મા કનકેશ્વરીદેવીએ કહેલ કથામાંથી વિણેલાં મોતી
મા કનકેશ્વરીદેવી સામાન્ય તહઃ ભાગવદ કથાનું પારાયણ કરે છે. કોઇ ક વખત રામ કથા પણ કહે છે.તેમની કથાના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.
રામ ચરિત માનસમાં સાત કાંડ આવે છે. પ્રથમ કાંડ બાલકાંડ છે અને અંતિમ કાંડ ઉત્તરકાંડ છે. ઉત્તરકાંડ એ સમાધાનની સ્થિતિ છે, સમસ્યા રહિત સ્થિતિ છે.
ઉત્તર એટલે જવાબ, ઉત્તર, સમાધાન, સમસ્યાનું નિવારણ એવા અર્થ થઈ શકે.
ઉત્તરકાંડ સુધીની સફર માટે, ઉત્તરકાડ સુધીની યાત્રા માટે, તેની શરુઆત બાલકાંડથી કરવી પડે.
બાલકાંડ એટલે બાળક જેવું નિર્દોષ જીવન, નિષ્કલંક જીવન. બાલકાંડ બાળક જેવા નિર્દોષ, નિષ્કલંક જીવન તરફ નિર્દેશ કરે છે. સમાધાન યુક્ત જીવન માટે, સમસ્યા રહિત જીવન માટે, દંભ રહિત જીવન માટે બાલકાંડ માફક, બાળક માફક નિર્દોષ અને નિષ્કલંક જીવન જીવતાં શીખવું પડે, બાળક માફક રહેવું પડે. આમ કરીએ તો જ બાલકાંડથી ઉત્તરકાંડ સુધીની યાત્રા થાય અને સમાધાનની સ્થિતિ આવે, સમસ્યા રહિત સ્થિતિ આવે. સમસ્યા રહિતિ જીવન માટે તેની શરુઆત બાલકાંડથી કરવી પડે.જે સમાધાનની સ્થિતિમાં હોય તે જ સમાધાન કરાવી શકે, સમસ્યાનો ઉકેલ આપી શકે. સમાધાનનું જીવન, સમસ્યા રહિત જીવન એક આદર્શ જીવન છે, દિવ્ય જીવન છે, એક આદર્શ સ્થિતિ છે.
મનુષ્ય જીવન એક જંકશન છે, જ્યાંથી અનેક જગાએ જઈ શકાય છે, અનેક સ્થળની યાત્રાની શરુઆત કરી શકાય છે. સારા કર્મો કરીને સારા સ્થળ તરફની યાત્રાની શરુઆત કરી શકાય છે, પરમાત્મા તરફ ગતિ કરી શકાય છે અને ખરાબ કર્મો કરી ખરાબ સ્થળ તરફની ગતિ કરી શકાય છે. તેથી જ આપણે જે જંકશન ઉપર આવ્યા છીએ ત્યાંથી આપણે ક્યાં જવું છે તે આપણા હાથમાં છે, આપણા ઉપર નિરભર છે.
જીવ, જગત અને જગદીશ એક જ છે પણ આપણા અજ્ઞાનના અંધકારમાં, અહંકારના મદમાં આ ત્રણે અલગ અલગ દેખાય છે.
No comments:
Post a Comment