Translate

Search This Blog

Tuesday, May 10, 2011

રામ કથા - માનસ મસ્તક

રામ કથા – ૬૮૩

માનસ મસ્તક

મસ્કત (ઓમાન)

તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૦ થી તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦

મુખ્ય ચોપાઈ

સુમિરિ સો નામ રામ ગુન ગાથા l

કરઉં નાઈ રઘુનાથહિ માથા ll

એવું પરમ કલ્યાણકારી રામનામ સ્મરીને હવે હું શ્રી રામના ગુણોની ગાથા શ્રી રઘુનાથજીને મસ્તક નમાવીને શરું કરું છું.

બાલકાંડ ……… ૨૭/૨

સાદર સિવહિ નાઈ અબ માથા l

બરનઉં બિસદ રામ ગુન ગાથા ll

અને હવે ભગવાન શિવજીને શિરસા નમન કરીને શ્રી રામના ગુણોની પવિત્ર કથા વર્ણવું છું.

બાલકાંડ ………….. ૩૩/૩

તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૦, શનિવાર

તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦, રવિવાર

તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૦, સોમવાર

બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ તો આદિ શંકર જ કહી શકે.

આપણા જેવા માટે આ અંગે કંઈ કહેવું અઘરું છે.

વાસુદેવના ચરણ – પરમાત્માના ચરણ જ સત્ય છે. બીજા બધાની ચિંતા છોડો. કારણ કે તેનો નિર્ણય કરવો અઘરો છે.

આપણા માટે ચરણનું બહું જ મહત્વ છે.

ભક્તિ માર્ગમાં ચરણનું મહત્વ છે.

પ્રેમ ત્યાગ કરાવી જ દે. સાંસારિક પ્રેમમાં પણ છોકરો છોકરી પોતાના માતા પિતાની સંપત્તિ વિ. નો ત્યાગ પોતાના પ્રેમ માટે કરવા તૈયાર થાય છે.

પ્રેમ વિશ્વાસ ઉપર જ ટકે. જેમ પાણીની નીચે જમીન હોય જ, તેમ પ્રેમ હોય ત્યાં વિશ્વાસ હોય જ.

મંઝિલ મેરી અલગ હૈ, રાસ્તા મેરા અલગ હૈ.

એક આમકે સફરકા મુસાફિર નહીં હું મૈં. ………. રાજેશ રેડી

મસ્તક ઉપર શું રખાય?

પરમની આજ્ઞા – માલિકનો હુકમ મસ્તક ઉપર રખાય.

મસ્તક ઉપર ગંગા રખાય. ગંગા પવિત્ર છે. પવિત્રતાને મસ્તક ઉપર રખાય.

સુવિચારની ગંગધારા મસ્તક ઉપર હોય.

વિપત્તિનો જટામુકુટ બનાવી મસ્તક ઉપર રખાય. વિપત્તિને શોભા બનાવી મસ્તક ઉપર રખાય.

ઈશ્વર નારજ થઈ શકે પણ ગુરુ નારાજ ન થાય.

૩ વસ્તુને મસ્તક ઉપર રાખવાથી જીવનની સમસ્યા હલ થઈ જાય.

સમગ્ર ગુરુની ચેતનાને આપણી છાયા બનાવી એ ગુરુને મસ્તક ઉપર રાખવાનો અર્થ છે.

ગુરુનું સ્થાન આપણા જીવનમાં સર્વોચ્ચ છે.

૧ સદગુરુ મસ્તક ઉપર રહે.

૨ મુનિ મસ્તક ઉપર રહે.

મુનિ એટલે રામના જીવનમાં વિશ્વામિત્રનો સંકેત છે. સદગુરુની કપાથી જીવનમાં કોઈ મુનિ – મહાત્મા – મહાપુરુષ મળે તો તેનો આદર કરવો જોઈએ. પણ આવું કરવા જતાં આપણા સદગુરુ ભૂલાઈ જવા ન જોઈએ.

૩ જનક

જનકને મસ્તક ઉપર રખાય.

જનક રાજા હરતા ફરતા જીવંત શાસ્ત્ર છે.

શાસ્ત્રને મસ્તક ઉપર રખાય.

જનક એટલે જ્ઞાન, સમજ, વેદ, ધર્મ શાસ્ત્ર, જીવંત શાસ્ત્ર.

જનક જ્ઞાની છે.

વિશ્વામિત્ર સિદ્ધ છે અને શુદ્ધ પણ છે.

જનકની સંપદા સીતા છે. જ્ઞાનીની સંપદા ભક્તિ છે.

રામ પરમ ગુરૂ છે.

લક્ષ્મણ પરમ વૈરાગી સંત છે.


તારીખ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૦, મંગળવાર

કબંધ રામ ચરિત માનસનું એક પાત્ર છે અને કબંધને મસ્તક નથી, ધડ જ છે. આ પાત્ર સાધક માટે પ્રેરણાદાયી છે.

કબંધ એટલે જેને માથુ નથી તે.

અનિર્ણાયક જીવનનું નામ કબંધ છે.

કબંધને મસ્તક નથી, એટલે તેને આંખ નથી – દ્રષ્ટિ નથી અને તેથી શુભ જોયું નથી; કાન નથી – શુભ સાંભળ્યું નથી, શ્રવણ કર્યું નથી, જીભ નથી – શુભ બોલ્યો નથી; નાક નથી – શુભ સુગંધનો અનુભવ નથી.

મુખમાં હરિનામ હોય એ જ જ્ઞાન છે, એ જ વૈરાગ્ય છે, એ જ ભક્તિ છે. હાથથી સેવા એ જ જ્ઞાન છે, એ જ વૈરાગ્ય છે, એ જ ભક્તિ છે.

આધ્યાત્મની એક સુગંધ હોય છે.

કબંધને ગતિ મળે છે - મુક્તિ પ્રાપ્ત થાય છે એ રામની ઉદારતાના લીધે છે, કબંધની વિશિષ્ટતાના લીધે નથી.

મનુષ્યને એક મસ્તક છે.

દતાત્રેયને (અત્રિ અનસુયાના પુત્ર) ત્રણ મસ્તક છે. સર્જન, પાલન અને વિસર્જન એ ત્રિમસ્તક છે.

બીજાની કસોટી કરવા જાય તે નિમ્ન બની જાય છે.

રજોગુણ વિના સર્જન ન થાય.

પરમાત્મા રજ મુક્ત છે, એ પરમાત્મા સર્જન કરવા માટે રજોગુણ ક્યાંથી લાવ્યા તેનો સંદર્ભ કાગ બાપુની રચનામાં છે.

આમલીના પાન બહું જ નાના છે અને તેનું ફળ ખાટું છે.

કેળના પાન બહું મોટા છે અને તેનું ફળ નાનું છે અને મીઠું પણ છે.

જેનો મોટો પનો હોય તેનું ફળ મીઠું હોય.

બ્રહ્માને ચાર મુખ છે જે ચાર વેદના પ્રતીક છે.

મહાદેવને પાંચ મુખ છે, ૫ મસ્તક છે, ૧૫ નેત્ર છે. આ આધ્યાત્મિક ગણિત છે.

શંકર વિશ્વાસ છે, અને વિશ્વાસને ૫ ચોટી છે, ૫ મસ્તક છે જે નીચે પ્રમાણે છે.

૧ નિષ્ઠા એક મસ્તક છે. નિષ્ઠા હોય તો પથ્થર પણ પૂજનીય બની જાય છે.

૨ પ્રતિષ્ઠા બીજું મસ્તક છે. જેનામાં નિષ્ઠા હોય તેની પ્રતિષ્ઠા નીચે પડે તેવું આપણે ન કરીએ.

કર્મનું ફળ છોડવું એટલે ફળને કૄષ્ણાર્પણ કરવું. આવું કરવાથી અનેક ફળ પેદા થાય.

બેસુર અસુરથી પણ ખરાબ છે.

૩ તર્ક મુક્ત વિચારધારા – માનસિકતા જ્યાં કોઈ વાદ વિવાદ ન હોય તે ત્રીજું મસ્તક છે. વિશ્વાસમાં તર્ક ન ચાલે.

અગર મગર ભક્તિમાં ન ચાલે, પ્રેમમાં ન ચાલે.

આધ્યાત્મ જગતમાં ફરિયાદી ચિત્ત કામ ન લાગે. . . કૄષ્ણમૂર્તિ

૪ મૌન – વિશ્વાસ ખુલાસાઓ ન કર્યા કરે.

૫ રામનામમાં નિષ્ઠા

કાર્તિકેય ષડાનન છે.

કાર્તીકેય એટલે પુરુષાર્થ.

પુરુષાર્થના ૬ મસ્તક હોય.

અગ્નિના સાત મસ્તક છે, સાત જીવ્હા છે.

યોગના આઠ મસ્તક છે.

ભક્તિનાં નવ મસ્તક છે.

રાવણને દશ મસ્તક છે.

વિરાટને સહસ્ત્ર મસ્તક છે.

તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૦, બુધવાર

તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૦, ગુરુવાર

તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦, શુક્રવાર

તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦, શનિવાર

તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦, રવિવાર

No comments:

Post a Comment