Translate

Search This Blog

Thursday, May 5, 2011

રામ કથા - માનસ મહાપ્રભુ

રામ કથા

ક્રમાંક – ૬૭૩

માનસ મહાપ્રભુ

ચંપારણ ધામ

છત્તીસગઢ

તારીખ ૧૮-૦૪-૨૦૦૯ થી તારીખ ૨૬-૦૪-૨૦૦૯

મુખ્ય ચોપાઈ

મોરે મન પ્રભુ અસ બિસ્વાસા l

રામ તે અધિક રામ કર દાસા ll

રામ સિન્ધુ ધન સજ્જન ધીરા l

ચંદન તરૂ હરિ સંત સમીરા ll

………………….ઉત્તરકાંડ

————————————————————————————-—–

પુષ્ટિના ૩૨ અર્થ ભગવદ ગોમંડલ શબ્દ કોષમાં આપ્યા છે. આ અર્થો પૈકીનો એક અર્થ નીચે પ્રમાણે છે.

પુષ્ટિ એટલે “ભગવાનની કૃપા, જ્યાં સાધન તથા પ્રયત્ન સિવાય કેવળ અનુગ્રહથી જીવને ફળદાન કરવામાં આવે છે તે પુષ્ટિની રીત છે. તે માર્ગમાં રહેલો જીવ માત્ર ઈશ્વરના અનુગ્રહથી કે ભક્તિથી તરી શકે છે, વૈદિક સાધનોથી નહિ.”

——————————————————————————–

પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત્ શ્રી કૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. ચૈત્ર વદ ૧૧, તારીખ ૨૧ એપ્રિલ, ૨૦૦૯ ના રોજ ૫૩૨ મો પ્રાગટ્ય દિન છે. આ પ્રસંગને અનુરૂપ તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૦૯ ના “દિવ્ય ભાસ્કર” ગુજરતી દૈનિકના ધર્મ દર્શન અંકમાં વિષેશ માહિતિ પ્રકાશિત થઈ છે. અહીં સદર માહિતિ સાભાર પ્રસ્તુત છે.

પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી

Mahaprabhuji, Sunil A Shah
Tuesday, April 21, 2009 12:00 [IST]

૨૧-૪-૦૯, મંગળવાર, ચૈત્ર વદ અગિયારસ,પ્રાગટયદિન

શ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે

પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભકિતમાર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રીનારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે.

જે દિવસે ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિંદુ ધર્મ અને સંસ્કતિનું રક્ષણ કર્યું છે.

શ્રી વલ્લભ (મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કાંકરવાડ ગામમાં હતી. તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ જાતે તૈલંગ બ્રાહ્મણ હતા. શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટ ખૂબ જ શ્રદ્ધાળુ અને વિદ્વાન હતા. તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યા હતા. એમ કહેવાય છે કે સોમયજ્ઞની પૂણાર્હુતિના સમયે સાક્ષાત્ ભગવાને પ્રગટ થઇ તેમને વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ત્યાં જન્મ લઇશ.

તેમના પુત્ર ગંગાધરભટ્ટે અઠ્ઠાવીસ સોમયજ્ઞ કર્યા હતા. પુત્ર ગણપતિ ભટ્ટે અને વલ્લભ ભટ્ટે ૩૦ સોમયજ્ઞ અને પુત્ર લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યા હતા. આમ લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા. ભગવાને આપેલું વચન કદી મિથ્યા થાય નહીં અને તેથી સો સોમયજ્ઞો પરિપૂર્ણ થતાની સાથે જ ચંપારણ્ય ગામની પાવનભૂમિ પર રહેતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાગારુજીને ત્યાં વિ.સં.૧૫૩૫ના ચૈત્ર વદ દશમની રાત્રે મહાનદીના કિનારે શમી વૃક્ષની છાયામાં ઇલ્લમાજીને સાતમા (અધૂરા) માસે મૃતપુત્ર પ્રસવ થયો.

પુત્રને મૃત જાણીને માતૃહૃદય ભરાઇ આવ્યું પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઇને આ પુત્ર રત્નને ઇલ્લમાજીએ સાડીનો છેડો ફાડીને સાડીના એક મોટા ટુકડામાં લપેટીને શમી વૃક્ષની મોટી બખોલમાં પોઢાડી ભારે હૈયે વિદાય લીધી. રાત્રિના સમયે પુત્ર વિરહની યાદમાં વ્યથિત થઇને અર્ધનિદ્રામાં ભગવાન શ્રીકૃષ્ણે લક્ષ્મણ ભટ્ટને દર્શન આપીને બોલ્યા, ‘કાં ભટ્ટજી છેતરાઇ ગયા ને? મારી માયાજાળમાં તો ભલભલા થાપ ખાઇ જાય છે! એમાં તમારો શો વાંક? ઊઠો તમારે ત્યાં હું પુત્રરૂપે જન્મ્યો છું. પાછા ફરો તમારો નંદલાલ આતુરતાપૂર્વક તમારી રાહ જુએ છે.’

લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાજી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં શમી વૃક્ષ તરફ આવે છે અને વૃક્ષ તરફ નજર નાખીને જુએ છે તો વૃક્ષ નીચે તો ભડભડ અગ્નિ ભડકે બળે છે. ઇલ્લમાજી ચિંતાતુર સ્વરે લક્ષ્મણ ભટ્ટને કહે છે, ‘નાથ! આ વૃક્ષની બખોલમાં જ આપણા મૃત બાળકને સંતાડયો છે પરંતુ હમણાં આખું ઝાડ આગમાં લપેટાઇ જશે તો આપણા નંદલાલનું શું થાશે.’

નવદંપતી આગળ વિચારે એ પહેલાં તો આકાશમાંથી ભગવાનની વૃષ્ટિ થઇ રહી હોય એમ ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો. આ જોઇને નવદંપતી આશ્ચર્ય ચકિત થઇને બોલ્યું, ‘ભગવાનની લીલા કેવી અકળ છે.’ અગ્નિમાં વર્તુળની વચ્ચે એક અદભૂત બાળકનાં દર્શન થયાં. આ બાળક તે જ શ્રી વલ્લભાચાર્યજી. તેમનું પ્રાગટય વરુથિની એકાદશી વિ.સં.૧૫૩૫ના ચૈત્ર વદ -૧૧ને પવિત્ર દિને થયું હતું.

શ્રી વલ્લભનું બાળપણ કાશીમાં વીત્યું હતું. નાની વયમાં જ પિતા દ્વારા તેમને વિધા, જ્ઞાન અને ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમના પિતા સાથે ચર્ચા કરવા આવતા વિદ્વાનો શ્રી વલ્લભની કુશાગ્ર બુદ્ધિ જોઇ તેમને વાક્પતિ અને બાલસરસ્વતી કહીને પ્રશંસા કરતા. સાત વર્ષની વયે તેમનો યજ્ઞપવીત સંસ્કાર થાય પછી તેમને વિધાભ્યાસ માટે વિદ્વાન ગુરુઓ પાસે મૂકવામાં આવ્યા.

શ્રી વલ્લભે થોડાક મહિનાઓમાં સર્વ શાસ્ત્રોનો ખૂબ જ ઝીણવટપૂર્વક વિધાભ્યાસ પૂરો કર્યો. વિધાભ્યાસ દરમિયાન જ તેમણે અદ્વૈતવાદ મતને પડકાર ફેંકયો અને પોતાનો સ્વતંત્ર મત રજૂ કરવા માંડયો. વિ.સં.૧૫૪૪માં પિતાનો ગોલોકવાસ થયા બાદ તેમણે માતાની આજ્ઞા લઇને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની નાની વયે ખાલી ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત પરિક્રમાની શરૂઆત કરી.

તેમણે આખાય ભારતની પરિક્રમા ત્રણ વખત કરી. આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં વર્ષોવ્યતિત થયાં છે. સંવત ૧૫૪૯ના શ્રાવણ વદી ત્રીજથી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ કર્યો. આવા સમયે આ ઠકુરાણીઘાટ (ગોકુલ) ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. વિશ્વની આ અદભૂત વિરલ ઘટના છે. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે, આપ જે જીવને મારું નામ નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ. તેના બધા જ દોષો દૂર કરીશ.

એક વખત શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા. ત્યાં રાજા ગજપતિ પુરુષોત્તમનું રાજય હતું. તેનાં રાજયમાં પંડિતો વિદ્વાનો વચ્ચે ધર્મ સંબંધી મતભેદ ઊભો થયો. રાજાએ ધર્મસભા બોલાવી હતી. શ્રી વલ્લભ પણ ત્યાં પધાર્યા. રાજાએ સભાને ચાર પ્રશ્નો પૂછ્યા, ‘કિ શાસ્ત્રમ્?’, ‘કો દેવ?’, ‘કો મંત્ર?’ અને ‘કિ કર્મ?’ આ વિવાદમાં શ્રીમહાપ્રભુનો વિજય થયો તો પણ પંડિતોએ ભગવાનનો મત માંગ્યો.

સત્ય સિદ્ધાંતને જાણવા માટે શ્રી જગન્નાથ ભગવાનની સન્મુખ કાગળ, કલમ અને ખડિયો મૂકવામાં આવ્યો અને મંદિર બંધ કરી દેવામાં આવ્યું. થોડીવાર પછી મંદિર ખોલીને જોતા કાગળ પર એક શ્લોક દ્વારા ઉપરોકત ચારેય પ્રશ્નોનો ઉત્તર મળી ગયો અને શ્રી જગન્નાથ ભગવાને શ્રી મહાપ્રભુજીના મતને પણ સંમતિ આપી.

સર્વશાસ્ત્રોમાં ગીતા જ એક માત્ર સર્વોત્તમ શાસ્ત્ર છે. સર્વ દેવોમાં શ્રીકૃષ્ણ જ સર્વોત્તમ પૂર્ણ પુરુષોત્તમ છે. સર્વ મંત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણનું નામ જ સર્વોત્તમ મંત્ર છે એટલે કે ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ અને સર્વ કર્મોમાં સૌથી મોટું કર્મ આપણા પ્રભુ ભગવાન શ્રીકૃષ્ણની સેવા એ જ આપણું સર્વોત્તમ કર્મ છે અને એ જ આપણું કર્તવ્ય છે.

આમ શ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે.

તફાવત એટલો જ છે કે શ્રીકૃષ્ણ અવતારમાં મર્યાદા તેમજ પુષ્ટિ બંને લીલાઓ છે. જયારે શ્રી વલ્લભ પુષ્ટિ જીવોના પુષ્ટિમાર્ગીય મનોરથો સિદ્ધ કરવા પ્રકટયા છે.

———————————————————————————-

રામ કથા

તારીખ ૧૮-૦૪-૨૦૦૯, શનિવાર

તુલસી રામને પ્રભુ કહે છે પણ હનુમાનજીને મહાપ્રભુ કહે છે.

શ્રી નાથજી પ્રભુ છે, વલ્લભાચાર્યજી મહાપ્રભુ છે.

પ્રસાદ એટલે કૃપા, કરૂણા.

સાગર પ્રભુ છે તો વાદળ મહાપ્રભુ છે. સાગર નીચે છે જ્યારે વાદળ ઉપર છે.

ચંદન પ્રભુ છે જ્યારે વાયુ-સમીર મહાપ્રભુ છે.

આપણે કરેલી પ્રાર્થના પ્રભુ સાંભળીને કૃપા કરે તો આપણો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે.આપણી આવી પ્રાર્થના થોડા સમય પછી સફળ થાય તો ધીરજ વધે.

સદગ્રંથ બધું જ આપે છે.

રામચરિત માનસ માણસની ચિંતા દૂર કરે છે.

મહાપ્રભુજી પણ ચિંતા ન કરવાનું કહે છે.

સમુદ્રમંથનથી જે ચૌદ રત્નો નીકળ્યા હતા તેવા જ રત્નો ગુરૂ રુપી સમુદ્રમાંથી કોઈ ને કોઈ રૂપે નીકળે છે.

તારીખ ૧૯-૦૪-૨૦૦૯, રવિવાર

સાગર પ્રભુ છે, વાદળ મહાપ્રભુ છે.

ચંદન – વૃક્ષ પ્રભુ છે, સમીર-હનુમાન-વાયુ-પવન-ખુશબુ ફેલાવનાર મહાપ્રભુ છે.

આપણા ઈષ્ટ પ્રત્યે, આપણા સદગુરૂ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આગ્રહ હોવો જોઈએ, પણ તેમાં જડતા ન હોવી જોઈએ.

શ્રીમદ વલ્લભાચાર્ય ૪ ગ્રંથના મતને પોતાનો સ્વમત ગણે છે.

આ ચાર ગ્રંથ છે – વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવદ.

આ ચારેય ગ્રંથોનો મત એક જ છે, અને આ ચારેય ગ્રંથનો મત વલ્લભાચાર્યને સ્વીકાર્ય છે તેમજ તે મત પૂ. વલ્લભાચર્યનો સ્વમત છે.

પૂજ્ય મોરારી બાપુ રામચરિત માનસને પાંચમો ગ્રંથ ગણે છે.

અન્યાશ્રય અપરાધ છે, બીજાની આલોચના કરવી મહા અપરાધ છે.

ગ્રંથ પ્રત્યેની નિષ્ઠા એ તુલનાનો – સરખામણીનો વિષય નથી. ગ્રંથ પ્રત્યેની નિષ્ઠાની તુલના કરવાથી પોતાના ગ્રંથ પ્રત્યેની નિષ્ઠા અને બીજા ગ્રંથ પ્રત્યેની નિષ્ઠાના વિશ્વાસમાં ફેર પડી જાય.

કોઈના પ્રભાવમાં આવી આપણા ઈષ્ટ ગ્રંથ પ્રત્યેનો આપણો દ્રઢ વિશ્વાસ બદલવો ન જોઈએ, નિષ્ઠા બદલાવી ન જોઈએ.

વિષ્ણુથી પરમ વૈષ્ણવ મોટો છે.

સાધક એ છે જે સંશોધન કરે, શુધ્ધ એ છે જેણે સંશોધન કરી લીધું છે, જેનું સંશોધન થઈ ગયું છે.

વિષયી એ છે જે આલોચના કર્યા કરે.

પ્રસાદ લેવામાં – ગ્રહણ કરવામાં આનંદ આવે અને પ્રસાદ ગ્રહણ કર્યા પછી તેને વહેંચવામાં પણ આનંદ આવે.

મહાપ્રભુજીએ વિશ્વાસ દ્રઢ ન રહેવાનાં પાંચ કારણ બતાવ્યાં છે. આ કારણ નીચે પ્રમાણે છે.

સહજ દોષ

સહજ સ્વભાવ એ સહજ દોષ છે.

સાધકને તેના સહજ દોષની પીડા થવી જોઈએ કે મારા આ સહજ દોષ દૂર કેમ નથી થતા.

જે પરંપરામાં જન્મ થાય તે પરંપરાના ગુણ જન્મનારમાં આવે. તેમાં અપવાદ હોઈ શકે.

અવિદ્યાના, માયાના પડદાથી સહજ શુધ્ધ હોવા છતાં આપણે દોષી બની જઈએ છીએ.

આપણે ઈશ્વરના અંશ હોવાના નાતે શુધ્ધ જ હોવા જોઈએ. પણ અવિદ્યાના કારણે તે શુધ્ધતા ન રહેતાં દોષ આવી જાય છે.

ઠાકોરજીની પુજા કરવા કરતાં ઠાકોરજીની સેવા કરવી વધારે સારી બાબત છે.

પૂજા કરનાર ક્યારેક પગ ખેંચે પણ સેવા કરનાર તો કિંકર જ હોય – દાસ જ હોય.

સહજ દોષની જવાબદારી આપણી નથી. પણ આવા સહજ દોષની પીડા થવી જોઈએ, ગ્લાની થવી જોઈએ.

વૈષ્ણવ મુસ્કરાતો હોવો જોઈએ.

મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, જ્યારે સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરુર નથી . સ્વરુપમાં તો ભાવ જ ઉમેરવાનો હોય.

જલના આશ્રય સ્થાનના ૨૦ લક્ષણ મહાપ્રભુજીએ વર્ણવ્યા છે.

તેની – ભગવાનની- ઉદારતાની કોઈ સિમા નથી અને આપણી અવડાઈની – કુટીલતાની પણ કોઈ સિમા નથી.

આપણે આપણા દોષ દુનિયાને કહેવાના બદલે હરિને કહેવા-બતાવવા જોઈએ.

આપણે હરિ કે ગુરૂ પ્રત્યે લૈકિક ભાવ કરીએ તો પણ હરિ – ગુરૂ આપણા પ્રત્યે અલૌકિક ભાવ જ કરે, રાખે.

સહજ દેશ દોષ

અમુક દેશ – પ્રદેશ – સ્થાનના દોષ લાગે. દેશ એટલે ક્ષેત્ર-ખેતર

કાળ દોષ

કાળના દોષ લાગે. જેમકે ગરમી લાગવી, ઠંડી લાગવી, કળિયુગ વિ. ના દોષ લાગે અને આપણો દ્રઢ વિશ્વાસ ડગી જાય.

સંયોગ – સોબતનો દોષ

ખરાબ સોબતથી કોઈક વાર આપણી વિચાર ધારા બદલાઈ જાય.

સ્પર્શ દોષ

ચિત્ત સંગ્રાહક તત્વ હોવાથી તે સામેની વસ્તુ સંગ્રહ કરી લે છે.

રામ ચરિત માનસના સતી પ્રસંગમાં સતી દક્ષ પુત્રી હોવાથી તેનામાં સહજ દોષ આવે છે અને તે તેના પતિ જે વિશ્વાસ છે તેનું પણ માનતી નથી.

સતીનો નારી દેહ એ દેશ દોષ છે.

કાળ દોષ – વનવાસનો કાળ હોવાથી કાળ દોષ આવે છે.

આમ સતીનો વિશ્વાસ ડગી જાય છે.

કૈકેયીનો સ્પર્શ દોષના કારણે વિશ્વાસ ડગી જાય છે. કૈકેયીને મંથરાની સંગતીનો દોષ – સ્પર્શ દોષ લાગે છે. કૈકેયી મંથરાની વાતમાં આવી જાય છે અને દોષ લાગી જાય છે.

આ પાંચ દોષ સતત સતસંગ કરવાથી દૂર થાય.

સતસંગથી ગ્રંથી છૂટે.

સહજ દોષ ભક્તિ કરવાથી મટે.

દેશ દોષ ભજન વધારવાથી દૂર થાય.

કાળ દોષ વર્તમાન કાળમાં રહેવાથી દૂર થાય. વર્તમાન કાળમાં જીવવાથી ભૂતકાળનો શોક ન થાય અને ભવિષ્યકાળની ચિંતા ન રહે.

સંયોગ દોષ ખરાબ સોબત ન કરવાથી દૂર થાય. પણ સારી સોબત કે ખરાબ સોબત જાણી ન શકાતી હોવાથી ઉદાસીન રહેવું.

સ્પર્શ દોષ શરીરથી દોષ થાય છે તેથી મનથી સ્પર્શથી દૂર રહેવું.

વિભીષણ આ રીતે સ્પર્શ દોષથી દૂર રહે છે.

તારીખ ૨૦-૦૪-૨૦૦૯

ભક્તિનું મૂળ બિંદુ વિશ્વાસ છે. વિશ્વાસ વિના ભક્તિ અસંભવ છે.

વૈષ્ણવોએ વિવાદમાં ન પડવું જોઈએ.

વાદ વિવાદ કરનાર જપ, સ્મરણ ચૂકી જાય છે.

મહાપુરુષો એ એક જ વ્યવસ્થાને અલગ અલગ રીતે જુએ છે, દર્શન કરે છે. જેમ કે

મહાપ્રભુ નિઃસાધનતાને મહત્વ આપે છે, ચૈતન્ય મહાપ્રભુ માટે તે વ્યાકૂળતા છે, આદિ શંકર માટે તે મુમુક્ષા છે, ગોપીજન માટે તે લાલસા છે. આ એક જ વ્યવસ્થાના અલગ અલગ ભેદ છે.

જ્ઞાન માર્ગ સાધનાનો માર્ગ છે.

યોગ માર્ગ પણ સાધનાનો માર્ગ છે.

ભક્તિ માર્ગનું ચરમ બિંદુ નિઃસાધન છે.

જ્ઞાન માર્ગમાં દિશા હોય.

દિશા ૧૦ છે, ચાર દિશા, ચાર ખૂણા અને ઉપર તેમજ નીચે મળી ૧૦ થાય.

ભક્તિ માર્ગમાં દિશા ન હોય પણ દશા હોય.

ભક્તિ માર્ગમાં દશા પણ ૧૦ છે.

સાધન સંપન્ન વ્યક્તિને ઘણી વખત દિશા મદદ રૂપ નથી થતી ત્યારે તેને દશા તરફ જવું પડે છે.

દા.ત. દ્રૌપદીના વસ્ત્રાહરણના પ્રસંગમાં તે ભિષ્મ પિતામહ, પાંડવો, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય બધા પાસે મદદ માગે છે પણ તેને તેમના તરફથી કોઈ મદદ ન મળતાં આખરે તે કૃષ્ણને પોકારે છે અને તેને સહાય મળે છે. આ દશા છે.

ભક્તિ માર્ગમાં દશા ૧૦ છે, જે નીચે પ્રમાણે છે.

અભિલાષા અથવા મનોરથ

આશા - ઈચ્છા બંધન છે.

મનોરથ એટલે થાય તો થાય ન થાય તો કંઈ નહિં. મનોરથ એ એક દશા છે.

ભગવાને સૃષ્ટિનું નિર્માણ સેવા માટે જ કર્યું છે.

ચિંતા

ચિંતા ભક્તિ માર્ગની એક દશા છે.અહીં ચિંતા પોતાના માટેની નથી પણ ઠાકોરજી માટેની ચિંતા છે. ઠાકોરજીને ઠંડી ગરમી ન લાગે એવી વ્યવસ્થા કરવાની ચિંતા છે.

હજુ મારા ઠાકોરજી કેમ નથી આવ્યા તેની ચિંતા છે. મને હજુ કેમ ઠાકોરજીનાં દર્શન નથી થતાં તેની ચિંતા છે. આવી ચિંતા એ ભક્તની એક દશા છે.

ઠાકોરજી માટે ચિંતીત રહેવું એ ભક્તિ માર્ગની એક દશા છે.

સ્મૃતિ – સ્મરણ

જપ સાધન છે કારણ કે જપ માટે માળા વિ. ની જરુર પડે.

સ્મૃતિ – સ્મરણ નિઃસાધનતા છે.

વ્યાધિ

પ્રેમ માર્ગની વ્યાધિ એ ભક્તિ માર્ગની એક દશા છે.

ભક્તિ માર્ગની વ્યાધિ એક મહા રોગ છે. જે કાશ મળે તો જીવન ધન્ય થઈ જાય.

ઉન્માદ

ઉન્માદ એટલે નશામાં ચૂર હોય તેવી એક સ્થિતિ. મહા પ્રભુ ચૈતન્યની સ્થિતિ ઉન્માદની સ્થિતિ છે.

ભક્તિ માર્ગની ઉન્માદની અવસ્થા લૌકિક માર્ગની ઉન્માદની અવસ્થાથી અલગ છે. આ અલૌકિક ઉન્માદ છે.

પ્રલાપ

પ્રલાપ સિસકિઓ લેવી, પોતાને રોકી ન શકાય તેવી સ્થિતિ.

અક્રુરની કૃષ્ણ સ્વધામ ગમન સમયની સ્થિતિ પ્રલાપની સ્થિતિ છે.

મરેલા માટે બધા રડે પણ અમર માટે રડવું એ પ્રલાપ છે.

ગુણ કથન

ગુણ કથન એટલે પ્રભુના ગુણ ગાન કાયમ ગાવા.

ભક્તિ માર્ગમાં ફક્ત ગુણ જ દેખાય, દોષ દર્શન સમાપ્ત થઈ જાય. આવું ગુણ કથન ભક્તિની સ્થિતિ છે.

જડતા

ભક્તિ માર્ગમાં માણસ હરિ દર્શનમાં ડૂબી જાય અને નિઃસાધન બની જડ બની જાય.

દા.ત. અહલ્યા

તારી ચરણ રજથી જ મારો ઉધ્ધાર થશે એવી જડતાની સ્થિતિ એ ભક્તિ માર્ગની દશા છે.

ઇદ્દવેગ

ચિંતા એ માનસિક સ્થિતિ છે/ ઉદ્દવેગમાં મન અને તન બંને ચિંતીત થઈ જાય. ભક્તિ માર્ગની આ દશામાં ભગવાન માટે ઉદ્દવેગ થાય પણ આનાથી લૌકિક જગતમાં કોઈ ઉદ્દવેગ પેદા ન થાય.

ચતુરાઈ અને સમજદારીમાં ફેર છે.

૧૦

અસહ્ય પ્રેમ

માણસ સહન ન કરી શકે તેવી પ્રેમની દશા એ ભક્તિ માર્ગની એક દશા છે.

દાસની પરિભાષા શું છે? દાસ કોને કહેવાય?

દાસ કદી ઉદાસ ન થાય.

જે હરિને છોડી બીજા કોઈની આશા ન રાખે તે દાસ કહેવાય. પણ આવો દાસ બીજાનો તિરસ્કાર ન કરે.

દાસ ને ઉલટું વાંચવાથી સદા થાય. દાસ શાસ્વત હોય, દાસનો કદી નાશ ન થાય.

દાસ બાળક સમાન હોય. જેમ બાળકને તેની માતાની ગોદની આશા હોય તેમ દાસને હરિની ગોદની જ આશા હોય.

તારીખ ૨૧-૦૪-૨૦૦૯

દાસ બાળક ની માફક પોતાના આશ્રય સ્થાનમાં રહે.

અભિમાન મુક્ત ઉદ્ ઘોષણા કરનાર દાસ છે.

અરણ્યકાંડ પ્રભુની કૃપાનો કાંડ છે, આ કાંડમાં પ્રભુની કૃપા વરસ્યા કરે છે, આ પુષ્ટીનો કાંડ છે.

લક્ષ્મણ કહે છે કે હું પ્રભુનો દાસ છું. આમ લક્ષ્મણનાં લક્ષણ દાસનાં લક્ષણ ગણી શકાય.

સતત જાગૃતતા રાખવી દાસનું એક લક્ષણ છે.

બધાનો આધાર બનવું એ પણ દાસનું લક્ષન છે.

દાસની સુક્ષ્મ વ્યાખ્યા પણ છે.

કોઇને આધીન રહેવું એવી પરાધીનતા દાસનું સુક્ષ્મ લક્ષણ છે.

સ્વામી સેવકને પરાધીન નથી કરતો પણ સ્વયં સેવક પરાધીન રહેવાની ઈચ્છા રાખે છે.

સ્વયં પોતાને પરાધીન રાખી આધાર લેવાનો આનંદ લેવો એ દાસનું લક્ષણ છે. અને આવી પરધીનતામાં જ સુરક્ષા સમાયેલી છે.

જે શ્રેષ્ઠને આધીન થઈ જાય તેની પાંચ વસ્તુ છૂટી જાય, પાંચથી મુક્ત થઈ જાય.

મશીનગનથી મચ્છરને મારવા એ ખોટા સાધનનું દ્રષ્ટાંત છે.

પૂછીને કાર્ય કરવું એ આધિનતા છે. પૂછેલા પ્રશ્રનો જવાબ મળ્યા પછી પ્રશ્ન પૂછનાર સ્વતંત્ર થઈ જાય છે અને જવાબ આપનારની જવાબદારી વધી જાય છે.

જ્યાં હરિની કૃપા અનુભવાય-મહેસુસ થાય તે ક્ષણ વૈકુંઠ છે.

અવિશ્વાસ કદી ન કરવો એવું મહાપ્રભુજીનં નિવેદન છે.

આપણી પાંચ વસ્તુ શ્રેષ્ઠની પરાધીનતા સ્વીકારવાથી છૂટી જાય.

હ્નદય – અંતઃકરણ વિચારોથી મુક્ત થઈ જાય.

શુભ વિચાર પણ અંતે તો બાધક જ છે.

વિચારોથી આપણે બહું શ્રમીત થયેલા છીએ.

બૌધિકો બહું વિચાર્યા કરે.

આધિનતાથી વિકારો દૂર થાય.

અમુક શ્રેષ્ઠની સાનિધ્યતાથી વિકારો આવે જ નહિં.

આપણા બધાના હ્નદયમાં હરિ વસે છે પણ તે નિર્ગુણ રુપે વસતો હોવાથી આપણા વિકારો દૂર નથી કરતો. સગુણના સાનિધ્યથી જ વિકારો દૂર થાય.

આધિનતાથી વિષાદ દૂર થાય, હ્નદય – અંતઃકરણ વિષાદ મુક્ત બને.

આધિનનતાથી આપણો વિભાવ – બીજા પ્રત્યેનો ખરાબ ભાવ દૂર થાય.

આધિનતાથી વિલાસથી મુક્તિ મળે.

બિનલાયકાત કે ચતુરાઈથી મેળવેલ ધનથી વિલાસતા આવે.

ત્યાગ કરે તે વિરક્ત છે એ સૂત્ર અનુભવનું સૂત્ર નથી.

વિરક્ત થવાય એટલે ત્યાગ આવે જ.

વિરક્તાઇથી ત્યાગ સહજ પ્રગટ થાય.

તેથી તો પૂ. નિષ્કૂલાનંદજી કહે છે કે,

“ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી”

દાસ એ છે જે પોતે હરિને સ્મરવાનું ભૂલી જાય પણ હરિ તેને (દાસને) યાદ કરવાનું ન ભૂલે. આ પણ દાસનું એક લક્ષણ છે.

હરિને અત્યંત પ્રિય હોય તે દાસ કહેવાય.

સેવા કરનાર માટે, સ્મરણ કરનાર માટે બીજા કાર્યો જેવાં કે પૂણ્ય, દાન, જપ વિ. કરવાની જરુર રહેતી નથી. તેના માટે ફક્ત સ્મરણ જ પુરતું છે. પણ એનો અર્થ એવો નથી કે દાન, પૂણ્ય, જપ વિ. નું મહત્વ નથી.

હનુમાનજી દાસ ભક્તિના આચાર્ય છે.

દાસનાં ત્રણ ત્રણ કર્તવ્ય છે, વિવેક, ધૈર્ય અને આશ્રય.

પરાધીન દાસે-વૈષ્ણવોએ વિવેક, ધૈર્ય, આશ્રયનું પાલન કરવું.

વિવેક, ધૈર્ય અને આશ્રય ક્રમશઃ છે.

જેનામાં વિવેક હશે તે ધીરજ રાખી શકશે અને ધીરજ હોવાના લીધે તે આશ્રયની કસોટીમાંથી પસાર થઈ શકશે. આશ્રય આપનાર અમુક કસોટી કર્યા પછી આશ્રય આપે.

ઘર સ્વચ્છ રાખવા માટે પહેલાં ઝાડુથી કચરો વાળી બહાર કાઢવો પડે. પછી પોતુ કરીને ઝીણી રજકણ પણ દૂર કરવી પડે. અને પછી બહારનો કચરો અંદર ન આવે તે માટે ઘરનાં બારી બારણાં બંધ કરવાં પડે.

વિવેક અંતઃકરણનું ઝાડુ છે, ધીરજ પોતુ છે અને આશ્રય એ બારી બારણા છે.

વિવેક, ધૈર્ય, આશ્રય કેવી રીતે આવે?

વિવેક સતસંગથી આવે.

“બિનુ સતસંગ બિવેક ન હોઈ, રામ કૃપા બિના સુલભ ન સોઈ”

ધીરજ વિવેકમાંથી આવે અને ધીરજ હોય તો આશ્રયની પરીક્ષામાંથી પસાર થવાય.

તારીખ ૨૨-૦૪-૨૦૦૯, બુધવાર

ષોડશ ગ્રંથનો સંકેત પ્રભુની સોળ કળા તરફ છે.

ભક્તિ સાધન નથી પણ સમસ્ત સાધનોનું સાધ્ય તત્વ છે.

કૃષ્ણ રસૌ વૈસઃ છે એટલે કે પરમ રસ છે.

પુષ્ટી એટલે કરૂણા, કૃપા

અનાશ્રય એ અદ્ ભૂત છે પણ તેનાથી બીજા કોઈ પણ પ્રત્યે તિરસ્કૃત ભાવ પેદા ન થવો જોઈએ.

જેને બોધ થઈ ગયો હોય તે કોઈનો વિરોધ ન જ કરે. જ્યાં વિરોધ હોય ત્યાં બોધ ન હોય.

કોઈની રચનાને ઠુકરાવવી એ તે રચનાના રચયીતાનો અપરાધ કરવા સમાન છે.

મૂર્તિ, મંત્ર, માળા વિ. ની અદલાબદલી ન કરાય.

વિકલાંગ બાળક બીજાને વહાલું ન લાગે પણ તેની માતાને તો વહાલું જ લાગે.

રામ સિન્ધુ છે, પ્રભુ છે, તો વાદળ મહાપ્રભુ છે.

સમુદ્ર ૭ છે, ઘણી જગાએ ૬ સમુદ્રનો પણ ઉલ્લેખ છે.

રામ કૃપા સિન્ધુ છે, કરૂણા સિન્ધુ છે, શિલ સમુદ્ર છે, જ્ઞાન સિન્ધુ છે, સુખ સિન્ધુ છે, દયા સિન્ધુ છે, ક્ષમા સિન્ધુ છે.

વિવેકનો એક અર્થ એકાંત થાય છે.

સંતાનનો મૂળ અર્થ શૃંખલા છે.

કોઈ પણ પરિસ્થિતિનું દર્શન કર્યા પછી જે પેદા થાય તે દયા છે.

સત્ય બોલનારે બીજાનું સત્ય પણ સ્વીકારવું પડે.

કૃપા કારણ રહિત હોવી જોઈએ. કૃપા કરવા માટે કારણ શોધવાની જરૂર રહેતી નથી. કાર્યકારણનો સિધ્ધાંત કૃપામાં લાગતો નથી.

જે નિઃસાધન હોય તેના ઉપર પ્રેમ પૂર્વક કૃપા થાય છે.

જે સુસાધન હોય તેના ઉપર કૃપા થોડા સમય પછી થાય છે.

જે કુઃસાધન હોય તેના ઉપર કૃપા મારથી થાય છે. ક્રોધ, દ્વેષ, અહંકાર વિ. કુઃસાધન છે.

વેર ભાવથી પણ હરિ ભજાય.

પ્રભુ જે કંઈ કરે છે તે કૃપા જ છે.

દયા સ્થુલ છે, કૃપા સુક્ષ્મ છે અને કરૂણા દ્વવીભૂત રૂપ છે.

શિવરૂપી ધર્મના નેત્રો ત્રણ છે, સત્ય પ્રેમ કરૂણા પૂર્ણ છે.

શિક્ષક દયા કરે, અધ્યાપક કૃપા કરે અને સદગુરૂ કરૂણા કરે.

રામ એટલે પરમ વિશ્રામ. રામને પામવા, પરમ વિશ્રામ મેળવવા પુરૂષાર્થ, પુકાર અને પ્રતિક્ષા એ ત્રણ આવશ્યક છે.

પુરૂષાર્થ, પુકાર અને પ્રતિક્ષા એ ત્રણમાં પ્રતિક્ષા એ અઘરી છે. પરમની પ્રતિક્ષા કરવી અઘરી છે પણ જરુરી પણ છે.

ચિત્રકૂટનો મહિમા અત્યંત છે. કારણ કે ચિત્રકૂટમાં અયોધ્યાવાસીઓ અને જનકપુરવાસીઓ આવે છે, ભેગા થાય છે.

તારીખ ૨૩-૦૪-૨૦૦૯, ગુરૂવાર

ભગવાન રામ શોભા સિન્ધું છે. રામ પ્રાગટ્ય પ્રસંગમાં આનું વર્ણન છે.

શોભા પ્રસંગની હોય, વ્યક્તિની હોય, છબીની હોય.

જ્યાં સહજ સુંદરતા હોય તે શોભા છે.

જે કટ્ટર હોય તેના ચહેરા ઉપર સહજ સ્મીત ન હોય.

ભગવાન વિઠ્ઠલેશનું એક નામ સહજ સ્મીત છે.

જે વ્યવહારિક – practical - હોય તે સહજ સ્મીત હોય.

જ્યાં સહજતા ન હોય ત્યાં ધર્મ પ્રમાણમાં ઓછો હોય પણ ધર્મનો આડંબર હોય.

ક્ટ્ટરતા, ચૂસ્તતાથી સહજતા છિનવાઈ જાય છે.

મહાપુરુષ બોલે ત્યારે ૫ વસ્તુને દ્રષ્ટિમાં રાખીને બોલે.

૧ દેશ દ્રષ્ટિ

૨ કાળ દ્રષ્ટિ

૩ વ્યક્તિ દ્રષ્ટિ

૪ પરિસ્થિતિની દ્રષ્ટિ

૫ આત્માનુભૂતિની દ્રષ્ટિ

ઢોલ, ગવાર, પશુ, નારી તાડનકે અધિકારી નો તુલસીનો સંદર્ભ અલગ છે.

સદગુરૂના ત્રણ લક્ષણ છે.

સદગુરૂ ઈષ્ટ અને ગ્રંથનો તત્વ અને મર્મ જાણે.

ગુરૂ દાસ બનીને સેવા કરે.

ગુરૂ દંભ આદિ પાખંડથી મુક્ત હોય.

જેનામાં દંભ ન હોય તે સહજ સ્મીત હોય.

દંભીનું હાસ્ય લૂચ્ચાઈ ભર્યું હોય.

આખી સૃષ્ટિ હરિની પુષ્ટિથી પેદા થઈ છે.

આખુ અસ્તિત્વ પુષ્ટિને આભારી છે.

રામ આનંદ સિન્ધુ સુખરાશી છે.

હિંસા ફક્ત શસ્ત્રથી જ નથી થતી. હિંસા તિરસ્કારથી પણ થાય, કટ્ટરતાથી પણ થાય છે.

પદાર્થનો નહિં પણ પ્રેમનો મહિમા છે.

જેના અંગ અંગમાં ઉમંગ હોય તે વૈષ્ણવ કહેવાય.

૨૫૨ વૈષ્ણવોની વાર્તા છે. ૨+૫+૨ = ૯ થાય. આમ વૈષ્ણવોની ૯ વ્યાખ્યા છે. જેનામાં આ ૯ લક્ષણ હોય તે વૈષ્ણવ હોય.

નરસિંહ મહેતાએ પણ તેમના પદમાં વૈષ્ણવોનાં લક્ષણ વર્ણવ્યાં છે.

“વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.”

પૂર્ણ વિશ્વાસ

જેનામાં વિશ્વાસ હોય તે વૈષ્ણવ કહેવાય. શરીર કમજોર હોય તો વાંધો નહિં પણ ભરોંસો મજબૂત હોવો જોઈએ.

ભરોંસો દ્રઢ ઈન ચરણન કેરો….

શંકર વિશ્વાસ છે અને શંકરને ત્રણ નેત્ર છે, ત્રણ દ્રષ્ટિ છે. આ ત્રણ આંખ – દ્રષ્ટિ સમતા, મમતા અને ક્ષમતા છે.

વિશ્વાસુની દ્રષ્ટિમાં સમતા હોય. તે બધાને સમાન ભાવે જુએ, કોઈ જાતનો ભેદ ન રાખે.

બીજી આંખ મમતાની આંખ છે. વિશ્વાસુને પોતાના ઈષ્ટમાં મમત્વ હોય. ઈષ્ટ મારો છે, ગંગા મારી છે એવી મમતાની આંખ જેનામાં હોય તે વૈષ્ણવ કહેવાય.

ત્રીજી આંખ ક્ષમતાની આંખ છે. આ આંખ જ્યારે અનુકૂળ હોય ત્યારે ખૂલે અને જ્યારે અનુકૂળ હોય ત્યારે બંધ થાય.

વિવેક

જેનામાં વિવેક હોય તે વૈષ્ણવ કહેવાય. અને જેનામાં વિવેક હોય તે કોઈને તુચ્છ ન સમજે. આવો વિવેક જેનામાં હોય તે વૈષ્ણવ કહેવાય.

અપણે જેનો આશ્રય કરીએ છીએ તે ગુરૂ વિવેકનો દરિયો છે. તેથી ગુરૂનો આ ગુણ થોડો તો આપણામાં હોય જ, આવવો જ જોઈએ.

વિનમ્રતા

જેનામાં વિનમ્રતા હોય તે વૈષ્ણવ કહેવાય.

વિરક્તિ

વૈષ્ણવને પોતાના ઠાકોરજી સિવાય બીજા કોઈનામાં રતિ ન હોય. વૈષ્ણવ કદી માગે નહિં.

વૈષ્ણવોએ પોતાનું સમસ્ત ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી ઠાકોરજીની સેવા કરવાની છે.

મહાપ્રભુજી એકાન્તમાં રહેવાનું ના પાડે છે.

આદિ શંકર એકાન્તને મહત્વ આપે છે.

અહીં વિરક્તિ એટલે સંસારમાં રહી ઠાકોરજીની સેવા કરવી એવો અર્થ છે.

વ્યાકુળતા – વિકલ્પતા

પ્રભુના દર્શનની જેનામાં વ્યાકૂળતા હોય તે વૈષ્ણવ કહેવાય. જેનામાં બીજાની પિડા, દુઃખ જોઇ પોતાનામાં વ્યકુળતા પેદા થાય તે વૈષ્ણવ કહેવાય.

વૈષ્ણવના લક્ષણોમાં ઉપરોક્ત ૧ થી ૫ લક્ષણ હોવાં જોઈએ, જ્યારે ૬ થી ૯ સુધીનાં લક્ષણ ન હોવાં જોઈએ.

વ્યભિચારી ન હોય તે વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવને ફક્ત ઠાકોરજી પ્રત્યે જ સમર્પણ હોય. વૈષ્ણવની ભક્તિ વ્યભિચારીણી ભક્તિ ન હોય.વ્યભિચારિણી ભક્તિથી ભય પેદા થાય. જેને કૃષ્ણ ઉપર ભરોંસો નથી તે ડરપોક છે. હોઠ ઉપર કૃષ્ણ નામ હોય તેના જેવું બીજું કોઈ આભુષણ નથી. વ્યભિચરિણી ભક્તિ એટલે અહીં તહી ભટકતી ભક્તિ, આજે એક નામ ઉપર નિષ્ઠા હોય, કાલે બીજા નામ ઉપર નિષ્ઠા થાય.

વિરોધ ન કરે

વૈષ્ણવ એ છે જે કોઈનો વિરોધ ન કરે. વૈષ્ણવ કોઈના ઈષ્ટનો, કોઈના મંત્રનો, કોઈના જાપનો, કોઈની ભક્તિની પધ્ધતિનો વિરોધ ન કરે. પાકા વૈષ્ણવને કોઈનો વિરોધ કરવાનો સમય જ હોતો નથી. તે તો કાયમ ઠાકોરજીની સેવામાં જ વ્યસ્ત રહે છે.

વિધર્મ

જેનામાં વિધર્મ ન હોય તે વૈષ્ણવ કહેવાય. જે કોઈ ઉપર કોઈ જાતનો દબાવ ન પાડે તે વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ માટે તેનો પોતાનો સ્વધર્મ જ પુરતો છે.

વિલાસી ન હોય

વૈષ્ણવ વિલાસી ન હોય. તે તેનું સર્વસ્વ ઠાકોરજી માટે વાપરે અને પોતે સાધન સંપન્ન હોવા છતાં ય સાદગીમાં રહે. તે ઠાકોરજીને આભુષણ ધરાવે અને પોતાના નોકર ચાકરને પણ પ્રસંગોપાત આભુષણ આપે.

તારીખ ૨૪-૦૪-૨૦૦૯

રામજીને વાદળ જોઈને જાનકીજીની યાદ આવે છે.

વાદળ ભક્તિની યાદ અપાવે.

વાદળ છાયા આપે જ્યારે સાગર છાયા ન આપી શકે.

રામ પ્રભુ છે, જ્યારે ભરત મહાપ્રભુ છે.

વાદળ ભરતને છાયા આપે છે, વાદળ વર્ષા કરે અને તેનાથી પાક થાય.

સમર્થ સદગુરૂ આપણી છાયા બની રક્ષા કરે, સદગુરૂ કવચ બની રક્ષા કરે છે.

સદગુરૂ જ આપણને તૃપ્ત કરી શકે. સદગુરૂ આપણી પુષ્ટિ કરે, તૃષ્ટિ કરે.

સદગુરૂ આપણામાં જ્યાં જ્યાં ખાલી જગા હોય તે ખાલી જગાને ભરી દે.

સદગુરૂ આપણને સંસારનો તાપ લાગવા ન દે.

તુષ્ટી એટલે સંતુષ્ટિ.

આપણું શરીર એક ક્ષેત્ર - ખેતર છે.

જેમ ખેતરમાં પાક પાકે તેમ શરીરમાં ગુરૂ સેવા દ્વારા શરીર હર્યુંભર્યું થઈ જાય.

સદગુરૂ દ્વારા આપણને ઠાકુરજીની યાદ આવે.

વાદળ વર્ષા કરી અદ્રશ્ય થઈ જાય છે તેમ સદગુરૂ સાધકને તૃષ્ટ કરી અદ્રશ્ય થઈ જાય.

ગુરૂ જડ બની સાધક પાસે જ ન રહે, દૂર થઈ જાય.

એકનો પણ અંત થઈ જાય તે એકાન્ત.

એકાગ્રતા અને એકાન્તમાં ફેર છે. એકાગ્રતામાં એકની અગ્રતા છે.

સમુદ્ર, નદી, વાદળ જળ પ્રધાન છે.

ગંગામાં સ્નાનનો મહિમા છે, યમુનાના પાનનો મહિમા વધારે છે. સરયુ્ના તટ ઉપ્ર ધ્યાનનો મહિમા છે.

જીવનની સાધનાના ૪ પ્રકાર છે.

જ્ઞાન એ છે જે કંઈ કાર્ય કરે પણ કર્મ ન કરે. કંઈ વિચારે પણ નહિં.

આ ગેરેજમાં રહેલ ગાડી સમાન છે. જે ગાડીને ચાલુ નથી કરી, તે કોઈ ગતિ નથી કરતી.

અહી કામના કરી છે પણ કર્મ નથી થતું.

આ ગેરેજમાં રહેલ ગાડી છે, જેને ચાલું કરી છે પણ ગિયર કે એક્ષેલેટરનો ઉપયોગ નથી કર્યો. ગાડી છે, ગાડી ચાલું પણ છે પણ ગતિ નથી.

આ પ્રકારની સાધનામાં ગાડીને ચાલુ કરી ગિયર અને એક્ષેલેટરના ઉપયોગ દ્વારા ગતિ થાય છે.

આ પ્રકારની સાધનામાં ગાડીની ગતિ દરમ્યાન ઢાળ આવે છે અને ગાડીને બંધ કરી દેવામાં આવે છે અને છતાંય ગાડી ગતિશીલ રહે છે.

તારીખ ૨૫-૦૪-૨૦૦૯

ચંદન વૃક્ષ પ્રભુ છે તો સમીર મહાપ્રભુ છે.

પરમાત્માની તુલના વૃક્ષ આથે કરવામાં આવી છે.

સંસાર વૃક્ષ એ પ્રભુ છે. …. વેદ

જગત અને સંસાર પ્રભુ છે. …. તુલસી

બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા નથી. …. વલ્લભાચાર્યજી

બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. …. આદિ શંકર

મહાપુરુષોનાં આ મંતવ્યો એ કોઈ ભેદ નથી પણ તેમનાં અલગ અલગ દર્શન છે.

પૂજ્ય મોરારી બાપુના મત અનુસાર મિથ્યા એટલે અનુપયોગી. અનુપયોગી એટલે કોઈ પણ વસ્તુનો વિવેક પૂર્ણ રીતે ઉપયોગ કરી લો પછી તે વસ્તુ સાથે જોડાઈ ન રહો. તે વસ્તુને પછી વ્યવસ્થિત કરી તેના યોગ્ય સ્થાને મુકી દો. ચા પિવા સમયે કપ ઉપયોગી છે. પણ ચા પી લિધા પછી કપને હોઠે જ ચોંટાડી ન રખાય. પણ તે કપને સાફ કરી પછી ફરીથી ઉપયોગમાં લેવા માટે તેના યોગ્ય સ્થાને મૂકી દો. ચા પીધા પછી કપને ફેંકી દેવાની જરુર નથી.

આપણે દેવોનું સ્થાપન કરીએ છીએ અને પછી વિસર્જન પણ કરીએ છીએ અને આ વિસર્જન ફરીથી સ્થાપન કરવા માટે છે.

દિલ હૈ કદમમેં કિસી કે

સર ઝૂકા હો યા ન હો

દિલ ઝૂકા હૈ કિસીકે ચરનમેં

બંદગી તો અપની ફિતરત હૈ

ખુદા હો યા ન હો.

સર ઝૂકે પણ દિલ ન ઝૂકે તો તેના કરતાં સર ન ઝૂકે તે વધારે સારું છે, વધારે યોગ્ય છે.

જેના વિના ક્યાંય, ક્યારેય, કોઈ પણ રીતે ન ગમે,એ તેનું નામ ભક્તિ. આ ભક્તિની સીધી સાદી વ્યાખ્યા છે.

ફળી ગઈ આજ મારી મોંઘી આરાધના.

આપણે ટ્રેનમાં બેસીને મુસાફરી કરીએ ત્યારે આપણે જ્યાં જવાનું હોય તે સ્થળ આવે એટલે ટ્રેનમાંથી ઊતરી જવાનું હોય, તેમાં બેસી ન રહેવાય.

જડ પદાર્થમાં સત્ય છે, પણ તેમાં ચિત કે આનંદ નથી. જડ પદાર્થ જે છે તે એક સત્ય છે. દા.ત. ઘડીયાળ, ઘડીયાળ છે તે સત્ય છે.

જગત સત્ય છે.

જીવમાં સત છે, ચિત છે. જીવ ચિંતન કરે, ચિત ચિંતન કરે છે.

અંતરયામી સત, ચિત, આનંદ છે, આનંદ સ્વરૂપ છે.

સૃષ્ટિ ત્યારે યોગ્ય રીતે દેખાય જ્યારે સદગુરૂની ચરણ રજથી આપણી આંખ પવિત્ર થઈ હોય.

સામાન્ય રીતે મૂળ નીચે હોય એવું આપણે કહીએ છીએ. પણ ઊર્ધ્વ મૂલ પણ કહેવાય છે. આનો અર્થ એ છે કે વૃક્ષનું બીજ તેના ફળમાં હોય છે અને તે ઉપર હોય છે. આ બીજમાં તત્વતઃ મૂળ છુપાયેલું છે.

તુલસી ” ચંદન તરૂ હરિ સંત સમીરા” માં પ્રભુના બદલે હરિ શબ્દ વાપરે છે.

રામ ઉપાસકોને હરિ બોલવામાં કોઈ આપત્તિ હોવી ન જોઈએ. આ અન્યાશ્રય નથી.

કૃષ્ણ ઉપાસકોને પણ હરિ શબ્દમાં કોઈ આપત્તિ નથી તેમજ તેમાં અન્યાશ્રય પણ નથી.

તુલસી અન્યાશ્રયની ખોટી ભ્રાન્તિને તોડવા માટે જાણી જોઈને હરિ શબ્દનો ઉપયોગ કરે છે.

દુઃખ આવે ત્યારે અને જાય ત્યારે હરિ સ્મરણ કરવું જોઈએ.

પાપ થઈ જાય ત્યારે ગ્લાની થયા પછી પણ હરિ આશ્રય કરવો જોઈએ.

ગમે ત્યારે ભય લાગે ત્યારે હરિ શરણ લેવું જોઈએ. મૃત્યુના ભય સમયે પણ હરિ શરણ લેવું જોઈએ.

કામાદિ પુરુષાર્થ પૂર્ણ થયા પછી પણ હરિ શરણમાં રહેવું જોઈએ.

ભક્ત દ્રોહ થઈ જાય ત્યારે હરિ શરણમાં જવાથી પ્રાયશ્ચિત થાય છે.

ભક્તિના અભાવમાં પણ તેનાં કારણ શોધ્યા સિવાય હરિ શરણમાં જવું.

ક્યારેક ભક્તો કે ભક્તિનું અતિક્રમણ થઈ જાય ત્યારે તે અપરાધનું નિવારણ હરિ શરણ છે. અતિક્રમણ એટલે કટ્ટરતા આવી જવી.

અશક્ય કાર્ય ન થાય ત્યારે અને કઠીન કાર્ય સંપન્ન થાય ત્યારે હરિ શરણમાં જવું.

ક્યારેક સેવા કર્યાનો અહંકાર આવી જાય ત્યારે તે અપરાધમાંથી મુક્તિ મેળવવા હરિ શરણમાં જવું.

પાલન પોષણનો અહંકાર આવી જાય ત્યારે તે ગ્લાનીથી મુક્ત થવા હરિ શરણમાં જવું.

આપણું કોઈ પોષણ કરે અને તેનું અતિક્રમણ થઈ જાય ત્યારે હરિ શરણમાં જવું.

ગુરૂ શિષ્ય અંતેવાસી છે.

શિષ્ય ક્યારેક ગુરૂને અતિક્રમણ કરે ત્યારે તે અપરાધના નિવારણ માટે હરિ શરણ છે.

પોતાના મન તેમજ ઇન્દ્રિયોને લૌકિકતાથી અલૌકિક તરફ લઈ જવા માટે ફક્ત હરિ શરણ જ કામ લાગશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહોદય રાજેન્દ્રપ્રસાદે પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીને નીચેનો પ્રશ્ન પૂછ્યો હતો.

રસ્તો છે, મઝિલ પણ છે, યાત્રા કરવાની ઈચ્છા પણ છે, છતાંય યાત્રા શરૂ કેમ નથી થતી?

આનું કારણ વેદનાનો અભાવ છે. સંવેદના રહિત માણસ યાત્રા શરૂ નથી કરી શકતો.

ચંદનના વૃ્ક્ષનાં વિશેષ લક્ષણ નીચે પ્રમાણે છે.

વૃક્ષ પરોપકારી છે. ( સંત બિટપ ….. )

સંત, વૃક્ષ પરોપકારી છે.

વૃક્ષ તાપ પોતે સહન કરે અને બીજાને છાંયો આપે. તેમજ વૃક્ષ કહે નહિં કે મેં છાંયો આપ્યો છે.

વૃક્ષ તેનું ફળ પોતે ખાય નહિં પણ બીજાને આપે.

નદી પરોપકારી છે.

વૃક્ષ પરોપકારી છે પણ ક્યારેક તે નુકશાન પણ કરે છે. વૃક્ષ પરોપકારી હોવા છતાં ય પાનખરમાં તે છાયા ન આપે તેમજ ક્યારેક પડી જાય ત્યારે તે નુકશાન પણ કરે.

જ્યારે સંત આવું ન કરે. તેથી સંત શબ્દ પહેલો આવે છે, સંતનું સ્થાન પ્રથમ છે.

ગિરિ – પહાડ પરોપકારી છે.

પહાડ કયારેક જ્વાળામુખી બને. પણ સંત આવું ન કરે.

પહાડ જ્વાળામુખી હોય, સંત જ્યોતિમુખી હોય.

ધરતી પરોપકારી છે પણ ક્યારેક તેમાં ધરતીકંપ આવે. જ્યારે સંતમાં આવું ન બને.

પૃથ્વીનો એક અર્થ ક્ષમા છે, ધૈર્ય છે.

સાધુની ક્ષમા અને ધૈર્યમાં ક્યારેય ભૂકંપ ન આવે.

ચંદન વૃક્ષનાં વિશેષ લક્ષણ

૧ ચંદન વૃક્ષ પરોપકારી છે.

૨ ચંદન વૃક્ષ છાંયો આપે.

૩ ચંદન વૃક્ષ ફળ આપે.

૪ ચંદનના વૃક્ષને કાપ્યા પછી તેનું લાકડુ ખુશબુ આપે.

૫ ચંદન વૃક્ષ દેવ સેવામાં કામ આવે છે.

૭ ચંદન વૃક્ષના ઝાડના થડને અજગર વિટળાય છે. આમ ચંદન વૃક્ષ અજગરને પણ આશ્રય આપે છે અને છતાંય તેને અજગરના ઝેરની કોઈ અસર લાગતી નથી.

વૃક્ષ પ્રભુ છે તો વાયુ મહાપ્રભુ છે.

વાયુના ત્રણ ગુણ છે; વાયુ મંદ હોય, વાયુ સુગંધી હોય અને વાયુ શીતલ હોય. વાયુના આ લક્ષણ તેના પોતાનાં લક્ષણ નથી પણ આરોપિત લક્ષણ છે. ઉષ્ણતા પણ પવનનું લક્ષણ છે.

આજ રીતે સાધુ પણ સમજે છે કે તેનામાં જે કંઈ ગુણ છે તે હરિની દેણ છે, તેના પોતાના ગુણ નથી. અને જે આવું સમજે છે તે મહાપ્રભુ છે.

હરિ જન્મ આપે છે તેથી તે પ્રભુ છે જ્યારે સંત જીવન આપે છે તેથી તે મહાપ્રભ છે.

સાધુનો ગણવેશ ન હોય પણ ગુણવેશ જરુર હોય.

પરંપરા સદાય પ્રવાહી હોવી જોઈએ. જડ પરંપરા નુકશાનકારક છે.

ગંગા પવિત્ર છે છતાંય જો તે તેનું પ્રવાહી સ્વરુપ બદલી ઘન સ્વરુપ લે તો તેનું તે ઘન સ્વર નુકશાન કારક છે.

જેનું જીવન સાદુ, સામું અને સાચુ તે સાધુ. સામુ જીવન એટલે પ્રત્યક્ષ જીવન, આરપાર જોઈ શકાય તેવું જીવન.

તારીખ ૨૬-૦૪-૨૦૦૯, રવિવાર

ભગવદ કૃપાથી સુખ, સમૃધ્ધિ અને શાંતિ મળે અને છતાંય તેમાં લોભ વશ વધારેની અભિલાષા જાગે તો પછી દુઃખ આવે.

અયોધ્યાકાંડમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિ હતી. પણ તેમાં લોભ વશ વધારે ને વધારે અભિલાષા જાગતાં રામ વનવાસનું દુઃખાવી પડે છે.

ભક્તિ જબરદસ્તીથી ન મળે, કૃપાથી મેળવાય. જબરદસ્તીથી પ્રાપ્ત કરેલી ભક્તિ એ ભક્તિનું મૂળ સ્વરૂપ નથી પણ ભક્તિની છાયા છે.

રાવણ જાનકીની છાયાને – ભક્તિની છાયાને લઈ જાય છે.

શબરી પ્રસંગમાં માનસી ભક્તિનો ઉલ્લેખ છે.

ભગવાન રામ શબરીને ૯ પ્રકારની ભક્તિ વિશે જણાવે છે. આ ન્વ પ્રકારની ભક્તિ નીચે પ્રમાણે છે.

સંતનો સંગ

સંત કોને કહેવાય?

૧ જેનો વિશ્વમાં અંત નથી તે સંત કહેવાય.

મારો અંત નથી અને મારી વિભૂતિનો પણ અંત નથી. ….. કૃષ્ણ

નરસિંહ મહેતાનું શરીર નથી પણ તેનું સંતત્વ કાયમ છે.

૨ જેને કોઈની પણ સાથે ક્યારે ય તંત ન હોય, વિરોધ ન હોય તે સંત કજેવાય. જે પરિસ્થિતિ હોય તેને હરિની કૃપા સમજી સ્વીકારી લે તે સંત હોય.

સાધુને બહું સુવિધા ન આપવી. સુવિધા આપવાથી સંત કદાચ બગડી જાય.

૩ જેને ક્યાંય મહંત નથી થવું તે સંત કહેવાય.

ઠાકોરજી બનાવે તેવા બનો, જાતે બનવાનો પ્રયત્ન ન કરો.

અદાલત દ્વારા મહંતાઈ મેળવવી યોગ્ય નથી.

૪ જે ખંતથી ભજન કરે તે સંત કહેવાય સંત ભજન આનંદથી કરે, ઉત્સાહથી કરે.

કથા શ્રવણ એ બીજા પ્રકારની ભક્તિ છે. ઉત્તમ શ્રોતા સેવા કરે અને કથા શ્રવણ પણ કરે.

પોતાના ગુરૂના ચરણ કમળની સેવા, અભિમાન છોડી કરવી એ ત્રીજા પ્રકારની ભક્તિ છે.

અંતઃકરણ કહે તેનાથી અલગ કાર્ય કરવું અન્યાશ્રય છે.

કપટ છોડીને હરિના ગુણગાન ગાવા, પાઠ કરવો.

વ્યાસપીઠને દુકાનનો થડો ન બનાવય.

મંત્ર જાપ કરવા, સંયમ નિયમમાં રહેવું.

કર્મ અને પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ પ્રયાણ કરવું.

બધામાં હરિ દર્શન કરવાં.

પુરુષાર્થના ફળ સ્વરુપે જે મળે તેમાં સંતોષ માનવો. સ્વપ્નામાં પણ કોઈના દોષ ન જોવા.

સાદું જીવન, પ્રપંચ રહિત જીવન, હરિના ભરોંસે જીવવું.

હરિનામ મુખમાં હોય તો નિરંતર પ્રસન્તા રહે. સાંસારિક પદાર્થો મુખમાં હોય તો પણ પ્રસન્તા રહે છે તો પછી આ તો હરિનામ નામનો અલૌકિક પદાર્થ જરુર પ્રસન્તા આપે.

સાધુનું કદી અપમાન ન કરો.

સમગ્ર કથાનો સાર સૂત્ર નીચે પ્રમાણે છે.

પ્રતિષ્ઠા, પ્રલોભન, ભય રહિતનો દ્રઢાશ્રય રાખવો. સમગ્ર ભાવથી દ્રઢાશ્રય રાખવો.

આપણાથી બની શકે તેટલી સેવા કરવી. ઠાકોરજીની પ્રસન્તા માટે અહેતુ સેવા કરવી.

આપણાથી થઈ શકે તેટલું હરિ સ્મરણ કરવું. કૃષ્ણ સ્મરણ અન્યાશ્રય કર્યા સિવાય કરવું.

No comments:

Post a Comment