Translate

Search This Blog

Thursday, May 5, 2011

હનુમાન જયંતિ - પૂજ્ય મોરારી બાપુના ઉદબોધનના કેટલાક અંશ

ચૈત્ર સુદ ૧૫, ગુરુવાર, તારીખ ૦૯ એપ્રિલ ૨૦૦૯ ના રોજ હનુમાન જયંતિના ઉપક્રમે શ્રી કૈલાસ ગુરુકૂળ, તલગાજરડામાં વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુના ઉદબોધનના કેટલાક અંશ જે મારી સમજમાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે.

અજવાળું સાધક માટે બાધક છે.

જે મહાપુરુષોને સાક્ષાત્કાર થયો છે તે લગભગ રાત્રીના સમયે જ થયો છે.

પરમની શુધિ-સ્મૃતિ જ આપણી સિધ્ધિ છે. આપણને પરમ તત્વની યાદ આવે તે જ સિધ્ધિ છે.

હનુમંત તત્વ વહનશીલ છે, નિરંતર ગતિશીલ છે, તેને ઘડપણ ન આવે, અજર અમર જ હોય. હનુમંત તત્વ પ્રાણ તત્વ છે, પ્રાણવાયુ છે, વાયુ તત્વ છે, પ્રાણબળ છે, પ્રાણ શક્તિ છે.

રામ ભક્તિ ગંગા છે.

હનુમનજી મહાન કર્મયોગી છે, કર્મશીલ છે.

પ્રમાદ મૃત્યુનો પર્યાય છે. …… વ્યાસજી

હનુમાનજી ગાયનાચાર્ય છે.

હનુમાનજીમાં ગંગા, યમુના, સરસ્વતી અને સરયુ વહી રહી છે.

ગંગામાં સ્નાન, યમુનાનું પાન, સરસ્વતીનું ગાન અને સરયુનું ધ્યાન હનુમાનજીમાં છે . આજ ચારે ય યુગ છે.

ધર્મ અને ધંધાને અલગ કર્યો ત્યારથી ઈશ્વર અંતઃકરણમાં હોવા છતાં ય દેખાતો નથી.

આપણી આરાધ્ય મૂર્તિ સૌમ્ય રૂપ હોવી જોઈએ.

પ્રભુ ચરિત સુનિબેકુ રસિયા

રામ લખન સીતા મન બસિયા

રામ, લક્ષ્મણ, સીતાના મનમાં હનુમાનજી વસ્યા છે. આ એક ક્રાન્તિ છે.

આપણામાં રામ વસે પણ રામના મનમાં કોઈ વસે તો તે એક ક્રાન્તિ છે.

અહીં રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે પ્રેમ અને સીતા એટલે કરૂણા. એટલે જ્યાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય ત્યાં હનુમાનજી વસે.

જો વિરોધ કરવો હોય તો માણસના વિચારોનો વિરોધ કરો, પણ માણસને તો પ્રેમ જ કરો.

જે કહે કે હું પહોંચી ગયો છું-પરમને પામી ગયો છું, તેની પરમને પામવાની યાત્રા હજું શરૂ જ નથી થઈ. જે પરમને પામી ગયો હોય, પહોંચી ગયો હોય તે તો બોલી જ ન શકે.

સત્ય બોલનારે બીજાનું સત્ય પણ સ્વીકારવું પડે. ફક્ત સત્ય બોલવું જ પુરતું નથી. સત્ય બોલનાર જો બીજાનું સત્ય ન સ્વીકારે તો તેની યાત્રા અધુરી છે.

શસ્ત્ર ઔષધી હોઈ શકે, ઉપાય ન હોઈ શકે.

No comments:

Post a Comment