Translate

Search This Blog

Saturday, May 14, 2011

કબીર વાણી

  • લેને કો હરિનામ હૈ, દેને કો અન્નદાન .

દાસ કબીરા યુ કહે, સબકા દાતા રામ.

સંત કબીરદાસ તેમની આ વાણીમાં તેમનું ચિંતન રજું કરતાં કહે છે કે પરમાત્માની પ્રાર્થના અને ભૂખ્યાને ભોજન આ બે જ વસ્તુ કરવા જેવી છે. કારણ કે સૌ ના દાતા તો રામ જ છે.

#####

  • જ્યોં તિલ મોહિ તેલ હૈં, જ્યોં ચકમક મેં આગિ

તેરા સાંઈ તુઝમે હૈં, જાગિ સકૈ તો જાલિ.

સંત કબીર કહે છે કે જેમ તલમાં તેલ રહેલું છે, જેમ ચકમકમાં અગ્નિ રહેલો છે, તેમ ઈશ્વર પણ આપણી અંદર જ રહેલો છે.

#####

મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં;

ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં;

નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં;

ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં;

મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં;

કહે કબીર સુનો ભાઈ સાધો, સબ સાંસો કી સાંસ મેં;

#####

મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં;

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,

ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,

ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,

ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,

નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,

ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં,

ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,

કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તિ હૂં વિશ્વાસ મેં.

શ્રી કબીર સાહેબ કહે છે કે “મો” એટલે કે સદગુરુ સર્વાત્મા ઈશ્વરને તું ક્યાં શોધે છે ! તે તો તારી પાસે જ છે. સાક્ષી સ્વરુપે તારા હ્નદયમાં જ બિરાજે છે. એક જ રામ જેને ઈશ્વર કે પરમ સ્વરુપ કે પરમાત્મા તરીકે પણ આપણે ઓળખીયે છીએ તે સર્વના હ્નદયમાં બિરાજે છે, અને એ જ પરમાત્માનું વાસ્તવિક સ્વરુપ છે. તેની માયાથી જ આ સંપૂર્ણ સંસાર રચાયેલો છે. આ પરમ તત્વ તીર્થ સ્થાનોમાં નથી; તે મૂર્તિમાં નથી; એકાન્તમાં નથી; મંદિરમાં નથી, મસ્જિદમાં નથી, કાશીમાં નથી; કૈલાસ પર્વત ઉપર નથી. બહું તીર્થાટન કરવાથી, એકાન્તવાસમાં રહેવાથી, બહું જપ કરવાથી, બહું તપ કરવાથી, બહું ઉપવાસ કરવાથી, લૌકિક વ્યવહાર કરવાથી, શાસ્ત્રીય કર્મ કરવાથી, બહું યજ્ઞો કરવાથી, યોગ સાધના કરવાથી, કે સંન્યાસ લેવાથી તે પરમ તત્વની પ્રાપ્તિ થતી નથી. આ પરમ તત્વ પ્રાણમાં, પિંડમાં, બ્રહ્માંડમાં, આકાશમાં ભ્રકુટીમાં, કે ભ્રમરમાં બિરાજતો નથી. તે સાક્ષી સ્વરુપે આપણા દરેકના હ્નદયમાં જ બિરાજે છે. તે આપણા બધા કર્મોનો સાક્ષી છે પણ તે અકર્તા છે. તે રુપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શથી રહિત છે. તે નિરવયવ, નિર્લેપ, નિરાકાર, અનામી છે. તે વિભુ છે, પ્રકાશક છે, શાસ્વત છે. તેને વેદ પણ નેતિ નેતિ કહીને લક્ષિત કરે છે. શ્રી કબીર સાહેબ આવા આ પરમ તત્વ આત્માને કેવી રીતે શોધવો તે બતાવે છે. શોધ કરવાવાળા ખોજીને આ પરમ તત્વ ક્ષણભરમાં મળી જાય છે. કારણ કે તે આપણા હ્નદયમાં જ બિરાજે છે. આત્મા એ જ આ પરમ તત્વ છે. કબીર સાહેબ કહે છે કે આ પરમ તત્વને પામવા માટે શ્રધ્ધા અને વિશ્વાસ રાખી, વેદ તથા ઉપનિષદમાં શબ્દ દ્વારા લક્ષિત આવા આત્માનું સમર્થ ગુરુ પાસે શ્રવણ કરવું જોઈએ તેમજ મનન અને નિદિધ્યાસન દ્વારા વિવેક પૂર્ણ રીતે આપણામાં જ શોધવાથી તેના સ્વરુપને જાણી શકાશે અને તેનો સાક્ષાત્કાર થશે તેમજ આમ કરવાથી જ આપણું કલ્યાણ થશે.

#####

માટી કહે કુંમ્હાર કો તું કયાં રુંદે મોહિં,

ઈક દિન ઐસા હોયગા મેં રુદુંગી તોહિં.

#####

ચાહે ગીતા વાંચે યા પઢિયે કુરાન

મેરા તેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન.

પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય,

ઢાઈ આખર પ્રેમ કા, પઢે સૌ પંડિત હોય.

#####

દુઃખ મેં સુમરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ

જો સુખ મેં સુમરન કરે, તો દુઃખ કાહે હોય.

#####

ચલતી ચક્કી દેખ રે, દીયા કબીરા રોયે;

દો પાટન કે બીચ મેં બાકી બચા ના કોઈ, બાકી બચા ના કોઈ

#####

સબ ધરતી કાગદ કરું, લિખની સતી વનરાય;

સાત સમુંદ કી મસી કરું, ગુરુ ગુન લિખા ન જાય.

જગતભરની ધરતીનો કાગળ કરું, પૃથ્વીની તમામ વનસૃષ્ટિની લેખિની બનાવું ને સાત સમુદ્રના જળની શાહી બનાવું તો પણ ગુરુ ગુણનાં વર્ણન અધૂરાં જ રહે.

#####

બહતા પાની નિર્મલા, બંધા ગંદા હોય;

સાધૂ જન રમતા ભલા, દાગ ન લાગે કોય.

વહેતું પાણી સ્વચ્છ રહે છે તેમજ ગંદુ થતું નથી; જ્યારે વહન વગરનાં જળાશયોનાં જળ ગંદા બને છે. સાધુ સંતો પણ એક જગાએ ન રહેતાં ફરતા રહે તો તેમને વ્યક્તિની ખોટી માયાનો ડાઘ લાગતો નથી.

#####

એક ઘડી આધી ઘડી આધી ઉન મેં આધ;

સંગત કરિયે સંત જકી તો કટે ક્રોડ અપરાધ.

એક ઘડી, અડધી ઘડી અથવા તો પા ઘડી પણ સંતની સંગતમાં જાય તો કરોડો અપરાધ ધોવાઈ જાય છે.

#####

પાની મેં મીન પિયાસી, મોહિ દેખત આવૈ હાંસી;

આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી;

પિણ્ડ દાન દેવૈ પિતરન કો, ભક્તિ બિના સબ નાશી;

મૃગ કે તન મેં હૈ કસ્તુરી, સુંઘત ફિરત સબ ઘાસી;

ઘટ મેં વસ્તુ મર્મ નહિં જાનૈ, ભૂલત ફિરૈ ઉદાસી;

જાકો ધ્યાન ધરત વિધિ હરિહર, મુનિ જન સહસ અઠાસી;

સો તેરે ઘટ માહિં બિરાજે, પરમ પુરુષ અવિનાશી;

હૈ હજૂર તિહિ દૂર બતાવૈ, દૂર કી આશ નિરાશી;

કહૈં કબીર સુનો ભાઈ સાધો, ઘટહી મિલૈ અવિનાશી.

શ્રી કબીર સાહેબ કહે છે કે માછલી પાણીમાં રહેવા છતાં ય તરસી રહેતી હોય એ જાણી મને હસવું આવે છે. જેવી રીતે માછલી પાણીમાં રહેવા છતાં ય તરસી રહે છે તેમ જીવ બ્રહ્મ રુપ હોવા છતાં ય, સર્વાત્મા રામ દરેકના ઘટ ઘટ માં રમી રહ્યો હોવા છતાં પણ મનુષ્ય તેને ઓળખતો નથી અને સાંસરિક વિષયોમાં ફસાઈ રહે છે. આ જોઈ કબીર સાહેબને હસવું આવે છે. આત્મજ્ઞાન વગર મનુષ્ય કાશી, મથુરા વગેરે સ્થાનોમાં ભટકે છે અને પિતૃઓને પિંડ દાન આપે છે અને સમજે છે કે તે દાન તેમના પિતૃઓને પહોંચશે. પરંતુ આ સર્વ આત્મજ્ઞાન વગર, પોતાના સ્વરુપની અનુભૂતિ વગર, ભક્તિ વગર નકામું છે. જેમ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાંય તે તેને આખા જંગલમાં શોધ્યા કરે છે અને શોધી શકતું નથી તેમ મનુષ્ય પણ તેના ઘટમાં બેઠેલા રામને શોધવા કાશી, મથુરા વગેરે તીર્થ સ્થાનોમાં શોધ્યા કરે છે. પોતાના ઘટમાં બેઠેલા રામનો મર્મ જાણતો નથી અને ભ્રમમાં રહી આમ તેમ ભટક્યા કરે છે. અને આમ ભટકવામાં તેને રામની પ્રાપ્તિ ન થતાં તે ઉદાસ થાય છે. જેનું સ્મરણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને અઠ્યાસી હજાર મુનિજનો કરે છે તે પરમ પુરુષ અવિનાશી સ્વરુપ આપણા ઘટમાં જ બિરાજે છે. આવા પરમ પુરુષને શુધ્ધ અંતઃકરણ દ્વારા જ ઓળખી શકાય. આ પરમ પુરુષ આપણા હ્નદયમાં છે, એકદમ નજદીક છે છતાં પણ તેનો મર્મ ન જાણવાથી તે દૂર દેખાય છે. આવા પરમ પુરુષને પોતાનામાં ન ઓળખી દૂર તીર્થ સ્થાનોમાં શોધવો વ્યર્થ છે અને તેમ કરવામાં નિરાશા અને ઉદાસીનતા જ મળે છે. શ્રધ્ધાથી વિશ્વાસ રાખી વિવેક પૂર્ણ રીતે સર્વાત્મા સ્વરુપ અવિનાશી રામની પ્રાપ્તિ આપણા ઘટમાં જ કરવાથી તે ત્યાં જ મળશે, તેની અનુભૂતિ થશે તેમજ તે કલ્યાણ પણ કરશે.

#####

ગોધન ગજધન બાજિધન ઔર રતન ધનખાન;

જબ આવૈ સંતોષ ધન સબ ધન ધુરિ સમાન..

જ્યારે સંતોષરુપી ધન પ્રાપ્ત થાય છે ત્યારે ગાયોનું ધન, હાથીનુ ધન, અશ્વ ધન અને હીરા માણેક આદિ રત્ન ધન ધૂળ જેવા લાગે છે. ગાય, હાથી, ઘોડા, રત્ન અને માણેક વિગેરેથી પ્રાપ્ત થયેલ ધનથી સુખ – સંતોષ મળતો નથી. જ્યારે માણસ જે મળે તેમાં સંતોષ માને તો જ તેને તે ધનથી સુખ મળે છે. આમ સંતોષ જ મુલ્યવાન ધન છે.

#####

બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;

પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.

# # # # #

બુરા જો દેખણ મૈં ચલા બુરા ન મિલયા કોય,

જો મન ખોજા આપણા તો મુઝસે બુરા ન કોય.

# # # # #

No comments:

Post a Comment