Translate

Search This Blog

Tuesday, May 10, 2011

રામ કથા - માનસ માતાજી

રામ કથા – ૬૮૪

માનસ માતાજી

પાંડિચેરી

તારીખ ૧૩ માર્ચ ૨૦૧૦ થી તારીખ ૨૧ માર્ચ ૨૦૧૦

મુખ્ય ચોપાઈ

l

ll

તારીખ ૧૩ માર્ચ, ૨૦૧૦, શનિવાર

પાંડિચેરી એ વેદ ભૂમિ છે.

ચેતના બે પ્રકારની હોય. એક ચેતના એવી હોય જેનું કોઈ પ્રયોજન ન હોય અને બીજી એવી ચેતના છે જેની મહા પ્રયોજન હોય.

મહર્ષિ અરવિંદનું મહાપ્રયોજન હતું.

વાનરમાંથી માનવ બન્યો તે શ્રૂંખલામાં આગળ ઘણું બધું થઈ શકે તેમ છે.

પ્રત્યેક વ્યક્તિની સાત માગણી હોય છે, શાંતિ તેમાંની એક માગણી છે.

શુભ ચિંતન કરવાથી પૂણ્ય મળે.

બધા જ ગ્રંથ પૂણ્ય છે તેથી તે ગ્રંથની પાસે પાપ આવી જ ન શકે.

પ્રકાશ હોય ત્યાં અંધકાર રહી જ ન શકે.

કોઈ પણ સત્‌કર્મમાં વિના સ્વાર્થ સાથે જોડાઈ જવું એ સત્‌ કર્મ જ છે.



તારીખ ૧૪ માર્ચ, ૨૦૧૦, રવિવાર

જે શાંતિ મા ની ગોદમાં હોય છે તે હિમાલયમાં પણ નથી હોતી.

માતાજી સ્વયં શાંતિનિકેતન છે.

કોઈ પણ વ્યક્તિ વેદ, ઉપનિષદ, ગીતાની બહાર ન જઈ શકે.

આપણી પરંપરા માતૄ દેવો ભવ ની છે.

કૄષ્ણ, રામ, શિવ આપણા બધાની મા છે. અહીં જાતિભેદને સ્થાન નથી.

માતજીને પહેલો અનુભવ કૄષ્ણનો થયો હતો.

અરવિંદને પણ કૃષ્ણ સાક્ષાત્કાર થયો હતો.

દયાનંદ સરસ્વતીજીએ ભારતના પતનનાં ૭ કારણ વર્ણવ્યાં છે.

મૂર્તિ પૂજા ભારતના પતનનું એક કારણ છે. જો કે બધાએ આમાં સહમત થવું જરુરી નથી.

જ્યોતિષ વિદ્યા – વાસ્તુ, ભવિષ્ય વગેરે ભારતના પતનનું કારણ છે.

જીવન અને આત્માને અલગ કર્યા એ ભારતના પતનનું કારણ છે એવું અર્વિંદનું કથન છે.

અરર્વિંદ અને ગાંધીજીમાં વિચાર ભેદ હતા.

અરવિંદ ૨૪ વર્ષ સુધી એક જ રૂમમાં રહ્યા હતા.

યોગ કરવા કરતાં યોગ્ય બનવું વધારે મહત્વનું છે.

Peace, Quiet, Silence, Calm ની વ્યાખ્યા અરવિંદે કરી છે.

કલાના ૧૬ પ્રકાર છે.

પ્રાણ એક કલા છે. પ્રાણ એટલે પ્રાણબળ. પ્રાણ બળ વિના બીજી કોઈ કલા કાર્ય કરી શકતી નથી. શ્રી કૄષ્ણ પ્રાણોના પણ પ્રાણ છે. હનુમાનજી પ્રાણવાયુ છે.

યોગમાં પ્રાણની – પ્રાણાયમની બહું જ જરૂર છે.

શ્રદ્ધા કલા છે.

આકાશ કલા છે.

આપણે એક આકાશમાં છીએ અને આપણી અંદર પણ એક આકાશ છે જેને ચિદાકાશ, ઘટાકાશ કહેવાય છે.

આકાશમાં આરપારતા હોય છે. આપણા જીવનની આરપારતા – ભીતરની શૂન્યતા એ એક કલા છે. આરપારતા એટલે નિર્દોષતા.

આકાશની નીચે જે સૂઈ જાય તેની ઉદારતામાં વધારો થાય.

પ્રકાશ – અગ્નિ કલા છે.

પ્રકાશ એટલે તેજ, તેજસ્વીતા.

તપસ્યા વિના તેજ વિદ્યા ન વધે.

વાયુ કલા છે.

જે પાવન કરે તે પવન. પવનનો પોતાનો કોઈ ગુણ નથી પણ પવન જ્યાંથી પસાર થાય – જ્યાંથી વહન કરે- તેનો ગુણ તેનામાં આવે- તેનો ગુણ ગ્રહણ કરે.

અરવિંદે પૂણ્યની પરિભાષા કરતાં કહ્યું છે કે જેનાથી વિચારની શુદ્ધિ, ઊર્મિની શુદ્ધિ, સ્વભાવની શુદ્ધિ, હેતુની શુદ્ધિ અને વ્યવહારની શુદ્ધિ થાય તેને પૂણ્ય કહેવાય.

જલ કલા છે.જીવનની સ્રરલતા, વહનતા, રસ કલા છે.

પૄથ્વી કલા છે. પૄથ્વીનો ગુણ સહનશીલતા છે. અસાધ્ય દુઃખ સહન કરવાથી મટે અથવા કોઈની દુવાથી મટે.

દુઃખ અસાધ્ય હોય તેમજ સાધ્ય પણ હોય.

આવેલી પરિસ્થિતિને પોતાની ક્ષમતા પ્રમાણે સહન કરવી એ તપસ્યા છે.

ઈન્દ્રીયો કલા છે. કર્મેન્દ્રીયો અને જ્ઞાનેન્દ્રીયો કલા છે.

મન કલા છે.

મન તો કલાધર છે.

મનનો વિરોધ ન કરવો પણ પ્રબોધ કરવો.

૧૦

અન્ન – ભોજન કલા છે.

૧૧

શુક્ર કલા છે.

૧૨

તપ – વ્રત કલા છે.

મૌન શ્રેષ્ઠ તપ છે.

જરુરિયાત ન હોય ત્યાં સુધી મૌન રહેવું.

૧૩

મંત્ર કલા છે. મંત્ર એટલે શુભ વિચાર.

૧૪

કર્મ કલા છે.

૧૫

૧૬

નામ કલા છે.

હરિ નામ બધી કલાથી મોટી કલા છે, પરમ કલા છે.

તારીખ ૧૫ માર્ચ, ૨૦૧૦, સોમવાર

જ્યાં વિદ્યા હોય ત્યાં ધનની શું જરુર છે?

જ્યાં ક્રોધ હોય ત્યાં અગ્નિની શું જરુર છે?

જ્યાં ક્ષમા હોય ત્યાં રક્ષણની શું જરુર છે?

જ્યાં જ્ઞાતિ હોય ત્યાં અગ્નિની શું જરુર છે?

જ્યાં કવિતા હોય ત્યાં રાજ્યની શું જરુર છે?

આજ પ્રમાણે જ્યાં નામ છે ત્યાં નામીની શું જરુર છે?

ચેતનાના ઘણા સ્તર હોય છે.

રામ ચરિત માનસમાં ચેતનાના ૭ સ્તર છે અને આ ચેતના ક્રમશઃ વધે છે.

બાલકાંડની ચેતના રડતી ચેતના છે. આ ચેતનાની બાલ્યાવસ્થા છે. પ્રયત્ન કરવા છતાં કંઈ પરિણામ નથી મળતું એ જાણી ચેતના રડે છે. નાની સરખી મુશ્કેલી ચેતનાને રડાવે છે.

અયોધ્યાકાંડની ચેતના પ્રસન્ન ચેતના છે. બાલકાંડની રડતી ચેતના અયોધ્યાકાંડમાં પ્રસન્ન ચેતનામાં પરિણમે છે. રામ વનવાસ મળવા છતાં પ્રસન્ન રહે છે.

અરણ્યકાંડની ચેતના નૄત્ય કરતી ચેતના છે. મીરાંની ચેતના નૃત્ય કરતી ચેતના છે.

કિષ્કિન્ધાકાંડની ચેતના આળસુ ચેતના છે – સૂઈ જતી ચેતના છે. આ પ્રકારની ચેતનામાં ક્યારેક થોડીક આળસ આવી જાય છે.

સુંદરકાંડની ચેતના છલાંગ લગાવતી ચેતના છે. આવા પ્રકારની ચેતના જ્યારે છલાંગ લગાવે છે ત્યારે પણ તેના મુખમાં રામનામ હોય છે.

લંકાકાંડની ચેતનામાં એક પ્રકારનું આંતર યુદ્ધ છે, ભીતરી સંઘર્ષ છે. ચેતનાએ યુધ્ધમાંથી પણ પસાર થવું પડે.

ઉત્તરકાંડની ચેતના કૄતકૄત્યભાવ અનુભવે છે.

પૂર્ણ વિશ્રામની ઉદ્‌ઘોષણા ચેતનાની પરિપૂર્ણતા છે.

પૂર્ણ સમતા, પૂર્ણ શાંતિ, પૂર્ણ સમર્પણ એ માતાજીનો સંદેશ છે.

રામ ચરિત માનસમાં ૮ સિદ્ધિ છે, ૯ નિધિ છે.

ભજન એ દાદા છે જેને દર્શન નામનો પુત્ર છે.

દર્શનને બે પુત્ર છે, જે વિજ્ઞાન અને ધર્મ છે.

ધર્મ મોટોભાઈ છે જ્યારે વિજ્ઞાન નાનોભાઈ છે.

વિજ્ઞાન બહિર વૄત્તિઓ સાથે લગ્ન કરે છે જ્યારે ધર્મ આંતર વૃત્તિઓ સાથે લગ્ન કરે છે.

વિજ્ઞાન અને બહિર વૄત્તિની દીકરી સુવિધા છે જ્યારે ધર્મ અને આંતર વૃત્તિની દીકરી શાંતિ છે. સુવિધા સિમિત હોય જ્યારે શાંતિ અસિમિત, અસિમ હોય.

૮ સિદ્ધિ નીચે પ્રમાણે છે.

વાણીની સિદ્ધિ – વાક્‌સિદ્ધિ

જે બોલે તે બનીને રહે તેને વાણીની સિદ્ધિ કહેવાય. જે બોલે તે સિધ્ધ થાય, બોલે તેવું પરિણામ આવે. તથાસ્તુ ના આશીર્વાદ આપે તે વાણીની સિદ્ધિના પ્રતાપે આપે છે.

મનોરથ સિદ્ધિ

સાધન સિદ્ધિ

મંત્ર સિદ્ધિ

યોગ સિદ્ધિ

કાર્ય સિદ્ધિ

રસ સિદ્ધિ

૮ શાસ્ત્ર સિદ્ધિ

તારીખ ૧૬ માર્ચ, ૨૦૧૦, મંગળવાર

નિધિ એટલે સંપદા – આધ્યાત્મિક સંપદા.

માનસ આધારિત ૯ નિધિ નીચે પ્રમાણે છે.

કરૂણાનિધિ

કરૂણા આધ્યાત્મિક સંપદા છે, દૈવી સંપદા છે. જેની પાસે કરુણાનિધિ હોય તે સારી સ્થિતિ છે.

ઓ કરૂણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નથી

ઈશ્વર મનુષ્ય બની શકે છે તો મનુષ્ય પણ ઈશ્વર બની શકે છે.

પરમાત્મા પૃથ્વી બનાવી શકે તો પૄથ્વી પણ પરમાત્મા બનાવી શકે.

દરેક પ્રતિજ્ઞાની પાછળ અહંકાર છુપાયેલો હોય છે.

માગવું જ હોય તો પરમાત્મા પાસેથી તેની કરૂણા માગો.

વિદ્યાનિધિ

આધ્યાત્મ વિદ્યા આપણી સંપદા છે.

ગુણનિધિ

સદ્‌ગુણ સાધકની સંપદા છે.

શીલનિધિ

ગુણ મુખર થાય જ્યારે શીલ મૌન હોય. મૌન એક સાધના છે.

બલનિધિ

બળના ૩ પ્રકાર છે, શારીરિક બળ, માનસિક બળ- મનોબળ અને આત્મ બળ

વિવેક નિધિ

બિનુ સતસંગ બિબેક ન જોઈ. રામકૃપા બિના સુલભ ન સોઈ

જ્ઞાન નિધિ

વૈરાગ્ય નિધિ

છોડવું ત્યાગ છે અને બધું હોવા છતાં વૃત્તિઓ વિરામ લે તે વૈરાગ્ય છે.

છબીનિધિ

આંતરિક પરિપૂર્ણતા માટે, આંતરિક વિકાસ માટે માતજીએ ૫ વસ્તુની આવશ્યકતા જણાવી છે.

સચ્ચાઈ – સ્ત્ય નિષ્ઠા

તીવ્ર અભિપ્સા

શ્રધ્ધા

પ્રેમ અથવા ભક્તિ

સમર્પણ

નીચે પ્રમાણેની ૬ વસ્તુ માણસને જાગૄત રાખે.

વાત્સલ્ય પૂર્ણ પ્રેમ દા.ત. માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ

કોઈ ઘટના – બુદ્ધના જીવનની ઘટનાઓ તેમને જાગૃત કરી દે છે.

સંગીત

સતસંગ

સેવા – કોઈની સેવા સુવા ન દે, જાગૃત રાખે.

સ્વાધ્યાય

સ્વાધ્યાય માણસને જાગૄત રાખે.

તારીખ ૧૭ માર્ચ, ૨૦૧૦, બુધવાર

તારીખ ૧૮ માર્ચ, ૨૦૧૦, ગુરૂવાર

પ્રમાણિકતા ન હોય ત્યાં સુધી પવિત્રતા ન આવે.

વ્યક્તિ જેટલો અંદરથી પરમાણિક તેટલો તે વધારે પવિત્ર.

સૌથી પહેલાં માણસે નિષ્કપટ બનવું પડે. …. માતાજી

નિર્મળ મન મને પ્રિય છે. …… શ્રી કૄષ્ણ

પ્રમાણિકતા અને નિષ્કપટતાથી અભય મળે.

પવિત્રતા વિના પ્રસન્નતા ન આવે.

કથા પ્રસન્નતાથી સાંભળવી એટલે પવિત્રતાથી સાંભળવી, પ્રમાણિકતાથી સાંભળવી.

એકલા રહેવામાં જ્યારે વિચારો આવે ત્યારે આવા વિચારોને દૂર કરવા માટે માતાજીએ ૩ ઉપાય બતાવ્યા છે.

૧ સ્વાભાવિક કર્મ કરવાનો પ્રયત્ન કરવાથી નકામા વિચારો આવતા બંધ થાય.

૨ અડચણ રુપ વસ્તુને દૂર કરો. જો કે આ અધરું છે.

૩ હરિ કૃપાના આશ્રિત બની જવાથી નકામા વિચારો દૂર થાય. શરણાગત બનવાથી નકામા વિચારો આવતા દૂર થાય.

રા અને મ આપણા માતાપિતા છે; Father શબ્દનો છેલ્લો અક્ષર ”ર” કાર છે અને Mother શબ્દનો પહેલો અક્ષર “મ” કાર છે; જે રામ શબ્દ બનાવે છે.

ગુરૂ કરૂણાની મૂર્તિ છે, તેનાથી ડરવાનું ન હોય.

પ્રમાણિકતા, પવિત્રતા, પ્રસન્નતાથી કથા શ્રવણ કરીએ તો પણ ઘટના બની શકે. ….. અષ્ટાવક્ર

પછી મનન કે નિજાભ્યાસ ન થાય તો પણ વાંધો નથી.

ડિવાઈન મધર બાળકને શું આપે?

આધ્યાત્મિક માતા પોતાના બાળકને ૧૬ વસ્તુ આપે.

આધ્યાત્મિક માતા પોતાના બાળકને – પોતાના સાધકને સુખ આપે; અહીં સુખ એટલે નિજ સુખ, સ્વાન્તઃ સુખ, પોતાના મૂળ સ્વરૂપનું સુખ.

સદ્‍ગુરૂ સૌથી મોટી મા છે.

  1. આધ્યાત્મિક માતા પોતાના સાધકને સુખ આપે.
  2. આધ્યાત્મિક માતા સદા આનંદ આપે.
  3. આધ્યાત્મિક માતા પવિત્ર પ્રેમ આપે.
  4. આધ્યાત્મિક માતા ક્રમશ; પ્રેમ પ્રગટાવે.
  5. આધ્યાત્મિક માતા પરિપકવ ભક્તિ આપે.
  6. આધ્યાત્મિક માતા હરિનામના બધા મનોરથ પૂર્ણ કરે.
  7. આધ્યાત્મિક માતા આશ્રિત સાધકના સંદેહનું નિરાકરણ કરે.
  8. આધ્યાત્મિક માતા સુખ દુઃખના દ્વંદને દૂર કરે.
  9. આધ્યાત્મિક માતા ગ્લાનિ દૂર કરે.
  10. આધ્યાત્મિક માતા ભીતરના વિકારો ઉપર વિજય અપાવે.
  11. આધ્યાત્મિક માતા વિજ્ઞાનના માધ્યમ દ્વારા પરિપકવ જ્ઞાન આપે.
  12. આધ્યાત્મિક માતા પોતાના આશ્રિતને કદી ઉદ્‌ગ્વીત ન થવા દે.

તારીખ ૧૯ માર્ચ, ૨૦૧૦, શુક્રવાર

ઋષિમુનિઓના ખભે બેસીને દર્શન કરવાથી ઋષિમુનિઓના આશીર્વાદ દ્વારા વિશેષ દર્શન થાય, કંઇક વિશેષ જાણવા મળે.

બહું આદર મળે તો તેમાં પોતાની યોગ્યતાના લીધે આદર મળે છે એવું સમજશો તો અહંકાર આવશે પણ જો તેને આદર આપનાર સમાજની કે વ્યક્તિની ઉદારતા સમજશો તો ભક્તિ આવશે.

સ્વામી શરણાનંદજીએ ૫ ભેદ બતાવ્યા છે.

૧ કલ્પના ભેદ- કલ્પનામાં એકતા ન આવે, બધાની કલ્પના અલગ અલગ હોય.

૨ પરિસ્થિતિ ભેદ – બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય.

૩ રૂચિ ભેદ – બધાની રૂચિ – સ્વભાવ અલગ અલગ હોય.

૪ સામર્થ્યતા ભેદ – બધાની સામર્થ્યતા – શક્તિ અલગ અલગ હોય.

૫ યોગ્યતા ભેદ – બધાની યોગ્યતા – ગુણવત્તા અલગ અલગ હોય.

આ ભેદમાં બીજા ૨ ભેદ પણ ઉમેરી શકાય.

૬ બૌધિક ભેદ – બધાની બુદ્ધિ અલગ અલગ હોય.

૭ યોગ

ઍટમ બોમ્બથી આત્મ બોમ્બ વધારે શક્તિશાળી છે.

માતાના ચરણ પ્રગતિ કરાવનાર છે.

માતાના બે હાથ છે જેમાંનો એક હાથ વરદ એટલે કે વરદાન આપનાર અને બીજો હાથ અભય આપનાર છે, નિર્ભયતા આપનાર છે.

માતાની બે આંખ સમતા અને મમતાની આંખ છે.

સમાજમાં ભૌતિકતામાં સમતા અને આધ્યાત્મિકતામાં મમતા – પરમ માં મમતા રાખવી પડે.

માતાના બે હોઠ-મુખ અમૃત છે.

કથા રૂપી મા માં અમૄત છે. હરિનામમાં અમૄત છે.

ચાર પ્રકારની બોલી અંમૄત છે.

મા નું હ્નદય પ્રેમ છે.

મા નું મસ્તક જ્ઞાન વિજ્ઞાન છે.

મા જાનકી હનુમાનને ૧ બલ, ૨ શીલ, ૩ અજર, ૪ અમર અને ૫ ગુણનિધિ ના પાંચ આશીર્વાદ આપે છે.

પ્રકૃતિ અને પરમેશ્વર રહસ્યોથી ભરેલા છે, જેનો પાર ન પામી શકાય.

સાધક પાસે ૩ આંખ છે, આ ત્રણ આંખ ઈન્દીય, બુદ્ધિ અને વિવેકની આંખ છે. ….. સ્વામી શરણાનંદજી

જે સ્થુલ વસ્તુઓને જોઈ શકે તે ઈન્દ્રીય આંખ છે.

જે પરિવર્તન જોઈ શકે તે બુદ્ધિ આંખ છે, જગત પરિવર્તનશીલ છે.

જે આંખ પરિવર્તનશીલ જગતમાં એક પરમ તત્ત્વને જોઈ શકે તે વિવેક આંખ છે. પરમ તત્વ એ છે જે પરિવર્તનશીલ જગતમાં પણ પરિવર્તન નથી પામતુ.

અજર અમર કોને કહેવાય?

જેની જિજ્ઞાસા શરીર ધરડું થવા છતાં ય ઘરડી ન થાય તે અજર કહેવાય. જેની પરમાત્માને પામવાની, પરમાત્માના રહસ્યો જાણવાની જિજ્ઞાસા, પ્રભુને પામવાની ઝંખના જીર્ણ ન થાય તે અજર કહેવાય. સ્મૃતિ ક્ષિણ થઈ જાય પણ હરિનામનું સ્મરણ ન છૂટે તેને અજરતા કહેવાય. કથા શ્રવણની જિજ્ઞાસા ઓછી ન થાય તે અજરતા કહેવાય. જેનામાં માનસિક દરીદ્રતા ઉત્પન્ન થાય, અને છતાંય કોઈની ઈર્ષા ન થાય તેને અજરતા કહેવાય.

રામ નામનું પિયુષ જેણે પીધું છે તે અમર છે.

તારીખ ૨૦ માર્ચ, ૨૦૧૦, શનિવાર

તારીખ ૨૧ માર્ચ, ૨૦૧૦, રવિવાર

No comments:

Post a Comment