Translate

Search This Blog

Saturday, May 14, 2011

ગાયત્રી મંત્ર

ll ૐ भूर्भुवः स्वः

तत्सवितुर्वरेण्यं

भर्गो देवस्य धीमहि

धियो यो नः प्रचोदयाત્ ll

ગાયત્રી મંત્રના ચાર ભાગ ગણવામાં આવે છે જે ઉપર મુજબ છે. અને તેમાં પ્રથમ ભાગને ( ૐ भूर्भुवः स्वः ) બાદ કરતાં બાકીના ત્રણ ભાગના અક્ષર ૨૪ થાય છે તેથી તેને ચોવિસ અક્ષરી મંત્ર ગણવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્માના તપથી ગાયત્રી અને સાવિત્રી પ્રગટ થયા છે. તેમજ ગાયત્રી અને સાવિત્રીને બ્રહ્માની પત્નીઓ માનવામાં આઅવે છે.

દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શક્તિઓ છે, જેને બ્રાહ્મી, વૈષ્ણવી અને શાંભવી રુપે દર્શાવવામાં આવી છે. તેમજ આ ત્રણ શક્તિઓનાં અલગ અલગ પ્રકારના ત્રણ રુપ અને ત્રણ વાહન હોય છે. બ્રાહ્મીને બ્રાહ્મણી અને શાંભવીને રુદ્રાણી તરીકે પણ ઓળવામાં આવે છે. ગાયત્રીની આ શક્તિ સવારના સમયે કુમારી બ્રાહ્મી સ્વરુપે હોય છે અને તે સમયે તેનું વાહન હંસ હોય છે અને તેને પંચમુખ અને બે ભૂજ હોય છે. બપોરના સમયે આ શક્તિ યૌવના સ્વરુપે હોય છે અને તેને એક મુખ અને ચાર હાથ, ગરુડનું વાહન હોય છે. શક્તિના આ સ્વરુપને વૈષ્ણવી સ્વરુપે ઓળખવવામાં આવે છે. આજ શક્તિ સાંજના સમયે બળદના વાહન ઉપર બિરાજે છે અને તેને એક મુખ અને ચાર હાથ હોય છે. આ સ્વરુપને પ્રૌઢાના સ્વરુપે ગણવામાં આવે છે અને તેને રુદ્રાણી તરીકે ઓળખવામાં આવે છે.

ગાયત્રી ૨૪ અક્ષરી મંત્ર છે અને તેના ચોવિસ અક્ષરોમાં ૨૪ તત્વોનો સમાવેશ થયેલો છે આ ચોવિસ તત્વો ૧ પૃથ્વી, ૨ જળ, ૩ તેજ, ૪ વાયુ, ૫ આકાશ, ૬ ગંધ, ૭ રસ, ૮ રુપ, ૯ સ્પર્શ, ૧૦ શબ્દ, ૧૧ વાણી, ૧૨ પગ, ૧૩ મળ, ૧૪ મૂત્રેન્દ્રીય, ૧૫ ત્વચા, ૧૬ આંખ, ૧૭ કાન, ૧૮ જીવ્હા ૧૯ નાક, ૨૦ મન, ૨૧ બુધ્ધિ, ૨૨ અહંકાર ૨૩ ચિત્ત અને ૨૪ જ્ઞાન છે.

ભૂર- પૃથ્વી

ભૂવઃ – આકશ

સ્વઃ – સ્વર્ગ

No comments:

Post a Comment