Translate

Search This Blog

Thursday, May 5, 2011

રામ કથા – ૬૬૬ - માનસ નવરાત્રી

રામ કથા – ૬૬૬

માનસ નવરાત્રી

મહુવા (જિ. ભાવનગર)

ગુજરાત

તારીખ ૩૦-૦૯-૨૦૦૮ થી તારીખ ૦૮-૧૦-૨૦૦૮

મુખ્ય ચોપાઈ

“રામ સચ્ચિદાનંદ દિનેસા l

નહિં તહં મોહ નિસા લવલેસા” ll

…………………………………..બાલકાંડ ૧૧૬

“મોહ નિસા સબુ સોવનિહારા l

દેખિઅ સપન અનેક પ્રકારા” ll

………………………………અયોધ્યાકાંડ ૯૩

શ્રી રામ સચ્ચિદાનંદ સ્વરુપ છે. તે જ્યાં છે ત્યાં મોહ રુપી રાત્રીનું નામ નિશાન ન હોય.

બધા મોહ રાત્રીમાં ઊંઘનારા છે અને અનેક જાતના સ્વપ્નો જોઈ રહ્યા છે એમ સમજવું.

તારીખ ૩૦-૦૯-૨૦૦૮, મંગળવાર

ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા

કબરો ઉખાડી તો ઈન્સાન નીકળ્યા

…………………….અમૃત ઘાયલ

આપણે મુખ્ય ત્રણ રાત્રી જાણીએ છીએ.

૧ કાલ રાત્રી

૨ મહા રાત્રી

૩ મોહ રાત્રી

રામ ચરિત માનસના નભ મંડળમાં ૯+૧ = ૧૦ રાત્રીનો ઉલ્લેખ છે.

૧ મોહ રાત્રી

૨ કાલ રાત્રી

૩ જગ રાત્રી

૪ ભવ રાત્રી

૫ ક્રોધ રાત્રી

૬ મમતા રાત્રી

૭ અવિદ્યા રાત્રી

૮ હિમ રાત્રી

૯ શીત રાત્રી

૧૦

કથા મંડપમાં રામ ચરિત માનસ ગ્રંથ એ એક ગરબો છે. આ ગરબો સચરાચરના ચોકમાં મૂકેલો છે. આ માનસ રુપી ગરબામાં પરંપરાગત ગરબા માફક છિદ્ર નથી પણ ૯ દ્વાર છે. આ ૯ દ્વાર નીચે પ્રમાણે છે.

૧ આનંદ દ્વાર – આ દ્વાર દ્વારા માણસ ભીતર અને બાહ્ય આનંદ મેળવી શકે છે.

૨ વિશ્વાસ દ્વાર

૩ શ્રધ્ધા દ્વાર

૪ વિવેક દ્વાર

૫ વૈરાગ્ય દ્વાર

૬ આત્મ સુખ દ્વાર જે નિજ સુખ દ્વાર છે; સ્વાન્તય સુખ દ્વાર છે.

૭ સેવા દ્વાર જેમાં ખુદથી ખુદા સુધીની સેવા છે.

૮ ઈઢોણી દ્વાર જેના ઉપર ગરબો મૂકવામાં આવે છે. આ શુન્ય દ્વાર છે.

૯ પૂર્ણ દ્વાર – આ ગરબાનું મુખ છે.

રામાયણનો પાઠ દુર્ગા પૂજાની એક વિધી છે.

વ્યાસ ગાદી વ્યાસની ગાદી છે, વ્યાસની ગોદ છે.

વક્તા વ્યાસની ગોદમાં બેસે છે અને શાસ્ત્રને પોતાની ગોદમાં રાખે છે.

શાસ્ત્રની ગોદમાં કેવળ રામ છે, રામનામ છે.

રામની ગોદમાં સમસ્ત બ્રહ્માંડ છે.

સમસ્ત બ્રહ્માંડમાં વ્યાસ પીઠ છે. આમ આ એક ગોળાકાર સ્થિતિ – ચક્રાકાર છે.

તુલસીના શાસ્ત્રમાં શું નથી?

તુલસીના શાસ્ત્રમાં બધું જ છે.

બધાજ શાસ્ત્રોમાં બધું જ છે.

કોઈ પણ વ્યક્તિની આલોચના થાય એનો અર્થ એ કે તે વ્યક્તિની વાત નોંધવા જેવી છે.

ગરબાની અંદર મુકેલ કોડિયું સત્ય છે જે પ્રકાશ આપે છે. ગરબાના ઉપર મુકેલ કોડીયું પ્રેમ છે અને ગરબાના છિદ્રોમાંથી નીકળતા કિરણો કરુણા છે.

તારીખ ૦૧-૧૦-૨૦૦૮

રામ સત, ચિત, આનંદ સૂર્ય છે. અને જ્યાં સૂર્ય હોય ત્યાં રાત્રી હોય જ નહિં. તેથી રામની પાસે મોહ રાત્રી ન હોય, મોહ ન હોય.

રાત્રી બે પ્રકારની હોય છે.

૧ શુક્લ પક્ષની રાત્રી

૨ કૃષ્ણ પક્ષની રાત્રી

શુક્લ પક્ષની રાત્રીએ અજવાળું ક્રમશઃ વધે અને કૃષ્ણ પક્ષની રાત્રીએ તે ક્રમશઃ ઘટે. આમ બંને પ્રકારની રાત્રીએ અજવાળું સરખું જ હોય.

અમાવાસ્યની રાત્રી ઘોર નીશા છે.

શુક્લ પક્ષમાં માણસ જાગૃત હોય. પાગલ અને સમુદ્રમાં પુર્ણિમાએ ઉછાળા આવે.

અમાવાસ્યની રાત્રી તમસમાં, મૂઢતામાં રાખે.

તુલસી ઉત્તરકાંડમાં મોહને જંગલ તેમજ બધા જ રોગનું મૂળ કહે છે. મોહથી જ બધા રોગ ઉત્પન્ન થાય.

મન, ઈન્દ્રીયો અને અંતઃકરણ પ્રસન્ન હોય યતો આપણે નિરોગી રહીએ.

મોહમાં આપણું મન આપણી પાસે નથી હોતું પણ બીજા પાસે હોય ગછે.

મુનિ મોહ મન હાથ પરાયે

મોહમાં પોતાનું મૌલિક ચિંતન સમાપ્ત થઈ જાય છે. માનવીનું મન બહું રુપી છે, ચંચળ છે, આમ તેમ ભાગ્યા કરે છે.

મારીચ અંતરંગ પ્રેમી છે તેમજ મારીચ ખલ છે એવું પરસ્પર વિરોધાભાસી નિવેદન રામજીનું છે. કારણ કે આ મારીચના મનનું દર્શન છે. મારીચ રામ સામે જોઈને ભાગે છે તેમનાથી વિરુધ્ધ દિશામાં. આ તેના મનની સ્થિતિ છે. મારીચનું મન વિક્ષિપ્ત છે.

રોગી માણસનું મન વિક્ષિપ્ત થઈ જાય છે. સત્વ ઓછું થતાં નિર્જિવતા આવે, મન વિક્ષિપ્ત થાય.

મોહની રાત્રીમાં ભ્રાંતિ બહું થાય, ખોટું દેખાય.

આપણે મદિરમાં જઈએ છીએ અને મૂર્તિ સામે જોઈએ છીએ પણ આપનું મન સંસાર તરફ ભાગે છે. આ આપણા મનની વિક્ષિપ્ત સ્થિતિ છે, જે મારીચના મનના જેવી જ સ્થિતિ છે. આનું કારણ આપણા જીવનની નિર્જિવતા છે. નિર્જિવતા એટલે આપણી શ્રધ્ધા અને વિશ્વાસનું ઓછું થઈ જવું; નિર્જિવતા એટલે આપણામાં ચૈતન્યનું ઓછું થવું.

સતસંગ એટલે શુભ તત્વોનો સ્વીકાર.

પ્રમાદ પણ મનને વિક્ષિપ્ત કરે, પ્રમાદ મોત છે.

કુસંગથી મન વિક્ષિપ્ત થાય.

આપણું મન બીજાને અપવું નહિં તેમજ બીજાનું મન લેવું પણ નહિં, બીજાના મન પ્રમાણે વર્તવું નહિ, પોતાનું મન કહે તે પ્રમાણે જ કરવું.

મન આપવું જ હોય તો હરિને જ આપવું.

બીજાને મન આપીએ એટલે મોહ પેદા થાય.

કૃષ્ણ કહેછે કે મન મારી વિભૂતિ છે; ઈન્દ્રીયોમાં મન હું છું.

મોહ નિશાથી મુક્ત થવા રામ દર્શન કરવું.

રામ નામનો સૂર્ય ઊગે એટલે મોહ નિશા મટે. રામ નામ આપણી ચારે બાજુંથી રક્ષા કરે છે.

મોહ નિશામાંથી જાગવા માટે હરિ નામ છે.

પ્રમાણિકતાથી વેપાર કરવો એ પણ હરિ ભજન છે.

કોઈને ખોટી સલાહ ન આપવી, કોઈને ગુમરાહ ન કરવો એ પણ ભજન છે.

નામ ઊચ્ચારણથી બધી દિશાઓ પણ પવિત્ર થાય છે.

રામ ચરિત માનસમાં મુખ્ય પાંચ ચરિત્ર છે.

૧ શિવ ચરિત્ર જેમાં ઊમા ચરિત્ર સમાઈ જાય છે.

૨ રામ ચરિત્ર જેમાં સીતા ચરિત્ર સમાવિષ્ઠ છે.

૩ ભરત ચરિત્ર

૪ હનુમાન ચરિત્ર

૫ ભૂષંડી ચરિત્ર

તારીખ ૦૨-૧૦-૨૦૦૮, ગુરુવાર

ગાંધીજીના હાથમાં દંડ છે પણ તેઓ કોઈને દંડ આપવામાં માનતા ન હતા.

એક નિર્દોષ બાળકે M.K. Gandhi નો અર્થ મહાત્મા કલ્યાણ ગાંધી કર્યો હતો. આ વિશ્વ કલ્યાણનો નિર્દેશ કરે છે.

સબ કે પ્રિય સબ કે હિતકારી

દુઃખ સુખ સરીત પ્રસંશા _____

રામ અખંડ છે, રામનું વિભાજન ન થઈ શકે.

વ્યાસપીઠ ન્યાયાલય નથી પણ ઔષધાલય છે.

સરખામણી કાયમ અળખામણી હોય.

રવિ બિનું રાતિ ન જાય.

મોહ રુપી અંધકાર રામ રુપી સૂર્ય વિના, જ્ઞાનના પ્રકાશ વિના દૂર ન થાય.

રામનો વંશ સૂર્ય વંશ છે જ્યારે રાવણનો વંશ નિશીચર વંશ છે.

રામ સચ્ચિદાનંદ – સત ચિત આનંદ છે.

આપણે અનુભવીએ છીએ તે સૂર્ય એક છે પણ આખા બ્રહ્માંડમાં અનેક સૂર્ય છે. પરમાત્માના ઉદરમાં અનેક સૂર્ય છે, અગણિત સૂર્ય છે.

સત, ચિત અને આનંદ એ સૂર્યના ત્રણ રુપ છે.

૧ સવારનો સૂર્ય જે શીતળ હોય છે તે સત રુપ છે. સવારનો સૂર્ય શીતળતાથી ભરેલો હોય છે. સત્ય શીતળતા આપે. આપણું સત્ય બધાને પ્રિય લાગવું જોઈએ. આપણું સત્ય બીજાના માટે સંતોષ આપે તેવું હોવું જોઈએ. સત્ય કદી ય આક્રમક ન હોવું જોઈએ. અને જો કોઈનું સત્ય આક્રમક બને તો સમજવું કે તે માણસ તેની ખામીઓ છુપાવવા આક્રમક બને છે. સત્યને પ્રેમથી રહુ કરવું જોઈએ.

મોહ એટલે બે વસ્તુ વચ્ચેની પાતળી રેખા જે સમજવા દેતી નથી.

મોહમાં ડૂબેલ માણસ સત્યાગ્રહ અને દુરાગ્રહ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજી શકતો નથી.

સિંહણ સિંહને વનનો રાજા, બળવાન અને પોતાના માટે સારો સમજે છે. જ્યારે તે જ સિંહને હિરણ અલગ રીતે જુએ છે. આમ સિંહ વિષેનું સિંહણનું સત્ય અને હિરણનું સત્ય અલગ છે પણ તેમના વ્યક્તિગત રીતે પોતપોતાની રીતે બરાબર છે.

પોતાનું સત્ય બીજા માટે અલગ હોઈ શકે.

મોહ અંધ બનાવે છે.

બ્રીજ તેના ઉપરથી પસાર થવા માટે છે, તેના ઉપર બંગલા બનાવવા માટે નથી.

કંજુસાઈ અને કરકસર વચ્ચે પાતળી ભેદ રેખા છે.

આવી પાતળી ભેદ રેખા મોહ વશ દેખાતી નથી.

જે કંઈ વસ્તુ કે પદાર્થ જાહેર ક્ષેત્ર માટે હોય, આમ જનતાના ઉપયોગ માટે હોય તેમાંથી આપણે આપણી જરુરીયાત જેટલું જ લેવું જોઈએ અને બાકીનું બીજા માણસો માટે રહેવા દેવું જોઈએ.

તત્પરતા અને ઉતાવળ વચ્ચે પાતળી ભેદ રેખા છે.

તત્પરતામાં ધીરજ હોય, તત્પરતા ધીરજની ભૂમિકા ન છોડે. તત્પરતા એટલે જાગૃતિ પૂર્વકનું અભિયાન. જ્યારે ઉતાવળમાં ધીરજ હોય જ નહિં.

ધીરજ અને આળસ વચ્ચે પાતળી ભેદ રેખા છે.

ક્ષમા અને કમજોરી વચ્ચે પતળી ભેદ રેખા છે.

ક્ષમા એ તો વીરનું ભૂષણ છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ્.

તુલસી સંતને શીતળ સંત કહે છે.

સત ઉપર બિંદી લાગે એટલે સંત બને.

આનંદ મોહને મટાડશે.

આપણે પોતે આનંદમાં રહેતા નથી તેમજ બીજા આનંદમાં રહે તે પણ ગમતું નથી.

આનંદ મોટી વસ્તુ છે જ્યારે મોહ નાની વસ્તુ છે.

મોટી વસ્તું મળતાં નાની વસ્તું આપ મેળે છૂટી જાય છે.

સ્વમાન અને અભિમાન વચ્ચે પાતળી ભેદ રેખા છે.

સ્વમાન સુરક્ષા માટે છે જ્યારે અભિમાન આક્રમણ માટે હોય છે.

ચિતની સમ્યક વૃત્તિ આવે એટલે મોહ છૂટે.

ભવ રાત્રી

ગુરુ ભવરાત્રીથી મુક્ત કરે. ઈષ્ટના ચરણ અથવા ગુરુના ચરણ ભવ રાત્રી દૂર કરે.

આપણે જે કંઈ સફળતા પ્રાપ્ત કરીએ છીએ કે કાર્ય કરીએ છીએ તે આપણા થકી નથી થતું પણ કોઈની કૃપાથી થાય છે.

ભોગવાદી વ્યક્તિ ભૂત છે; લૂચ્ચો માણસ ભૂત છે.

તારીખ ૦૩-૧૦-૨૦૦૮, શુક્રવાર

મોહ મટી જાય તો પાતળી ભેદ રેખા સમજાઈ જાય.

વિલાસ અને જરુરિઆત/આવશ્યક્તા વચ્ચે પાતળી ભેદ રેખા છે.

સ્વામી શરણાનંદજીનું નિવેદન છે કે દરેક વ્યક્તિની આવશ્યકતા અસ્તિત્વ પુરી કરે છે.

માણસને જે નિતાંત આવશ્યક છે, તેવી નિતાંત આવશ્યક્તા અસ્તિત્વ પૂર્ણ કરે છે.

માણસની હવાની જરુરિયાત, હ્રદયનું ધબકવું, સાદાં જરુરિયાત પુરતાં કપડાં, જરુર પુરતો ખોરાક જેવી આવશ્યકતા અસ્તિત્વ જરુર પુરી કરે છે.

સાદગી બધા શૃંગારમાં શ્રેષ્ઠ શૃંગાર છે.

“સાદગી શૃંગાર બન ગઈ

આઈનોકી હાર લગ ગઈ”

ભગવાન રામની સાદગી જ તેમનો શૃંગાર છે.

આ આવશ્યક્તા અને વિલાસની જરુરિયાત વચ્ચે ફેર છે. આપણા વિલાસને-ભોગ વિલાસને પુર્ણ કરવાની જવાબદારી અસ્તિત્વની નથી.

વિલાસીતા પ્રદર્શનની વસ્તું બની જાય છે, જ્યારે સાદગી શૃંગાર બની જાય છે.

ઉદારતા અને ઉડાઉપણા વચ્ચે પાતળી ભેદ રેખા છે.

આપણે કરેલી ભૂલથી આપણે દુઃખી થઈએ અને છતાં ય તે ભૂલ વારંવાર કરવી એ મોહ વૃત્તિનું પરિણામ છે; મોહગ્રસ્તતાનું પરિણામ છે.

ઉદારતા વૈરાગ્યથી પ્રગટ થાય જ્યારે ઉડાઉપણું વિલાસથી પ્રગટ થાય.

સાચો ત્યાગી મૂળમાં ઉદાર હોય છે અને વિલાસી મૂળમાં ઉડાઉ હોય છે.

સહાનુભુતિ અને સમાનભુતિ વચ્ચે પાતળી ભેદ રેખા છે. સહાનુભૂતિ બધા વ્યક્ત કરે જ્યારે સમાનુભૂતિ સાધુ વ્યક્ત કરે.

ઉદાર વ્યક્તિ ક્યારે ક શ્રેષ્ઠ ધની બની જાય છે જ્યારે ઉડાઉ કયારે ક ગરીબ બની જાય છે.

તાહી દેખી ગતિ રામ ઉદારતા

શબરીકે આશ્રમ પગ ધારા

વૈરાગી અને ત્યાગી જેવો કોઈ ઉદાર નથી.

પાતળી ભેદ રેખા સમજવા સતસંગ કરવો પડે; અહીં સતસંગ એટલે કથા શ્રવણ એવો સંકીર્ણ અર્થ નથી પણ સતસંગની પરિભાષા વિશાળ છે.

જ્યાંથી પણ વિવેક પ્રાપ્ત થાય તે સતસંગ છે.

કારણ કે “બિનું સતસંગ બિબેક ન હોઈ”

કોઈ પણ કલા જે વિવેક પેદા કરે તે સતસંગ છે.

વ્યાસપીઠ કે ધર્મ જગત જો અવિવેક પેદા કરે તો તે સતસંગ નથી પણ કુસંગ છે.

કુસંગ નર્કથી પણ ખરાબ છે.

ઈશ્વર આનંદ સ્વરુપ છે તેથી જ્યાંથી પણ આનંદ પ્રાપ્ત થાય તેમાં ઈશ્વરનો અંશ છે, તે ઈશ્વરનું રુપ છે.

સતસંગ કોઈ સાધુ ચરિત વ્યક્તિના સંગથી આવે. પછી ભલે તે સાધુ ચરિત વ્યક્તિ સાધુના વેશમાં ન હોય. વેશથી જ સાધુ બનાય કે કહેવાય તે યોગ્ય નથી. સાધુ કોઈ પણ વેશમાં હોઈ શકે.

સંધ્યાનો સૂર્ય અસ્ત નથી થતો તેમજ સવારનો સૂર્ય ઉદય નથી થતો. આ વૈજ્ઞાનિક સત્ય છે.

આશા રાત્રી એ એક રાત્રી છે.

નિરંતર આશામાં ડૂબેલો માણસ રાતનો રાજા છે. આશા રુપી રાત્રી કોઈને સુવા દેતી નથી.

ઈચ્છા, આશા અને તૃષ્ણામાં ફેર છે.

ઈચ્છા એ છે જે પ્રાપ્ત કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણને પાણી પિવાની ઈચ્છા થાય એટલે આપણે પાણી પિવા પ્રયત્ન કરી એ છીએ.

આશા એ છે જે ઈચ્છા કરી છે તે મળવાની પ્રતિક્ષામાં આપણે રાહ જોઈને બેસી રહીએ છીએ.

તૃષ્ણા એ છે જે તરત જ મળી જાય છે.

તૃષ્ણા ૩ પ્રકારની છે; લોકેષ્ણા, પુતેષ્ણા અને વિતેષ્ણા.

આશાના ચાર પ્રકાર છે; લાભ, સુખ, પરમગતિ અને જ્ઞાન પ્રાપ્તિ.

આશા રુપી દેવીને સેવો એટલે દુઃખ મળે અને આશા રુપી દેવીને ત્યાગો એટલે રામ મળે.

સંતોષ પરમ લાભ છે. સંતોષઃ પરમો લાભઃ

સંતોશનો ઓડકાર આવી જાય તો ધન્ય બની જવાય.

How to start work?

How to finish the work?

સતસંગ પરમ ગતિ છે.

સતસંગ સંસારમાં દુર્લભ છે.

જેનું જીવન સાદું, સાચું અને બીજા માટે સારું એ સાધુ.

બ્રહ્મ વિચાર, તત્વ વિચાર, વેદાંત વિચાર, અદ્વૈત વિચાર જેવા વિચાર જ પરમ જ્ઞાન છે.

સમતા એ જ પરમ સુખ છે.

મમતા ઘોર અંધારી રાત છે.

એ મારી મમતા મરે નહિં એનું મારે શું રે કરવું.

મમતા રાગ દ્વેષ પેદા કરે.

સમતા બધાને સમ ગણે.

જે ગમે જગદગુરુ દેવ જગદીશને

ભક્તિ, હરિનામ વ્યસન બની જાય તો બેડો પાર થઈ જાય.

ભગવાન રામ ચતુર્ભૂજ રુપે પ્રગટ થાય છે. આ ચતુર્ભૂજ ભગવાનના ચાર હાથ સંકેત કરે છે કે તે આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુર્ણ કરશે; તે આપણી મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકારને સુધારશે, તે વિપ્ર, ધેનુ, સુર અને સંતના કલ્યાણ માટે પ્રગટ થયા છે; તે ચારે ય યુગમાં છે, જો તમે બે હાથે આપશો તો તે તમને ચાર હાથે આપશે; તે ચારે ય દિશામાં રહે છે.

તારીખ ૦૪-૧૦-૨૦૦૮, શનિવાર

લજ્જા રાત્રી-મર્યાદા રાત્રી

કેટકલાક અનિવાર્ય સામજિક કર્યક્ર્મોના લીધે કથા શ્રવણ ન થઈ શક્યું.

તારીખ ૦૫-૧૦-૨૦૦૮, રવિવાર

રાત્રી અવધ ભયાવતી ભારી

માનન કાલ રાત્રી અંધિયારી

કાલ રાત્રી ગમે તે સ્થળે હોઈ શકે. કાલ રાત્રી લંકામાં હોય તેમજ અયોધ્યામાં પણ હોય.

અયોધ્યા દશરથ રાજાનો પ્રદેશ છે જે સૂર્યનો પ્રદેશ છે, ઉજાળાનો પ્રદેશ છે, પ્રકાશનો પ્રદેશ છે. પણ અહીં દશરથ રાજાની કૈકેયી પ્રત્યેની આસક્તિના લીધે કાલ રાત્રીનું આગમન થાય છે.

લંકાના રાક્ષસોમાં પ્રિત નથી પણ આસક્તિ છે. આવી આસક્તિના લીધે લંકામાં કાલ રાત્રીનું આગમન થાયછે. રાક્ષસમાં પ્રિત ન હોય પણ આસક્તિ જ હોય.

આપણો લૌકિક પ્રેમ એ પ્રિતિ નથી પણ આસક્તિ છે.

આસક્તિ અને પ્રિતમાં પાતળી ભેદ રેખા છે.

જો આપણે પ્રિતિના લીધે સામેની વ્યક્તિને બંધનમાં નાખીએ તો તે પ્રિત નથી પણ આસક્તિ છે. પ્રિતિમાં બંધન ન હોય.

પ્રિતિમાં અપહરણ ન હોય, સમર્પણ હોય. રાવણ અપહરણ કરે છે.

આસક્તિમાં મહોબત નથી હોતી, મજબુરી હોય છે.

આસક્તિ દોષ દર્શન કરે જ્યારે પ્રિતિ ગુણ દર્શન કરે અને દુર્ગુણને અણદેખી કરે.

પ્રિત અધિકાર ન માગે પણ અધિકાર આપે.

શ્રધ્ધા અને પ્રેમમાં ફેર છે……………સ્વામી અખંડાનંદજી

જ્યાં પ્રેમ હોય ત્યાં બીજાને પ્રવેશ મળતો નથી, તે પ્રદેશમાં બીજાને આવવા દેવામાં આવતા નથી. પ્રેમમાં વહેંચણી ન હોય.

જ્યારે શ્રધ્ધામાં બીજાને આવવા દેવામાં આવે છે, બીજાનો પ્રવેશ આવકાર્ય છે.

ગંગાનું પાણી શ્રધ્ધા જગત માટે H2O નથી.

ઈશ્વરમાં શ્રધ્ધા રાખો અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખો.

શ્રધ્ધા ભવાની છે, રુદ્રી છે જ્યારે વિશ્વાસ ભવ છે, રુદ્ર છે.

પ્રેમ પરમાર્થી હોય જ્યારે આસક્તિ સ્વાર્થી હોય.

કાલ રાત્રી એટલે મૃત્યુનો સંકેત આપતી રાત્રી.

મહાભારતમાં મહાત્મા વિદૂર ધ્રૃતરાષ્ટ્રને કાલના પ્રતીક શું છે તે જણાવે છે. આ પ્રતીક જ્યારે આવે ત્યારે સમજવું કે કાલરાત્રી નજદીક છે, મૃત્યુ નજદીક છે.

કઠોરતા, ઉગ્રતા, અભિમાનપણું, અહંકાર વિ. કાલ રાત્રીના પ્રતીક છે. કોમલ અને શીતલ સ્વભાવથી આયુષ્ય વધે છે જ્યારે તેનાથી વિપરીત હોય તો આયુષ્ય ઘટે.

અભિમાની અને અહંકારી કરતાં વિષયી સારો.

અહંકાર અતિ દુઃખદ ડમરુ પાઈ

અહંકાર રોગ છે.

અહંકારથી જેના પેટ મોટાં થઈ ગયં છે તેમને તેના ચરણ -આચરણ દેખાતા નથી.

જડતા મૂઢતા કાલ રાત્રીનો પહેલો પરિચય છે.

ગર્વ કિયો સો નર હાર્યો.

અહંકારી તેની ખામી કદી યે સ્વીકારતો નથી. તેને તેના દોષની ખબર ન હોય અને જો ખબર હોય તો તેને સ્વીકારે નહિં, પણ પાખંડ કરે.

ત્રણ પ્રકારના જીવ હોય છે; વિષયી, સાધક અને સિધ્ધ.

સર્વ ભૂતાનમ્ અસુયા

અસૂયા એટલે નીંદા

જે પ્રાણી માત્રની ઈર્ષા કરે તેનું આયુષ્ય ઘટે અને જે ઈર્ષા ન કરે તેનું આયુષ્ય વધે. આ કાલ રાત્રીનું પ્રતીક છે.

બીજાની ઈર્ષા કરે તે કાલ રાત્રીનું પ્રતીક છે.

ઈર્ષા અને દ્વેષ ધર્મ ક્ષેત્રમાં પણ છે એ દૂરભાગ્ય પૂર્ણ છે.

ઈર્ષા આખમાં હોય જ્યારે નીંદા જીભમાં હોય અને દ્વેષ મનમાં હોય.

આપણે આપણા મન, જીભ અને આંખમાં ખોટા અને માથાભારેને ભાડુઆત તરીકે રાખી લીધા છે.

સમીપ સંતાપ છે ઝાઝા, મઝા છે દૂર રહેવામાં …….કવિ ત્રાપટકર

અધીરતા

ધૈર્ય આયુષ્ય વધારે જ્યારે અધૈર્ય કાલ રાત્રી તરફ લઈ જાય.

ગુરુ કૃપાના વિમાનમાં બેઠા પછી ધૈર્ય રાખી બેસી રહેવાનું હોય. કારણ કે આ ગુરુ કૃપા રુપી વિમાન નિરધારીત સ્થળે જરુર પહોંચડે.

લંકામાં જાનકીજીને કાલ રાત્રી નથી આવતી કારણ કે તે ધૈર્ય રાખીને બેઠા છે કે રામજી જરુર આવશે.

ક્ષમા આયુષ્ય વધારે જ્યારે બદલાની ભાવના, પ્રતિશોધની ભાવના કાલ રાત્રી તરફ લઈ જાય.

ક્ષમારુપેણ સંસ્થિતામ્

જે મિત્રોનું અપમાન ન કરે, અવગણના ન કરે તેનું આયુષ્ય વધે. જ્યારે મિત્રોનું અપમાન કરનાર, અવગણના કરનાર કાલ રાત્રીનો પથિક છે. રાવણ તેના મિત્રોની અવગણના કરે છે, અપમાન કરે છે.

ઘરમાં વડિલોને પ્રણામ કરવાથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળ વધે છે.

૦૬-૧૦-૨૦૦૮, સોમવાર

ત્રણ પ્રકારના જીવ હોય છે – વિષયી, સાધક અને સિધ્ધ. રાવણ સિધ્ધ હતો પણ શુધ્ધ ન હતો. તેના મનોરથો જેવા કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવું, સ્વર્ગમાં જવા માટે રસ્તો બનાવવો વિ.મહાન હતા. પણ તે શુધ્ધ ન હોવાના લીધે તે સમાજનો આદર્શ ન બની શક્યો.

શાસ્ત્ર દર્શન જીવન દર્શન બનવું જોઈએ, જીવનના વ્યવહારમાં શાસ્ત્રના સિધ્ધાન્તો આવવા જઈએ. જો શાસ્ત્ર દર્શન જીવન દર્શન ન બને, જીવનના વ્યવહારમાં ન આવે તો તે શાસ્ત્ર દર્શન ફક્ત ભાષ્ય અને ભાષાન્તર બનીને રહી જાય છે.

રામનું ચરિત્ર જલ છે, જલ જેવું છે, જ્યારે સીતા ચરિત્ર રામ ચરિત્રના જલને અમૃત બનાવે છે.

જીવનમાં ત્રણ પ્રકારનું દર્શન હોય છે.

પહેલા પ્રકારના દર્શનમાં માણસ પોતાનું દર્શન પોતાના પડછાયામાં કરે છે અને તે માને છે કે હું મોટો છું, મહાન છું. આ આભાસી દર્શન છે, છાયા દર્શન છે. અ વિષયી જીવનું દર્શન છે.

બીજા પ્રકારનું દર્શન સાધકનું દર્શન છે. આ બીજા પ્રકારના દર્શનને દર્પણ દર્શન કહેવામાં આવે છે. આ દર્શન પણ આભાસી દર્શન છે, અહી જેવી આકૃતિ હોય તેવું જ પ્રતિબિંબ પડે છે. અને જો દર્પણ કોઈ વિષેશ પ્રકારનું હોય તો પ્રતિબિંબ વિકૃત પણ દેખાય. કાચમાંથી આરપાર દ્રશ્ય દેખાય છે જ્યારે તે જ કાચની પાછળ જો ચાંદી લગાડી દેવામાં આવે તો તે દર્પ્ણ બને છે અને દર્પણમાંથી આરપાર દેખાતું નથી. આમ ચાંદી લગાવવાથી ફક્ત આપણે જ દેખાઈએ છીએ, બીજા દેખાતા નથી. આ ચાંદીનો પ્રભાવ છે.

ત્રીજા પ્રકારનું દર્શન સિધ્ધનું દર્શન છે. આ દર્શન પ્રત્યક્ષ દર્શન છે, જેને સાક્ષાત્કાર પણ કહેવામાં આવે છે.

મોહની રાત્રીમાં આપણે બધા સુઈ જઈને વિવિધ પ્રકારના સ્વપ્નો જોઈએ છીએ.

જ્યારે સીતાજીનું અપહરણ થાય છે ત્યારે તે સીતાજી છાયા છે. આ એક લીલા છે.

જગ રાત્રી – જગત રાત્રી

જગત એક રાત્રી છે.

જાગૃત લોકો જગતની રાત્રીમાં જાગે છે.

આપણે એટલે કે જીવ જાગે છે-જાગી ગયો છે તેનું પ્રમાણ શું છે?

જ્યારે વિષયોના વિલાસનો ત્યાગ થાય ત્યારે જીવ જાગ્યો કહેવાય. વિષયોનો ત્યાગ અઘરો છે પણ વિષયોના વિલાસનો ત્યાગ કરી શકાય.

જ્યારે વિષયોના વિલાસમાં વૈરાગ્ય આવે ત્યારે તે જીવ જાગ્ય કહેવાય. વિષયોની વિલાસીતા અજાગૃતિ છે.

રાત અને દિવસ મળી આઠ પ્રહર થાય છે. આમ રાત્રીના ૪ પ્રહર છે. અને દિવસના પણ ૪ પ્રહર છે.

પહલે પ્રહર સબ કોઈ જાગે

બીજે પ્રહર ભોગી જાગે

ત્રીજે પ્રહર તસ્કર જાગે

ચોથે પ્રહર જોગી જાગે.

સાંજના પહેલા પ્રહરમાં એટલે કે સાંજના ૭ થી ૧૦ વાગ્યા સુધીમાં બધા જ જાગતા હોય છે.

બીજા પ્રહરમાં એટલે કે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં ભોગી જાગતા હોય છે અને ભોગની યોજનાઓ બનાવે છે.

રાત્રીના ૧ થી ૪ વાગ્યા સુધીમાં ચોર જાગે છે અને તેનું કાર્ય કરે છે.

વહેલી સવારના ૪ થી ૭ દરમ્યાન જોગી જાગે છે અને તેમનું કાર્ય કરે છે.

પ્રહર એટલે કાળ પણ થાય.

જગતની રાત્રીના ૪ પ્રહર ચે, ૪ કાળ છે, જે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળીયુગ છે.

જગતની રાત્રીનો પહેલો પ્રહર – પહેલો કાળ સતયુગ છે, જેમાં બધા જ જાગૃત હતા, મલિનતા ન હતી, સ્વાર્થ ન હતો. જગતની રાત્રિનો બીજો પહર-કાળ ત્રેતાયુગ હતો, જેમાં યજ્ઞની પરંપરા હતી. આવા યજ્ઞમાં ફળની અપેક્ષા હતી. તેમજ ભોગના ફળની પણ અપેક્ષા હતી. યોગમાં તંત્ર વિદ્યાની અસર આવી જતી હતી. ત્રેતાયુગ યજ્ઞ પ્રધાન યુગ હતો.

યજ્ઞમાં બલિદાન આપવાનું ન હોય અને જો બલિદાન આપવું જ હોય તો મમતાનું બલિદાન આપો જે શ્રેષ્ઠ બલિદાન છે. યજ્ઞ ફળની આશા વિનાના તેમજ બલિદાન વિનાના થવા જોઈએ. યજ્ઞમાં સહજ સ્નેહ રુપી ઘીનો હોમ કરો અને ક્ષમા રુપી અગ્નિ રાખો. બીજાએ કરેલ તમારી નીંદા, સંદેહ, અપરાધ વિ, નો સ્નેહના ઘી સાથે ક્ષમાના અગ્નિમાં હોમી દો, બધાને ક્ષમા કરો.

ગીતા અનુંસાર તો જપ જ યજ્ઞ છે.

દ્વાપરયુગ ત્રીજો પહર-કાળ છે જેમાં તસ્કર જાગે છે.

રામાયણ કાળમાં જુગાર ન હતો જ્યારે મહાભારત કાળમાં જુગાર હતો અને તેમાં પોતાની પત્નીને પણ જુગારમાં મુકવામાં આવી હતી. બીજાને છેતરીને લઈ લેવું ચોરી છે.

કલિયુગ ચોથો પ્રહર-કાળ છે. અને તેમાં યોગી જાગે છે. અનેક અનિષ્ઠ હોવા છતાં ય કલિયુગ જેવો કોઈ યુગ નથી.

કલિયુગમાં હરિનામથી ફળ મળે છે. કલિયુગ ફૂલની કળી છે, એક સારો કાળ ચે. કલિયુગમાં લાખો લોકો કથા શ્રવણ કરે છે. કલિયુગમાં દોષોથી બચવું જોઈએ.

રામહિ સુમરીએ ગાઈએ રામહિ.

આધ્યાત્મિક જગતમાં આયુષ્યના ૧૦૦ વર્ષને ચાર કાળમાં – ભાગમાં વહેંચી શકાય. જેમાં પહેલો ભાગ જન્મથી ૨૫ વર્ષનો, બીજો ભાગ ૨૫ થી ૫૦ વર્ષનો, ત્રીજો ભાગ ૫૦ થી ૭૫ વર્ષનો અને ચોથો ભાગ ૭૫ થી ૧૦૦ વર્ષનો ગણી શકાય.

જિંદગીના પહેલા ભાગના ૨૫ વર્ષ બ્રહ્મચર્યનો સમય છે અને તેમાં વિદ્યાભ્યાસ કરવો જોઈએ.

પરશુરામ, હનુમાન, ભીષ્મપિતામહ બ્રહ્મચારી હતા.

જિંદગીના બીજા ભાગના સમયમાં એટલે કે ૨૫ થી ૫૦ વર્ષ સુધીના સમયમાં આગળના ભાગના વિદ્યાભ્યાસના સમય દરમ્યાન મેળવેલ વિદ્યાનો સારો ઉપયોગ થાય તેવું કાર્ય કરવું જોઈએ, વિદ્યા સમાજના ઉપયોગમાં આવવી જોઈએ. આ બીજો કાળ જિંદગીમાં વિલાસ રહિત આનંદ મેળવવાનો કાળ છે. બે હાથે અર્થ કમાઈ ચાર હાથે વહેંચવાનો કાળ છે.

વૈરાગ્ય વિવેકથી પેદા થાય તો જ તે વૈરાગ્ય ટકે. વિષાદથી પેદા થયેલ વૈરાગ્ય ટકાઉ ન હોય.

જિંદગીના ત્રીજા કાળના ૫૦ થી ૭૫ વર્ષના સમયમાં જેણે પહેલા કાળમાં (૨૫ વર્ષ સધી) વિધ્યાભ્યાસ ન કર્યો હોય, બીજા કાળમાં (૨૫ થી ૫૦ વર્ષ સધી) વિલાસ રહિત આનંદ ન મેળવ્યો હોય તેવા લોકો બીજાની નીંદા કરે, ટીકા કરે, બીજાની ભૂલો કાઢ્યા કરે.

જિંદગીના ચોથા કાલના ૭૫ થી ૧૦૦ વર્ષના સમયમાં જો માણસ જાગી જાય તો કામ થઈ જાય, જિંદગી સફળ થઈ જાય. જિંદગીના અંત સમયે હરિનામ આવે તો ય જીવન ધન્ય બની જાય.

તુલસીદાસજી જનકપુરીમાં રામ અને જાનકીના પ્રથમ મિલનના માધ્યમ દ્વારા આપણને રામને પામવાનો રસ્તો બતાવે છે. આ રસ્તાના ચાર ભાગ નીચે પ્રમાણે છે.

૧ જાનકી પ્રથમ બાગમાં જાય છે. બાગ એટલે સંતોની સભા. આમ રામને પામવા પ્રથમ સંતો પાસે જવું જોઈએ. તેથી જ ગવાયું છે કે

પ્રથમ ભક્તિ સંતન કર સંગા

૨ જાનકી બાગમાં જઈ સરોવરમાં સ્નાન કરે છે. સરોવરમાં સ્નાન કરવું એટલે સંતના હ્રદયમાં સ્થાન મેળવવું. આમ આપણે સંતના હ્રદયમાં સ્થાન મેળવવું જોઈએ.

૩ જાનકી સ્નાન કર્યા પછી ફૂલ વિણે છે. આપણે રામને પામવા માટે યમ નિયમ રુપી ફૂલ વિણવાં જોઈએ, નિયમ પાળવા જોઈએ.

૪ જાનકી ગૌરી પૂજન માટે જાય છે. ગૌરી પૂજન એટલે જીવનમાં શ્રધ્ધાની ઉત્પત્તિ. જીવનમાં શ્રધ્ધા આવવી જોઈએ.

આમ કરવાથી જેમ જાનકીને રામ પ્રાપ્ત થયા તેમ આપણને પણ રામ પ્રાપ્ત થાય.

૦૭-૧૦-૨૦૦૮, મંગળવાર

ચાર પ્રકારની અવસ્થા છે; જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય.

જલ જીવ અવ ચારુ અવસ્થા

સ્વપ્ન એ એક અવસ્થા છે જેમાં અનેક પ્રકારનાં સ્વપ્ન આવે છે. સ્વપ્નના મુખ્ય ત્રણ પ્રકાર છે.

ચિત્ર પ્રકારનાં સ્વપ્ન; વિચિત્ર પ્રકારનાં સ્વપ્ન; અતિ વિચિત્ર પ્રકારનાં સ્વપ્ન

ભજનાનંદીની રાત્રી સ્વપ્ન વિનાની હોય. ભજનાનંદી એ છે જેનું ભીતરી ભજન તૈલ ધારા વત હોય.

ભજનાનંદી સિવાયના બધાને સ્વપ્ન આવે જ.

જેનો દિવસ નીંદા વગરનો અને રાત્રી સ્વપ્ન વિનાની હોય તેવા મહાપુરુષનો અવતાર ઉધ્ધારક અવતાર હોય.

જીવનમાં વિવાદ ન હોવો જોઈએ.

વાદ કૃષ્ણની વિભૂતિ છે.

અસ્તિત્વ બહું ઉદાર છે.

આપણા જેવા વિષયી જીવને અતિ વિચિત્ર સ્વપ્ન આવે.

આમ તો અતિ વિચિત્ર શબ્દ હરિ માટે કે વિશિષ્ઠ સ્થાન માટે વપરાય છે.

ચિત્રકૂટ અતિવિચિત્ર

સુંદર બલ મહિ

પાબહિ યમ ચરિત્

સકલ મલ નિકંદિની

ભગવંત ગતિ અતિ વિચિત્ર છે.

સાધકને વિચિત્ર સ્વપ્ન આવે. સાધકને આવેલ આવું સ્વપ્ન બીજા દિવસે સાચું પડે.

ત્રીજટા સાધક છે અને તેને આવેલ વિચિત્ર સ્વપ્ન સાચું પડે છે. દિન ચારી એટલે જ્યાં દિન ચરે છે એટલે કે સૂર્યોદય એવો અર્થ પણ થાય.

સિધ્ધનું સ્વપ્ન ચિત્ર સ્વપ્ન હોય છે. ચિત્ર સ્વપ્ન એટલે જેવું સ્વપ્ન દેખાય કે તરત જ તે પ્રકારનું ચિત્રનું નિર્માણ થાય, તેવો જ પ્રસંગ બને. એક બાજું સ્વપ્ન હોય અને બીજી બાજું તે પ્રમાણેની હકિકત નિર્માણ થતી હોય, તત્ક્ષણ ઘટના બને.

ભરત સિધ્ધ છે અને તેને ચિત્ર સ્વપ્ન આવે છે અને તે પ્રમાણેની ઘટના પણ બને છે.

ભવાનીને પણ સ્વપ્ન આવે છે અને તે પ્રમાણે જ ઘટના બને છે, શિવજી પતિ રુપે મળે છે.

જાનકી પણ સિધ્ધ છે અને ચિત્રકૂટમાં જાનકીજીને પણ સ્વપ્ન આવે છે કે ભરતભાઈ આવે છે.

જેને ભજન પચી જાય તેને ગમે તે ભોજન પચી જાય, ઝેર પણ પચી જાય. મીરાંએ ઝેરને પણ પચાવી જાણ્યું છે.

આપણી માતૃભાષા ધર્મની ભાષા છે, હિન્દી અર્થની ભાષા છે, અંગ્રેજી કામની ભાષા છે અને સંસ્કૃત મોક્ષની ભાષા છે.

રામાયણમાં આવતાં પાત્ર આપણી સામાજિક વિચારધારાનાં પ્રતીક છે.

જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે

હરિને ભજતાં હજી કોઈની લાજ જતા નથી જાણી રે

કથા તોતા રટણ નથી શુકદેવનું રટણ છે.

સદગુરૂ કોને કહેવાય? સદગુરૂ એને કહેવાય જેનામાં નીચે પ્રમાણેના લક્ષણ હોય.

જેનું સામીપ્ય આપણને સંતોષ આપે તે સદગુરૂ હોય પછી ભલે તે ગમે તે રુપમાં કે વેશમાં હોય. સદગુરૂ આપણા અભાવ ગ્રસ્ત મનને ભરી દે. આપણા અહંકારને નિર્મૂળ કરી દે.

સદગુરૂને ચતુષ્પાદ કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે જ્યારે સાધકને જરુર પડે ત્યારે તે ચારે પગે દોડે અને સાધકને મદદ કરે.

જેની પાસે કૃપાની દ્રષ્ટી હોય, જેની આંખ ઉપાસનાની હોય, વાસનાની ન હોય, જેની કરૂણા નિગાહ હોય તે સદગુરૂ છે. આવા સદગુરૂ આપણા ઉપર કૃપા કરે. તેની દ્રષ્ટીથી આપણા ઉપર કૃપા વર્ષા થાય.

સદગુરૂ એ છે જેનો સ્પર્શ આપણને સંતોષથી ભરી દે, જેના સ્પર્શથી આપણામાં ચેતના આવી જાય.

સદગુરૂ એ છે જેની વાણી અમૃત વાણી હોય અને આવી વાણી સાંભળતાં જ આપણને તસલ્લી મળે અને આપણને તેની આવી વાણી સાંભળ્યા કરવાની ભૂખ જાગે. ચતુષ્પાદ સદગુરૂની વાણીમાં ભક્તિ હોય, ઓજસ હોય, પ્રભાવ હોય, તેજ હોય. આવી વાણી તેજ આપે પણ તપે નહિં.

ભક્તિથી ભગવાન પણ વેચાઈ જાય.

માયા રાત્રી

તુલસી નારીને માયા કહે છે પણ અહીં નારી એટલે માતૃ શરીરની વાત નથી. અહીં નારી એટલે પ્રભુની ગુણમયી માયા તરફ સંકેત છે.

માયાના બે રૂપ છે

૧ વિદ્યા

૨ અવિદ્યા

અવિદ્યા એટલે માયાનું ભિષણ રૂપ, આ અવિદ્યા રાત્રી છે. અવિદ્યા રુપી રાત્રી માણસને સંસારના કૂવામાં નાખી દે છે.

વિદ્યા માણસને મુક્ત કરે કારણ કે સાવિદ્યાયાવિમુક્તયે કહેવાયું છે.

રાત યોગીને સુખ આપે જ્યારે વિયોગીને દુઃખ આપે છે.

મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ૪ પ્રકારના વિયોગની ચર્ચા કરે છે.

પ્રત્યક્ષ વિયોગ

જેના ચરણમાં આપણી નિષ્ઠા છે તે પ્રત્યક્ષ નથી, દૂર છે, તેનું સાનિધ્ય નથી મળતું, તેની બોલી સંભળાતી નથી. આના લીધે થતા વિયોગને પ્રત્યક્ષ વિયોગ કહેવામાં આવે છે.

પલકાન્તર વિયોગ

આપણી આંખના પલકારાના લીધે વિયોગ થાય છે. આંખ પલકારો મારતાં તેટલા સમય માટે આપણે જોઈ શકતા નથી, દ્રષ્ટી દૂર થઈ જાય છે. આવો વિયોગ પલકાન્તર વિયોગ છે.

વનાન્તર વિયોગ

આપણો ઈષ્ટ, આપણી જેના ચરણમાં નિષ્ઠા છે તે, આપણો પ્રિયતમ એક સ્થળેથી બીજા સ્થળે જતાં જે વિયોગ થાય છે તે વિયોગને વનાન્તર વિયોગ કહેવાય છે. કૃષ્ણ બીજા વનમાં જતાં જે વિયોગ આવે તે વનાન્તર વિયોગ છે. આપણે અભિમાન કરીએ અને તેથી આપણો હરિ બીજે જતો રહે તેના લીધે થતા વિયોગને વનાન્તર વિયોગ કહે છે.

૪ દેશાન્તર વિયોગ

કૃષ્ણ ગોકુલથી મથુરા જતાં જે વિયોગ થાય તે દેશાન્તર વિયોગ છે.

શ્રમિકો માટે રાત્રી સુખદ હોય કારણ કે તેમને ઊંઘ આવી જાય જ્યારે બિમાર, ભોગી, દેવાદાર, બહું સંતાનવાળા માટે રાત્રી દુઃખદ હોય.

સંસાર રૂપી કૂપથી બચવા માટે રામ ચરિતનું ગાન, હરિનામનું ગાન છે.

રામ દિવસ છે જ્યારે સીતા રાત્રી છે-શીત રાત્રી છે. કારણ કે સીતા માતૃ શરીર છે અને માતૃ શરીર ઉદાર હોય, શીતળ હોય અને તે શીતળતા આપે.

નારી શ્રધા છે જે રાત છે અને વિશ્વાસ દિવસ છે.

મમતા રૂપી રાત્રી અંધેરી રાત છે. કારણ કે આવી અંધેરી રાતમાં મમતા વશ ધૃતરાષ્ટ્રની માફક કંઈ દેખાતું જ નથી.

કિર્તનનને ઊલટુ વાંચતાં નર્તકી થાય. કિર્તન અને નર્તકી વચ્ચેનો ફેર નીચે પ્રમાણે છે.

નર્તકી કોઠે હોય જ્યારે કિર્તન કોઠામાં હોય.

નર્તકીમાં મુઝરો હોય જ્યારે કિર્તનમાં મંજીરા હોય.

નતર્કીમાં બહું તાર હોય જ્યારે કિર્તનમાં એક તાર-એકતારો હોય.

નર્તકીમાં શૃંગાર હોય જ્યારે કિર્તનમાં વૈરાગ્ય હોય.

નર્તકીનો સમય રાતનો હોય જ્યારે કિર્તનનો સમય દિવસનો હોય.

૦૮-૧૦-૨૦૦૮, બુધવાર, વિરામ દિન

મહાકાલી કાળા ઘોડા ઉપર સવારી કરીને, મહાલક્ષ્મી લાલ ઘોડા ઉપર સવારી કરીને અને સરસ્વતી શ્વેત ઘોડા ઉપર સવારી કરીને સાધકના જીવનમાં આવે છે.

કાળો રંગ તમસ પ્રધાન, લાલ રંગ રજસ પ્રધાન અને શ્વેત રંગ સત્વ પ્રધાન હોય છે.

મહા શિવરાત્રી ત્રિગુણાતિત રાત્રી છે.

મા માટે નવ રાત્રી છે જ્યારે શિવ માટે એક રાત્રી છે.

દિવસ શ્વેત-ઉજળો હોય છે જ્યારે રાત્રી અંધકારમય – કાળી હોય છે. પણ સંધ્યા સમય અને સૂર્યોદય સમય લાલ હોય છે.

સામાન્ય રીતે રાત્રી સુવા માટે હોય છે પણ ભજનાનંદી માટે રાત્રી જાગવા માટે છે.

રાકા રજની- પૂર્ણિમા રાત્રી (રાકા એટલે પૂર્ણિમા)

ભક્તિ જ મધુર છે, મીઠી છે. કૃષ્ણ જેવું પરમ તત્વ બીજું કોઈ જ નથી. ……મધુસુદન સરસ્વતી મહારાજ

ભક્તિ જલ છે તેમાં સ્નાન કરવું જ પડે.

રામનામ જપ એ જ સોમ રસ છે, પૂર્ણિમા છે.

જે જન્મ જાત વિમલ હોય તે જ પૂર્ણિમાના તેજમાં ચમકે.

પૂર્ણ ચંદ્ર એટલે પૂર્ણ નિષ્ઠાથી લીધેલ હરિનામ.

હરિનામ કષ્ટ આપે, દુઃખ આપે પણ આ દુઃખ બીજા સુખને ભૂલાવી દે તેવું હોય. બીજા સુખનું આવા ભક્તિમય દુઃખ આગળ કોઈ મૂલ્ય નથી.

ભક્તના હ્રદયમાં ભક્તિ રુપી પૂર્ણિમા પ્રગટે અને તેમાં હરિનામનો પૂર્ણ ચંદ્ર ઊગે અને તેના પ્રકાશમાં હરિનામનાં બીજાં નામ વિશિષ્ટ તારા માફક ચમકે.

હ્રદય રુપી આકાશમાં રામનામ રુપી ચંદ્ર પ્રકાશે છે.

સોમરસ એટલે રામનામમાંથી ટપકતો રસ, સ્વાદ.

પદ શામ, દામ, દંડ, ભેદથી મળે જ્યારે પાદુકા કૃપાથી જ મળે.

પદ એક જ હોય જ્યારે પાદુકા બે હોય.

જ્યાં પાદુકા હોય ત્યાં ચરણને જવું પડે, ચરણ હોય ત્યાં પાદુકા ન આવે.

પાદુકા જવાબ આપે એ આધ્યાત્મ જગતનું સત્ય છે. પાદુકાની ભાષા વિશિષ્ઠ ભાષા છે અને તેને સદગુરૂની પાઠશાળામાં શીખવી પડે. પાદુકા મળવી એ અદભૂત ઉપકાર છે.

(૧) રાજ પદ મળે, (૨) સંપદા મળે, (૩) નગર-સામ્રાજ્ય મળે અને (૪) નારી મળે એટલે હરિ ભૂલાઈ જાય.

No comments:

Post a Comment