Translate

Search This Blog

Monday, December 15, 2014

વડોદરામાં પૂ.મોરારિ બાપુની રામકથા

The article is displayed with the courtesy of Divya Bhaskar.

- એક સાથે 2.50 લાખ લોકો પૂ.બાપુની કથા સાંભળી શકશે

Source Link: http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-2-4839562-PHO.html

- નવલખી મેદાનમાં ચિત્રકૂટધામ ઊભું કરાયું  : 14 વર્ષ બાદ વડોદરામાં પૂ.મોરારીબાપુની 14મી રામકથા તા.27થી યોજાશે

વડોદરા  : વડોદરામાં તા.27 ડિસેમ્બરથી તા.4 જાન્યુઆરી સુધી યોજાનારી પ્રસિદ્ધ રામાયણી સંત પૂ.મોરારિ બાપુની રામકથા માટે નવલખી મેદાન ખાતે ચિત્રકૂટ ધામ ફૂટ વિશાળ જગ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામકથાના યજમાન ધ માનસ ફાઉન્ડેશન અને ચીમનલાલ ગિરધરલાલ દોશી(મહુવાવાળા)પરિવારે 14 વર્ષ બાદ યોજાનારી 14 મી રામકથાને ઐતિહાસિક બનાવવાની નેમ વ્યક્ત કરી છે.

રામકથાના આયોજન અંગે ધ માનસ ફાઉન્ડેશનના રાજેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, વડોદરામાં પૂ.બાપુની રામકથા નવલખી મેદાન-ચિત્રકૂૂટ ધામ ખાતે યોજાશે. જ્યાં અંદાજે અઢી લાખ મેદની બેસી શકે તે હેતુથી 5 લાખ ચોરસ ફૂટ જગ્યામાં મંડપ તૈયાર કરાઇ રહ્યો છે. શ્રોતાઓની સંખ્યા વધે તો 8 લાખ ચો.ફૂટ જગ્યામાં મંડપ વિસ્તારાશે.મંડપમાં દૂરદૂર બેઠેલાં શ્રોતાઓ વ્યાસપીઠ સહિત પૂ.બાપુને જોઇને કથા સાંભળી શકે તે હેતુથી મંડપમાં 30 જેટલા મોટા એલ.ઇ.ડી. સ્ક્રીન લગાવાશે.

જ્યારે મંડપમાં આવવા નવલખી મેદાનની ચોતરફ રસ્તા ખુલ્લા કરી શ્રોતાઓ અને વાહન ચાલકો આવી શકે તેવી વ્યવસ્થા છે. 9 દિવસ દરમિયાન શ્રોતાઓ માટે ચા-પાણી તેમજ કથા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
5 દ્વાર બનાવાશે
- નવલખી મેદાનના મુખ્ય ગેટની એન્ટ્રી- ટુ વ્હીલર્સ અને રિક્ષા માટે
- વિશ્વામિત્રી બ્રિજ પાસે(લાલબાગ-વિશ્વામિત્રી રોડ)થી એન્ટ્રી- ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ માટે
- અકોટા-દાંડિયાબજાર બ્રિજથી એન્ટ્રી- ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ માટે
- સેન્ટ્રલ જેલ પાસેથી એન્ટ્રી- પગપાળા આવવા
- નવલખી મેદાન મુખ્ય ગેટની એન્ટ્રી- પગપાળા આવવા માટે

રોજ 1 લાખ શ્રોતાઓ માટે ભોજનની વ્યવસ્થા
રાજેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, 9 દિવસ કથાના સમાપન બાદ રોજ 1 લાખ શ્રોતાઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાશે. આ માટે 5 લાખ ચો.ફૂટમાં મહાપ્રસાદ ભવન-મંડપ અને ભોજન બનાવવાનો મંડપ ઊભો કરાયો છે.

No comments:

Post a Comment