બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,
* * * * *
પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાં,
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં.
* * * * *
કૂવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાડ,
બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણના.
* * * * *
કોયલડીને કાગ, વાને વરતાય નહીં
જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે.
* * * * *
ગોડી પૂછે ગોડિયા કોણ ભલેરો દેશ?
સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ.
* * * * *
ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક;
એ ચારે ભેગાં હુવાં,અનરથ કરે અનેક;.
* * * * *
ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ સપૂત.
* * * * *
બે’રા આગળ ગાવણું, મૂંગા આગળ ઘાલ;
અંધા આગળ નાચવું, એ ત્રણે હાલહવાલ.
* * * * *
મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ.
* * * * *
ઘેલી માથે બેડલું, મરકટ કોટે હાર;
જુગારી ગાંઠે અર્થ તે ટકે કેટલી વાર?
* * * * *
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય;
વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય.
* * * * *
મેમાનુંને માન , દલભર દલ દીધાં નહીં;
માણસ નહિં પણ મસાણ, સાચું સોરઠિયો ભણે.
* * * * *
દળ ફરે વાદળ ફરે ફરે નદીનાં પૂર
શૂરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે સૂર.
* * * * *
કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે, હૈયું કટારી હાથ.
* * * * *
ઋતુએ ઊગે મોગરા, ઋતુએ આવે ફૂલ,
ઋતુ વિનાનું ચાહિયે , તે તો ધૂળે ધૂળ.
* * * * *
અગર બળંતાં ગુણ કરે, ને સુખડ ઘસંતાં;
શૂર હોય તે રણ ચડે, ને કાયર નાસંતા.
* * * * *
ગુણની ઉપર ગુણ કરે એ તો વે’વારા વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ.
* * * * *
ચંગા માઢુ ઘર રહે, ત્રણ અવગુણ હોય;
કાપડ ફાટે , ઋણ વધે, નામ ના જાણે કોય.
No comments:
Post a Comment