Translate

Search This Blog

Wednesday, December 3, 2014

ગીતા જયંતીની જોડીયામાં ઉજવણી અંગેના સંકલિત સમાચાર

ગીતા જયંતીની જોડીયામાં ઉજવણી અંગેના સંકલિત સમાચાર અત્રે સાભાર પ્રસ્તુત છે.

Courtesy : અકિલા ન્યુઝ

અંધશ્રધ્‍ધા સામે સમાજ જાગૃત થાય, દંભથી દૂર રહેવુ જોઇએ : પુ. મોરારીબાપુ
જોડિયા ગીતા વિદ્યાલયમાં પુ. મોરારીબાપુની ઉપસ્‍થિતીમાં ગીતા જયંતિ નિમિતે પ્રવચન યોજાયુ : ભાવિકોની ઉપસ્‍થિતી
Source Link: http://www.akilanews.com/02122014/rajkot-news/1417519023-34744

 અંધશ્રધ્‍ધા સામે સમાજ જાગૃત થાય, દંભથી દૂર રહેવુ જોઇએ : પુ. મોરારીબાપુ
   રાજકોટ તા. ૨ : જામનગર જીલ્લાના જોડિયામાં આવેલ ગીતા વિદ્યાલય ખાતે આજે ગીતા જયંતિની ઉજવણી થઇ રહી છે.
   આજે ગીતા વિદ્યાલય ખાતે પૂ. મોરારીબાપુનું ગીતા જયંતિ વિષયક પ્રવચન યોજાયુ છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. મોરારીબાપુની હાલમાં કોલકતા ખાતે શ્રી રામકથા ચાલી રહી છે. પરંતુ દર વર્ષની પરંપરા મુજબ આજે પૂ. મોરારીબાપુ જોડિયા ખાતે આવ્‍યા છે. અને આજની કોલકતાની ‘શ્રીરામકથા' સવારના બદલે સાંજે યોજાશે. તેમ જોડિયા ગીતા વિદ્યાલયના વિનુભાઇ ચંદારાણાએ ‘અકિલા'ને જણાવ્‍યુ હતુ.
   પુ. મોરારીબાપુ આજે સવારે જોડિયામાં આવ્‍યા બાદ ગીતા વિદ્યાલય દ્વારા તેમનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. પુ. મોરારીબાપુએ ગીતા જયંતી નિમિતે પુજન અર્ચન કર્યુ હતુ.
   આ તકે પુ. મોરારીબાપુએ જણાવ્‍યુ કે અંધશ્રધ્‍ધાના નામે દંભથી દુર રહેવુ જરૂરી છે. અને અંધશ્રધ્‍ધા ફેલાવનાર સામે સમાજ જાગે તે અત્‍યંત જરૂરી છે. ક્ષમતા મુજબ ભગવાન કે ગુરૂજીની પુજા અર્ચના કરવી જોઇએ.
   શ્રી કૃષ્‍ણ, મમતા અને સમતાના શિરોમણી હતી. ઇશ્વરેની ક્ષમતા પ્રમાણે પુજા કરવી જોઇએ. જીવનમાં સારા શુકન સુખ અને સંપતિ આપે છે. ધર્મ પ્રત્‍યે આદરભાવ રાખવો જોઇએ. શ્રી રામ તમામ પ્રકારના મમતાથી બંધાયેલ છે.
   પુ. મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યુ કે ગીતા ગ્રંથને સાંભળ્‍યા પછી હું પાપી છું. તેવુ ભુલી જજો અને ગીતાના ઉપદેશનું પાલન કરજો.
   જોડીયા ગીતા વિદ્યાલય ખાતે આયોજીત ગીતા જંયતી મહોત્‍સવમાં પુ. મોરારીબાપુએ અંતમાંજણાવ્‍યુ કે નમ્રતા વગરના નમસ્‍કાર નકામા, મમતા વગરની સમતા નકામી છે. જેથી નમ્રતા અને મમતાને વધારે મહત્‍વ આપવુ જોઇએ.
   જોડિયામાં ગીતા જયંતી નિમિતે આજે મોટી સંખ્‍યામાં ભકતજનો ઉપસ્‍થિત રહયા હતા અને પુજન-અર્ચનનો લાભ લીધો હતો.
   કાર્યક્રમના પ્રારંભે સંસ્‍થાના અગ્રણી યોગેશભાઇ શાસ્ત્રીએ સંસ્‍થાની પ્રગતિ અને પ્રવૃતિ વિશે પુ. મોરારીબાપુને માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાભભાઇ પુરોહિતે કાવ્‍ય રચના સાથે કર્યુ હતુ. પુ. મોરારીબાપુએ પ્રવચન પહેલા મંદિરની પ્રદક્ષિણા કરી હતી. અને વિરાગમુનીના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.
   અંધશ્રધ્‍ધાના નામે રામપાલ તરફ પુ. મોરારીબાપુનો આડકતરો ઇશારો
   રાજકોટ : જોડિયા ગીતા વિદ્યાલયમાં આયોજીત કાર્યક્રમ અંતર્ગત પુ. મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. જેમાં પુ. મોરારીબાપુએ અંધશ્રધ્‍ધા નાબુદી તરફ વધારે મહત્‍વ આપ્‍યુ હતુ.
   પુ. મોરારીબાપુએ તાજેતરમાં અંધશ્રધ્‍ધાના નામે લોકો સાથે ખીલવાડ કરતા રામપાલ તરફ આડકતરો ઇશારો કરીને રામપાલનું નામ બોલ્‍યા વગર જણાવ્‍યુ હતું કે કોઇ ભકતજને પોતાના માનીતા ગુરૂના પગ કે શરીરને ખીરથી નવડાવી તે પ્રસાદી રૂપે લેવુ ન જોઇએ.  પુ. મોરારીબાપુની આ વાતથી ભકતજનોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો.
   કપીરાજ ટગર ટગર પુ. બાપુને જોતા'તા
   રાજકોટ તા. ૨ : જોડિયા ખાતે આજે ગીતા જંયતી મહોત્‍સવ પુ. મોરારીબાપુની ઉપસ્‍થિતીમાં યોજાયો હતો. જેમાં પુ. મોરારીબાપુએ ગીતા વિષય પ્રવચન આપ્‍યુ હતુ.
   પુ. મોરારીબાપુ જયારે ગીતા ગ્રંથ વિશે પ્રવચન આપી રહયા હતા ત્‍યારે સ્‍ટેજની બાજુમાં કપીરાજ (વાનર) આવીને બેસી ગયા હતા. આ તકે પુ. બાપુએ જણાવ્‍યુ હતું કે કપીરાજ આવ્‍યા તે બાબત કોઇ અંધશ્રધ્‍ધા ન ફેલાવતા કારણકે કપીરાજ મારી સામુ ટગર ટગર જોયા કરે છે. પરંતુ પ્રાણી માત્રની જાતના ગમે ત્‍યારે હુમલો પણ કરી શકે છે.




Courtesy : સંદેશ



'મોહ, ભૂખ અને દ્રોહ માનવીને ક્યારેય શાંતિ નથી આપતા..'
Dec 03, 2014 00:03

Source Link: http://www.sandesh.com/article.aspx?newsid=3016285

સંતના મુખેથી વહેલી ધર્મ સરવાણીમાં ભીંજાયા ભાવિકો
જોડીયા : શ્રીકૃષ્ણ સમતા અને મમતાના શિરોમણી હતા. રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ અને ગીતા વિદ્યાલય જોડીયામાં હિન્દુ ધર્મના અમૂલ્ય ગ્રંથ ગીતા જયંતિ પ્રસંગે ગીતા સંદેશ આપતા કથાકાર મોરારીબાપુએ જણાવ્યું હતુ.
આ પ્રસંગે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ક્ષમતા પ્રમાણે ઈશ્વરની પૂજા કરવી જોઈએ, તેનાથી જ જીવનમાં સારા શુકન, સુખ, સંપતિ આવે છે. મોહ, ભૂખ, દ્રોહ કયારેય શાંતિ નથી આપતાં. પોલીસ, સાધુ અને ટપાલીના પરીવેશમાં સંદેશનો ભાવ છુપાયો છે. ગુરૃ અને શિષ્ય વચ્ચે મમતાનો ભાવ હોય છે. મોહથી લક્ષણ બંધાતું નથી. પ્રેમનું લક્ષણ સ્વતંત્ર હોય છે. કાર્યક્રમના આરંભમાં સંસ્થાના અધ્યક્ષ યોગેશભાઈ શાસ્ત્રીએ સંસ્થાની પ્રવૃતિઓ અને બાપુ સાથેના પ્રસંગો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પુરોહીતભાઈએ કર્યું હતુ. આ તકે મોટી સંખ્યામાં ભાવિકોએ ગીતા સંદેશનો લાભ લીધો હતો. નોંધનીય છે કે, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં મુખે વહેલી અમૃતવાણીનું દરેક બાળકોને અભ્યાસના ભાગરૃપે પઠન કરાવવું જોઈએ. તેવું બુધ્ધિજીવીઓનું સૂચન છે.



No comments:

Post a Comment