Translate

Search This Blog

Monday, December 30, 2013

'ઘટનાનો શોક જીવનમાંથી નીકળી જાય તે મુક્તિ, માનસદર્શન, મોરારિબાપુ


ઘટનાનો શોક જીવનમાંથી નીકળી જાય તે મુક્તિ

  • મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ આપણા જીવતાં જ મરી જાય એ આપણા માટે મોક્ષ છે. જેમાં શોક, મોહ અને ચિંતા આ ત્રણ વસ્તુ મરવી જોઇએ. ભૂતકાળનો શોક મરી જાય અને ભવિષ્યની ચિંતા મરી જાય ત્યારે થતા મૃત્યુને મોક્ષ કહી શકાય છે.



  • કેટલીક વિચારધારાઓ પૂર્વજન્મમાં કે પુનર્જન્મમાં માનતી નથી




  • આપણા જીવતા જ જીવનમાં ત્રણ વસ્તુ મરી જાય તો સમજવાનું કે મૃત્યુ મોક્ષ છે. પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીનું એક નિવેદન હતું કે માણસનું મૃત્યુ થાય અને કોઇ વાસના રહી જાય તો એ મોત છે પણ માણસની વાસનાઓ મરી જાય અને માણસ જીવિત હોય તો એ જીવનમુક્તિ છે. મોક્ષવાદી લોકો મોક્ષના વિજ્ઞાનને સમજાવે છે. ફરીવાર શંકરાચાર્યને યાદ કરું 'ન મોક્ષસ્ય આકાંક્ષા’ આજે તો માણસ મૃત્યુથી મરતો નથી વધારે ભયના કારણે મરે છે. એક ઘટના છે જે સમજવા જેવી છે. ચીનમાં કન્ફ્યુશિયસ બહુ જ મોટા વિદ્વાન પુરુષ. બધી બાજુ એની કીર્તિ‌ ફેલાયેલી હતી. એક દિવસ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા એવા સમયે એમને કોઇ મૃત્યુના દેવતાને જોયા. દેવતાને જોઇને એમણે પૂછ્યું કે આપ કોણ છો?







  • નરસિંહ મહેતાની આ બહુ સૂક્ષ્મ વાત છે કે જેને માગવો પડે એ મોક્ષ કહેવાય? કારણ કે માગવું એ તો મોક્ષ માટે બાધક છે. મને મોક્ષ મળે એવી ઇચ્છા કરીએ પણ ઇચ્છા જ બાધક છે. જ્યારે બધી જ ઇચ્છાઓનું નિરસન થઇ જાય ત્યારે તત્ક્ષણ મુક્તિ પ્રાપ્ત થાય છે. રામચરિતમાનસમાં તુલસીદાસ મુક્તિને તુચ્છ માને છે. તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ આપણા જીવતાં જ મરી જાય એ આપણા માટે મોક્ષ છે. જેમાં શોક, મોહ અને ચિંતા આ ત્રણ વસ્તુ મરવી જોઇએ. આ ત્રણ વસ્તુમાં આખું જીવન આવી જાય છે. જીવનમાં ત્રણ વસ્તુને મિટાવો.





  • જે દિવસે ભજન ન થાય એ જ સૌથી મોટું સૂતક છે. ભજન વિના નર સૂતકી છે. હા ભજન કોઇ પણ હોઇ શકે છે એ તમારી શ્રદ્ધાને આધારે નક્કી થાય છે. તો જીવનમાં શોકને દૂર રાખજો. ખોટો મોહ રાખશો નહીં. આજે લોકો મોહ બહુ રાખતા હોય છે, પેલા વ્યક્તિ પાસે આ વસ્તુ છે તો મારી પાસે ક્યારે આવશે. આ મોહને કારણે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. અને પછી વિચારમાં જ લાગ્યો રહે છે. જેના કારણે ચિંતામાં વધારો થાય છે અને હરિનું નામ ભૂલી જવાય છે. માટે મોહ છોડો સાથે સાથે ખોટી ચિંતા પણ છોડો. જીવનમાં ચિંતાને છોડીને હરિનું ચિંતન વધારો. મોક્ષ મળી જશે. જીવન એવું જીવો કે છેલ્લી અવસ્થામાં આવનારું મૃત્યુ પણ મહોત્સવ બની જાય. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારું મૃત્યુ તો નિ‌શ્ચિ‌ત જ છે પણ અમે ભયના કારણે ન મરીએ એવી અમને શક્તિ અર્પણ કરજો અને અમારામાંથી શોક, મોહ અને ચિંતા દૂર થાય એવી કૃપા કરજો.

જય સીયારામ' (સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

Continue reading at Sunday Bhaskar..........

Monday, December 23, 2013

સત્ય લેવાય, પ્રેમ દેવાય અને કરુણામાં જિવાય એ જીવન છે, માનસદર્શન, મોરારિબાપુ

સત્ય લેવાય, પ્રેમ દેવાય અને કરુણામાં જિવાય એ જીવન છે




  • રામકથા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ કથાને કપટ છોડી ગાવ



  • રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં તુલીસદાસજી લખે છે:

'મન કામના સિદ્ધિ નરપાવા
જે યહ કથા કપટ તજિ ગાવા’


  • અમારો નીતિનભાઇ વડગામો લખે છે.

પોથીને પરતાપે ક્યાં ક્યાં પૂગિયા
ભગવા રે અંકાશે જઇને ઊડિયા...




  • 'સકલ લોક જગ પાવનિ ગંગા’

કથા તો સ્વયં ગંગા છે. કદાચ ગંગાસ્નાન કરવા ન જવાય તો મનમાં ઓછું ન લાવતા. કથામાં જાવ ત્યારે થોડું જળ લેતા જજો. ગંગાજળ બનતા વાર નહીં લાગે. રામકથા તો હાલતી ચાલતી ગંગા છે. બને તો કથારૂપી ગંગામાં નિત્ય સ્નાન કરજો જીવન ધન્ય બની જશે.

જય સીયારામ'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


  • રામકથા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ કથાને કપટ છોડી ગાવ. જે વ્યક્તિ કપટ છોડીને રામાયણની ચોપાઇનું ગાન કરે છે એની મનોકામના સિદ્ધ થાય છે. રામકથા તો હાલતી ચાલતી ગંગા છે.


મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com


Read full article at Sunday Bhaskar.


Saturday, December 21, 2013

GOD IS ONE




AMAZING FACTS

MANDIR=6 words
CHURCH=6 words
MASJID= 6 words
&
GEETA=5 words
BIBLE=5 words
QURAN=5 words

They All Preach The Same - "GOD IS ONE"

Sunday, December 15, 2013

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે, માનસદર્શન, મોરારિબાપુ

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે




તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે


  • મનમંદિરમાં સાત વસ્તુઓ હોવી જોઇએ જેમાં મૂર્તિ‌, પૂજારી, શિખર, ધજા, આરતી, પ્રસાદ અને માનવતાનો સાર્વભોમ વિચાર, આવી સાત વસ્તુઓ મંદિરમાં ખૂબ જ જરૂરી છે.



  • અરણ્યકાંડમાં સ્થૂળરૂપે મંદિર ન પણ હોય. પણ મને એમ લાગે છે કે અરણ્યકાંડ સ્વયં એકમંદિર છે.



  • રામચરિતમાનસમાં કુલ અગિયાર મંદિરોના જુદા જુદા સંદર્ભે ઉલ્લેખ તુલસીદાસજીએ કર્યા છે. જેમાં મનમંદિર, મણિમંદિર, ગુણમંદિર, સુખમંદિર, ક્ષમામંદિર, હરિમંદિર, નિજમંદિર, દિલમંદિર, જનકમંદિર, નૃપમંદિર અને છેલ્લે હરમંદિરની ચર્ચા છે. 



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ


Continue reading at Sunday Bhaskar.



Tuesday, December 10, 2013

દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ

દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ





જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે

  • રામચરિતમાનસમાં ચાર જગ્યાએ સંવાદના રૂપમાં રામકથા ચાલે છે. 
  • કૈલાસમાં ભગવાન શિવ ભવાનીને રામકથા સંભળાવે છે. 
  • ર્તીથરાજ પ્રયાગમાં પરમવિવેકી યાજ્ઞવલ્કય મહારાજ ભરદ્વાજજીને રામકથા સંભળાવે છે. 
  • બાબા ભુશુંડીજી, ખગપતિ-ગરુડજીને સંભળાવે છે 
  • અને તુલસીદાસજી પોતાના મનને કેન્દ્રમાં રાખીને આપણને બધાને કંઇક દર્શન કરાવી રહ્યા છે. 



'હરિના જન તો મુક્તિ ન માગે
માગે જનમ જનમ અવતાર રે...
નિત્ય સેવા નિત્ય કીર્તન-ઓચ્છન
નિરખવા નંદકુમાર રે...’


  • તો દુ:ખનાં ચાર કારણ, 
  • જેમાં પહેલું કાળ દુ:ખ આપે છે. 
  • દુ:ખનું બીજું કારણ કર્મ છે. માણસ પોતાના કર્મના આધારે દુ:ખી થાય છે. સવારથી સાંજ સુધી જેવાં કર્મ કરે એ કર્મના ફળ સ્વરૂપે સુખદુ:ખ પ્રાપ્ત થાય છે. 
  • દુ:ખનું ત્રીજું કારણ ગુણ છે. જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે.
  • દુ:ખનું ચોથું કારણ સમજાવતાં તુલસીદાસજી કહેવા લાગ્યા કે માણસ પોતાના સ્વભાવના કારણે દુ:ખી થાય છે.


Continue Reading at Sunday Bhaskar......

જીવનમાં સંદેહ વ્યક્તિને પતન તરફ દોરી જાય છે, માનસદર્શન, મોરારિબાપુ


જીવનમાં સંદેહ વ્યક્તિને પતન તરફ દોરી જાય છે, માનસદર્શન, મોરારિબાપુ


  • શણગાર કરે છે. એવા સમયે દેવરાજ ઇન્દ્રનો દીકરો અચાનક જ ચિત્રકૂટમાં આવે છે. એણે ભગવાન રામ અને સીતાજીને જોયા છે. ભગવાન રામને પુષ્પની માળા સીતાજીને પહેરાવતા જોઇને મનમાં સંદેહ થયો કે આને થોડા વનવાસી કહેવાય? આ તો વિષયી છે. ઉદાસીન વ્રત લઇને ચૌદ વર્ષ સુધી વનમાં રહેવાનો આદેશ છે અને આ તો રસિક બનીને વનવાસ ભોગવે છે. હવે વિચાર કરો ઇન્દ્રના દીકરાને પણ મનમાં સંદેહ થયો છે. જીવનમાં તમે બીજી કોઇ બાબતથી સાવધાન રહો કે ન રહો એ તમારી પોતાની મરજી છે પણ કોઇ વ્યક્તિ, કોઇ પ્રસંગ, કોઇ દેશ કે ઘટના વિશે મનમાં સંદેહનો કીડો પ્રવેશ ન કરે એની સાવધાની ખૂબ જ રાખજો.



  • આજે આપણને બધાને બીજાના અંગત જીવનમાં રસ લેવામાં ખૂબ જ આનંદ આવે છે. બને ત્યાં સુધી કોઇના અંગત જીવનમાં ન પ્રવેશ કરો. દાંપત્યજીવનમાં ક્યારેય સંદેહ ન થવો જોઇએ. જ્યારે સંદેહ, શંકા શરૂ થશે ત્યારે વ્યક્તિનું પતન પણ શરૂ થઇ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તો સ્પષ્ટ લખ્યું છે કે 'સંશયાત્મા વિનશ્યતિ’ જે વ્યક્તિના મનમાં એકવાર સંદેહ પેદા થાય છે એનું પરિણામ વિનાશ જ હોય છે. ભગવાન મહાવીરસ્વામીનો એક પ્રસંગ છે એણે પોતાના શિષ્ય મેઘકુમારની જિજ્ઞાસાના સંદર્ભમાં ચાર વાતો કરી છે. આજના યુવાન ભાઇઓ-બહેનોએ જરા ધ્યાનથી સાંભળવી જોઇએ. જે વાતો જીવનની યાત્રામાં ખૂબ ઉપયોગી બને તેવી છે.





  • ઇન્દ્રના દીકરા જયંતને અકારણ સંદેહ પેદા થયો. કાગડાનું રૂપ લઇને સીતાજીનાં ચરણોમાં ચાંચ મારે છે. હવે વિચારો કે ઇન્દ્રપુત્ર હોવા છતાં કાગડાનું રૂપ લેવું પડયું. તુલસીદાસજી કહે છે કે બીજાના જીવનમાં, ગૃહસ્થાશ્રમમાં જે ખોટી ચાચું મારે છે એ ક્યારેય હંસ બની શકતો નથી. એ કાગડો જ બને છે. આજે સમાજમાં ઘણા જયંતો બેઠા છે. જે ચંચુપાત કરવાનું જ કામ કર્યા કરે છે. છેલ્લે એટલું જ કહીશ કે કોઇની ખુશી જોઇને દ્વેષ ન કરો, એ એના પ્રારબ્ધનો આનંદ લઇ રહ્યા હોય છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે દ્વેષમુક્ત જીવન જીવીને બીજાને ઉપયોગી બનીએ.


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
માનસદર્શન
મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.......

Wednesday, November 27, 2013

કળિયુગ તો હરિનામ લેવાની મોસમ છે, માનસદર્શન, મોરારિબાપુ

કળિયુગ તો હરિનામ લેવાની મોસમ છે



  • હરિ ભજનથી માણસનું ચિત્ત શુદ્ધ બને છે. તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે કે કોઇ વ્યક્તિ કળિયુગમાં હરિનું નામ મુખથી લે છે તો સ્વયં નામ ધ્યાન બની જશે. યજ્ઞ પણ થઇ જશે. સમય મળે ત્યારે હરિનું ભજન કરો



  • રામચરિતમાનસમાં તુલસીદાસજીએ મંત્રનામનો મહિ‌મા ખૂબ જ ગાયો છે. સ્વયં ભગવાન રામ કરતાં વધારે રામનામનો મહિ‌મા છે. 



  •  હરિનું વર્ણન કરતા તુલસી રામચરિતમાનસમાં લખે છે:


બિનુ પદ ચલઇ સુનઇ બિનુ કાના
કર બિનુ કરમ કરઇ બિધિનાના
આદિ અંત કોઉ જાસુ ન પાવા
મનિ અનુમાનિ નિમગ અસ ગાવા


  • રામતત્ત્વથી કોઇ વ્યાપક નથી. હું અહીંયાં રામનું વ્યાપક અર્થમાં દર્શન કરું છું. રામને તમે કૃષ્ણ પણ કહી શકો છો. શિવ પણ કહી શકો. દુર્ગા પણ કહી શકો. અરે, મારા રામને અલ્લાહ પણ કહી શકો છો. 



  • સત્ય એટલે આપણું બચપન છે. બાળકને આપણે ઇશ્વર સ્વરૂપ માનીએ છીએ. જ્યાં સત્ય હશે ત્યાં રામ હશે. રામતત્ત્વ નિર્દોષ, પવિત્રમ્ તત્ત્વ છે પછી પ્રેમ એ આપણી જુવાની છે. માણસ યુવાન થાય એટલે પ્રેમની અભિવ્યક્તિ શરૂ થાય છે. જ્યારે કરુણા એ માણસની પ્રૌઢતા છે, પરિપક્વતા છે. કરુણા જે વ્યક્તિ પાસે હોય છે એ વ્યક્તિ આપણને પાકેલો લાગે છે. જીવનની કોઇપણ પરિસ્થિતિમાં કદાચ કોઇ એકાદ મંત્ર પકડાઇ જશે તો વ્યક્તિગત જીવનમાંથી વૈશ્વિક જીવન બની જશે. જીવનને સમજો અને જીવનને જાણીને આગળ વધો. કલિયુગમાં હરિમંત્ર પકડાઇ જાય એ સારી વાત છે. એના સિવાય આજે ઘણા મંત્રો આપણે સમજવાની જરૂર છે. બીજાને ઉપયોગી થવું એ પણ મંત્ર છે. જય સીયારામ'

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading full article at Sunday Bhaskar.


Friday, November 22, 2013

શબ્દોની કમાલ

Courtesy: 



૧     કોઈની ઉપર દયા કરી હોય તો યાદ ન કરો.

૨     શાળામાં સર છે પણ ભણવામાં રસ નથી.

૩     દરજી સરખા અંતરે જગા રાખી ગાજ કરે છે.

૪     ભલા કામ કરનારને હંમેશાં લાભ થાય છે.

૫     લોભ વૃત્તિ ધરાવનાર કદી ભલો નથી હોતો.

૬     જામ હોય તો સૌ કોઈને મજા આવી જાય.

૭    વાદ કરો તો પછી દવા ની જરુર પડે.

૮    વ્યસન તજી (ત્યજી) દેવામાં જ તમારી જીત છે.

૯    લોન એટલે ન લો.

Thursday, November 21, 2013

મનુષ્યમાં શુદ્ધિ અને પ્રેમની વૃદ્ધિ કરે સંવેદના, માનસદર્શન, મોરારિબાપુ

મનુષ્યમાં શુદ્ધિ અને પ્રેમની વૃદ્ધિ કરે સંવેદના

માનસદર્શન, મોરારિબાપુ

  • રામચરિતમાનસના સાતેય સોપાનમાં મુનિઓનાં દર્શન થાય છે. મારી દૃષ્ટિએ તો રામચરિતમાનસ મુનિમય છે. પરંતુ આ બધા જ મુનિઓમાં આપણે મહામુનિની ખોજ કરવાની છે. વર્તમાન વિશ્વમાં મારે કોઇને મહામુનિ કહેવા હોય તો હું મારી જવાબદારી એ વિનોબાજીને કહીશ. તમે સ્વીકારો ન સ્વીકારો એ તમારી જવાબદારી છે પણ મારી વ્યાસપીઠને વિનોબાજીમાં મહામુનિનું દર્શન થાય છે અને એ પણ વાત કરી દઉં કે મહામુનિપણું મળવું આસાન નથી. મને સાબરમતી આશ્રમની એક વાત યાદ આવે છે.




'તુ ઇસે ઇબાદત સમજ લે
તેરી યાદ મેં હમ કબ સે સોયે નહીં હૈ.’



'જસિ બિબાહ કે બિધિ શ્રુતિ ગાઇ’



'મહામુનિન્હ સો સબ કરવાઇ’



'ઉદાસીન નિત રહિ‌એ ગોસાઇ’



'મોજમાં રહેવું, મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે...
અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવું રે...
ગોતનારાને ગોત્યો નહીં જડે એ ગહન ગોવિંદો રે
પણ હરિભક્તુને હાથવગો છે એ તો પ્રેમપરખંડો રે...’



'વિશ્વકલ્યાણ હિ‌ત વ્યગ્ર ચિત્ત સર્વદા’


'નિસદિન બરસત નૈન હમારે
સદા રહત બારીસરીતુ હમપર
જબસે શ્યામ સીધારે...’


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading at the Sunday Bhaskar

Wednesday, November 13, 2013

હરિકથા: જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ, માનસદર્શન, મોરારિબાપુ

હરિકથા: જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ





  • આજે તો પાડોશી-પાડોશી, ગામ-ગામ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે વૃથાવાદ બહુ જ પ્રબળ બનતો જાય છે. જેના કારણે સમાજમાં અશાંતિ ઊભી થાય છે માટે ખોટો તર્ક છોડો, બને એટલો મિથ્યાવાદ છોડીને સમયનો સદુપયોગ કરો તો શાંતિ પ્રાપ્ત થશે



  • રામકથાનું શ્રવણ કરવાથી નુકસાન થતું નથી. 



  • ભગવાન રામની કથા શ્રવણ કરવાથી આપણા બધાના જીવનમાં ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે. 




ભવાની શંકરો વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ
યાભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધા: સ્વાન્ત: સ્થમીશ્વરમ્


  • શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને રામકથાનું શ્રવણ કરવામાં આવે તો જીવનમાં આવેલી અશાંતિનાં કારણોનો ઉકેલ તરત જ મળી જશે. 



  • આપણા બધાના જીવનમાં અશાંતિ ઊભી થવાનાં ત્રણ કારણો છે, જે કારણો આપણા જીવનમાં પ્રવેશે કે તરત જ આપણને અશાંતિનો અનુભવ થાય છે. આ ત્રણેય કારણોથી માણસે બચવું જોઇએ. જે કારણો આ પ્રમાણે છે.



  1. મિથ્યાવાદ: હવે મિથ્યાવાદ એટલે કે નિરર્થકવાદ. 
  2. મિથ્યાગતિ: આપણા બધાના જીવનમાં મિથ્યાગતિ અશાંતિ ઊભી કરે છે. 
  3. મિથ્યાસ્મૃતિ: માણસ જ્યારે મિથ્યાસ્મૃતિ કરવા લાગે છે ત્યારે અશાંતિનો ભોગ બને છે. 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading full article at Sunday Bhaskar.


Monday, October 28, 2013

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ


માનસદર્શન, મોરારિબાપુ

હાનિ, લાભ, જન્મ, મરણ, યશ અને અપજશ આ છ વસ્તુ વિધાતાના હાથમાં હોય છે, પરંતુ એની બીજી બાજુ આપણા હાથમાં હોય છે. જે આ છ વસ્તુને જીવનમાં બંને બાજુથી સમજે છે એ વ્યાસપીઠની દૃષ્ટિએ મહામુનિ છે.

Read full article at Sunday Bhaskar.

Monday, October 14, 2013

જીવનમાં આનંદ આપે તે ગુરુ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં આનંદ આપે તે ગુરુ

courtesy : Divya Bhaskar




- આપણા બધાના જીવનમાં ગુરુ ઉપાય છે. ગુરુ મારગ છે. ગુરુ માધ્યમ પણ છે. ગુરુ મંજિલ પણ છે અને ગુરુ સાધન પણ છે. ગુરુનો ક્યારેય ખોટી રીતે ઉપયોગ ન કરો



બંદઉ ગુરુ પદ પદુમ પરાગા
સુરુચિ સુબાસ સરસ અનુરાગા
શ્રીગુરુ પદ નખ મનિ ગનજોતી સુમિરત દિબ્ય દૃષ્ટિ હિ‌ય હોતી


'ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો
પ્રથમીના માલિક તમે રે તારો તો અમે તરીએ...’



આશ્રિતને આયુધ આપે



'આયુધ સર્વ સમર્પિ‌ કૈ’



આશ્રિતને આયુષ્ય આપે


આશ્રિતને આધાર આપે



આશ્રિતને આનંદ આપે



આશ્રિતને આબરૂ આપે



આશ્રિતને આહાર આપે


'અમિઅ મૂરિમય ચૂરત ચારુ
સમન સકલ ભવરુજ પરિવારુ’

શરીર તો શરીર છે પણ મનનું આરોગ્ય ખૂબ મહત્ત્વનું છે માટે ગુરુ આશ્રિતને આહાર સાથે આરોગ્ય પણ અર્પણ કરે છે. આપણે સૌ સદ્ગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં આયુધ, આયુષ્ય, આધાર, આનંદ આબરૂ અને આહાર સાથે આરોગ્ય પણ પ્રાપ્ત થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના.'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.


Tuesday, October 8, 2013

કોઇ પણ કાર્ય સ્પર્ધાથી નહીં શ્રદ્ધાથી કરો, માનસદર્શન, મોરારિબાપુ

કોઇ પણ કાર્ય સ્પર્ધાથી નહીં શ્રદ્ધાથી કરો, માનસદર્શન, મોરારિબાપુ



  • મારું માનવું છે કે સારા વક્તા બનવા માટે પ્રથમ સારા શ્રોતા બનવું ખૂબ જ જરૂરી છે.




'શ્રવણં કીર્તનં વિષ્ણો: સ્મરણં પાદસેવનમ્’
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્




  • અધ્યાત્મ જગત માં શ્રદ્ધા





  • કર્મ બલિદાન માટે હોવું જોઇએ





  • કર્મ વિચારશીલ હોવું જોઇએ





  • કુશળ બનીને કાર્ય કરીએ



  • 'યોગ: કર્મષુ કૌશલમ્’ 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading full article at Sunday Bhaskar.

Saturday, October 5, 2013

કરુણારૂપી સાગરનાં ચૌદ રત્નો કરુણામાંથી જન્મે છે, માનસદર્શન, મોરારિબાપુ

કરુણારૂપી સાગરનાં ચૌદ રત્નો કરુણામાંથી જન્મે છે

- કરુણારૂપી સાગરમાંથી આપણા સંતોએ ચિંતન-મનનનાં મંથન દ્વારા ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં છે. રામચરિતમાનસમાંથી જે કરુણામાંથી રત્નો પ્રાપ્ત થયાં છે એ ચૌદ રત્નો આ પ્રમાણે છે...

રામચરિતમાનસમાં તુલસીદાસજી કરુણાને સાગર કહે છે. કરુણા સ્વયં સાગર છે અને આપણે ત્યાં સાગરને રત્નાકર કહેવામાં આવે છે. આવા કરુણારૂપી સાગરમાંથી આપણા સંતોએ ચિંતન-મનનનાં મંથન દ્વારા ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં છે. રામચરિતમાનસમાંથી જે કરુણામાંથી રત્નો પ્રાપ્ત થયાં છે એ ચૌદ રત્નો આ પ્રમાણે છે. કદાચ રત્નોની ચર્ચા કરવામાં ક્રમ ન રહે તો માફ કરશો. આવો આપણે કરુણા દ્વારા જે રત્નો પ્રાપ્ત થાય છે એનું દર્શન કરીએ.

૧. સુખ

૨. નિષ્કામતા

૩. અતિશય પ્રિયતા

૪. નિરહંકારિતા

પ. સુજાનતા

૬. શબ્દકૌશલ્ય

૭. દોષોનો નાશ થવો

૮. સુકોમળતા: સુકોમળતા

૯. સુંદરતા

૧૦. બીજાની પીડાને સમજવી

૧૧. પરમવિવેક

૧૨. નિર્મલ ભક્તિ

૧૩. પ્રેમ

૧૪. નેમ

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)




Read full article at Sunday Bhaskar.

Tuesday, September 24, 2013

વાણીમાં કટુતા ન હોય ત્યારે જીવનમાં પ્રેમ પ્રગટ થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

વાણીમાં કટુતા ન હોય ત્યારે જીવનમાં પ્રેમ પ્રગટ થાય છે



  • પ્રેમ જ ઇશ્વરની જાતિ છે, પ્રેમ જ ઇશ્વરનો રંગ છે અને પ્રેમ જ ઇશ્વર પ્રાપ્તિનું સરનામું છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે





  • 'સુધે મન સૂધે બચન સૂધી સબ કરતૂતિ
  • તુલસી સૂધી સકલ બિધિ રઘુબર પ્રેમ પ્રસુતિ’




  • અલ્લાહની જાતિ પ્રેમ છે. નરજાતિ, નારીજાતિ, નાન્યતરજાતિ એવી કોઇપણ પ્રકારની અલ્લાહની જાતિ નથી. પ્રેમ જ પરમાત્માની જાતિ છે. પ્રેમ જ અલ્લાહનો રંગ છે. હું ઊછળ-કૂદવાળા ઇશ્કની વાત કરતો નથી. તમે પ્રેમનો ગલત અર્થ કરો તો એ તમારી જવાબદારી છે. હું કઢંગા પ્રેમની ચર્ચા કરતો નથી પણ જે પ્રેમથી પ્રભુ સ્વયં પ્રગટ થાય એવા પ્રેમની ચર્ચા હું તમારી સાથે કરી રહ્યો છું. અહીંયાં વિષયીપ્રેમની ચર્ચા નથી અહીંયાં તો વિશ્વાસુપ્રેમની ચર્ચા છે. તો પ્રેમ જ ઇશ્વરની જાતિ છે, પ્રેમ જ ઇશ્વરનો રંગ છે અને પ્રેમ જ ઇશ્વર પ્રાપ્તિનું સરનામું છે. તુલસીદાસજી તો રામચરિતમાનસમાં બહુ સ્પષ્ટ લખે છે કે,



  • 'હરિ વ્યાપક સર્વત્ર સમાના
  • પ્રેમ તે પ્રગટ હોહિ‌ મે જાના’


જ્યાં પ્રેમ છે ત્યાં સ્વયં હરિ પ્રગટે છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read More at Sunday Bhaskar.

Wednesday, September 18, 2013

માનસિક રોગ સદગુરુ દૂર કરી શકે છે, માનસદર્શન, મોરારિબાપુ

માનસિક રોગ સદગુરુ દૂર કરી શકે છે




સુનહુ તાત અબ માનસ રોગા
જિન્હ તે દુખ પાવહિ‌ સબ લોગા
અહંકાર અતિ દુખદ ડમરુઆ
દંભ કપટ મદ માન નેહરુઆ


તો આપણે માનસ રોગની ચર્ચા કરી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે બધા એ સમજી લઈએ કે રોગમાં આપણે ત્યાં ત્રણ શબ્દ છે. જેમાં એક સાધ્ય રોગ, બીજો કષ્ટ સાધ્ય રોગ અને ત્રીજો અસાધ્ય રોગ છે. હવે સાધ્ય રોગ એને કહેવામાં આવે છે કે જે રોગ ઉપચાર કરવાથી માણસમાં રહેલો રોગ મટી જાય છે. રોગી-નીરોગી બની જાય છે. આપણે ત્યાં મોટા ભાગના રોગ સાધ્ય હોય છે. બીજા પ્રકારના રોગમાં કષ્ટ વધારે હોય છે. અમુક રોગ બહુ જ કષ્ટ આપે છે. બે-ત્રણ વર્ષ સુધી રોગ દૂર થતો નથી. આ કષ્ટ-સાધ્ય રોગ છે. જ્યારે અસાધ્ય રોગમાં ક્યારેય રોગ દૂર થતો નથી. માણસના અંતિમ શ્વાસ સુધી માણસની સાથે રહે છે. અહંકારનો રોગ અસાધ્ય રોગ છે.

ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિ‌ જે નર અરુ નારી
તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિ‌ ત્રિસિરારિ

આ અસાધ્ય રોગને કેવળ સદ્ગુરુ જ દૂર કરી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિને સદ્ગુરુરૂપી વૈદ્યની ખૂબ જ જરૂર હોય છે. જે વૈદ્ય આપણા રોગના આધારે આપણને દવા આપે છે. સદ્ગુરુરૂપી વૈદ્ય માણસમાં રહેલા માનસિક રોગને જડમૂળથી દૂર કરી જગતમાં આપણને ચાલતા શીખવે છે, જીવન જીવતા શીખવે છે. ભગવાનને પ્રાર્થના કરું છું આપણા સૌના માનસિક રોગ સદ્ગુરુ ભગવાન દૂર કરે અને ભગવાન આપણને શક્તિ આપે કે આપણી અંદર રહેલા અહંકારને દૂર કરે અને આપણને પરમાત્માની ભક્તિ અપર્ણ કરે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.

સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે, માનસદર્શન, મોરારિબાપુ

સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે

આપણા મોક્ષનાં બધાં જ દર્શનો વાયા સંસ્કૃત થઇને છે. જરા વિચારો કે સંસ્કૃત સાહિ‌ત્યમાં શું નથી? બધું જ સંસ્કૃત સાહિ‌ત્યમાં પડેલું છે બસ એને આપણે ઉઘાડવાની જરૂર છે.

હવે સંસ્કૃત ભાષાની વાત ચાલે છે ત્યારે હું એટલું જ કહીશ કે આપણે ત્યાં ચાર પ્રકારના પુરુષાર્થ છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ વિષય ઉપર હું ઘણીવાર બોલી ચૂક્યો છું. હવે ચાર પુરુષાર્થની વાત છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાતી ભાષા બોલીએ છીએ. ગુજરાતી ભાષામાં લખીએ-વાંચીએ છીએ. એ આપણો ધર્મ છે. 'સ્વધર્મે નિધનં શ્રેય’ ગુજરાતી ભાષા આપણો ધર્મ છે. હિ‌ન્દી ભાષા આપણા માટે અર્થ છે. હિ‌ન્દી ભાષાના માધ્યમથી આપણે ઘણું બધું સાર્થક કરી શકીએ છીએ. જ્યારે અંગ્રેજી ભાષા આપણા માટે કેવળ કામ છે. એનાથી આપણાં કામ થાય છે પણ સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે. સંસ્કૃત ભાષા મોક્ષનું દ્વાર છે. આપણા મોક્ષનાં બધાં જ દર્શનો વાયા સંસ્કૃત થઇને છે. હું એવું પણ કહેવા માગતો નથી કે અન્ય ભાષાથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. બધાને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે પણ મારે આજે એટલું જ કહેવું છે કે આપણે જે ઋષિનાં સંતાનો છીએ એના માટે તો સંસ્કૃત ભાષા જ મોક્ષનું દ્વાર છે.


આના જવાબમાં શરણાનંદજી એક જ વાક્ય બોલ્યા હતા જે જવાબ સાંભળીને રાષ્ટ્રપતિ ભવનમાં સન્નાટો છવાઇ ગયો હતો. શરણાનંદજીએ રાજેન્દ્રબાબુને એટલું જ કહ્યું કે તમારી પાસે બધું જ છે. તમે સંસ્કૃતિ-સંસ્કારને બચાવવા માટે દોટ લગાવી રહ્યા છો. રસ્તો સામે જ છે પણ ત્યાં સુધી એટલા માટે પહોંચી શકતા નથી કારણ કે તમારી પાસે વેદના નથી. સંવેદનાનો અભાવ છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે વેદને સાચવો પણ સાથે સાથે વેદના પણ સાચવજો. દેશ માટે શુભ શુકન ગણાશે. વેદ સાચવવા માટે વેદના હોવી ખૂબ જરૂરી છે. તો સંસ્કૃત ભાષાનું રક્ષણ સંસ્કૃતિ સંસ્કારનું જતન કરે છે.

સંસ્કૃતની વેલ્યૂ હોય કે ન હોય એ આપણે ક્યારેય વિચારવાનું નથી કારણ કે આપણે સંસ્કૃતિનું અમૃત પીને મોટા થયા છીએ માટે સંસ્કૃત જેટલી સેવા થાય, જ્યાં પણ થાય જે પણ રૂપમાં થાય, જ્યારે પણ થાય એમાં દરેક વ્યક્તિનું યોગદાન હોવું ખૂબ જ જરૂરી છે. આપણે બધા સંસ્કૃત ભાષા માટે 'સંગચ્છધ્વમ્ સં વધ્ધ્વમ્’ સાથે ચાલીએ સાથે બોલીએ.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.


Wednesday, September 4, 2013

જેના જીવનમાં વિકલ્પો સમાપ્ત થઇ જાય એ જીવ શિવ છે, માનસદર્શન, મોરારિબાપુ

જેના જીવનમાં વિકલ્પો સમાપ્ત થઇ જાય એ જીવ શિવ છે


માતા-પિતા, પ્રભુ અને ગુરુની વાણી માટે એમ કહ્યું કે આ ચારની વાણી વિના વિચારે, વિના સમજે શુભ જ હોય છે. એવું માનીને જીવનમાં ચાલવું જોઇએ. બસ માતા-પિતાની વાતને શુભ માનીને ચાલો


'નિજં નિર્ગુણં નિર્વિ‌કલ્પં નિરીહં
ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’


  • ભગવાન શિવ નિર્લોભી છે. 


  • નિજં નિર્ગુણ નિર્વિ‌કલ્પં નિરીહં


શિવજીમાં કોઇ ગુણ નથી, કોઇ રજ નથી.


  • 'લાગી સમાધિ અખંડ અપારા
  • સંકર સહજ સરુપ સંભ્હારા’

સંસારમાં સમાધિ લાગવી બહુ દુર્લભ છે. શિવજીને અખંડ સમાધિ લાગી છે કારણ કે બધું જ સમાપ્ત થઇ ગયું છે.

'શંકરં શંકરાચાર્ય કેશવં બાદરાયણં’

આ પરંપરામાં શંકરાચાર્ય શંકરનો જ અવતાર છે. એમણે બહુ સ્પષ્ટ કહી દીધું કે


  • 'ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ: પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ:
  • ન બન્ધુર્ન મિત્રં ગુરુનૈૈર્વક શિષ્ય ચિદાનંદરુપ: શિવોડહમ્ શિવોડહમ્’


નિર્વિ‌કલ્પ સમાધિનો અર્થ અખંડ સમાધિ છે.

'માતુ પિતા પ્રભુ ગુરુ કે બાની બિનહિ‌ બિચાર કરિઅ સુભ જાની’

માતા-પિતા, પ્રભુ અને ગુરુની વાણી માટે એમ કહ્યું કે આ ચારની વાણી વિના વિચારે, વિના સમજે શુભ જ હોય છે. એવું માનીને જીવનમાં ચાલવું જોઇએ. હવે બુદ્ધિ તો તર્ક કરે છે કે માતા ઠીક ન કહે, પિતા બરાબર ન કહે તો પણ એમની વાત માનવી જોઇએ? હવે આ વાત બહુ પરાકાષ્ઠાની છે. બસ માતા-પિતાની વાતને શુભ માનીને ચાલો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે. બુદ્ધિનો ઉપયોગ બધી જ જગ્યાએ થવો જોઇએ પણ કેટલાંક ક્ષેત્રો એવાં છે જ્યાં બુદ્ધિ કામ કરતી નથી ત્યાં સ્વયં બુદ્ધિ કામ નહીં આવે એ સ્થાન શુભ છે. અંતે 'ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’ આકાશ જેનું વસ્ત્ર છે. જે આકાશમાં વ્યાપ્ત છે. આકાશ જેનામાં રહેલું છે પણ અહીંયાં ચિદાકાશ શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કે આપણી અંદરનું આકાશ. આકાશમાં ખાલીપણું, શૂન્યતા હોય છે. આપણા જીવનમાં પણ ખાલીપણું હોવું જરૂરી છે. ઇષ્ર્યા, દ્વેષ, કપટ કટુવચન આવી વસ્તુની શૂન્યતા જીવનમાં હોવી જોઇએ. ભગવાન શિવ વધારે પ્રસન્ન થશે. અંતે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના, આપ સૌનું જીવન નીરોગી બને. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading at Sunday Bhaskaar.



Wednesday, August 28, 2013

શિવ સ્વયં વેદ સ્વરૂપ છે, માનસદર્શન, મોરારિબાપુ

શિવ સ્વયં વેદ સ્વરૂપ છે

માનસદર્શન, મોરારિબાપુ



  • ભગવાન શિવ લીલાઓમાં કેટલીક વિશષ્ટિ ઘટનાઓમાં ભલે ક્રોધિત દેખાતા હોય પરંતુ ભગવાન નિર્વાણ રૂપ છે. જો ક્રોધ હોય તો ક્યારેય નિર્વાણ રૂપ થઇ શકે જ નહીં


  • ભગવાન શિવ નિર્વાણરૂપ છે, સર્વ શક્તિમાન દેવ છે. જગતના અસ્તિત્વનું કારણ શિવ છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં શિવની અષ્ટમૂર્તિ‌નું દર્શન કરાવે છે. જેમાં આકાશ, વાયુ, જલ, પૃથ્વી, અગ્નિ, સૂર્ય-ચંદ્ર તેમજ જગતના પ્રત્યેક જીવાત્મા એ શિવની અષ્ટમૂર્તિ‌ છે. 


  • તુલસીદાસજી રામચરિતમાનસમાં ભગવાન શિવનું દર્શન કરતા આગળ લખે છે.


નિજં નિર્ગુણં નિર્વિ‌કલ્પં નિરીહં
ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્



કપૂર્‍રગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં
સદા વસન્તં હૃદર્યાવિંદે ભવં ભવાની સહિ‌તં નમામિ

શિવ કરુણાની મૂર્તિ‌ છે. કરુણાનો અવતાર છે. ક્યારેક વિચાર કરો કે શિવમાં ક્રોધ પણ નથી, કામ પણ નથી. હા ભગવાનના વિહાર વિશે સંસ્કૃત વાઙમયમાં લખ્યું છે કે શિવ જેટલો કોઇએ વૈભવ ભોગવ્યો નથી. વિહાર પણ કર્યો નથી રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે.

'કરહિ‌ બિબિધ બિધિ ભોગ બિલાસા ગનન્હ સમેત બસહિ‌ કૈલાસા



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



Tuesday, August 20, 2013

નીલકંઠ બનો એ જ શિવદર્શન છે, માનસદર્શન, મોરારિબાપુ

નીલકંઠ બનો એ જ શિવદર્શન છે



- મંદિરમાં જઈને શિવદર્શન કરી શકાય છે, પણ મારું તો માનવું છે કે નિત્ય હૃદયમાં શિવને રાખીને ચાલીએ એટલે આપણા માટે નિત્ય દ્વાદશ જ્યોર્તિ‌લિંગનાં દર્શન છે

યસ્યાંઙ્કે ચ વિભતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે
ભાલે બાલબિધુ ર્ગભે ચ ગરભં યસ્યોરસિ વ્યાલરાટ્,
સોડયં ભૂતિવિભૂષણ: સુરવર: સર્વાધિપ: સર્વદા,
શર્વ સર્વગત: શિવ: શશિનિભ: શ્રી શડ્કર: પાતુ મામ્.





'સર્વાધિપ:’

'શશિનભ:’


હવે વાત એવી છે કે કથા દરમિયાન ચિત્તવૃત્તિ બરાબર રહે છે, પાછળથી ચિત્તવૃત્તિ બગડી જાય છે. આના માટે હું એટલું જ કહીશ કે ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટે શિવને પ્રસન્ન કરો. શિવ વિશ્વની ઔષધિ છે. ભગવાન શિવ વૈદોના નાથ છે. આપણે કોઇ વૈદ પાસે જઇએ ત્યારે વૈદ આપણને નાની એવી પડીકી આપે એમાં બે - ત્રણ દિવસની દવા હોય છે. પછી કહે કે ત્રણ દિવસ પછી બતાવી જજો. કથા પણ નાની પડીકી છે જે ત્રણ - ચાર કલાક આપણી ઉપર અસર કરે છે પછી દવાની અસર હટી જાય પછી બુદ્ધિ બગડી જાય છે. કારણ આપણે કુપથ્ય ચોવીસ કલાક ખાઇએ છીએ. આપણે મનોરોગી છીએ. જીવનમાં મનના રોગને દૂર કરવા સદ્ગુરુના રૂપમાં કોઇ વૈદ હોવા જોઇએ. શિવ પણ વૈદ છે. વૈદોના નાથ છે. અસ્તુ.'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

Read full article at Sunday Bhaskar.

Tuesday, August 13, 2013

ગાય ગંગા અને યમુના મૈયાનું પ્રતીક,મોરારિબાપુ, માનસદર્શન

ગાય ગંગા અને યમુના મૈયાનું પ્રતીક





  • મારી વ્યાસપીઠ ગાયના 'ગ’ કારને ગંગામૈયાનું પ્રતીક માને છે. જ્યારે 'ય’ કારને યમુનામૈયાનું પ્રતીક માને છે. જો આંગણમાં ગાય હશે તો મને એમ લાગે છે કે ગંગા, યમુના આપણા આંગણમાં છે



  • 'યૂયં ગાવો મેદયથા કૃશં ચિદશ્રીરં
  • ચિત્કૃણુથા - સુપ્રતીકમ્,
  • ભદ્રં ગૃહં કુણુથ ભદ્રવાચો વૃહદ્યો-વય ઉચ્ચતે સમાસુ.



  • બહુ જ સરળ-સીધોસાદો સાર છે. આપણે બહુ કઠિનમાં જવું નથી. આપણા જેવા લોકોને વેદની વાતો સમજવી કઠિન છે. એટલે આપણે વેદને નેતિ કહેવું પડે છે. હવે ભગવાન વેદ પહેલી વાત એ કરે છે કે, જેનું શરીર કૃશ થઈ ગયું હોય એના શરીરને ગૌમાતા મેદયુક્ત બનાવે છે. હૃષ્ટપુષ્ટ કરી દે છે. ભગવાન વેદ સ્વયં કહે છે કે ગાયના દ્રવ્યનું સેવન કરવાથી દૂબળા-પાતળા માણસ સપ્રમાણ બને છે. ટૂંકમાં જેનું શરીર શોભાયમાન નથી એવા વ્યક્તિઓ જો ગાયના દ્રવ્યનું સેવન કરે તો શરીર શોભાયમાન બને છે.




  • ગાયમાતા આપણી મા છે. એનું રક્ષણ કરવું, જતન કરવું એ આપણી ફરજ છે. ભગવાનને પ્રાર્થના કરું કે સમગ્ર વસુંધરા ઉપર ગાયનું રક્ષણ થાય. ગાયમાતાનું સન્માન થાય અને બધા જ વ્યક્તિઓ ગાયમાતાના દ્રવ્યનો ઉપયોગ કરતા થાય તેવી શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરું. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

મોરારિબાપુ

માનસદર્શન

Continue reading at Sunday Bhaskar.




Tuesday, August 6, 2013

શિવ સમસ્ત જીવના સમન્વય છે, મોરારિબાપુ, માનસદર્શન

The article is displayed here with the courtesy of Divya Bhaskar.


શિવ સમસ્ત જીવના સમન્વય છે

Source Link : http://www.divyabhaskar.co.in/article/MAG-shiva-is-a-pan-life-integration-4339939-NOR.html


- આપણને જ્યારે કોઈપણ માણસની બુદ્ધિમાં ભક્તિ દેખાય ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ શિવરૂપ છે

રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં તુલસીદાસજી મંગલાચરણના પ્રથમ મંત્રમાં શિવદર્શન પ્રસ્તુત કરે છે. અયોધ્યાકાંડના પ્રથમ મંત્રમાં ભગવાન શિવના બાર પ્રકારનાં દર્શનનું મહત્ત્વ સ્થાપિત થયું છે. એ મંત્રનું આપણે બધા જ મળીને પવિત્ર શ્રાવણ માસમાં થોડું દર્શન કરીએ.

'યસ્યાંઙ્કે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે
ભાલે બાલબિધુર્ગભે ચ ગરભં યસ્યોરસિ વ્યાલરાટ્,
સોડયં ભૂતિવિભૂષણ: સુરવર: સર્વાધિપ: સર્વદા,
શર્વ સર્વગત: શિવ: શશિનિભ: શ્રી શડ્કર: પાતુ મામ્.

ભગવાન શિવનાં સૂક્ષ્મરૂપે દર્શન કરવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે ભગવાન શિવમાં વિરોધાભાસ જોઈ શકાય છે. શિવમાં સમસ્તનો સમાવેશ છે, જેમાં જડ-ચેતન બધી જ વસ્તુઓ શિવમાં સમાયેલી છે. જેમ કે ભગવાન શિવ પાસે સિદ્ધ પણ રહે છે અને ભૂત-પ્રેત પણ રહે છે. શિવની આરાધના અસુર પણ કરે છે અને સુર પણ કરે છે. ભગવાન શિવ નંદીને પણ રાખે છે અને સિંહને પણ રાખે છે. હૃદયમાં રામનામનું અમૃત રાખે છે, તો કંઠમાં વિષ પણ ધારણ કરે છે. સમગ્ર ઐશ્વર્ય સંપન્ન હોવા છતાં એ ભસ્માંગ છે. આખાય વિશ્વને ઢાંકરનારા એ પોતે દિગંબર છે. આમ દરેક જગ્યાએ શિવ નિવાસ કરે છે, પાછા કૈલાસમાં એકાંતવાસી પણ છે. ક્યારેક તો પોતાના નંદીને વિમાન બનાવીને આકાશગમન કરે છે. શિવ વિશે તો બધાને ખબર છે કે તે પ્રલયના દેવ છે. પાછા બધાની સ્થાપના પણ કરે છે.

ભગવાન શિવમાં બહુ જ વિરોધાભાસ છે. શિવ પાસે પરસ્પર વિરોધી વસ્તુ સંયુક્ત થઈ જાય છે. શિવ સમસ્ત છે, સૌનો સમન્વય પણ સ્વયં છે. આપણા શરીરમાં કેટલાંય ભિન્ન-ભિન્ન પ્રકારનાં, આકારનાં, ભિન્ન સ્વભાવનાં અંગો છે. ક્યારેક શાન્તિથી વિચારજો કે આપણા શરીરનાં બધાં જ ભિન્ન પ્રવૃત્તિવાળાં અને ભિન્ન પ્રક્રિયાવાળાં અંગો એકબીજાનાં વિરોધી હોવા છતાં પણ તેમના વચ્ચે હાર્મની છે. આપણા પગનું માપ જુઓ અને એની પ્રકૃતિ જુઓ. હાથ એનાથી બિલકુલ વિપરીત લાગે છે, પરંતુ હાથ અને પગ પરસ્પર વિરોધી નથી. અંગોમાં આંખનું કાર્યક્ષેત્ર જુદું જ છે. નાકનો આકર અને કાર્યક્ષેત્ર જુદાં છે. કાન, જીભના પણ આકાર જુદા છે, કાર્યક્ષેત્ર જુદાં છે પણ એક જ મુખમાં એ સંયુક્ત છે. આ બધાનો જ્યારે સમન્વય બને છે ત્યારે વ્યક્તિ સુંદર દેખાય છે. શિવતત્ત્વમાં પણ આવું જ છે. શિવ સમસ્તનો સમન્વય છે.

મંત્રના પ્રારંભમાં લખ્યું કે, 'યસાઙ્કે’ તો ક્યાંક 'વામાઙ્કે’ લખ્યું છે. વળી ક્યાંક 'વામાઙ્કો’ લખ્યું છે. માનસમાં ત્રણ પ્રકારના પાઠાંતર આવે છે. પાઠાંતરનો એક સુંદર અર્થ થાય છે, જેમાં અંક શબ્દનો અર્થ ગોદ એવો થાય છે. 'યસ્યાઙ્કે’ નો અર્થ થાય છે. જેની ગોદમાં પાર્વતી બિરાજમાન છે. બીજું 'વામાઙ્કે’ અહીંયાં વામ એટલે ડાબોભાગ જેના ડાબા ભાગના અંગમાં પાર્વતી બેઠાં છે. જ્યારે ત્રીજું 'વામાઙ્કો’ પાર્વતી અર્ધાંગિનીના રૂપમાં શોભી રહ્યાં છે. આવું માનસના અંતર્ગત શિવનું પહેલું દર્શન છે. મારી વ્યાસપીઠના મત મુજબ એક જ અર્થ થાય છે કે મા પાર્વતી શિવ પાસે વામ ભાગમાં બિરાજિત છે. હવે પાર્વતી એટલે શ્રદ્ધાનું સ્વરૂપ છે જે આપ બધા જાણો છે. મારે અહીંયાં સદ્ગુરુ કૃપાથી શ્રદ્ધાનો અર્થ એટલો જ કરવો છે, આપણી શ્રદ્ધા આપણી ગોદમાં હોવી જોઈએ. શિવનાં પત્ની હોવાને નાતે પાર્વતી વામ ભાગમાં છે, મતલબ કે વામ ભાગમાં હૃદય છે. ભગવાન શંકરે પાર્વતીને હૃદયમાં સ્થાન આપ્યું છે.

તો શિવનું પહેલું દર્શન છે 'યસ્યાઙ્કે ચ વિભાતિભૂધરસુતા’ વામ ભાગ પર શ્રદ્ધાની સ્થાપના છે. બીજું કે ભગવાન શિવના મસ્તક ગંગાજી વહે છે, 'દેવાપગા મસ્તકે’ રામચરિતમાનસમાં ગંગાનો અર્થ ભક્તિ કરવામાં આવ્યો છે. આનો અર્થ મારી વ્યાસપીઠ એટલો જ કરે છે કે જેનું મસ્તિષ્ક ભક્તિથી ભરપૂર હોય, જેના મસ્તકમાં ભક્તિની ધારા વહેતી હોય એ શિવદર્શન છે. ભગવાન શિવનું મસ્તક કેવળ બૌદ્ધિક મસ્તક નથી, ભક્તિથી ભરપૂર પણ છે. આપણને જ્યારે કોઈપણ માણસની બુદ્ધિમાં ભક્તિ દેખાય ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ આપણા માટે શિવરૂપ છે. આપણાં મંદિરોમાં શિવશોધ કરવી એ સારી વાત છે. મંદિરમાં જઈને અભિષેક કરવો સારી વાત છે પણ જીવનનાં દરેક ક્ષેત્રમાં શિવની તલાશ થઈ શકે છે.

શિવની પ્રાપ્તિ થઈ શકે છે. આગળ એક બીજું દર્શન તુલસીદાસજી કરાવે છે કે, 'ભાલે બાલવિધુર્’ જેમના ભાલમાં-લલાટમાં સ્વયં બાલચંદ્રમા છે. અહીંયાં એક અર્થ એવો કરી શકાય છે કે જેમનું ભાલ તેજસ્વી છે, જેમના લલાટમાં તેજ છે અને વળી એ તેજ સૌમ્ય છે. જેનો પ્રભાવ દાહક નથી પણ સૌમ્ય છે. કદાચ પૂર્ણ ચંદ્રમામાં દાગ હોઈ શકે છે પરંતુ બીજના ચાંદમાં દાગ હોતો નથી. જેમના તેજમાં કોઈ કલંક ન હોય એ સ્વયં પ્રભા છે. સ્વયં આભા છે. અને તપ વિના ક્યારેય તેજ આવતું નથી. આજે તો વાત વાતમાં લોકો ચમત્કાર કરતા હોય છે. રામ જાણે કેવો ચમત્કાર થતો હશે. જેમના લલાટનું તેજ બીજના ચાંદ જેવું હોય એ વ્યક્તિને સંસારનો કોઈ મોહરૂપી રાહ ક્યારેય ગ્રસી શકતો નથી. એવા તેજસ્વી વ્યક્તિ શિવરૂપ છે. (ક્રમશ:)

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Sunday, August 4, 2013

માનસ સંવાદ

પૂજ્ય મોરારી બાપુના વ્યાસસને યોજાયેલ રામ કથાના શ્રવણ દ્વારા મારી સમજમાં આવેલ કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે. આ એક પ્રસાદી જે મેં ગ્રહણ કરી છે તેને વહેંચવાનો પ્રયાસ છે. અહી કોઈ ક્ષતિ હોય તો તે મારી સમજનો અભાવ છે. કદાચ વક્તાને સમજવાની મારી ક્ષમતા પણ ઓછી હોઈ શકે.

રામ કથા
માનસ સંવાદ
ઈન્દોર (M. P.)
શનિવાર, તારીખ ૦૩-૦૮-૨૦૧૩ થી રવિવાર, તારીખ ૧૧-૦૮-૨૦૧૩

મુખ્ય ચોપાઈ
કહિહઉઁ સોઈ સંબાદ બખાની  l
સુનહુઁ સકલ સજ્જન સુખુ માની   ll
……………………………….બાલકાંડ……….૨૯ (ગ)
कहिहउँ सोइ संबाद बखानी ।

सुनहुँ सकल सज्जन सुखु मानी ॥
(યાજ્ઞવલ્ક મુનિએ જે સુંદર કથા મુનિવર ભરદ્વાજજીને સંભળાવી હતી) એજ સંવાદ હું વિગતવાર હવે કહીશ. સૌ સજ્જનો સુખેથી સાંભળો.

યહ સંબાદ જાસુ ઉર આવા   l
રઘુપતિ ચરન ભગતિ સોઈ પાવા   ll
……………………………..સુંદરકાંડ ……….. ૩૩

यह संबाद जासु उर आवा ।
रघुपति चरन भगति सोइ पावा ॥
ભક્ત અને ભગવાન વચ્ચેનો આ સંવાદ જેના અંતરમાં બેસી ગયો તે શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો જાણવો.

શનિવાર, તારીખ ૦૩-૦૮-૨૦૧૩

રવિવાર, તારીખ ૦૪-૦૮-૨૦૧૩

આધ્યાત્મ જગતમાં બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં ત્રીજી વ્યક્તિને પ્રવેશ નથી.
ગુરૂ શિષ્ય વચ્ચેના સંવાદમાં ત્રીજી વ્યક્તિને પ્રવેશ છે જ નહીં.
બે વિચારની વચ્ચે ત્રીજો વિચાર અસ્વીકાર્ય છે.
શિવ પર્વતી વચ્ચેના સંવાદમાં શિવ અને પાર્વતી બે જ છે.
યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ મુનિ વચ્ચેના સંવાદમાં પણ બે જ વ્યક્તિ છે.
ગરુડ અને કાકભૂષંડીના સંવાદમાં પણ બે જ વ્યક્તિ છે.
તુલસીદાસજીના સંવાદમાં બે મત છે, એક મત મુજબ તુલસીદાસજી સંત સમાજ સાથે સંવાદ કરે છે અને બીજા મત મુજબ તુલસીદાસજી પોતાના મન સાથે સંવાદ કરે છે.
જ્યારે મન સાથે સંવાદ થાય છે ત્યારે તેમાં બુદ્ધિના પ્રવેશની મનાઈ છે.
માનવી અને માનવીના મનને એક થવા દો.
મન સાથે વિરોધ ન કરો પણ પ્રબોધ કરો.
પંડિત જાણે છે બધું પણ તે જીવતા નથી.
મૂઢ જીવે છે પણ જાણતા નથી.
સાચી અહિંસા, સાચી કરૂણા પ્રતિષ્ઠિત થઇ જાય તો દુશ્મન દુશ્મન નથી રહેતો પણ મિત્ર બની જાય છે, વેર નાશ પામે છે.
ગુરૂને ક્યારે બોધ થયો છે તે શિષ્ય નથી જાણતો પણ શિષ્યને જ્યારે બોધ થાય છે તેની જાણ ગુરૂને થાય છે.
જીવન ત્રણ પાનાની કિતાબ છે, પહેલું અને છેલ્લું પાનું પુંઠ્ઠુ છે અને વચ્ચેનું પાનું કોરૂ છે. આ ત્રણ પાનાં સત્ય, પ્રેમ અને કરૂણા છે, જેને ઉલટા ક્રમમાં લઇએ તો કરૂણા, પ્રેમ અને સત્ય થાય. જન્મ પ્રથમ પાનું છે, મૃત્યુ છેલ્લું પાનું છે.
જન્મ કોઈની કરૂણાથી મળ્યો છે.
આપણાં કર્મ તો એવાં છે જ નહીં કે આવો સુંદર મનુષ્ય જન્મ મળે. તે તો કોઈની કરૂણાથી મળેલ છે.
કબહુઁ કરિ કરુના નર દેહી  l
દેત ઈસ બિનુ હેતુ સનેહી  ll
ઉત્તરકાંડ ...૪૩/૬

કારણ વગર દયા કરનારા ઈશ્વર કોઈ વાર કરુણા કરીને મનુષ્ય દેહ આપે છે.
તમે મને નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ એવું પૂજ્ય બાપુનું કથન છે.
જ્ઞાન માર્ગીનો મોક્ષ પ્રેમ છે, કરૂણા માર્ગીની મુક્તિ પ્રેમ છે.
શિષ્યની બધી જ ભૂલો ગુરૂની આંખના એક બિંદુંમાં સમાપ્ત થઇ જાય છે.
પુત્રની બધી જ ભૂલો માતાના આંસુના એક બિંદુંમાં સમાપ્ત થઈ જાય છે.
પરમના નામનો આશ્રય આંતર બાહ્ય વિશ્રામ આપે છે.

સોમવાર, તારીખ ૦૫-૦૮-૨૦૧૩

રામચરિત માનસ રુપી સરોવરના ચાર ઘાટ - જ્ઞાન ઘાટ, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિ ઘાટ છે.

સંવાદથી કથા પેદા થાય, વિવાદથી વ્યથા પેદા થાય, દુર્વાદથી ક્રોધ પેદા થાય અને અપવાદથી દ્વેષ પેદા થાય.
તર્કનું અવલંબન ન કરો એવું ભક્તિ શાસ્ત્ર કહે છે.
જ્યાં તર્ક હોય ત્યાં વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ઓછા થાય.
તર્કના મૂળમાં પણ થોડો ભાવ તત્વ રહેલ છે.
સંવાદમાં તર્ક વિપેક્ષ કરે.
સંવાદ કરતી વખતે બુદ્ધિમાનને વચ્ચે ન રાખો.
સંવાદ પેદા કેવી રીતે થાય?
ચાર ઘાટ - જ્ઞાન ઘાટ, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિ ઘાટ માંથી સંવાદ પેદા થાય.
મોરારિ બાપુ કહે છે કે, "મારો ઇરાદો તમને સુધારવાનો નથી પણ તમે જેવા છો તેવાને સ્વીકારવાનો છે."
લાઓત્સુએ શાસક - સમ્રાટ માટે પાંચ સૂત્રો કહ્યા છે, પાંચ પ્રકારના શાસક - સમ્રાટ હોય.
૧ ઉત્તમ પ્રકારના શાસક કામ બધું જ કરે પણ તેની પ્રજાને ખબર ન પડે કે તેનો સમ્રાત કોણ છે. આવા શાસક અસંગ રહે પણ કામ બધા કરે. આવા શાસક - સમ્રાટ શ્રેષ્ઠ શાસક છે.
૨ બીજા પ્રકારના શાસક એ છે જેની પ્રજાને ખબર પડે કે તેનો શાસક કોણ છે અને પ્રજા તે શાસકને પ્રેમ કરે.
૩ ત્રીજા પ્રકારના શાસકને પ્રજા પ્રેમ ન કરે પણ પ્રજા તે શાસકનો જયજયકાર કરે.
૪ ચોથા પ્રકારના શાસકથી પ્રજા ડરતી રહે.
૫ પાંચમા પ્રકારના શાસક સામે પ્રજા વિદ્રોહ કરે, બલવો કરે.

આવી જ રીતે ગુરુના પણ પાંચ પ્રકાર છે.
ગુરુના પગ પકડતા પહેલામ ગુરુને પરખો, પરિચય મેળવો જેથી પગ પકડ્યા પછી છોડવા ન પડે.
૧ પરમ ગુરુ - પરમ ગુરુ આપણને ન દેખાય પણ તેની કરુણાથી બધું કાર્ય થઈ જાય. આવા ગુરુને આપણે યાદ કરવાની પણ જરુર નથી કારણ કે આવા ગુરુ તેના શિષ્યને યાદ કર્યા જ કરે છે. આવા પરમ ગુરુનો પર્યાય ત્રુભુવન ગુરુ છે.
૨ બીજા પ્રકારના ગુરુ સદ્‌ગુરુ છે આવા સદ્‌ગુરુ એ છે જેને આખી દુનિયા પ્રેમ કરે છે, દુશ્મન પણ તેને પ્રેમ કરે છે. આવા સદ્‌ગુરુનો સ્વભાવ દુશ્મનને પણ અનુકૂળ લાગે.
૩ ત્રીજા પ્રકારના ગુરુ જગદગુરુ છે જેને બધા પ્રેમ ન કરે પણ જેનો બધા જયજયકાર કરે છે. જગદગુરુને તેમની પોતાની મર્યાદા હોય છે અને તેનું તેમણે પાલન કરવું પડે છે.

૪ ચોથા પ્રકારના ગુરુ ધર્મગુરુ છે. આવા ધર્મગુરુથી લોકો ડરે છે. ગુરુ કહે તેવું ન કરીએ તો ન કરવાનો ડર લાગે, પાપ લાગે, નર્કમામ જઈશું એવો ભય બતાવવામાં આવે, કેટલાક ગ્રંથ પણ આ રીતે ભય બતાવે છે, ડરાવે છે.
કથાનો નશો ફક્ત એક જ કથા શ્રવણ કરવાથી ન ચઢે, થોડી થોડી વારે, સમયાન્તરે કથા શ્રવણ કરવી પડે, પછી જ નશો ચઢે.
સત્‌સંગ કર્યા પછી પ્રસંગોની ઊજવણીમાં ફેરફાર થશે, યોગ્ય રીતે ઊજવણી થશે.
પરમ ગુરુનો અપરાધ થઈ જાય તો પણ તેવા પરમ ગુરુની કૃપામાં સહેજ પણ ઘટાડો નહીં થાય. પરમ ગુરુ કદી દંડ ન આપે પણ પરમ ગુરુના આપણાથી થયેલ અપરાધથી અસ્તિત્વ જરુર નારાજ થાય, દંડ આપે, આક્રોશ કરે.
૫ પાંચમા પ્રકારના ગુરુ સામે લોકો વિરોધ કરે, તેમની સામે પ્રતિબંધ લગાવવાની વાત કરે. આવા ગુરુને કૂલગુરુ કહી શકાય.
સમુદ્ર કૂલગુરુ છે જેની સામે રામ વિદ્રોહ કરે છે અને સજા કરવા માટે ધનુષ્ય બાણ માગે છે.

કથા શ્રવણ કર્યા પછી ભૂલી જવાય તો તેનો વાંધો નથી પણ કથા શ્રવણનું સ્મરણ રહેવું જોઇએ.

આ કલીયુગ નથી પણ કથા યુગ છે.

સંવાદ પ્રગટ થવાનાં ત્રણ કારણ છે.
૧ કર્મના ઘાટનાં કારણો -  જે બે વ્યક્તો વચ્ચે સંવાદ થવાનો હોય તે બે વ્યક્તિની જાતિ એક હોય, સમાન હોય, અહીં જાતિ એટલે વિચારની જાતિ, મૂલ્યોની જાતિ, સભ્યતાની જાતિ એવો અર્થ છે. યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ વચ્ચે સંવાદ થાય છે કારણ કે બંનેની જાતિ સમાન છે, બંને મુનિ છે, બંને રામાયણમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે પાત્ર છે, બને એક જ શાસ્ત્ર સાથે જોડાયેલા છે. જ્યાં બે ધારા મળે ત્યાં સંમેલન સ્વાભાવિક હોય છે તેથી સંવાદ રચાય છે. યાજ્ઞવલ્કની જ્ઞાન ધાર છે જ્યારે ભારદ્વાજની ભક્તિ ધારા છે. આ બંને ધારા મળે છે તેથી તેમની વચ્ચે સંવાદ રચાય છે.
મુનિ એ છે જે જીવનમાં વધારે મૌન રહે છે.
આપણે મૌન રાખીએ તો આપણે પણ મુનિ છીએ.
જે વધારે સાંભળે અને ઓછું બોલે તેને મુશ્કેલીઓ ઓછી આવે.

શંભુ અને ભવાનિ વચ્ચે જ્ઞાન ઘાટ્નો સંવાદ રચાય છે, જેનાં કારણો આ પ્રમાણે છે.
૧ શંભુ અને ભવાનિ બે અલગ અલગ નથી પણ તત્વતઃ એક જ છે. બે એક જ હોય ત્યાં વિવાદ થાય જ નહીં પણ સંવાદ રચાય.
એવરેષ્ટની ઊંચાઈ ભૌતિક છે જ્યારે કૈલાશની ઊંચાઈ આધ્યાત્મિક છે. એવરેષ્ટ પર સ્પર્ધા છે જ્યારે કૈલાશ ઉપર સ્પર્ધા નથી.
કૈલાશની ઊંચાઈ હોવાથી ત્યાં સંવાદ રચાય છે. ઊંચાઈ આવે એટલે સંવાદ જ થાય. ઊંચાઈ સંવાદને જન્મ આપે.
શંભુ ભવાનિ બંને દેવ દેવી છે, મહાદેવ, મહાદેવી છે. બંનેની જાતિ એક હોવાથી સંવાદ રચાય છે.
શંભુ ભવાનિ બે પુત્ર કાર્તિકેય અને ગણેશ છે. સાથે સાથે તેમનો એક પુત્ર સંવાદ છે અને બીજું સંતાન પુત્રી છે જે કથા છે.
પહેલાં શ્રધ્ધા આવે પછી વિશ્વાસ આવે.
શંબુ ભવાનિ એક જ વટ વૃક્ષ નીચે બેઠાં છે, તેમની છાયા એક જ છે તેથી સંવાદ રચાય છે.

વક્તાનું આસન સહજ હોવું જોઇએ.
વક્તાના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહેવી જોઈએ.

વક્તાની દ્રષ્ટિ વિશાળ અને અસંગ હોવી જોઈએ.


મંગળવાર, તારીખ ૦૬-૦૮-૨૦૧૩

નવ દિવસ કથા સાંભળ્યા પછી આપણને આપણા  પ્રશ્નોના જવાબ મળી જ જાય, પછી કોઈ પ્રશ્ન જ રહેતો નથી. શાસ્ત્ર શાંત રહીને સાંભળીએ એટલે સમાધાન મળી જ જાય.

રામાયણમાં થયેલ ચાર સંવાદ શાસ્વત છે, આ ચાર સંવાદને કાલ ગ્રસ્ત કરિ નથી શકતો.
શાસ્ત્ર જડ નથી પણ એક ધારા છે, પ્રવાહ છે, અખંડ પ્રવાહ છે. તેથી રામ કથાને નદી, સરીતાની ઉપમા આપી છે.

જે સંવાદ શાસ્વત હોય તેનાં ચાર લક્ષણ ભગવદ ગીતામાં વર્ણવ્યાં છે. આ ચાર લક્ષણ હોય તેવો સંવાદ શાસ્વત સંવાદ હોય.
૧ સંવાદ અદ્‌ભૂત હોય. જે સંવાદ અદ્‍૬ભૂત હોય તે શાસ્વત હોય.
૨ સંવાદ રહસ્યમય હોય. જે સંવાદ રહસ્ય પૂર્ણ હોય તે શાસ્વત હોય. જેનાથી રહસ્યોના ખુલાસા મળે તેવો સંવાદ શાસ્વત હોય.
શંસયથી સંવાદ પેદા ન થાય. જે શંસય જિજ્ઞાસા માટે કરાયો હોય તો તેનાથી સંવાદ પેદા થાય.
કોઈની પરીક્ષા કરવા માટે પ્રશ્ન ન કરાય પણ આપણી જાણકારી માટે, કઈક જાણવા માટે પ્રશ્ન કરાય
૩ સંવાદ કલ્યાણકર્તા હોય.
૪ સંવાદ રોમાંચિત હોય

જેનામાં ૧ મૂઢતા હોય, ૨ અહંકાર હોય, ૩ દંભ હોય અને ૪ પોતાની વાત બીજા ઉપર ઠોપવાની વૄત્તિ હોય - અનુસાશન હોય, તેવી વ્યક્તિને સંવાદ ન ગમે પણ દુર્વાદ ગમે.

ઋષિ મુનિ સિદ્ધ હોવા છતાં ક્રોધ કેમ કરે છે? કારણ કે તેઓ સિદ્ધ છે પણ શુદ્ધ નથી. સિદ્ધમાં ક્રોધ્નો કચરો ભરેલો હોય છે.

રાષ્ટ્રને, વિશ્વને સિદ્ધો કરતાં શુદ્ધોની વધારે જરુર છે.

સાધુને પોતાની સાધુતાની મહોર લગાવવાની જરુર નથી હોતી

વ્યાસ પીઠ તેમજ કથા કોઈને વૃધ્ધ ન થવા દે.

ઇશ્વર પાસે જો માગવું જ હોય તો શુદ્ધ અને શીતલ સંતની ભેટ કરાવી દે એવી માગણી કરવી  જોઈએ. શુદ્ધ અને શીતલ સંતના સાનિધ્યમાં બેસવાથી શાંતિ મળે.

બુધવાર, તારીખ ૦૭-૦૮-૨૦૧૩

ગુરૂવાર, તારીખ ૦૮-૦૮-૨૦૧૩

શુક્રવાર, તારીખ ૦૯-૦૮-૨૦૧૩

શનિવાર, તારીખ ૧૦-૦૮-૨૦૧૩

ગુરૂ સશરીર ન હોય તો તેમની સાથે સંવાદ કેવી રીતે થાય?
આધ્યાત્મા જગતમાં ગુરૂનું સશરીર હોવું આવશ્યક નથી.
પંચભૌતિક શરીરનું ધ્રુવ સત્ય એ છે કે આ શરીર છોડવું જ પડે અને ગુરુનું શરીર પણ પંચભૌતિક શરીર હોવાના લીધે તેમણે પણ તે છોડવું જ પડે.
સદ્‍ગુરૂના વિચારોને સ્મૃતિમાં રાખી તેની સાથે સંવાદ કરો.
વિચાર સુક્ષ્મ છે.
જો તમે સાત્ત્વિક શ્રદ્ધાથી મજબૂત હોવ તો ગુરૂની પાદૂકા સાથે પણ સંવાદ થઈ શકે.
પાદૂકા ગુરૂનું રૂપ લઈ લે ત્યારે તેની ભાષા બદલાઈ જાય છે. આ ભાષા સમજવા કોઈ કોર્ષ નથી.
પાદૂકા આપણા કર્મના લીધે નથી મળતી પણ તેની - ગુરૂની, પરમની કૃપાના લીધે મળે છે.
પાદૂકા લઈ ન શકાય પણ પાદૂકા આપી શકાય. પાદૂકા આપનાર કૃપા કરી પાદૂકા આપે, આપણાથી પાદૂકા આપનાર પાસેથી પાદૂકા લઈ ન લેવાય.
પાદૂકામાં સદ્‍ગુરૂના વિચાર, સદ્‍ગુરૂનું ચિંતન ભરેલું હોય છે.
શ્રદ્ધા જગતમાં ગુરુ ચરણ પાદૂકાનું, ગુરુ ચરણ રજનું બહું જ મહત્વ છે.
પાદૂકામાં ઊર્જા ભરેલી હોય છે.
પાદૂકા આપણી ચોકીદારી કરે છે.
કૃષ્ણએ તેમના સ્વધામ ગમનન સમયની વાત - નિર્વાણની વાત ૧ ઉદ્ધવ, ૨ રાધા, વ્રજવાસી, ૩ અર્જુન અને ૪ ક્રિષ્ના - દ્રૌપદી એમ ચાર સાથે કરી હતી.
કૃષ્ણ ઉદ્ધવને પાદૂકા, રાધાને વાંસળી, દ્રૌપદીને કાળી શાલ અને અર્જુનને ભગવદ ગીતા આપે છે.
કૃષ્ણ નંદ યશોદાને, ગોપીઓને  આંસુ આપે છે.
પરમ પ્રેમની ચર્ચા ગૌરીશંકરની ઊંચાઈથી પણ ઉપરની ચર્ચા છે.
બિના લમ્હોકા કોઈ ખત પઢા ક્યા?
મહોબતસે કભી મેરા પાલા પડા ક્યા?
અગર તુમ પ્યારકા મતલબ ન સમજે
તો સારી જિંદગી બતા તું ને ક્યા પઢા?
પ્રેમ, કરૂણા, સત્ય અનંત છે.
પાદૂકા પૂજનીય ઉપકરણ છે.
બુદ્ધ પુરુષ તેમની કોઈ પણ વસ્તુ તમને આપે તમે તે વસ્તુ સાથે તમે સંવાદ કરી શકશો.
દુનિયાભરની પવિત્રતાનો ઘરાનો કોઈ ફકીરની નજરમાં છે. જો આવી નજર આપણી તરફ થાય તો ધન્ય થઈ જવાય.
વિદ્યા લડવા માટે ન શીખાય પણ ઉચ્ચતર પ્રગતિ માટે શીખાય.
મહેબુબની દરેક ચીજ મહેબુબ હોય છે.
ગુરૂની દરેક વસ્તુ ગુરૂ જ હોય છે.
ગુરૂજનોની પરીક્ષા કરવામામ કોઈ માઇનો લાલ સફળ નથી થયો.
સંવાદ ત્રણ પ્રકારના હોય, રાજસી સંવાદ, તામસી સંવાદ અને સાત્વિક સંવાદ.
રાજા પ્રતાપભાનુ અને કપટ મુનિનો સંવાદ રાજસી સંવાદ છે.
અંગદ અને રાવણનો, લક્ષ્મણ અને પરશુરામનો, હનુમાનજી અને રાવણનો સંવાદ તામસી સંવાદ છે.
નારદ અને રામનો, સુમંત અને રામનો, જનક અને રામનો, કેવટ અને રામનો, શબરી અને રામ્નો સંવાદ સાત્વિક સંવાદ છે.
કાક ભૂષંડી અને ગરૂડ વચ્ચેનો સંવાદ ત્રિગુણાતિત સંવાદ છે.
રાજકીય ક્ષેત્રમાં રાષ્ટ્રના કલ્યાણ માટે સંવાદ થવો જોઈએ.
પરિવારમાં સંવાદ પરિવારના બધા સભ્યોને ન્યાય મળે તે માટે થવો જોઈએ.
ધર્મ ક્ષેત્રમાં બીજાના હિત માટે સંવાદ થવો જોઈએ.
જ્ઞાન સંવાદનું કેન્દ્ર બિંદુ બધામાં બ્રહ્મ સંબંધ છે.
સામાજિક ક્ષેત્રના સંવાદનું કેન્દ્ર બિંદુ સર્વોદયનો વિચાર છે.
આધ્યાત્મિક ક્ષેત્રના સંવાદનું કેન્દ્ર બિંદુ સત્ય, પ્રેમ અને કરૂણા છે. આધ્યાત્મિક સંવાદમાં વાર્તાલાપ થાય પણ ખરો અને ન પણ થાય.
સંવાદનું ફળ હોય જ. સંવાદ વાંઝિયો નથી.
સંવાદનું ફળ પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે.
સંવાદનું ફળ નિરસ પણ હોઈ શકે.
કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદનામ ૫ ફળ છે.
ગીતા એ કૃષ્ણ છે અને આપણે અર્જુન છીએ.

આ સંવાદથી શ્રી માં વધારો થાય. શ્રી એટલે સૌદર્ય. સંવાદ કરનાર બંનેની સુંદરતામાં વધારો થાય.
વિચાર આપણને સુશોભિત કરે છે.
સત્‌સંગની અસર થાય જ.
શ્રી નો બીજો અર્થ માનસિક સૌદર્ય થાય છે. તેથી આવા સંવાદથી મન સારા વિચારો કરશે જે મનની સુંદરતા વધારશે.

વિજય
જ્યાં કૄષ્ણ અર્જુન હોય ત્યાં વિજય થાય જ. કોઈનો વિજય થાય એટલે બીજા કોઈનો પરાજય પણ થાય.
બધાનો વિજય થવો જોઈએ અને પરાજય કોઈનો ન થવો જોઈએ. એવું ભગવાન બુદ્ધનું મંતવ્ય છે. જો કે બધા આ મંતવ્ય સાથે સહમત નથી થતા.
સંવાદથી મનના વિકારો ઉપર સ્વાભાવિક વિજય થશે, મનોવિજય થશે. વિકારો સ્વાભાવિક રીતે દૂર થશે. સંવાદથી વિકારો આપો આપ નિરસ લાગશે.
પુરુષાર્થના પાત્રમાં પરિણામનું અમૃત રહે છે.
હરિનામ પતનથી બચાવશે.

ભૂતિ - સમૃદ્ધિ, ઐશ્વર્ય
સંવાદથી સમૃદ્ધિ વધે, વિધટન ન થાય.
સમૃદ્ધિ સાથે પ્રસન્નતા આવે. ઐશ્વર્ય વધે એટલે કે આંતરિક સંપદા વધે, ભિતરી સંપદા વધે.

ધ્રુવાનીતિ અને ધ્રુવા મતિ
સંવાદથી જીવનની નીતિ અખંડ બને, અવસરવાદી નહીં બનાય. બુદ્ધિ સ્થિર રહે.
સંવાદથી બુદ્ધિ અવ્યભિચારી બને. બુદ્ધિ ભટકશે નહીં. કુતર્ક બુદ્ધિ નહી રહે.
પ્રલોભન અને ભય બુદ્ધિને ભટકાવે છે.








રવિવાર, તારીખ ૧૧-૦૮-૨૦૧૩

Wednesday, July 31, 2013

કરુણાનું અંજન આંખમાં આંજવાથી ભજન થઇ જાય છે, મોરારિબાપુ, માનસદર્શન

કરુણાનું અંજન આંખમાં આંજવાથી ભજન થઇ જાય છે





  • જીવનમાં કોઇ વ્રત લેવાની ઇચ્છા થાય તો કરુણાનું વ્રત ધારણ કરજો અને પ્રભુને પ્રાર્થના કરજો કે, હે પ્રભુ, અમે કઠોર ન બનીએ પણ નિત્ય કરુણાનું વ્રત લઇને ચાલીએ એવી અમારી ઉપર કૃપા વરસાવજો



  • 'પરમધરમ શ્રુતિ બિંદિત અહિંસા
  • પરનિંદા સમ અઘ ન ગરીસા’



  • રામચરિતમાનસમાં ફક્ત એક જ વાર અહિંસા શબ્દનો પ્રયોગ થયો છે. 



  • 'કર્પુર ગૌરં કરુણાવતારં’





  • 'નિર્મલ મન જન સો મોહિ‌ પાવા
  • મોહિ‌ કપટ છલ છિદ્ર ન ભાવા ’





  • બસ, જીવનમાં પ્રેમ કરજો અને કોઇ વ્રત લેવાની ઇચ્છા થાય તો કરુણાનું વ્રત ધારણ કરજો અને પ્રભુને પ્રાર્થના કરજો કે, હે પ્રભુ, અમે કઠોર ન બનીએ પણ નિત્ય કરુણાનું વ્રત લઇને ચાલીએ એવી અમારી ઉપર કૃપા વરસાવજો. અંતે કરુણાનિધાન એવા ભગવાન રામજીનાં ચરણોમાં પ્રાર્થના કરું છું કે પૂરા વિશ્વમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સેતુ બંધાય. સમગ્ર વિશ્વ કરુણામય બને. દરેક પરિવારમાં કરુણા પ્રગટ થાય અને સમાજમાં પ્રેમયુગની સ્થાપના થાય તેવી પ્રભુ પ્રાર્થના. 'જય સીયારામ’ '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.



Monday, July 22, 2013

ગુરુ પૂર્ણિમા, Guru Purnima, Jaya Gurudev

આજે તારીખ ૨૨ જુલાઈ, ૨૦૧૩ તેમજ વિક્રમ સંવત ૨૦૬૯, અષાઢ સુદ પૂર્ણિમા છે જે ગુરુ પૂર્ણિમાનું મહાન પર્વ છે.

આજે મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.



શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌


સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ



કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ
દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌


જગદ્‌ગુરુ તરીકે સતયુગમાં બ્રહ્મા, ત્રેતાયુગમાં મહષિ વશિષ્ટ, દ્વાપરયુગમાં મહર્ષિ વેદ વ્યાસ અને કળિયુગમાં શંકરાચાર્યની ગણના થશે એવું આદિ શંકરનું વિધાન છે.

ગુરુ પરંપરા

નારાયણમ પદ્મભુવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ 

 વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં  ll

શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં

તં તોટકં વાર્તિકકારમન્યાનસ્મદ્રરૂન્‌ સંતતમાનતોસ્મિ  ll

સદાશિવ સમારમ્ભાં શંકરાચાર્ય મધ્યમાં  l

અસ્મદાચાર્યં પર્યન્તાં વન્દે ગુરૂપરંપરામ્‌  ll


આદિ શંકરાચાર્ય સંન્યાસ ધર્મ અને ગુરુ પરંપરાના અગિયારમા અધિષ્ઠાતા છે.

સત્‌યુગમાં (૧) નારાયણ, (૨) બ્રહ્મા, (૩) રુદ્ર

ત્રેતાયુગમાં (૪) વશિષ્ટ (૫) શક્તિ (૬) પારાશર

દ્વાપરયુગમાં (૭) વેદ વ્યાસ (૮) શુકદેવ

કળિયુગમાં (૯) ગૌડપાદ (૧૦)   ગોવિંદપાદ (૧૧) શંકરાચાર્ય

આદિ શંકરના ચાર મુખ્ય શિષ્ય હતા, (૧) હસ્તામલકાચાર્ય જે પશ્ચિમ દિશામાં આવેલ દ્વારકા સ્થિત શારદા મઠના પ્રથમ મઠાધિશ હતા, (૨) પદ્‌મપાદ જે પૂર્વ દિશામાં આવેલ જગન્નાથમાં ગોવર્ધન મઠના પ્રથમ મઠાધિશ હતા, (૩) તોટકાચાર્ય જે ઉત્તર દિશામાં બદ્રિકાશ્રમમાં જ્યોતિર્મઠના પ્રથમ મઠાધિશ હતા અને (૪) સુરેશ્વરાચાર્ય દક્ષિણ દિશામાં રામેશ્વરમાં શૃગેરી મઠના પ્રથમ મઠાધિશ હતા.

પશ્ચિમામ્નાય શારદામઠ, પૂર્વામ્નાય ગોવર્ધનમઠ,
ઉત્તરામ્નાય જ્યોતિર્મઠ, દક્ષિણામ્નાય શૄગેરીમઠ.

ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે.ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્‌ભૂત વર્ણન છે.

ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.


શિવ મહિમ્ન શ્રોત્રમાં પુષ્પદંત કહે છે કે,ગુરુથી શ્રેષ્ઠ કોઈ નથી -

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ અઘોરાન્નપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્‌.. ." ." """.- ....

ગુરુ નો એક અર્થ વિશાળ, મોટું, મહાન થાય છે.
ગુરુ એટલે ઊંમરમાં મોટા નહીં પણ તેમના વિચારોમાં મહાન, તેમના મનથી મહાન, તેમના જ્ઞાનમાં મહાન.
ગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર, ગુરુ એટલે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર.
ગુરુ એટલે પથ દર્શક, આપણા જીવનના ઘડવૈયા, પતિતોના ઉધ્ધારક, મુક્તિ દાતા.
ગુરુ એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન આપનાર શિક્ષક નહીં પણ ગુરુ એટલે જીવનનું પુસ્તક સમજાવનાર.
પૂર્ણિમા એટલે સૌથી તેજસ્વી રાત્રી, સૌથી પ્રકાશિત રાત્રી.
ગુરુ એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન જ્ઞાનનો પૂર્ણ તેજસ્વી પ્રકાશ ફેલાવે.
ગુરુ શિષ્યની અજ્ઞાનમય અંધકારથી ભરપૂર જીવન રાત્રીમાં સત્ય અને જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે.
ગુરુ શિષ્યના જીવનમાં વૈચારિક ક્રાંતિ લાવે છે.
આપણે કહીએ છીએ કે...

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।

गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||


ગુરુ બ્રહ્મા છે જે સર્જન કરે છે, ગુરુ વિષ્ણુ છે જે પાલન પોષણ કરે છે અને ગુરુ મહેશ છે જે વિસર્જન કરે છે. જે સદ્‌ગુણોનું સર્જન કરે, સુવિચારોનું પાલન પોષણ  કરાવે અને આપણા દૂર્ગુણોનું વિસર્જન કરે, નાશ કરે તે ગુરુ છે.

ધ્યાન મૂલમ્‌ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ્‌ ગુરુ પદમ્‌,

મંત્ર મૂલમ્‌ ગુરુ વાક્યમ્‌,

મોક્ષ મૂલમ્‌ ગુરુ કૃપા…..

ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર  જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
ધ્યાન કરવા જેવી જો કોઈ મૂર્તિ હોય તો તે ગુરુની મૂર્તિ છે, ગુરુનું સ્વરુપ છે, પૂજા કરવા જેવી વિભૂતિ હોય તો તે ગુરુ પાદૂકા છે, ગુરુના ચરણ કમળ છે, ગુરુ વાક્ય, ગુરુ ઉપદેશ, ગુરુ વચન એ મંત્ર સમાન છે, ગુરુની કૃપાથી જ મોક્ષ મળે છે, મુક્તિ મળે છે.

ગુરુ કૃપા મુર્તિ છે, ગુરુ કૃપા સાગર છે.

કામ, ક્રોધ, લોભ, મોહ અને  અહંકાર જેવા ૫ મહાન શત્રુઓથી મુક્તિ અપાવે તે ગુરુ.

ગુરુ શિષ્યના હ્નદયમાં પરમાત્માની પ્રાપ્તિની ભૂખ જગાડે.
ગુરુ સત્યનો ઉપદેશ આપે.
ગુરુ શિષ્યના જીવનને ચરિતાર્થ કરે.
ગુરુ શિષ્યને મળેલ મનુષ્ય અવતાર સફળ બનાવે.
ગુરુ મોક્ષનો માર્ગ બતાવે.
ગુરુ કુંભારની જેમ શિષ્યના જીવનને ઘાટ આપે, જીવનનું યોગ્ય ઘડતર કરે.
ગુરુ બહારથી કઠોર લાગે પણ અંદરથી બહું જ કોમળ હોય. ગુરુની કઠોરતા શિષ્યના ભલા માટે હોય છે.
ગુરુ શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવે.
ગુરુ સંસાર સાગર તરવાનો માર્ગ બતાવે.
જીવનમાંથી મોહ, માયા, આસક્તિ દૂર કરે તે ગુરુ.
માનવીને સાચો માનવ બનાદે તે ગુરુ.
જીવનમાં સારા નરસાનું  ભાન કરાવે તે ગુરુ.
જીવનમાં સત્ય પ્રગટાવે તે ગુરુ.
જીવનમાં વિવેક જગાડે તે ગુરુ.
જીવનમાં સાચી દિશા બતાવી મંઝિલે પહોંચાડે તે ગુરુ.
જીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરાવે તે ગુરુ.

માનવ શ્રેષ્ઠ, ગુણ શ્રેષ્ઠ અને જ્ઞાન શ્રેષ્ઠ એવી પ્રેમની જીવંત મૂર્તિ એ જ ગુરુ છે.

ગુરુની કૃપા દ્રષ્ટિ પામવા સમર્પણ, ત્યાગ અને નિસ્વાર્થ ભાવથી ગુરુની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, ગુરુની આજ્ઞા માનવી.

માણસનો બે વખત જન્મ થાય છે, પહેલો જન્મ માતાની કૂખથી અને બીજો જન્મ સદ્‌ગુરુની હૂંફથી.

માતાની કૂખેથી થતા પહેલા જન્મ દ્વારા દેહ મળે છે, જ્યારે ગુરુની હૂંફથી થતા બીજા જન્મ દ્વારા દીક્ષા મળે છે, જ્ઞાન મળે છે.

પ્રથમ જન્મ સમયે બાળક રડે છે, જ્યારે બીજા જન્મ સમયે જ્ઞાનનો પ્રકાશ મળતાં હસે છે, આનંદીત થાય છે.

પહેલા જન્મની યાત્રા જન્મથી મૃત્યુ સુધીની છે, જ્યારે બીજા જન્મની યાત્રા જન્મથી મોક્ષ સુધીની છે.

પ્રથમ જન્મથી મોહ માયાનાં બંધન પેદા થાય છે જ્યારે બીજા જન્મથી મોહ માયાના બંધનમાંથી મુક્તિ મળે છે.

સિકંદરે કહ્યું છે કે,
" મારા માતા પિતા મને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઇ આવ્યા પણ ગુરુએ તો મને પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં લઇ જવાનો માર્ગ બતાવ્યો."

ચાણક્યએ કહ્યું છે કે,
"ગુરુની ગોદમાં પ્રણય અને પ્રલય બંને ઉછરી શકે છે."


ગુરુ તો પરમ પરમાત્માથી પણ વિશેષ છે, તેથી જ સંત કબિરે ગાયું છે કે...

ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય 

પૂજ્ય મોરારિ બાપુ તો કહે છે કે, "ગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ પણ નથી, અસ્તિત્વ છે."

દલપત પઢિયારના મત મુજબ, "ગુરુ વ્યક્તિ તરીકે નબળો હોઇ શકે પણ  ગુરુપદ કદી નબળું ન હોઇ શકે."

શિવ આદિ ગુરુ છે, વિશ્વ ગુરુ છે.

શ્રી ગોસ્વામી તુલસીદાસજી વંદના પ્રકરણમાં ગુરુ વંદના કરતાં કહે છે કે,

 "બંદઉ ગુરૂ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ l 

મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ll" 

- મહામોહના ગાઢ અંધકાર માટે જેમનાં વચનો સૂર્યકિરણ રૂપ છે એ કૃપાસાગર અને મનુષ્ય રૂપમાં સાક્ષાત શ્રી હરિ એવા ગુરુદેવનાં ચરણકમળને હું વંદું છું.




ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને અનુરૂપ ગુરુની મહત્તાનું ગુણ ગાન કરતો “ગુરુ મેરી પૂજા” નામનો સુર અને સંગીત મઢ્યો યુ-ટ્યુબની નીચેની લિંક ઉપર  એક સુંદર વિડીયો માણો.


http://www.youtube.com/v/CXpBV8PImu8?version=3&feature=player_detailpage



Pujya Bhaishri's Guru Purnima Sandesh  and related image which is received on my email are displayed here with the courtesy of Sandipani Vidyaniketan, Porbandar and blessings of Pujya Bhaishri.




The three forms of a Guru
Jai Shri Krishna,

The peace, internal happiness and bliss we desire are not dependent upon any situation, thing or person. In fact, happiness dependent on others is not true happiness. Peace and bliss are you, yourself. You are the form of happiness. This is why religion advises you that it is sufficient to know yourself. So, how do we know ourselves? This knowledge is only attainable via a Guru (teacher).However, it is not necessary that this Guru be a human. Today, we will discuss about the three types of a Guru.

1. Govind/ God - God is everyone's Guru.

Krishnam vande jagatgurum

God is Guru and Guru is God. In our religion, we do not consider a Guru as ordinary, but we take Guru as God. Shri Krishna and Lord Shiv are the spirits of a Guru. Let us follow what Shri Ram has said, Shri Krishna has taught and Lord Shiv has advised. Let us take them as our Guru. So, Govind is the first Guru.

2. Initiation Guru - Let us see the difference between Govind as Guru and an initiation Guru. When we do darshan of God in the temple and ask God a question, we do not receive an answer from the idol in the temple. We should have someone in our life to whom we can open our heart, raise our dilemmas without hesitation and gain answers to our quest for knowledge.

Have someone life who lights the light of hope within us, we bond to and who initiates us. Initiation involves a procedure but this procedure should be internal and not external. What is the point of an external procedure if one is not devoted internally to a Guru, or paid their respects and sat in front of a Guru? Of what use is a Guru if one has no quest for knowledge?

The questioning human mind argues that in the present day no Guru can be trusted. Guru is like us and has similar faults. If your mind disagrees, do not consider someone as a Guru. However, if your heart is thirsty to build a relationship with someone who will show you the way and be your support, then listen to your heart. It is not just a matter of an external ritual of gaining a mantra. The speech of a Guru is a mantra.

When our heart accepts the need of a Guru and we faithfully surrender to a Guru, then, even if our Guru is not present in front of us and we have his photo/ idol, this will still guide us in our life.

3. Scripture as our Guru - This could be Ramayan, Bhagavat or Gita. We are indebted to Maharshi Ved Vyas, Jagadguru Shankracharya Maharaj, Swami Ramkrishna Paramhans, Swami Vivekanand, Shri Arvind and many other great people. These great people have made the effort to raise good and true humanity within us. They have given us the power to think righteously. Guru Purnima is the day to present our faith, affection and gratitude towards these great people.

"Gurudev! We present our affection and faith at your feet. It is not possible to pay you back for what you have given us." Guru Purnima is the opportunity to express these feelings.

We have discussed about three types of Guru today: one is Govind, second Govind-like Guru and third, our scriptures.

On this day, let us present our affection from Lord Narayan, Jagadguru Shankracharyaji to the current great people in this world. Let us pay our respects to all the Gurus and pray that we attain the light of knowledge and gain the right understanding so that the good human is born within us and the demon- and animal-like nature within us are destroyed.

Mohe laagi latak guru.....

Jai Gurudev!

The article published in the Divya Bhaskar - Sunday Bhaskar is related to the Guru and it is displayed here with the courtesy of Divya Bhaskar.

ગુરુના મૌનથી જ શિષ્યની શંકાનું સમાધાન થઇ જાય છે 

Source Link: http://www.divyabhaskar.co.in/article/MAG-gurus-silence-the-resolved-doubt-of-the-disciple-4332251-NOR.html

http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/21072013/0/1/

જે ને હું ગુરુકૃપાથી ગાઉં એ રામચરિતમાનસ પણ એક પ્રકારનો ગુરુગ્રંથ છે. દરેકના જીવનમાં ગુરુની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે માટે આપણા જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં તો જે વ્યક્તિને ગુરુ નથી અથવા તો ગુરુ તરીકે કોઇને સ્વીકાર્યા નથી એને નુગરો કહેવામાં આવે છે. ઘણા લોકો વિચારતા હોય છે કે જીવનમાં ગુરુ હોવા જ જોઇએ? આના જવાબમાં હું એટલું જ કહીશ કે શરીરમાં કોઇ બીમારી આવે તો ડોક્ટર નિદાન કરીને દવા આપીને દૂર કરી શકે છે પણ મનના રોગ માટે કોઇ ગુરુ જ દવા આપી શકે છે. ગુરુ જ ઔષધિ આપીને ભવરોગને મિટાવી શકે છે. આજે ફરીવાર એક વાર વ્યાસપીઠ ઉપરથી કહી રહ્યો છું કે હું રામચરિતમાનસનો ગાયક છું પણ મારું સર્વસ્વ મારા સદ્ગુરુ ભગવાન છે.

જીવનમાં ગુરુને ઇષ્ટ કરતાં પણ વધારે માનો અથવા તો ગુરુને જ ઇષ્ટ માનો. રામચરિતમાનસમાં તુલસી કહે છે કે જનક મહારાજની સભામાં અનેક રાજાઓ આવ્યા હતા. એક પણ ધનુષ્યભંગ ન કરી શક્યા. અરે, રાવણ પણ થાકી ગયો. એનાથી પણ ધનુષભંગ ન થયો. કેવલ ભગવાન રામથી ધનુષ તૂટયું હતું એનું એક જ કારણ હતું કે રામે ગુરુને યાદ કર્યા હતા તથા રામની સાથે ગુરુ હાજર હતા, જ્યારે એકપણ રાજાએ ગુરુને યાદ કર્યા નહોતા અને સાથે પણ ન હતા. રામે ઇષ્ટને યાદ કરવાને બદલે ગુરુને યાદ કર્યા માટે ગુરુએ કાર્યને ઇષ્ટ બનાવ્યું તો આપણી અંદર અનેક પ્રકારના રોગ છે જે કેવળ ગુરુ જ દૂર કરી શકે છે. એ રોગને દૂર કરવા માટે આપણા જીવનમાં કોઇ બુદ્ધ પુરુષ હોવા જરૂરી છે. આપણા શાસ્ત્રમાં નવધા ભક્તિ છે એમાં પણ ગુરુનો મહિ‌મા ગાયો છે.

'ગુરુપદ પંકજ સેવા તીસરિ ભગતિ અમાન’

રામચરિતમાનસ તુલસી ત્રીજી ભક્તિ ગુરુની સેવા કરે છે પરંતુ ગુરુની સેવા અભિમાન છોડીને કરવાની છે. અભિમાન તો કુપથ્ય છે. રાવણે ગુરુને ખૂબ જ સેવ્યા છે. ભગવાન શંકર રાવણના ગુરુ છે. રાવણે મહાદેવને ગુરુ સ્વરૂપે પ્રાપ્ત કર્યા છે. પરંતુ અભિમાન છોડયું નહીં. જ્યારે ભગવાન રામે પણ ગુરુ કર્યા છે. વશિષ્ઠજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર ઋષિ પાસેથી શાસ્ત્રવિદ્યા મેળવી. ભારદ્વાજજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું. રામ કેટલાય ગુરુજનોને મળ્યા છે. બધાનું ભગવાન રામ વરણ કરે અને વરણ કર્યા પછી સમર્પણ કરે છે. જ્યારે રાવણ ગુરુનું વરણ કરે પણ ગુરુને માનતો નથી. મને ઘણા લોકો પૂછતા હોય છે કે બાપુ ગુરુનો અર્થ તમારા મતે શું હોઇ શકે?

હવે આના જવાબમાં શાસ્ત્રીય ભાષામાં કહું તો જીવનમાં રહેલા અંધકારને દૂર કરી પ્રકાશનાં દર્શન કરાવે તે ગુરુ છે. પણ મારે મારી જવાબદારીએ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે ગુરુ એટલે જેની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિયોગનો સુમેળ હોય, જેને યાદ કરવાથી શિષ્યને શાંતિ મળે. જેનાં દર્શન કરવાથી જ પાપ નષ્ટ થઇ જાય. જેના સંભાષણ અને મૌનથી જ શિષ્યની શંકાઓનું સમાધાન થઇ જાય તેમજ શિષ્યની સાથે ફક્ત શિષ્યના હિ‌ત માટે જ સંબંધ રાખે તેનું હાસ્ય અને દૃષ્ટિ અધ્યાત્મ માર્ગમાં આવતાં વિઘ્નને દૂર કરે, જેનું એકમાત્ર લક્ષ્ય હોય કે શિષ્યને પ્રભુપ્રાપ્તિ કરાવવી છે. અંતે શિષ્યની અંદર સત્યની ખોજ કરાવે તે ગુરુ છે. ગુરુ પણ ત્રણ પ્રકારના હોય છે. જેમાં એક દવા આપીને ચાલ્યા જાય છે પછી ક્યારેય શિષ્યને પૂછતા નથી કે તે દવા લીધી કે નહીં. જ્યારે બીજા ગુરુ એવા હોય છે કે દવા આપે છે સાથે સૂચના પણ આપે છે કે દવા બરાબર સમયસર લેજો પછી એ શિષ્ય ઉપર છોડી દે છે. જ્યારે ત્રીજા નંબરના ગુરુ એવા છે કે બરાબર શિષ્યનું નિદાન કરી શિષ્ય ના પાડે તોય શિષ્યના કલ્યાણ માટે થઇને દવા પીવડાવી દે છે. એટલે આપણે ત્યાં ઘણા સૂચકના રૂપમાં ગુરુ હોય છે.

ઘણા વાચકના રૂપમાં ગુરુ હોય છે. જ્યારે ઘણા બોધકના રૂપમાં ગુરુ હોય છે. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થયા કરે છે કે સદ્ગુરુની નિશાની શું? મારી જવાબદારીએ કહું તો જેના ઉપર ક્યારેય આપણને અરુચિ પેદા ન થાય, જેનમાં ક્રોધ ન હોય, પોતાની વાણી ઉપર સંયમ હોય, વાણીમાં પવિત્રતા હોય, તેમજ ક્યારેય કોઇનું અહિ‌ત ન વિચારે એ સદ્ગુરુ છે અને જ્યારે શિષ્યના સંબંધોની વાત આવે ત્યારે હું બહુ જ સ્પષ્ટ કહું છું કે ગુરુ અને શિષ્યનો સંબંધ તો જગતનો પવિત્રમાં પવિત્ર સંબંધ છે. ગુરુ-શિષ્યનો સંબંધ તો સૂરજ અને સૂરજમુખીના ફૂલ જેવો હોવો જોઇએ કે જ્યારે શિષ્ય ગુરુને જુએ ત્યારે શિષ્ય આનંદથી ખીલવો જોઇએ. શિષ્યને એના ગુરુમાં નિષ્ઠા દેખાવી જોઇએ. પૂજ્યભાવ દેખાવો જોઇએ. મને તો મારા ગુરુમાં વ્યક્તિગત નિષ્ઠા છે.

મને એક બહુ જ સરસ પ્રશ્ન કર્યો હતો કે બાપુ સદ્ગુરુની સાચી ઓળખ કઇ રીતે થઇ શકે? આપની દૃષ્ટિએ સદ્ગુરુમાં કેવાં ગુણ લક્ષણો હોવાં જોઇએ? ત્યારે મેં કહેલું કે સદ્ગુરુ શબ્દ મધ્યકાળમાં આવ્યો છે. એના પહેલાં દરેક જગ્યાએ ગુરુ શબ્દનું દર્શન થાય છે. ગુરુ શબ્દ પૂર્ણ છે. ગુરુ શબ્દ માટે કોઇ વિશેષણની જરૂર પડે એવું મને લાગતું નથી. કદાચ એક સમય એવો આવ્યો હશે કે ગુરુની સાથે બીજું ઘણું પોષણ થતું પ્રવેશ્યું હશે એટલે એ સમય દરમિયાન ગુરુની આગળ સત્ શબ્દનો પ્રયોગ થયો હશે. આમ તો સદ્ગુરુ શબ્દ મારા પ્રિય શબ્દમાંનો એક શબ્દ છે. મને સદ્ગુરુ શબ્દ ખૂબ જ પ્રિય છે. તો ગુરુ શબ્દ મૂળ શબ્દ છે. હવે આ મૂળ શબ્દમાં મને ઘણા 'ગ’કારનાં દર્શન થાય છે. રામકથાની યાત્રાને આધારે મારે મારી જવાબદારીએ વ્યાખ્યા કરવી છે. જે આ પ્રમાણે છે.

૧. ગગનનો 'ગ’કાર છે

હવે ગુરુમાં મોટામાં મોટો 'ગ’કાર ગગનનો 'ગ’કાર છે. આ 'ગ’કારનો અર્થ બહુ સરળ છે. હવે તમે બધા જ જાણો છો કે ગગન તો વિશાળ ફલક રૂપમાં છે. ગુરુ પણ વિશાળ સ્વરૂપમાં છે. જરાય સીમિત ન હોય તે ગુરુ છે. જેનામાં સાંકડાપણું ન હોય તે ગુરુ છે. બિલકુલ સરળ ભાષામાં કહું તો જેનો પનો બહુ મોટો હોય એ ગુરુ છે. ગુરુ તો ગગન સમાન છે. ગુરુને ક્યારેય નાના ન માનવા જોઇએ.

૨. ગૌરવનો 'ગ’કાર છે

ગુરુને વિશેષ રૂપમાં મૂલવવા હોય તો 'ગૌરવ’ના રૂપમાં મૂલવી શકાય છે. હું મારા સદ્ગુરુ ભગવાન ત્રિભોવનદાદાને યાદ કરું એ મારા માટે ગૌરવ છે. એનાથી વધારે કયું ગૌરવ હોઇ શકે? મારા માટે તો ત્રિભોવનદાદા એ જ ગૌરવ છે કે જેની કૃપાથી આજે અમે ફુલ્યાફાલ્યા ફરીએ છીએ એની કૃપા છે. દરેકના જીવનમાં પોતાના ગુરુનું ગૌરવ હોવું જ જોઇએ.

૩. ગંગાનો 'ગ’કાર છે

ગુરુ શબ્દનું બિલકુલ પવિત્ર પ્રવાહના રૂપમાં જો એક દર્શન કરવું હોય તો ગુરુ મારા માટે ગંગાનો 'ગ’કાર છે. ગંગા પવિત્ર છે. ગુરુનો પ્રવાહ પણ પવિત્ર જ હોય છે. રામચરિતમાનસમાં તુલસી લખે છે.

'ગુરુ બિબેક સાગર જગુ જાના’

ગુરુ તો વિવેકનો સાગર છે. ગુરુ પાસેથી શિષ્યને વિવેકનો ભંડાર પ્રાપ્ત થાય છે. તો ગુરુની વાણી ગંગાના પવિત્ર નીરની જેમ વહે છે. માટે ગુરુની વાણીના પ્રવાહમાં સ્નાન કરી શિષ્યએ ધન્ય બનવાનું છે.

૪. ગાગરનો 'ગ’કાર છે

ગુરુ એક ગાગર છે. એનો પણ એક દેહ છે. એનું પણ એક સીમિત કદ હોય છે. આકારના રૂપમાં ગુરુ ગાગરમાં ભરેલો સાગર છે. હવે ગાગરનો 'ગ’કાર એટલા માટે મેં કહ્યો કે જેનું વજન આપણે ઊંચકી શકીએ. જેનું વજન આપણને ભારે ન પડે એ અર્થમાં ગુરુના 'ગ’કારમાં ગાગરનો 'ગ’ છે. ગાગરને ગમે તે રીતે મૂકી શકાય છે. આપણને બધાને ખ્યાલ છે કે ગાગરને ખભે મૂકી શકાય છે. માથે મૂકી શકાય છે, હાથમાં રાખી શકાય છે, પાણિયારા ઉપર મૂકી શકાય છે, પાટલા ઉપર પણ રાખી શકાય છે અને ગુરુ એને જ કહેવાય કે શિષ્યના કોઇ સમયમાં શિષ્યને જાણીને સ્થાન લઇ લે એ ગુરુ છે અને શિષ્યને સાચી દિશા તરફ દોરી જાય અને શિષ્યની તરસ છિપાવી દે તે ગુરુ છે. ગાગરનું કામ પણ એજ છે કે પોતાની અંદર ભરેલા પાણીથી બીજાની તરસને છિપાવાની છે. ગુરુનું પણ આવું જ કાર્ય છે.

પ. ગ્રંથનો 'ગ’કાર છે

મેં પહેલાં જ કહી દીધું કે હું જેને ગાઉં છું એ રામચરિતમાનસ ગ્રંથ પણ એક પ્રકારનો ગુરુગ્રંથ છે. નાનકદેવ તથા આખી શીખ પરંપરામાં ગ્રંથને જ ગુરુ માનવામાં આવે છે. ગ્રંથસાહેબ બોલે છે. હું અહીંયાં કેવળ ધર્મગ્રંથનો સમાવેશ કરતો નથી એમાંય કોઇ એક ધર્મની વાત તો હું ક્યારેય કરતો નથી મારા માટે તો બધા જ ધર્મ સમાન છે. હા આપણા ધર્મનું આપણને ગૌરવ જરૂર હોવું જોઇએ. તો સમગ્ર ધર્મના પવિત્ર ગ્રંથો અરે સત્ત્વ, તત્ત્વથી ભરેલા કોઇ પણ ગ્રંથ, પુસ્તક અથવા તો કવિતાના પુસ્તક, ગઝલના પુસ્તક ગદ્ય હોય કે પદ્ય હોય એ બધા જ ગ્રંથો મારા માટે ગુરુનો 'ગ’કાર છે.

૬. ગણપતિનો 'ગ’કાર છે.

હમણાં જ મેં કહ્યું કે ગુરુ તો વિવેકનો સાગર છે. હવે વિવેકનો અર્થ ગણપતિ એવો થાય છે. ગણપતિ વિવેકના દેવ છે માટે ગણેશજીનો 'ગ’એ પણ ગુરુનો 'ગ’કાર છે.

૭. ગૌરીનો 'ગ’કાર છે

રામચરિતમાનસમાં એક વાક્ય છે. 'મોરે તુમ્હ પ્રભુ ગુર પિતુ માતા’ ગૌરીનો 'ગ’ એ ગુરુરૂપ માતૃરૂપ છે. ગુરુ તો આપણી માતા છે. માતા જેવી રીતે પોતાના બાળકને લાડ કરે, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે અને ક્યારેક ઠપકો પણ આપે. ગુરુનું પણ આવું જ કાર્ય છે કે જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે, ઠપકો પણ આપે અને સાચી દિશા બતાવે. તો ગુરુ વિશે આપણે ત્યાં અનેક દર્શનો આવ્યાં છે, એમાં એક જ વાત આવે છે કે ગુરુ અનિવાર્ય છે. ઉપકારક છે એ વાત વારંવાર કહેવાઇ છે. પણ ક્યારેક માણસે પોતે દિલનો દીવો થવાનું છે. એ દિલના દીવાને પ્રગટાવવા માટે કોઇ તત્ત્વની જરૂર પડે છે જે સદ્ગુરુના રૂપમાં અવશ્ય આવશે જે અજવાળાના પ્રકાશે આપણે રહેવાનું છે. અંતે સદ્ગુરુ ભગવાનને પ્રાર્થના કરું કે આપણી આત્મજ્યોતિ પ્રગટાવી દે અને સંસારના વાયરાથી બચાવે એવી સદ્ગુરુનાં ચરણોમાં પ્રાર્થના. '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)




મોરારિબાપુ 


માનસદર્શન