રામ કથા
માનસ કૃપાલા
વિક્ટોરીયા લેક
કંપાલા
યુગાન્ડા, આફ્રિકા
તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮ થી તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૮
મુખ્ય ચોપાઈ
પ્રેમાતુર સબ લોગ નિહારી l
કૌતુક કીન્હ કૃપાલ ખરારી ll
અમિત રુપ પ્રગટે તેહિ કાલા l
જથાજોગ મિલે સ્બહિ કૃપાલા ll
ઉત્તરકાંડ પાન – ૧૦૨૯
કૃપાળુ પ્રભુ શ્રી રામે બધા લોકેને પ્રેમ વિહવળ જોયા એટલે તેમણે કૌતુક કર્યું. તે જ ક્ષણે પ્રભુ અસંખ્ય રુપે પ્રગટ થયા અને કૃપાળુ બધા નગરજનોને યથાયોગ્ય મળ્યા.
તારીખ ૨૦-૦૯-૨૦૦૮, શનિવાર
લોભાતુર, કામાતુર, ક્રોધાતુર, પ્રેમાતુર, ભયાતુર વિ. આવેગ છે.
હરિ કૌતુકી કૃપાલું છે.
પ્રેમાતુર એ એક આવેગ છે.
આપણે ઈશ્વરને મળીએ અને ઈશ્વર આપણને મળે એ બંને સ્થિતિમાં ફેર છે.
પ્રભુ તેમના કૃપાળુપણાના સ્વભાવથી આપણને મળે છે.
ઘણા માણસો સત્ય પાસે ઊભા રહે છે, જે સત્ય માણસ હોય તેના પડછાયામાં ઊભા રહે છે, જ્યારે ઘણા માણસો એવા હોય છે કે જેની પાસે સત્ય ઊભું રહે છે, સત્ય તેની પાસે રહે છે.
દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે.
૧ આવા પ્રકરના માણસો સત્ય પાળનાર માણસની છાયામાં રહે છે.
૨ આવા પ્રકારના માણસો સત્યને કદી છોડતા નથી.
કૃપા સાધન સાધ્ય નથી, કૃપા સાધનથી ન મળે.
યહ ગુન સાધન એ નહિ હોઈ
તુમ બિનુ કૃપા પાવ કોઈ કોઈ
જે સાચા અર્થમાં – ખરેખર મોટા માણસ હોય છે તે કૌતિકી – વિનોદી હોય છે. સાથે સાથે આવા માણસો વિનોદ કરવામાં કદી ય વિવેક ચૂકતા નથી.
અસ્તિત્વનું એક લક્ષણ કૌતિકીપણું છે.
ઝાકળથી નાહી ધોઈને પછી તણખલામ ધ્યાન ધરે છે. ……….દરબાર જુનાગઢી
ગીતામાં સમ શબ્દ બહું છે જ્યારે રામાયણમાં સબ શબ્દ બહુમ છે.
આપણામામ શુભ વિચારો આવે એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે.
સમુદ્રના ૭ રુપ છે, સપ્ત સમુદ્ર કહેવાયા છે.
સદગુરુ આઠમો સમુદ્ર છે; તેથી સદગુરુ અષ્ટમૂર્તિ કહેવાય છે.
તુલસીદાસજી સદગુરુને નરહરિ કહે છે. સદગુરુ આકારમાં નર છે પણ તે હરિ છે; નિરાકાર રુપે હરિ છે.
સદગુરુ કૃપાનો આઠમો સમુદ્ર છે તેમજ આ દરિયામાં ભરતી અને ઓટ નથી આવતી. પૃથ્વી ઉપરના સ્થુલ દરિયામાં સુનામી આવે પણ આ આઠમા દરિયામાં હરિ જ આવે. સ્થુલ દરિયો દુબાડી દે પણ સદગુરુ રુપી દરિયો કદી ય ડૂબાડે નહિં પણ તારે. આ દરિયો નિરંતર પોષણ કરે, કદી યે શોષણ ન કરે.
ગુરુમાં પંચ દેવ – ગણેશ સૂર્ય, વિષ્ણું, શંકર અને ગૌરી સમાવિષ્ટ છે.
ગુરુ કલ્પતરુ છે. ગુરુ ગમે તે કરી શકવા સમર્થ છે. પણ આવા ગુરુનો ઉપયોગ કેવલ આધ્યાત્મિક માર્ગ માટે જ કરવો. સમર્પિત સાધક, સમર્પિત આશ્રિત ગુરુનો ઉપયોગ ફક્ત આધ્યાત્મિક માર્ગ માટે જ કરે. ગુરુ સત હોવો જોઈએ અને શિષ્ય સંપુર્ણ સમર્પિત હોવો જોઈએ.
ડૉક્ટર આંખનો મોતિયો ઉતારે જ્યારે ગુરુ મગજનો મોતિયો ઉતારે જેથી આંતરિક સમતાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય.
જે કલમથી પ્રેમ પત્ર લખ્યો હોય તે કલમથી હિસાબ ન લખાય.
તારીખ ૨૧-૦૯-૨૦૦૮, રવિવાર
તારીખ ૨૨-૦૯-૨૦૦૮, સોમવાર
ઉપનિષદનું સત, ગીતાનું સમ અને રામાયણનું સબ સમજાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય.
કૃપાની સમીક્ષા કરો, પણ પરીક્ષા ન કરો.
આપણે પંચ મહાભૂતના કરજદાર છીએ.
માણસ પોલિસથી ડરે છે પણ પરમાત્માથી ડરતો નથી.
શાયર સાગર પેટો હોય, સંકિર્ણ ન હોય.
તરીખ ૨૩-૦૯-૨૦૦૮, મંગળવાર
રામ ચરિત માનસમાં કૃપાલા શબ્દ ૩૦ વખત આવે છે.
શ્રધ્ધા અને વિશ્વાસ સંલગ્ન થાય ત્યારે પછી જ કથા શરુ થાય. પાર્વતિ શિવજીના મુખથી કથા શ્રવણ કરે છે. અહીં તે શ્રધ્ધા છે.
બુધ્ધિ અને વિશ્વાસના સંલગ્નથી કથા થાય પણ આવી કથામાં તર્ક જ હોય. સતિ અને શંકર કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા જાય છે અને તેમાં સતી – બુધ્ધિમાન બાપની બુધ્ધિમાન દીકરી તર્ક કરે છે. આવી કથાથી તર્ક પેદા થાય, શિવ વિરહ આવે.
સદબુધ્ધિમાંથી નીકળતા તર્ક જોડવાનું કાર્ય કરે જ્યારે કુબુધ્ધિમાંથી નીકળતા તર્ક તોડવાનું કાર્ય કરે.
સુખી થવાના ૭ રસ્તા નીચે પ્રમાણે છે.
૧
શ્રધ્ધા કાયમ રખવી; શ્રધ્ધા ક્યારે ય ગુમાવવી નહિં. માણસ કેવો? માણસ એની શ્રધ્ધા જેવો. ગમે તે વ્યક્તિ ઉપર પુરું વિચાર્યા વિના શ્રધ્ધા મુકવી નહિં તેમજ આવુ વિચાર્યા પછી મુકેલી શ્રધ્ધા ક્યારે ય છોડવી નહિં. આપને જો છેતરાઈ જઈએ તો પણ શ્રધ્ધા છોડવી નહિં.
શ્રધ્ધાવાન હોવું એ મોટી સંપદા છે.
શ્રધ્ધા સુખની જનની છે.
રામ નામની ટિકા કરવાથી રામ નામની મહત્તા ઓછી થતી નથી.
સોચ લો રસ્તા બડા દુસ્વાર હૈ
જિંદગી રસ્સી નહિં તલવાર હૈ. ……….ભાવેશ પાઠક
ઈશ્વર એટલો બધો કૃપાલુ છે કે તે જેટલું સહન થઈ શકે તેટલું જ દુઃખ આપે છે. એ જાણે છે કે કયો માણસ કેટલો દુઃખનો ભાર સહી શકે તેમ છે.
ભજન પોતે કરો; ભોજન બીજાને કરાવો.
આપણે ખાઇ પી ને રાત્રે સૂઈ જઈએ છીએ અને એવી શ્રધ્ધા પણ રાખીએ છીએ કે સવારે ઊઠવાના જ છીએ.
૨
ઘરના બધા જ સભ્યો સાથે દરરોજના વ્યસ્ત કાર્યમાંથી થોડો સમય ફાળવી દરરોજ ચર્ચા વિચારણા કરો, મનોરંજન કરો, આનંદ મેળવો જ્યામ તમને બાળકોમાંથી નિર્દોષતા મળશે, યુવાનીમાંથી તાજગી મળશે, વૃધ્ધોમાંથી અનુભવ મળશે. અને આ બધું જિંદગીના કાર્યોમાં મદદરુપ થશે.
જો બોલે સો હરિ કથા.
૩
જીવનમાં આવેલી કે બનેલી અનિવાર્ય ઘટનાઓને હસતા મોંઢે સ્વીકારી લો. પોતાનું રુપ, રંગ વ્યવસાય, સ્થિતિ, કુટુંબ અને કુટુંબના સભ્યોને હસતા મોંઢે સ્વીકારી લો.
૪
આળસ અને ધીરજ કોને કહેવાય તે કથામાંથી શીખો. ધીરજ આભૂષણ છે અને આળસ મૃત્યું છે.
૫
વ્યવસાયમાં આંતરિક વ્યવસાય ઊભો કરો; હ્ર્દયનો વ્યવસાય ઊભો કરો, હ્રદયમાં સંવેદના પેદા થાય તેવો વ્યવસાય પેદા કરો; પરાઇ પીડ જાણી શકાય તેવી સંવેદના પેદા કરો. આપણને આપણા જ થાળી વાટકા દેખાય તેની સાથે સાથે બીજાના ખાલી પાતર દેખાય અને તેના ખાલી પાતર ભરવાની સંવેદના પેદા થાય તેવું કરો. આપણી વ્યસ્તતા વચ્ચે પણ આવી સંવેદના પેદા થવી જોઈએ.
૬
આપને ૨૪ કલાકમાં બીજાને કંઈક આપવું છે તેવી ભાવના રાખી કાર્ય કરવું.
તમારી પાસે જે કંઈ છે તેમાંથી કંઈક બીજાને આપો તેની સાથે સાથે તમારામાંથી-તમારી જાતમાંથી પણ કંઈક આપો. …………….ખલિલ જિબ્રાન
૭
આપણે એવા વાતાવરણમાં જીવવું-રહેવું જોઈએ જેથી આપણું આજુબાજુના વાતાવરણની અસર નીચે ચિત્ત બગડે નહિં. આ માટે સારાનો સંગ કરવો અને તેવા વાતાવરણમાં રહેવું જોઈએ.
આપણે જ્યારે જાગીએ છીએ ત્યાર પછી જ સ્વપ્નું ખોટું લાગે છે.
ઉત્તમા સહજા અવસ્થા.
આપણે જ્યારે વિશ્રામમાં હોઈએ છીએ ત્યારે જ સહજા અવસ્થામાં હોઈએ છીએ.
યોગી ૨૪ કલાક સહજા અવસ્થામાં જ રહે છે.
ઈશ્વર મનુષ્ય બની શકે તો મનુષ્ય પણ ઈશ્વર બની શકે.
પક્ષી ઈંડું આપે તેમજ ઈંડું પણ પક્ષી આપે.
આપને રામને પ્રગટાવવા માટે ક્રમશઃપુરુષાર્થ, પ્રાર્થના, પુકાર અને પ્રતિક્ષા કરવી જોઈએ.
તારીખ ૨૪-૦૯-૨૦૦૮, બુધવાર
વાલ્મીકિના રામ અને તુલસીના રામમાં તફાવત છે. વાલ્મીકિના રામ કેવલ માનવ છે જ્યારે તુલસીના રામ માનવ તો છે પણ તેમનાથી – રામથી- તેમનું ઐશ્વર્ય અલગ પડતું નથી.
તુલસીના રામાયણમાં રામ પ્રધાન છે અને સીતા તેમની છાયા છે જ્યારે વાલ્મીકિના રામાયણમાં સીતા પ્રધાન છે અને રામ તેમની છાયા છે.
ચતુરાઈથી રામ ન મળે.
સનાતન ધર્મ એટલે સ્વ ધર્મ. મારો સ્વભાવ એ જ મારો ધર્મ.
સનાતન ધર્મ એટલે એ કોઈ સંપ્રદાય નથી પણ બધા જ ધર્મો સનાતન ધર્મમાં સમાવિષ્ટ છે.
સ્વભાવથી વિપરીત જીવવાની વૃત્તિ વિધર્મ છે.
સદબુધ્ધિ એટલે ગમે તેવી પરિસ્થિતીમાં મન પ્રસન્ન રહે તેવી આવડત.
ગૈરોસે કહા તુમને
ગૈંરોસે સુના તુમને
કુછ હમસે કહા હોતા
કુછ હમસે સુના હોતા.
સ્વભાવ વિરુધ્ધ કરવું તેમજ કરાવવું એ અપરાધ છે. સંકટ આવે તો પણ ધર્મ ન છોડાય. સ્વધર્મનું પાલન કરતાં કરતાં સંકટનો ય સ્વીકાર કરવો જોઈએ.
સદગુરુ શિષ્યના ખરાબ સ્વભાવને બદલી તેને દિક્ષીત કરે છે.
ખર દુષણ એતલે રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષ જ્યારે પરસ્પર રામ દર્શન થાય ત્યારે જ મટે.
ખરારી શબ્દ રામ માટે વપરાયો છે. જે ખર દુષણને – રાગ દ્વેષને દૂર કરે તે ખરારી છે, રામ છે.
કંપાલા અને કૃપાલા વચ્ચેનો તફાવત
કંપાલા એટલે જીવ ધર્મ અને કૃપાલા એટલે શિવ ધર્મ.
જીવ પંચ તત્વથી, પંચભૂતથી – પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ- બને છે.
માણસને તેની નબળાઈઓ સાથે સ્વીકારો. મનુષ્ય ખામીથી પૂર્ણ બને છે. જો મનુષ્યમાં ખામી ન જ હોય તો તે મનુષ્ય નથી પણ ઈશ્વર છે.
કૃપાલા પણ પાંચ તત્વથી બને છે; આ પાંચ તત્વ પરમ ભૂત છે, જે જિજ્ઞાસા, ક્ષમા, શ્રધ્ધા, સહાનુભૂતિ અને વિવેક છે.
ક્ષમા એ કૃપાલા પરમાત્માનું પૃથ્વી તત્વ છે.
પૃથ્વીનું એક નામ ક્ષમા છે. ક્ષમા એ પાંચ પરમભૂત પૈકીનું પરમ તત્વ છે.
સહાનુંભૂતિ એ કૃપાલા પરમાત્માનું વાયુ તત્વ છે. વાયુનું વહેવું એ પરમાત્માના કૃપાલુપણાનું પરિણામ છે જે સહાનુભૂતિ તત્વ છે.
જિજ્ઞાસા એ કૃપાલા પરમાત્માનું અગ્નિ તત્વ છે. આ તત્વ વેદના છે, પીડા છે. અગ્નિ તત્વથી વેદના, પીડા થાય.
રામ જિજ્ઞાસાવશ વાલ્મીકિને રહેવા માટેના સ્થળ બતાવવા કહે છે. રામ બ્રહ્મ છે અને બધું જ જાણે છે છતાંય મુનિને પૂછે છે એ તેમનું કૃપાલુંપણું છે.
દેહનો ઉપયોગ અને ઉપભોગ કેમ કરવો એવો વિવેક જેનામાં હશે તે સદાય યુવાન રહેશે.
શ્રધ્ધા એ કૃપાલું પરમાત્માનું જળ તત્વ છે. તીર્થ શ્રધાનું સ્થળ છે.
અશ્રુ જળ એ મોટામાં મોટું જળ તત્વ છે.
વિવેક એ કૃપાલું પરમાત્માનું આકાશ તત્વ છે. વિવેક આકાશની માફક અનંત હોય.
તારીખ ૨૫-૦૯-૨૦૦૮, ગુરુવાર
અદાનમ્ એટલે લોભ.
આપણી સમ્ગ્રહ વ્રત્તિ – પરોગ્રહની વૃત્તિ વિચિત્ર માર્ગ છે.
આપણા લોભ, ક્રોધ, અશ્રધ્ધા અને અસત્યના લીધે આપણે પરમાત્માના કૃપાલુપણાને અનુભવી શકતા નથી.
પરમાત્માના કૃપાલુપણાને – પરમાત્માના કૃપાલુ તત્વને અનુભવવામાં ક્રોધ પહેલો સ્પીડ બ્રેકર છે, ક્રોધ બીજો સ્પીડ બ્રેકર છે, અશ્રધ્ધા ત્રીજો સ્પીડ બ્રેકર છે અને અસત્ય ચોથો સ્પીડ બ્રેકર છે.
લોભ સામે ઉદારતા – દાનનો રસ્તો છે.
આપણી જરુરિયાત કરતાં વધારાનો સંગ્રહ લોભ છે.
ક્રોધ કરતા પહેલાં અવશ્ય વિચાર કરવો જોઈએ; પણ ક્રોધ કર્યા પછી પણ જો વિચાર કરીએ તો યે કંઈક અંશે સારું છે.
ભૂતકાળની ઘટના ઉપર કરેલ ક્રોધ યોગ્ય નથી જ.
ભવિષ્યની ઘટના ઉપર ક્રોધ કરવો યોગ્ય તો નથી જ પણ તેને ક્ષમ્ય ગણી શકાય.
ભારત બહાર વસતા ભારતીયો ભારતની સંસ્કૃતિના રાજદૂત છે.
માયા, માયાવી અને માયાનાથ
માયા
માયાવી એ છે જે છળ કપટ કરે છે.
માયાનાથ એ છે જે કૌતુક કરે પણ કદી ય કોઈને છળે નહિં. તે કોઈક વખત છળ કરે છે પણ તેમાં તેના ભક્તનું હિત સમાયેલું હોય છે.
વિશ્વ મોહિનીના પ્રસંગમાં ભગવાન નારદને છેતરતા નથી પણ કૌતુક કરે છે અને તે તેમના કૃપાલુપણાના લીધે તેમજ નારદના હિત માટે છળ કરે છે.
રામ ત્રણ યજ્ઞ પૂર્ણ કરે છે; વિશ્વામિત્રનો તપ યજ્ઞ, અહલ્યાનો પ્રતિક્ષા યજ્ઞ અને જનકનો ધનુષ્ય યજ્ઞ.
પરમાત્મા કૃપાલા છે જેમાં કૃ એટલે કૃતજ્ઞન્તા, પા એટલે પાવકતા, પવિત્રતા અને લા એટલે લાવણ્યતા, સુંદરતા.
જનક રાજા ધનુષ્ય યજ્ઞ વખતે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રને જાનકીના સુંદર સદનમાં ઉતારો આપે છે. જાનકીજી સુંદર સદનમાં નિવાસ કરે છે. જ્યાં ભક્તિ રહેતી હોય તે સદન જ સુંદર હોય અને ત્યાં જ રામ આવે અને નિવાસ કરે.
જ્યાં ભક્તિ હોય, પ્રેમ હોય ત્યાં કાયમ સુખ જ હોય.
જાનકીજીના પગમાં નૂપુર છે, કેડે કંદોરો છે અને હાથમાં કંકણ છે. પગમાંના નૂપુર આચરણ તરફ સંકેત કરે છે, કેડનો કંદોરો સંયમ તરફ સંકેત કરે છે અને હાથમાંના કંકણ સમર્પણ તરફ સંકેત કરે છે. જાનકીજી આચરણ, સંયમ અને સમર્પણનું પ્રતીક છે.
અયોધ્યાના રામ વ્યાપક બ્રહ્મ છે જ્યારે જનકપુરીના રામ પક્ષપાતી બ્રહ્મ છે, ભક્તિ નિષ્ઠ બ્રહ્મ છે, ભક્તિના પક્ષધર છે.
ભવાની હરિનું નામકરણ કરે છે. ભવાની હરિને સહજ સુંદર સાંવરો કહે છે. ભવાની હરિને સાંવરો કહે છે. આ સાંવરો નામ એ રુપ વાચક નામ છે. ભવાની હરિને સુજાન કહે છે. સુજાન એટલે જેનું વર્તન કાયમ સારુમ હોય તે. હરિનું આ સુજાન નામ લીલા પરખ નામ છે. કરુણાનિધાન એ જાનકીજીનું પસંદગીનું નામ છે તેમજ જાનકીજીનું અંગત નામ છે.
અને તેથી જ જ્યારે હનુમાનજી જાનકીજીને અશોક વાટિકામાં મળે છે ત્યારે કરુણાનિધાનના સોગંદ ખાય છે.
કૃપા તરફ દ્રષ્ટિ કરીને કાર્ય કરીએ એટલે આપણામાં તાકાતનો સંચાર થાય અને કાર્ય સફળ થાય.
ગોરજ સમય એટલે સાયંકાળ જે વખતે સૂર્ય રાત્રીને મળવા આવે છે. રામ અને જાનકીના લગ્ન ગોરજ સમયે થાય છે એટલે કે રામ જે સૂર્ય વંશમાં જન્યા છે તે ભક્તિને મળવા આવે છે.
તારીખ ૨૬-૦૯-૨૦૦૮
તારીખ ૨૭-૦૯-૨૦૦૮
હરિના અનેક રુપ ચે અને તેપ્રમાણે હરિની કૃપાના પણ અનેક રુપ છે.
માણસની ભાષાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રમાણે વર્ગીકૃત કરતાં ધર્મની ભાષા માતૃભાષા – ગુજરાતી, અર્થની ભાષા રાષ્ટ ભાષા, કામની ભાષા અંગ્રેજી અને મોક્ષની ભાષા સંસ્કૃત છે.
માણસનું મોટું પેટ તેની સંગ્રહખોર વૃત્તિ ત્રફ નિર્દેશ કરે છે અને તેના ટૂંકા હાથ તેની ક્રિપણતા – દાન નહિં અત્યારે તો કિડા મારવાની દવામાં જ કિડા પડી ગય છે.
બોધ આપનારે બહું જ સાવધ રહેવું પડે.
બચ્ચા અભી સચ બોલતા હૈ
અભી કુછ નહિં બિગડા
લેકિન ડાટોંગે તો બચ્ચા
બહાના બનાના શીખ જાયેગા
વિપ્ર એ છે જેનમાં વિ એટલે કે વિવેકની પ્ર-પ્રધાનતા છે તેમજ તે પ્ર-પ્રપંચથી વિ-વિમુક્ત છે.
ઈન્દ્ર પરમાત્મા વાચક શબ્દ છે અને જેની તમામ ઈન્દીયો તેના શરીરમાં સુચારું રુપ છે તે જીવ ઈન્દ્ર છે.
ઋષિકેશ એટલે ઈન્દ્રીયોનો માલિક
માણસ ઈન્દ્રીયોનો ધારક છે અને જો તેની આ ઈન્દ્રીયો સુંચારું રુપ હોય તો તે પરમાત્માની કૃપાનું પરિણામ છે; પરમાત્માની કૃપાનું રુપ છે.
મનુષ્ય શરીર મળ્યું એ પણ પરમાત્માની કૃપાનું જ પરિણામ છે.
દેહ મંદિર્સ છે અને તેથી દેહ દમન ય્ગ્ય નથી.
મિત્ર એટલે દોસ્ત અને મિત્ર એટલે સૂર્ય પણ અથાય છે.
દરરોજ સૂર્ય ઊગે છે તે પરમાત્માની કૃપાનું પરોણામ છે, પરમાત્માનું કૃપા રુપ છે.
પાણી પણ અપરમાત્માની કૃપાનું જ રુપ છે.
અશ્રુ જળ શ્રેગ્ઠ જળ અછે.
આપણી બે આંખોમાંથી એક આંખમાં પ્રેમના આંસુ અને બીજી આંખમાં પર પીડાનાં આંસુ હોવા જોઈએ. તેમજ આવાં આંસુ પરમાત્માની કૃપાનું પરિણામ છે, કૃપાનું રુપ છે. આંસુ તો આધ્યાત્મિક સ્નાન છે.
અગ્નિ પણ પરમાત્માની કૃપાનું રુપ છે.
વિરહાગ્નિ, જ્ઞાનાગ્નિ વિ. અગ્નિ છે.
ભગવાન શિવજીનાં ત્રિલોચન છે જેમાં તેમની જમણી આંખ સૂર્ય છે, ડાબી આંખ શશાંક છે અને વચ્ચેની આંખ અગ્નિ છે. સૂર્ય સત્યનો, શશાંક કરૂણાનો અને અગ્નિ પ્રેમનો નિર્દેશ કરે છે.
ગરુડ પણ પ્રભુનું રુપ છે. ગરુડની બે પાંખો છે, જે વિચાર અને વિશ્વાસ છે. માણસ વિચારવાન હોય અને વિશ્વાસું હોયાને વિચાર અને વિશ્વાસ વચ્ચે વિવેકની ધરી હોય તો તે સફળ થાય. વિવેક વગર્નો વિચાર અને વિશ્વાસ જીવનના આનંદને દૂર કરી દે છે. વિચાર અને વિશ્વાસની ઉડાના જ સાચી ઉડાન છે.
રામાયણ ગીતા મારી આંખો
હરિએ દીધી છે મને ઊડવાની પાંખો
આંખ મારી ઊઘડે ત્યાં ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની દેખું
સીતાને તોરણ રામ પધાર્યા
જેની પાસે અશ્રુ છે અને યોગ્ય મહાનુભાવનો આશ્રય છે તે સંપત્તિવાન છે.
સાચું રુદન સ્વરમાં તેમજ સુરમાં હોય.
યમ એટલે સંયમ અને નિયમ.
વિવેક પૂર્ણ સંયમ અને નિયમ પૂર્ણ જીવન કૃપાનું રુપ છે.
સત્યને પામવાના ત્રણ પડાવ છે.
૧
શુભ વાત સાંભળવી અને સ્વીકારવી.
૨
આપણે જે માર્ગદર્શક નક્કી કર્યો હોય તે જે કહે તેનું આચરણ કરવા પ્રયાસ કર્વો, તે પ્રમાણે યાત્રા કરવી.
૩
સત્યને પામવાના ત્રીજા પડાવે આપણે સત્યને જ મળીએ છીએ. ત્રીજા પડાવે સત્ય ઊભું હોય છે. અહી જેને મળવાનું હોય તે જ હાજર હોય.જે માર્ગદર્શક હોય તે જ મંઝિલ બની જાય છે, લક્ષ્યમાં પરિવર્તિત થઈ જાય.
ઉપરના ત્રણ પડાવ વામનના ૩ ડગલાં છે જે વામનમાંથી વિરાટ બને છે.
આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે તેના માલિક ન બનતાં માળી બનવું જોઈએ.
સ્વામી શરણાનંદજીના ૩ સૂત્ર નીચે પ્રમાણે છે.
૧ પદાર્થ, પુરુષાર્થ અને પ્રારબ્ધ થકી મળેલી વસ્તુને માનવીએ પોતાની ન માનવી.
૨ આવી મળેલી વસ્તુને સાચવવી.
૩ આવી વસ્તુનો દુરૌપયોગ ન કરવો.
ત્યાગ એટલે શ્રેષ્ઠનો સ્વીકાર. કારણ કે શ્રેષ્ઠનો સ્વીકાર કરવા માટે ઘણું બધું છોડવું પડે છે.
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કટી ઉપાયજી
અંતર ઊડી ઈચ્છા રહે તે કેમ કરી ત્યજાયજી
……………………….સ્વામી નિષ્કુલાનંદજી
વાલી પોતાના અંત સમયે પોતાના પુત્ર અંગદને રામને – સત્યને સોંપે છે, સત્તાને નથી સોંપતો.
સીતાજી તણખલાનો બે વખત ઉપયોગ કરે છે.
સીતાજી રાવણ સામે તણખલાનો ઉપયોગ કરે છે. સીતા ધરતી પુત્રી છે અને તણખલું પણ ધરતીમાં પેદા થાય છે. આમ તણખલું સીતાનો ભાઇ થાય છે.
સીતા રાવણને તણખલું બતાવી કહે છે કે તારો સંસારનો વૈભવ તણખલા સમાન છે.
તારીખ ૨૮-૦૯-૨૦૦૮, રવિવાર
દુનિયામાં અંધ માણસો જ સેતુ ભંગ કરે છે.
રામયણમાં સમતા છે જ્યારે મહાભારતમાં મમતા છે.
કોઈ પણ કલાકાર જ્યારે તેની કલા રજુ કરે છે કે અભિનય કરે છે ત્યારે તે પરકાયા પ્રવેશ કરે છે. અને આમ જ્યારે કલાકાર પ્રકાયા પ્રવેશ કરે છે ત્યારે જ તેની કલા સફળ થાય છે.
લંકામાં ત્રણ શિખર છે, ત્રીકુટ છે. રામ ચિત્રકુટથી ત્રિકુટ વચ્ચે સેતુ બંધ કરે છે. આમ રામ ચરિત માનસ ચિત્ર કૂટથી ત્રીકુટની સેતુ બંધની કથા છે.
માણસમાં ધરબાયેલા સંસ્કાર અવસર મળે ત્યારે પ્રગટ થાય.
ગુજરી જવું એટલે પસાર થઈ જવું.
સાચો વૈરાગી બીજાના વૈભવનો વિરોધી ન હોય.
ભીક્ષા પાત્ર સાધુનું ગૌરવ છે.
નિષેધ એટલે અસંગતા. રામની પ્રવૃત્તિ અસંગતાની છે.
સદગુરુ કે ભગવાન હાથ, પગ, આંખ, શબ્દ અને ચિંતના દ્વારા શિષ્ય ઉપર કૃપા કરે.
No comments:
Post a Comment