Translate

Search This Blog

Wednesday, May 4, 2011

રામ કથા – ૬૬૨ - માનસ મિથિલેશ

માનસ મિથિલેશ

રામ કથા – ૬૬૨

પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ

Cincinnati, Ohio, U.S.A.

તારીખ ૦૫ જુલાઈ ૨૦૦૮ થી તારીખ ૧૩ જુલાઈ ૨૦૦૮

મુખ્ય ચોપાઈ

તસ ઉતપાત તાત બિધિ કીન્હા l

મુનિ મિથિલેસ રાખિ સબુ લીન્હા ll

મુનિ મિથિલેસ સભા સબ કાહૂ l

ભરત બચન સુનિ ભયૌ ઉછાહૂ ll

અયોધ્યાકાંડ પાન- ૬૬૩, ૬૬૬

હે તાત વિધાતાએ ઉત્પાત કર્યો છે; પરંતુ મુનિ વસિષ્ઠજી અને મિથિલેશ જનકજીએ બધાને સંભાળી લીધા છે.

મુનિ વસિષ્ઠજી, મિથિલેશ જનક્જી, આખી સભા, બધાને ભરતજીના શબ્દો સાંભળતા ઉત્સવ જેવો આનંદ થયો.

સદર કથાનું વિશેષ પ્રસારણ ભારતમાં આસ્થા ચેનલ દ્વારા તારીખ ૨૦ જુલાઈ થી તારીખ ૨૫ જુલાઈ દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેના મારી સમજમાં આવેલ કેટલાક અંશ અહીં પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

તારીખ ૨૨ જુલાઈ ૨૦૦૮

જ્ઞાનમાં મુદ્રા હોય, ભક્તિમાં મુદ્રિકા હોય અને કર્મમાં મૃદુતા હોય.

અપવાદને સિધ્ધાન્ત ન બનાવાય.

સદગુરુ બહું જ આર્ત સ્થિતિમાં મળે છે. તેથી જ તો મીરાંએ ગાયું છે કે, ” સાંકડી ગલીમેં સતગુરુ મિલીયા”

રાજ પથ ઉપર ધર્મ ગુરુ મળે પણ સતગુરુ તો સાંકડી ગલીમાં જ મળે. અને ત્યાંથી પાછું પણ ન ફરી શકાય.

સતગુરુ બધાનો હોય છે. જેમ પ્રાણ વાયુ બધાનો છે તેમ સદગુરુ પણ બધાનો હોય પણ જેમ માણસ તેના ફેફસાની શક્તિ પ્રમાણે પ્રાણ વાયુને પોતાનામાં સમાવી શકે છે તેમ સદગુરુને પણ પોતાની શક્તિ પ્રમાણે જ અપનાવી શકાય, પોતાની શક્તિ પ્રમાણે જ જાણી શકાય.

સૃષ્ટા મીઠો લાગે તો સૃષ્ટાએ બનાવેલ સૃષ્ટિ પણ મીઠી જ લાગવી જોઈએ.

“બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” એ ભગવાન શંકરાચાર્યજીનું સૂત્ર છે. અને તે તેમના મત પ્રમાણે યોગ્ય પણ છે.

પણ આપણા જેવા સંસારના દ્વંદમાં ફસાયેલા સંસારીઓ માટે આ સૂત્રની સ્થિતિ અઘરી છે.

દુનિયા દુ નિયા છે, એક નિયા નથી. તે વાહ વાહ પણ કરે અને નીંદા પણ કરે.

રામાયણ ધર્મ ગ્રંથ છે અને ધર્મની આગળ કોઈ વિશેષણ લાગેલું નથી. સાથે સાથે રામાયણ સદગ્રંથ પણ છે.

પૂજ્ય મોરારી બાપુએ તો રામાયણને ફક્ત ગ્રંથ જ નહીં બલ્કે પ્રેમ પંથ કહ્યો છે. અને આ પ્રેમ પંથ ઉપર પ્રયાણ કરતાં કરતાં કોઈ લક્ષ્ય સુધી પહોંચવાનું નથી પણ સતત ચાલ્યા જ કરવાનું છે.

કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરવો તેના ઉપર તેની મહત્તા છે. દિવાસળી મંદિરની આરતી સળગાવવા માટે વાપરી શકાય તેમજ તે જ દિવાસળી મંદિરને સળગાવવામાં પણ વપરાય.

“When I die, I want your hands on my eyes.”

વિશ્વામિત્ર ઋષિ જ્યારે જનકરાજાને મળે છે ત્યારે જનકજી ખબર અંતર પૂછે છે અને આ ખબર અંતર પૂછવા માટે ૮ + ૫ પ્રશ્નો પૂછે છે. જેમાં પાછળના પાંચ પ્રશ્નો આધ્યાત્મિક કૂશળતાને લગતા પ્રશ્નો છે. આ પ્રશ્નો નીચે પ્રમાણે છે.

૧ મન સ્વસ્થ છે ?

૨ તન સ્વસ્થ છે ? શરીર તંદુરસ્ત હોય તો જ મન સ્વસ્થ હોય. મનુષ્ય શરીર મહત્વનું છે. કારણ કે

સાધન ધામ મોચ્છ કર દ્વારા l

પાઈ ન જેહિં પરલોક સંવારા ll

બડેં ભાગ માનુષ તનુ પાવા l

સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા ll

૩ બુધ્ધિ શુધ્ધ છે ?

૪ ચિત્તમાં પ્રસનતા છે ? સુમતિ છે? કારણ કે શંકરાચાર્યજીનું કથન છે કે “પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ્”

૫ આંખ બરાબર છે ? એટલે કે દ્રષ્ટિ બરાબર છે કે કેમ ?

રાવણની સ્થિતિ ત્રણ પ્રસંગોમાં દયનીય બને છે.

૧ ધનુષ્ય ભંગ સમયે તે જ્યારે ભૂમિ ઉપર પડી જાય છે ત્યારે.

૨ અયોધ્યામાં દશરથ રાજાનું વૈજયન્તિ દ્વાર નથી ખોલી શકતો ત્યારે.

૩ અંગદનો પગ ઊંચકવાના પ્રસંગે

પૂજા કરવી સહેલી છે પણ પ્રેમ કરવો અઘરો છે.

જનક કર્મ યોગી છે.

જનક ધર્મ યોગી છે.

ધર્મના ચાર ચરણ છે. શૌચ તપ, દયા અને દાન

કલિયુગમાં ધર્મ રુપી બળદનો એક જ પગ છે અને તે છે દાન.

જ્ઞાન દાન – વિચાર દાન શ્રેષ્ઠ દાન છે.

પરોપકાર કરવો એ કર્મ છે એ ભાવે કરેલું દાન શોભા યુક્ત છે.

તારીખ ૨૩ જુલાઈ ૨૦૦૮

મિથિલેશ જનક કર્મ યોગી છે તેમજ ધર્મ યોગી પણ છે.

ધરમ ન દૂસર સત્ય સમાના…

સત્ય સમાન ધર્મ નથી.

દયા સમાન ધર્મ નથી.

દયા ધરમ કા મૂલ હૈં…

જૈન પરંપરામાં તેમજ અન્ય ધર્મ પરંપરામાં અહિંસા પરમ ધર્મ છે.

પરહિત ધર્મ છે.

સેવા કરવી એ પણ ધર્મ છે.

મિથિલેશ જનકમાં ધર્મના આ બધા જ સૂત્રો મળે છે.

ઈતિહાસ તથ્ય એકત્રિત કરી શકે જ્યારે આધ્યાત્મ સત્ય એકત્રિત કરે છે.

રામ કાલમાં બંધાયેલ નથી. રામ સદા કાળ છે. રામનો આદિ કે અંત કોઈ પામી શક્યું નથી. જે સદા કાળ હોય તે જ રામ છે.

સત્ય, પ્રેમ અને કરુણા કાળ અબાધિત છે, સ્થાન અબાધિત છે. તેને કાળ કે સિમાના બંધન લાગુ પડતા નથી.

જનક રાજા સેતુ બનાવે છે જેથી કરીને દશરથ રાજા જ્યારે જાન લઈને આવે ત્યારે તે બધા સહેલાઈથી આવી શકે.

સેતુ બંધ એટલે કે બધાને જોડવા, આ એક શ્રેષ્ઠ કાર્ય છે, શ્રેષ્ઠ ધર્મ છે.

રામ ચરિત માનસ સેતુ બંધની કથા છે. રામે પણ સેતુ બનાવ્યો છે. રામે તો સામે ચાલીને, વગર બોલાવ્યે જતાં જતાં સેતુ બનાવ્યો છે. જનક રાજાએ દશરથ રાજાને આમંત્રણ આપીને બોલાવ્યા છે અને તેમની સગવડતા ખાતરે સેતુ બનાવે છે. સ્થુલ રુપમાં બંધયેલ સેતુને કોઈ તોડી શકે પણ જન માનસમાં બંધાયેલ સેતુને કોઈ જ તોડી શકતું નથી.

“ચરાગો કે બદલે મકા જલ રહે હૈ, નયા હૈ જમાના નયી રોશની હૈ.

ન હારા હૈ ઈશ્ક ન દુનિયા થકી હૈ, શમા જલ રહી હૈ હવા ચલ રહી હૈ

કોઈ પણ માણસ કે ધર્મ સંસ્થાએ તેનું નામ કે કાર્યને પ્રમાણિત કરવા માટે બીજાના નામ કે ધર્મ કાર્યને ખંડિત ન કરવું જોઈએ. આપ આપકા મંડિત કિજીએ લેકિન દૂસરોંકા ખંડિત મત કિજીએ.

વૈરાગ્ય વિના જ્ઞાન ન હોય.

રાગ વિના ભક્તિ ન હોય.

ધર્મ એકાન્તનો વિષય છે, ભીડનો વિષય નથી.

“એકાન્તે સુખ માસ્યતામ્”

તોડે તે ધર્મ નથી પણ જોડે તે ધર્મ છે.

ધર્મ વાર તહેવારે પહેરવાનાં કપડાં નથી….આનંદશંકર બાપાલાલ ધ્રુવ

આપણે પોતાનું જીવન ધન્ય કરીને જીવવું. …સોભિતભાઈ

જનકનો ધર્મ સેતુ બંધ છે.

તણખલાનો ઘા કરવાથી પર્વતના શિખર તૂટે નહિં.

મીરાં શ્રી કૃષ્ણ સાથે બ્રાહ્મણના શરીર ઉપર જેમ જનોઈ જોડાયેલી હોય છે તેમ જોડાયેલી હતી.

પતરાળામાં આવેલ લાડુ ખાઈ જવાય અને પછી પતરાળું ફેંકી દેવાનું હોય.

જે ઉપયોગી હોય; જે શુભ હોય તેનો સ્વીકાર કરી નકામી વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય.

રામ હંમેશાં હા જ પાડે છે, તેમના જીવનમાં નિષેધ છે જ નહિં.

જીવન ખોટું હોઈ શકે પણ મૃત્યુ કદી ખોટું ન હોઈ શકે.

દુનિયા વાંઝણી નથી રહેતી. જ્યારે જ્યારે તેને સંતની જરુર પડે છે ત્યારે ત્યારે કોઈ ને કોઈ રુપે સંત પેદા થાય જ છે. સંતનું અવતરણ અસ્તિત્વની વ્યવસ્થા અનુસાર થાય છે.

સંન્યાસ સુખથી પેદા થાય કે દુઃખથી પેદા થાય તે યોગ્ય નથી પણ જ્યારે સંન્યાસ આનંદથી ઉત્પન્ન થાય તો તેનું પરિણામ આવે અને આવા સંન્યાસમાં પરિવર્તનની પણ જરુરીયાત રહેતી નથી.

બધું છોડવું એ ત્યાગ નથી પણ શ્રેષ્ઠને આત્મ સાત કરવો, શ્રેષ્ઠને અપનાવવું એ ત્યાગ છે.

રામનું એક નામ સહજાનંદ છે.

સુખ અને દુઃખને અતિક્રમણ કરીએ તો આનંદ પેદા થાય.

દુઃખનાં કારણ નીચે પ્રમાણે છે.

કર્મ થકી પેદા થયેલ દુઃખ

કાળ થકી પેદા થયેલ દુઃખ. સમય પસાર થતાં શરીરની અવસ્થા બદલાય અને તેના લીધે દુઃખ આવે તે.

સ્વભાવગ્રસ્ત દુઃખ.

બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બુનુ સુલભ ન સોઈ.

સતસંગથી વિવેક આવે અને તેના સ્વભાવમાં ફેરફાર થતાં દુઃખ દૂર થાય. દુઃખને પણ સુખમાં પરિવર્તિત કરી શકાય, દુઃખથી મુક્તિ પામી શકાય.

કવિ કાગ કહે છે કે, ” નીર નદીયાના થાવું, ક્યાં ય ન રોકાવું.”

આપણી મૂળ પરિસ્થિતિ ન ભૂલાય તો જ આપણો વિકાસ થાય.

દરેક અયોધ્યામાં મંથરા હોય તેમજ દરેક લંકામાં વિભીષણ હોય.

દશરથ દેહ વાદી છે જ્યારે જનક વિદેહ વાદી છે.

બહારની એકતા અને અંદરની નેકતા થી જ સેતુ બંધ ટકી શકે.

બુધ્ધિ ભૂમિ છે અને વિચાર હળ છે. જનક રાજા બુધ્ધિ રુપી ભૂમિમાં વિચાર રુપી હળ ચલાવે છે તેથી તેના પરિણામ સ્વરુપ જાનકી – શાંતિ પેદા થાય છે.

સંયમના નામ ઉપર રસ સૃષ્ટિની હત્યા ન થવી જોઈએ.

દશરથનો આધ્યાત્મિક અર્થ એટલે દશે ઈન્દ્રીયોથી રસોનું સમ્યક અને શુભ પાન કરવું.

સદગુરુની આંખ શિષ્યની પાંખ બને છે અને તેના કારણે શિષ્ય ઊર્ધ્વગમન કરવા લાગે છે.

૨૪ જુલાઈ ૨૦૦૮ સવારના ૯.૩૦ કલાક થી ૧.૦૦ કલાક

મિથિલેશ જનક ૧ જ્ઞાન યોગી, ૨ પ્રેમ યોગી, ૩ વિરહ યોગી, ૪ કર્મ યોગી, ૫ ધર્મ યોગી, ૬ રાજ યોગી, અને ૭ બ્રહ્મ યોગી છે.

વિષમ પરિસ્થિતિમાં આપણું મૌન અથવા આપણું પોતાનું મંથન જ બચાવી શકે જેનું ચિંતન શ્રેષ્ઠ હોય તે જ બચાવી શકે. મિથિલેશ એટલે ચિંતન, મનનમાં શ્રેષ્ઠ.

“જો તમે સૂર્યને પામીને આવ્યા હો તો એક મૂઠી અજવાળું દુનિયાને આપો.”…ભાવેશ પાઠક

ઈશ એટલે શ્રેષ્ઠ

ભીડ વક્તાની શ્રેષ્ઠતા નથી. માણસના ટોળા તો ગામડાનો મદારી પણ એકત્રિત કરી શકે છે. એક પાગલ પણ ભીડ એકત્રિત કરી શકે છે.

“સમજદારી થી અગળા થઈ જવાના આ બધા બહાના છે.”…જલન માત્રી

સિંહ રાશીના શબ્દો મ અને ટ છે. મ એટલે મહંત અને ટ એટલે ટહેલકાઈ – સેવકાઈ સાધુ મૂર્છિતની સિંહ રાશી છે.

રબ કરતાં રાબિયા ચઢે. માધવ કરતાં મીરાં ચઢે.

જે સેવક નથી બની શકતો તે મહંત પણ નથી બની શકતો.

પરમાત્મા શૂન્ય છે તેમજ પૂર્ણ પણ છે. પરમાત્મા અંધારું છે તેમજ અજવાળું પણ છે.

કોઈ પણ સંખ્યા બનાવવા માટે એકની જરુરિયાત રહે જ છે. એક સિવાય કોઈ સંખ્યા બની જ ન શકે. આ એક એ જ ઈશ્વર.

પરસ્પર વિરોધી ધર્મનું એક સ્વરુપ કે નામ જ ઈશ્વર છે. વિરોધી ધર્મોનો સમન્વય એ જ અસ્તિત્વ છે.

જે ભણે છે તે માલિક છે અને જે ભણાવે છે તે નોકર છે.

કૃષ્ણ જગદગુરુ છે કારણ કે તે સ્વામી પણ છે અને સારથી-સેવક પણ છે.

દાસ અને રામનો નિર્વાહ કરે તે જ ભગવાન. દાસ એટલે સેવક અને રામ એટલે માલિક.

“ના કોઈ ગુરુ ના કોઈ ચેલા

મેલે મેં અકેલા ઔર અકેલે મેં મેલા” ….મજબુર સાહેબ

સંધ્યાનો સમય પ્રેમીઓ માટે મહત્વનો છે. તે સમયે તેને તેના પ્રેમીની યાદ આવે છે.

ભીડ, ધન, પ્રવૃત્તિ, કર્મ વિ. થી શ્રેઠતા સિધ્ધ થતી નથી.

આપણું ચિંતન, મનન જ ઉત્પાતમાં બચાવી શકે.

મૌન ઘણા રહસ્યોનું ઉદઘાટન કરી શકે છે.

મૌન જડ ન હોવું જોઈએ.

જ્યાં જરુર હોય તેવા સમયે મૌન હોવા છતાં પણ બોલવું પડે તો તેમાં મૌન ભંગ થતું નથી. મૌન તૂટે તેની ચિંતા કરવા કરતાં કોઈનું દિલ ન તૂટે તે વધારે મહત્વનું છે. વાણી તો આપણી સંપદા છે તેને મૌનથી બચાવી શકાય-સંગ્રહ કરી શકાય.

કોઈ પૂજ્ય હોય તેનું એંઠું ખાવું એ વ્યક્તિવાદ-વ્યક્તિ પૂજા છે જ્યારે કોઈ પ્રિય હોય તેનું એંઠું ખાવું એ આધ્યાત્મ છે અને તે જે યોગ્ય છે.

બે ધર્મ વચ્ચે લડાઈ થતી નથી, લડાઈ થાય છે તો તે બે અધર્મ વચ્ચે જ થાય છે….વિનોબા ભાવે

ધર્મ તો ત્યાગ છે. ધર્મ જગતના મહાપુરુષો ધર્મના આંચળા હેઠળ મિલ્કતના ઝઘડા માટે અદાલતમાં જાય છે તે એક શર્મ જનક ઘટના છે. આ કેટલું યોગ્ય ઘણાય ?

સાધુતા તો હાર્ટમાં હોય, કોર્ટમાં ન હોય.

ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી…..નિષ્કુલાનંદજી

હાથથી છૂટે તે ત્યાગ અને હૈયાથી છૂટે તે વૈરાગ્ય.

ઈચ્છા જ દુઃખની જનની છે.

ઈચ્છા

આશા

તૃષ્ણા

વ્રજના ચાર અર્થ થાય છે.

વ્રજ એટલે ગમન-કોઈની તરફ ગતિ

વ્રજ એટલે જ્ઞાન

વ્રજ એટલે પ્રાપ્તિ

વ્રજ એટલે મોક્ષ

જ્ઞાનનું અખંડ ઘનીભૂત રુપ એ જ કૃષ્ણ.

એક એટલે જ્યાં બે નથી તે.

રાગ અને દ્વેષ છૂટી જાય તે જ સંન્યાસ.

જ્ઞાનની અસંગતા અને ભક્તિની વ્યાપ્તતા- ભીજાવવું એ બંને જનકમાં છે.

પ્રેમ ન હોય તો જ્ઞાનમાં અક્કડતા આવી જાય.

જ્ઞાનના સચીવ વૈરાગ્ય છે. જ્ઞાન તેના સચીવ વૈરાગ્ય સાથે મંત્રણા કરે.

વિનમ્રતા જ જ્ઞાનનું આભૂષણ છે.

સન્માન માગવાનું ન હોય તે તો આપ મેળે જ મળી જાય.

જાણવાની ઈચ્છા દરેક સાધકે રાખવી જોઈએ.

સંયમના નામ ઉપર સૌન્દર્યની સરાહના બંધ ન થવી જોઈએ.

પાકી ઓળખાણ થયા પછી જ પગ પકડો, જેથી કરીને પગ પકડ્યા પછી પસ્તવાનો વારો જ ન આવે. હનુમાનજી અને રામ જ્યારે પ્રથમ વખત મળે છે ત્યારે જ્યારે હનુમાનજીને પાકી ખાતરી થાય છે ત્યારે જ તે રામના પગ પકડે છે.

મમ ગુણ ગાવત પુલક સરીરા

ગદગદ ગીરા નયન અધીરા

આંખનું આભૂષણ આંસુ છે, કાજલ નહીં.

પ્રેમના સંપુટમાં- બે ઢાંકણ વચ્ચે જ્ઞાનને સંભાળીને રખાય.

બ્રહ્મ તત્વ જાતિ મુક્ત છે, તે નર નથી કે નારી પણ નથી, જાતિ મુક્ત, લીંગ મુક્ત છે.

સ્વાધ્યાય અને પ્રવચનમાં ક્યારે ય પ્રમાદ ન કરાય.

તારીખ ૨૪ જુલાઈ ૨૦૦૮, રાતના ૧૦ કલાક થી ૧.૪૫ કલાક

અંતઃકરણના ચાર ભાગ છે.

૧ મન

૨ બુધ્ધિ

૩ ચિત્ત

૪ અહંકાર

વક્તાએ મન્ બિધ્ધિ અને ચિત્તથી બોલવું જોઈએ અને તેમાં અહંકારને વચ્ચે લાવવો ન જોઈએ. અહંકારી વક્તા યોગ્ય નથી. આવી જે રીતે શ્રોતાએ પણ મન્ બિધ્ધિ અને ચિત્તથી શ્રવણ કરવું જોઇએ. શ્રવણ કરવામાં અહંકાર ન આવવો જોઇએ. અહંકારી શ્રોતાને તેમજ અહંકારી વક્તાને સ્વાન્તય સુખ મળતું નથી.

એકાગ્રતાથી જોઈએ તો જેમ કોઈ નવલકથા નવીન હોય છે તેમ કથા પણ રોજ નવીન જ હોય છે. કથા રોજ નવીન જ લાગે છે તેથી જ કથા વરંવાર કહેવામાં અને સાંભળવામાં આવે છે.

માણસ દરરોજ તાજો તરોજો હોવો જોઈએ. Man should be fresh each day with new ideas, new thoughts, discarding old and obsolate thoughts.

“દરરોજ નવાં કપડાં પહેરવાં જોઈએ.”………… જિસસ ક્રિસ્ટ

મડદા પાસે વિચાર ન હોય.

સાધુ સંતને સેવાના બહાને બહું સગવડ ન આપવી જોઈએ.

વ્યક્તિની સામાન્ય જરુરિયાતને પુરી કરવાની અસ્તિત્વની જવાબદારી છે. પણ અસ્તિત્વ આપણી કામનાઓ અને લોભી ઈચ્છઓને પુર્ણ ન કરે.

જે અહંકાર કરે છે તેનું આયુષ્ય ઓછું થાય છે…..મહાભારત

નીચેની ૬ વસ્તું આયુષ્ય ઓછું કરે, માણસના જીવનના આનંદને ઓછો કરે.

૧ અત્યંત અભિમાની

૨ અતિ વાદ વિવાદ કરનાર, અત્યંત બોલનાર

શબ્દ બ્રહ્મ છે. તેથી શબ્દની બચત કરો, ઓછું બોલો.

૩ પરિગ્રહ વૃત્તિ, અતિ સંગ્રહખોર, અતી લોભ

૪ અતી ક્રોધી

૫ આત્મ કેન્દ્રીત વ્યક્તિ, એકલ પેટો

૬ મિત્ર સાથે દ્રોહ કરનાર

સાક્ષી ભાવ એ અષ્ટાવક્રી ગીતાનો એક શબ્દમાંનો સાર છે. એક શબ્દમાં અષ્ટાવક્રી ગીતાને સમાવવા માટે સાક્ષી ભાવ એ શબ્દ પુરતો છે. ફક્ત સાક્ષી બનવાથી માણસ જડ – ગંભીર બની જાય છે. તેથી ભાવ મગ્ન બની સાક્ષી બનવું જોઈએ.

કુટ એટલે એરણ

આંખ ફક્ત જોવા માટે જ નથી પણ રોવા માટે છે. જે રડે નહિં તે માણસ વિકૃત બની જાય છે.

પરમ ધર્મ એ છે કે આ જિંદગીનો અંત થાય એ પહેલાં પરમને પામી લો.

“સાદગી શ્રીંગાર બન ગઈ

આયીનો કી હાર હો ગઈ”

નીચેના ૬ સમયે ક્રોધ ન કરવો.

૧ સવારે જાગતી વખતે

૨ રાત્રે સુતા સમયે

૩ ભોજન સમયે

૪ ભજન સમયે, ધ્યાન સમયે

૫ ઘરથી નીકળતા સમયે

૬ બહારથી આવીએ અને ગૃહ પ્રવેશ સમયે

વિષાદ એકલાએ ભોગવવો પણ પ્રસાદ બધાને વહેંચવો.

પરમ તત્વને પામી લેવું એ મારો જન્મ સિધ્દ્ધ અધિકાર છે.

જ્યારે કોઈ સ્થુલ વસ્તુ ખોવાઈ જાય ત્યારે તેને શોધવા માટે અજવાળાની જરુર પડે, અજવાળાને અનુભવવા માટે આંખ જોઈએ, આંખને અનુભવવા માટે – શોધવા માટે બુધ્ધિની – સારા વિચારોની, સાક્ષી ભાવની જરુર પડે.

ભગવાન જ્યારે પ્રસન્ન થાય અને આપણને માગવાનું કહે ત્યારે આપણે બુધ્ધિ યોગ માગવો જોઈએ જેથી આપણે તેના વિરાટ રુપનું દર્શન કરી શકીએ.

યોગ સિધ્ધ કરવા માટે કોહ, મોહ, મમતા, મદ મટવા જોઈએ. આ તુલસી યોગ છે.

રામ કથાના ગાનમાં એકલા પક્ષી રાજ ગરુડ જ માનસિક રોગના નિવારણ અંગે કાકને પ્રશ્ન કરેછે.

જ્ઞાન કરતાં ગાન શ્રેષ્ઠ છે.

રામ વ્યાપક છે, તર્કાતિત છે.

તારી કૃપાની કોઈ સિમા નથી અને મારા ભાગ્યની પણ કોઈ સિમા નથી.

ભજન અને ભોજન પાક્યા વિના સ્વાદુ ન લાગે.

તારીખ ૨૫ જુલાઈ ૨૦૦૮ ૯.૩૦ કલાક

ઉપનિષદ એટલે કોઈ જાગૃત પુરુષના સાનિધ્યમાં બેસવું. આ રીતે બેસવાથી આપણી ઊર્જા જાગૃત થશે.

અસુરને સુર બનાવે તે ઉપાસના. જેમ સૂર્યની હાજરીથી બધા ક્રિયાશીલ બની જાય છે, સુર્યની હાજરી જ પર્યાપ્ત છે તેમ આધ્યાત્મમાં કેટલીક વિભૂતિની હાજરી જ પર્યાપ્ત છે. આવી વિભૂતિ તત્વ તહ સાક્ષી છે, તે અકર્તા છે અને તેની આસપાસ રહેનારની ઊર્જા આપમેળે ખૂલી જાય છે.

“અન્યત્ર ધર્માત્” – ધર્મથી પર

“અન્યત્ર અધર્માત્” – અધર્મથી પર

“અન્યત્ર અસ્માત્” – કાર્યથી પર

“અન્યત્ર ક્રિયાત્” – કારણથી પર

“અન્યત્ર ભૂતાસ્ચ્” – ભૂતથી પર

“અન્યત્ર ભૂયાસ્ચ્” – ભવિષ્યથી પર

ઉપનિષદના ઉપરોક્ત ૬ સૂત્ર શાસ્ત્રોનો સાર છે.

પહેલાં સાક્ષી આવે પછી સાક્ષી ભાવ આવે.

ધર્મ છોડો, અધર્મ છોડો એ જ સાક્ષી છે.

સુખની પસંદગીમાં જ દુઃખનાં બીજ રોપાયેલાં છે. સુખને અપનાવો એટલે દુઃખને પણ અપનાવવુ જ પડે. કારણ કે તમારી સુખની પસંદગીની સાથે દુઃખ પણ જોડાયેલું જ છે.

રામ ચરિત માનસના સેવનથી, રામ ચરિત માનસના આશ્રયથી આપણા પાપ મટી જશે તેમજ પૂણ્ય પણ મટી જશે.

પૂણ્ય ખતમ થતાં પાછા મૃત્યુ લોકમાં આવવુ જ પડે.

હરીના જન તો મુક્તિ ન માગે,

જનમો જનમ અવતારે;

નિત સેવા નિત કિર્તન ઓચ્છવ,

નિરખવા નંદકુમાર રે;

ભૂતળ ભક્તિ પદારથ મોટું,

બ્રહ્મ લોકમાં નાહિં રે;

પાપ જલ્દી પતન કરાવે જ્યારે પૂણ્ય ક્ષિણ થયા પછી પતન કરાવે. આમ પાપ અને પૂણ્ય બંને પતન કરાવે છે.

પૂણ્યમ પાપ હરમ્….

શિવ શબ્દ શુભ અને અશુભથી પર છે, ઉપર છે.

માળાનો ૧૦૮ અંક પરમ વૈજ્ઞાનિક છે.

રામ શબ્દમાં ૨ એટલે બે જે બીજા મહિનો – ફેબ્રઆરી છે, જ્યારે કાનો એ એક નંબર છે અને મ એ ચાર નંબર જેવો લાગે છે આમ રામ એટલે ૧૪ ફેબ્રુઆરી થાય, જે પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડે દર્શાવે છે. આમ રામ એટલે પ્રેમ થાય.

ભીષ્મ શાંતિ પર્વમાં ધર્મ અને અધર્મથી પર થઈ જવા માટે કહે છે.

અષ્ટાવક્ર પણ જનક રાજાને બધા દ્વંદોથી પર થવા, બધા દ્વંદોને છોડવા જણાવે છે.

કૃપા થાય તો કુપાત્ર પણ સુપત્ર બની જાય.

પરમ બ્રહ્મના ચરણ ધોવાના ત્રણ પ્રસંગ આવે છે જે નીચે મુજબ છે.

જ્યારે વામન અવતારમાં ત્રણ ડગમાં બલી રાજાનું સર્વસ્વ ગ્રહણ કરતાં વામન ભગવાન વિરાટ બની પહેલા પગલામાં પાતાળ, બીજા પગલામાં પૃથ્વી અને ત્રીજા પગલું ભરતાં તેમનો પગ બ્રહ્મ લોકમાં પહોંચે છે ત્યારે બ્રહ્મા તેમના ચરણ ધોવે છે. તે વખતે અંગુઠામાંથી ગંગાજી ઉત્પન્ન થાય છે.

૨ જનક રાજા લગ્ન પ્રસંગે રામના પગ ધૂએ છે.

૩ કેવટ ગંગા પાર કરવાના સમયે રામના પગ ધૂએ છે.

તારીખ ૨૫ જુલાઈ ૨૦૦૮, રાતના ૧૦.૦૦ કલાકથી ૦૦.૪૫ કલાક

બીજાના પ્રસન્ન દામ્પત્યમાં ચંચુપાત કરે તેને કાગડો જ બનાવાય, હંસ ન બનાવાય; પછી ભલે તે ઊંચા કૂળનો હોય. ઈન્દ્ર પુત્ર કાગડો બની રામ સીતાજીના પસન્ન દામ્પત્યમાં ચંચુપાત કરે છે.

મહાપુરુષોની દુવા મૃત્યુને પણ રોકી શકે છે. જયંત જ્યારે નારદ મુનિ પાસે રોકાય છે ત્યારે તણખલાનું તીર રોકાઈ જાય છે.

અપરાધ માણસનો કરી મંદિરમાં માફી માગવા જવાનો અર્થ નથી. ખરેખર તો જેનો અપરાધ કર્યો હોય તેની પાસે જઈ માફી માગી પછી મંદિરમાં જઈ ભગવાનને કહી શકાય કે મેં જેનો અપરાધ કર્યો છે તેની માફી માગી લીધી છે.

આ દુનિયા બ્રીજ છે; તેથી ત્યાં મકાન બનાવી ન રહેવાય; આ બ્રીજ ઉપરથી તો પસાર જ થવાય; ગુજરી જવાય.

પ્રત્યેક અતિરેક ઝેર જ છે.

યોગ, યુક્તિ, તપસ્યા અને મંત્રને છુપાવાય તો જ તે સફળ થાય. યોગ એટલે જોડાવવું.

જનક રાજા જ્ઞાનને પ્રેમના સંપુટમાં; પ્રેમના બે પટ વચ્ચે અને યોગને ભોગના બે સંપુટ વચ્ચે રાખે છે.

કૃષ્ણ જગદગુરુ છે.

જ્યારે ગુરુ તમારી પાસે કંઈક માગે ત્યારે એમ સમજજો કે હવે નિર્વાણનો સમય પાકી ગયો છે; નિર્વાણ તમારી મુઠ્ઠી માં આવી ગયું છે.

ગુરુ – કૃષ્ણ – ચાર વસ્તું માગે છે.

મન માગે છે.

ગુરુ આપણા મલિન મનને માગે છે. કારણ કે ગુરુ પાસે એવી શક્તિ છે કે તે આપણા મલિન મનને સ્વચ્છ કરી; પવિત્ર બનાવી આપણને પાછુ આપે છે. ગુરુ જ આપણું મન છે. મન ગુરુ પાસે રહે તો તે ફિક્ષ ડિપોઝીટમાં મુકેલ નાણાની માફક એકદમ સુરક્ષિત રહે છે. ગુરુ મનને દુરસ્ત કરનાર કારીગર છે.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

ગુરુ બીજી માગણીમાં આપણને તેના ભક્ત બનવાનું કહે છે. પૂજ્ય મધુસુદન સરસ્વતી મહારાજ ભક્તિની વ્યાખ્યા કરતાં કહે છે કે જ્યારે આપણું ચિત દ્રવિત થઈ જાય અને એક ધારા બની વિશેષ પ્રેમ સાથે કોઈની સ્થિતિને જોવાનું શરુ કરે તો તે ભક્તિ છે.

ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ધર્મ પરિતાજ્ય… કહે છે. તો એવો પ્રશ્ન પેદા થાય કે જો ધર્મ છોડવાનો જ હોય તો તેને પકડવાનો શું કામ ?

કોઈ પણ વસ્તુને છોડવા માટે તે વસ્તુને પહેલાં પકડવી પડે. કોઈ વસ્તુને પકડ્યા વિના કેવી રીતે છોડાય ? વસ્તુ પકડ્યા પછી તે રસહીન લાગતાં તેને છોડી શકાય. આમ થાય તો જ છોડવાની વૃત્તિ પેદા થાય. છોડવાની વસ્તુને જાણ્યા પછી જ છોડાય.

ચાર મિત્રોને ખીચડી ખાવની ઈચ્છા થતાં તેઓ ખીચડી બનાવવા માટેની સાધન સામગ્રી ભેગી કરવાનું કામ વહેંચી લે છે. પણ આમ કરતાં ચોથા મિત્રના ભાગે કોઈ કામ આવતું નથી. તેથી બાકીના ત્રણ મિત્રો ચોથા મિત્રને ખીચડી પકાવ્યા પછી ખીચડી પકાવવા માટે પેટાવેલી આગને બુઝાવવાનું કાર્ય ચોથા મિત્રને સોંપે છે. આમ થાતાં ચોથો મિત્ર કહે છે કે જો આગ બુઝાવવાની જ હોય તો તેને પેટાવવાની જ શું કામ ? પણ જો આગ ન પેટાવે તો ખીચડી કેવી રીતે પકાવાય અને ભૂખ કેવી રીતે મટાડાય ? આવું જ ધર્મને છોડવાનું છે.

ગુરુની ત્રીજી માગણી તેમના માટે કાર્ય કરવાની છે. ગુરુ કહે છે કે તું મારા માટે કાર્ય કર. બીજાનું ભલું કરવું એ ગુરુનું કાર્ય છે. એટલે આપણે બીજાનું ભલું કરીએ તે ગુરુનું કાર્ય કરવા સમાન છે.

ગુરુને પ્રણામ કર; ગુરુને નમસ્કાર કર.

પહેલી માગણી ગુરુને મન આપવા માટેની છે જેને મનસ્કાર કહેવાય અને ચોથી માગણી નમસ્કાર કરવાની છે. આમ મનસ્કારથી નમસ્કારની યાત્રા ગુરુ પૂર્ણિમાની ગુરુ વંદના છે.

નમન એટલે ન મન. મનથી મુક્તિ એટલે નમન.

જનક પણ ગુરુ છે.

પ્રેમની ત્રણ શ્રેણી છે.

પ્રેમની આ શ્રેણીમાં પ્રેમીને સુખ મળે છે અને પ્રિયતમને દુઃખ મળે છે. બાપ પોતાની વાળ વાળી દાઢી પોતાના નાનકડા બાળકના ગાલ ઉપર ઘસે ત્યારે બાળકને દુઃખ થાય છે પણ બાપને આનંદ આવે છે. આ પ્રેમની એક શ્રેણી છે, પ્રેમનું એક લક્ષણ છે.

બીજી શ્રેણીના પ્રેમમાં પ્રેમી અને પ્રિયતમ બંનેને આનંદ મળે, સુખ મળે. નાના બાળકને તેના દાદા પોતના ખોળામાં બેસાડી ખવડાવે અને પોતે પણ ખાય ત્યારે બાળક અને દાદા બંને ને આનંદ પ્રાપ્ત થાય છે, બંનેને સુખ મળે છે.

ત્રીજી શ્રેણીના પ્રેમમાં પ્રિયતમ સુખી રહે છે અને પ્રેમી સહન કરે છે.

No comments:

Post a Comment