Translate

Search This Blog

Sunday, December 21, 2014

ગાયમાતા સર્વદેવ અને સર્વધર્મનું સ્વરૂપ છે, માનસદર્શન, મોરારિબાપુ

The article and image are displayed here with the courtesy of Sunday Bhaskar.



ગાયમાતા સર્વદેવ અને સર્વધર્મનું સ્વરૂપ છે


Source Link : http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-sunday-bhaskar-divya-bhaskar-4845349-NOR.html

ગાયનો ‘ગ’ કાર ગંગાનું પ્રતીક છે અને ‘ય’ કાર યમુનાનું પ્રતીક છે. જે આંગણામાં એક ગાય હશે એ આંગણામાં ગંગા-યમુનાનો નિત્ય સંગમ થશે એમાં કોઇ શંકા નથી. આંગણામાં ઘૂમતી ગાય પ્રભુની મૂર્તિ છે.

   
વેદમાં ગૌ વિશેના ઘણા મંત્રો છે એમાંથી એક મંત્ર મેં પસંદ કર્યાે છે જે તમારી સમક્ષ રાખવાનો પ્રયત્ન કરું છું.

યૂયં ગાવો મેદયથા કૃશં ચિદશ્રીરં ચિત્કૃણૃથા સુપ્રતીકમ્|
ભદ્રં ગૃહં કૃણુથ ભદ્રવાચો વૃહદ્દો વય ઉર્ચ્ચતે સમાસુ||

સીધો-સાદો સાર છે વેદ પરમાત્માના સંદર્ભમાં નેતિ કહે છે. આપણા જેવા લોકોને વેદની વાત સમજવી થોડી કઠિન છે. ભગવાન વેદ મંત્રમાં એવી વાત કરે છે કે જે વ્યક્તિનું શરીર કૃશ થઇ ગયું છે એના શરીરને ગૌમાતા મેદયુક્ત બનાવે છે. શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. જે દૂબળા-પાતળા થઇ ગયા છે, શારીરિક રૂપે જે કમજોર છે, જેની શક્તિ ક્ષીણ થઇ ગઇ છે એને ગૌમાતા મેદયુક્ત બનાવી શકે છે. એના માટે નિત્ય ગાયના દૂધનું સેવન કરવું આવશ્યક છે. બીજું કે ગૌમાતાના દૂધનું સેવન માણસના કુરૂપને સુરૂપ બનાવી દે છે, સુવર્ણ બનાવી દે છે, વર્ણ બદલાવી નાખે છે, કેટલીક માત્રામાં તેજ પ્રદાન કરે છે. ત્રીજું કે ઘરમાં ગાય હશે એ આંગણું કલ્યાણકારી બની જાય છે. ગૃહને પરમાર્થથી ભરી દે છે. દૈવી સંપદાથી ભરપૂર કરી દે છે. પછી ક્યારેય આંગણામાં કે ગૃહમાં અભદ્રતા જોવા મળતી નથી. અભદ્ર વિચાર પણ આવતા નથી. ગૌમાતાના સામીપ્યથી ગૌમાતાની સેવા કરવાથી આપણી વાણી ભદ્ર બને છે. આપણો સ્વર સુંદર બને છે. આ બધું વેદ ભગવાનનું કહેવું છે. મોરારિબાપુ તો ગુરુકૃપાથી તમારી સમક્ષ રાખવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક આ બધું આપણે સમજવું જોઇએ કે ગૌમાતા વિશે વેદોની પણ કેટલી ચિંતા હતી. વેદ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે ગૌમાતાને શુદ્ધ ચારો આપવો જોઇએ તેમજ વિશુદ્ધ જળ પીવડાવવું જોઇએ. આમ તો ગાયમાતા કેવળ ઘાસચારાથી જીવતાં નથી, એમને સંગીત પણ ગમે છે. ગાયમાતાને સૌથી શ્રેષ્ઠ ગમતી ચીજ હોય તો એ વાંસળી છે. વસૂકી ગયેલી ગૌમાતા જો વાંસળીનો સૂર સાંભળે તો દૂધ આપવાનું શરૂ કરે છે. એ વિષયમાં સૌરાષ્ટ્રમાંથી બે-ત્રણ પ્રમાણ મળે છે. આદિકાળથી ગાયમાતાને વાંસળી સાંભળવાની આદત છે. ગાયમાતા સંગીતથી-મંત્રગાનથી, શ્લોકગાનથી અતિ પ્રસન્ન થાય છે. તો આવી રીતે અનેકરૂપે ગૌમાતાની સેવા કરવી જોઇએ. ગાય તો આપણો આત્મા છે. ગૌમાતા સર્વ ધર્મમયી છે. ગૌમાતા સર્વ દેવમયી છે. ગાય સર્વ ઔષધમયી છે. ગાય સર્વ વિદ્યામયી છે. ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર પંચગવ્ય છે. મારી રામકથાના દરેક શ્રોતાને એક વિનંતી કરું છું કે બીજું ન થાય તો ચાલશે પણ રામકથા સાંભળ્યા પછી ગાયનું દૂધ, દહીં અને ઘીનું સેવન અવશ્ય કરતા થજો. બને તો ઘરમાં ગાય રાખજો. હું ઘણીવાર કહ્યા કરું છું કે દરેક ગામમાં એક ગૌશાળા, એક ધર્મશાળા, એક વ્યાયામશાળા, એક ભોજનશાળા અને એક પાઠશાળા હોવી જોઇએ. આ વિષયમાં આપણા રાજપુરુષોએ પણ વિચારવું જોઇએ. જે ગામમાં આ પાંચ વસ્તુઓ હશે ત્યાં મને એમ લાગે છે કે બને ત્યાં સુધી ઔષધાલયની જરૂર પડશે નહીં. વ્યક્તિ સ્વયં તંદુરસ્ત બની જશે. ભારતની પાૈરાણિક સંસ્કૃતિનો એક સમય હતો કે ગાયની સેવા કરવાથી વ્યાયામ, એક્સરસાઇઝ થઇ જતી હતી. આપણી ગામડાની માતાઓ એટલું બધું કામ કરતી હતી કે એમને ડાયાબિટીસ, બી.પી. જેવા કોઇ રોગ થતા જ નહીં. બધી જ કસરતો ગાયની સેવામાં થઇ જતી હતી. દહીં વલોવવા લાગે ત્યારે કસરત થાય. ગાયને ઘાસચારો અથવા જળ પીવડાવે ત્યારે કસરત થઇ જાય. ગાયોને દોહવામાં હાથના બધા જ એક્યુપ્રેશર થઇ જતા હતા. પુન: એકવાર વ્યાસપીઠ ઉપરથી કહી રહ્યો છું કે સુવિધા હોય, સમય અનુકૂળ હોય તો ગાયને પાળજો. જો સુવિધા ન હોય તો આપણા ઘરની નજીકમાં કોઇ ગૌશાળા આવેલી હોય ત્યાં જઇને આપણી હેસિયત પ્રમાણે ગાયને દત્તક લઇને ગાયમાતાની સેવા કરવી જોઇએ. ગાયમાતા તો આપણો શણગાર છે. જે આપણને સુરક્ષા આપે છે. ગાયનો ‘ગ’ કાર ગંગાનું પ્રતીક છે અને ‘ય’ કાર યમુનાનું પ્રતીક છે. જે આંગણામાં એક ગાય હશે એ આંગણામાં ગંગા-યમુનાનો નિત્ય સંગમ થશે એમાં કોઇ શંકા નથી. ગાયામાતા સર્વધર્મનું સ્વરૂપ છે. ક્યારેક ભગવાન બુદ્ધનું જીવન વાંચજો તો ખ્યાલ આવશે કે ભગવાન બુદ્ધ સદૈવ ગાયોના દૂધનું સેવન કરતા હતા. ભગવાન મહાવીર તો અહિંસાના પૂજારી હતા. એ પણ ગાયના દૂધનું સેવન કરતા હતા. જિસસ ક્રાઇસ્ટ પણ ગાયના દૂધનું સેવન કરતા હતા. પયગંબર સાહેબ અને અનેક મુસ્લિમ સમ્રાટોએ તો ગોવધબંધીના કાયદા બનાવ્યા હતા. ઇતિહાસ એની ગવાહી આપે છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઇ વિશેષ સત્કર્મો કરવા માટે નદીનો તટ અતિ પવિત્ર છે. તેમજ પર્વતનું શિખર પવિત્ર માનવામાં આવે છે. તીર્થસ્થાનને પવિત્ર માનવામાં આવે છે પરંતુ કોઇ વ્યક્તિ નદીના તટ ઉપર, પર્વતના શિખર ઉપર કે તીર્થધામમાં ન જઇ શકે તો જ્યાં ગાયમાતા હોય એવી જગ્યાને શુદ્ધ કરીને જો સત્કર્મ કરવામાં આવે તો એ સત્કર્મનું સવાયું ફળ પ્રાપ્ત થાય છે. ગાયનાં પંચગવ્યના સેવનથી મન મજબૂત બને છે.

વેદમાં એવું પણ મળે છે કે ગાય સ્વયં પ્રભુની મૂર્તિ છે. આ મૂર્તિ સ્થિર નથી. આપણા આંગણામાં ઘૂમતી-દોડતી એવી ગાય પ્રભુની મૂર્તિ છે. સુરધેનુ ગાયનું એક લક્ષણ છે કે એ ક્યારેય વસૂકતી નથી. એ દૂધ દેવાનું બંધ કરતી નથી. એ ગાય કાયમ દૂધ આપે છે. જેટલો અધિકાર કેળવો એનાથી બમણું દૂધ આપે છે. છેલ્લે ગાયમાતાની ચર્ચા-સંવાદના રૂપમાં ચાલી રહી છે ત્યારે એક મારા મનની વાત કરું કે ઘરમાં કોઇ પ્રસંગ આવે જેમ કે લગ્ન કે રિસેપ્શન અથવા કોઇનો જન્મદિવસ. ત્યારે ભગવાને આપ્યું હોય તો ખર્ચ અવશ્ય કરો પણ એનો દસમો ભાગ ગાયામાતા માટે કાઢો. દેશમાં ગાય અવશ્ય બચશે અને ગાય બચશે તો આવનારી પેઢી અને દેશ પણ બચશે.

              (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

No comments:

Post a Comment