Translate

Search This Blog

Wednesday, May 4, 2011

રામ કથા, માનસ મરજાદા – માનસ મર્યાદા

રામ કથા, માનસ મરજાદા – માનસ મર્યાદા

પ્રવક્તા – પૂજ્ય મોરારી બાપુ

દુબઈ (U.A.E.)

તારીખ ૨૬ જુલાઈ ૨૦૦૮ થી તારીખ ૦૩ ઓગસ્ટ ૨૦૦૮

મુખ્ય ચોપાઈ

પ્રભુ ભલ કીન્હ મોહિ સિખ દીન્હી l

મરજાદા પુનિ તુમ્હારી કીન્હી ll

સાગર નિજ મરજાદા રહહીં l

ડારહિં રત્ન તટન્હિ નર લહહીં ll

સુંદરકાંડ પાન – ૮૫૩ અને ઉત્તરકાંડ પાન – ૧૦૫૦

પ્રભુએ મને શિક્ષા આપી એ સારું જ કર્યું છે. તેમ છતાં બધાની મર્યાદા પણ તમારી જ બાંધેલી છે. સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે. એ પોતાનાં પેટાળનાં રત્નો કિનારે ફેંકે છે જે માણસો પ્રાપ્ત કરે છે.

તારીખ ૨૬ જુલાઈ ૨૦૦૮, શનિવાર

તરક્કી તસલ્લી સુધી લઈ જાય, વિકાસ વિશ્રામ સધી લઈ જાય એ મહત્વનું છે.

સત્ય ઉજાગર થાય, પ્રેમની ગંગા વહે અને કરુણા ઉભરી આવે એ અગત્યનું છે.

મારીચમાં ત્રણ વસ્તુ છે.

તે બળવાન છે, તેની પાસે બળ છે; અને તે બળનો ઉપયોગ ઋષિ ઉપર કરે છે.

મારીચ પાસે બીજાને છેતરવાની શક્તિ છે. અને તે આ આવડતનો ઉપયોગ જાનકીના અપહરણના સમયે કરે છે.

મારીચ પાસે કલા છે, તે મહાન કલાકાર છે અને તે તેની આ કલાનો ઉપયોગ રાવણ સાથે વાર્તાલાપમાં કરે છે.

રામ નવમીના દિવસે સાક્ષાત બ્રહ્મનું રામના સ્વરુપે અવતરણ થયું છે તેમજ સાથે સાથે મર્યાદાનું અને ચરિત્રનું પણ અવતરણ થયું છે.

સતસંગથી નિષેધાત્મક – નકારાત્મક વિચાર બંધ થઈ હકારાત્મક વિચાર આવે.

“હવા જોરમેં હૈ સંભલના પડેગા

ચરાગોસે કહો જલના પડેગા”.

………………..ભાવેશ પાઠક

“સોચ લો ચલના બડા દુસ્વાર હૈ;

જિંદગી રસ્સી નહીં તલવાર હૈ.”

આપણે સુખને સ્વીકારીએ છીએ એટલે સુખી થઈએ છીએ. પણ આપણે દુઃખને સ્વીકારતા નથી એટલે દુઃખી થઈએ છીએ. આપણે જો દુઃખોને પણ સ્વીકારી લઈએ તો દુઃખ પણ સુખ આપે. આપણે બીજાનું દુઃખ સ્વીકરીને – જોઈને સુખી થઈએ છીએ પણ સાથે સાથે બીજાનું સુખ સ્વીકારીને – જોઈને પણ દુઃખી જ થઈએ છીએ. આપણે બીજાના સુખથી પણ સુખી નથી થતા.

મર્યાદા બંધન નથી પણ શીલ છે.

સમુદ્ર રામ રાજ્ય પહેલાં નકારાત્મક છે પણ તે જ સમુદ્ર રામ રાજ્ય સ્થપાયા પછી હકારાત્મક બની જાય છે. આ સતસંગનું પરિણામ છે.

૧ જ્ઞાનની મર્યાદા

૨ સૌંદર્યની મર્યાદા

૩ રામની મર્યાદા

૪ સાગરની મર્યાદા

૫ સંતની મર્યાદા

૬ શંકરની મર્યાદા

૭ નારાયણની મર્યાદા

“સંત સંભુ શ્રીપતિ અપબાદા l

સુનિઅ જહા તહં અસિ મરજાદા ll

કાટિઅ તાસુ જીભ જો બસાઇ l

શ્રવન મૂદિ ન ત ચલિઅ પરાઇ” ll

બાલકાંડ પાન – ૧૧૬

સંત – સાધુ – ગુરુ, શંભુ અને નારાયણની જો કોઈ નીંદા કરે તો તેની જીભ કાપી નાખો.

અહીં જીભ કાપવી એટલે સ્થુલ રુપમાં જીભ કાપવાની વાત નથી. જીભ કાપવી એટલે નીંદા કરનારની જબાનને કાપવાની વાત છે. તેને સવિનય સમજાવો કે આવું કરવું – નીંદા કરવી યોગ્ય નથી.

જો આ કરવું શક્ય ન હોય તો આપણા કાનને બંધ કરીને નીંદકની વાત ન સાંભળી નીંદકની વાતને કાપી શકાય.

આ પણ શક્ય ન હોય તો જ્યાં નીંદા થતી હોય તે સ્થળને છોડી દેવાથી પણ નીંદકની વાતને કાપી શકાય.

સાધુ તેમજ પાપીમાં સમ બુધ્ધિ રાખો. જો કે આ અઘરું જરુર છે.

ભૂખ્યા વ્યક્તિની ભૂખ જ તેને ભોજન કરાવવા માટેની પાત્રતા છે; અને તે માટે બીજી કોઈ પાત્રતા જોવાની જરુરિયાત નથી.

ગુરુ વિના જ્ઞાન ન મળે તેમજ જ્ઞાન વિના ગુરુ પણ ન સમજાય.

સહજોબાઇ રામને છોડવા તૈયાર છે પણ પોતાના ગુરુને છોડવા તૈયાર નથી.

તારીખ ૨૭ જુલાઈ ૨૦૦૮, રવિવાર

બીજાનું જે નિરંતર કલ્યાણ કરે તેને સંત કહેવાય.

મુખ્ય પાંચ સમસ્યાઓ છે.

૧ રાજકીય સમસ્યા

૨ આર્થિક સમસ્યા

૩ સામાજિક સમસ્યા

૪ શૈક્ષણિક સમસ્યા

૫ ધાર્મિક સમસ્યા

આ બધી સમસ્યાઓનું જે સમાધાન આપે તેને સંત કહેવાય.

ગાંધીજીએ રાજકીય સમસ્યાઓનું સમાધન આપ્યું એટલે તેમને સંત કહેવામાં આવે છે.

રાજા રામમનોહર જેવા વ્યક્તિઓએ સામાજિક કુરિવાજોની નાબુદી માટે કાર્ય કરી સામાજિક સમસ્યાઓનું નિવારણ કર્યું એટલે તેમની ગણના સંત તરીકે કરવામાં આવી.

વિધવાને આપણે ગં.સ્વ. (ગંગા સ્વરુપ) કહીએ છીએ. તેથી વિધવા સ્ત્રીને અશુભ ન ગણાય.

ઘણા રાજાઓએ તેમજ અન્ય મહાપુરુષોએ કન્યા કેળવણી દ્વારા શૈક્ષણિક સમસ્યાનું સમાધાન કર્યું છે.

બધાને રોજીરોટી મળે તેવી વ્યવસ્થા દ્વારા આર્થિક સમસ્યાનું સમાધાન થાય છે.

ધર્મ જગતમાં કહેવાતા ધાર્મિક મહાનુભાવોએ છેલ્લા એક બે દશકાથી ઘણી સમસ્યાઓ ઊભી કરી છે. હાલના સમયમાં ધર્મ જગતમાં વધુ સમસ્યાઓ છે. અને કદાચ હવે એવો સમય પણ આવે કે ધાર્મિક જગતના મહાનુવભાવોમાં સૌથી ઓછા અવગુણ વાળો કોણ છે તેને પ્રથમ હરોળમાં મુકવાનો વારો આવે અને એવી વ્યક્તિની પસંદગી કરવાની સ્થિતિ આવી જાય.. આ એક ગંભીર અને વિચારણીય સમસ્યા છે.

ધર્મ વટવૃક્ષ છે અને સંપ્રદાય તેની શાખાઓ છે.

ધર્મ એ છે જે સમસ્યાઓનું સમાધાન કરે અને સમસ્યાઓ પેદા ન કરે.

“કરતો તો કોની વાત મને ખબર નથી;

ક્યારે થયું પ્રભાત મને કંઈ ખબર નથી

નાઝિરને ખબર છે કે અમર તારી જાત છે.”

……………………………નાઝિર

ઉત્તરકાડમાં સંતના લક્ષણની ચર્ચા ભગવાન રામ કરે છે. સંતના ૩૨ લક્ષણ હોય છે.

સંત અને અસંતની કરણી ચંદનના વૃક્ષ અને તેને કાપનાર કુહાડી જેવી છે. કુહાડી ચંદનના વૃક્ષને કાપ્યા પછી ચંદનની સુગંધ લોખંડની કુહાડીમાંથી આવવા લાગે છે.

પોતાને કાપવાવાળને પણ પોતાની સુગંધ આપે તેને સંત કહેવાય.

સાધુ પ્રભાવથી ન જીવે પણ સ્વભાવથી જીવે.ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ સાધુ પોતાનો સ્વભાવ ન છોડે. અને આમ કરતાં પોતાને નુકશાન થાય તો પણ તેની ચિંતા કર્યા સિવાય પોતાના સ્વભાવ પ્રમણે શુભ કાર્ય કરવાનું ચાલું જ રાખે.

જે વ્યક્તિ વિષય લંપટ ન હોય તેને સાધુ કહેવાય. સાધુ જળ કમળ વત રહે.

જે ગુણ અને શીલની ખાણ સમાન હોય તેને સાધુ કહેવાય. જે કાયમ વર્તમાનમાં જીવે તેને શીલવંત કહેવાય.

જે પરદુઃખથી દુઃખી થાય તેમજ પર સુખથી સુખી થાય તે સાધુ.

જેનામાં સમતા હોય તે સાધુ, સમ વૃત્તિમાં રહે.

જેને લોભ ન હોય તે સાધુ.

જેનામાં કોમળતા હોય તે સાધુ.

જે મન વચન કર્મથી પ્રપંચી ન હોય તે સાધુ.

જે બીજાને માન આપે પણ પોતે માનની અપેક્ષા ન રાખે તે સાધુ.

જે આધિ, વ્યાધિ, ઉપાધિનું અતિક્રમણ કરે તે સાધુ.

જેના જીવનમાં કોઈ કામના ન હોય અને નિરંતર નામ જપ કરે તે સાધુ. નામ જપવા પાછળ કોઈ કામના ન રાખે તે સાધુ. ભક્ત કાયમ નામ જપ કરે.

જ્ઞાની અહંકારી હોય તે યોગ્ય નથી તેમજ ભક્ત આળસુ હોય તે યોગ્ય નથી.

જેનામાં મુદિતા – પ્રસન્નતા હોય તે સાધુ.

જેનામાં શીતળતા હોય તે સાધુ. શાંતિ પમાડે તેને સંત કહીએ જી.

જે દ્વિજના ચરણમાં પ્રિત રાખે તે સાધુ. દ્વિજ એ છે જેના બે જન્મ થયા છે; એક જન્મ માતાપિતા દ્વારા અને બીજો જન્મ ગુરુ દ્વારા.

જે સમ, યમ, નિયમ, નિતિમાં નિયમ ન તોડે તે સાધુ.

સમર્પણ એટલે આપણી પાસેની વસ્તુને આપવી અને શરણાગતી એટલે સ્વને – પોતાની જાતને આપી દેવી તે.

સર્વસ્વ અર્પણ કરવું એટલે સર્વ – પોતાની પાસે જે હોય તે- અને સ્વ – પોતાની જાતને આપી દેવી.

રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ મિથિલામાં જ્યારે પુષ્પ લેવા જાય છે ત્યારે પોતાના ગુરુ વિશ્વામિત્રની યાજ્ઞા લઈને જાય છે અને જ્યારે ધનુષ્ય ભંગનો પ્રસંગ આવે છે ત્યારે પણ જ્યારે વિશ્વામિત્ર ગુરુ કહે છે ત્યારે જ જાય છે. આ મર્યાદા છે.

તારીખ ૨૮ જુલાઈ ૨૦૦૮ સોમવાર

સૌન્દર્યની મર્યાદા

સુંદરતા મરજાદ ભવાની l

જાઇ ન કોટિહું બદન બખાની ll

(ભવાની તો સુંદરતાની સીમા છે. એનાં સૌંદર્યનું વર્ણન કરોડો મુખે પણ થઈ શકે એમ નથી.) પાન – ૧૪૮

ભવાની અત્યંત સુંદર છે. ભવાનીની સુંદરતાની કોઈ સિમા નથી. ભવાનીની સુંદરતા એ સુંદરતાનીની આખરી સિમા છે. તે સુંદરતાની સિમાથી અધિક સુંદરતા છે જ નહીં; એ સુંદરતાની આખરી સિમા છે. ભવાની એટલાં સુંદર છે કે તેમની સુંદરતાથી ચહેરાનાં અંગો જેવા કે આંખ, કાન, નાક, બુધ્ધિ વિ. તેમની સુંદરતાથી તૃપ્ત થતાં જ નથી.

કોટિહું બદન નહિ બનૈ બરતન જગજનનિ સોભા મહા l

સકુચહિં કહત શ્રુતિ સેષ સારદ મંદમ્તિ તુલસી કહા ll

છબિખાનિ માતુ ભવાનિ ગવનીં મધ્ય મંડપ સિવ જહાં l

અવલોકિ સકહિં ન સકુચ પતિ પદ કમલ મનુ મધુકરુ તહાં ll”

(જગદંબાની મહાન શોભા કરોડ મુખે પણ વર્ણવી શકાય નહીં. વેદો, શેષ અને શારદા પણ એ કહેતાં સંકોચ પામે છે. સૌંદર્યની ખાણ એવાં મા ભવાની જ્યાં શિવજી હતા ત્યાં મંડપની મધ્યમાં પહોંચ્યાં. સંકોચવશ પોતાના પતિ શિવજીનાં ચરણો તરફ મીટ માંડી શકતાં નથી પણ એમના મન રુપી ભ્રમર ત્યાં જ પહોંચી ગયો.) પાન – ૧૪૮

મૃત્યુ આપણી કમજોરીનાં છિદ્રોમાંથી પ્રવેશ કરે છે; આવે છે. ….યાજ્ઞવલ્ક

કામના બુરી નથી પણ કામનાની ખોટી દિશા બુરી છે.

ભક્તિ કરવામાં પણ કામના જરુરી છે.

રામ સ્વધામ ગમનના સમયે સરીયુમાં સમાઇ જાય છે એટલે કે તેઓ રામ કથા રુપી સરીયુમાં સમાઈ જાય છે.

તુલસી પણ રામ ચરિત માનસમાં સમાઈ ગયા છે.

જ્યારે રામ ચરિત માનસ શાસ્ત્રની રચના પુરી થાય છે ત્યારે તુલસી કામનાની માગણી કરે છે અને માગે છે કે જેમ કામી પુરુષને નારી પ્રિય લાગે તેમ તમે મને પ્રિય લાગો તેમજ સાથે સાથે એ પણ માગે છે કે જેમ લોભીને ધન નિરંતર પ્રિય લાગે છે; નિરંતર તેને ધનમાં જ રસ રહે છે તેમ તમે મને નિરંતર રસિક લાગો; ક્યારે ય નિરસ ન લાગો; રસ હિન ન લાગો.

કામિહિ નારિ પિઆરી જિમિ લોભિહિ જિમિ દામ l

તિમિ રઘુનાથ નિરંતર પ્રુય લાગહુ મોહિ રામ ll

હે રામ, કામી માણસને સ્ત્રી જેવી પ્રિય હોય અને લોભીને પૈસા જેવા નિરંતર પ્રિય હોય તેમ જે રઘુનાથજી આપ મને નિરંતર વ્હાલા લાગો.

નિષ્કામ ભક્તિ પરમ ભક્તિ છે પણ આપણા જેવા જીવ માટે સકામ ભક્તિ પણ યોગ્ય છે; જાયદ છે. સકામ અને નિષ્કામના બે કિનારાની વચ્ચે રહી આપણું જીવન પસાર થાય એ યોગ્ય છે; આ બે કિનારાની વચ્ચે જીવનની ધારા વહે એ ઈચ્છનીય છે.

સાધના પોતાના સુખ માટે કરો – સ્વાન્તઃ સુખાય.

ભગવાન આપણા બારણે આવીને પૂછે છે કે જો તું દશરથ રાજા જેવો સકામ હોય તો માગ; તારી શું માગણી – ઈચ્છા છે? અને જો જનક રાજા જેવો નિષ્કામ હોય તો તું મને શું અર્પણ કરી શકું તેમ છું ? સકામ દશરથ રાજાને ત્યાં રામ પુત્ર રુપે આવે છે જ્યારે નિષ્કામ જનકને જાનકી – ભક્તિ પ્રાપ્ત થાય છે. જનક નિષ્કામ હોવાથી રામ સામે ચાલીને તેમના ત્યાં જાય છે.

જ્યાં સુધી જ્ઞાનીમાં ભક્તિ નહિં આવે ત્યાં સધી તેને – જ્ઞાનીને પ્રસન્નતા નહિં મળે.

જ્ઞાનનું ફળ મુક્તિ છે પણ આવી મુક્તિ મળવાથી મુક્તિ મળ્યાનું સુખ નથી મળતું. મુક્તિ મળ્યાનું સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનમાં ભક્તિ ભળવી જોઈએ. જ્ઞાનમાં ભક્તિ મળે તો જ મુક્તિના ફળનું સુખ અનુભવી શકાય. જલને રાખવા માટે સ્થલની – પાત્રની જેટલી જરુરીયાત છે તેટલી જ જરુરીયાત મુક્તિના સુખને મેળવવાની છે અને મુક્તિના સુખનું પાત્ર ભક્તિ છે. મોક્ષનું સુખ ભક્તિ વિના ન મળે.

માણસની માનસિક દરિદ્રતા કિંમતી હિરો મળતાં દૂર થઈ જાય પણ આ હિરાથી તે માણસની ભૂખ ન મટે.

નારીની મર્યાદા લજ્જા છે. ………ચાણક્ય

ધનીને જોબન જોઈએ અને જોબનને ધન જોઈએ. આ શોષણ છે.

નીચેની ૫ વસ્તુ નારીની મર્યાદા માટે જરુરી છે.

૧ વસ્ત્ર

૨ વૃત્તિ

૩ વાણી

૪ વિનય – સંયમ

૫ વિપસ્યના – શાંત થવાની ક્રિયા, પ્રતિ ક્રિયા વ્યક્ત કરવાની વૃત્તિ, વ્યસ્ત જિંદગીમાં સમય ફાળવી શાંતિમાં થોડો સમય વિતવવો.

૬ છઠ્ઠી મર્યાદા તરીકે વિશ્વાસને ગણી શકાય. વિશ્વાસ સૌંદર્યની મર્યાદાનું લક્ષણ છે.

સુગ્રિવ પાસે રામ મૈત્રી કરવા આવે છે. સુગ્રિવનું બધું જ છૂટી ગયું છે; લઈ લેવામાં આવ્યું છે. વાલીએ તેનું બધું જ લઈ લીધું છે. પણ સુગ્રિવ પાસે વિશ્વાસ છે. તે હનુમાનજીને પાસે રાખે છે; તેણે હનુમાનજીનો સાથ છોડ્યો નથી; તેને હનુમાનજી ઉપર ભરોંસો છે. અને હનુમાનજી સ્વયં શંકર-વિશ્વાસ છે. આમ બધું જ છૂટી જાય પણ જો વિશ્વાસ ન છૂટે તો સ્વયં રામ મૈત્રી કરવા માટે આવે.

વિશ્વાસ અને વિચાર બે અલગ અલગ પૈંડાં છે અને તે બે પૈડાને જોડતી ધરીનું નામ વિવેક છે. અને આવો વિવેક સતસંગથી જ આવે. તેમજ હરિ કૃપા થાય તો જ સતસંગ મળે. રામ કૃપા વિના સતસંગ શક્ય નથી.

બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બિના સુલભ ન સોઈ ll

બધા રંગોના અભાવનું નામ કાળો રંગ છે. ……ઓશો

સફેદ અને કાળો રંગ કોઈ રંગ નથી.

મન શાંત હોય તો ગમે તેટલા શૃંગાર રસનું વર્ણન મનને ડોલાવી નહિં શકે, હલાવી નહિં શકે.

મન તો ચંચળ છે. આવા ચંચળ મનને સ્થિર કરવું અઘરું છે. આવા ચંચળ મનને સ્થિર કરવા કરતાં તેને શુધ્ધ કરવાની જરુરિયાત છે.

કોઈ પણ વ્યક્તિએ કરેલી આપણી આલોચના જો સંદેશ યુક્ત હોય; આવી આલોચનામાં આપણી ક્ષતિ તરફ નિર્દેશ હોય તો તેવી આલોચનાનો સ્વીકાર કરી તે દ્વારા આપણી ક્ષતિને દૂર કરવી જોઈએ. પણ જો આવી આલોચના દ્વેષ યુક્ત હોય તેની ચિંતા કરવાની જરુરિયાત નથી. દુનિયા તો દ્વેષ યુક્ત આલોચના કર્યા જ કરવાની. તેની પરવા કરવાની આવશ્યક્તા નથી.

તારીખ ૨૯ જુલાઈ ૨૦૦૮ મંગળવાર

મર્યાદા અને વિવેકમાં શું ફેર છે?

મર્યાદા ક્રિયા કેન્દ્રીત હોય છે જ્યારે વિવેક વૃત્તિ કેન્દ્રીત હોય છે. વિવેક અને મર્યાદા એક બીજાના પૂરક છે. વિવેક અને મર્યાદાનો આધ્યાત્મિક ગૃહસ્થાશ્રમ છે જેમાં વિવેક પતિ છે જ્યારે મર્યાદા પત્ની છે. આમ વિવેક અને મર્યાદા બંનેની આવશ્યકતા છે. નારીમાં મર્યાદાની નિતાંત આવશ્યકતા છે જ્યારે પુરુષમાં વિવેકની નિતાંત આવશ્યકતા છે. વિવેક નિરાકાર છે જ્યારે મર્યાદા સાકાર છે.

પ્રસિધ્ધિ અને પ્રતિષ્ઠા આવે છે એટલે એકાન્ત હણાઈ જાય છે.

ગુરુ અનેક ગુણી દાતા છે.

પૂજ્ય મોરારી બાપુ કહે છે કે તેઓ અર્થવાદી, મોક્ષવાદી, ધર્મવાદી, કામવાદી નથી પણ ફક્ત પ્રેમ વાદી જ છે.

જ્ઞાની જગતને સ્વપ્ન કહે છે જ્યારે ભક્ત જગતને પોતાનું કહે છે.

ग्यानी जगतको स्वप्ना कहते है और भक्त जगतको अपना कहते है.

ભગવાનને કહેવા દો કે આપણે તેના છીએ. એવી સ્થિતિ પેદા કરો કે જ્યારે આપણે ભગવાનને કહીએ કે “હે ભગવાન હું તમારો છું એવું કહેવા કરતાં ભગવાન કહે કે તું મારો છે.”

રામહિ કેવલ પ્રેમુ પિઆરો l

જાનિ લેઉ જો જાનનિહારા ll

શ્રી રામને માત્ર પ્રેમ વ્હાલો છે; જેણે જાણવું હોય એ જાણી લો.

સમૃધ્ધિ આવે ત્યારે તેની અવરજવર માટે વેન્ટિલેશનની જરુર છે. જેથી કરીને એક ખિડકીએથી સમૃધ્ધિ અંદર પ્રવેશે અને બીજી ખિડકીથી બહાર જાય. દાન રુપે બીજાના ઉપયોગમાં આવે. જો આવું વેન્ટિલેશન નહિં હોય તો ગુંગળામણ અનુભવાશે. હવાને જેમ અવરજવર માટે વેન્ટિલેશનની જરુરિયાત હોય તેમ સમૃધ્ધિને પણ અવરજવરના માર્ગો હોવા જોઈએ.

આંખમાંથી આંસુ નીકળે તે શ્રેષ્ઠ પ્રાણાયમની સ્થિતિ છે.

સમાજમાં કે દેશમાં એક વ્યક્તિ સુદામા જેવી સ્થિતિમાં આવે કે રહે તે ઠીક છે પણ આખો સમાજ કે દેશ સુદામાની જેવી સ્થિતિમાં આવી જાય કે રહે તે યોગ્ય નથી……..સ્વામી સચ્ચિદાનંદ

લાલ બાપુ કહે છે કે ………………

” એ સદગુરુજીને યાદ કરીએ રે

તારે નહિં જાવું પડે જંગલમાં રે”.

વ્રત કે નિયમ સાર્વભૌમ ન બની શકે. એક સ્થળના વ્રત કે નિયમ બીજા સ્થળે ન પણ હોય અથવા બીજા સ્થળે બીજા જ વ્રત કે નિયમ હોય.

“लौग तूट जाते है एक घर बनानेमें

और तुझे शर्म न आयी बस्तीया जलानेमें

“જે સજીવ જગઅચર ચર નારિ પુરુષ અસ નામ

તે નિજ નિજ મરજાદ તજિ ભએ સકલ બસ કામ”

(જગતમાં સ્થાવર જંગમ જે કોઈ જીવવાળાં, સ્ત્રી – પુરુષ એવી સંજ્ઞાવાળાં હતાં એમણે પોતપોતાની મર્યાદા છોડી દીધી અને કામ વશ થયાં.)….પાન – ૧૩૨

કામ, ક્રોધ અને લોભ એ વાત, પિત અને કફ છે અને એ ત્રણે ય જરુરી છે.

સજીવ લોકો કામના પ્રભાવ હેઠળ આવતાં પોતાની મર્યાદા છોડે છે.

સજીવ એ છે જે સદ જીવ છે; જે સજ્જન છે, જે બુધ્ધિમાન છે, શ્રેષ્ઠ છે.

જેનામાં ૧૪ વસ્તુ ઓય તે જીવ બાકીના બધા મડદા સમાન છે.

નારદ સજીવ છે, નારદ પ્રભુની વિભૂતિ છે, નારદ દેવર્ષિ છે, છતાંય કામનાના પ્રભાવ હેઠળ મર્યાદા છોડે છે. તે બ્રહ્મચારી હોવા છતાંય વિશ્વમોહિની પ્રત્યે આકર્ષાય છે અને અનેક વખત મર્યાદા છોડે છે.

જ્યારે પ્રહાર કરવાથી સમાધિ ન તૂટે ત્યારે પ્રસંશા કરવાથી સમાધિ તૂટે છે. નારદની સમાધિ પ્રહાર કરવાથી ન તૂટી ત્યારે તેની પ્રસંશા કરતાં સમાધિ તૂટે છે. નારદના કામ વિજયના અહંકારને તોડવા માટે, પોતાના ભક્તના પરમ કલ્યાણ માટે, પરમ હિત માટે પ્રભુ માયાવી રચના કરે છે. અને વિશ્વમોહિનીનું માયાવી નાટક રચી નારદના અહંકારને તોડી તેને બચાવે છે. અહીં નારદ કામના પ્રભાવ હેઠળ આવતાં અનેક વખત તેની મર્યાદાને તોડે છે. મર્યાદા તોડવામાં તે ભગવાનને શ્રાપ પણ આપે છે.

ભગવાન શિવજીના ૧૦૦ નામ સ્મરણથી નારાયણ અપરાધમાંથી મુક્તિ મળે છે, નારાયણ અપરાધનું પ્રાયશ્વિત થાય છે.

ધર્મ ધૂરંધર રાજા દશરથ પણ સજીવ છે, મહાપુરુષ છે. આવો મહાપુરુષ પણ કામના પ્રભાવમાં આવી જાય છે અને મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. રામ રાજ્યાભિષેકના સમયે આ વૃધ્ધ રાજા કામના પ્રભાવ હેઠળ આવી કૈકેયીના ભવને જાય છે અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.

વિશ્વામિત્ર ઋષિ પણ કામનાના પ્રભાવ હેઠળ મેનકા પ્રત્યે આકર્ષાય છે અને મર્યાદા તોડે છે.

પરાશર પણ મર્યાદા તોડે છે.

મહર્ષિ જયમિનિ પણ કામના પ્રભાવ હેઠળ આવે છે અને અનેક મર્યાદા તોડે છે.

તારીખ ૩૦ જુલાઈ ૨૦૦૮ બુધવાર

જ્ઞાનની મર્યાદા

લીન્હિ રાયં ઉર લાઈ જાનકી l

મિટી મહામરજાદ ગ્યાન કી ll

જનક રાજાએ સીતાજીને છાતી સરસાં ચાંપી લીધાં. જ્ઞાનની મોટી મર્યાદા તૂટી ગઈ.

રામ ચરિત માનસમાં મરજાદ-મરજાદા શબ્દ ૭ વખત આવે છે.

કોણ સાચું અને કોણ ખોટું છે તેનો નિર્ણય વ્યક્તિ કરે તેના કરતાં આવનારો સમય કરે તે વધારે યોગ્ય છે.

રામ કથાના ચારે ય આચાર્યોને – શંકર, યાજ્ઞવલ્ક કાક ભૂષંડી અને તુલસીદાસને ત્યાં બેટી-દીકરી નથી.

આદિ કાળમાં વેદ શ્રૃતિમાં – સ્મૃતિમાં હતા. પછી વેદ ભોજ પત્ર ઉપર લખાયા. ત્યાર બાદ અમુક વૃક્ષની છાલ ઉપર લખાયા. ત્યાર બાદ વાંસની પટ્ટી ઉપર લખાયા.

વાંસમાંથી વાંસળી પણ બને અને શાસ્ત્ર પણ નીકળે.

વાંસની પટ્ટી ઉપર વેદ લખ્યા પછી તે પટ્ટીઓને રાખવા માટે તેના બે છેડે બે છિદ્ર પાડી તેમાં દોરી પરોવી ગાંઠ વાળી લબડાવવામાં આવતી. આમ આ ગાંઠ ઉપરથી ગ્રંથ શબ્દ આવ્યો છે.

જે ગ્રંથ સાધકના અંતઃકરણની ગ્રંથીઓને છોડે તે સદગ્રંથ કહેવાય.

ધર્મ નિર્ભય કરે, ડરાવે નહિં. ધર્મના પ્રચાર અર્થે આવતા પત્ર કે SMS માણસને ભયભિત કરે તે ધર્મ ન કહેવાય.

कुछ तो लोंग कहेगें

लोगोंका काम है कहना

छोडो बेकारकी बातें

कही बित न जाये रेना

लोगोंकी बातें सुननेमें कहीं हमारा प्रभु भजनका समय व्यतित न हो जाय l

રાત્રે નીંદ્રા અને દિવસે નીંદાને જે જીતી જાય તે સાધુ કહેવાય.

ગ્રહો આપણું અહિત કરશે એવા ભયમાં રહેવાની જરુર નથી. ગ્રહને ન જુવો, કોઈના અનુગ્રહને જુવો, કોઈના અનુગ્રહનો અનુભવ કરો.

મામવલોક્ય પંકજ લોચન

કૃપા બોલોકનિ સોચ બિમોચન

નીલ તામરસ સ્યામ કામ અરિ

હ્નદય કંજ મકરંદ મધુપ હરિ

હે કમળનેત્ર, હે સર્વ શોકને દૂર કરનાર, આપ નીલકમળ જેવા શ્યામવર્ણ છો. હે હરિ, આપ કામદેવના શત્રુ મહાદેવજીના હ્નદયકમળના મકરંદ-પ્રેમ રસ-નું પાન કરનાર ભ્રમર છો. આપ મારી સામું કૃપાદ્રષ્ટિ કરીને જુઓ. પાન – ૧૦૭૫

ભક્તિમાં ફરિયાદ કરવાની છૂટ છે. પણ આવી ફરિયાદમાં દ્વેષ કે દૂરભાવ ન હોવો જોઈએ. નારદ ભક્ત છે અને તેને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદ કરી છે તેમજ અનેક કટુ વચન તેમજ શ્રાપ પણ આપી દીધો છે. પણ તેને જ્યારે ભાન થાય છે, કામના પ્રભાવમાંથી મુક્ત થાય છે ત્યારે પસ્તાય છે, તેને ભગવાન પ્રત્યે દ્વેષ કે દૂરભાવ નથી.

લોખંડ અને સોનાને એક સમાન ઘણે એ જ્ઞાની. લોખંડ અને સોનામાં ભેદ ન રાખે તે જ્ઞાની.

શાસ્ત્ર તેમજ શાસ્ત્રના ગુઢાર્થને જાણવા-સમજવા માટે ગુરુ આવશ્યક છે. ગુરુનો ગ્રંથ તેનો શિષ્ય છે. ગુરુનું ભાષ્ય તેનો શિષ્ય છે. શાસ્ત્ર ગુરુ વિના સમજીએ તો આપણે તેનું ભાષાન્તર જ સમજી શકીએ. શાસ્ત્રના ભાવાન્તરને સમજવા માટે તો ગુરુ પાસે જવું જ પડે. ગુરુ કદી અસ્ત ન પામે, નાશ ન પામે. ગુરુ સ્થુલ રુપે અસ્ત પામે પણ ચૈત્સિક રુપે ગુરુ કાયમ આપણી પાસે જ હોય. ગુરુ સુંદર હોય અને તે જ્યાં નિવાસ કરે તે મંદિર પણ સુંદર હોય. ગુરુનું સ્થુલ શરીર ગુરુનું નિવાસ સ્થાન-મંદિર છે.

बदल जाये माली फिर भी चमन खाली नहिं होता l

જ્ઞાન બુધ્ધિનો વિષય છે કે હ્નદયનો ?

જ્ઞાન બુધ્ધિથી પર છે. આ એક સામાન્ય સ્તરથી ઉપરની અવસ્થા છે. પણ સમાન્ય સ્તર ઉપર જ્ઞાન બુધ્ધિનો વિષય છે, પ્રજ્ઞાનો વિષય છે.

જ્ઞાન જ્યારે હ્નદયના ભાવમાં આવે ત્યારે મર્યાદા ભંગ થાય છે એવો સામાન્ય લોકોનો મત છે. પણ જ્ઞાન જ્યારે હ્નદયના ભાવમાં આવે ત્યારે જ તે -જ્ઞાન- સફળ થાય છે. મસ્તકનું જ્ઞાન જ્યાં સુધી હ્નદયમાં ન આવે; હ્નદયના ભાવમાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી અધુરું છે. વિચારવું એ જ્ઞાનનો વિષય છે પણ રડવું એ ભક્તિનો વિષય છે.

સૂર્ય પ્રકાશ પણ આપે તેમજ તાપ પણ આપે. એકલું જ્ઞાન સૂર્યના તાપ સમાન છે જ્યારે તે જ જ્ઞાન હ્નદયના ભાવમાં આવે છે ત્યારે તે સૂર્યના પ્રકાશ સમાન છે. સૂર્યનો તાપ તપાવે છે જ્યારે તેનો પ્રકાશ આનંદ આપે છે.

જો જ્ઞાનીની આંખ ભીની ન થાય તો તેવું જ્ઞાન કોરું છે. જ્ઞાન જ્યાં સુધી હ્નદયના ભાવમાં ન આવે ત્યાં સુધી અધુરું છે. જ્ઞાન જ્યારે હ્નદયના ભાવમાં આવે છે ત્યારે જ તે જ્ઞાનની પરમાત્મા સુધીની યાત્રા બને છે.

યક્ષએ યુધિષ્ઠિરને પૂછેલા પાંચ પ્રશ્નો અને તેના ઉત્તર

ધન પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય શું છે?

ધન પ્રાપ્તિનો સર્વ શ્રેષ્ઠ ઉપાય માણસની કુશળતા છે, નિપૂણતા છે, પરિશ્રમ છે. આળસુ માણસ કદી ધન પ્રાપ્ત ન કરી શકે.

ઉત્તમ ધન કયું?

શિક્ષા-વિદ્યા ઉત્તમ ધન છે. વિદ્યાને કોઈ ચોરી શકતું નથી, કોઈ ભાગ માગી શકતું નથી.

ઉત્તમ લાભ શું છે?

બધાથી ઉત્તમ લાભ પોતાની તંદુરસ્તી છે. આરોગ્ય ઉત્તમ લાભ છે. પહેલું સુખ તે જાતે નર્યા.

ઉત્તમ સુખ કયું છે?

સંતોષ જ ઉત્તમ સુખ છે. સંતોષી નર સદા સુખી.

જ્ઞાનની ૫ મર્યાદા છે.

શુભેચ્છા જ્ઞાનની મર્યાદા છે. જ્ઞાની જો શુભેચ્છા ન રાખે તો તે જ્ઞાનની મર્યાદાનું ઉલ્લંઘન છે.

અસંગતા

જ્ઞાન અસંગ હોય, ઉદાસીન હોય, જલ કમલ વત હોય.

સંગ છોડ્યા સિવાય અસંગ બનો.

સંગીતના સુરની અસર સંગીતના સાધકના ચહેરા ઉપર થવી જ જોઈએ. સમ્ગીતનું સાજ ભીતર પણ ગોઠવાવવું જોઈએ.

સમતા

લોખંડ અને સોનાને સમ સમજે. પ્રસંશા અને નીંદાની કોઈ જ અસર ન થાય તેને સમતા કહેવાય.

અહંકાર મુક્તતા, અભિમાન મુક્તતા

અક્ષોભવૃત્તિ

કોઈ વસ્તુ કે ઘટના વિક્ષેપ ન કરી શકે, અરેરાટી પેદા ન કરી શકે, વ્યથિત ન કરી શકે.

અનંતતા

જ્ઞાન અનંત છે, અપાર છે. જ્ઞાનીએ એવું ન માની લેવું જોઈએ કે તેણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે.

હાલતાં ચાલતાં ખાવું, હસતા હસતા પાણી પિવું, બીજાના વ્યવહારને પોતાના મનમાં રાખવો, બે વ્યક્તિ સલાહ મસલત કે વાત કરતી હોય ત્યાં જવું એ બધું મુર્ખામી ભર્યું છે.

તારીખ ૩૧ જુલાઈ ૨૦૦૮ ગુરુવાર

નદીને તેની લંબાઇ, પહોળાઈ, ઊંડાઈ, ઉદગમસ્થાન વિ. ની મર્યાદા હોય છે. આ નદી જ્યારે સાગરમાં સમાઇ જાય છે ત્યારે તેનિ તમાન મર્યાદઓ મટી જાય છે.

આજ પ્રમાણે જ્ઞાન જ્યારે હ્નદય સિંધુમાં-પ્રેમ સિન્ધુંમાં સમાઈ જાય છે ત્યારે જ્ઞાનની તમામ મર્યાદઓ સમાપ્ત થઈ જાય છે.

હ્નદય સિંધુ મતિ સિવ સમાના

સ્વાતિ સારદ કહહિં સુજાના”

જ્ઞાન આવશ્યક છે. પણ આ જ્ઞાનની મર્યાદાઓ ભાવમાં; પ્રેમ સાગરમાં સમાઇ જાય ત્યારે જ તેની મહત્તા રહે છે. જ્ઞાન અને ભક્તિમામ કોણ મોટુ કે નાનું છે તેવો પ્રશ્ન જ નથી.

ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા તેમના ઘેર તેમના પૌત્ર પાસે ઘોડો બનીને પૌત્રને પોતાની પીઠ ઉપર બેસાડતા અને પૌત્ર પણ પીઠ ઉપર બેઠા બેઠા તેમની મૂછોને પકડતો હતો. આ જ માણેકશાના હુકમ ઉપર ઉથલ પાથલ પણ થઈ શકતી હતી. પણ ઘેર તેમનું સમસ્ત અનુશાસન પ્રેમ મય બની જતું હતું; પ્રેમમાં સમાઈ જતું હતું.

ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાનના બધા જ શાસ્ત્રોને ડૂબાડીને પ્રેમમય બની જાય છે.
અર્વાચિન ઋષિ પ્રજ્ઞા પુરુષ વિનોબા ભાવે કહેતા હતા કે તેઓ સાથે પંઢરપુરમાં ઠાકુરજી વાતો કરે છે.
આમ જ્ઞાનને પ્રેમ સાગરમાં સમવવું જ પડે છે.
જ્ઞાનની ૫ સારભૂત મર્યાદાઓ છે.

અસંગતા

સમતા

સહંકારમુક્તિ

અક્ષોભપણું

અનંતતા
આ પાંચ મર્યાદાઓ પાસે ભાવનો, પ્રેમનો, હ્નદયનો એક જ સમુદ્ર છે. અને આ મર્યાદાઓને પ્રેમના સમુદ્રમાં સમાવું જ પડે. આ જ્ઞાનની મર્યાદાઓ પ્રેમના સમુદ્રમાં સમાઈને ન તૂટે તો તે જ્ઞાન કાચું જાન છે; અધુરું જ્ઞાન છે.
સમર્પિત સાધક;નિષ્ઠાવાન શિષ્ય માટે પોથી અને પાદૂકા એ બે ઓછામાં ઓછી આધારભૂત વસ્તું છે.સમર્પિત સાધક માટે સદગુરુનાં વચન જ શાસ્ત્ર છે. નિષ્ઠાવાન અને સમર્પિત સાધક માટે ગુરુ વચન જ શસ્ત્ર છે, ગુરુ મૂર્તિ જ સાધકની પૂજા છે; ગુરુ મુખેથી નીકળેલ શબ્દ જ મંત્ર છે, ગુરુ જે બોલે તે જ હરિ કથા છે.

“સદગુરુ વચનોના થાવ અધિકારી”……………..પાનબાઈ

ઔર દેવતા ચિત ન ધરહિ

હનુમંતસે સબ સુખ કરહિ

સંકટ મિટે સબ પિડા

જો સુમિરે હનુમંત બલબિરા

જય જય હનુમાન ગુંસાંઈ

કૃપા કરહો ગુરુદેવકિ નાઈ

“સર્વ ધર્મ પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ”

ફક્ત એકના જ શરણમાં રહો.

સત્ય, પ્રેમ અને કરુણા એ ત્રણ પૈંડા વાળી સાયકલ છે, તેના ઉપર સવારી કરવાથી પડવાની ચિંતા રહેતી નથી.

રામચંદ્રની જય એટલે સત્યની ઉદઘોષણા. રામ સત્યમ પરમ ધિમહિ છે.

બાલ ક્ર્ષ્ણની જય એટલે પ્રેમની ઉદઘોષણા.

સદગુરુની જય એટલે કરુણાની ઉદઘોષણા. શંકર ત્રિભુવન ગુરુ છે.

હર હર મહાદેવ એ સત્ય, પ્રેમ અને કરુણાનની ઉદઘોષણા ઉપર સિક્કો છે; મહોર છે.

જય પરાજયના દ્વંદ ભક્ત, તેમજ જ્ઞાની માટે અર્થ હીન છે.

જેના જ્ઞાનની મર્યાદા હ્નદયમાં સમાઈ ગઈ છે તેને માન – અપમાન, જય – પરાજય, સુખ -દુઃખ, પ્રસંશા – નીંદા જેવા દ્વંદોની કોઈ અસર થતી નથી.

બીજાને મારીને મેળવેલ જીતની આધ્યાત્મમાં કોઈ મહત્વ નથી, એ જીત કોઇ જીત છે જ નહિં.

કુમાર બારાબંકી કહે છે કે;

“ન હારા હૈ ઈશ્ક

ન દુનિયા થકી હૈ

દિયા જલ રહા હૈ

હવા ચલ રહી હૈ”

આપણે જ્યારે પ્રેમ કરીએ છીએ ત્યારે જેને પ્રેમ કરીએ છીએ તેના ગુણ અવગુણ કે અન્ય કંઈ જોવાનું રહેતું નથી પણ જ્યારે કોઈની પૂજા કરીએ છીએ ત્યારે જેની પૂજા કરીએ છીએ તેને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. જેની પૂજા કરીએ છીએ તે શું કરે છે કેવો છે તે આપને જોઈએ છીએ.

તેથી પૂજા ન કરો પણ પ્રેમ કરો.

“હવા જોરમેં હૈ, સંભલના પડેગા

ચરાગોં કો કહો જલના પડેગા.”

“મેરે રાહ પર મુઝકો ગુમરાહ કર

ક્યોં કી સુના હૈ કિ મંઝિલ કરીબ હૈ.”

રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે;

“મારા રસ્તાની અંતિમ મંઝિલ નથી; હું તો મારા રસ્તા પર ચાલતા ચાલતા આજુબાજુનાને મળતો રહું છું.”

ચામડીની બનેલી જીભથી થયેલ નીંદા કે પ્રસંશાને આત્મા સાથે શું સંબંધ?

દુનિયા વાહ વાહ કરે એનો શું અર્થ છે? હરિ વાહવાહ કરે તો એનો કંઈક અર્થ છે.

જે ગમે જગદગુરુ દેવ જગદીને…………………

સત્યને જય પરાજયના દ્વંદ કોઈ અસર ન કરે.

આત્મ નિવેદન ભક્તિનો નવમો પ્રકાર છે.

જ્ઞાનની શોભા પ્રેમના ભાવમાં; પ્રેમના હ્નદયમાં સમાઇ જવામાં જ છે. જ્ઞાનની મર્યાદા પ્રેમ સિન્ધુમાં ડૂબી જાય છે.

પોથી અને પાદૂકાની વચ્ચે સદગુરુ છે; પોથી માથા ઉપર હોય છે અને પાદૂકા પગમાં હોય છે.

સંગનો એક અર્થ પથ્થર થાય છે. તેથી સંગ દિલ એટલે પથ્થર દિલ.

સંગ એટલે આસક્તિ પણ થાય છે.

જ્ઞાનીને કોઈની સાથે આસક્તિ ન હોવી જોઈએ.

પણ જ્ઞાની જનક રાજાની જ્ઞાનની અસંગતા રામ લક્ષ્મણને જોતાં જ તૂટે છે અને તેને રામ લક્ષ્મણ પ્રત્યે અનુરાગ પેદા થાય છે.

પરમાત્માને પ્રગટ કરવા પ્રેમની જરુર પડે પણ પ્રેમને પ્રગટ કરવા તો પ્રેમની જ જરુર પડે.

પ્રેમ જ ઉદ દિપક છે.

વિષમતા

જ્ઞાની જ્યારે ભક્તિમાં પ્રવેશે છે ત્યારે વિષમ બને છે.

જનક જાનકીના પિતા બને છે.

જનક જાનકી સાથે માતા કે બહેન જેવો સંબંધ પણ જોડી શક્યા હોત. પણ તે બાપ બેટીનો સંબંધ બાંધે છે કારણ કે બાપ બેટીનો સંબંધ નિષ્કામ સંબંધ છે.

ભક્તિમાં સમતા ન રહે.

રામ, હનુમાન, કૃષ્ણ બધાના હોવા છતાં ય, સાર્વભોમ હોવા છતાંય, રામ મારો છે, હનુમાન મારો છે, કૃષ્ણ મારો છે એવું આપણે કહીએ છીએ એ ભક્તિની વિષમાતા છે; અસમતા છે.

જનકને જાનકીના લગ્નની ચિંતા થાય છે. એ જ્ઞાનની અસમતા છે, વિષમતા છે.

અહંકાર મુક્તતા

ભક્તિમાં હું પણું આવે. એ મારો ઠાકોર છે અને હું તેનો સેવક છું એવો ભાવ ભક્તિમાં આવે.

બહિરી……….

અક્ષોભપણું

ધનુષ્ય ભંગના પ્રસંગમાં જનકમાં ક્ષોભ આવે છે, રોષ આવે છે. અહીં જ્ઞાની જનકના જ્ઞાનના લક્ષણ અક્ષોભપણાનું ક્ષોભમાં પરિવર્તન થાય છે. આમ ભક્તિમાં જ્ઞાનના અક્ષોભમણાના ગુણની મર્યાદા તૂટે છે.

અનંતતા

જ્ઞાનની કોઈ સિમા નથી.

પ્રેમમાં જતાં જતાં અનંત જ્ઞાન અનંતમાં સમાઈ જાય છે. અનંત જ્ઞાની જનકને મમતા કે મોહ ન હોય પણ તેની મમતા, મોહ સ્નેહના સમુદ્રમાં સમાઈ જાય છે, ડૂબી જાય છે. ચિંતન ચિંતન ન રહેતાં પ્રેમમાં સમર્પિત થઈ જાય છે.

તારીખ ૦૧ ઓગસ્ટ ૨૦૦૮ શુક્રવાર

મહાન જ્ઞાની જનક જ્ઞાનની પાંચેય મર્યાદાઓ – અસંગતા, સમતા, અહંકાર મુક્તતા, અક્ષોભપણું, અને અનમ્તતા- પ્રેમ વશ પ્રેમ સાગરમાં ડૂબાડી દે છે.

ધર્મના સાર સૂત્ર સત્ય, પ્રેમ અને કરુણા છે. આ સનાતન સૂત્ર છે, શાસ્વત પરંપરા પ્રમાણે છે.

સત્ય અનંત છે; તેને કોઈ સિમા હોય.

સત્ય, પ્રેમ અને કરુણાને કોઈ મર્યાદા નથી.

આપણે જે સાંભળવા માગી છીએ તે સાંભળીએ છીએ.આપણે જે સાંભળવા માગીએ તે વક્તા ગમે તેટલું સમજાવે કે ગમે તેટલું બોલે તો પણ નથી સાંભળતા; નહિં સમજીએ.

ઈશ્વર ગમે ત્યારે, ગમે તે રુપે, ગમે તે વેશે આવે. સાધકે તેના માટે તૈયાર રહેવું જોઈએ….રવીન્દ્રનાથ ટાગોર

માણસના જીવનમાં જે પ્રથમ ભોજન આપે તે અને જે અંતિમ ભોજન આપે તે ભાગ્યવાન છે. માણસના જીવનમાં મા તેને પ્રથમ ભોજન આપે છે.

વ્યાસપીઠ અસંગ સ્થાન છે. વ્યાસાસને બિરાજમાન વક્તા શ્રોતાઓની ફરમાઈશ પ્રમાણે વકતવ્ય આપે.

ગૈરોસે કહા તુમને

ગૈરોસે સુના તુમને

કુછ હમસે કહા હોતા

કુછ હમસે સુના હોતા

………….હસરત જયપુરી

અહીહમસે” નો સંદર્ભ ગુરુ તરફ છે.

આપણે બીજને કંઇક કહીએ છીએ, બીજાનું સાંભળીએ છીએ. પણ ખરેખર તો આપણે ગુરુને કહેવું જોઈએ તેમજે ગુરુનું સાંભળવું જોઈએ.

સત્ય, પ્રેમ અને કરુણાને કોઇ મર્યાદા નથી પણ વિવેકના કારણે સ્વયં મર્યાદા આવી જાય છે.

સત્ય પ્રિય બોલે સત્યની મર્યાદા છે.

પ્રેમને સિમામાં બંધાય. પણ જગતના કહેવાતા પ્રેમમાં સિમા હોય છે.

સાચો પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ સતત વધ્યા કરે; પ્રતિ ક્ષણ વધે.

પ્રેમને સંગ્રહ અને ત્યાગના દ્વંદ લાગે.

પ્રેમ સહજ ત્યાગ કરે. પ્રેમમાં ત્યાગ હોય.પણ પ્રેમની મર્યાદા નથી. ત્યાગ પણ સહજ અને સ્વાભાવિક રીતે આવવો જોઈએ.જબરદસ્તીથી કરેલ ત્યાગ યોગ્ય નથી. આવો ત્યાગ કાયમ પણ ટકે.

કરુણાને કિલોમાં માપી શકાય.

સનમાની………….

ભરત ચિત્રકુટમાં ભગવાન રામને મનાવવા આવે છે.

અતિસય સ્નેહમાં શંકા પેદા થાય છે.

આખી દુનિયા ઈશ્વરથી સુરક્ષિત છે; પણ ઈશ્વર સાધુથી સુરક્ષિત છે.

હરિ તો નિષ્ર્કિય હોય છે. પણ સાધુ તેને સક્રિય કરે છે.

હરિ ઘટ ઘટમાં વ્યાપ્ત છે. પણ જો સાધુ તેને સક્રિય કરે તો હરિ કોટસ્થ બની રહે છે. જ્યારે સાધુ મળે અને તેને સક્રિય કરે ત્યારે તે નિષ્ક્રિય હરિ સક્રિય બની બધાં દુઃખ દૂર કરે છે. માણસના દુઃખની વ્યાખ્યા બદલાઇ જાય છે.

આત્માનો સ્વાભાવિક સ્વભાવ મુક્તિ છે.

મોક્ષનો દરવાજો શરીર છે.

સાધન ધામ મોચ્છ કર દ્વારા l

પાઇ ન જેહિં પરલોક સંવારા ll

આ દેહ સાધન માટેનું ધામ અને મોક્ષનું દ્વાર છે. જેની પ્રાપ્તિ કર્યા પછી જો મનુષ્ય પોતાનો પરલોક સુધારે તો…….

સંસાર બંધન લાગે તે અજાગૃતતાનું, અજ્ઞાનતાનું, મૂઢતાનું પરિણામ છે. જ્યારે જાગૃતતા આવશે ત્યારે સંસાર બમ્ધન નહીં લાગે. તેમજ શરીર સાધન ધામ લાગશે.

બધાના શરીર અલગ અલગ છે પણ તે બધા અલગ અલગ શરીરમાં બિરાજમાન આત્મા સમાન છે.

કર્મના બંધન આત્માને નથી લાગતાં.

આપણે કોઈની ઉપર આક્ષેપ કરીએ છીએ. આવા આક્ષેપ કરવાના પાંચ કારણ છે; પાંચ ભૂમિકા છે.

આપણે અજ્ઞાનતાના કારણે સામી વ્યક્તિ ઉપર આક્ષેપ કરીએ છીએ.

આપણે દ્વેષના કારણે સામા ઉપર આક્ષેપ કરીએ છીએ.

આપણે આપણી આલોચક વૃત્તિને કારણે, આલોચક પ્રવૃત્તિને કારણે સામા ઉપર આક્ષેપ કરીએ છીએ.

આપણે બેબુનિયાદ આક્ષેપ કરી આપણા આવા આક્ષેપ પ્રમાણેનું ચિત્ર-વ્યક્તિત્વ બનાવવા માગીએ છીએ.

આપણે આપણા આવેશ વશ સામા ઉપર આક્ષેપ કરીએ છીએ.

તારીખ૨ ઓગસ્ટ ૨૦૦૮ શનિવાર

જેણે સાધુ સંગ કર્યો હોય તેવી વ્યક્તિને જ્યારે પ્રભુતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મર્યાદા તોડે છે.

પણ ભરત તો સ્વયં સંત છે. તેથી તે મર્યાદા તોડે.

પ્રભુ મિલન નિકટ આવે ત્યારે પોતાના કુટુમ્બીજનો તરફથી વોરોધ કરવામાં આવે. ભરતને જ્યારે પ્રભુ મિલન નજીક છે ત્યારે લક્ષ્મણ તરફથી આક્ષેપ થાય છે, વિરોધ થાય છે.

મલખન્……..

મર્યાદાના મૂળ બે પ્રકાર છે.

વેદ મર્યાદા; શાસ્ત્ર મર્યાદા

લોક મર્યાદા; સમાજ મર્યાદા

પરમાત્મા અને પશુ જો મર્યાદાનું નિરવહન કરે તો તેના ઉપર આક્ષેપ કરાય. કારણ કે પરમાત્મા શાસ્ત્રથી પર છે; ઉપર છે અને પશુ શાસ્ત્રથી નીચે છે.

મર્યાદા તોડવી પશુતા છે.

મર્યાદા તોડવી અબે મર્યાદાને લાંઘવી, મર્યાદાનું અતિક્રમણ કરવું બે અલગ છે.

નદીમાં પુર આવે અને તેના પુરના પાણી તે નદી ઉપર બાંધેલ પુલ ઉપરથી પસાર થાય તેને મર્યાદા લાંઘવી-અતિક્રમણ કહેવાય. પણ જો નદીના પુરનું પાણી તે પુલને તૉડી નાખે તો તે મર્યાદા તોડવી કહેવાય.

તુલસી ધર્મના ૧૪ લક્ષણ વર્ણવે છે.

રામની મર્યાદા

રામની મર્યાદા તેમની પ્રજા નિરભય રહે, અભય બને તે છે.

કેવટ નિર્ભય બનીને પગ ધોવા માટે આગ્રહ પૂર્વક જણાવે છે. અને ગંગા પાર કરવાના બદલામાં કોઇ અપેક્ષ નથી રાખતો.

શ્રેષ્ઠ સમાધાન કરવે જ્યારે શુદ્ર સંઘર્ષ કરાવે.

તારીખ ૦૩ ઓગસ્ટ ૨૦૦૮ રવિવાર; વિરામ દિન

વિરામ દિન

સેતુ ઉપરથી કિડી પણ પસાર થાય અને સમ્રાટ પણ પસાર થાય.

Art of living. જીવન જીવવાની કળા

Art of loving. પ્રેમ કરવાની કળા

Art of leaving. ત્યાગની કળા

આપણા બધામાં અણઘડ શક્તિ પડી છે. તેને જાગૃત કરવાની જરુર છે.

પ્રેમમાં નેમ નહીં એટલે કે નિયમ-મર્યાદાની જરુર નથી પણ મહાન પુરુષોને લાગુ પડે છે.

પ્રેમના નામ ઉપર મર્યાદા હિન થઇ જવાય.

ધરતી પદ ચિહ્ન રાખે પણ આકાશ પદ ચિહ્ન નથી રાખતું. કારણ કે આકાશ અસંગ છે; સ્પર્શી શકાય તેવું નથી; અસ્પૃશ્ય છે.

માણસ જો તેને ન પચે તેવો ખોરાક લે અથવા તો તેને મન ભાવતો ખોરાક ઘણી જ વધુ માત્રામાં લે તો તેને વમન થઇ જાય. માણસ જો તેની હોજરીની ક્ષમતાથી વધું ખોરાક લે તો તેને વમન થઇ જાય.

પતંગ ઉડવા માટે છે; ઉડાડવા માટે છે. પણ જ્યારે આ પતંગ ઊંચાઈ પકડે એટલે તેને બીજાનો પતંગ કાપવાની વૃત્તિ પેદા થાય.

ભગવાન રામ માનવ રુપે અવતર્યા છે તેથી તેમનો પગ ધરતી ઉપર જ રહે છે.

ભગવાન રામ સર્વ શક્તિમાન હોવા છતાં ય ધરતી ઉપર જ રહે છે. જે શક્તિ વામન અવતારમાં સ્વર્ગ, પૃથ્વી અને પાતાળને ત્રણ ડગલાંમાં જ લાંઘી લે છે તે જ શક્તિમાન રામ ગંગા પાર કરવા માટે કેવટ પાસે સહાય માગે છે; ગંગાને તેઓ અતિક્રમણ નથી કરતા. ગંગા વિષ્ણુના અંગુઠામાંથી ઉત્પન્ન થયેલી હોવા છતાં ય રામ તેને અતિક્રમણ ન કરી તેને પાર કરવા કેવટ પાસે સહાય માગે છે. આ એક માનવીય મર્યાદાનું પાલન છે.

જાસુ નમ્………………

સમુદ્રની મર્યાદા

સમુદ્ર મંથન વખતે ૧૪ રત્ન નીકળે છે.

No comments:

Post a Comment