Translate

Search This Blog

Saturday, May 14, 2011

ગઝલ અને શાયરી સંગ્રહ અને પ્રેમનું મહત્વ

ન ધરા સુધી ; ન ગગન સુધી ;
ન તો ઉન્નતિ કે પતન સુધી;
આપણે તો જવું હતું ………
બસ એક મેક ના મન સુધી……..
………..ગની દહીંવાલા
*******************
ધાન્ય, પાણી, લક્ષ્મીના ઢગલા કરી વહેંચી લીધા,
ધર્મ અને ઈમાનના હિસ્સા કરી વહેંચી લીધા,
આખરે કંઈ ના મળ્યું તો બાળકોએ હઠ કરી,
મા ભોમની લાશના કટકા કરી વહેંચી લીધા.
…………ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે એક શાયરે લખેલી ગઝલ
*********************
વધારે હોય પૈસો યાર,
તો માણસોને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર,
નવાં આવાસ રહેવા દે.
…………………..હિતેન આનંદપરા
* * * * * *
પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
………………..હિતેન આનંદપરા
* * * * * *
“I LOVE YOU”
અહીં “હું તેને પ્રેમ કરું છું” (I LOVE YOU) માં થી જો “I” એટલે કે “હું” ને અને “YOU” એટલે કે “તું” ને કાઢી નાખીએ તો માત્ર “LOVE” એટલે કે “પ્રેમ” જ રહે. અહી પ્રશ્ન ફક્ત હું અને તું નો જ છે; પ્રેમમાં હું અને તું હોય જ નહિં; ફક્ત પ્રેમ જ હોય.
……………..પુજ્ય મોરારી બાપુની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલું સુત્ર.
* * * * * *
ઓશો રજનીશના પુસ્તકમાંથી એક ઓશો સંન્યાસીએ પ્રેમ વિષે સંકલિત કરેલા કેટલાક અંશ નીચે મુજબ છે.
હ્નદય જ્યારે પ્રેમ પૂર્ણ બને છે ત્યારે જ વ્યક્તિત્વમાં એક તૃપ્તિનો ભાવ-એક રસ પૂર્ણ તૃપ્તિનો ભાવ જન્મે છે. જ્યારે તમે કોઈના માટે જરા પણ પ્રેમ પૂર્ણ થાઓ છે એ જ તૃપ્તિની ક્ષણો હોય છે. ત્યારે પ્રેમની કોઈ શર્ત હોતી નથી.
આપણો પ્રેમ જેમ જેમ વધતો રહે તેમ તેમ જીવનમાં કામની સંભાવના ઘટતી જાય છે.
પ્રેમ અને ધ્યાન બંને મળીને ઈશ્વરનું દ્વાર ખોલી નાખે છે.
પ્રેમ + ધ્યાન = પરમાત્મા
પ્રેમને ધ્યાનનો સંયોગ થાય છે ત્યારે પરમાત્મા ઉપલબ્ધ થાય છે અને આ ઉપલબ્ધિ જ બ્રહ્મચર્ય રુપે ફળે છે.
* * * * * *
પછી “તું” ને “તું” યાદ રહેશે તને;
જરા પહેલાં “હું” ને ભૂલાવી તો જો………….
* * * * * *
“હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;”
………………….નરસિહ મહેતા
* * * * * *
“બેફામ, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
……………….બરકર વીરાણી – બેફામ
* * * * * *
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
મનોજ ખંડેરિયા
* * * * * *
એવો “હું” નથી કે જેવો “તું’ (ઈશ્વર) છે,
હું .. તું .. તું .. ની રમતમાં તું જ જીતનાર છે.
………….વિશ્વદીપ બારડ
* * * * * *
દીકરો જન્મ્યો
ત્યારે,
બધા હસ્યા
ને
એ રડ્યો !
એના
મૃત્યુ ટાણે
બધા રડ્યા
ને
એ મૂક હસ્યો -
મુક્તિ માટે !!
______ચીમન પટેલ
* * * * * *
ખુદી કો કર બુલંદ ઇતના કે તેરી હર તકદીર સે પહલે,
ખુદા ખુદ બંદે સે પૂછે કે બોલ તેરી રજા ક્યા હૈ….
* * * * * *
કાઠિયાવાડમાં કોક દિ,
ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન,
તને સરગ ભૂલાવું શામળા.
* * * * * *
જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે. ….
………………………………………………..અમૃત ઘાયલ
ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી.
……………………….. ભગવતીકુમાર શર્મા
* * * * *
થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને.
……………….. કૈલાસ પંડિત
* * * * *
પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે.
……………………… શૂન્ય પાલનપુરી
* * * * *
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી ન્હોતી.
…………………………………. બેફામ
* * * * *
થઇ ગયો એક જ ચમત્કારે તું ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી.
………. જિગર ટંકારવી
* * * * *
શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એ મોત છે
અને
ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે એ મોક્ષ છે !
* * * * * * * *

Three lessons to be learnt from a pencil.


1.PAIN always sharpens you.


2. EVERYTHING u do leaves a mark.


3.WHAT'S inside you is useful, not what's outside you.

*****


कुछ हँस के

     बोल दिया करो,

कुछ हँस के 

      टाल दिया करो,

यूँ तो बहुत 

    परेशानियां है 

तुमको भी 

     मुझको भी,

मगर कुछ फैंसले 

     वक्त पे डाल दिया करो,

न जाने कल कोई 

    हंसाने वाला मिले न मिले..

इसलिये आज ही 

      हसरत निकाल लिया करो !!

 समझौता 

      करना सीखिए..

क्योंकि थोड़ा सा  

      झुक जाना 

 किसी रिश्ते को

         हमेशा के लिए 

तोड़ देने से 

           बहुत बेहतर है ।।।

किसी के साथ

     हँसते-हँसते

 उतने ही हक से 

      रूठना भी आना चाहिए !

अपनो की आँख का

     पानी धीरे से 

पोंछना आना चाहिए !

      रिश्तेदारी और 

 दोस्ती में 

    कैसा मान अपमान ?

बस अपनों के  

     दिल मे रहना 

आना चाहिए...!

    --------------------------- गुलज़ार

*****
દરેક મનુષ્ય ને ચાર ગ્રહો નડતા હોય છે ,

સંગ્રહ ,આગ્રહ ,પરિગ્રહ અને પૂર્વગ્રહ

*****

                 इंसान “जन्म” के दो “वर्ष” बाद“बोलना” सीख जाता है
   
            लेकिन 

“बोलना” क्या है ये “सीखने” मैं   पूरा “जन्म” लग जाता है।

************
               
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી.


દશા સારી નથી હોતી – બરકત વીરાણી ‘બેફામ’

Source Link: http://www.readgujarati.com/2011/10/16/dasha-saari/

******

અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.

*****

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર
******


કોણ ‘કિરીટ’ અહીંનું રહેવાસી ?
અહિંયા તો સૌ મહેમાનો છે.

– કિરીટ ગોસ્વામી
******



મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
- ઓજસ પાલનપુરી

*****

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
- અનિલ ચાવડા

*****

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

*****

જીવ હજી તો જભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.
- ચંદ્રેશ મકવાણા

*****

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


*****

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


*****

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
- રાજેન્દ્ર શુક્લ

*****

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
- ચિનુ મોદી


******

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?
- મનહર મોદી


******

પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
- ઉદયન ઠક્કર

******

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
- અનિલ ચાવડા


*****

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
- જલન માતરી

*****

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
- ખલીલ ધનતેજવી

******

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
- મનોજ ખંડેરિયા


*****

ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
- ચિનુ મોદી


******

ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
- અનિલ ચાવડા


*******

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
- ભાવેશ ભટ્ટ


******

સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.
- ભાવિન ગોપાણી


*****

અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
- ભરત વીંઝુડા

*****

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
- અનિલ ચાવડા

******

શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી


*****

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
- મરીઝ


*****

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
- મરીઝ


*****

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
- ઉદયન ઠક્કર


*****

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર


*****

જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
- રાજેન્દ્ર શુક્લ


*****

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
- બાપુભાઈ ગઢવી

******

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
- બરકત વિરાણી ‘બેફામ’


*****

તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ


*****

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
- સૅફ પાલનપુરી


******

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા


*****

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મન્સૂરી


*****

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
- મરીઝ

******

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- મરીઝ


*****

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
- મુકુલ ચોક્સી


*****

હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
- ઉદયન ઠક્કર


*****

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

*****


દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
- ગની દહીંવાલા

******

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
- અનિલ ચાવડા


*****

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
- ગની દહીંવાલા


********
ખુદની સાથે  મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું !

*******

ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું રહી ગયું !

********

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા,
નિકટના સાથે ભળવાનું રહી ગયું!

*********

કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને, ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!

********

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું રહી ગયું !

*******

બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયા,
પણ, જ્ઞાન સમજવાનું રહી ગયું  !

********

ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું......
આ જીવવાનું તો રહી ગયું !!

*******

એણે એક ભૂલ નાની કરી .....

એ યાદ રાખીને  મેં મોટી ભૂલ કઈ.

*******

एक किताबघर में पड़ी गीता और कुरान आपस में कभी नहीं लड़ते,

और जो उनके लिए लड़ते हैं वो कभी उन दोनों को नहीं पढ़ते....

*****

पायल हज़ारो रूपये में आती है, पर पैरो में पहनी जाती है

और.....

बिंदी 1 रूपये में आती है मगर माथे पर सजाई जाती है |

*****

अजब तेरी दुनिया गज़ब तेरा खेल

मोमबत्ती जलाकर मुर्दों को याद करना
और मोमबत्ती बुझाकर जन्मदिन मनाना...

*****

 बारात मे दुल्हे सबसे पीछे और दुनिया  आगे चलती है,

         मय्यत मे जनाजा आगे और दुनिया पीछे चलती है..

           यानि दुनिया खुशी मे आगे और दुख मे पीछे हो जाती है..!

 *****


वाह रे मानव तेरा स्वभाव....

।। लाश को हाथ लगाता है तो नहाता है ...

पर बेजुबान जीव को मार के खाता है ।।

*****

बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर।
पंछी को छाया नहीं फल लागे अति दूर ॥

******

मन मैला तन ऊजला बगुला कपटी अंग ।
तासों तो कौआ भला तन मन एकही रंग ॥

*****


सब धरती कागज करूँ, लिखनी सब बनराय।
सात समुद्र की मसि करूँ, गुरु गुण लिखा न जाय॥

*****

सतगुरु सम कोई नहीं, सात दीप नौ खण्ड।
तीन लोक न पाइये, अरु इकइस ब्रह्मणड॥

*****

No comments:

Post a Comment