Translate

Search This Blog

Thursday, May 5, 2011

રામ કથા - માનસ નવમી

રામ કથા

માનસ નવમી

પંચમુખી દરબાર મંદિર

ભીલવાડા

રાજસ્થાન

તારીખ ૨૮ માર્ચ ૨૦૦૯ થી તારીખ ૦૫ એપ્રિલ ૨૦૦૯

મુખ્ય ચોપાઈ તારીખ

નૌમી ભોમ બાર મધુ માસા l

અવધપુરીં યહ ચરિત પ્રકાસા ll

………………………..બાલકાંડ ૩૩

ચૈત્ર માસની નવમી તિથિ અને મંગળવારે અયોધ્યામાં આ ચરિતનું પ્રકાશન થયું.

નૌમી તિથિ મધુ માસ પુનીતા l

સુકલ પચ્છ અભિજિત હરિપ્રીતા ll

……………………….બાલકાંડ ૧૯૦

પવિત્ર ચૈત્ર માસ, નવમી તિથિ, શુક્લ પક્ષ અને શ્રી હરિને પ્રિય અભિજિત નક્ષત્ર હતું.

૨૮ માર્ચ ૨૦૦૯, શનિવાર

મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સતસંગ એ ક્રમશઃ છે.

પરમ વિશ્રામ એ છે જ્યાં હરિનું સ્મરણ એક ક્ષણ માટે પણ ન છૂટે.

તારીખ ૨૯ માર્ચ ૨૦૦૯, રવિવાર

આપણા જીવનમાં નવ વસ્તુ દિક્ષિત થઈ જાય તો જીવન ધન્ય બની જાય. માનસકાર ઈચ્છે છે કે નવ વસ્તુ દિક્ષિત થઈ જાય. આ નવ વસ્તુ શિક્ષિત છે પણ દિક્ષિત નથી.

બ્રહ્મ પણ જ્યારે મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે મનુષ્ય શરીરની મહત્તા, મહિમા યથાર્થ થઈ જાય છે.

રામ ચરિત માનસ કે કોઈ પણ સદગ્રંથ સદગુરૂ છે.

રામ ચરિત માનસ નીચેની ૯ વસ્તુને દિક્ષિત કરે છે.

કામના

રામ ચરિત માનસ વ્યક્તિની કામનાઓને દિક્ષિત કરે છે.

મનુષ્ય શરીર પંચ મહાભૂતનું બનેલું છે. પણ તેની સાથે સાથે બીજા ૬ તત્વો પણ જોડાયેલા રહે છે. એટલે મનુષ્ય શરીર ૧૧ તત્વોનું બનેલું છે. આ છ તત્વ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સ્ય છે. આ તત્વો પણ મૂળ પાંચ તત્વો સાથે સંલગ્ન રહે છે.

ત્યાગ, વિવેક અને પ્રેમ કદીય ઘરડા ન થાય.

અમૃત ત્યાગથી જ મળે.

આગ હૈ, પાની હૈ, મીટ્ટી હૈ મુઝમેં

તબ તો માનના પડેગા કિ હરિ હૈ મુઝમેં

……………કિશન બિહારી નૂર

આઈના યે તો દિખાતા હૈ કિ ક્યા હું મૈં

લેકિન આઈના હૈ ખામોશ કિ ક્યા હૈ મુઝમેં.

……………….કિશન બિહારી નૂર

સર્વાંગ પવિત્રા જેનામાં હોય તે સાધુ કહેવાય.

દિક્ષિત થવું એટલે ઈશ્વર તરફ વળવું, ઈશ્વર તરફ જોડાવું.

રામ ચરિત માનસમાં નારદનો કામ દિક્ષિત થાય છે.

સદગુરુ કઠોર કૃપા કરીને આશ્રિતનું ભલું કરે.

હરિ કઠોર કૃપા કરી નારદના કામને દિક્ષિત કરે છે અને નારદનું ભલું કરે છે.

જે. કૃષ્ણમૂર્તિના મત અનુસાર પ્રેમનો પર્યાય સ્વીકાર છે. બધાનો સ્વીકાર કરવો એ પ્રેમ છે.

પ્રેમ બીજાને સમજાવવાની કોશીશ ન કરે, બીજાને સુધારવાની કોશીશ ન કરે પણ બધાને જેવા છે તેવા સ્વીકારે. કારણ કે “રામહિ કેવલ પ્રેમ પિઆરો” છે.

કામના મટી જાય તો તે સારું છે પણ અઘરું છે. તેથી કામના દિક્ષિત થઈ જાય, હરિ તરફ વળી જાય તે મહત્વનું છે.

આપણી કામનાઓ શિક્ષિત છે પણ દિક્ષિત નથી.

ક્રોધ

રામ ચરિત માનસ ક્રોધને દિક્ષિત કરે છે.

માનસમાં પરશુરામનો ક્રોધ દિક્ષિત થઈ જાય છે.

લોભ

માનસમાં પ્રતાપભાનુનો લોભ દિક્ષિત થાય છે.

દ્રષ્ટિ અને શ્રવણ

ઈન્દ્રના હજાર છિદ્ર દિક્ષિત થતાં તે હજાર આંખે રામનું દર્શન કરે છે.

શુભ જ સાભળો પણ જેટલું જરુરી હોય તેટલું જ સાંભળો.

કથા સાભળ્યા પછી એવો ફાંકો – અહંકાર ન થવો જોઈએ કે મેં આટલી કથા સાંભળી તેમજ કથાકારને પણ આટલી કથા કરી તેનો ફાંકો – અહંકાર ન આવવો જોઈએ. કથા શ્રવણ કરવાથી જો અહંકાર આવે તો તે વસ્તુ શિક્ષિત થાય છે પણ દિક્ષિત નથી થતી.

શ્રવણ દરમ્યાન થયેલ સંદેહ દર્શનથી દૂર થાય. પણ ક્યારે ક દર્શન દરમ્યાન પણ સંદેહ પેદા થાય. સતીને રામ દર્શનથી સંદેહ થાય છે અને આ સંદેહ શિવજી દ્વારા રામ કથાના વચનોથી દૂર થાય છે.

મન

માનસ મનને દિક્ષિત કરે છે.

તુલસી મનને બહું મહત્વ આપે છે અને તેથી ગ્રંથને ભાષાબધ્ધ કરે છે.

બુધ્ધિ

બુધ્ધિ રામકથાથી દિક્ષિત થાય.

સતીની બુધ્ધિ પાર્વતીના સ્વરૂપ દરમ્યાન રામ કથાના શ્રવણથી દિક્ષિત થાય છે.

ચિત

ભરદ્વાજમુનિનું ચિત યાજ્ઞવલ્ક મુનિના કથાગાનથી દિક્ષિત થાય છે.

અહંકાર

અહંકાર મટી જાય તો તે સારૂ છે પણ જો ન મટે અને દિક્ષિત થઈ જાય તો પણ સારું છે.

ખગપતિ ગરુડનો અહંકાર કાકભૂષંડીની કથા દ્વારા દિક્ષિત થઈ જાય છે.

તારીખ ૩૦ માર્ચ ૨૦૦૯, સોમવાર

રામનો જન્મ દિવસ જ રામકથાનો પ્રાગટ્ય દિવસ છે.

પરમાત્મા રસ રુપ છે. તેથી જ રસોવૈસઃ કહેવાયું છે.

રસહીન જીવનની સાર્થકતા કેટલી?

કથા સરસ -રસ સહિત- હોય છે, રસમય હોય છે.

રસ જીવન છે.

પરમાત્મા રસ રૂપ છે, અને આપણે તેના અંશ હોવાના નાતે આપણે પણ રસમય હોવા જોઇએ.

રસના ૯ પ્રકાર છે, તેથી તુલસી નવમી તિથિ પસંદ કરે છે.

એક અર્થમાં રસ જીવનની સાર્થકતા છે.

૯ નો આંક મહત્વનો છે.

૯ ખંડ

૯ ગ્રહ

નવદુર્ગા

નવરાત્રી

નવદ્વારની નગરી – શરીર

નવ રસ - હાસ્ય, વીર, શ્રીંગાર, શાંત, અદભૂત, કરૂણ, ભયાનક, બીભસ્ત, રૌદ્ર

અબ તો સિર્ફ જાન હી દેનેકી બાકી હૈ નૂર

મેં કબ તક સાબિત કરતા રહું…

રસનો આનંદ લેનારે, રસ પિવાવાળાએ તર્કનો આશ્રય ન લેવો જોઈએ.

૯ નો વિરોધ ન કરવો જોઈએ.

દિલ ઔર અક્લ જબ અપની અપની કહે ખુમાર

તબ અક્લકી સુનીયે ઔર દિલ કહે સો કીજીએ…………… ખુમાર બારાબંકી

અરથ ધરમ કામાદિક ચારી

કહબ જ્ઞાન વિજ્ઞાન બિચારી

નવ રસ જપ તપ જોગ વિરાગા

તે સબ જલચર ચારુ તડાગા

કથા શાંત રસથી શરુ થઈ શાંત રસમાં જ પૂર્ણ થાય છે.

મૌનથી જ મુખર થવાય અને મુખરથી જ મૌન થવાય.

રસનો વિષય બુધ્ધિના ક્ષેત્રની બહાર છે.

કથા સરસ છે પણ બુધ્ધિ આ સરસને પીવા નથી દેતી.

રામનો એક વિશિષ્ટ અર્થ છે જેમાં રામ શબ્દના “રા” નો સંકેત “રાષ્ટ્ર ધર્મ” છે અને “મ” નો સંકેત “મનુષ્ય ધર્મ” છે.

અર્થ

અર્થનો રસ ફ્કત હાસ્ય રસ છે. અત્યંત લોભી ઉપર આખી દુનિયા હસે છે અને લોકોની ટીકા ઉપર લોભી પણ હસે છે.

લોભી માણસ જીવતે જીવ મરેલો છે.

ધનમાં બધાને રસ હોય છે તેથી તો બધા શાંતિના ભોગે પણ ધન પાછળ દોડ્યા કરે છે.

ધર્મ

ધર્મનો રસ વીર રસ છે.

જેનામાં વીરતા, સાહસિકતા ન હોય તે ધર્મનું પાલન ન કરી શકે. તેથી જ ધર્મવીર શબ્દ આવ્યો છે.

મોહ હ્નદયને કમજોર કરે છે જ્યારે પ્રેમ હ્નદયને પ્રબલ કરે છે.

ધર્મનું પાલન કરનારમાં લોકનીંદા સહન કરવાની વીરતા હોવી જોઈએ.

લોકમાન્યાતા અગ્નિ છે.

કામ

કામનો રસ શીંગાર રસ છે.

મોક્ષ

મોક્ષનો રસ શાંત રસ છે.

શંકર શાંત રસમાં હોય છે.

શંકર મોક્ષના દાતા છે એટલું જ નહિં પણ નિર્વાણના પણ દાતા છે.

સમસ્ત વૃત્તિઓ શાંત થઈ જાય એટલે નિર્વાણ તરફ ગતિ થાય.

જ્યાં પ્રેમ હોય ત્યાં નીતિ, સફળતા અને વૈભવ આવી જ જાય.

કહબ

કહબ એટલે કથન, કથનીની અલૌકિક શ્રેણી, જ્ઞાન વિજ્ઞાનનું વિવેક પૂર્ણ કથન

જ્ઞાન વિજ્ઞાનના વિવેક પૂર્ણ કથનનો રસ અદભૂત રસ છે.

વિષયી માણસ, સાધક અને સિધ્ધ પુરૂષને આવા કથનથી અદભૂત રસનો અનુભવ થાય.

અજ્ઞાની (જે સમજી ન શકે તેવા), જ્ઞાની અને વિજ્ઞાનીને પણ આનંદ આવે તેવું કથન એ અદભૂત રસ છે.

જપ

જપનો રસ કરૂણ રસ છે.

ગદગદ ગીરા નયન અધીરા…

પ્રભુનું સ્મરણ, ગાન, જપ વિ. ગદગદ ભાવથી કરાય. આ કરૂણ રસ છે.

નામ જપ કરતાં કરતાં આંખોમાં ગદગદ થઈ આંસુ આવી જાય.

તેથી તો સુર કહે છે કે

નીસ દિન બરસત નૈન હમારે…..

તારીખ ૩૧ માર્ચ ૨૦૦૯, મંગળવાર

ગાયન કરવાથી, ગાવાથી દુઃખની માત્રા ઓછી થાય. અને આ કારણે જ તો આપણે ત્યાં મરણ પ્રસંગે પણ મરશીયા ગાવામાં આવે છે.

ગાન ભાવનું વિસ્તરણ કરે છે.

ભગવાનની કૃપા ગુણના લીધે તો આપણને ભૂખ લાગે તે પહેલાં ભોજનની વ્યવસ્થા થઈ ગયેલી હોય છે. તરસ લાગે ત્યારે પાણી મળી રહે છે.

કૃષ્ણગાનથી ઝેર પણ અમૃત બની જાય છે. (મીરાનો પ્રસંગ)

સંસારમાં જે પણ મહાપુરુષનું અવતરણ થાય છે તે વિશ્વની વ્યવસ્થાના એક ભાગ રૂપે હોય છે, અસ્તિત્વની વ્યવસ્થા હોય છે. તેમનું કોઈ આકસ્મિક રીતે અવતરણ નથી થતું.

તપ

તપનો રસ ભયાનક રસ છે, તપથી ડર લાગે, ભય પેદા થાય.

અમુક મહાપુરુષે કે વ્યક્તિએ ભયકર તપ કર્યું એવું કહેવાય છે.

તપ સાત્વિક હોય, રાજસી હોય અને તામસી પણ હોય.

મૂઢતાથી કરેલું તપ, બીજાને બતાવવા કરેલું તપ તામસી તપ હોય અને આવાં તપનો રસ ભયાનક રસ હોય.

પાર્વતીની તપસ્યા સાત્વિક તપસ્યા છે જ્યારે રાવણની તપસ્યા તામસી તપસ્યા છે.

નારદ મુનિએ હિમાલયની ગુફામાં કરેલી તપસ્યા સાત્વિક તપસ્યા હતી. છતાંય તે તપસ્યાથી ઈન્દ્ર ડરી ગયો હતો.

તપસ્વી સામે આંખ ન મેળવી શકાય, ડર લાગે.

રાજસી તપ પાલન પોષણ કરે.

ઘણી વખતે તપ કરનાર તપસ્વીને પણ ભય રહે છે કે કોઈ તેની તપસ્યામાં ભંગ પાડશે. વિશ્વામિત્રને તપ દરમ્યાન મેનકા તપ ભંગ કરવા આવવાનો ભય રહે છે.

જો આપણે સમાજની સેવા કરીએ, આપણા પોતાના માટે ત્યાગ કરીએ અને પરમાત્માને પ્રેમ કરીએ તો જીવન ધન્ય બની જાય, જીવન યથાર્થ થઈ જાય.

બડા દુસ્વાર હૈ દુનિયા યે હુન્નર આના ભી

તુમ્હીસે ફાસલા ભી ઔર તુમ્હે અપનાના ભી.

ના કોઈ ગુરૂ ના કોઈ ચેલા, મેલેમેં અકેલા ઔર અકેલે મેં મેલા.

હમ કહતે હૈ યે જગત અપના હૈ

તુમ કહતે હો યે જગત સપના હૈ.

કોઈ પણ વસ્તુની વ્યાખ્યા બીજાની હોય પણ અનુભવ તો આપણો પોતાનો જ હોય.

યોગ

યોગનો રસ રૌદ્ર રસ છે.

યોગના બે પ્રકાર છે, સૌમ્ય યોગ અને રૌદ્ર યોગ.

માનસમાં બે મહિલા યોગ કરે છે. સતીનો યોગ અને શબરીનો યોગ.

સતીનું યજ્ઞકૂડમાં હોમાવું યોગનું રૌદ્ર રૂપ છે, ઉગ્રતાનું રૂપ છે.

શબરીનો યોગ સૌમ્ય યોગ છે.

શબરીને મળવા રામ સામે ચાલીને જાય છે.

યોગ એટલે જોડાવું.

વૈરાગ્ય

વૈરાગ્યનો રસ બિભસ્ત રસ છે.

શંકર પરમ વૈરાગી છે, દિગંબર છે અને છતાંય લગ્ન કરવા જાય છે. શંકર દિગંબર છે અને આવું શંકરનું રૂપ બીજા જુએ તો તેને તે રૂપ બિભસ્ત લાગે. આવા રૂપને કારણે જ મૈના રાણી બેભાન થઈ જાય છે.

શિવજીમાં તો નવે ય રસ પ્રતિપાદિત થાય છે.

માનસકાર રાવણેને ગોસાંઈ સંબોધન કેમ કરે છે?

ગો શબ્દના અનેક અર્થ થાય છે.

ગો એટલે ઈન્દ્રીયો અને સાંઈ એટલે સ્વામી આમ આ અર્થ રાવણને માટે યોગ્ય નથી. પણ ગો ના અન્ય અર્થ રાવણ માટે યથાર્થ છે.

ગો એટલે દિગ-દિશ, દિશા, તેથી તો રાવણને દિલપાલ પણ કહેવાયો છે.

ગો એટલે વાણી, રાવણી વાણી અદભૂત છે, તેનાં સ્તોત્ર અદભૂત છે.

ગો એટલે જલ, રાવણને ત્યાં વરૂણ દાસ છે.

ગો એટલે વાયુ.

ગો એટલે સ્વર્ગ

ગો એટલે વજ્ર

ગો એટલે ખગ-પક્ષી

ગો એટલે છંદ – રાવણના છંદ અદભૂત છે.

ગો એટલે ધરા

ગો એટલે તરુ

ગો એટલે ગ્રહ – રાવણને ત્યાં બધા ગ્રહ દાસ છે.

ગો એટલે ગોવિંદ, ગોપાલ – રાવણ મનમાં તો ગોવિંદને જ યાદ કરે છે, રટે છે.

તારીખ ૦૧ેપ્રિલ ૨૦૦૯, બુધવાર

જીવનમાં રસ જરૂરી છે.

અસર ને ઊલટો વાંચવાથી રસઅ – રસ અ -જ્યાં રસ નથી તે થાય.

જેના જીવનમાં રસનો અભાવ હોય તેના જીવનમાં કોઈ અસર રહેતી નથી.

ભગવાન રામ, હનુમાન રસિક છે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, ભાવનાનો રસ, પ્રેમ રસ વિ. ના રસિક છે.

ગુણના નવ પ્રકાર છે.

તેથી તો કહેવાય છે કે નવ બોલ્યામાં નવ ગુણ.

નવ પ્રકારના ગુણ આવશ્યક છે, નવ પ્રકારના ગુણ જેનામાં હોય તેનું જીવન ધન્ય બની જાય. જીવનની પૂર્ણતા માટે ૯ ગુણ આવશ્યક છે.

૯ પૂર્ણાંક છે.

એક વાર ભાવથી રામ બોલવાથી માનસના સાત કાંડનો પાઠ થઈ જાય છે.

રામ સ્વયં કાવ્ય પુરૂષ છે. …… મૈથિલી શરણ ગુપ્ત

રામ એટલે ૨ + ૧ + ૪ = ૭, આમ રામમાં માનસના સાતેય કાંડ ઉદ્ ઘોષિત થઈ જાય છે.

llરામ ll એટલે ૧ +૧ +૨ + ૧+ ૪ +૧ +૧ = ૧૧ થાય, એટલે ૧૧ વાર હનુમાન ચાલિસા કરવા જોઈએ.

માણસ આત્મપરિક્ષણ કરે તો સામાવાળો શ્રેષ્ઠ જ નહિં ઘણો શ્રેષ્ઠ લાગશે.

યે ઔર બાત હૈ કો વો ખામોશ ખડે હૈ

જો બડે હૈ વો બડે હી રહતે હૈ.

સતસંગ દ્વારા આંખ મળે, દ્રષ્ટિ મળે જેથી સર્વમ્ ખલવિંદમ્ બ્રહ્મ દેખાય.

પરશુરામ પાસે વિષ્ણુનું ધનુષ્ય છે, જેની પણછમાં નવ દોરી છે.

શસ્ત્ર અને શાસ્ત્ર ક્યારેય ભાર રૂપ ન લાગવા જોઈએ. શસ્ત્ર અને શાસ્ત્ર તો નિરભાર થવા માટે હોય.

શસ્ત્ર અને શાસ્ત્ર જીવનમાં ઉપયોગી લાગવા જોઈએ, ભાર રૂપ જ ન રહેવા જોઈએ.

વિષ્ણુના નવ ગુણ છે અને આપણે તેના સંતાન હોવાના નાતે આપણામાં પણ નવ ગુણ આવવા જોઈએ.

આમ તો વિષ્ણુ અનંત ગુણવાન છે.

માણસે તંદુરસ્ત રહેવા માટે દિવસમાં એક વાર હરિ માટે રડવું જોઈએ.

તેથી જ તો કબીર કહે છે કે

કબીરા હંસના છોડ દે…….

અશ્રુ ભક્તોની સંપદા છે.

અક્ષર જ્ઞાનીઓની સંપદા છે.

અશ્રુ અને આશ્રયથી જીવન કૃતકૃત્ય બની જાય.

પ્રેમના ત્રણ પ્રકાર છે – અહી પ્રેમ એટલે મીરાંનો પ્રેમ.

શરુઆતમાં ફક્ત પ્રેમ હોય અને તેમાં કોઈ શાલિનતા કે નિયમ ન હોય.

આ પ્રેમ આગળ વધે એટલે ફક્ત નિયમ જ રહે, પ્રેમ જતો રહે.

જ્યારે પરમ પ્રેમ એ છે જ્યાં પ્રેમ રહે અને નિયમ, શાલિનતા પણ રહે.

વિષ્ણુના નવ ગુણ

આ નવ ગુણ નીચેના શ્લોકમાં પ્રતિપાદિત થાય છે.

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્

વિશ્વાધારં ગગન સદ્રશં મેઘવર્ણં શુભાગમ્

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યાર્ન્ગમ્યમ્

વંદે વિષ્ણુ ભવભહરં સર્વ લોકૈકનાથમ્

શાન્તમુર્તિ, શેષનાગ જેની શૈયા છે, તેવા જેની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું છે એવા, દેવોના દેવ વિશ્વના આધાર રુપ, આકાશ સમાન, વ્યાપક મેઘવર્ણવાળા, સુંદર અંગોવાળા, લક્ષ્મીજીના પતિ, કમળ જેવા નેત્રવાળા, યોગીઓ જેને ધ્યાનમાં જાણી શકે છે એવા, જન્મ મરણનો ભય ટાળનાર, સર્વ લોકના નાથ, ભગવાન વિષ્ણુને હું વંદન કરૂ છું.

શાંતાકરમ્

વિષ્ણુ ઉછળતા સાગરમાં શેષ નાગની શૈયા ઉપર સુતા છે અને લક્ષ્મી પગ દબાવે છે છતાંય શાંત છે.

શાંત રહેવું એ વૈષ્ણવોનો ગુણ છે.

મુક્તિ અને શાંતિ ઉધાર ન મળે, પોતે જ મેળવવી પડે.

શિલ

વિષ્ણુ શેષનાગની શૈયા ઉપર સુતા છે. પણ તેમનામાં શેષ નાગના વિષની કોઈ અસર નથી. વિષમતામાં પણ સમતા એ તેમનો ગુણ છે.

આપણે સંસારમાં રહીને પણ અલિપ્ત રહેવું જોઈએ.

પદ્મનાભામ્

વિષ્ણુ અસંગ છે, તેમનામાં અસંગતાનો ગુણ છે. તે આસપાસના વાતાવરણથી પ્રભાવિત નથી થતા. તે આજુબાજુના વાતાવરણથી એક પ્રમાણિક દૂરી રાખે છે.

જીવનમાં પ્રમાણિક દૂરી આવશ્યક છે.

જગત મિથ્યા છે…. એ આદિ શંકર માટે છે, તેમની કક્ષાએ પહોંચેલાઓ માટે છે.

આપણા માટે જગત મિથ્યાની પરિસ્થિતિની કક્ષા આવી નથી. આપણા માટે તો “સીયારામ મય સબ જગ જાની” ની સ્થિતિ આવવી જોઈએ. જેથી બધામાં રામ જ દેખાય.

પાલન કરવું

વિષ્ણુ આખા જગતનું પાલન કરે છે.

આપણે આપણાથી જેટલું શક્ય હોય તે પ્રમાણે બીજાનું પાલન કરવું જોઈએ, બીજાને મદદરૂપ થવું જોઈએ.

વિશાળતા

વિષ્ણુમાં આકાશ માફકની વિશાળતા છે.

આપણામાં પણ વિશાળતા હોવી જોઈએ, સંકિર્ણતા ન હોવી જોઈએ, કૂપમંડૂકતા ન આવવી જોઈએ.

કરૂણા

વર્ણ કે જાતિને ન જુઓ, તેમાં રહેલા ગુણોને જુઓ.

કમલ નયન

કમળ જેવી અસંગતાનો ગુણ

બીજાનાં દુઃખ, પીડા દૂર કરવાનો ગુણ

લોકનાથ

વિષ્ણુ લોકનાથ છે.

આપણે પણ બીજાના સહાયક બનવું જોઈએ. સમાજનો છેલ્લામાં છેલ્લો માણસ પણ દેખાવો જોઈએ.

યદિ તું મંદિરમેં હૈ તો મસ્જિદમેં કૌન …………

ગુણ પવિત્ર હોય અને અવગુણ અપવિત્ર હોય.

જ્યારે પરમ પવિત્ર ગુણ એ છે જે પોતાનામાંથી સ્વયં આવેલો હોય, પોતાના સ્વભાવનો ગુણ હોય. અને આવો સ્વભાવ ગુણ છોડી ન શાકાય, એ સ્વાભાવિક ગુણ હોય.

ગુણ બીજાનામાંથી આવી શકે.

પસીનો અને અશ્રુ પોતાનામાંથી જ આવી શકે.

શરીર પાંચ તત્વોનું – પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને અગ્નિ- બનેલું છે. આ પાંચ તત્વોમાંથી ૯ ગુણ આવે છે.

પૃથ્વી

પૃથ્વીનો ગુણ ધૈર્ય છે, ક્ષમા છે. ક્ષમા એ આપણો સ્વાભાવિક ગુણ છે. જેનામાં પૃથ્વી તત્વની વધારે માત્રા હોય તે વધારે ક્ષમાવાન હોય અને જેનામાં પૃથ્વી તત્વની માત્રા ઓછી હોય તે ઓછો ક્ષમાવાન હોય.

જલ

જલના બે ગુણ છે - શિતલતા અને પવિત્રતા

આપણામાં જલ તત્વ હોવાથી આપણામાં પણ શિતલતા અને પવિત્રતા હોય.

અગ્નિ

અગ્નિના બે ગુણ છે – જ્વાળા અને જ્યોતિ

જાનકી જનક્પુરમાં જ્યોતિ છે જ્યારે લંકામાં જ્વાલા છે.

આપણામાંથી પણ ઘણા જ્વાળા માફક બધાને ભડકાવે છે જ્યારે ઘણા જ્યોતિ બની પ્રકાશ ફેલાવે છે.

ગુલાબનો સ્વાભાવિક ગુણ સુંગંધ આપવાનો છે જ્યારે કાંટાનો સ્વાભાવિક ગુણ વાગવાનો છે.

પવન

પવનના ૩ ગુણ છે, પવન મંદ, સુગંધ અને શિતલ હોય. પવન જો બગીચા ઉપરથી આવે તો તે બગીચાની સુગંધને લાવે.

આપણામાં પણ આવા ગુણ હોવા જોઈએ.

આકાશ

આકાશનો ગુણ ઉદારતા છે, તે બધાને સમાવી લે છે.

આમ આ ૯ સ્વભાવજન્ય ગુણ છે, આ ૯ ગુણ પરમ પુનિત ગુણ છે.

હ્નદયને ચિદાકાશ પણ કહેવામાં આવે છે.

તારીખ ૦૨, એપ્રિલ, ગુરૂવાર

કથા શ્રવણ ન થઈ શક્યું.

તારીખ ૦૩ એપ્રિલ, શુક્રવાર

૯ નિધિ નીચે પ્રમાણે છે.

પદ્મ

પદ્મ એટલે કમળ.

કમળ અસંગ હોય.

કમળમાં ખુશબુ હોય.

કમળ અનુરાગ – પ્રેમનો પણ સંકેત કરે છે.

જેનાં ચરણ અસંગ હોય તે આપણને પ્રાપ્ત થાય તો તે પ્રથમ નિધિની પ્રાપ્તિ છે.

જેના ચરણમાં આધ્યાત્મિક સુગંધ છે તેની આજુબાજુ સાધક રૂપી ભમરા ફર્યા કરે છે.

સદગુરૂનું આચરણ સંગ હોવું જોઈએ.

સદગુરૂએ પોતે સ્વયં પણ પરીક્ષણ કરવું જોઈએ કે તેનું આચરણ અસંગ છે કે કેમ.

જે સદગુરૂ રાગદ્વેષથી મુક્ત હોય તેનું આચરણ અસંગ હોય.

અસંગતાનો અહંકાર પણ ન થવો જોઈએ.

અસંગતા ટકાવી રાખવા હરિ ભજન કરવું જોઈએ અને તેમાં ક્રમશઃ વધારો કરવો જોઈએ.

વૈદ્ય દરદીને અલગ અલગ માત્રામાં ઐષધી આપે છે તેમાં રાગદ્વેષ નથી પણ દરદીની આવશ્યક્તા – સ્થિતિ પ્રમાણેની માત્રા હોય છે.

કમળ સુરુચી – રુચી પૂર્ણ હોય.

સદગુરૂને જોઈને આપણને ભજન કરવાની, પાઠ કરવાની, જપ કરવાની, યજ્ઞ કરવાની, ગૌ સેવા કરવાની, માનવતાની સેવા કરવાની વિ. રુચી પેદા થાય તો તે સુરુચી છે અને આવો ગુરૂ નિધિ છે.

સદગુરૂની મહિમાની ખુશબુ, એની સાધનાની ખુશબુ દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે.

અમુક વિશિષ્ટ વ્યક્તિની હાજરીથી જ ખરાબ કામ થતાં અટકી જાય છે.

આધ્યાત્મકતામાં એક વિશિષ્ટ પ્રકારની ખુશબુ હોય છે.

મહાપદ્મ

જેનાં પ્રત્યેક અંગૌપાંગ અસંગ હોય તે મહામદ્મ છે.

નવકંજ લોચન ……

જેનાં બધાં અંગ કમલ જેવાં હોય, કમળ જેવાં અસંગ હોય તે મહાપદ્મ છે.

ભગવાન રામ મહાપદ્મ છે.

આવા વ્યક્તિના સાનિધ્યમાં રહેવું એ બીજા પ્રકારની નિધિ છે.

શંખ

શંખને માણસના કંઠ સાથે સરખાવી શકાય.

કંઠ નાદબ્રહ્મને પેદા કરવાનું એક માધ્યમ છે. આવા કંઠ વાળો મહાપુરુષ મળે તો તે નિધિની પ્રાપ્તિ સમાન છે. આવા મહાપુરુષ થકી આપણી કુંડલીની જાગ્રત થઈ જાય.

જેના અવાજમાં નાદબ્રહ્મની તાકાત હોય તેના દ્વારા ઘણી માત્રામાં ઊર્જા પેદા થાય.

ગ્રીવા એટલે ડોક.

આગળનું લાઈવ ટેલીકાસ્ટ બંધ થઈ ગયું હોવાથી આજની આગળની કથા શ્રવણ ન થઈ શકી.

તારીખ ૦૪ એપ્રિલ, શનિવાર

રામ ચરિત માનસ શંભુ છે, વિભુ છે અને પ્રભુ છે.

શંભુ એટલે શુભ કરનાર

વિભુ એટલે વિશાળ્

પ્રભુ એટલે સર્વ સમર્થ

આમ રામ ચરિત માનસ શુભ કરનાર છે, વિશાળ છે અને સર્વ શક્તિમાન છે-સમર્થ છે.

સ્વામી શરણાનંદજીના કથન અનુસાર જે વ્યક્તિ પોતાના જ્ઞાનનો આદર નથી કરતો તે વ્યક્તિ શાસ્ત્ર અને ગુરૂના જ્ઞાનનો પણ આદર નથી કરતો.

નવનો એક અર્થ નવીન પણ થાય.

રામ, લક્ષ્મણ અને સીતાનું ભીલોને ત્યાં આગમન તેમના માટે એક નવીન નિધિ છે.

લક્ષ્મણમાં ૨ નિધિ છે, જાનકીમાં ૩ નિધિ છે અને રામમાં ૪ નિધિ છે જે મળીને ૯ નિધિ થાય. આમ તો ભગવાન રામમાં અનેક નિધિ છે.

માણસની ૯ નિધિ છે જે નીચે પ્રમાને છે.

છબી

અહીં છબી એટલે માણસના જીવનમાં આવતી એક નવીન ચેતના, આકૃતિ, બાળક.

બાળકના રૂપે આવતી નવીન ચેતના એક નિધિ છે.

બળ

બળ એ એક નિધિ છે. પણ આ બળ વિઘટનવાદી ન હોવું જોઈએ.

બળવાનોનું બળ હું છું. …કૃષ્ણ

કરૂણા

કરૂણા એ એક નિધિ છે.

પરિવારના બધા જ સભ્યો કરૂણાવાન હોવા જોઇએ, કઠોર ન હોવા જોઈએ.

શિલ

શિલ, સભ્યતા, સંસ્કાર નિધિ છે.

યોગ

યોગ એક નિધિ છે અને યોગ કરનાર નિધિવાન છે. યોગથી આરોગ્ય સારૂ રહે.

પહેલું સુખ તે જાતે નર્યા. …..

વૈરાગ્ય

વૈરાગ્ય નિધિ છે.

ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. …..નિષ્કુલાનંદજી

જ્ઞાન

જ્ઞાન નિધિ છે.

પરમાત્મા હમણાં છે, પરમાત્મા આપણો છે, પરમાત્મા આપણામાં છે. આ ત્રણની જાણ જેનામાં આવી જાય તેવું જ્ઞાન નિધિ છે.

વિવેક

વિવેક આપણી નિધિ છે, સંપદા છે.

સત્ય

સત્ય આપણી નિધિ છે.

૯ ન૦ વિરોધ કરવામાં કલ્યાણ નથી.

નવ્હિ વોરોધે નહિ કલ્યાના

શસ્ત્રી, મર્મી પ્રભ શઠ ધની વૈદ્ય બંદી કવિ

વિશ્વમાં કોઈ અપ્રિય નથી, કોઈ અપુજનીય નથી.

શસ્ત્રધારીનો વિરોધ ન કરવો.

મર્મીનો વિરોધ ન કરવો. જે આપણો ભેદ ભરમ જાણતો હોય તેનો વિરોધ ન કરવો.

સ્વામી-સમર્થ કે મોટાનો વોરોધ ન કર્વો/

શઠ-લુચ્ચો-મૂર્ખનો વિરોધ ન કરવો.

ધનીનો વિરોદ ન કરવો.

ધન અને લક્ષ્મીમાં ફરક છે,

સસ્તામાં મળે અને વહેંચવામાં કઠીન હોય તે ધન કહેવાય અને જે કઠીન પરિશ્રમથી મળે અને વહેંચવામાં સહેલું લાગે તે લક્ષ્મી કહેવાય.

ધનવાનનો વિરોધ ન કરાય પણ લક્ષ્મીવાનનો વિરોધ કરી શકાય.

વૈદ્ય – ડૉક્ટરનો વિરોધ ન કરાય.

સદગુરૂ વૈદ્ય છે, તેનો બોધ લો, વિરોધ ન કરો.

બંદિજન – ભાટ ચારણનો વિરોધ ન કરો.

કવિ – સર્જકનો વિરોધ ન કરવો.

ભાણસ- પાકશાસ્ત્રી- રસોઈઆનો વિરોધ ન કરો.

ક્રોધ ન કરવો એ જીવન મંત્ર છે.

૬ સમયે ક્રોધ ન કરવો જોઈએ.

સવારે ઊઠતા સમયે ક્રોધ ન કરવો જોઈએ.

ઘરેથી બહાર જતા સમયે ક્રોધ ન કરવો જોઈએ.

બહારથી ઘેર આવીને તરત જ ક્રોધ ન કરવો જોઈએ.

જમવાના સમયે ક્રોધ ન કરવો જોઈએ.

પૂજાપાઠના સમયે ક્રોધ ન કરવો જોઈએ.

રાતે સૂતા સમયે ક્રોધ ન કરવો જોઈએ.

રામજી શબરીને ૯ પ્રકારની ભક્તિની વાત કરે છે.

સંત એ છે જે કદી તંત ન કરે, સંઘર્ષ ન કરે.

શ્રાપ આપે તે સંત ન હોય.

જેનો કોઈ અંત નથી તે સંત કહેવાય.

સંત નિવૃત ન થાય. માજી સંત એવું કોઈના માટે કહેવાયું નથી.

પોતાના માટે ભજન કરે અને બીજાની સેવા કરે અને તેવી સેવા ખંતથી કરે તે સંત કહેવાય.

પરથમ ભક્તિ સંતન કર સેવા …….

સંત સેવા

કથા શ્રવણમાં પ્રિતિ

ગુરૂના ચરણ કમળની સેવા અને તે પણ અભિમાન છોડીને કરેલી સેવા.

હરિના ગુણગાન કપટ રહિત રિતે ગાવા, કરવા.

મંત્ર, જાપ વિ. વિશ્વાસ રાખીને કરવા.

સંયમ નિયમ સાથે કર્મ કરવાં.

આખા જગતને હરિમય સમજવું.

સતોષી જીવન જીવવું. સવપ્નમાં પણ કોઈના દોષ ન જોવા. પુરુષાર્થ કરવો.

સરળ બની બધા સાથે નિષ્કપટ જીવન હરિના ભરોંસે જીવવું.

તારીખ ૦૫ એપ્રિલ, રવિવાર

લંકાકાંડમાં ઈન્દ્રજીત સામેના યુધ્ધ દરમ્યાન તુલસીદાસજી નવ ખંડનિ સાંકેતિક ચર્ચા કરે છે.

સાધક જેને પામવા માટે યત્રા કરે છે તે તો તેજ સ્થલે હાજર હોય છે. પણ સાધક તેનિ યાત્રા પુરી કરે પછી જ તેને ખબર પડે છે જેને પામવા માટે યાત્રા કઋઇ હતિ તે તો યાત્રાના પ્રારંભના સ્થળે જ હાજર હતી. આ અનુભવવા માટે યાત્રા કરવી જ પડે.

ભજન કરનારે નીચેના પાંચ પ્રશ્નોના ઉત્તર કોઈ અધિકારિ ગુરૂ પાસેથી મેળવી લેવા જોઈએ.

ભજન કેમ કરવું? ભજનનું લક્ષ્ય શું છે?

ભજન શા માટે કરવું, ભજનનો હેતું શૂ છે તેનો જવાબ અધિકારિ ગુરૂ પાસેથિ જાણ વો જરુરી છે.

ભજન ભગવાનનિ પ્રાપ્તિ માટે છે, સાંસારિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ માટે નથી.

ભજન તો ભજન માટે જ હોય. હરિનામનુમ ફળ હરિનામ જ છે.

ભજન ક્યારે કરવું?

ભજન ક્યાં કરવું?

તીર્થ સ્થાનમાં જવાથી આપણી ઊર્જામાં વૃધ્ધિ થાય છે. ભાવથી જ્યાં ભજન કરીએ ત્યાં અયોધ્યા બને છે.

ભજન કેટલી માત્રામાં કરવું?

ભજન કેવી રીતે કરવું?

પૃથ્વીના નવ ખંડ છે, જેમાં ભારત એક ખંડ છે.

સુક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ એ તો વ્યક્તિના જીવનમાં પણ નીચે પ્રમાણેના ૯ ખંડ છે. ખંડ એટલે વિભાગ-ભાગ.

જ્ઞાન

જ્ઞાન ખંડ ખંડ હોય, જ્ઞાન ન પણ હોય. એટલે કે આપણું જ્ઞાન ખંડિત હોય છે.

જ્યારે રામજીનું જ્ઞાન અખંડ જ્ઞાન છે.

વૃત્તિ

વૃત્તિઓ ખંડિત હોય છે, ખંડ ખંડ હોય છે.

આપણી વૃત્તિ અખંડ થઈ જાય તો જીવન કૃતકૃત્ય થઈ જાય.

ભધની રૂચી ભિન્ન ભિન્ન હોય છે.

કાલ

કાળ ખંડ બધા માટે અલગ અલગ હોય છે.

હ્નદય પણ એક ખંડ છે.

ગર્ભ ખંડ

ગર્ભ ખંડમાં બાળક વિષ્ણુની માફક સુવે છે. ગર્ભાશય ક્ષિરસાગર સમાન છે.

ખંડ હોય તો વાંધો નથી પણ પાખંડ ન હોવો જોઈએ.

ઉત્તરકાંડમાં પણ ૯ ગ્રહની ચર્ચા છે.

ગુરૂનો અનુગ્રહ સૌથી માટો ગ્રહ છે.

કૃપાગ્રહ

ક્ષમાગ્રહ

મુક્તિગ્રહ

અતિથિગ્રહ

આચાર્ય ગ્રહ

No comments:

Post a Comment