Translate

Search This Blog

Saturday, May 14, 2011

કથા, આચાર્ય કિરીટભાઈજી

પૂજ્ય પાદ્ આચાર્ય કિરીટભાઈજીના સાનિધ્યમાં તારીખ ૦૪-૦૫-૨૦૦૮ થી તારીખ ૧૨-૦૫-૨૦૦૮ દરમ્યાન પંજીમ, ગોવામાં ઉધ્ધવ ગીત ઉપર યોજાયેલ કથા આસ્થા ચેનલ ઉપર લાઈવ ટેલીકાસ્ટ થતી હતી. સદર કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રોને અહીં પ્રસાદી રુપે વહેંચતાં આનંદ અનુભવું છું.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાધન પ્રાપ્ય છે, જ્યારે આધ્યાત્મ સાધન પ્રાપ્ય નથી પણ અનુગ્રહથી આવે, કૃપાથી જ આવે.
જ્ઞાનાનો હેતું જાણવાનો છે કે હું કોણ છું.જીવનનો હેતું જીવનમાં શું કરવાનું છે તે છે.
ફક્ત શક્તિથી જ યુધ્ધ ન જીતી શકાય, શક્તિની સાથે સાથે તેનો યુક્તિ પૂર્વક ઉપયોગ જ યુધ્ધ જીતાડી શકે.
બુધ્ધિમાન એ છે જે આજને જ અંતિમ દિવસ માને છે, કાલનો ભરોંસો નથી રાખતો.
મંત્ર, મૂર્તિ,માળા ને બદલવા ન જોઈએ. મહાત્માને-ગુરુને પણ બદલવા ન જોઈએ.

ભક્તિ એ અંતિમ વસ્તું – final product છે. આ અંતિમ પદાર્થ પેદા થવાની પ્રક્રિયામાં – processing-જે બીજા સહયોગી પરિબળો છે તે નીચે મુજબ છે.
૧ દાન – આપણે આપણી ઈચ્છાઓનું દાન કરવું જોઈએ, ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. ઈચ્છા જ માણસને ક્રિયાશીલ રાખે છે. ગોપીઓએ તેઓની ઈચ્છાઓનો ત્યાગ કર્યો એટલે તેમને ભક્તિ પ્રાપ્ત થઈ.
૨ વ્રત – વ્રત કરવાથી વૃત્તિઓ શાંત થાય. ગોપીઓનું વ્રત ગીતાને, ગીતાના કથનને હદયમાં રાખવાનું છે.વેદો અને ઉપનિષદોનો સાર ગીતામાં છે.
૩ સેવા – ઠાકોરજીની સેવા
૪ હોમ – હોમ, હવન કરવા,યજ્ઞ વિ. કરવા.
૫ જપ – નામ જપ કરવા.
૬ સ્વાધ્યાય – સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, હું કોણ છું, આત્માના કલ્યાણ માટે શું કર્યું વિ. નું અધ્યયન.
૭ સંયમ – સંયમ એટલે ઈચ્છા રુપી ઘોડા ઉપર લગામ રાખવી, ઈચ્છાઓને કાબુમાં રાખવી. જે ઈન્દ્રીયોને કાબુમાં રાખે, તેના ઉપર અંકુશ રાહે તે જ ગોપી કહેવાય.
સમાધિ અને નિદ્રામાં મન શાંત થઈ જાય છે.પણ નિદ્રામાં બુધ્ધિ જાગ્રત હોય છે.જ્યારે સમાધિમાં તો બુધ્ધિ પણ શાંત થઈ જાય છે.જ્યાં સુધી વિચારો આવ્યા કરે ત્યાં સુધી નિદ્રા ન આવે, વિચારો બંધ થાય તો જ નિદ્રા આવે.
તમે એક કદમ કનૈયા તરફ જશો તો કનૈયો દશ કદમ તમારી તરફ આવશે.
સાધક એ છે જે બીજાનું કાર્ય કોઈ પણ જાતની અપેક્ષા વિના સિધ્ધ કરે.
સંત એ છે જે સતનું આચરણ કરતાં કરતાં પોતાને શૂન્ય કરી દે. જે વ્યક્તિ સતનું આચરણ કરતાં કરતાં પોતાને શૂન્ય કરી દે છે ત્યારે તેનું તે શૂન્ય સ ઉપર લાગતાં સંત બની જાય છે.
મુનિ એ છે જે મનને જાણે, મનને સમજે તેમજ મનને સમજાવી પણ શકે.
તમે પાપ ન કરો તો તમે નિષ્પાપી જરુર છો પણ સારા માણસ નથી. સારા વ્યક્તિ બનવા માટે સારાં કાર્યો કરવા પડે.
ઋષિ એ છે જે કોઈનામાં પણ કોઈ જ જાતનો હસ્તક્ષેપ નથી કરતો,દુનિયા જેમ ચાલે છે તેમ ચાલવા દે છે અને તે પોતે પોતાનામાં જ મગ્ન રહે છે.

RELIGION CAN BE TAUGHT BUT SPIRITUALITY CAN NOT BE TAUGHT. કોઈ પણ વ્યક્તિને ધર્મનું શિક્ષણ આપી શકાય, ધર્મ શીખવાડી શકાય, પણ તેને આધ્યાત્મ ન શીખવાડી શકાય.

આધ્યાત્મ તો જો પરમાત્માનો અનુગ્રહ થાય તો જ સમજી શકાય.
ધર્મ સમૂહ માટે છે પણ આધ્યાત્મ તો વ્યક્તિ માટે છે.
જ્ઞાનમાં જો ભક્તિ રુપી જલ ન હોય તો તે જ્ઞાન પાષાણ સમાન છે.જ્ઞાની પણ ભક્ત હોય છે. જ્ઞાની, કર્મ કાંડી, યોગી બધાને પરમ પ્રેમની જરુર હોય છે.
બીજાને બરબાદ કરી કોઈ આબાદ ન બની શકે.
બધાના આશીર્વાદ લો, કોઈની ય બદ દુવા ન લો, હાય ન લો.
લક્ષ્મી બહું જ ચંચળ હોય છે. લક્ષ્મી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. લક્ષ્મી તો નારાયણની સહચારિણી છે, તેમની જ છે. ધરતી પણ વિષ્ણુ પત્ની છે.
ગીતા સંપ્રદાયીક ગ્રંથ નથી, પણ મોહ નાશક ગ્રંથ છે.

વ્રજ રજનો મહિમા અદભૂત છે.
ચરણથી ચરણ રજ અધિક મહિમાવંત છે.
ચરણ રજનો મહિમા છે, ચરણ સ્પર્શનો મહિમા નથી.
આપણે બધાને આપણા માટે, આપણા લાભ કે સ્વાર્થ માટે પ્રેમ કરીએ છીએ, જ્યારે ગોપી પરમાત્મા માટે પરમાત્માને પ્રેમ કરે છે.ગોપીઓની નિતિ રિતિ, પ્રિતિ પરમાત્મા માટે છે.
લક્ષ્યથી મન ડામાડોળ થાય એટલે વિઘ્ન આવે જ.
આપણી પાસે જે હોય તે જ આપણે બીજાને આપી શકીએ. આપણી પાસે પ્રેમ હોય તો જ તે આપણે બીજાને આપી શકીએ, બીજાને પ્રેમ કરી શકીએ.
ગોપીને કૃષ્ણ મળી ગયા પછી બીજા કશાની જરુર નથી. ગોપી પોતાનામાં જ સ્થિર થઈ ગઈ છે.
આપણે પદાર્થને પ્રેમ કરીએ છીએ, પણ પરમાત્માને પ્રેમ નથી કરતા. વ્યક્તિ વસ્તુંને પ્રેમ કરવાને બદલે વ્યક્તિને પ્રેમ કરે તો પણ ઘણું સારું પરિણામ મળે.પ્રેમ જો કરવો જ હોય તો પરમાત્માને પ્રેમ કરો. કારણ કે પરમાત્મા પ્રેમ નિભાવી જાણે છે.પ્રેમ એટલે ભક્તિ.
સાચા પ્રેમમાં દોષ ન હોય, દોષ જોવાના પણ ન હોય.આપત્તિ સમયે સાચો પ્રેમ વધું ગાઢ બને છે. પણ પ્રેમથી વિશ્વને તેમજ વિશ્વંભરને જીતી શકાય. લૌકિક પ્રેમમાં પ્રિયતમ મળ્યા પછી પ્રેમ ફિક્કો પડી જાય છે.અલૌકિક પ્રેમ જો સંયોગનો હોય કે વિયોગનો હોય, તેમાં કદી ય ફિકાશ ન આવે.લૌકિકે પ્રેમ કાં તો વ્યક્તિ સાથે હોય કે વસ્તું સાથે હોય.પ્રેમ અધિકાર કે આજ્ઞાથી ન મેળવી શકાય, તે તો અનુગ્રહથી જ મેળવી શકાય.
કૃષ્ણ ચરિત્ર સાંભળવાથી આપણા વિચારોમાં પરિવર્તન આવે છે, આપણા નકારાત્મક વિચારો દૂર થાય છે.
નાણાથી ગરીબ ભલે હો પણ વિચારોથી ગરીબ ન બનો, ઉમદા વિચારો ધરાવો.
અજાણતા થયેલ સતસંગ પણ કલ્યાણ જ કરે.અમૃતને ન જાણનાર જો અમૃત પી જાય તો પણ અમૃત તેને અમર કરે જ.

No comments:

Post a Comment