પણ કેટલાક લોકો એવા હોય છે કે કળાને સમજી શક્તા નથી. તેમના ત્રાજવા અને ત્રાજવાનો કાટો ઠીક નથી હોતા અને કળાને તોલવા નિકળે છે. કળાને તોલી નથી શકાતી.
ભગવાન કૃષ્ણમા ક્યાં ઓછી કળાઓ હતી પણ એ કળાએ વિદ્યાનુ રૃપ ધારણ કર્યુ ત્યારે ત્યારે તેમણે કાળના માથા પર નૃત્યુ કર્યુ.
અત્યારનો સમય ખુબ સારો છે રોજ નવી નવી કળાઓ આવી રહી છે. તે સમયસર પોંખાવી જઇએ.
_________________________________________________________________________________
મંગળવાર, ૩૦-૧૨-૨૦૧૪
The article below is with the courtesy of Divya Bhaskar.
'જીસ બુલંદી સે ઇન્સાન છોટા લાગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીયે'
Divyakant Bhatt, Vadodara
Read the article at its source link along with pictures.
-સમાજ સેવાના કર્ણધાર બનવા મહાત્મા ગાંધીના 11 મહાવ્રતને અનુસરવા બાપુની શીખ
વડોદરા: વડોદરામાં ચિત્રકૂટધામ-નવલખી મેદાનમાં ચાલી રહેલા ‘માનસ-કર્ણધાર’ રામકથા અનુષ્ઠાનના ચોથા દિવસે પૂ.મોરારિ બાપુએ સમાજ સેવાનો કર્ણધાર બનવા માટેના લક્ષણોની છણાવટ કરતાં કહ્યું હતું કે, દુર્લભ એવો માનવ દેહ સમાજ સેવાનો કર્ણધાર બની શકે છે. બાપુએ સમાજ સેવાના કર્ણધાર બનવા મહાત્મા ગાંધીના 11 મહાવ્રતને અનુસરવાની શીખ આપી હતી. પૂ.બાપુએ યુવાનોને સમાજ સેવા માટે નિયમિત કસરત-વ્યાયામ, સ્વાધ્યાય-સત્સંગ અને સંયમ રાખી બળવાન બનવા અનુરોધ કર્યો હતો.
ધ માનસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત માનસ-કર્ણધાર રામકથામાં વિશ્વને રહેલી જુદાજુદા 7 કર્ણધારની આવશ્યકતા અંતર્ગત મંગળવારે પૂ.મોરારિ બાપુએ સમાજ સેવાનો કર્ણધાર કોન હોઇ શકે ? તે મુદ્દે મહત્વનું ભાથું શ્રોતાઓને પીરસ્યું હતું. બાપુએ સમજાવ્યું હતું કે, માનવ દેહ તમામ ઇન્દ્રિયોને ધારણ કરતો હોઇ દેહ પણ એક કર્ણધાર છે કારણ કે, આ દેહ થકી અનેક સદ્કાર્યો થતા રહે છે.
બાપુની કથામાં શેર-શાયરી સાંભળી શ્રોતાઓ ગેલમાં આવ્યા
બાપુએ મંગળવારે રજૂ કર્યું હતું કે,
જીસ દીયે મેં હો તેલ ખૈરાત કા....
ઉસ દીયે કો જલાના નહીં ચાહીયે...
જીસ બુલંદી સે ઇન્સાન છોટા લાગે...
ઉસ બુલંદી પે જાના નહીં ચાહીયે..
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઇતું નહીં સંગ્રહ કરવા
પૂ.બાપુએ ‘બડે ભાગ માનુષ તનુ પાવા...સુર દુર્લભ સદ્ ગ્રંથહિ ગાવા’..ચોપાઇનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, માનવ દેહ મળવો દુ્ર્લભ છે, માનવ દેહનો મહિમા ખૂબ ગવાયો છે. એવો આ માનવ દેહ કર્ણધાર છે, શરીર સાધન ધામ છે. શરીરધારી વ્યક્તિ જુદાજુદા ક્ષેત્રમાં કામ કરતો હોય છે ત્યારે સમાજમાંથી ઉંચનીચના ભેદભાવ, ખોટી માન્યતાઓ, કુરિવાજો-અંધશ્રદ્ધા-અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓ દૂર કરવામાં માનવ શરીરને કામે લગાડનાર કર્ણધાર જ છે.
બાપુએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, શરીરને કર્ણધાર સમજવું હશે તો શરીર નાશવંત છે, શરીર નષ્ટ છે, શરીર ભ્રષ્ટ છે તેવી ખોટી માન્યતાઓ દૂર કરીને શરીર ઇષ્ટ છે, આ દેહ દેવાલય અને આ દેહ શિવાલય છે તેમ સમજવું રહ્યું. બાપુએ ઉંચનીચના ભેદભાવ, ખોટી માન્યતાઓ, કુરિવાજો-અંધશ્રદ્ધા-અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓ દૂર કરવામાં માનવ શરીરને કામે લગાડનાર કર્ણધાર જ છે તેમ સમજાવ્યું હતું.
સમાજ સેવાના કર્ણધાર બનવા મહાત્મા ગાંધીના 11 મહાવ્રતને અનુસરવાની શીખ આપતાં પૂ.બાપુએ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઇતું નહીં સંગ્રહ કરવા, બ્રહ્મચર્ય પાળવા, જાત મહેનત, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી ચીજવસ્તુનો આગ્રહ અને સર્વધર્મ સમભાવ જેવા મહાવ્રતનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.
પૂ.બાપુએ સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી,
પૂ.બાપુએ સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી
પૂ.બાપુએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી ગામેગામ શૌચાલયની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. બાપુએ કથાના આયોજક રાજેશ દોશીને કોઇ એક ગામ શૌચાલય બનાવવા માટે દત્તક લેવાનો આદેશ કરતાં રાજેશ દોશીએ બાપુની આજ્ઞા માથે ચડાવી હતી.
શરીરને સાચવો તો બધી અવસ્થા દર્શનીય જ લાગે
બાપુએ શરીર-દેહની બહુ નિંદા નહીં કરવાનું જણાવતાં ઉમેર્યું હતું કે, દેહનું મૂલ્ય હોવું જોઇએ. દેહને રાખતા આવડે તો દેહ ગમે તે અવસ્થામાં જાય તો પણ દેહ રૂપાળો જ લાગે. દેહને સાચવો તો બધી અવસ્થા દર્શનીય જ લાગે.
વડોદરામાં યોજાતી કથા માટે બાપુએ ગર્વ કર્યો
વડોદરામાં યોજાતી રામકથા માટે પૂ.બાપુએ ગર્વ લીધો હતો. બાપુએ કથાના પ્રારંભે વડોદરામાં રામકથા ગાવાનો વિશેષ હરખ હોવાની વાત કહ્યા બાદ મંગળવારે કહ્યું હતું કે, વડોદરામાં કથાના માંડવા હંમેશા મોટા જ હોય છે. બાપુની આ વાતને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધી હતી.
સમાજ કાર્ય માટે યુવાનોને શરીર સાચવવા બાપુની અપીલ,
વર્તમાનમાં સમયને સાચવો તો તે નર્તન છે
જીવનરૂપી વર્તમાનકાળમાં સત્સંગનો સમય મળે તો માની લેવાની શીખ બાપુએ આપી હતી. બાપુએ કહ્યું હતું કે, વર્તમાનમાં સમયને સાચવો તો તે નર્તન છે. વર્તમાન રામકથા સહિત સત્સંગનો જે કંઇ મોકો મળે તે હસતા હસતા સ્વીકારી લો.
સમાજ કાર્ય માટે યુવાનોને શરીર સાચવવા બાપુની અપીલ
સમાજ કાર્ય માટે યુવાનોને શરીર સાચવવાની બાપુએ અપીલ કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે, શરીર તોડી નાંખીને કામ કરવા કરતાં શરીર સાચવવું જરૂરી છે. બાપુએ યુવાનોને કસરત કરવી પડે તે હદે વધારે પડતું અને ચરબીયુક્ત નહીં ખાવા શીખ આપી હતી.
_________________________________________________________________________________
સૌજન્ય : ilahari
સત્ય,અહિંસા,ચોરીનાકરવી,
વણજોઈતુ નવ સંગરવુ,
બ્રહ્મચર્ય,જાતે મહેનત.
કોઈ અડેના અભડાવવુ
.અભય, સ્વદેસી સ્વાર્થત્યાગ,
સર્વધર્મ સરખા ગણવા
_________________________________________________________________________________
બુધવાર, ૩૧-૧૨-૨૦૧૪
The text content and images displayed below are with the courtesy of Divya Bhaskar daily.
• મૃત્યુએ સુંદર સ્ત્રી છે, સ્મરણ કરે તેને મરણ કંઇ ન કરે: મોરારિ બાપુ
Divyakant Bhatt, Vadodara|
Read the article at its source link.
Courtesy : Divya Bhaskar |
(તસવીર: પાંચમાં દિવસે રામકથા કરી રહેલા મોરારિ બાપુ)
-દરેક ધર્મનો સદગ્રંથ તે ધર્મનો કર્ણધાર બની શકે છે : બાપુનું અવલોકન
-બાપુએ ભગવાન ઇસુના વર્ષના અંતિમ દિવસે ભગવાન રામના જન્મ પ્રસંગે વડોદરાવાસીઓને બધાઇ પાઠવી
વડોદરા: વડોદરામાં માનસ ફાઉન્ડેશન દ્વારા ચિત્રકૂટધામ-નવલખી મેદાન ખાતે આયોજિત માનસ કર્ણધાર રામકથાના પાંચમા દિવસે પૂ.મોરારિ બાપુ્એ ધર્મક્ષેત્રનો કર્ણધાર કોન હોઇ શકે? તેનું વેદ અને રામચરિત માનસના આધારે વર્ણન કરી જીવનમાં 7 કસોટીમાંથી હેમખેમ પાર ઉતારનાર રામચરિત માનસ પોતાના મતે ધર્મક્ષેત્રનો કર્ણધાર છે તેમ જણાવ્યું હતું. જો કે, બાપુએ દરેક ધર્મનો સદગ્રંથ તે ધર્મનો કર્ણધાર બની શકે છે તેવું અવલોકન રજૂ કરી ધર્મની સ્વતંત્રતા પર પ્રકાશ પાડ્યો હતો. બુધવારે કથા દરમિયાન રામ જન્મનો પ્રસંગ આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો હતો.
-મરવાની વાતો કરનાર મરતો નથી, કારણ કે તે બીકણ હોય છે
બાપુ્એ વાતવાતમાં મરવાની વાતો નહીં કરવાની શીખ આપતાં કહ્યું કે, મરવાની વાતો કરનાર મરતો નથી, કારણ તે બીકણ છે. મરણ મરવા જેવું નથી, વરવા જેવું છે. મૃત્યુએ સુંદર સ્ત્રી છે. સ્મરણ કરે તેને મરણ કંઇ ન કરે.
-કર્ણધારના ચિંતનને આગળ વધારતા મોરારિ બાપુ
માનસ કર્ણધાર રામકથા દરમિયાન જગતના 7 ક્ષેત્રોના કર્ણધાર કોન હોઇ શકે ? તે અંગેના ચિંતનને આગળ વધાવતાં પૂ.મોરારિ બાપુએ બુધવારે ધર્મ ક્ષેત્રના કર્ણધારનું વિસ્તૃત નિરૂપણ કર્યુ હતું. બાપુએ વેદ મંત્ર ટાંકી ચાર શિંગડા, ત્રણ પગ, બે મોંઢા, સાત હાથ અને ત્રણ જગ્યાએ બંધાયેલો ધર્મ રૂપી વૃષભ-બળદ કર્ણધાર બની શકે છે તેમ સમજાવ્યું હતું.
પરંતુ બાપુએ પોતાના મત મુજબ ધર્મક્ષેત્રનો કર્ણધાર તુલસીદાસકૃત રામચરિત માનસ જ હોઇ શકે તેવું વર્ણવી રામચરિત માનસના 7 જહાજરૂપી 7 કાંડ-સોપાન-700 શ્લોક તમને ભવસાગર પાર ઉતારશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. સાથેસાથે એમ પણ ટાંક્યું હતું કે, કુરાનને માને તેના માટે કુરાન, બાઇબલને માને તેના માટે બાઇબલ, ધમ્મપદને માને તેના માટે ધમ્મપદ અને આગમને માનનાર માટે આગમ ધર્મક્ષેત્રનો કર્ણધાર હોઇ શકે છે. ધર્મની તેની સ્વતંત્રતા હોય છે.
ધર્મને સમજવા લેબલની નહીં લેવલની જરૂર છે, વાંચવા ફોટો બદલો.
-ધર્મને સમજવા લેબલની નહીં લેવલની જરૂર
બાપુએ માર્મિક કટાક્ષ કરતાં કહ્યું હતું કે, તિલકની ઓળખ, વિશેષ વેશભૂષા, લાગેલા કે લગાવેલા લેબલ-હોદ્દા ધર્મના કર્ણધારની નિશાની નથી. ઇશ્વર પાસે સાચા કર્ણધાર માંગવા હોય તો ઇશ્વર જેને પ્રેમ કરે તેવા સિદ્ધ પુરુષ સદગુરુ-સંતને માંગવા જોઇએ. આવા સદગુરુ-સંત ચૂર્ણ-ઔષધિ જેવા છે. જે તમારા દુ:ખ, કષ્ટ અને સમસ્યાઓ તમને જાણ થયા વિના પચાવી દે. મિલે કોઇ ઐસા સંત ફકીર..જો પહોંચાદે હમકો ભવ દરિયા કે તીર.
ધર્મને સમજાય નહીં તેવો ન બનાવવાનો અનુરોધ કરતાં બાપુએ ટાંક્યું હતું કે, ધર્મને તમારા ખેતરમાં, તમારી ફેફ્ટરી, દુકાન કે ઘરના ખૂણે-ખૂણે આવવા દેવો જોઇએ. આવો ધર્મ સમજાય તેવો હોય. ધર્મને લક્ષ્મણ રેખામાં બાંધવાનો નથી. કારણ કે, ધર્મને સમજવા લેબલની નહીં લેવલની જરૂર છે.
રામકથામાં રામ જન્મોત્સવ આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. પૂ.બાપુએ કેસરી સાફો બાંધી રામ જન્મની કથાનું ગાન કર્યું હતું. રામ જન્મોત્સવ વેળા પૂ.બાપુ્એ ભગવાન ઇસુના વર્ષના અંતિમ દિને ભગવાન રામના જન્મ પ્રસંગની શહેરીજનોને બધાઇ-શુભેચ્છા પાઠવી હતી.
હિન્દુ ધર્મમાં જન્મ થયો તે મોટું ગૌરવ છે.
-આપણો ધર્મ વિધિઓમાં ખોવાઇ ગયો છે
બાપુએ ટાંક્યું હતું કે, આપણો ધર્મ વિધિઓમાં ખોવાઇ ગયો છે. એક યુવકે મને રામ નામ જાપ માટેનો વિધિ પૂછ્યો ત્યારે મેં કહ્યું કે, હરિનામ જપવાનો કોઇ વિધિ નથી. તેના માટે વિશ્વાસ હોવો જોઇએ.
-હિન્દુ ધર્મમાં જન્મ થયો તે મોટું ગૌરવ છે
બાપુએ જણાવ્યું હતું કે, આપના સનાતન ધર્મમાની બહુ મોટી અસ્મિતા છે. હિન્દુ ધર્મમાં જન્મ થયો તે મોટું ગૌરવ છે. મહાત્મા ગાંધીજી અને વિવેકાનંદે પણ હિન્દુ હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
બાપુએ ફિલ્મના ગીતોની પંક્તિઓ ગાતાં શ્રોતાઓ ડોલી ઉઠ્યા, વાંચવા ફોટો બદલો.
બાપુએ ધાર્મિક વિષય સાથે ફિલ્મના ગીતોની પંક્તિઓ ગાતાં શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતા. બાપુએ તું જહાં જહાં ચલેગા...મેરા સાયા સાથ હોગા... અને તુમ મેરે પાસ હોતે હો કોઇ દુસરા નહીં હોતા...પંક્તિઓ લલકારી હતી.
-રામચરિત માનસ કર્ણધાર કેમ ?
-રામચરિત માનસના 4 શિખર: નામ-રૂપ-લીલા અને ધામ.
-રામચરિત માનસના 3 પગ : કથા કહેવી, કથા સાંભળવી અને કથાનું અનુમોદન કરવું
-રામચરિત માનસના 3 સિદ્ધાંતો : સત્ય- પ્રેમ- કરુણા
-રામચરિત માનસના 2 મુખ : નિર્ગુણ અને સગુણ
-રામચરિત માનસના 7 હાથ-સોપાન : બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્ય કાંડ, કિષ્કિણ્ધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ
મોરારિ બાપુના મુખેથી નિકળેલી રત્નકણિકાઓ.
-રત્નકણિકા
-ધર્મ નદીનો પ્રવાહ છે, પ્રવાહને કોઇ રોકી ન શકે
-રામકથા સાંભળીએ તો આપણામાં પ્રેમ જાગે, આપણી વ્યથા પ્રભુને સંભળાવીએ તો કરુણા જાગે
-હરિને ભજવામાં અને વૈરાગ્ય લેવાને આડે વિઘ્ન આવે જ છે
-માણસના હ્રદયનો ધબકાર તેનો ધર્મ છે
-આંખો ઉલાળવા માટે નથી, આંસુ પાડવા માટે છે.
-તમારી આંખ ઉઘડી જશે તો તમે જ પરમાત્મા છો
-ધર્મ કોઇ સમાજ નથી, કે તે બંધાયેલો નથી
-નિંદા પરમ પાપ છે. નિદાન પરમ પુણ્ય છે.
-હંમેશા પ્રસન્ન રહેવા સ્વીકૃતિને પ્રકૃતિ બનાવો તો આઠ પહોર આનંદ છે
-વ્યાસપીઠનું કામ આશીર્વાદ આપીને ભાગી જવાનું નથી
-સાધુ નિંદા ન કરે, નિદાન કરે
રામકથાના પાંચમા દિવસે રામ જન્મનો પ્રસંગ આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો.
Courtesy : Divya Bhaskar |
(તસવીર: કથા સ્થળની બહાર મોરારિ બાપુનું નામ લખેલો ગુબ્બારો)
_________________________________________________________________________________
The article displayed below is with the courtesy of Divya Bhaskar.
ગુરૂવાર, ૦૧-૦૧-૨૦૧૫
તમે 9 દિવસ આપો, હું તમને નવજીવન આપીશ: મોરારિ બાપુ
Divyakant Bhatt, Vadodara|Jan 01, 2015, 17:01PM IST
Read the article at its source link.
-વડોદરામાં માનસ કર્ણધાર રામકથાના છઠ્ઠા દિવસે પૂ.મોરારિ બાપુએ યુવાનોનો કોન અને કેવો હોય ? તે સમજાવ્યું
-હનુમાનજી યુવાનોના કર્ણધાર: આ દેશનો યુવાન બળવાન, બુદ્ધિમાન અને તેજસ્વી હોવો જોઇએ : પૂ.બાપુ
-દેશના વડીલોએ યુવાનોને અને દેશના નેતાઓએ સરહદ પર તૈનાત જવાનોને જુસ્સો પૂરો પાડવા બાપુનો અનુરોધ
-બાપુ્એ 2015 ના નવા વર્ષના પ્રારંભે શ્રોતાઓ અને શહેરીજનોને શુભેચ્છા પાઠવી
વડોદરા: વડોદરામાં માનસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત માનસ-કર્ણધાર રામકથાના છઠ્ઠા દિવસે પૂ.મોરારિ બાપુએ હનુમાનજીને યુવાનોના કર્ણધાર તરીકે વર્ણવી આ દેશનો યુવાન બળવાન, બુદ્ધિમાન અને તેજસ્વી હોવો જોઇએ તેમ જણાવ્યું હતું. બાપુએ વર્ષ-2015 ના નવા વર્ષના પ્રારંભે શ્રોતાઓ અને શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી.
વિશ્વના 7 વિવિધ ક્ષેત્રોનો કર્ણધાર કોણ અને કેવો હોવો જોઇએ તે વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને થઇ રહેલી માનસ-કર્ણધાર રામકથામાં ગુરુવારે પૂ.મોરારિ બાપુએ દેશના યુવાનોનો કર્ણધાર કોન અને તે કેવો હોવો જોઇએ ? તે અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. પૂ.બાપુએ રામચરિત માનસમાં તુલસીદાસ દ્વારા હનુમાનજીના ગુણોના કરાયેલા વર્ણનને ટાંકી જણાવ્યું હતું કે, યુવાનોનો કર્ણધાર પવનપુત્ર હનુમાનજી સિવાય બીજો કોઇ હોઇ શકે નહીં. આ દેશના યુવાનને હનુમાનજી જેવા કર્ણધારની જરૂર છે. જે યુવાનોને સાચી દિશા અને માર્ગદર્શન આપે.
તમે 9 દિવસ આપો, હું તમને નવજીવન આપીશ
પૂ.બાપુએ રામકથા-સત્સંગ માટે જીવનમાં વર્ષ દરમિયાન એકાદ રજા રાખવાનું જણાવી માંગ્યું હતું કે, તમે મને 9 દિવસ આપો. હું તમને કથાના માધ્યમથી નવજીવન આપીશ.
છઠ્ઠા દિવસની રામકથાના અંશો તથા મોરારિ બાપુના મુખેથી નિકળીલે આજની રત્નકણિકાઓ વાંચવાઓ ફોટો બદલતા જાવ.
યુવાનોને વિવિધ ક્ષેત્રમાં અવસર આપજો
પૂ.બાપુએ ટાંક્યું હતું કે, ભારત દેશ યુવાનોનો દેશ છે, આજે સૌથી વધુ સંખ્યા યુવાનોની છે,ત્યારે યુવાનીના ફાલને લણી લેવાને બદલે તેમાં સંસ્કારરૂપી પાણીનું સિંચન કરીને ભારતીય સંસ્કૃતિ-અસ્મિતાનો મબલખ પાક ઉતરે તેવું આયોજન જરૂરી છે. સાથેસાથે યુવાનોને ભેદબુદ્ધિ ઉત્પન્ન કરે તેવા સંગથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
બાપુ્એ જણાવ્યું હતું કે, યુવાનોને વિવિધ ક્ષેત્રમાં અવસર આપજો. આ દેશના યુવાનો માટે કથા કરવાની જરૂર નથી, જેને રસ છે તે દોડીને આવવાનો છે. આજના યુવાનો વ્યાસપીઠને અને મોરારિ બાપુને સન્માન આપે જ છે. કથાની જરૂર જ્ઞાનમાં વિઘ્નરૂપ ભેદબુદ્ધિવાળા, ભક્તિમાં વિઘ્નરૂપ સંદેહબુદ્ધિવાળા અને કર્મમાં વિઘ્નરૂપ લોભબુદ્ધિવાળાને છે.
જ્યારે શિક્ષક હતો ત્યારે 40 બાળકો સચવાતા નહોતા,
જ્યારે શિક્ષક હતો ત્યારે 40 બાળકો સચવાતા નહોતા
પૂ.બાપુએ રામચરિત માનસમાં તુલસીદાસ દ્વારા હનુમાનજીના વર્ણવાયેલા ગુણો બળવાન, બુ્દ્ધિમાન, તેજસ્વી-સુંદરતાનું વર્ણન કરીને યુવાનોને હનુમાનજી જેવા ગુણો કેળવી યુવાનીને દીપાવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે મલિન વિચારોને બાળી નાંખવા, ભૂતકાળને ભૂલી વર્તમાનમાં મળ્યું તે આપણું છે તેમ સમજી કથાનો રોકડો આનંદ મેળવવા જણાવ્યું હતું.
હજારો શ્રોતાઓ સાચવવા એ રામચરિત માનસનો જાદુ છે
પૂ.બાપુએ કહ્યું હતું કે, હું જ્યારે શિક્ષક હતો ત્યારે 40 બાળકો સચવાતા નહોતા. આજે હજારો શ્રોતાઓને વ્યાસપીઠ પરથી સંબોધું છું ત્યારે શાંતિ હોય છે. આ વ્યક્તિનો નહીં પણ રામચરિત માનસનો જાદુ છે.
31 ડિસેમ્બરથી ઉજવણી અંગે બાપુનો કટાક્ષ,
31 ડિસેમ્બરથી ઉજવણી અંગે બાપુનો કટાક્ષ
31 ડિસેમ્બરની ઉજવણી અંગે બાપુએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આપના સંસ્કારોને પકડીને બુધવારની રાત્રિ ઉજવી હશે એવી અપેક્ષા રાખું છું. બાપુએ ટાંક્યું હતું કે, નશો એવો હોય જે ઉતરે નહીં.
બાપુએ ફાઇન આર્ટસના વિદ્યાર્થીનું સન્માન કર્યું
કથા દરમિયાન બાપુએ વર્ણવેલા વેદના ધર્મના વૃષભનું ચિત્ર ફાઇન આર્ટસના વિદ્યાર્થી હાર્દિક પંચોલીએ તૈયાર કરી બાપુને ભેટ આપ્યું હતું. જેથી બાપુએ આજે ચાલુ કથામાં યુવકને આશીર્વાદ અને શાલ આપી સન્માન કર્યું હતું.
મોરારિ બાપુના મુખેથી નિકળેલી રત્નકણિકાઓ
રામકથા મારા માટે પ્રાણવાયું છે
બાપુએ કહ્યું હતું કે, વિશ્વનું હનુમાનતત્વ વિદાય ન લે તે માટે રામકથા જરૂરી છે. તેથી હું અને અન્ય વક્તાઓ રામકથા કરીએ છીએ. રામકથા છે તો હું જીવીશ. મારા માટે રામકથા પ્રાણવાયું છે.
મોરારિ બાપુના મુખેથી નિકળેલી રત્નકણિકાઓ
-દશરથની મહત્તા વિશ્વએ કબૂલવી રહી, કારણ કે તે બ્રહ્મનો બાપ છે.
-સાધુ અહંકારી કે અભિમાની નથી. મસ્તક ક્યાં અને કેટલો સમય રાખવો તેની તેને ખબર છે.
-દશરથ ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગનો સંગમ છે.
-મારા શ્રોતાઓ ડર્યા વગર કહી શકે એ વ્યાસપીઠની અસર છે
-પરમતત્વ આપણું હિત નહીં પરમહિત કરે છે
-આશક્ત ભાવ લઇને ભેદબુદ્ધિ કરવા જનારને મૂર્ચ્છા જ આવે
-ગીતામાં યોગ છે, રામચરિત માનસમાં પ્રયોગ છે.
-યુવાનોનું શોષણ ન થાય, પોષણ થાય
-પરણો નહીં ત્યાં સુધી દુ:ખનો અંત, પરણ્યા તે દિવસથી સુખનો અંત
-યુવાનોનો કર્ણધાર સત્ય-પ્રેમ-કરુણાનો ભક્ત હોવો જોઇએ
બાપુએ હરિધામ સોખડાથી પરત ફરતી વખતે રોડ પરના ઝુંપડામા ભોજન લીધુ
Read the article at its source link.
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
આ દાઢીવાળાઓનો દેશ છે એવા દાઢીવાળાઓનો કે જેણે કોઇ દી કોઇની દાઢીમા હાથ નાખવાની જરૃર ના હતી. આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ બધાને આદર આપતા શિખવે છે એટલે જ ઇશુનુ નવુ વર્ષ પણ આપણે આનંદથી ઉજવીએ છીએ.તેમ કહીને આજે મોરારીબાપુએ કથાનો પ્રારંભ કર્યો હતો. આજની કથામા બાપુએ વર્તમાન યુવા પેઢીનો કર્ણધાર કેવો હોવો જોઇએ તેની વ્યાખ્યા કરતા સમજાવ્યુ હતુ કે હનુમાનજી જેવા લક્ષ્ણો જેમનામા હોય તેવો કોઇ પ્રબુદ્ધ વ્યક્તિ યુવા પેઢીનો કર્ણધાર હોઇ શકે.
કર્ણધાર યુવાનોનુ શોષણ નહી પણ પોષણ કરે તેવો હોવો જોઇએ, જે યુવાનો નિષ્ક્રીય અને હતોત્સાહ થયા હોય તેને બળ પ્રદાન કરીને હતાશામાથી બહાર લાવે. હનુમાનજીની જેમ તેનામા અતુલીત બલધામા એટલે કે અત્યંત બળવાન હોવો જોઇએ. બળ એટલે કેવળ શારીરિક બળ નહી માનસીક બળ પણ હોવુ જોઇએ. કંચનવર્ણો હોવો જોઇએ. એટલે કે તેને કાટ ના લાગે તેવો હોવો જોઇએ જેને કાટ લાગેલો હોય તે બીજાને શુ સુધારી શકવાનો છે ? વળી, કર્ણધાર આસુરી વિચારોને બાળવા માટે અગ્નિ જેવો હોવો જોઇએ. મોટા ભાગના વાનરવેડા યુવાનીમા જ થાય છે માટે કર્ણધાર ચંચળવૃતિને નિયંત્રણ કરવાવાળો હોવો જોઇએ. અને આ બધા ગુણોની સાથે સત્ય પ્રેમ કરૃણાનો પુજારી હોવો જોઇએ. કોઇ હનુમંત તત્વ જ યુવા જગતનુ કર્ણધાર બની શકે છે.
બુધવારે કથામા બાપુએ વેદ આધારીત ધર્મ વૃષભનુ વર્ણન કર્યુ હતુ. બાપુએ કરેલા વર્ણનના આધારે છોટાઉદેપુરના યુવા ચિત્રકાર હાર્દિક પંચોલી આજે ચાર શિંગડા, બે માથા, સાત હાથ અને ત્રણ તરફથી બંધાયેલા ધર્મ વૃષભનુ ચિત્ર તૈયાર કરીને લાવ્યો હતો. બાપુએ તેને સ્ટેજ પર બોલાવી સન્માન કર્યુ હતું.
ઉલ્લેખનિય છે કે મોરારી બાપુ આજે હરિધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવમા ગયા હતાં ત્યાંથી પરત ફરતી વખતે સાંજે સેવાસી નજીક રોડ પરના એક ઝુંપડા પાસે અચાનક ગાડી ઉબી રખાવી હતી અને ઝુપડામા જઇને બાપુએ ભોજનની ભીક્ષા માંગી હતી અને આદિવાસી પરિવારે પીરશેલ રોટલી, ચા અને મરચાનુ ભોજન બાપુએ આરોગ્યુ હતું.
_________________________________________________________________________________
શુક્રવાર, ૦૨-૦૧-૨૦૧૫
The article is displayed here with the courtesy of Divya bahskar.
'પ્રેમમાં રહેલી તલ્લીનતા બ્રહ્મમાં રહેલી તલ્લીનતા કરતાં પણ ઊંચી'
Divyakant Bhatt,
Read the article at its source link.
-કોઇપણ હિંસા સારી નથી, પ્રેમ હિંસા પણ નહીં કરવા બાપુનો અનુરોધ
-તુલસીજીએ વાલ્મિકીજી અને હનુમાનજીને વિજ્ઞાન વિશારદ કહ્યા છે
-યુવાનોને ખૂબ ભણવા-આગળ વધવા શીખ સાથે કુસંગથી દૂર રહેવા બાપુની અપીલ
વડોદરા: વડોદરામાં ચિત્રકૂટધામ ખાતે આયોજિત માનસ-કર્ણધાર રામકથાના 7 મા દિવસે પૂ.મોરારિ બાપુએ નફરત, ઇર્ષ્યા, વેર, નિંદાને ભૂલવાનું જણાવી 21મી સદીમાં જગતને સૂરીલું બનાવવા માટે શસ્ત્રોની નહીં પણ વાદ્યો(સંગીત-સંગીતના સાધનો)ની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. જગતમાં કોઇપણ હિંસા સારી નથી, શ્રેષ્ઠ ધર્મ અહિંસા છે તેમ ટાંકી પ્રેમ હિંસા પણ નહીં કરવા અનુરોધ કર્યો હતો. બાપુએ યુવાનોને ખૂબ ભણવા-આગળ વધવાની શીખ આપી કુસંગથી દૂર રહેવા હ્રદયપૂર્વક અપીલ કરી હતી.
જગતના 7 વિવિધ ક્ષેત્રોના કર્ણધાર કોન અને કેવા હોવા જોઇએ ? તે અંગે રામચરિત માનસના આધારે સાત્વિક-તાત્વિક ચર્ચા કરતાં પૂ.મોરારિ બાપુએ શુક્રવારે જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રનો કર્ણધાર કોણ હોઇ શકે? તે અંગેનું દર્શન કરાવ્યું હતું. પૂ.બાપુએ જણાવ્યું હતું કે, વાલ્મિકીજી સાચા અર્થમાં જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રના કર્ણધાર હોઇ શકે છે.
મોરારિબાપુના મુખેથી નિકળેલી આજની રત્નકણિકાઓ
-રામકથા જ્ઞાનયજ્ઞ નથી પ્રેમ યજ્ઞ છે.
-પ્રેમમાં રહેલી તલ્લીનતા એ બ્રહ્મમાં રહેલી તલ્લીનતા કરતાં પણ ઊંચી છે.
-ભાવદશા સ્વયં શિસ્તનું નિર્માણ કરે છે.
-બધા સફળ થાય તે જરૂરી નથી, અસફળતાની સાથે જીવવાનું શીખી લો
-ઇશ્વરની શરણાગતિ સિવાય છુટકો નથી..એ પછી તીર હોય કે વીર હોય
-વ્યથા ત્રણ પ્રકારની છે, દ્રઢ વ્યથા, શોક વ્યથા અને કૃત વ્યથા
-જગતમાં માણસો ચાર પ્રકારે બોલે- આવેશમાં, આક્રોશમાં, આવેગમાં અને આદેશમાં
-વૈજ્ઞાનિક ક્યારેય બીજા વૈજ્ઞાનિકના સિદ્ધાંતની નિંદા કે ટીકા ન કરે
-ક્યારેક છેલ્લો માણસ જ કામ કરી જતો હોય છે.
વડોદરા ખાતે ચાલી રહેલ મોરારિ બાપુની રામકથાના સાતમાં દિવસના અંશો વાંચવા ફોટો બદલતા જાવ.
વિશ્વને સંવેદનાયુક્ત અને જ્ઞાની વૈજ્ઞાનિકની જરૂરિયાત
રામચરિત માનસમાં તુલસીજીએ વાલ્મિકીજી અને હનુમાનજી બંનેને વિજ્ઞાન વિશારદ કહ્યા છે તેમ ટાંકી બંને વિશુદ્ધ વૈજ્ઞાનિક હોવાનું પૂ.બાપુએ વર્ણવી વિશ્વને સંવેદનાયુક્ત અને જ્ઞાની વૈજ્ઞાનિકની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. વાલ્મિકીજીના મૂળમાં સંવેદના હતી એટલે તે રત્નાકર વાલ્મિકી બન્યા એટલું જ નહીં મરા શબ્દ બોલતાં બોલતાં રામ શબ્દ બોલતા થયા તે તેમનું વૈજ્ઞાનિક તત્વ છે તેમ બાપુએ સ્પષ્ટ કર્યું હતું.
પૂ.બાપુએ વર્ણવ્યું હતું કે, ઊર્જાને વૈજ્ઞાનિક જ રાખી શકે એટલે રામ-લક્ષ્મણ-જાનકીરૂપ અદભૂત ઊર્જાના આ સંગમને રહેવાનું ઠેકાણું વાલ્મિકીજીના આશ્રમમાં થયું. વાલ્મિકીજીએ સીતાને આશરો આપવા ઉપરાંત સુરક્ષા અને સંવર્ધન પણ કર્યું હતું. સાથેસાથે લવ-કુશના જન્મ બાદ લવ-કુશની શૂરતાને સૂર અને કલામાં પરિવર્તિત કરી હતી. એટલે વાલ્મિકીજી સાચા અર્થમાં કર્ણધાર છે.
મુસ્લિમ બિરાદરોએ મોરારિ બાપુનું સ્વાગત કર્યું
મુસ્લિમ બિરાદરોએ મોરારિ બાપુનું સ્વાગત કર્યું
વાલ્મિકીજીએ જે રીતે લવ-કુશને શસ્ત્રોના બદલે વાદ્યો આપી રામ દરબારમાં મોકલ્યા હતા તે ઘટનાનું વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરી પૂ.બાપુએ 21 મી સદીમાં જગત સૂરીલું બનાવી શકાય તે માટે હથિયારોની નહીં પણ વાદ્યોની જરૂર છે.
રામકથામાં ખાનકાહે-રિફાઇના કમાલુદ્દીન રિફાઇ સાહેબ સહિત મુસ્લિમ બિરાદરોએ પૂ.બાપુનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. બાપુએ તેમનું શાલ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
ઇસરોમાં પણ સુંદરકાંડનો પાઠ થાય છે,
ઇસરોમાં પણ સુંદરકાંડનો પાઠ થાય છે
પૂ.બાપુએ વિજ્ઞાન ક્ષેત્રનો કર્ણધાર કોણ ? તેની છણાવટ કરતી વેળાએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં તુલસીજીએ હનુમાનજીને વિજ્ઞાન વિશારદ તરીકે વર્ણવ્યા છે. સાથેસાથે ઉલ્લેખ કર્યો હતો કે, હનુમાનજીની સાધના હેતુ ઇસરોમાં પણ વૈજ્ઞાનિકો ભેગા થઇ સુંદરકાંડનો પાઠ કરે છે.
તિરસ્કૃત સમાજને સન્માન આપવા અનુરોધ
બાપુએ દેશમાં કેટલાક સમાજના સમુદાયને દૂર રાખવામાં આવે છે તે વાતનો ઉલ્લેખ કરી ટાંક્યું હતું કે, કેટલાક લોકોને છેલ્લે રાખવાની પરંપરાએ હિન્દુ ધર્મનું નુકશાન કર્યું છે. બાપુએ તિરસ્કૃત સમાજને સન્માન આપવાનો અનુરોધ કર્યો હતો.
બધા ભેગા મળી હિન્દુસ્તાનને સુંદર બનાવીએ,
14 વર્ષે આવો છો ને 9 દિવસમાં પૂરું કરો તે કેમ ચાલે ?
રામકથા પ્રત્યે લગાવ ધરાવતા કેટલાક યુવાનોએ બાપુને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે, બાપુ એક તો તમે 14 વર્ષે વડોદરા આવ્યા છો અને માત્ર 9 દિવસમાં બધુ પૂરું કરો તે ક્યાંનો ન્યાય ? આવું કેવી રીતે ચાલે ? બાપુએ આ ચિઠ્ઠીનો ઉલ્લેખ કરતાં શ્રોતાઓએ તાળીઓ પાડી યુવાનોની વાતને વધાવી લીધી હતી.
બધા ભેગા મળી હિન્દુસ્તાનને સુંદર બનાવીએ
રામકથામાં આવેલા કમાલુદ્દીન રિફાઇ સાહેબ તેમજ મુસ્લિમ બિરાદરોને જોઇ બોલી ઉઠ્યા હતા કે, હેત તો હેતુ વગર જ થઇ શકે. હેત છે..ત્યાં દરવાજા નથી, હેતુ છે ત્યાં દિવાલો છે..આવો બાપ બધા ભેગા મળી હિન્દુસ્તાનને સુંદર બનાવીએ.
શ્રીકૃષ્ણ-બલભદ્રની અંતિમ ઘડીનું વર્ણન કરતાં બાપુ રડ્યા,
બાપુએ બ્રહ્મલીન પૂ.ડોંગરેજી મહારાજને યાદ કર્યા
પૂ.મોરારિબાપુએ પ્રસિદ્ધ ભાગવત કથાકાર બ્રહ્મલીન પૂ.ડોંગરેજી મહારાજને યાદ કર્યા હતા. બાપુએ ટાંક્યું હતું કે, ડોંગરે બાપા શુકદેવજી સાવધાન બોલતા ત્યારે મંડપમાં સોપો પડી જતો હતો. ભજનાનંદીની જીભ નથી બોલતી તેનું તપ-જાપ બોલે છે.
શ્રીકૃષ્ણ-બલભદ્રની અંતિમ ઘડીનું વર્ણન કરતાં બાપુ રડ્યા.
શ્રીકૃષ્ણ અને બલભદ્રે અંતિમ ક્ષણોમાં ભગવાન સોમનાથનો અભિષેક કર્યો તે કથાનું ગાન કરતાં પૂ.બાપુ રડી પડ્યા હતા. બાપુ્એ ટાંક્યું હતું કે, ઇશ્વર જાય એ કથા કહેવાનો જીવ નથી ચાલતો.
_________________________________________________________________________________
The following article is displayed here with the courtesy of Gujarat Samachar.
વાલ્મીકીજી અને હનુમાનજી વિજ્ઞાાન જગતના કર્ણધાર છે
Read the article at its source link.
ભગવાન રામ રૃપી ઉર્જાનો સંગ્રહ ક્યા કરવો તે જાણતા હતા એટલે
વિજ્ઞાાન પ્રયોગાત્મક છે એટલે તે સિદ્ધ થઇને રહે છે માટે એક વૈજ્ઞાાનિક બીજા વૈજ્ઞાાનિકની ટીકા કરતો નહી જણાય
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
રામકથામા આજે મોરારીબાપુએ વિજ્ઞાાન જગતનો કર્ણધાર કેવો હોવો જોઇએ તે અંગે સંવાદ કર્યો હતો અને કહ્યુ હતુ કે વિજ્ઞાાનમા પ્રયોગ છે એટલે તેનુ પરિણામ મળે છે. ગોસ્વામી તુલસીદાસજીએ વાલ્મીકીજી અને હનુમાનજીને વિજ્ઞાાન વિશારદ કહ્યા છે. આ બન્ને વિશુદ્ધ વૈજ્ઞાાનિક છે માટે જ્ઞાાન અને વિજ્ઞાાન જગતનો કર્ણધાર વાલ્મીકીજી અને હનુમાનજી જેવો હોવો જોઇએ.
બાપુએ કહ્યુ હતુ કે વૈજ્ઞાાનિક માત્ર જ્ઞાાની હોય તે ના ચાલે તે સંવેદનશીલ પણ હોવો જોઇએ. જેમ વાલ્મીકીજી 'મરા' શબ્દ બોલતા બોલતા 'રામ' બોલતા થયા તે તેમનુ વૈજ્ઞાાનિક તત્વ છે.
તેમના મુળમા સંવેદના છે. ભગવાન રામ, સિતા અને લક્ષ્મણજી વનમા જાય છે ત્યારે તેમને જંગલમા નિવાસ ક્યાં કરવો તે સ્થળ વાલ્મીકીજી બતાવે છે. અખિલ બ્રહ્માંડની આ ઉર્જાનો ક્યા સંગ્રહ કરવો તે વાલ્મીકીજી જાણતા હતા એટલે તે વૈજ્ઞાાનિક છે જ્યારે રાવણ મા સિતાજીનુ હરણ કરી ગયો ત્યારે હનુમાનજી તેમને શોધી લાવ્યા હતા.
ઉર્જા જ્યારે ચોરાઇ જાય ત્યારે તેને ક્યાથી શોધી લાવવી તે હનુમાનજી જાણતા હતા એટલે તેઓ પણ વૈજ્ઞાાનિક છે.
વિજ્ઞાાન પ્રયોગાત્મક છે એટલે એક વૈજ્ઞાાનિક બીજા વૈજ્ઞાાનિકની નિંદા નહી કરે. કેમ કે આ તો પ્રયોગ છે સિદ્ધ થઇને રહે છે. વૈજ્ઞાાનિક પોતાનો મત સિદ્ધ કરશે પણ બીજાના મતનુ ખંડન નહી કરે. તે રીતે જ બધા ધર્મ ભિન્ન હોઇ શકે પણ એક બીજાને નિમ્ન ગણે તે પાપ છે.
મોરારીબાપુએ સેન્ટ્રલ જેલમાં જઈ કેદીઓને આશિર્વચન આપ્યા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
મોરારીબાપુ આજે શહેરની સેન્ટ્રલ જેલના અધિક્ષકના ખાસ આગ્રહને માન આપીને આજે સાંજે જેલમાં મુલાકાતે ગયા હતા. આશરે પંદર મીનીટ સુધી જેલમાં રોકાયેલા બાપુએ સાંજે જેલના કેદીઓ માટે બનાવેલું ભોજનનો સ્વાદ માનવાની સામે ચાલીને ઈચ્છા વ્યક્ત કરતાં જેલ સ્ટાફ અને કેદીઓ ભાવવિભોર થયા હતા. બાપુએ કેદીઓનું ભોજન પેક કરાવી તે ઠાકોરજીને ધરાવીને ગ્રહન કરવા માટે પોતાની સાથે લઈ ગયા હતા.
ઠાકોરજીની ધરાવીને જ ભોજન ગ્રહન કરતા હોઈ બાપુ કેદીઓનું ભોજન પેક કરાવીને સાથે લઈ ગયા
શહેરીજનોને રામકથાનું શ્રવણ કરાવી રહેલાં જાણીતા કથાકાર મોરારીબાપુને શહેરની સેન્ટ્રલ જેલના અધિક્ષક સંગાડાએ જેલના કેદીઓને આર્શિવચન આપવા જેલમાં પધારવા વિનંતી કરી હતી. તેમની વિનંતીને માન આપીને બાપુ આજે સાંજે પાંચ વાગે સેન્ટ્રલ જેલમાં ગયા હતા. બાપુ જેલમાં આવવાની જાણ થતાં જ જેલ સ્ટાફ તેમજ કેદીઓએ બપોરથી જ તેમના સ્વાગતની તડામાર તૈયારીમાં લાગ્યા હતા.
સાંજે પાચ વાગ મોરારીબાપુ કાફલા સાથે જેલ પર આવતાં તેમને સીધા જેલની અંદરના ભાગે બનાવાયેલા મંચ પર લઈ જવાયા હતા. જેલમાં બાપુએ કેદીઓને શીખ આપતા જણાવ્યું હતું કે તમે પણ સારૃ કરી શકો છો માટે તમારે સારુ કરવાની ભાવના જાગૃત કરવાની જરૃર છે. ગુના ઘણા બધા કરે છે પરંતું તમે પકડાયા એટલે જેલમાં છો.
ટુંકા પ્રવચન બાદ બાપુને જેલમાં કેદીઓ માટે સાંજનું જમવાનું તૈયાર હોવાની જાણ થતાં તેમણે મંચ પરથી જ તે કેદીઓનું ભોજન ખાવાની ઈચ્છા વ્યક્ત કરતાં જેલઅધિકારીઓ તેમજ કેદીઓ ભાવવિભોર થયા હતા. બાપુએ હું ઠાકોરજીને ધરાવીને તમારુ ભોજન ગ્રહન કરીશ તેમ કહી કેદીઓનું ભોજન પેક કરાવીને પોતાની સાથે લીધું હતુ.
બાપુએ જો જેલ સત્તાધીશો મંજુરી આપે તો કથા સ્થળે બનતી પ્રસાદી શનિવારે તમામ કેદીઓ માટે મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
_________________________________________________________________________________
શનિવાર, ૦૩-૦૧-૨૦૧૫
The article and image displayed below are with the courtesy of Divya Bhaskar.
મા બનીને રહેતી દીકરીની વિદાય બાપને ધ્રુજાવી દે તેમ કહી પૂ.બાપુ રડ્યા
Read the article at its source link.
(કથા દરમિયાન દીકરીની વાત આવતા જ બાપુ ભાવુક થઇ ગયા હતા અને તેમાં પણ કન્યા વિદાયનો પ્રસંગ આવતા તેઓ ભારે ભાવુક થયા હતા)
-ઘરમાં દીકરી બાપની મા બનીને રહે છે : પૂ.બાપુ
-મા બનીને રહેતી દીકરીની વિદાય બાપને ધ્રુજાવી દે છે તેમ કહી પૂ.બાપુ ચોધાર આંસુએ રડ્યા અને શ્રોતાઓની આંખો છલકાઇ
-સદ્ગુરુરૂપી કર્ણધાર મળી જાય તો તમામ ક્ષેત્રના કર્ણધારની પૂર્તિ કરી દે છે : જેના વચન પર વિશ્વાસ જાગે તેવા સદ્ગુરુ જોઇએ
-પ્રેમહિંસા પણ નહીં કરવા બાપુનો અનુરોધ
વડોદરા: વિશ્વનાં 7 ક્ષેત્રોના કર્ણધાર કોણ ? અને કેવા હોવા જોઇએ તે વિષયને કેન્દ્રને રાખીને વડોદરામાં માનસ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત માનસ-કર્ણધાર રામકથામાં પૂ.મોરારિ બાપુએ આધ્યાત્મિક ક્ષેત્રના કર્ણધાર તરીકે સદ્ગુરુને લેખાવી સદ્ગુરુરૂપી કર્ણધાર મળી જાય તો તમામ ક્ષેત્રના કર્ણધારની પૂર્તિ કરી દે છે તેમ જણાવ્યું હતું. આઠમા દિવસની કથામાં રામ-સીતાના વિવાહ બાદ સીતાને વિદાય કરતી વેળા મહારાજા જનકની થયેલી હાલતનું વર્ણન કરતાં પૂ.બાપુએ ટાંક્યું હતું કે, ઘરમાં દીકરી બાપની મા બનીને રહેતી હોવાથી દીકરીની વિદાય બાપને ધ્રુજાવી દે છે.
સીતા વિદાયનું વર્ણન કરતી વેળા બાપુ ચોધાર આંસુએ રડતાં શ્રોતાઓની આંખો પણ છલકાઇ હતી.પૂ.બાપુએ જનકપુરમાંથી સીતા સહિત ચારે બહેનોએ તેમને વિદાય આપતી વેળા પિતા જનક મહારાજની દશાને જોઇ માતા સુનૈયનાને પિતાજી વૃદ્ધ થયા હોઇ તેમનો ખ્યાલ રાખવાનું કહેતી હતી. આ દૃશ્યનું વર્ણન કરતાં બાપુએ જણાવ્યું હતું કે, દીકરી બાપના ઘરે હોય છે ત્યાં સુધી બાપની મા થઇને રહેતી હોય છે. એટલું જ નહીં, બાપની કાળજી માની જેમ લેતી હોય છે. એટલે દીકરી જ્યારે લગ્ન કરીને વિદાય લે છે ત્યારે મહારાજા જનક જ નહીં દુનિયાનો કોઇપણ બાપ ઢીલો થઇ જાય છે. આ વર્ણન કરતાં બાપુ આંખમાં આંસુ સાથે ગદ્ગદિત બન્યા હતા.
8 મા દિવસની રામકથામાં પૂ.બાપુએ સાચા સદ્ગુરુનું શરણું મળે તો જ્ઞાન મળે-જ્ઞાનમાં ભ્રમિત ન કરે, શુભ તત્વ ગ્રહણ થાય, શિષ્યની વૃત્તિને દીક્ષિત કરે-રૂડો વૈરાગ્ય શીખવે અને આપણામાં
રહેલા ભ્રમ-સંદેહ-સંશયને દૂર કરી દે. જેના વચન ઉપર આપણને વિશ્વાસ જાગે અને ગુરુને એમ લાગે કે મારું વચન પાળશે તે પછી તે સંયમ શીખવે છે. પૂ.બાપુએ ટાંક્યું હતું કે, રામ વગરનું જ્ઞાન અને કર્ણધાર વગરનું જહાજ શોભતું નથી તેમ સદ્ગુરુ વગરનું જીવન પણ નિરર્થક છે.
વાંચો આગળ, શિક્ષણ સંસ્થાઓ ફી ભલે વધારે લે, વિદ્યાર્થીઓને ફ્રી રાખે, માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાને બાપુએ યાદ કર્યા , અધ્યાત્મ જગતના ક્રિકેટમાં બોલિંગ નહીં બેટિંગ કરો..
-શિક્ષણ સંસ્થાઓ ફી ભલે વધારે લે, વિદ્યાર્થીઓને ફ્રી રાખે
પૂ.બાપુએ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી શિક્ષણસંસ્થાઓમાં વસૂલાતી અધધધ ફી અંગે કટાક્ષ કરી ઝાટકણી કાઢી હતી. બાપુએ કહ્યું હતું કે, ફી ભલે વધારે લો પણ વિદ્યાર્થીઓને ફ્રી-મુક્ત રાખવા જોઇએ.
-માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાને બાપુએ યાદ કર્યા
પૂ.બાપુએ કથા દરમિયાન રજૂ થતા સંગીતના જુદાજુદા રાગમાં લીન બન્યા બાદ કહ્યું હતું કે, વડોદરાના શ્રોતાઓને રાગની ખબર પડતી હશે, કારણ કે આ તો સંગીતપ્રેમીઓની નગરી છે. અહીંના માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની માણકલા મને ખૂબ ગમે છે.
-અધ્યાત્મ જગતના ક્રિકેટમાં બોલિંગ નહીં બેટિંગ કરો
પૂ.બાપુએ અધ્યાત્મજગતના ક્રિકેટમાં બોલિંગ નહીં પણ બેટિંગ કરવાનું જણાવતાં કહ્યું હતું કે, ઇશ્વરે આપેલા અધ્યાત્મ-સત્સંગરૂપી બેટથી નિંદા-અહંકાર જેવા દુર્ગુણોરૂપી બોલને સિકસર
મારી દો..અમ્પાયર મારો હનુમાનજી છે, તે તમને કોઇ દી` આઉટ નહીં કરે.
વાંચો આગળ, રામકથા કરવા માટે ડિગ્રીની નહીં પણ દિલની જરૂર , રામકથાની રત્નકણિકા..
(રામકથા દરમિયાનની નવલખી ગ્રાઉન્ડ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું)
-રામકથા કરવા માટે ડિગ્રીની નહીં પણ દિલની જરૂર
રામકથા કરવા માટે ડિગ્રીની નહીં પણ દિલની જરૂર હોવાનું બાપુએ ટાંક્યું હતું. પૂજ્ય બાપુએ આજે પ્રવર્તમાન શિક્ષણ પ્રથા પર માર્મિક કટાક્ષો કર્યા હતાં. બાપુના માર્મિક કટાક્ષોથી કથા મંડપમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બાપુએ પ્રવર્તમાન શિક્ષણ પ્રથા વિશે કહ્યું હતું કે, ડિગ્રી તો આજકાલ વેચાતી મળે છે, શિક્ષણસંસ્થાઓએ આ અંગે બહુ વિકાસ કર્યો, હવે અટકી જાય
તો સારું છે.
-રામકથાની રત્નકણિકા
મન વિચારોનું કારખાનું છે, વિચારશુદ્ધિ જરૂરી છે.
રામચરિત માનસમાં યુગધર્મોનું વર્ણન કરાયું છે.
કોઇનામાં દોષ જોઇ રોષ કરો તો ક્ષમ્ય છે, રોષને કારણે દોષ જુઓ તો અક્ષમ્ય છે.
શાસ્ત્રો ફાંકો ન લેવા દે, ફાંકો લેવા ગયા તે દિવસે ભુક્કા કાઢી નાખે.
સંશય પોતાનામાં થાય, ભ્રમ બીજાનામાં થાય.
ઇશ્વર પ્રત્યે વિશેષ રાગ પ્રગટે તે વૈરાગ્ય છે.
વડીલોને આદર આપવાથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળ મળે છે.
સદ્ગુરુ-બુદ્ધપુરુષ ક્યારેય ન માગે, માગે તે દિવસે આનંદોત્સવ મનાવજો.
જીવનમાં માગીને લઇએ તો કદ ઘટે જ છે.
વહુ સાસુને સવારે પગે લાગે તો અડધા કજિયા ઓછા થઇ જાય.
ભજન નબળાં પડ્યાં એટલે ઉઘરાણાં વધ્યાં.
સંતો નાટક-ત્રાટક ન કરે તે તો તમારા જીવનમાં ફાટક બનીને તમને બચાવે.
Read the article at its source link.
(કથા દરમિયાન દીકરીની વાત આવતા જ બાપુ ભાવુક થઇ ગયા હતા અને તેમાં પણ કન્યા વિદાયનો પ્રસંગ આવતા તેઓ ભારે ભાવુક થયા હતા)
-ઘરમાં દીકરી બાપની મા બનીને રહે છે : પૂ.બાપુ
-મા બનીને રહેતી દીકરીની વિદાય બાપને ધ્રુજાવી દે છે તેમ કહી પૂ.બાપુ ચોધાર આંસુએ રડ્યા અને શ્રોતાઓની આંખો છલકાઇ
-સદ્ગુરુરૂપી કર્ણધાર મળી જાય તો તમામ ક્ષેત્રના કર્ણધારની પૂર્તિ કરી દે છે : જેના વચન પર વિશ્વાસ જાગે તેવા સદ્ગુરુ જોઇએ
-પ્રેમહિંસા પણ નહીં કરવા બાપુનો અનુરોધ
વડોદરા: વિશ્વનાં 7 ક્ષેત્રોના કર્ણધાર કોણ ? અને કેવા હોવા જોઇએ તે વિષયને કેન્દ્રને રાખીને વડોદરામાં માનસ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત માનસ-કર્ણધાર રામકથામાં પૂ.મોરારિ બાપુએ આધ્યાત્મિક ક્ષેત્રના કર્ણધાર તરીકે સદ્ગુરુને લેખાવી સદ્ગુરુરૂપી કર્ણધાર મળી જાય તો તમામ ક્ષેત્રના કર્ણધારની પૂર્તિ કરી દે છે તેમ જણાવ્યું હતું. આઠમા દિવસની કથામાં રામ-સીતાના વિવાહ બાદ સીતાને વિદાય કરતી વેળા મહારાજા જનકની થયેલી હાલતનું વર્ણન કરતાં પૂ.બાપુએ ટાંક્યું હતું કે, ઘરમાં દીકરી બાપની મા બનીને રહેતી હોવાથી દીકરીની વિદાય બાપને ધ્રુજાવી દે છે.
સીતા વિદાયનું વર્ણન કરતી વેળા બાપુ ચોધાર આંસુએ રડતાં શ્રોતાઓની આંખો પણ છલકાઇ હતી.પૂ.બાપુએ જનકપુરમાંથી સીતા સહિત ચારે બહેનોએ તેમને વિદાય આપતી વેળા પિતા જનક મહારાજની દશાને જોઇ માતા સુનૈયનાને પિતાજી વૃદ્ધ થયા હોઇ તેમનો ખ્યાલ રાખવાનું કહેતી હતી. આ દૃશ્યનું વર્ણન કરતાં બાપુએ જણાવ્યું હતું કે, દીકરી બાપના ઘરે હોય છે ત્યાં સુધી બાપની મા થઇને રહેતી હોય છે. એટલું જ નહીં, બાપની કાળજી માની જેમ લેતી હોય છે. એટલે દીકરી જ્યારે લગ્ન કરીને વિદાય લે છે ત્યારે મહારાજા જનક જ નહીં દુનિયાનો કોઇપણ બાપ ઢીલો થઇ જાય છે. આ વર્ણન કરતાં બાપુ આંખમાં આંસુ સાથે ગદ્ગદિત બન્યા હતા.
8 મા દિવસની રામકથામાં પૂ.બાપુએ સાચા સદ્ગુરુનું શરણું મળે તો જ્ઞાન મળે-જ્ઞાનમાં ભ્રમિત ન કરે, શુભ તત્વ ગ્રહણ થાય, શિષ્યની વૃત્તિને દીક્ષિત કરે-રૂડો વૈરાગ્ય શીખવે અને આપણામાં
રહેલા ભ્રમ-સંદેહ-સંશયને દૂર કરી દે. જેના વચન ઉપર આપણને વિશ્વાસ જાગે અને ગુરુને એમ લાગે કે મારું વચન પાળશે તે પછી તે સંયમ શીખવે છે. પૂ.બાપુએ ટાંક્યું હતું કે, રામ વગરનું જ્ઞાન અને કર્ણધાર વગરનું જહાજ શોભતું નથી તેમ સદ્ગુરુ વગરનું જીવન પણ નિરર્થક છે.
વાંચો આગળ, શિક્ષણ સંસ્થાઓ ફી ભલે વધારે લે, વિદ્યાર્થીઓને ફ્રી રાખે, માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાને બાપુએ યાદ કર્યા , અધ્યાત્મ જગતના ક્રિકેટમાં બોલિંગ નહીં બેટિંગ કરો..
-શિક્ષણ સંસ્થાઓ ફી ભલે વધારે લે, વિદ્યાર્થીઓને ફ્રી રાખે
પૂ.બાપુએ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી શિક્ષણસંસ્થાઓમાં વસૂલાતી અધધધ ફી અંગે કટાક્ષ કરી ઝાટકણી કાઢી હતી. બાપુએ કહ્યું હતું કે, ફી ભલે વધારે લો પણ વિદ્યાર્થીઓને ફ્રી-મુક્ત રાખવા જોઇએ.
-માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાને બાપુએ યાદ કર્યા
પૂ.બાપુએ કથા દરમિયાન રજૂ થતા સંગીતના જુદાજુદા રાગમાં લીન બન્યા બાદ કહ્યું હતું કે, વડોદરાના શ્રોતાઓને રાગની ખબર પડતી હશે, કારણ કે આ તો સંગીતપ્રેમીઓની નગરી છે. અહીંના માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની માણકલા મને ખૂબ ગમે છે.
-અધ્યાત્મ જગતના ક્રિકેટમાં બોલિંગ નહીં બેટિંગ કરો
પૂ.બાપુએ અધ્યાત્મજગતના ક્રિકેટમાં બોલિંગ નહીં પણ બેટિંગ કરવાનું જણાવતાં કહ્યું હતું કે, ઇશ્વરે આપેલા અધ્યાત્મ-સત્સંગરૂપી બેટથી નિંદા-અહંકાર જેવા દુર્ગુણોરૂપી બોલને સિકસર
મારી દો..અમ્પાયર મારો હનુમાનજી છે, તે તમને કોઇ દી` આઉટ નહીં કરે.
વાંચો આગળ, રામકથા કરવા માટે ડિગ્રીની નહીં પણ દિલની જરૂર , રામકથાની રત્નકણિકા..
Courtesy : Divya Bhaskar |
(રામકથા દરમિયાનની નવલખી ગ્રાઉન્ડ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું)
-રામકથા કરવા માટે ડિગ્રીની નહીં પણ દિલની જરૂર
રામકથા કરવા માટે ડિગ્રીની નહીં પણ દિલની જરૂર હોવાનું બાપુએ ટાંક્યું હતું. પૂજ્ય બાપુએ આજે પ્રવર્તમાન શિક્ષણ પ્રથા પર માર્મિક કટાક્ષો કર્યા હતાં. બાપુના માર્મિક કટાક્ષોથી કથા મંડપમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બાપુએ પ્રવર્તમાન શિક્ષણ પ્રથા વિશે કહ્યું હતું કે, ડિગ્રી તો આજકાલ વેચાતી મળે છે, શિક્ષણસંસ્થાઓએ આ અંગે બહુ વિકાસ કર્યો, હવે અટકી જાય
તો સારું છે.
-રામકથાની રત્નકણિકા
મન વિચારોનું કારખાનું છે, વિચારશુદ્ધિ જરૂરી છે.
રામચરિત માનસમાં યુગધર્મોનું વર્ણન કરાયું છે.
કોઇનામાં દોષ જોઇ રોષ કરો તો ક્ષમ્ય છે, રોષને કારણે દોષ જુઓ તો અક્ષમ્ય છે.
શાસ્ત્રો ફાંકો ન લેવા દે, ફાંકો લેવા ગયા તે દિવસે ભુક્કા કાઢી નાખે.
સંશય પોતાનામાં થાય, ભ્રમ બીજાનામાં થાય.
ઇશ્વર પ્રત્યે વિશેષ રાગ પ્રગટે તે વૈરાગ્ય છે.
વડીલોને આદર આપવાથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળ મળે છે.
સદ્ગુરુ-બુદ્ધપુરુષ ક્યારેય ન માગે, માગે તે દિવસે આનંદોત્સવ મનાવજો.
જીવનમાં માગીને લઇએ તો કદ ઘટે જ છે.
વહુ સાસુને સવારે પગે લાગે તો અડધા કજિયા ઓછા થઇ જાય.
ભજન નબળાં પડ્યાં એટલે ઉઘરાણાં વધ્યાં.
સંતો નાટક-ત્રાટક ન કરે તે તો તમારા જીવનમાં ફાટક બનીને તમને બચાવે.
રવિવાર, ૦૪-૦૧-૨૦૧૫
The following text is displayed here with the courtesy of Divya Bhaskar.
ચામડું અપવિત્ર હોય તો, નગારું 24 કલાક મંદિરમાં ન રહે: મોરારિ બાપુ
Divyakant Bhatt,
Read the article at its source link.
-પ્રેમ, નીતિ અને પ્રમાણિકતાથી જીવી લેવું એ જ મોક્ષ છે : પૂ.બાપુ
-જીવનમાં શુભ વિચારનું પાલન કરવા રાહ ન જુઓ તરત અમલ કરો: પૂ.મોરારિ બાપુ
-પૂ. મોરારિબાપુની માનસ-કર્ણધાર રામકથાના અંતિમ દિવસે 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
-રામકથાના અભૂતપૂર્વ સફળ આયોજન માટે આયોજક પ્રત્યે બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી
વડોદરા: માનસ-કર્ણધાર રામકથાના રવિવારે અંતિમ અને 9 મા દિવસે 3 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટતાં ચિત્રકૂટધામમાં હરિદ્ધારના કુંભમેળા જેવો માહોલ સર્જાયો હતો. કથાના અંતિમ દિવસે પૂ.બાપુએ જણાવ્યું હતું કે, મોક્ષ જેવું કંઇ છે જ નહીં..અહીંયા તમે પ્રેમ, નીતિ અને પ્રમાણિકતાથી જીવો એ જ મોક્ષ છે. કથાની પૂર્ણાહુતિ વેળા પૂ.બાપુએ ભાવવાહી શૈલીમાં વડોદરામાં 14 વર્ષ પછી રામકથા ગાવાના મળેલા અવસરને તેમજ કથાના સફળ આયોજન માટે આયોજક રાજેશ દોશી અને દોશી પરિવાર પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરતાં શ્રોતાઓ ગદગદીત બન્યા હતા.
રામકથાના અંતિમ દિને રવિવારે ખીચોખીચ ભરાયેલા કથા મંડપમાં શ્રોતાઓને સંબોધન કરતાં પૂ.બાપુએ રામકથાનો ક્યારેય અંત નથી, હરિ અનંત-હરિ કથા અંનતા તેવો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 9માં દિવસે એક તરફ એવું થાય છે કે, બધુ કહેવાઇ ગયું અને બીજી તરફ એવું પણ થાય છે કે, બધુ જ બાકી રહી ગયું. તેમણે આ દેશને નવા-નવા વાલ્મિકી અને નવા-નવા વ્યાસની જરૂર છે તેમ ટાંકી આપણને નિર્પેક્ષ ભાવે જીવનપથ પર દોરતા રહે તેવા માર્ગદર્શકની આવશ્યકતા હોવા પર ભાર મૂક્યો હતો.
દશરથે એક દિવસની મુદત ના માંગી હોત તો રામને 14 વર્ષનો વનવાસ ન થાત
પૂ. બાપુએ અયોધ્યા કાંડને યૌવનનો કાંડ અને તેમાં અતિશય સુખનું વર્ણન છે તેમ લેખાવી જણાવ્યું હતું કે, અયોધ્યા કાંડમાં યુવા જગતને માર્ગદર્શન મળે તે તમામ બાબતોનું તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. જીવનમાં સુખનું સ્વાગત પણ, અતિશય સુખનું ધ્યાન રાખવું, કારણ કે તે પછી વનવાસ તૈયાર જ હોય છે તેવી ટકોર બાપુએ કરી હતી.
બાપુએ જણાવ્યું હતું કે, રામને અયોધ્યાના રાજા બનાવવાના દશરથના નિર્ણયને ગુરુ વશિષ્ઠે આવકારી ત્વરિત રાજયાભિષેક કરવા જણાવ્યું હતું, પરંતુ દશરથે એક દિવસની મુદત માગતાં કૈકયીને કારણે રામરાજ્ય 14 વર્ષ પાછું ઠેલાઇ ગયું હતું. તેવી જ રીતે જીવનમાં પણ જ્યારે શુભ વિચાર આવે તો તેની રાહ જોવાને બદલે તેનો તરત અમલ કરવા બાપુએ શ્રોતાઓને અનુરોધ કર્યો હતો.
જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે રામાયણની પોથી ખોલતા રહેજો,
પૂ.બાપુએ કથાના અંતિમ દિને સંક્ષિપ્તમાં અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિણ્ધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડનું વર્ણન કરી રામકથાને વિરામ આપ્યો હતો. સાથે સાથે ટાંક્યું હતું કે, જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે રામાયણની પોથી ખોલતા રહેજો. તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે.
રવિવારની કથામાં વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, સાહિત્યકાર-ચિંતક ડૉ.ગુણવંત શાહ, વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદય તેમજ વ્હોરા સમાજના મુસ્લિમ અગ્રણીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કથા પૂરી થયા બાદ પૂ.બાપુ ખુલ્લી જીપમાં કથા સ્થળેથી રવાના થતાં હજારો ભક્તોએ જયસીયારામ બોલી બાપુને અભિવાદન સાથે વિદાય આપી હતી.
માનસ-કર્ણધાર રામકથા 9 દિવસમાં નહીં 2 વર્ષે પૂરી થઇ, પૂજ્ય મોરારિ બાપુએ વડોદરાની સૌથી મોટી રામકથા લેખાવી,
-પૂ.બાપુએ વડોદરાની સૌથી મોટી રામકથા લેખાવી
બાપુએ જણાવ્યું હતું કે, વડોદરાના ઇતિહાસમાં આ વખતની કથા જેટલી મોટી કથા આટલા મોટા ભંડારા સાથે પહેલી વખત થઇ છે. વિશ્વાસના વડલાની છાયામાં બેસી તલગાજરડી જીભે રામકથા ગાઇ. 14 વર્ષ પછી વડોદરામાં કથા ગાવાનો મને અવસર મળ્યો તેનો મને અતિ આનંદ છે.
-માનસ-કર્ણધાર રામકથા 9 દિવસમાં નહીં 2 વર્ષે પૂરી થઇ
વડોદરામાં તા.27 ડિસેમ્બથી શરૂ થયેલી માનસ-કર્ણધાર રામકથા 9 દિવસમાં નહીં પણ 2 વર્ષે પૂરી થઇ હોવાનો ઉલ્લેખ બાપુએ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, 2014 માં શરૂ થયેલી કથા 2015 માં પૂરી થઇ આમ, 2 વર્ષ કથા વડોદરું જ સાંભળે.
-બાપુએ કથાના યજમાન રાજેશ દોશી પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી
બાપુએ જણાવ્યું હતું કે, કથાના યજમાન રાજેશ દોશી અને તેમના પરિવારે ઊંચો મનોરથ લઇને આ કથાનું અભૂતપૂર્વ આયોજન કર્યું તે માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું. હનુમાનજી યજમાન પરિવારને ખુબ ખુશ રાખે..વંશે સદા હરિભક્તિ રસ્તું તેમ બોલી બાપુએ આશીર્વાદ આપ્યા હતા.
-મહાપુરામાં શૌચાલય બનાવવા માટે બાપુએ ખાતમુહુર્ત કર્યું
કથાના આયોજક રાજેશ દોશી દ્વારા મહાપુરા ગામને શૌચાલય બનાવવા માટે દત્તક લેવામાં આવ્યું છે. જેથી પૂ.બાપુએ શૌચાલય બનાવવા માટેના કાર્યનું રવિવારે કથામાં આવતાં પહેલાં ખાતમુહુર્ત કર્યું હતું.
ચામડું અપવિત્ર હોય તો, નગારું 24 કલાક મંદિરમાં ન રહે !,
• અયોધ્યાકાંડમાં યુવકો માટે વિવિધ માર્ગદર્શન છે
• માણસમાં નબળાઇઓ તો હોય જ, સવાલ કબૂલ કરે કે ન કરે તેના પર છે
• જાણીએ છીએ એટલી દુનિયા નથી, એનાથી મોટી અજ્ઞાત દુનિયા પડી છે
• કથામાં કોઇ ફી નથી..પણ કથામાં આવતા સૌ ભક્તિના મુદ્દે ફ્રી-મુક્ત છે
• જીવનમાં સુખના વરસાદની સાથે વરાપની પણ જરૂર છે
• માંગનારી કૈકયીના કુખે ક્યારેય ભરત જન્મે નહીં
• પ્રેમ હંમેશા સમર્પણ માટે સ્પર્ધા કરતો હોય છે.
• સમજણ વધારે હોય તે વધારે દુ:ખી થાય
• જેનામાં વિવેક વધારે તેનો વિઘ્નો વધારે આવે
• ચામડું અપવિત્ર હોય તો, નગારું 24 કલાક મંદિરમાં ન રહે !
• સુંદર વિચારો લાવવા હોય તો એકાંતમાં રહો.
_________________________________________________________________________________
No comments:
Post a Comment