બજરંગી એવા છે કે જેમને કોઇ બલિદાન ચડાવવાની જરૂર નથી. બલિ આપવી જ હોય તો મમતાની બલિ આપો. અહંકારનું બલિદાન આપો.
હનુમાનનું નામ ચાર અક્ષરનું છે. હનુમાન શબ્દમાં પ્રથમ અક્ષર ‘હ’ છે એનો અર્થ મારી સમજમાં એવો આવે છે કે જેના જીવનની સોચ-સમજ હકારાત્મક છે અેને હનુમાન કહેવાય.
એટલા માટે બીજો અક્ષર ‘નુ’ છે એનો અર્થ એટલો જ થાય છે કે હકારાત્મક કોઇ પણ વસ્તુ નુકસાનકારક ન હોવી જોઇએ.
હનુમાનજીમાં ત્રીજો અક્ષર ‘મ’ છે. હનુમાનજી મહારાજ માનદ છે. સંત છે અને સંતનો સ્વભાવ ‘સબહી માનપ્રદ આપુ અમાનિ’ બીજાને માન આપે તેને સંત કહેવાય. શ્રી હનુમાનજી બીજાને માન આપે છે. એટલે માનના દાતા પણ કહી શકાય છે.
છેલ્લે ‘ન’ શબ્દનો પ્રયોગ છે. ‘ન’ શબ્દનો અર્થ નમ્રતા થાય છે. હનુમાનજી મહારાજમાં નમ્રતા ખૂબ જ દેખાય છે તો જેના વિચારો હકારાત્મક હોય, જે કોઇને નુકસાન ન કરે. બધાને માન આપે અને આ બધું કરવા છતાં જેમની નમ્રતા ક્યારેય ન તૂટે એનું નામ હનુમાન છે.
બીજું હનુમાન મહાવીરનું નામ છે. હનુમાનનું વિશેષણ મહાવીર છે.
‘બીર મહા અવરાધિયે, સાધે સિધિ હોય|
સકલ કામ પૂરન કરૈ, જાનૈ સબ કોય||’
જેની સમગ્ર સમાજ અને લોકો આરાધના કરે એ મહાવીર છે. હનુમાન એવું તત્ત્વ છે કે આજે ગામેગામ હનુમાનજીને તુલસીદાસજીએ બેસાડી દીધા છે.
મનોજવં મારુતતુલ્યવેગં
જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્
વાતાત્મજં વાનરયુથ મુખ્યં
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે||
જેમાં એક સિમ્બોલિક લીડર છે. આપણા મહામહિમ રાષ્ટ્રપતિ સિમ્બોલિક લીડર છે.
બીજા એક્સપર્ટ લીડર છે જેમ કે ન્યૂટન, ગેલેલિયો, આઇન્સ્ટાઇન, એડિસન આ બધા અેક્સપર્ટ છે.
ત્રીજા બૌદ્ધિક લીડર છે જે સમગ્ર સમાજને શુભ વિચાર આપે છે. જેમ કે ચાણક્ય, રસ્કિન.
ચોથા લીડરમાં પ્રશાસકીય જે સમાજની વ્યવસ્થાનો ખ્યાલ રાખે છે. જેમાં મુખ્યપ્રધાનને લઇ શકાય છે.
પાંચમા લીડર તરીકે સચિવનો સમાવેશ છે.
છઠ્ઠા લીડર સમાજ સુધારક છે. જેમાં મદનમોહન માલવિયા, લોકમાન્ય તિલક, જે. પી. નારાયણ જેવા મહાપુરુષો સમાજ સુધારક છે.
આઠમા લીડર તરીકે લોકશાહીમાં લોકો જેમને ચૂંટે જેમ કે આપણા સરપંચથી લઇને ધારાસભ્ય કે સંસદસભ્ય આ બધા લીડર છે.
છેલ્લે માથાભારે હોય એ પણ લીડર છે. દુનિયામાં આવા નવ પ્રકારના લીડર છે.
પરંતુ મારે તો કહેવું છે કે સમાજમાં દસમો લીડર પણ હોય છે. જેમાં રિલિજિયસ લીડર. ધાર્મિકનેતા સમાજમાં બહુ જ જવાબદારીવાળું પદ છે.
અને અગિયારમાં લીડર સ્પિરિચ્યુઅલ છે જેને આધ્યાત્મિક લીડર માનવામાં આવે છે. આધ્યાત્મિકને મારે મારી રીતે સમજવું હોય તો હું એને સત્ય, પ્રેમ અને કરુણા કહીશ.
હનુમાનજી અગિયારમા સિમ્બોલિક છે પરંતુ દર્શનીય છે. ‘સકલ ગુણ નિધાનં’ છે. બહુ જ પ્યારા છે. બધા જ લોકો હનુમાનજીને આદર આપે છે. હનુમાનજી સત્તાના પક્ષમાં નથી, સતના પક્ષમાં છે. એમની પ્રસાશન વ્યવસ્થા સુંદર છે.
બીજું કે મહાવીર એને કહેવાય કે જે આપણી પાસે બલિદાનની કોઇ અપેક્ષા ન રાખે. નુકસાન થાય એવી પૂજાપદ્ધતિથી દૂર રાખે એ મહાવીર છે.
બલિ આપવી જ હોય તો મમતાની બલિ આપો. અહંકારનું બલિદાન આપો. કામ, ક્રોધ, મોહ, લોભની બલિ અર્પણ કરો.
ત્રીજી વાત કરું કે જેમના જીવનની પ્રત્યેક રીત પવિત્ર છે એ મહાવીર છે. પવિત્ર એટલે કે મન, કર્મ અને વચનથી પવિત્ર રહેવાની વાત છે.
છેલ્લે ચૈત્રમાસ અને પવિત્ર હનુમાન જયંતીની આપ સર્વને વધાઇ.
ભગવાન રામ સ્વયં પ્રકાશપુંજ છે. ભગવાન અગ્નિમાંથી નીકળ્યા છે. રામમાં પ્રકાશતત્ત્વ મુખ્ય છે માટે સૂર્યવંશમાં પ્રગટ થયા છે.
શિવ પાર્વતીને રામકથા સંભળાવતા કહેવા લાગ્યા કે દેવી રામ બ્રહ્મ છે. પગ વગર ચાલી શકે છે, કાન વગર શ્રવણ કરી શકે છે, આંખ વગર દર્શન કરી શકે છે. એવું બ્રહ્મતત્ત્વ, મનુષ્યરૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે આવ્યા એટલે કે બ્રહ્મ રામના રૂપમાં પૃથ્વી ઉપર આવ્યા. તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે.
હરિ વ્યાપક સર્વત્ર સમાના|
પ્રેમ તે પ્રકટ હોહિં મૈં જાના||
પ.પૂ. ડોંગરેબાપા કહેતા કે જ્યાં કોઇનો ક્યારેય પણ વધ થતો નથી તેનું નામ અવધ છે. અવધની ભૂમિ અહિંસક છે. જ્યાં મન-વચન-કર્મથી કોઇને પીડા અપાતી નથી એવી ભૂમિમાં રામનો જન્મ થાય છે. બીજું કે જ્યાં રામ જન્મે છે એ ભૂમિ નથી ભૂમિકા છે. હરિનો અવતાર આવી અંત:કરણની અવસ્થામાંથી થઇ શકે છે. એટલા માટે ભગવાન રામનો જન્મ અવધમાં થયો છે. અવધ પ્રદેશમાં અનુગ્રહ અને ધર્મની નિરંતર વર્ષા થાય છે. અવધ એ ધર્મધુરંધરની નગરી છે. અવધમાં ક્યારેય ધર્મનો દુકાળ પડતો નથી.
મારા દાદા કહેતા કે રામનો જન્મ ત્રેતાયુગમાં કેમ થયો એનાં ત્રણ કારણ છે. ત્રેતાયુગ ત્રણની સંખ્યા દર્શાવે છે. ક્રમમાં ભલે બીજા સ્થાને ત્રેતાયુગ હોય પરંતુ સંકેત ત્રણનો છે. ત્રેતાયુગ યજ્ઞનો કાળ છે. પ્રભુ યજ્ઞમાંથી પ્રગટ થવાના છે. પ્રભુ યજ્ઞની પ્રસાદીરૂપે પ્રગટ થવાના છે. ભગવાન રામ પુત્રકામેષ્ટિ યજ્ઞનું ફળછે. ત્રેતાયુગમાં યજ્ઞની ઉપાસના-સાધના પ્રચલિત હતી.
બીજું દશરથને ત્રણ રાણીઓ હતી. એટલા માટે હરિએ અવતરણ માટે ત્રેતાયુગ પસંદ કર્યો હશે.
ત્રીજું દશરણ સ્વયં ત્રિવેણી હતા. દશરથજીમાં ધર્મ, કર્મ, ભક્તિની ઉપાસનાની અને જ્ઞાનમારગની ત્રણ ધારાઓ છે.
દશરથ સ્વયં તીરથરાજ હતા. એક પ્રયાગ હતા અને એ ત્રિવેણીથી ભગવાન રામ પૃથ્વી ઉપર આવવાના હતા.
હવે સૂર્યવંશમાં પ્રભુ શા માટે? સૂર્ય પ્રકાશનું કુળ છે. સૂર્યનું કુળ તમસને મિટાવનારું છે અને ભગવાન રામ સ્વયં પ્રકાશપુંજ છે. ભગવાન અગ્નિમાંથી નીકળ્યા છે. રામના પ્રકાશતત્ત્વ મુખ્ય છે માટે સૂર્યવંશમાં પ્રગટ થયા છે.
હવે પ્રશ્ન થાય કે રઘુકુળમાં શા માટે પ્રભુ પ્રગટ્યા? એનાં બે કારણો છે. રઘુ ગાયોના સેવક છે અને ગૌનો અર્થ પૃથ્વી થાય છે. પૃથ્વી દુ:ખી થઇ ત્યારે એણે ગાયનું રૂપ લીધું. પ્રભુ ગાયોને માટે થઇને રઘુકુળમાં પ્રગટ થયા છે.
રતિવિવેકના કારણે પ્રભુ રઘુકુળમાં પ્રગટ થયા છે.
ચૈત્ર માસમાં રામનવમીના દિવસે કૌશલ્યાના પ્રસાદમાં ભગવાન પ્રગટ થયા છે જે નારાયણના રૂપમાં છે.
હું મારી જવાબદારીએ વાત કરું કે કોઇપણ જગ્યાએ પ્રસાદિક વાતાવરણનાં દર્શન થાય ત્યારે સમજવું કે એ સત્યમાંથી પ્રગટ થતી ફસલ છે. સત્ય મૂળ છે.
રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે સત્ય સમાન સંસારમાં બીજો કોઇ ધર્મ નથી.
સમસ્ત પુણ્યનું મૂળ સત્ય છે.
જૂઠનો જ એકમાત્ર જીવનમાં સાક્ષાત્કાર હોય એવો માણસ ક્યારેય પુણ્યનો પ્રસાદ અનુભવી શકતો નથી.
પુણ્યં પાપહરં સદા શિવકરં વિજ્ઞાન ભક્તિપ્રદં|
માયામાહે મલાપહં સુવિમલં પ્રેમામ્બુપૂરં શુભમ્ ||
પરંતુ સાધના સાહસ માગે છે. સાધના ભીરુતાની ભૂમિ પર કદમ રાખતી નથી અને કોઇ સમયે લાગે કે સાચું કહીશ તો વાતાવરણ બગડશે પરંતુ સાહસ કરીને પણ માણસે સત્યના મૂળને પકડી રાખવું પડે છે.
‘સત્ય મૂલ સબ સુક્રિત સુહાએ’ વેદ-પુરાણ અને સ્મૃતિકાર કહે છે કે એ પ્રમાણે આપણે સત્યને સમજવાની કોશિશ કરવી જોઇએ.
હાલ મારી યાત્રા સત્ય, પ્રેમ અને કરુણા જેવાં ત્રણ સૂત્રો લઇને ચાલી રહી છે.
મારી સમજ પ્રમાણે રામચરિતમાનસના નભમંડળમાં એકમાત્ર સિદ્ધાંત છે.
બારિ મથે ધૃત હોઇ બરુ સિકતા તે બરુ તેલ|
બિનુ હરિભજન ન ભવ તરિઅ યહ સિદ્ધાંત અપેલ||
પ્રભુનું નામ બદલાતું નથી.
મારી તો દરેકને પ્રાર્થના છે કે જીવનમાં કોઇપણ વિપત્તિ આવે ત્યારે કર્મકાંડોની જાળમાં ફસાવું નહીં.
પ્રેમથી કર્મકાંડ કરો. ભયને છોડીને કર્મ કરો. ભાવથી કરો. રાજેન્દ્ર શુકલની એક કવિતાની પંક્તિ યાદ આવે છે કે ‘પુકારો ગમે તે સ્વરે હું મળીશ’ મને તમે પુકારો હું અવશ્ય આવીશ.
હરિનામથી જલદી પરિણામ ન આવે તો થોડી વધારે પ્રતીક્ષા કરો. હરિનામ નિષ્ફળ જતું નથી. હરિનામ સત્ય છે. સત્ય ક્યારેય નિષ્ફળ ન જાય માટે જીવનમાં સત્યનો સહારો લઇને ચાલો જીવન ધન્ય બની જશે.
वाराणसी. संत मोरारी बापू ने शनिवार को अस्सी घाट के पास राम कथा की शुरुआत की। इस दौरान उन्होंने कहा कि उनकी कथा दिल्ली और दार्जिलिंग में नहीं हो पाई तो बाबा विश्वनाथ ने उन्हें बुला लिया। उन्होंने कहा कि गंगा के अभियान में तीव्रता की जगह वेग में तीव्रता होनी चाहिए। इससे वह अपने आप अविरल और निर्मल हो जाएंगी।
संत मोरारी बापू ने कहा कि जिस नगरी में बाबा विश्वनाथ, संकट मोचन और मां गंगा हो वहां कथा कहना उनका सौभाग्य है। बापू ने अपने अंदाज में प्रभू पर रचित शायरी को भी भक्तों को सुनाया। उन्होंने बालकांड के 110 दोहे से कथा की शुरुआत की और ईश्वर के बारे में लोगों को बताया। उन्होंने कहा कि कथा ज्ञान यज्ञ नहीं, बल्कि प्रभु के प्रति प्रेम यज्ञ है।
काशी के अस्सी पर मोरारी बापू सुनाएंगे राम कथा, कई देशों से आएंगे भक्तपहली बार अस्सी घाट पर मनाया जाएगा बुढ़वा मंगल, डीएम ने लिया जायजाP
विदेशों से आए भक्त
अमेरिका से आई एनआरआई महिला बलप्रीत ने बताया कि भारत में काशी और बापू की कथा का विहंगम संगम है। उन्होंने बताया कि बड़ी मुश्किलों के बाद वह काशी पहुंची है। दो महीने की लंबी बीमारी के बाद कथा की बात सुनते ही उनमें ऊर्जा का संचार हुआ और वह काशी तक आ गईं। दिल्ली से आये रमेश चोपड़ा ने बताया कि बापू की कथा का अंदाज निराला है ,जो मानो सीधे प्रभु से जोड़ता है।
तीसरी बार काशी पहुंचे
बापू ने बताया कि काशी में वह तीसरी बार रामकथा सुनाने आए हैं। उनकी कथा सुनने वाटर प्रूफ पंडाल में मंत्री सुरेंद्र पटेल, मेयर राम गोपाल मोहले समेत कई आलाधिकारी भी मौजूद रहे।
A seven hundred years old temple (mandir) of pure love and affection is situated in a remote village called “Ranu” 28 km from Baroda(Vadodara) is a place to attain and obtain absolute peace and Happiness. The Goddess is called “TULJA MAA” is of Absolute Happiness and the normal belief is that she gives Love, Compassion, Justice and peace she can very well described as
T - TRUTH
U - UNIVERSE
L - LOVE
J - JUSTICE
A - AFFECTION
M - MOTHER
A - ATTACHMENT
A - ALMIGHTY
TULJA MAA never speaks but continuously Transmits and Propagates Compassion and Kindness.
શ્રી
સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી પ્રેમાનંદ સ્વામી
સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા.તેમનો જન્મ ઇ.સ .
૧૭૮૪ – ખંભાત પાસે
સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું
નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા
તેમનો ત્યાગ કરવામાં આવતાંતેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો
હતો. આમ તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં.
ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દિક્ષા આપી હતી. તેમનું
શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી
સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ
બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા
ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની
એક રચના 'વંદુ સહજાનંદ
રસરુપ, અનુપમ સારને રે
લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રીતે જેને
ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં સાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે"
કવિની પ્રેમભક્તિનું આનાથી વધું સારુ પ્રમાણ બીજું કયું હોઇ શકે?
અધ્યાત્મ યોગી,
જ્ઞાન જયોતિર્ધર, મહાન તત્વજ્ઞ શ્રીમદ્દ રાજચંદ્રજીનો મોરબી
શહેરની પાસેના વવાણીય ગામમાં ૧પ૦ વર્ષ પહેલાં સંવત ૧૯ર૪ ના કાર્તિકી પૂર્ણિમાના
રોજ ઇ. સ. ૧૮૬૭ માં જન્મ થયો હતો. એમના પિતાશ્રીનું નામ રવજીભાઇ અને માતાનું નામ
દેવાબાઇ હતું. શ્રીમદ્દજીનું નામ રાયચંદ પાડવામાં આવેલ હતું. આગળ જતાં તેઓ
રાજચંદ્ર નામથી જાણીતા બન્યાં.
શ્રીમદ્દ બળપણથી
પ્રખર બુધ્ધિ તથા સ્મરણ શકિત ધરાવતાં હતાં. પૂર્વના આરાધક હતાં. જ્ઞાનસંસ્કારનો
ભવ્ય વારસો લઇને જન્મ્યા હતાં. જન્મથી જ પરમ જ્ઞાનાવતાર હતાં. પોતાની અધૂરી
રહેલી સાધનાને આગળ વધારવા માટે જ્ઞાનનું ભાથું લઇને જન્મ્યા હતાં. તેઓમાં કવિત્વ
શકિત, અદ્દભુત સ્મરણ શકિત,
સ્પષ્ટ વકતાપણું અને
સદ્દગુણીને લઇ નાની વયમાં જ અજબ શકિતશાળી ગણાવા લાગ્યા. તેઓ એક જ વર્ષમાં સમસ્ત
જૈન ધર્મના મુળ આગમો અને દર્શન ગ્રંથીને અવગાહી ગયા. પરિણામ સ્વરૂપ ‘મોક્ષમાળા' અને ‘ભાવનાબોધ' જેવા દર્શન
પ્રભાવક ગ્રંથોની રચના કરી ‘અપૂર્વ અવસર' નામની અમર કૃતિ રચી. માત્ર દોઢ કલાકમાં ‘આત્મસિધ્ધિ' નામનો ખટદર્શનના
સાર સમા ગ્રંથની રચના કરી. આ અમરકૃતિની
રચનાથી શ્રીમદ્દનું નામ સદાકાળને માટે અમર કરવાને પર્યાપ્ત છે. શ્રીમદ્દને
સતજિજ્ઞાસુ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ખુલાસાઓ દ્વારા શ્રીમદ્દજીનું સમસ્ત આંતર
જીવન આપણી આગળ તાદૃશ્ય ખંડ થાય છે. આ પ્રશ્નોનો સંગ્રહ ‘શ્રીમદ્દ રાજચંદ્ર' નામના બૃહુદ
ગ્રંથમાં એકઠા કરાયેલા છે.
શ્રીમદ્દજીના લખાણોની અસાધારણતા એ છે કે,
પોતે જે અનુભવ્યું છે.
એજ લખ્યું છે. એમના લખાણોમાં જીવનું કર્તવ્ય, માનવ જન્મનું સાફલ્ય, આત્માનું સ્વરૂપ, આત્માની મુકિત, મોક્ષમાર્ગના સાધનો, સદ્દગુરુ માહાત્મ્ય સત્સંગ, સ્વાધ્યાય, ભકિતનું સ્વરૂપ વિગેરે પર તાત્વિક તથા
શાષાશુધ્ધ નિરૂપણ કરેલું જોવા મળે છે.
તેઓએ સાદી-સરલ, ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાનની અદ્દભુત
ગૂંથણી કરી છે. એમના લખાણોમાં સત્-અમૃતત્વ બધેજ નીતરતું જોવામાં આવે છે.
શ્રીમદ્્નું જીવન એક પરમ ઉચ્ચકોટિના
દિવ્ય આત્માનું જીવન છે. તેઓની દ્રષ્ટિ
સતત આત્મામાં જ રહેતી હતી. દેહાભિમાન ત્યાગી
શ્રીમદ્દને સતત સહજ સમાધિ રહેતી હતી. તેઓમાં તીવ્ર વૈરાગ્ય ભાવના જન્મી હતી.
ભવ્ય પ્રબળ પુરૂષાર્થ કરવા કટિબધ્ધ બન્યા, આત્મજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પામવા દિવ્ય
યાત્રા આદરી. એકાંત સ્થાનમાં જઇ કઠીન
સાધના આદરી ઉગ્ર તપશ્વર્યાથી આત્મબળ પ્રબળ
બનવા લાગ્યું. સિધ્ધ યોગી જેવી પરિપકવ આત્મદશા તેમની પ્રગટી હતો. તેઓ પરમ મુકત
આત્માનંદમાં મસ્ત રહેવા લાગ્યા પરમ નિર્ગ્રથ બન્યા. પરમ શાશ્વત પદમાં સ્થિર
થઇ પરમાનંદમય ચરમમુકત બની આનંદ સમાધિમાં રહેવા લાગ્યા.
સંવત ૧૯પ૬માં શ્રીમદ્્જીએ સંસાર
પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આત્મ ઉન્નતિની સાધનામાં પસાર કરવા માટેની તૈયારી કરવા
માંડી નિવૃત્તિ ક્ષેત્રમાં, વનવગડામાં તથા
પહાડો જેવો નિર્જન જગ્યાએ આત્મસાધનામાં કોઇ ખલેલ ન પહોંચાડે તે માટે એકાંત સ્થળોએ
ભ્રમણ કરવા લાગ્યાં.
અચાનક શ્રીમદ્્નું સ્વાસ્થ્ય કથળવા
લાગ્યું. હવા ફેર માટે મુંબઇ, તીથલ વિગેરે જગ્યાએ
લઇ જવામાં કોઇ સુધારો ન જણાતાં તેઓને રાજકોટ લાવવામાં આવ્યાં રાજકોટમાં સદર વિસ્તારમાં
આવેલા નર્મદા મેન્શનમાં ઉતારો રાખવામાં આવ્યો. શારીરિક શકિત ઉત્તરોત્તર ક્ષીણ
થતી ગઇ. ચૈત્ર વદ પાંચમના દિવસ સમાધિભાવે બપોરે બે વાગ્યે તે પવિત્ર આત્મા અને
દેશનો સંબંધ છૂટી ગયો બપોરે ચાર વાગ્યે સ્મશાન યાત્રા સંતને છાજે તે રીતે
કાઢવામાં આવી. બપોરે સાડા છ વાગ્યે તેમના ભાઇએ અગિ્નદાહ દીધો.
આ યુગના એક વિરલ યુગપુરૂષો ભરતક્ષેત્રમાંથી
વિદાય લીધી. રાજકોટ નગરની પૂણ્યભૂમિને પોતાના પાર્થિવદહેના પરમાણુઓ સોંપી સદાને
માટે વિદાઇ થઇ ગયા. રાજચંદ્ર દેહધારી દિવ્ય જયોતિ વિલીન થઇ ગઇ. વંદન હો આ વિરલ
યુગપુરૂષને !!
પરમ સમાધિ વાર્ષિક દિવસ આયોજીત કાર્યક્રમો
શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ સમાધિ દિવસ
નિમિતે આવતીકાલે તા. ૧૪ શુક્રવારથી ૩ દિવસીય કાર્યક્રમોનું આયોજન થયું છે. સોમવાર
તા. ૧૭ના કોબા ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ અને પ્રસાદ યોજાશે
વિભા એસ. મહેતા
બી. ૧૦૧ સાનિધ્ય
૩, મારૂતિનગર રાજકોટ
ફોન નં. ર૪પ૪૪પ૪
_________________________________________________________________________________
૫
જલારામબાપા
ભૂજના કચ્છ સંગ્રહાલયની બહાર એક પાટિયા પર કચ્છનાં જોવાલાયક સ્થળો વિષે માહિતી મૂકેલી છે. હું ક્યાંય પણ જાઉં તો જે તે પ્રદેશનાં સ્થળોમાં હવે મારે શું જોવાનું બાકી રહી ગયું છે તેની માનસિક નોંધ રાખતી હોઉં છું. મારી પાસે બે-ત્રણ દિવસ હતા એમાં ક્યાં ક્યાં જઈ શકાય તે વિચાર્યું. મને જાણવા મળ્યું કે, ભુજથી લગભગ ૪૦ કિમી દૂર આવેલા ધ્રંગ ગામે મેકરણદાદા અને તેમના અગિયાર સાથીદારોની સમાધિઓની સાથે સાથે મેકરણદાદાના મૂક સાથીદારો લાલિયા નામના ગધેડા અને મોતિયા નામના કૂતરાની પણ સમાધિ છે. માણસોની સાથે લાલિયા-મોતિયાની પણ સમાધિ! ભુજથી વહેલી સવારે નીકળ્યા. રસ્તામાં સૂકા ખેતરો, ગાંડા બાવળ અને દૂર દેખાતી ટેકરીઓ નજરે ચઢી. મુખ્ય રસ્તાથી જમણી બાજુ વળીને કોટાય ગામ વટાવીને ધ્રંગ પહોચ્યા.
અહીંથી મેકરણદાદાના જીવનચરિત્ર પર આધારિત ગોંડલિયા લિખિત પુસ્તક ખરીદ્યું અને મેકરણધામ વિષે માહિતી મેળવી. કચ્છના કબીર તરીકે બિરુદ પામેલા સંત મેકરણદાદાની લોકસેવાની મિસાલનો જોટો જડે તેમ નથી. તેમને રામના ભાઈ લક્ષ્મણનો અવતાર માનવામાં આવે છે. તેમણે કચ્છના ધ્રંગ ગામે લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી જનસેવાનું અનેરું કામ આરંભ્યું હતું. ધ્રંગ ગામ રણની સાવ નજીક છે અને આથી લોડાઈ-ખાવડા વચ્ચેના રણમાં ભૂલા પડેલા મુસાફરોને રોટલો-પાણી પહોંચાડવાનું કામ આરંભ્યું. લાલિયાની પીઠ પર છાલકામાં બે બાજુ પાણીનાં માટલાં મુકાઈ જાય એટલે લાલિયો-મોતિયો રણમાં નીકળી પડતા. મોતિયો આગળ અને લાલિયો પાછળ. કૂતરાઓની ઘ્રાણેન્દ્રિય બહુ તેજ હોય છે એટલે ક્યાંય પણ કોઈ ભૂલો પડેલો મનુષ્ય હોય તો મોતિયો એને શોધી કાઢે અને લાલિયાની પીઠ પરના માટલામાનું પાણી મળે ત્યારે ભૂખ્યા-તરસ્યા-ભટકી ગયેલા માનવીને નવજીવન મળે. આમ, કંઈ કેટલાય લોકોના જીવ મૂક ભાઈબંધ બેલડીએ બચાવ્યા હશે!
હું સ્વિત્ઝર્લેન્ડમાં ઝરમેટ નામના સ્થળે ગઈ હતી ત્યાં મેં સેંટ બર્નાર્ડ જાતિનો એક કૂતરો જોયો હતો. કૂતરાનો માલિક એક પાટિયું લગાડીને ઊભો હતો કે, અમુક સ્વિસ ફ્રેન્ક આપો અને કૂતરા સાથે ફોટો પડાવો. ૧૭મી સદીમાં પશ્ચિમ સ્વિત્ઝર્લેન્ડ અને ઇટાલી વચ્ચેના બર્ફિલા ડુંગરાઓમાં જ્યારે કોઈ પર્વતારોહક કે ટ્રેકર ભૂલા પડે ત્યારે સેંટ બર્નાર્ડ જાતિના કૂતરાઓ તેમને શોધી કાઢતા. બે-ત્રણ કૂતરાઓ બરફના પહાડોમાં નીકળે અને જો કો'ક ઘાયલ મુસાફર નજરે ચઢે તો, એક કૂતરો ઘાયલ મુસાફરની સાથે રહે અને તેની બાજુમાં સૂઈ જાય, જેથી કરીને પેલા ઘાયલ મુસાફરને ગરમાટો મળી રહે અને બાકીનાં કૂતરાં નજીકમાં આવેલા મુસાફરખાના પર જાય અને ત્યાંથી મદદ લઇ આવે. ઉપરાંત કૂતરાને ગળે બાંધેલા પટ્ટા સાથે એક પીપના આકારનું નાનું વાસણ બાંધેલું હોય જેમાં બ્રાન્ડી ભરવામાં આવતી. (જોકે બર્ફિલા વાતાવરણમાં મદ્યપાન કરવાથી ફાયદા કરતાં ગેરફાયદો વધારે થાય છે. કારણ કે શરીરને ગરમાટો મળવા કરતાં શરીરની ગરમી બહાર ચાલી જાય છે.)
મેકરણદાદાએ તેમના સાથીદારો તેમજ લાલિયા-મોતિયા સાથે વિ.સં. ૧૭૮૬ની કાળી ચૌદસના દિવસે ધ્રંગ મુકામે જીવંત સમાધિ લીધી. તમામ સમાધિઓનાં અમે દર્શન કર્યાં. મંદિરમાં મેકરણદાદાનાં વસ્ત્રો, કાવડ, ચાખડી વગેરેનાં પણ અમે દર્શન કર્યાં. મંદિરની છતમાં મેકરણદાદાના જીવનના પ્રસંગોને ચિત્રો દ્વારા દર્શાવાયા છે. માનતા પૂરી થયા બાદ મંદિરમાં અર્પણ કરેલા ભરતકામનાં સુંદર તોરણો પણ સમાધિના કક્ષમાં ટીંગાડેલાં દેખાયાં. મંદિરના પ્રાંગણમાં મેકરણદાદાના ભાઈ પતંગશાહ પીરની દરગાહ છે. આમ, બે ભાઈઓએ અલગ અલગ ધર્મ અપનાવી માનવતાનું કાર્ય કર્યું હતું. મંદિરની બહાર લાલિયા-મોતિયાની સમાધિ છે. તેમ કેટલાક પાળિયા છે અને હિંગળાજની જાત્રા કરી હોય તેવા લોકોની દેરીઓ પણ છે. આપણે કોઈને મળીએ તો પ્રણામ કહીએ છીએ. અહીં સૌ એકબીજાને 'જી નામ' કહે છે. અહીંના કાર્યકર્તાભાઈએ કહ્યું કે, 'પ્રસાદ, પ્રાર્થના અને પ્રવેશને પાત્ર કોઈ પણ વ્યક્તિ અહીં આવી શકે છે.' તેમણે મેકરણદાદા રચિત કેટલીક પંક્તિઓનું ભાષાંતર પણ કહ્યું.
'લાલિયો મુંજો લખણવંતો, મોતિયો મુંજો ભા, ઘણા મુછારા ગોરે ફગાઈયાં, મેકણ ચે લાલિયે, જે જે પુછ મથા' એટલે કે, મારો લાલિયો મહા લક્ષણો છે, અને મોતિયો મારો ભાઈ છે. ઘણા મુછાળા મર્દોને લાલિયાની પૂંછડી પરથી ઓવારીને નાખી દઉં એવો ઉત્તમ છે.
'જિયોત ઝેરમ થિયોં, થિયોં મેઠા સક્કર જેડા સેણ, મરી વેંધા માડુઆ, મેકણ ચે રોંધા જગતમેં ભલેં જા વેણ' એટલે કે, તમે ીવો ત્યાં સુધી કટુ બનશો નહિ, તમે સાકર જેવા મીઠા થાજો. તમે તો મરી જશો. માત્ર ભલા માણસોનાં વચનો રહી જશે.
નજીકમાં આવેલા પ્રગટપાણી નામના સ્થળે પણ મેકરણદાદાનું મંદિર છે અને બાજુમાં લાલિયા-મોતિયાનું પણ મંદિર છે. પ્રાણીઓ દેવ તરીકે પૂજાતાં હોય એવું કદાચ એક માત્ર મંદિર છે. સ્થળનું નામ પ્રગટપાણી કેવી રીતે પડ્યું? વિષે અહીંના કર્તાહર્તા ભાઈએ જણાવ્યું કે, 'એક વાર થોડાક સંતો અહીં આવ્યા હતા. તેમને તરસ લાગી ત્યારે મેકરણદાદાએ ધરતીમાં ત્રિશૂળ મારીને પાણી કાઢ્યું અને એક સંતે પોતાની તરસ છિપાવી. તે પછી બીજા સંતે કહ્યું કે, 'હું કોઈનું એઠું પાણી પીતો નથી' તો બીજી વખત તેમણે ત્રિશૂળ મારીને જમીનમાંથી પાણી કાઢ્યું. અને આમ અન્ય ત્રણ ઠેકાણેથી ત્રિશૂળ મારીને પાણી કાઢ્યું. હજુ આજે પણ અહીંથી પાણી નીકળે છે. એટલે સ્થળ પ્રગટપાણી તરીકે ઓળખાય છે.
અહીંથી અમે કોટાય ગામ પાસે આવેલ શિવ મંદિર જોવા ગયા. ભુજમાં કો'કને મંદિર વિષે પૂછેલું તો જાણવા મળેલું કે, ભૂકંપ બાદ મંદિર બહુ ક્ષતિગ્રસ્ત થઇ ગયું છે, અને મંદિરના માત્ર અવશેષો બચ્યા છે. પણ મારે તો મંદિરના અવશેષો પણ જોવા હતા. ભુજથી કોટાય જવાના રસ્તા પર પુરાતત્ત્વ ખાતા દ્વારા કોટાય મંદિરનું પાટિયું મારેલું છે, પણ કોટાય ગામ પાસે તો મંદિર ક્યાં આવ્યું તે વિષે કોઈ પાટિયું નથી. ગામની બહેનોને પૂછ્યું. તો તેમણે કહ્યું કે, 'એકાદ કિમી આગળ જઈને વળી જાજો' આગળ જતાં એક કાચો રસ્તો દેખાયો. ત્યાં વળ્યા તો, રસ્તો તો આગળ ક્યાંય જતો હતો. એવામાં એક ભાઈ મોટરસાઇકલ પર ત્યાંથી પસાર થયા. કહે, 'આગળના રસ્તે અંદર વળી જાજો. લાઈટના થાંભલે થાંભલે રસ્તો જાય છે. એકાદ કિમી જશો એટલે મંદિર આવી જશે. તમે કહો તો તમને ત્યાં સુધી મૂકી જાઉં, પણ એની જરૂર નથી. તમે મંદિર સુધી પહોંચી જશો.' અને આમ અમે લગભગ એક હજાર વર્ષ જૂના રાજા લાખા ફુલાણીએ બંધાવેલા શિવ મંદિર પહોંચ્યા. મને મળેલી માહિતી સાચી હતી. મંદિર સાવ ક્ષતિગ્રસ્ત નથી થયું, બલકે પુરાતત્ત્વ વિભાગ દ્વારા અહીં સમારકામ ચાલે છે. મંદિર પથ્થરના ઓટલા પર છે. પગથિયાં ચઢીને ઉપર ગઈ. મંદિરના ગર્ભગૃહમાં એટલાં બધાં ચામાચીડિયાં હતાં કે વાત નહીં. છતના પથ્થરમાં રાસલીલાનું દૃશ્ય કંડારેલું છે. ગર્ભગૃહમાં શિવની મૂર્તિ છે. પ્રદક્ષિણા કરતાં કરતાં મંદિરનાં અદ્્ભુત શિલ્પોને નિહાળ્યાં. ચારેકોર ડુંગરોની વચ્ચે આવેલું મંદિર ખરેખર બહુ સુંદર છે
અહીંથી અમે ભુજ તરફ જવાના રસ્તે ખારી નદીના કિનારે રુદ્રાણી માતાના મંદિરે ગયા. અહી રુદ્રાણી, આશાપુરા, રવેચી અને મોમાઈ માતાજીની મૂર્તિઓ છે. મંદિરમાંથી બહાર નીકળીને રસ્તા પાસે અન્ય એક રસ્તો છે, જ્યાંથી ઉપરની બાજુએ જવાય છે. રુદ્રમાતા ડેમ છે. કચ્છનો મોટામાં મોટો માટીનો બંધ છે. જળાશયમાં પાણી પણ હતું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે બપોરનો સમય હતો. સાંજના સમયે અહીં આવ્યા હોત તો વધુ મઝા આવતે.{
ડો. રાજલ ઠાકર
યાત્રા
ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશનાં ગોહિલવાડના રાજકુંટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતાં. હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા.
- લાઠીના કુંવર હમીરજી સોમનાથના ઐતિહાસિક સુર્વણ પુષ્ઠ સમુ છોગુ છે - ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ અને દાતા પરિવાર દ્વારા આજે નૃતન મંદિરના કાર્યનો શુભારંભ ઘુઘવતા અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પરિસરમાં વર્ષો પૂર્વે શહાદત વહોરનાર શહિદ હમીરજી ગોહિલ નૃતન મંદિર દેરીનું પૂનરોધ્ધાર કરવાના કાર્ય અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ અને દાતા પરીવારના હસ્તે વેદોકત વિધીથી આ આ શહિદ વીરની નવી ડેરીનું મૂહુર્ત કરાયું છે. સોમનાથના પૌરાણિક ઈતિહાસમાં લાઠીના કુંવર હમીરજી ગોહિલે આપેલી શહાદત આજે પણ લોકો ભુલ્યા નથી ત્યારે મંદિરમાં પ્રવેશતા જ હમીરજી ગોહિલની ડેરી રૂપી મંદિર આવ્યું છે. જો કે, ટ્રસ્ટના વિકાસ, પ્રકલ્પો, ડીઝાઈનને અનુરૂપ હમીરજી ગોહિલ નૂતન મંદિર ડેરીનું પુનરોધ્ધાર કરવાનો સંકલ્પ દાતા ગાંધીધામના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોહિલ વાડના વતની દીગ્વીજયસિંહ એન ગોહિલના હસ્તે આજે શરદ પૂનમના દિવસે કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલના હસ્તે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જ્યારે આ શુભ કાર્ય અવસરે અહીં આવેલા કથાકાર મોરારિબાપુએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના નાયબ સચિવ કમલેશ રાવલ, વિજય સહિ ચાવડા, ઉમેદસિંહ જાડેજા, પીએસઆઈ બી.સી.જાડેજા તથા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય એ છે કે, શહિદ હમીરજી ગોહિલના નામને પ્રભાસ ક્ષેત્રમા ગુંજતુ થાય તે માટે મહેન્દ્રસિંહ વાળા અને સુરૂભા જાડેજા સહિતનાઓએ બે દાયકા પૂર્વે કરેલ ટ્રસ્ટની રચના ત્યાર બાદ વિશ્રાંતી ગૃહ તેમજ ભાવી પેઢીને પ્રેરણા મળે તે માટે હમીરજી ગોહિલની પૂર્ણ કદની પ્રતિમા બાદ આજે શહિદની ડેરીનું પણ નવિનર્માણ કાર્ય હાથ ધરતા ટ્રસ્ટ દ્વારા આ દાતાના કાર્યને આવકાયું હતું.
તું ઊગાં ટળીઆ તમ્મર ગૌ છૂટા ગાળા,
તસગર ભેટાણા દનકર કાશપ દેવાઉત.
(હે કશ્યપ ઋષિના કુંવર ! તું ઊગ્યે અંધારાં ઉલેચાયાં, ગાયોની ડોકેથી ગાળા છૂટયા, ચોરનો ભય ભાગ્યો ને દિવસ ઊગ્યો.)
આવા કશ્યપ દેવના દીકરાએ ઉદયાચળના પહાડ માથેથી પડકારો કરીને ડોકું દેખાડયું ત્યાં તો અવનીના આંગણેથી અંધારાનાં પોટલાં બાંધીને ઝમ ઝમ ઝાંઝર વગાડતી રાત આંખના પલકારામાં અલોપ થઈ ગઈ.
એવે ટાણે હઠીલાના હમીરજી ગંગાજળિયા ગોહિલ રાજપૂતે કેસરિયો સાફો બાંધ્યો. ખડિયામાં ખાંપણ નાંખ્યું. મોંમાં તુલસીના માંજર મૂક્યા, બખ્તર ભીડયું, હાથમાં ભાલો લીધો, ખંભે તલવાર ટાંકી 'જય સોમનાથ' બોલીને ઘોડાના પેંગડામાં પગ ઘાલ્યો. રાંગ વાળી રજપૂત ઊપડયો સોમનાથની સખાતે.
રણ છેહ રણ્યો રણ થયો રજપૂતે
અણ હૂતે હૂતો કરે સાયબાનો સૂતે.
આવો રજપૂત ઃ પચીસેક વરસની અવસ્થા, ફૂલગુલાબી કાયા, આભને થોભ દઈને ઊભો રહે એ હમીરજી એકલો ઊપડયો ત્યારે જાણે સારાયે સૌરાષ્ટ્રની મરદાનગી એકલા હમીરજીની હારે હાલી.
હમીરજીના હાથમાં તે દી હઠીલાનો ટીંબો વાટકીનું શિરામણ લેખાય, પણ સોમનાથ માથે કટક આવે છે એવું જાણતાં એકલપંડયે પંથે પડયો. રાત પડે છે ત્યાં પોરો ખાય છે ને પ્રભાતે પાછો ઘોડો પલાણે છે. એને પૂગવું છે સોમનાથના ચોકમાં. મા ઉમિયાના આંગણામાં બાગડતા બાગડતા ઘોડો રમાતડતો જાય છે. ગામનાં પાદર વળોટતો જાય છે. સોરઠનો સીમાડો વીંધતો હમીરજી એક ગામના પછવાડેથી નીકળ્યો ત્યારે એને કાને મરસિયાના સુર સંભળાયા. હમીરજીના કાન ચમક્યા. ઘોડાનું ચોકડું ડોંચી ઘોડાને આંગણામાં લીધો. ઘંટી ફેરવતી ડોસીનાં ડૂસકાં સંભળાણાં. રહ રહ આંહૂડાંની ધારે ઘંટીનાં પડ ભીંજાઈ રહ્યાં છે ને મરસિયાના સૂર ઘૂંટાઈ રહ્યા છે. એં'શીક વરસની અવસ્થાને આંબી ગયેલ ડોશીને હમીરજી ગોહિલે માને દીકરો પૂછે એવા હેતથી પૂછ્યું ઃ
'માડી ! પરભાતના પો'રમાં તો પરભાતિયાં ગવાય, તો તમે મરસિયા કયા દુઃખે ગાવ છો ? શું તમારો દીકરો દેવ થયો છે કે પછી પંડયના છોરુ સાંભરી આવ્યાં છે ?
ડોશીએ ડૂસકું થંભાવી દળતાં દળતાં જવાબ દીધો ઃ
'ગગા ! દીકરો મર્યો નથી પણ મરવાનો છે. એ દુઃખે મરસિયા ગાઉં છું.'
'માડી ! મરદ તો મોતને મીઠું માનતા આવ્યા છે. એમાં આવડો વલોપાત ?'
'ગગા ! થયું, થાશે ને થાનારું ઈમ ત્રણ કાળને જાણનારી હું એટલું તો જાણું છું કે મરદને મોત મીઠું લાગે. પણ આજથી પાંચમે દિવસે સોમનાથના ચોકમાં જુવાનનું માથું પડશે. તેની સાથે મલકની મરદાનગી પણ હાલી જશે, પછી દુશ્મનોને ડારા દેનારો દીકરો આ ભોમકા ઉપર રહેશે નહિ. એના દુઃખે મરસિયા ગાઉં છું.'
'કોણ મરશે માડી ?'
'હઠીલાનો હમીરજી ગોહિલ.'
ડોશીનાં વેણ સાંભળતાં હમીરજી ગોહિલના મોં માથે સોળે કળાનો સૂરજ તપતો હોય એવા તેજ-પુંજ પથરાયા. એના બખ્તરની કડીયું તૂટું તૂટું થઈ રહીને હમીરજીએ વેણ કાઢ્યાં ઃ
'માડી, હું પંડયે હમીરજી ! તમે ઊજળા મોતનાં ઓહાણ દીધાં. હું તરી ગયો.'
હમીરજીનાં વેણ સાંભળતાં જ ડોશીના હાથમાંથી ઘંટીના પડનો હાથો છૂટી ગયો. ઊભા થઈને હમીરજીનાં દુખણાં લીધાં એટલે હમીરજી બોલ્યા ઃ
'માડી ! તમે મારાં દુઃખ લીધાં. હવે હું તમારું દુઃખ કેમ કરીને ટાળું ?'
ડોશીની આંખના કૂવામાં તેજ પ્રગટયાં. કરચલીવાળા મોંની રેખાઓમાં હાસ્ય રમવા માંડયું.
'હમીરજી ! તું આજનો દી ને આજની રાત રોકાઈ જા.'
'માડી ! મારે તો પૂગવું છે સોમનાથની સખાતે. ઘોડાને પાંખું ફૂટે એવા આશીર્વાદ દ્યો.'
'હમીરજી ! મારે તને પરણાવવો છે.'
'માડી ! આ શું બોલો છો ? મારો તો મોતનો માંડવો પાટણના પાદરમાં પડયો છે.'
'તોય મારે તને પરણાવવો છે.'
'પણ શા માટે ?'
'મારે મરદાનગીને મલકમાં રાખવી છે.'
'પણ માડી ! પાંચમે દીએ હું મરવાનો છું. મડા હારે કોણ હૈયાફૂટી ફેરા ફરશે ?'
'દીકરા ! તું ઘડીક પોરો ખા. ત્યાં હું હમણાં પોરણુ લઈને આવું.'
હમીરજી ગોહિલ ઘોડાની વાઘ પકડીને ઊભા રહ્યા ને ડોશીએ વેગડા ભીલની ડેલીએ ડગ દીધાં. વેગડા ભીલની દીકરી. અઢાર વર્ષની ઉંમર. જોબનની જડાસ જ્યોતું જલે, કન્યા એટલે રણાનો કોલમો, મખમલનો રેજો, તાકી મૃગલી, વીજળીનો કટકો, ચંદરમાનું ચોથિયું, વાળે વાળે સાચાં મોતીની સેર, દમરૃ ઝાંઝરાના ઝકોળા. ચાલ ચાલે તો ગેંડાની, બોલ બોલે તો ફૂલના, પલોંઠી વાળે તો પદમણી, રમણ કરે તો રંભા.
પીંગલ હુંદી પદમણી ગોખેથી કાઢ ગાત્ર,
દેવ સુધા મન ડગે, માનવ કેતો માત્ર.
હાથે ચૂડી હેમની, હેમ સરીખા હાથ,
મારુને જે દી ઘડી તે દી નવરો દીનોનાથ.
આવી ભીલ કન્યા પાસે જઈને ડોશીએ દાણો દબાવ્યો.
'દીકરી ! તારાં ઘડિયાં લગ્ન છે. એક રાતનો ઘરવાસ છે. પાંચમે દીએ રંડાપો છે.'
'અરે માડી ! મારું પણ લેવા આવ્યાં છો ? તમે કહેતાં હશો એમાં મારા અવતારનાં ઊજળાં એંધાણ હશે. મને કબૂલ છે. મારા બાપુને કાને વાત નાંખો એટલે હું સાબદી થાઉં. તમે ઊઠીને મારું ભૂંડું કરો ! તમે કહેતાં હશો તે કાંઈ અમથું નઈ કહેતાં હો !'
વખતની વાટય બળી રહી હતી. જેજો કરવો પાલવે એમ નહોતો. ડોશીમા વેગડાની પાસે પૂગ્યાં.
'ભાઈ ! વેણ નાંખવા આવી છું. દીકરીનું માગું છે.'
વેગડે વળતો જવાબ દીધો ઃ
'રૃડી વાત છે.'
'ઘડિયાં લગ્ન ને એક રાતનો સંસાર. પાંચમે દીએ દીકરીને રંડાપો.'
'માડી ! વાતમાં આ વેગડાને વિશ્વાસ છે. દીકરીને પૂછી લ્યો એટલે વગડાવું ઢોલ.'
'એને તો પરથમ પૂછીને આવી છું.'
'તો રોપાવો માંડવો. મુકાવો ચોરી.'
વેગડાના પાંચસો ભીલ કામે લાગ્યા. ઘડિયાં લગ્ન લેવાણાં. હમીરજી ગોહિલ વેગડા ભીલની કન્યા સાથે ચાર ફેરા ફરી ઊતર્યો.
ડોશીના ઓસરી ઉતાર ઓરડામાં રતી અને કામદેવે મેળાપ મેળવ્યા. પરભાતનો દોરો ફૂટે ન ફૂટે ત્યાં તો હમીરજી ગોહિલે ભાલો હાથમાં લીધો ને ઘોડે રાંગ વાળી. જીવ્યા-મૂઆના જુહાર કરીને હાથતાળી દઈને હાલી નીકળ્યો. એને પગલે પાંચસો ઘોડે વેગડો ભીલ ભેરે ચડયો. બકામ ઝમ બકામ ઝમ ધૂળની ડમરીએ આભને ધૂંધળું કરતા ઘોડા ઊપડયા સોમનાથના ચોકમાં. ઘોર સંગ્રામ મંડાયો. જય સોમનાથના નાદે ગગન ગર્જ્યું. દેવના દરબાર ડોલ્યાં. હમીરજી ગોહિલ દુશ્મનોનો દાટ વાળીને સોમનાથના ચોકમાં ઘૂસી ગયો.
નોંધઃ- હમીરજી ગોહિલની સિંદૂરરંગી ખાંભી આજે પણ સોમનાથના ચોકમાં ઊભી છે.
સોમનાથનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય સાંપડે તો હમીરજીની શહાદતના સ્મારક સામે શિર ઝુકાવવાનું ચૂકતા નહિ.
હમીરજી ગોહિલથી ભીલ પરણેતરને ઓધાન રહેલ ને જાતા આભને ટેકો દે એવો દીકરો જન્મ્યો તેમાંથી ખમીરવંતી કોમ પેદા થઈ.
૯
નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો. ગૌરી સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો.
Continue reading at સ્વર્ગારોહણ
સંત અને સર્જક એવા નરસિંહ મહેતાની રચનાઓ માણવા સ્વર્ગારોહણ ની વેબ સાઇટની મુલાકાત લેવા અહીં ક્લિક કરો.
ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની ખૂમારીને વર્ણવવા શબ્દો ખૂટી પડે તેમ છે. અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને સૌપ્રથમ ભાવનગર રાજ્ય અર્પણ કરી દેવાની ખૂમારી કૃષ્ણકુમારસિંહજીએ બતાવી હતી. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એવા મહારાજા કાયમ મારી પ્રજાનું કલ્યાણ થાઓ તેવુ ઈચ્છતા હતા. મહાત્મા ગાંધીજીએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે એવું કહ્યું હતુ કે, જો દરેક રાજા કૃષ્ણકુમારસિંહજી જેવા હોય તો આ દેશને લોકશાહીની નહીં રાજાશાહીની જરૃર છે. આવા આપણા પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી પર દુરદર્શન દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવાનું છે.
૧૯મી મે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ દિવસ છે અને આ દિવસે અમદાવાદ દુરદર્શનની એક ટીમ ભાવનગર આવી રહી છે. આ ટીમ પાંચ દિવસ ભાવનગર રહીને દસ્તાવેજી ફિલ્મ બનાવશે. આ અંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે પુસ્તક લખનાર પ્રોફેસર ગંભીરસિંહજી ગોહિલે જણાવ્યુ હતુ કે, અમદાવાદ દુરદર્શન ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી વિશે દસ્તાવેજીકરણ બનાવી રહ્યું છે. આ અંગે તેમની ટીમ પાંચ દિવસ માટે ભાવનગર આવી રહી છે. ૧૯મી મે એ આ ટીમ ભાવનગર આવવાની છે અને આ દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ દિવસ પણ છે.
ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.
Below article ‘દીવાન-એ-ખાસ’: સર પટ્ટણી' by Shree Manoj Shukla - Khulli Vat - published on July 04, 2010 is displayed with the courtesy of Divya Bhaskar.
ભારતની સંસદના મકાનમાં મહાત્મા ગાંધીજીનું જે તૈલચિત્ર છે તે સર પ્રભાશંકર પટ્ટણીએ બ્રિટનના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિર્લી પાસે બનાવડાવેલું.
સર પ્રભાશંકર પટ્ટણીની વિશેષતા જુઓ કે આઝાદી પૂર્વે અંગ્રેજો સાથે કામ કરવાની સાથોસાથ તેઓ ગાંધીજીના મિત્ર અને બંને પક્ષને તેમના પર અપરિમિત વિશ્વાસ.
અમેરિકાની માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી રહી હતી. ત્યારે માલુમ પડ્યું કે વર્ષ ૧૯૩૨-૧૯૩૪ના ગાળામાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં ભારતના ભાવનગરમાંથી જ ૨૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ સંશોધન સાથે સંકળાયેલા એમઆઇટીના મૂળ ગુજરાતી રાજેશ મશરૂવાળાએ તપાસ કરતા માલુમ પડ્યું કે આ બધા પાછળ એક જ નામ આવે છે અને તે છે ભાવનગરના વિદ્યાપ્રેમી અને દ્રષ્ટિવંત દીવાન સર પ્રભાશંકર પટ્ટણી.
સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણી (જન્મ તા.૧૫-૪-૧૮૬૨, અવસાન તા.૧૬-૨-૧૯૩૮) પ્રશ્નોરા નાગર બ્રાહ્નણ જ્ઞાતિના અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિવાળા વિદ્યાવ્યાસંગી કુટુંબમાં જન્મ્યા હતા. ‘મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે’ એ ભજન અને ‘કેશવકૃતિ’ના કર્તા કેશવલાલ હરિરામ પ્રભાશંકરના કાકા થાય. દાદા હરિરામ ભટ્ટને શ્રીમદ્ ભાગવત આખું કંઠસ્થ હતું.
મોરબીમાં જન્મેલા આ તેજસ્વી પુરુષની પ્રતિભા ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ બરાબર પિછાણી હતી. ઇસ. ૧૮૮૪થી ૧૮૮૯ સુધી ભાવસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણવા રહેલા. તે વેળા તેમના ‘કમ્પેનિયન’ તરીકે પ્રભાશંકર નિમાયા હતા. ૨૯ જાન્યુઆરી, ૧૮૯૬એ ભાવસિંહજીના પિતા મહારાજ તખ્તસિંહજીનું અચાનક અકાળે અવસાન થયું. ભાવસિંહજીએ તાર કરીને પ્રભાશંકરને તેડાવ્યા ને તેમને લેવા સ્ટેશને ગયેલા. આ અવસરે જ ભાવસિંહજીએ પ્રભાશંકરને કહ્યું કે તમે દીવાન થઇ કારભાર સંભાળી લો. પરંતુ પ્રભાશંકરે પૂરી નમ્રતાથી ના કહી, પણ ભાવસિંહજીની અને ભાવનગરની સેવામાં રોકાઇ રહ્યા. ૧૦ ફેબ્રુઆરી-૧૮૯૬ને સોમવારે પોલિટિકલ એજન્ટ કર્નલ હેન્કોકની હાજરીમાં ભાવસિંહજીનો ધોરણસર રાજ્યભિષેક થયો અને સમય જતાં તા. ૧૯-૨-૧૯૦૨થી પ્રભાશંકર દીવાનપદે નિમાયા.
સર પ્રભાશંકર પટ્ટણીએ અભ્યાસ રાજકોટમાં કર્યો અને મેટ્રીકમાં પ્રથમ પ્રયત્ને નિષ્ફળ ગયા અને બીજા પ્રયત્નમાં સમગ્ર કાઠિયાવાડમાં પ્રથમ સ્થાન મેળવીને પાસ થયા. તે પછી દાકતરીના અભ્યાસ માટે મુંબઇ ગયા પણ નાદુરસ્ત તબિયતને કારણે અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો. પછી માણાવદરમાં રહી ઘેરબેઠાં કાયદાનો અભ્યાસ કર્યો અને સનદ મેળવી. તે પછી તેમની ઉજજવળ વહીવટી કામગીરીનો પ્રારંભ થયો. પ્રથમ મોરબી રાજ્યમાં કેળવણી નિરીક્ષક બન્યા. ત્યાર બાદ ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી થયા. તે પછી ભાવનગરના દીવાન બન્યા.
સર પ્રભાશંકર પટ્ટણીના વ્યક્તિત્વનો અભ્યાસ આજના તમામ ઉચ્ચ વહીવટકારો કે જનસંપર્ક અધિકારીઓએ કરવો જોઇએ. કારણ એ કે એક બાજુ ગુલામ ભારતના અંગ્રેજો દ્વારા ચાલતા વહીવટી તંત્રની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયા કાઉન્સિલના એ સભ્ય, વળી મહાત્મા ગાંધીજીના ખૂબ નિકટના મિત્ર. એટલે કે અંગ્રેજોના પરમ વિશ્વાસુ અને વફાદાર હિંદી અધિકારી અને બીજી બાજુ આ જ સરકારના અગ્રીમ વિરોધીના આજીવન મિત્ર. છતાંય બંને પક્ષને પ્રભાશંકરમાં અપરિમિત વિશ્વાસ.
પટ્ટણી સાહેબ અંગ્રેજ રાજ્યના નોકર ગણાય. પણ સ્વ. મુકુન્દરાય પારાશર્યએ લખેલ ‘પ્રભાશંકર પટ્ટણી: વ્યક્તિત્વદર્શન’ અને ‘અહિચ્છત્ર’નો રજતજયંતી અંક વાંચતા સમજાય કે આ વીર પુરુષ અંગ્રેજોની આમન્યા જરૂર રાખતા પણ ડર જરાય નહીં. વિચાર તો કરો, ગાંધીજી પણ સર પ્રભાશંકરનું કહ્યું આજ્ઞા સમજીને માને. ભારતની સંસદના મકાનમાં મહાત્મા ગાંધીજીનું જે તૈલચિત્ર છે તે સર પ્રભાશંકર પટ્ટણીએ બ્રિટનના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિર્લી પાસે બનાવડાવેલું.
બીજી ગોળમેજી પરિષદ ૧૯૩૨ વખતે એ ચિત્ર માટે ગાંધીજીએ ઇંગ્લેન્ડમાં સતત આઠ દિવસ સીટિંગ આપ્યા હતા. સ્વખર્ચે તૈયાર કરાવેલું તૈલચિત્ર તેઓએ પોતાના અંતકાળ સમયે જયેષ્ઠ પુત્ર અનંતરાયને આપીને ભારતીય લોકસભાના ગૃહમાં મૂકવા માટે ભેટ આપ્યું, જે તા.૨૮-૮-૧૯૪૭ના રોજ ડો..રાજેન્દ્રપ્રસાદના હસ્તે ખુલ્લું મુકાવેલું. સર પટ્ટણીના જીવનસાગરમાંથી બે પ્રસંગોનું આચમન લઇએ.
‘ તેમના નોકરે ઘરમાં ઘરેણાંની ચોરી કરેલી. પ્રભાશંકરને જાણ થતાં જ તેમણે પોલીસ પાસેથી નોકરને છોડાવ્યો અને કહ્યું કે મારા હાથ નીચેના માણસને ઘરમાં ચોરી કરવી પડે તે મારી તેની માટેની કાળજીનો અભાવ છે. આમ કહીને રૂ.૫૦/- મદદ પેટે આપ્યા. તે નોકર સર પટ્ટણીના પગમાં પડ્યો અને કહ્યું કે આપની દયા ઝીરવાતી નથી. એણે ઘરેણાં પાછા આપ્યા અને કાયમ તેમની સેવામાં રહ્યો.‘સર પટ્ટણીના માતુશ્રીના અવસાન વખતે પોકે પોકે રડતા પ્રભાશંકરને કોઇકે પૂછ્યું કે અત્યંત સ્વસ્થ, વિચારશીલ હોવા છતાં આપ કેમ રડ્યા? તેમણે કહેલું કે હવે મને ‘પરભો’ કહીને કોણ બોલાવશે!?
આ સર પ્રભાશંકર પટ્ટણીની મહાનતા તો જુઓ! મહારાજા ભાવસિંહજીનું અકાળે અવસાન થતાં, ઈન્ડિયા કાઉન્સિલમાંથી મદ્રાસના ગવર્નર પદની સંભવિત નિમણુંક અટકાવી અને ભાવનગર રાજ્યના એડમિનસ્ટિ્રેટર તરીકે પાછા આવ્યા અને યુવરાજ કૃષ્ણકુમારસિંહનો ખૂબ સુંદર રીતે ઉછેર કરી તેમને રાજગાદી પર બેસાડ્યા.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ [૧] માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ ઇ.સ. ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.
‘જે રામ, જે કૃષ્ણ તે જ અત્યારે શ્રીરામકૃષ્ણ’. દક્ષિણેશ્વરના પરમહંસ રામકૃષ્ણ ઠાકુરના સ્વમુખે બોલાયેલા આ શબ્દો તેમની ઓળખ માટે પૂરતા છે. લૌકિક અર્થમાં નિરક્ષર પરંતુ પરમ જ્ઞાની અને અનન્ય ભક્ત એવા ઠાકુરની જન્મજયંતી નિમિત્તે તેમણે મા કાલીને કરેલી પ્રાર્થના અને પ્રાર્થના વિશે તેમણે આપેલ ઉપદેશમાંથી પ્રેરણા પામીશું.
શું ભગવાનને પ્રાર્થના જોરથી કરવી જોઇએ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે ઠાકુરે કહ્યું હતું, ‘કોઇપણ રીતે પ્રાર્થના કરો. એ કીડીના પગનો અવાજ પણ સાંભળી શકે છે. ‘શું ખરેખર ભગવાન પ્રાર્થના સાંભળે છે?’ એવી જિજ્ઞાસાના સંદર્ભમાં ઠાકુરે કહ્યું હતું,‘હા, મન અને મુખ એક કરીને કોઇ વસ્તુ માટે વ્યાકુળ થઇને પ્રાર્થના કરવામાં આવે તો તે પ્રાર્થના સફળ થાય છે. પરંતુ જે મોંથી કહે, ‘હે પ્રભુ, સર્વ કાંઇ તમારું છે.’ પરંતુ મનમાં વિચારે કે ‘આ બધું જ મારું છે.’ એવી પ્રાર્થનાનું કોઇ ફળ મળતું નથી. સરળ આંતરિક ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે તો એ અવશ્ય સાંભળે છે. તમે બોલો કે ‘ઇશ્વર મારું સર્વસ્વ છે.’ પરંતુ મનથી સંસારને સર્વસ્વ માનો તો તેનાથી કોઇ જ લાભ થશે નહીં.
‘પ્રાર્થના કેવી રીતે કરવી જોઇએ?’ એની સમજૂતી આપતાં ઠાકુરે કહ્યું હતું, ‘સંસારની વસ્તુઓ માટે પ્રાર્થના ન કરવી જોઇએ.’ નારદમુનિનું ઉદાહરણ આપતાં ઠાકુરે કહ્યું હતું, ‘નારદની જેમ પ્રાર્થના કરવી જોઇએ. નારદજીએ ભગવાન શ્રીરામચંદ્રને કહ્યું હતું, ‘હે રામ! એ જ કરો કે જેથી તમારા ચરણકમળમાં શુદ્ધ ભક્તિ રહે.’ શ્રી રામચંદ્રજીએ નારદજીને વરદાન માંગવા કહ્યું ત્યારે નારદે કહ્યું, ‘તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન થાઉં.’ અહીં શ્રીરમણ મહર્ષિએ કહેલી વાત નોંધવા જેવી છે. તેઓએ કહ્યું છે કે માણસ શરૂઅાતમાં દુન્યવી વસ્તુઓ માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે પછી ધીમે ધીમે એક સમય એવો આવે છે કે તે ભગવાન માટે જ ભગવાનને પ્રાર્થના કરે છે.
ઠાકુર શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, જો તમે નિશ્ચિત ન કરી શકો કે ભગવાન સાકાર છે કે નિરાકાર? તો ભગવાનને આ રીતે પ્રાર્થના કરો, ‘હે ભગવાન, તમે સાકાર છો કે નિરાકાર હું સમજી શકતો નથી. તમે જ હો તે મારા પર કૃપા કરો અને મને દર્શન આપો.’
આલ્ડસ હકસલી જેને ‘Unique in the literature of hagiography’ સંતજીવન સાહિત્યમાં અજોડ ગ્રંથ તરીકે બિરદાવ્યો છે એવા ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં મહાશય-મહેન્દ્રનાથ ગુપ્તે અવાર-નવાર શ્રીરામકૃષ્ણે મા કાલીને-ઇશ્વરને કરેલી પ્રાર્થનાની નોંધ કરી છે. જેમાંની એક પ્રાર્થના અહીં રજૂ કરી છે.
‘તું હિ તું હિ’
‘મા, હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર, હંુ ઘર તમે ઘરના માલિક,
હું રથ તમે રથ હાંકનાર, તમે જેમ કરાવો તેમ કરું, તમે જેમ બોલાવો તેમ બોલું, તમે જેમ ચલાવો તેમ ચાલું,
નાહં, નાહં, તું હિ તું હિ, તેમનો જ જય, હું તો માત્ર યંત્ર જેવો!’
એકવાર ઠાકુરે રાધિકાજીના એક પ્રસંગની વાત કરતા કહ્યું હતું, ‘શ્રીમતી રાધિકા જ્યારે સહસ્રધારા ઝારી લઇને જઇ રહી હતી, ત્યારે જળ જરાયે ઢોળાયું નહોતું. તેથી સૌ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી સતી થવાની જ નથી ત્યારે શ્રીમતીએ કહ્યું, ‘તમે મારી જય શું કરવા બોલો છો? કહો કે કૃષ્ણની જય! કૃષ્ણની જય! હું તો તેમની દાસી માત્ર.’ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ‘આ મારી ત્રણ ગુણવાળી દૈવી એટલે કે અદભુત માયા તરવી મુશ્કેલ છે. પણ જેઓ મારું જ શરણ લે છે તેઓ તે માયાને તરી જાય છે. ઠાકુરના શબ્દો હતા. ‘મા હું તમારો શરણાગત!’
પ્રારબ્ધ બદલવું હોય તો બુદ્ધ પુરુષનો સંગ કરો. જપ-તપથી બદલાશે નહીં. વીંટીઓ પહેરવાથી બદલાશે નહીં. આશ્વાસન જરૂર મળશે માટે જીવનની આખરી ઔષધિ ભજનાનંદીનો સંગ છે.
જો દૈહિકરૂપમાં કદાચ સદગુરુ આપણી આંખ સામે ન હોય ત્યારે કેવળ અને કેવળ ગુરુપદરજનું અનુસંધાન કરવું જોઇએ.
તમે બધા યાદ રાખજો કે ઇષ્ટ પણ આખરે સીડી પર બાધક છે. ભગવાન બુદ્ધ પણ એકવાર બોલ્યા છે કે મને પણ ભૂલી જાઓ. ઠાકુર રામકૃષ્ણને કહેવાયું હતું કે તને વારંવાર વચ્ચે કાલિ આવે છે તો લે આ ખડગ અને જા કાલિનું માથું કાપી નાખ. આપણા જીવનમાં આપણી મંજિલ પણ બાધા બની શકે છે.
‘કેહિ અવરાધહુ કા તુમ્હ ચહહૂ|’
હા સદગુરુ પદરજનું અનુસંધાન બહુ જ કઠિન છે.
પરંતુ આખરી તત્ત્વ તો ચરણરજ છે. ચરણરજનો મરમ સમજવો કઠિન છે.
સંકર ઉર અતિ છોભુ સતી ન જાનહિ મરમુ સોઇ|
તુલસી દરસન લોભુ મન ડરુ લોચન લાલચી||
ત્યારબાદ માનસમાં મરમુ શબ્દનો પ્રયોગ થાય છે.
સતી બસ હિ કૈલાસ તબ અધિક સોચુ મન માહિ|
મરમુ ન કોઉ જાન કછુ જુગ સમ દિવસ સરાહિ||
કેહિ અવરાધહુ કા તુમ્હ ચહહૂ|
હમ સન સત્ય મરમુ કિન કહહૂ||
મર્મનો એક અર્થ હેતુ થાય છે.
મર્મનો બીજો અર્થ રહસ્ય પણ થાય છે.
મર્મનો ત્રીજો અર્થ ભેદ પણ થાય છે.
ઇશ્વરના મર્મની ખોજમાં કોઇ સફળ થયું નથી.
બીજી એક વાત કરું કે ક્યારેય બીજા માણસના મરમને જાણવાનો પ્રયાસ કરવો નહીં. એનાથી વ્યક્તિનું ભજન ખંડિત થાય છે. દરેક વ્યક્તિમાં મર્મ હોય જ છે. ઘણા લોકો ચર્ચા કરતા હોય છે કે આ માણસ દસ વર્ષમાં આટલું બધું ધન કમાઇ ગયો એની પાછળ કંઇક મર્મ હશે. ચૈતન્ય મહાપ્રભુના પટ્ટશિષ્યમાંના એક એવા સનાતન ગોસ્વામી મહારાજ, એમને કોઇએ એકવાર પૂછ્યું હતું કે આપની આ લાંબી ભગવદ્્યાત્રાનો મર્મ શું છે? અને આપ બધા જ જાણતા હશો કે મૂળ તેઓ મુસ્લિમ હતા.
ભજનાનંદીને જો ચેપ ન લાગે તો સમજવું કે ભજનમાં કંઇક ખામી છે. હરિનામ, ભજન માણસનું પ્રારબ્ધ બદલી નાખે છે. ભજનાનંદી પાસે રહેવાથી ધીરે ધીરે પ્રારબ્ધ બદલાય છે.
ઇસી બહાને લકીરો કો ભી બદલ આઉં|
યે સોચતા હૂં કિ જન્નત તલક ટહલ આઉં||
પ્રારબ્ધ બદલવું હોય તો બુદ્ધ પુરુષનો સંગ કરો. જપ-તપથી બદલાશે નહીં. વીંટીઓ પહેરવાથી બદલાશે નહીં. આશ્વાસન જરૂર મળશે માટે જીવનની આખરી ઔષધિ ભજનાનંદીનો સંગ છે. જીવનમાં ભજન પ્રગટ કરો. અસાધ્ય રોગોની ઔષધિ હરિનું નામ છે.
હરિનામને દિલ અને દિમાગમાં ઘૂમવા દો.
હરિ જે કરી શકતા નથી એ હરિનામ કરી શકે છે.
ટૂંકમાં હરિભજન વધશે તો જીવનનો મરમ સ્વયં સમજાવા લાગશે.