Translate

Search This Blog

Tuesday, May 10, 2011

ગોપી ગીત

ગોપી ગીત

મહુવા, ભાવનગર, ગુજરાત

તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૯

મમ ગુન ગાવત પુલક સરીરા l

ગદ ગદ ગીરા નયન બહ નીરા ll

કામ આદિ મદ દંભ ન જાકે l

તાત નિરંતર બસમેં તાકિ ll

यत्ते सुजातचरणाम्बुरुहं स्तनेषु भीताः शनैः प्रिय दधीमहि कर्कशेषु ।

तेनाटवीमटसि तद्व्यथते न किंस्वित् कूर्पादिभिर्भ्रमति धीर्भवदायुषां नः ॥१९॥


वसुदेवसतं देव कंसचाणुरमर्दनं l

देवकीपरमानंदं कॄष्णं वंदे जगत्गुरूम् ll


શનિવાર, તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯
ગોપી ગીત પ્રેમની પુકાર છે; જ્યાં આંસુ સિવાય કશું જ બાકી રહેતું નથી.
જ્યાં ગીત હોય ત્યાં ૧૦ વસ્તું આવશ્યક છે.
૧ ભાષા – જ્યાં ગીત હોય ત્યાં ભાષા હોય.
૨ શબ્દ – જ્યાં ગીત હોય ત્યાં ભાષા હોય અને ભાષા હોય એટલે શબ્દ પણ હોય. એટલે ગીત હોય ત્યાં શબ્દ હોય.
શબ્દ સમજાય તો બ્રહ્મ પેદા થાય અને જો શબ્દ ન સમજાય તો ભ્રમ પેદા થાય.
૩ રાગ – ગીત હોય ત્યાં રાગ હોય. રાગના બે ભાગ છે; ગીતનો રાગ અને રાગાત્મક વૄત્તિ- રાગાત્મક વૄત્તિ એટલે ગીતના રાગનું હ્નદય સાથે જોડાવું.
૪ ગાયક – ગીત સાથે ગાયક સંકળાયેલ છે.
૫ અદા – ગીત સાથે ગાયકની મૌલિક અદા સંકળાયેલી હોય.
૬ મુદ્રા – ગીત સાથે ગાયકની મુદ્રા હોય. ગાયકની મુદ્રા સાધકની કુંડલિની જાગૄત કરી દે.
મુદ્રા શાસ્ત્રથી નીકળે જ્યારે અદા ગાયકના પોતાનામાંથી નીકળે.
૭ નૄત્ય – ગીત સાથે નૄત્ય જોડાયેલું હોય.
હનુમાનજીએ નૄત્ય કર્યું હોવું જોઈએ. હનુમાનજીનું એક નામ નર્તક છે.
૮ મુસ્કહારટ – હાસ્ય – હાસ્ય ગીત સાથે જોડાયેલું હોય.
૯ રૂદન – આંસુ ગીત સાથે જોડાયેલ હોય.
૧૦ ભાવ – ગીત સાથે ગીતનો મુગુટ મણિ જે ભાવ છે તે જોડાયેલો હોય.
ગીતમાં છંદ હોય; પ્રબંધ હોય.
ગીતમાં તાલ હોય.
ગીતમાં લય હોય.
ગીતમાં સંયોગ વિયોગ હોય.
કૄષ્ણ, ગોપી અને રાસ- આ ત્રણ આસપાસ આખું વિશ્વ જોડાયેલ છે.
કૄષ્ણ સત્ય છે, ગોપી પ્રેમ છે અને રાસ કરૂણા છે.
ત્રણ પ્રકારના જીવ હોય, વિષયી જીવ, સાધક જીવ અને સિધ્ધ જીવ.
સિધ્ધ જીવની શ્રેણીમાં કોઈ શુધ્ધ જીવ હોય જેને ચોથી શ્રેણી ગણી શકાય.
વિષયી જીવની રસ સૄષ્ટિ કામના પ્રધાન હોય.
સાધકની રસ સૄષ્ટિ ઉત્સવ પ્રધાન હોય; અહીં કામના આવી જ ન શકે, પ્રવેશી ન શકે.
સિધ્ધની રસ સૄષ્ટિ સાહસ છે. રાસ એટલે રસ સૄષ્ટી – રસમાં પ્રવેશ.
સદગુરૂની એક નજર સાધક માટે પર્યાપ્ત છે.
સદગુરૂ અને સાધક વચ્ચે શાસ્ત્રની પણ જરૂર નથી.
નરસિંહ મહેતા સિધ્ધ હતા અને તેમનું હરિજનવાસમાં ભજન કરવા જવું એ એક સાહસ હતું.
મીરાનું નૄત્ય પણ એક સાહસ છે.
શુધ્ધો માટે રાસ મહાકરૂણા છે.
દરેકમાં પોતાનો એક સ્વધર્મ હોય; સ્વધર્મ એટલે પોતાનો ગુણ, નીજ ગુણ.
દરેકને સ્વધર્મ હોય, સ્વ મર્મ હોય અને સ્વ કર્મ હોય.
ગોપીઓ ઊંમરમાં નાની મોટી છે, કોઈ બાલિકા છે, કોઈ પરણિત છે, તો કોઈ વૄધ્ધ પણ છે. પણ ગોપીઓની શુધ્ધતા વયસ્ક છે જે એક સમાન છે.
શુધ્ધની કરૂણા શુધ્ધો ઉપર થાય છે.
રાસ એ શુધ્ધની શુધ્ધો ઉપર વર્ષા છે; કરૂણા છે.
પ્રેમનો સ્વધર્મ સત્ય છે. પ્રેમ સત્યની ભૂમિકા ઉપર જ હોય.
પ્રેમનો સ્વ મર્મ પ્રેમ છે. પ્રેમનું રહસ્ય પ્રેમ જ છે. જે પ્રેમનો મર્મ પ્રેમ સિવાય અન્ય હોય તેને પ્રેમ કહેવાય જ નહિં.
પ્રેમનું સ્વકર્મ કરૂણા છે. પ્રેમ કઠોર ન હોય; પ્રેમ બદલો ન લે. કારણ કે પ્રેમનું સ્વકર્મ કરૂણા છે.
દરેક સ્થિતિનો કે ઘટનાનો આધ્યાત્મિક અર્થ કરતાં કરતાં તેનો મૂળ અર્થ બદલાઈ જવો ન જોઈએ, મૂળ અર્થ કે ઘટના નષ્ટ ન થવી જોઈએ.
જ્યારે રસની માત્રા વધે એટલે તે રાસ બને.

રવિવાર તારીખ ૨૦-૦૯-૨૦૦૯
ગોપી ગીતના મૂળ પ્રસંગ અને આજના ગોપી ગીત વચ્ચે કાળ ભેદ છે, સ્થાન ભેદ છે અને વૄત્તિ ભેદ છે અને આ બધામાં ઘણું અંતર પણ છે.પણ જો આપણું હ્નદય શુધ્ધ હોય તો આ કાળ ભેદનું અંતર, સ્થાન ભેદનું અંતર અને વૃત્તિ ભેદનું અંતર દૂર થઈ જાય; ભેદ દૂર થઈ જાય અને વંદાવન અને ગુરૂકૂળ એક જ છે એવું લાગે.
સતસંગ દ્વારા વૃત્તિઓ બદલાઈ શકે છે. પણ સતસંગ દ્વારા મોટા ઘરનું બોલાવવું દૂર ન થઈ શકે.
ગોપીઓ ચિન્મય રૂપ ધારણ કરે છે.
ગોપીનું રસ રૂપ નામ લાલસા છે; લાલચ નથી.
પેંડ પર પથ્થર ઉછાલે જાયેંગે
ફૂલ ગિરેગેં લોગ ઊઠા લે જાયેગેં.
પાંવ પહલે કાટ દીયે જાયેગે, ફિર કાંટે નીકાલે જાયેગે.
આંખ ફોડ્યા પછી અંજન આંજવાનો શું અર્થ છે?
કરપાત્રીજી મહારાજના અર્થ ઘટન પ્રમાણે પ્રત્યેક ગોપીજન નવયૌવના હતી અને તેમનાં ઉર કઠણ હતાં.
ચેતના, રૂચી, ચોપાઈ, બુધ્ધિ વિ. ઘરડી ન થાય.
સાધનામાં ત્રણ વાર કસોટી થાય, આરંભમાં કસોટી થાય, મધ્યમાં કસોટી થાય અને અંતમાં પણ કસોટી થાય.
મહા રાસના પ્રસંગમાં કૃષ્ણ શરૂઆતમાં ગોપીઓનું સ્વાગત કરે છે અને પછી તેમને પાછા જવાનું કહે છે.
આ પાછા જવાનું કહેવું એ બીજી વારની કસોટી છે.
ગોપીજનોને બે બિમારી લાગું પડે છે, ગોપીઓને મદ આવે છે અને માન આવે છે.
કૄષ્ણ ગોપીઓને આવકારે છે એટલે ગોપીઓએને એવું લાગે છે તેમનામાં-ગોપીઓમાં કંઈક વિશેષ છે જેના કારણે કૄષ્ણ તેમને આવકારે છે. અને આના કારણે ગોપીઓમાં મદ આવે છે. તેમજ ગોપીઓને લાગે છે કે
તેમનામાં કંઈક વિશિષ્ટ છે જેના લીધે તેમને માન – અભિમાન આવે છે.
માન એટલે અભિમાન અને મદ એટલે અભિમાનમાં ચૂર થવું.
કથાકથીત સભ્યતાએ સહજતાનું ખૂન કરી નાખ્યું છે.
સહજા અવસ્થા એ જ સભ્યતા છે.
કીંમતિ ગાલીચો ઘરમાં પાથરવાથી ઘરમાં સહજ રીતે થતી આવજાવ બંધ થઈ જાય છે.
રસ વિના આકર્ષણ ન થાય; જો આકર્ષણ ઉત્પન્ન થાય તો કૃષ્ણ આવે.
શ્રુતિ કહે છે કે પકૄતિ જડ છે; તેમાં રહેલા રસના કારણે હરિ ગર્ભ ધારણ કરે છે.
રામ બ્રહ્મનો પણ બ્રહ્મ છે તેમજ કૃષ્ણ પણ બ્રહ્મનો પણ બ્રહ્મ છે.
સુરજ ચાંદ સમજાઈ ગયા પણ સંત ન સમજાયા.
રસહીનોએ મનાઈ ફરમાવી છે.
કૄષ્ણનું આકર્ષણ થયા પછી આપણી યાત્રા આગળ વધવી જોઈએ.
આદિ શંકર કહે છે કે શાસ્ત્ર પણ વાસના છે.
તેથી શાસ્ત્રને પણ લાંઘી જવું પડે; છોડી દેવું પડે.
સહજ માણસ કોઈનું પણ ખોટું ન કરે; અસહજ માણસ જ ખોટું કરે.
સામાન્ય વીંછી કરડે તો તેનું ઝેર ઊતારી શકાય પણ ઈર્ષાના વીંછીના ડંખનું ઝેર ન ઊતરે.
અવધૂત વેષ એ કોઈ ગણવેષ નથી પણ ભીતરી વેષની એક અવસ્થા છે.
મદ બહારના ઉપકરણથી આવે જ્યારે માન-અભિમાન અંદરના ઉપકરણથી આવે.
લોકો પદ પ્રતિષ્ઠા આપે એટલે મદ આવે. અને એટલે આપણને લાગે કે આપણામાં કંઈક વિશિષ્ટ છે એટલે પદ પ્રતિષ્ઠા, ફૂલહાર થાય એટલે તે વિશિષ્ટતાના કારણે માન આવે -અભિમાન પેદા થાય. માન આપણી કોઈક ક્ષમતાના કારણે આવે.
પોતાના રૂપનું સ્વમાન, પોતાની બુધ્ધિનું સ્વમાન આવે, અભિમાન આવે – પેદા થાય.
ગોપીઓને કૃષ્ણ આવકારે છે તેના કારણે ગોપીજનોમાં મદ અને માન પેદા થાય છે અને તેથી તેમને કૄશઃણ દેખાતો બંધ થઈ જાય છે; ગોપીઓની આંખો કૄષ્ણને જોઈ નથી શકતી, ગોપીઓની આંખો ફૂટી જાય છે.
કૄષ્ણ વ્યાપક હોવા છતાં ગોપીઓ તેને શોધે છે. આ પણ એક કસોટી છે.
માણસે સામા માણસને તેની ખામીઓ સાથે સ્વીકારવો જોઈએ.
સુજાત ચરણ પરમાત્મા તરફ યાત્રા કરાવે. તેથી ચરણની મહિમા બહું છે.
હાથ કર્મ યોગનું પ્રતીક છે; હાથ દ્વારા કર્મ થાય છે.
તેથી તો હાથ દ્વારા ચરણ સ્પર્શ કરવામાં આવે છે.
સુજાત ચરણ કાયમ શીતલ હોય.
જેનું પગનું તળિયું અને તાળવું શીતલ હોય તે સાધુ હોય.
જ્યાં શીતળતા હોય ત્યાં સુગંધ પણ હોય.
કૄષ્ણના ચરણ સુજાત છે, શીતલ છે, સુગંધીદાર પણ છે અને તે ચરણમાં સ્વરૂપ પણ છે.
ચરણને કમળ ચરણ કહેવામાં આવે છે. આવા કમળ ચરણ એટલે અસંગ ચરણ. કમળ અસંગ રહે તેમ ચરણ પણ અસંગ રહે.
જ્યાં સુધી તર્ક વિતર્ક રહે ત્યાં સુધી રાસમાં પ્રવેશ ન મળે.
બ્રહ્મ સૂત્ર અને પ્રેમ સૂત્રમાં તર્કની મનાઈ છે.
હું ઈન્સાનને મૄત્યુ શીખવાડું છું …. ઓશો
નવજાત બાળક રડવું જ જોઈએ.
Crying Birth, Smiling life and Dancing Death are essential, are must.
અત્યંત સ્નેહમાં આશંકા પેદા થાય એ અત્યંત સ્નેહનું એક લક્ષણ છે.
પરમની સેવા કરવાનો મોકો મળે અને તેનાથી આનંદ આવે. આ પણ છુટવું જોઈએ. પોતાને આનંદ આવે તેના કરતાં જેની સેવા કરીએ છીએ તેને આનંદ મળે તેવી સ્થિતિ આવવી જોઈએ.
જ્ઞાની આત્મ ક્રીડા માગે એ જ્ઞાનીનો પ્રદેશ છે.
પ્રેમી આત્મ રતી માગે એ ભક્તિનો પ્રદેશ છે.
જ્ઞાનીની તપસ્યા “ન જીવવું હોય તો પણ જીવતા રહેવું” છે.
કર્મયોગીનું દાન પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરવાનું છે. અને કર્મ યોગીનું તપ બીજાના દુઃખને જોઈ પોતે દુઃખી થવું છે.
પ્રેમીનું કર્મ નિરંતર હરિનામ છે.
ભક્તનું દાન પોતાને નફરત કરનારનું પણ સન્માન કરવામાં છે.
બીજાને પ્રેમ અપવો એ સૌથી મોટું દાન છે.
નિરંતર પ્રભુ સ્મૄતિ યજ્ઞ છે.
લોક નીંદા સહન કરવી તપસ્યા છે.

સોમવાર, તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૯
શર્ત સાથે પ્યાર મહોબત ન થાય. પ્રેમમાં કોઈ શર્ત ન હોય.
કંદર્પ એટલે કામદેવ
દર્પ એટલે અભિમાન
કોઈની નજર દ્વારા, કોઈના વચન દ્વારા, કોઈના સ્પર્શ દ્વારા પુલકીત થવાય.
સદગુરૂ માથા ઉપર હાથ મુકે એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય.
જુઠું હું બોલી નથી શકતો; સત્ય તમે સાંભળી નથી શકતા.
વ્યાખ્યા હસ્તાંતરીત થાય; જ્યારે અનુભવ હસ્તાંતરીત ન થાય.
વ્યાખ્યા પરાઈ હોય; અનુભવ પોતાનો હોય.
ગદગદ ગીરાની સ્થિતિ એટલે તોતલી બોલી; બોલી ન શકાય તેવી સ્થિતિ.
ગોપીગીત હ્નદયમાં હોવું જોઈએ.
માનસ એટલે હ્નદય.
જો ગોપી ગીત હ્નદયમાં ન હોય તો તે શું કામનું?
બુધ્ધિથી જીવે એ ગોપી નથી પણ હ્નદયથી જીવે એ ગોપી છે.
ગોપીનાં ૧૯ જુથ હતાં.
શ્રેષ્ઠ ગોપી કોણ છે?
કૄષ્ણની વાંસળી શ્રેષ્ઠ ગોપી છે.
વાંસળી કાયમ કૄષ્ણ સાથે રહે છે. ક્યારેક કૄષ્ણ સાથે રાધા ન હોય પણ વાંસળી તો હોય જ.
પંચજન્ય શંખ શ્રેષ્ઠ ગોપ છે.
વાંસળી ઉપર કૃષ્ણનો હાથ કાયમ રહે છે, તેની આંગળીઓ કાયમ વાંસળી ઉપર હોય છે; વાંસળીને કૃષ્ણના અધરામૃતનું પાન મળે છે. ચરણ પગનું પ્રતીક છે તેમજ વાણી પણ ચરણનું પ્રતીક છે, વાંસળીમાંથી વાણી નીકળે છે.
આમ વાંસળી શ્રેષ્ઠ ગોપી છે.
માનસનો એક અર્થ મન છે.
મનને દીક્ષિત કરવાની જરૂર છે.
પાંચ વસ્તુથી રાસ થાય છે.
ઈન્દ્રીય, મન, વાણી, પ્રાણ અને આત્મા દ્વારા પાંચાધ્યાયી રાસ થાય.
ઈન્દ્રીય ક્ષેત્રિત રાસ ક્ષીણ થાય પણ આત્મા દ્વારા થયેલ રાસ ક્ષીણ ન થાય.
રાસનું રીહર્સલ રામાવતારમાં થયું છે જ્યારે મંચસ્થ રાસ કૄષ્ણાવતારમાં થાય છે.
રાસ કાયમ વર્તુળાકાર જ હોય.
ખુદને ચઢાવ્યા વિના ખુદા ન મળે. ખુદાને મેળવવા માટે પોતાનું કંઈક આપવું પડે.

મંગળવાર, તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૯
કલીયુગનો ધર્મ ભગવદ ચર્ચાનો છે.
કથા દરમ્યાન ચારે ય યુગ આવે છે.
કથાના પ્રારંભમાં મંગલાચરણ થાય છે જેમાં ધ્યાનની પ્રક્રીયા થાય છે. આ કથા દરમ્યાન આવતા ચાર યુગ પૈકીનો સતયુગ છે. ધ્યાનમાં બીજી કોઈ ક્રિયા થતી નથી.
કોઈને સાંભળવું એ પણ એક તપસ્યા છે.
ગોપીઓનો ધર્મ પ્રેમ છે. ગોપી પ્રેમ સિવાય બીજું કશું જાણતી નથી.
સત્યને શબ્દમાં લાવવાથી સત્યની માત્રા ઓછી થઈ જાય છે.
બોલેસે નિહાલ છે પણ સાથે સાથે બોલેસે બેહાલ પણ થાય.
ગોપીઓનો અર્થ પરમાર્થ છે. સત્યમ પરમ ધીમહિ.
પરમને પામવો એ જ ગોપીઓનો અર્થ છે.
ભક્તિમાં નિરોધ ન હોય પણ પ્રબોધ હોય. નિરોધની વૄત્તિ પરમ પુરૂષો માટે છે; સામાન્ય માણસો માટે નથી.
બીજાનો બોધ ઉધાર છે. બોધ પોતાનામાંથી પેદા થવો જોઈએ.
ઉધ્ધવ જ્ઞાની છે અને તે ગોપીઓને જ્ઞાન આપવા જાય છે પણ તે ગોપીને ગુરૂ બનાવી પાછો આવે છે.
દરરોજ અજનબી પાછળ દોડવું અને પછી કહેવું કે ધોખો થયો છે!
સાધુ બધી ઘટનાઓનો સારો અર્થ કાઢે.
સ્વતંત્રાને કોઈ સંવિધાન ન હોય; પરતંત્રામાં સંવિધાન હોય. …. ઓશો
કર્મકાડ અસ્પતાલ છે; જ્યાં બિમાર માણસો જાય છે.
મૂળ તત્વમાં કોઈ ગુણદોષ નથી.
જગત જ જગદીશ છે.જગત અને જગદીશ એક છે એવું માનીએ ત્યારે જગત અને જગદીશ એક લાગે; જગત જ જગદીશ લાગે. પણ જ્યારે જગત અને જગદીશમાં દ્વંદ આવે; બેને અલગ અલ્ગ ગણીએ ત્યારે પ્રશ્ન થાય.
ગોપીઓનો કામ પૂર્ણ કામ; નિઃકામ; આપ્ત કામ છે.
ગોપી નિષ્કામ છે તેથી તે કૄષ્ણને તેના ચરણ પોતાના વક્ષસ્થલ ઉપર મુકવા કહે છે; હાથને વક્ષસ્થલ ઉપર મુકવા નથી કહેતી. જો ગોપી કામી, વિકારી હોત તો તે કૄષ્ણને તેના હાથ પોતાના વક્ષ સ્થલ ઉપર મુકવા કહેત.
હાથ રજો ગુણનું પ્રતીક છે.
પગ આધાર છે.
ગોપીઓનો મોક્ષ મૌન છે. ગોપીઓ અંતમાં ચૂપ થઈ જાય છે.
પ્રેમીઓનો મોક્ષ મૌન છે.
ગોપીઓ ગોપી તળાવમાં મૌન થઈ જાય છે; વિલીન થઈ જાય છે.
પ્રેમી કોઈની સ્મૃતિમાં જીવે છે.
કથા દરમ્યાન થતું કીર્તન તેત્રાયુગ છે.
વાગ્મયી પૂજા દ્વાપર યુગ છે.
વક્તાની વાણીથી થતી વાગ્મયી ક્રીયા દ્વાપર યુગ છે, જે લાંબો ચાલે છે.
કથા પુરી થયા પછી ભોજન વગેરે માટે થતી દોડાદોડી કગીયુગ છે.
ચરણનો મહિમા બહું છે.
સતયુગમાં બ્રહ્મા તેમના કમંડલમાં નારાયણને તેમના ચરણ મુકવા કહે છે.જેમાંથી પવિત્ર ગંગા પ્રગટ થાય છે. આ ગંગા શિવના મસ્તક ઉપર આવે છે.પવિત્ર ચરણમાંથી ઉત્પન્ન થયેલ વસ્તું શિરશ્થ બને.
તેત્રાયુગમાં અહલ્યાના શિર ઉપર રામ ચરણ મુકે છે.
વામન ભગવાન બલિના શિર ઉપર પગ મુકે છે.
ગોપીની કોઈ જાત નથી; તે તો સાર્વભૌમ છે.
કથામાં ૬૮ તીર્થ સમાવિષ્ઠ છે.
કેવટની કથરોટમાં પ્રભુના ચરણ છે.
ભૃગુૠષિ ભગવાનની છાતીમાં ચરણ પ્રહાર કરે છે અને આ ચરણ ચિહ્ન પ્રભુની છાતીમાં છે.
પર્વત અહંકારનું પ્રતીક છે. કારણ કે પર્વતના પેટાળમાં અનેક ધાતુ, કિંમતી વસ્તુઓ ધરબાયેલી પડી છે.
જ્યારે સાધકનો આધાર યોગ્ય હોય તો જ તે સાધક યોગ્ય છલાંગ લગાવી શકે છે; લક્ષ્ય સુધી પહોંચી શકે.
અહંકારનું નષ્ટ થવાનું જ ભક્તિ સુધીની યાત્રા કરાવી શકે.
કૄષ્ણ કાલીનાગના મસ્તક ઉપર પગ મૂકે છે.
કામનાં પાંચ લક્ષણ ઉન્માદ, તાપન, શોષણ, સ્થંભન અને સંમોહન છે.
કામ ઉન્માદ પેદા કરે અને ઉન્માદ પેદા થાય એટલે વિવેક ચૂકી જવાય. આ જ ઉન્માદ કૄષ્ણ તરફ વળી જાય તો કામ થઈ જાય.
કૄષ્ણ વિરહમાં તાપન કામનું લક્ષણ છે.
શોષણ કામનું લક્ષણ છે.
સ્થંભન કામનું લક્ષણ છે; સ્થંભન એટલે એક જગાએ અટકી જવું; બીજું કંઈ ન વિચારવું; બીજું કંઈ વિચારવા ન દે એવી સ્થિતિ સ્થંભન છે; સ્થંભિત સ્થિતિ છે.
સંમોહન કામનું લક્ષણ છે.
કૄષ્ણનાં પ્રત્યેક અંગ પૂર્ણ છે.

બુધવાર, તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૯
કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે કે ” જો સંસાર તરફ જતી વૄત્તિઓ હરિ તરફ વળી જાય તો મુક્તિ સરળ બની જાય”.
ગોપીઓના રાસ અને રસથી આપણું જીવન રસમય બની શકે છે.
ત્રણ પ્રકારનાં સુખ હોય છે; વિષયાનંદ, બ્રહ્માનંદ અને પરમાનંદ.
વિષય ભોગમાં મળતા આનંદને વિષયાનંદ કહેવાય.
મનને મળતા સુખને આત્મસુખ કે બ્રહ્માનંદ કહેવાય. દશરથ રાજાને રામના જન્મ સમયે બ્રહ્માનંદનો અનુભવ થાય છે.
રસના સુખને, પ્રેમના સુખને પરમાનંદ કહેવાય. તેથી તો રસૌવૈસઃ કહેવાયું છે.
પરમ તત્વ અદ્વિતીય હોય અને તે એક જ હોય. તેની નકલ કરવી એ એક રમકડાના નિર્માણ સમાન છે.
અસલ તીર્થ સમાન અન્ય તીર્થ સ્થાનનું નિર્માણ અને તેવા નકલી તીર્થ સ્થાનનું દર્શન એ દર્શન નથી પણ પ્રદર્શન છે.
મુલ્યવાન દરેક વસ્તુ અદ્વિતીય હોય. અને તેનું પુનઃ મુદ્રણ ન કરાય, તેને કારખાનામાં બનાવી ન શકાય.
પ્રતિભા અને પ્રતિમામાં ફેર છે. પ્રતિભા પોતાનામાંથી પેદા થાય.
આપણા દેશના વિકાસમાં મંદિર અને મૂર્તિઓનો પણ ફાળો છે.
ગોપીઓ ચાર જુથમાં વહેંચાયેલી છે અને તે આ ચાર જુથની ગોપીઓનાચાર ઘાટ છે.
ગોપી તળાવના ચાર ઘાટ ગણી શકાય.
ગોપી તળાવનો એક ઘાટ વિવેકનો ઘાટ છે.
ગોપી તળાવનો બીજો ઘાટ કર્મ ઘાટ છે. આ ઘાટની ગોપી જે ગોપીનું બીજું જુથ છે તે કર્મ પક્ષે બોલે છે.
શ્રેષ્ઠની કરૂણા આપણે પચાવી નથી શકતા અને આપણે તેને આપણા વિચારો; આપણા સુચનો આપવા લાગી જઈએ છીએ.
ગોપી તળાવનો એક ઘાટ ઉપાસના ઘાટ છે અને અહીં ગોપીનું ત્રીજું જુથ છે જે ઉપાસના પરખ છે.
ગોપી તળાવનો ચોથો ઘાટ શરણાગતિનો ઘાટ છે અને આ ઘાટની ગોપીનું ચોથું જુથ ઉપરના ત્રણ જુથથી અલગ છે. આ જુથની ગોપી બધાની હા માં હા પાડે છે અને મૌન રહે છે. આ ગોપીઓ પૂર્ણતઃ આશ્રિત છે, શરણાગત છે. આ ગોપીઓને તેમના પોતાના સ્વ નો કોઈ ખ્યાલ નથી. તેમણે પોતાના સ્વ ને સહજ રીતે ભૂલાવી દીધું છે; પોતાની બધી જાણકારી ભૂલાઈ જાય છે.
જ્યાં સુધી સ્વ હોય ત્યાં સુધી સ્વ મતિ પણ હોય; સ્વ કર્મ પણ હોય અને સ્વ ઉપાસના પણ હોય.
સેવાના ત્રણ પ્રકાર છે; સેવા ત્રણ પ્રકારે કરી શકાય; તનુજા સેવા, વિત્ત સેવા અને માનસી સેવા.
તનુજા સેવા જ્યાં પોતાના શરીરથી સેવા કરવામાં આવે છે.
વિત્ત સેવામાં પોતાને મળેલ ધન દ્વારાકરી શકાય તેવી સેવા છે.
માનસી સેવા એ માનસિક સેવા છે જ્યાં માનસ સેવા કરવામાં આવે છે. દા.ત. રત્નેકલ્પિત માનસમ….
કથા સાંભળવા મળે એ પણ એક ઉપલબ્ધિ જ છે.
જેના જીવનમાં કૄષ્ણ રસ સિવાય બીજી કોઈ અભિલાષા નથી તે ગોપી છે.
ભરોંસો જ ભજન છે.
તુલસી હરિ પાસે સુગતિ-મોક્ષ, સુમતિ, દૈવી સંપત્તિ, રિધ્ધિ સિધ્ધિ અને પ્રતિષ્ઠા સિવાયની જે કોઈ વસ્તુ હોય તે આપવા કહે છે; અને આ બધા સિવાયની વસ્તું હેતુ રહિત અનુરાગ અને તે પણ પ્રતિ દિન વર્ધમાન હોય તે છે.
જ્ઞાન, કર્મ, ઉપાસનાથી ઉપરનો પ્રેમ અનાવ્રત પ્રેમ છે અને આવો પ્રેમ હેતુ રહિત અનુરાગ છે.
મહોબતના ચાંદમાં ડાગ ન હોય.
સામાન્ય જીવનમાં બાવન પત્તાં છે જ્યારે ઉપનિષદમાં ચાર જ પત્તાં છે; એકો, દૂરી, તીરી અને ચોકો.
એકામાં એક છે, બીજું કંઈ નથી.
દુરીમાં બે છે અને તેમાં એક પણ સમાયેલ છે.
તીરીમાં ત્રણ છે જેમાં બે અને એક સમાયેલ છે.
ચોકીમાં ત્રણ, બે, એક સ્માવિષ્ઠ છે.
હાર, વસ્ત્ર અને દેહ આત્મ રસમાં બાધક છે.
હાર વિજય પરાજયનું પ્રતિક છે.
વસ્ત્ર વૄત્તિનું પ્રતીક છે.
બે દેહ પણ આત્મ રસમાં બાધક છે. એક જ હોય ત્યાં આત્મ રસ પ્રાપ્ત થાય.
પ્રેમને શબ્દોમાં લાવવાથી પ્રેમની માત્રા ઓછી થાય છે. પ્રેમ અને પરમાત્મા એક જ છે. પ્રેમ અકથનીય, અવર્ણનીય અને શબ્દાતીત છે.

ગુરૂવાર, તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૯
માનસની પંક્તિઓમાં ગોપી બીજનું બીજક છે.
ગોપીઓની બુધ્ધિ ભ્રમિત થઈ ગઈ છે.
ગોપીઓ કહે છે કે હે કૄષ્ણ વનમાં ભટકી ભટકીને તારા સુજાત ચરણમાં કાંટા વાગેલા છે અને આવા કાંટા વાગેલા સુજાત ચરણ અમારા કઠોર વક્ષ સ્થલ ઉપર ધારણ કરવાથી તને -કૄષ્ણને દુઃખ થશે; કષ્ઠ થશે એવું જાણી અમારી બુધ્ધિ ભ્રમિત થઈ ગઈ છે.
૧૯ મા શ્લોકમાંઆવતા પહેલાં ગોપી કૄષ્ણના સુજાત ચરણ પોતાના કઠોર વક્ષ સ્થલ ઉપર ધારણ કરવાણી ઈચ્છા રાખે છે. પણ ૧૯ મા શ્લોકમાં શરણાગતિની સ્થિતિ આવતાં આ વિચાર બદલાઈ જાય છે અને તેની બુધ્ધિ ભ્રમિત થઈ જાય છે.
ગોપી કહે છે કે અમારું આયુષ્ય તું – કૃષ્ણ છે.
ગોપી પોતાને સુખ મળે તેવું નથી ઈચ્છતી પણ કૄષ્ણને સુખ મળે તેવું ઈચ્છે છે.
પ્રેમને જપવાનો ન હોય પણ જીવવાનો હોય.
પ્રેમની સ્પષ્ટ વ્યાખ્યા કરવી અઘરી છે.
વિષયાનંદ કે બ્રહ્માનંદમાં બુધ્ધિ ભ્રમિત થાય.
પણ ગોપીની બુધ્ધિ પરમાનંદમાં પણ ભ્રમિત થાય છે.
બુધ્ધિની ૫ દશા હોય છે.
કોઈ પણ ઘટકની ૫ દશા હોય અને ૫ દિશા હોય.
પ્રેમ નભમાં ગોપી તારા છે અને કૄષ્ણ ચંદ્ર છે અને આ ચંદ્રને તારા શોધાવા નીકળે છે.
“ચંદાકો ઢૂઢને તારે નીકલ પડે”
શરદ ૠતુ શરીર માટે રોગની ૠતુ છે તેમજ હ્મદય રોગી માટે પણ રોગની ૠતુ છે.
શરદ ૠતુમાં આકાશ શુધ્ધ- સ્વચ્છ હોય અને જમીન પણ શુધ્ધ – સ્વચ્છ હોય.
બ્રહ્મ વ્યાપક છે અને છતાં જો આપણને ન મળે તો તે આપણી અણસમજણનું પરિણામ છે.
મહારાસમાં પ્રવેશ આવતા કોઈક જન્મમાં મળે પણ તે માટે આ જન્મમાં રીહર્સલ કરવું જરૂરી છે.
જન્મ જન્માંતર પછી મહારાસમાં પ્રવેશ મળે અને તે પણ અશ્રુથી સ્નાન કર્યા પછી મળે.
કથા મુખો મુખ સાંભળવી, મનો મન સમજવી અને દિલો દિલ જીવવી પડે.
કોઈ પણ શ્રેષ્ઠને સાંભળવો એ કથા જ છે.
શ્રેષ્ઠ એટલે કોઈ પણ કથા ગાન, ગીત, કવિતા, સંગીત અથવા તો અન્ય કોઈ પણ શુભ તત્વ હોઈ શકે.
જ્યારે આપણાં કોઈક પાપ નાશ પામે- ઓછાં થાય ત્યારે આંસુની ગંગા પ્રગટ થાય. જ્યારે વગર પ્રયાસે આંસુ આવે તો સમજવું કે આપણાં કોઈ પાપ ઓછાં થઈ રહ્યાં છે.
આહટસી મહસુસ હુઈ ઈન આંખોમેં; શાયદ કોઈ આંસુ આને વાલે હૈ.
આખી દુનિયા ભિખારીઓ પાસે માફી માગે છે. (આખી દુનિયા ભિખારીને કહે છે કે સોરી આગળ જા)
કથા સાંભળવાથી આરોગ્ય સુધરે. કથા મહા ઔષધી છે. કથા મહા રસાયણ છે.
નાળિયેરને ફોડવા માટે એકથી વધારે વાર પ્રયત્ન કરવો પડે. …. વિનોબા ભાવે
નાળિયેરને પહેલા પ્રયત્ને ન ફોડી શકાય પણ નાળિયેર જ્યારે ફૂટે ત્યારે પહેલા પ્રયત્નનો ફાળો પણ તેમાં હોય જ. પહેલા પ્રયત્ને નાળિયેર ખોખરૂ થાય છે જેથી આગળના પ્રયત્ને ફૂટે છે.
બુધ્ધિની પાંચ દશા છે; જે નીચે પ્રમાણે છે.

મોહીત દશા-મોહીત બુધ્ધિ
અર્જુન ગીતામાં કહે છે કે મારી બુધ્ધિ મોહીત થઈ ગઈ છે.
ગોપીની બુધ્ધિની એક દશા મોહીત દશા છે.
મોહીત બુધ્ધિ માણસને જડ બનાવી દે, માનસિક રોગી બનાવે.
મોહીત બુધ્ધિની સ્થિતિ દરમ્યાન વિવેક પ્રગટાવવા બહું કથા શ્રવણ કરવું પડે.
મોહીત બુધ્ધિમાં જે હોય તેનાથી ઊલટું દેખાય, અનુભવાય.
મૄત્યુનો ડર નથી પણ મૄત્યુના ભયનો ડર છે.
ગોપીઓનો કૄષ્ણ પ્રત્યેનો એક પ્રકારનો મોહ એ મોહીત બુધ્ધિની દશા છે.
કૄષ્ણનું મુખ જોવાથી મોહ લાગે અને ચરણ જોવાથી પ્રિતિ પેદા થાય. અને તેથી જ ચરણનો મહીમા છે.

સ્તંભિત બુધ્ધિ
બુધ્ધિ જ્યારે કંઈ વિચારી ન શકે, કંઈ કામ ન કરી શકે તેવી સ્થિતિને સ્તંભિત બુધ્ધિની દશા કહેવાય.
ગોપી સ્તંભિત બુધ્ધિની દશામાં એવું વિચારે છે કે તે પોતે જ કૄષ્ણ છે.
કૄષ્ણ બધાને સેવા કરવાનો મોકો આપે છે. અને તેથી જ તે મહાન છે.
આપણે જેને છુપાવીએ તેના ઉપર કૄષ્ણની નજર પહેલી જાય. સુદામા પૌઆને છુપાવે છે જેને કૄષ્ણ તરત જ જુએ છે.

શંકીત બુધ્ધિ – વારંવાર શંકા પેદા કર્યા કરે તેવી બુધ્ધિ
ગોપીઓને કૄષ્ણની લીલાઓ ઉપર શંકા પેદા થાય છે . આ શંકિત બુધ્ધિનું પરિણામ છે.
સતીની બુધ્ધિ પણ શંકીત બુધ્ધિ છે.
સમાધાન મળ્યા પછી પણ શંકિત બુધ્ધિ શંકા પેદા કર્યા કરે.

નશ્ચિત બુધ્ધિ
આ પ્રકારની બુધ્ધિ નિર્ણય કરી શકે છે.
જ્યારે આપણી બુધ્ધિ કૄષ્ણાર્પણ થાય ત્યારે મૄત્યુ સુધરી જાય.
ભીષ્મ તેમના અંત સમયે કૄષ્ણને તેમની કન્યા – બુધ્ધિને સ્વીકારવા વિનંતી કરે છે. આમ તેમનું મૄત્યુ સુધરી જાય છે.
કૄષ્ણ આપણી પાસેથી આપણી ભોગવાળી બુધ્ધિ માગે છે અને આ ભોગવાળી બુધ્ધિને કૄષ્ણ યોગ વાળી બુધ્ધિ કરી પાછી આપે છે.

ભ્રમિત બુધ્ધિ
કંઈ જ ન સમજાય તેવી બુધ્ધિ
અત્યંત પ્રેમમાં ઘણી વખત નિર્ણય ન કરી શકાય તેવી સ્થિતિ આવે છે.
આચાર્ય ચરણ મધુસુદન સરસ્વતી મહારાજ મહારાસમાં પ્રવેશ માટેના ૧૧ માર્ગ બતાવે છે; ૧૧ ભૂમિકા દર્શાવે છે.

પ્રેથમમ્ મહતામ્ સેવા
મહારાસમાં પ્રવેશ મેળવવા માટેની પહેલી ભૂમિકા મહાનની સેવા છે.
પરથમ ભક્તિ સંતન કર સેવા દુસરી મમ કથા પ્રસંગા
મહાનની સેવા, શ્રેષ્ઠની સેવા પ્રથમ ભૂમિકા છે.
વૄક્ષ મહાન છે.
આજ્ઞાપાલન જેવી સેવા જેવી બીજી કોઈ સેવા નથી.

શ્રેષ્ઠની સેવા કરીએ એટલે મહારાસની બીજી ભૂમિકા કે જે શ્રેષ્ઠની દયાના પાત્ર બનવાની છે તે પેદા થાય.
શ્રેષ્ઠની કૄપા પાત્રતા બીજી ભૂમિકા છે.

શ્રેષ્ઠના ધર્મમાં શ્રધ્ધા એ ત્રીજી ભૂમિકા છે.પરમાત્માના સ્વભાવમાં ભરોંસો એ શ્રેષ્ઠના ધર્મમાં શ્રધ્ધા છે.

મહારાસની ચોથી ભૂમિકા પ્રભુના ગુણગાનના ગાયનમાં રુચી પેદા થાય, શ્રવણમાં રૂચી પેદા થાય તે છે.

મહારાસની પાંચમી ભૂમિકા રતીનું અંકુરીત થવું; રતીનું પ્રગટ થવું છે.

મહારસના પ્રવેશની છઠ્ઠી ભૂમિકા શ્રેષ્ઠના સ્વરૂપ તરફ ગતિ છે.

મહારસના પ્રવેશની સાતમી ભૂમિકા ભાવમાં વૄધ્ધિ; પ્રિતિમાં વૄધ્ધિ છે.

મહારાસના પ્રવેશની આઠમી ભૂમિકા શ્રેષ્ઠ જેવું જીવન જીવે છે તેવું જીવન જીવવાની સ્ફુરણા પેદા થવી છે.

મહારસના પ્રવેશની નવમી ભૂમિકા નિષ્ઠા પેદા થવી; ભગવદ નિષ્ઠા પેદા થવી છે.
૧૦
મહરાસમાં પ્રવેશની દશમી ભૂમિકા જેનામાં નિષ્ઠા છે તેની ગુણશાલિનતા આપણામાં આવે તે છે; તેના સમ બનવું તે છે.
૧૧
મહારસના પ્રવેશની ૧૧ મી ભૂમિકા પ્રેમમાં પ્રવેશ છે.
જે જોઈ જોઈને કરે તે જોકર છે.
બાવન પત્તામાં બે જોકર હોય છે. આ બે જોકર સદગુરૂ અને પરમાત્મા છે. આમ ૫૨ માં બીજા બે ( સદગુરૂ અને પરમાત્મા) જોકર ભળે એટલે ૫૪ થાય અને ૫૪ એટલે ૫+૪=૯ થાય જે પૂર્ણાંક છે.

શુક્રવાર, તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૯
વક્ષનો સંકેત એ છે કે સ્તન બે છે પણ હ્નદય એક છે.
ઠાકુરના ચરણ બે છે.
બુધ્ધિ બહુંવચન છે.
આમ હ્નદય એક વચન છે, ચરણ દ્વી વચન છે અને બુધ્ધિ બહુંવચન છે.
બુધ્ધિનો ફેલાવો, વિસ્તાર બહું છે.
૧૯ મા શ્લોકમાં હ્નદય, ચરણ અને મતિને એકત્રીત કરવાની ચેષ્ટા છે.
આત્મા, પરમાત્મા બધામાં છે. તેથી પ્રેમ પણ બધામાં છે. અચેતન તત્વોમાં પણ પ્રેમ હોય છે.
પથ્થરમાંથી મૂર્તિ બનાવી શકાય, પથ્થરમાંથી કોઈ કલાત્મક કૄતિ પણ બનાવી શકાય. તેથી પથ્થરમાં અચેતન અવસ્થામાં પણ પ્રેમ છે.
પ્રહારથી પ્રગટે તે પ્રત્યક્ષ છે જ્યારે પસાદથી પ્રગટે તે અપ્રત્યક્ષ છે.
કોઈ વૄક્ષની નીચે જો કોઈ સિધ્ધ કંઈ કાર્ય કરે તો તે વૄક્ષનાં મૂળિયાં તે સિધ્ધે જે આસને બેસી કાર્ય કર્યું હશે તે આસન તરફ વળે.
આત્મા બધામાં છે તેથી પ્રેમ પણ બધામાં છે.
પ્રેમ કરવાની કોઈ પધ્ધતિ નથી હોતી.
પ્રેમને સમજવામાં આપણી શત્રુપા બુધ્ધિ બાધક બને છે.
ભક્તિના બે પ્રકાર છે; ચરણ કમલ ભક્તિ અને વદન કમલ ભક્તિ.
૧૯ મા શ્લોકમાં ચરણ કમલ ભક્તિનો સંકેત છે.
આપણી શત્રુપા બુધ્ધિએ કોઈના હ્નદયને સમજવા નથી દીધું તેમજ કોઈ પૂજ્ય ચરણને પણ નથી સમજવા દીધ.
કોઈ કલાકાર ચિત્ર નિર્માણ કરે છે તેમાં પણ કલાકારને ચિત્ર તરફ, કેનવાસ તરફ પ્રેમ છે.પ્રેમ જ કલાકારને કેનવાસ તરફ ખેંચે છે અને ચિત્ર નિર્માણ માટે પ્રેરીત કરે છે.
આપણો કથા શ્રવણ તરફનો પ્રેમ જ આપણેને કથા શ્રવણ કરવા ખેંચે છે.
વૄક્ષ પણ કથા સાંભળે છે. કારણ કે વૄક્ષમાં પણ પ્રેમ હોય છે.
શરદ તેલંગ કહે છે કે ….
ઈતના હી એહસાસ બહુત હૈ, તું અબ મેરે પાસ બહુંત હૈ.
દો શબદમેં સચ્ચે દિલસે …..
આપણી બહુંવચનીય અને શત્રુપા બુધ્ધિ આપણે જે પાદુકાનું પૂજન કરીએ છીએ તેની જાસુસી કરવા પ્રેરે છે. આપણે પાદુકાનું પૂજન કરીએ છીએ અને જાસુસી પણ કરીએ છીએ.
મનમાં પ્રેમ હોવો જોઈએ તેના બદલે પ્રેમમાં મન ઘુસી ગયું છે. પ્રેમમાં સંકલ્પ વિકલ્પ ઘુસી ગયાં છે; તર્ક વિતર્ક ઘુસી ગયાં છે.
બુધ્ધિમાં પ્રેમ હોય તે સારી અવસ્થા છે પણ પ્રેમમાં બુધ્ધિ લગાડવાનું કોઈ કામ નથી.
બુધ્ધિ લગાવીને ભક્તિ ન થાય; ભક્તિમાં બુધ્ધિનું કોઈ કામ નથી.
બુધ્ધિ ભક્તિમાં; પ્રેમમાં આડ છે. ભક્તિ બુધ્ધિની બહારનો પ્રદેશ છે.
પ્રેમી અને વૈજ્ઞાનિક ગુલાબના ફૂલને અલગ અલગ રીતે વિચારે-જુએ.
પ્રેમમાં ચિત હોય તે સારું છે પણ ચંચળ ચિતનું પ્રેમમાં કોઈ કામ નથી.ચિત પ્રેમમાં હોય તે વિક્ષેપકર્તા છે.
ચિતની વૃત્તિઓ બહું ચંચળ છે.
ગોપીઓની સમાધિ અને ગોપીઓનો યોગ રસ પૂર્ણ છે.
સમાધિ અને યોગ રસમય હોવા જોઈએ.
આપણે ચિતથી ઘણા વિક્ષિપ્ત થઈએ છીએ તેથી ચિત વૄતિનો નિરોધ કરવાનું કહેવાયું છે.
પ્રેમમાં અહંકાર આવે તો વાત બગડી જાય છે.
રાવણના અહંકારમાં પણ પ્રેમ હતો.
જો અહંકારમાં પ્રેમ હશે તો તે પ્રેમ અહંકારને ક્યારેક પીગાળશે અને અહંકાર દીક્ષિત થઈ જશે.
ગોપી એ તો પ્રેમનું ઊચ્ચતમ શિખર છે.
જ્યાં મન, બુધ્ધિ, ચિત અને અહંકાર નથી ત્યાં પરમ પ્રેમ હોય; મન, બુધ્ધિ, ચિત અને અહંકાર ન રહે તે જ પરમ પ્રેમ છે.
ગાવાથી અહંકાર ઓછો થાય પણ હું ગાઈ શકું છું તેવો અહંકાર થવાનો ખતરો પણ છે.
સિતારોના ખરી પડવાનો શોક અંબર-આકાશ નથી કરતું.
નારદના બે યુવાન શિષ્ય ધ્રુવ અને પ્રહલ્લાદ છે અને બે ઘરડા શિષ્ય વાલ્મીકિ અને વ્યાસ છે.
શોકથી શ્લોક સુધીની યાત્રા કથા કરાવે છે.
ગ્રંથની રચના પર્યાપ્ત નથી; તે ગ્રંથને કોઈ ગાય, કોઈ સાંભળે એ પણ જરુરી છે.
શુક સ્વયં એક ગોપી છે.
મન, બિધ્ધિ, ચિત અને અહંકાર સહજ રૂદનથી છૂટી જાય.
ગાવું અને રોવું એ હરિ પ્રાપ્તિના અનેક સાધનો પૈકીના એક સાધન છે.
અભિનય અને અનુભૂતિમાં ફેર છે.
બધાનું રડવું એક સરખું હોય પણ બધાનું હસવું એક સરખું ન હોય.
ગોપી જ્યારે ૧૯મા શ્લોકની યાત્રા સુધી આવે છે ત્યારે કૄષ્ણ દર્શનની લાલસા જ બચે છે.
સુખ અને દુઃખ હરિની ઈચ્છાથી જ આવે છે. … સવા ભગત
જો કોઈ કાર્ય આપણી મરજી પ્રમાણે થાય તો તેને હરિ કૄપા સમજો અને જો કોઈ કાર્ય આપણી મરજી પ્રમાણ ન થાય તો તેને હરિ ઈચ્છા સમજો.
ઊંમર વધારવા કરતાં જે ઊંમર બાકી બચી છે તેને સુધારી દો.

શનિવાર, તારીખ ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૯
ગોપી કૄષ્ણને પૂર્ણ રૂપે પામવા માગે છે.
પ્રેમમાં માણસ પોતાને કિનારે નથી રાખતો પણ મઝદારમાં પોતાને ડૂબાડી દે છે.
પૂજ્ય કરપાત્રીજી મહારાજે ગાયન ત્રણ પ્રકારે થાય તેવું જણાવ્યું છે.
૧ રજો ગુણી ગાયન
૨ તમો ગુણી ગાયન
૩ સતો ગુણી ગાયન
ઉપરોક્ત ત્રણ પ્રકારના ગાયના દરેક ભાગના પણ ત્રણ ત્રણ પ્રકાર – પેટા ભાગ પૂજ્ય બાપુએ દર્શાવ્યા છે.
કુમાર બારાબંકી કહે છે કે ….
“મેરે રાહબર મુઝે ગુમરાહ કર દે; સુના હૈ કિ મંઝિલ કરીબ હૈ”.
પુનિત મહારજના શિષ્ય રામભક્ત કહે છે ….
“સરીતા સાગર મળવાને ચાલી
જનમ જનમ રતિ રામપદ”
૧ રજો ગુણી ગાયનના ત્રણ પ્રકાર છે.
(૧) પૈસા મેળવવા માટે ગાવું.
કોઈના સુંદર ગાયન માટે ગાયક ઉપર પૈસા ઉછાળવા એ આપણી-શ્રોતાની પ્રસન્ન્તા છે.
જો કથા પૈસા મેળવવા માટે થાય તો તે કથા પણ રજો ગુણી કહેવાય.
ધર્મ જગતમાં પણ પોથી નીચેથી પૈસા લેવાય છે. (જે રીતે લાંચ રુશવતમાં લેવડ દેવડ થાય છે તેમ)
માનસને સમજવા માટે પહેલાં રૂદ્રાષ્ટકમ્ સમજવું પડે. સ્નાન કરતી વખતે રુદ્રાષ્ટકમ્ ગાઈને સ્નાનને આત્મ લીંગ ઉપરનો અભિષેક ગણવો જોઈએ.
રામાયણ કે બીજો કોઈ પણ સદગ્રંથ-શાસ્ત્ર કલ્પતરૂ છે.
ભજનના ભોગે સેવા ન કરાય. સેવા કરવા માટે પોતાનું ભજન ન છોડાય.
આ જગત બહું ચાલાક છે; જેને મૂઢતા પણ કહેવાય.
ભગવદ ચર્ચાને કેન્દ્રમાં રાખો; બીજી વ્યર્થ ચર્ચા છોડો.
સાધુનું ભજન વધશે તો જગતમાં વિશ્વ શાંતિ સ્થપાશે.
(૨) રજો ગુણી ગાયનનો બીજો પેટા ભાગ પદ માટેનું ગાન છે.
(૩) રજો ગુણી ગાયનનો ત્રીજો પેટા ભાગ પ્રપંચ માટેનું ગાન છે.
૨ તમો ગુણી ગાયનના ત્રણ પેટા ભાગ છે.
(૧) બદલો લેવા માટે કરવામાં આવતુ ગાન તમો ગુણી ગાનનો પહેલો પેટા ભાગ છે.
(૨) અકારણ સમાજને ઉત્તેજીત કરવા માટે, ઉશ્કેરવા માટે કરાતું ગાન તમો ગુણી ગાનનો બીજો પેટા પ્રકાર છે.
વીર રસ ધર્મ માટે, સમાજ માટે, કોઈ પણ શુભ કાર્ય માટે જરુરી છે અને તેને આ પેટા ભાગમાં ન ગણાય.
(૩) અભદ્ર મુદ્રાઓ સાથેનું ગાન કે જેમાં સમાજની શિષ્ટતાનું ઉલ્લંઘન થતું હોય તેવું ગાન તમો ગુણી ગાનાનો ત્રીજો પેટા ભાગ છે.
વિશિષ્ટ બનવા માટે બહું શિષ્ટ બનવું પડે.
૩ સત્વ ગુણી ગાયનના ત્રણ પેટા ભાગ છે.
(૧) આત્મખોજ માટે ગવાતું ગાયન, આત્મ નિવેદન માટે ગવાતું ગાન સત્વ ગુણી ગાનનો પહેલો પેટા ભાગ છે.
તુલસીનું ગાન “મો સમ કૌન કુટિલ ખલ કામી” આ પ્રકારનું ગાન છે.
(૨) અંતઃકરણના સુખ માટે થતું ધર્મગાન; સ્વાન્તઃ સુખાય માટેનું ગાન - પોતાના સુખ માટે થતું ગાન
સત્વ ગુણી ગાનનો બીજો પેટા ભાગ છે.
(૩) પોતાની વાણીને પવિત્ર કરવા માટે થતું ગાન સત્વ ગુણી ગાનનો ત્રીજો પેટા ભાગ છે.
ગાયક સમાજનો ચોકીદાર છે.
કૄષ્ણ દર્શન લાલસા માટે કરવામાં આવતું ગાન ઉપરના ૯ પ્રકારના ગાનથી ઉપરનું ગાન છે.
જ્યારે કોઈ વસ્તું માટે લાળ ટપકવા લાગે તેને લાલચ કહેવાય અને જ્યારે કોઈ વસ્તુ માટે રસ એની મેળે અંદર ઉતરી જાય તેને લાલસા કહેવાય.
સ્વર્ગમાં પ્રવેશ મેળવવા માટે શરીર છોડવું પડે. પણ સતસંગ રુપી સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળે.
જ્યારે ગાવાનું બંધ થાય ત્યારે રૂદન શરૂ થાય અને રૂદન શરૂ થાય એટલે કૄષ્ણ પ્રગટ થાય.
દેવ ગણિતાનંદ છે જ્યારે કૄષ્ણ પૂર્ણાનંદ છે. દેવ ગણી ગણીને આનંદ આપે જ્યારે કૄષ્ણ પુરેપુરો આનંદ આપે.
કૄષ્ણનાં બધાં જ અંગ તેમજ તેના વિચાર, ગંધ વિ. બધુંજ આનંદપ્રદ છે.

રવિવાર, તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૯
બધા સાધનોનું ફળ રૂદન છે. કોઈ સાધન ન રહે ત્યારે રુદન રહે; રડવાનું રહે.
“નાથ સકલ સાધન મૈં હીના, કિન્હ કૃપા જાની જગ……..”
નિઃસાધનતા આખરી ચરણ કૄપા છે.
રડવાના ત્રણ પ્રકાર છે.

બાલ્યાવસ્થાનું રૂદન

યુવાવસ્થાનું રૂદન

વૄધ્ધાવસ્થાનું રૂદન
ગોપી જન ચિર યૌવન છે; વય, અને બીજી રીતે ભિન્ન હોવા છતાં.
  • બાલ્યાવસ્થામાં બાળકનારડવાનાં કારણો
૧ જ્યારે બાળકનું અંગ કે વસ્ત્ર ભીનું થાય ત્યારે બાળક રડે.
૨ નવજાત શુશુ તે ન બતાવી શકે તેવા દર્દની પિડાથી રડે.
૩ બાળક જ્યારે ભૂખ્યું થાય ત્યારે રડે.
૪ જ્યારે બાળક ઈચ્છે તેવું ન થાય ત્યારે બાળક રડે.
૫ ઘણી વખત બાળક અકારણ રડે તેમજ અકારણ હસે પણ.
બાળકનું અકારણ રડવું શ્રેષ્ઠ રૂદન છે.
જે વ્યક્તિ અકારણ રડે કે અકારણ હસે તેને રોગ ન થાય.
  • સાધકનું હેતું રહિત રૂદન હરિને રડાવી દે, રડવા માટે બાધ્ય કરી દે.
જાગૃત વ્યક્તિ પરંપરા જાળવી શકે, નભાવી શકે. જ્યારે બેહોશ વ્યક્તિ પરંપરા ન નિભાવી શકે.
સનાતન ધર્મને તેની પોતાની એક ઊંચાઈ છે. સનાતન ધર્મ કોઈ ઉપર કોઈ બાધ ન નાખે; સનાતન ધર્મમાં સ્વતંત્રા છે.
આપણે પરંપરામાં મોકો મળે એટલે સ્વતંત્રા શોધી કાઢીએ છીએ. કોઈ ધટના કે સૂત્રનો આપણને ગમતો અર્થ કાઢી લઈએ છીએ.
  • બુઢાપામાં આવતા રૂદનનાં કારણ
૧ વૄધ્ધ વ્યક્તિનો જ્યારે તેના જ ઘરમાં અનાદર થાય છે ત્યારે તેને રૂદન આવે છે. તેના પોતાના ઘરની વ્યક્તિઓ તેની મજાક કરે ત્યારે તે વૄધ્ધને પીડા થાય છે અને તે રડે છે.
૨ બુઝર્ગને થતી દેહ પીડા તેના રૂદનનું કારણ છે.
૩ માનસિક વ્યથા- મનોવ્યથા બુઝર્ગને રડાવે. બુઝર્ગ એવું વિચારે કે બુઢાપો આવી ગયો પણ મોહ, માયા,
લોભ, ઈર્ષા વિ. નથી છૂટતા તેની મનોવ્યથા થતાં બુઝર્ગને રુદન આવે.
૪ બુઝર્ગના ખાનદાનની બહું ઊંચી પાવન પરંપરા હોય અને તે પરંપરા તેના વંશજો – બાળકો ન નિભાવે ત્યારે બુઝર્ગને રૂદન આવે. બાળકો અસભ્ય વર્તન કરે અને પરંપરા પ્રમાણે ન વર્તે ત્યારે બુઝર્ગને રૂદન આવે.
કૄષ્ણના વંશજ શરાબી બને છે અને સાધુ મહાત્માની મજાક કરે છે ત્યારે કૄષ્ણને દુઃખ થાય છે.
૫ બુઝર્ગના શુભ વિચારો પોતાના વંશજમાં આવે તેમજ પોતાના વંશજ પોતાનાથી સવાયા થાય ત્યારે તેના અહોભાવમાં બુઝર્ગને રૂદન આવે.
સદગુરૂને સંતોષ થાય કે મેં જેનું પોષણ કર્યું છે તે મારો શિષ્ય કોઈનું શોષણ નથી કરતો.
પોતાના વંશજોનું હરિભજન જોઈ પિતૄઓ આનંદિત થાય છે, તૄપ્ત થાય છે અને નૃત્ય કરવા લાગે છે.
દેહ ભાન તેમજ દેશ ભાન રાસમાં ન રહે . દેહ અને દેશ રાસમાં લય થઈ જાય.
રાસ ઋતુ નિર્માણ કરે.
  • નિષેધ કોઈનો નહિં, વિદાય કોઈને નહિં.
દાતા તમારા હશે તે તમને ભજશે.
તુલસીના ૧૨ ગ્રંથ છે.
  • કથા ક્યારે ય વિફળ ન થાય, સાંભળનાર વિફળ થાય.
“માનવીની પાહે કોઈ દિ માનવી ન આવે
પણ તારા દિવસો દેખીને દુનિયા આવે.”
  • વૄધ્ધાશ્રમ ઔષધી છે, ઉપાય નથી.
  • યૌવનના રૂદનના કારણો – ગોપી ચેતનાના રૂદનના કારણો- ગોપી ચિર યૌવન છે.
૧ સ્નેહ ભંગ થાય ત્યારે યૌવન રડે. હરિ ક્યારે ય પ્રિતિ ભંગ ન કરે પણ આપણી અવસ્થાથી આપણને પ્રિતિ ભંગ થયેલી લાગે.
આપણી ભક્તિમાં તો ઈમાનની જગાએ ઈમેજ દેખાય છે. …. ગુણવંત શાહ
૨ જ્યારે યૌવનને જે પરમ સાથે તેને પ્રિત છે તેનો વિયોગ થાય ત્યારે તેને રૂદન આવે.
શ્યામ વિના વ્રજ સુનું સુનું લાગે ….
૩ યૌવન જેની રાહ જુએ છે તેનો યોગ થાય, તે મળી જાય ત્યારે રૂદન આવે. પ્રિય મિલન થતાં રડું આવે.શિષ્ય સદગુરૂ પાસે જઈ રડે.
૪ જેનામાં આપણી નિષ્ઠા હોય તેને જ્યારે કષ્ટ થાય ત્યારે તે કષ્ઠ જોઈ રૂદન આવે. શ્રધેયના કષ્ટને જોઈને સાધક રડે. પ્રિય વ્યક્તિની પીડા રડાવે.
૫ અનંત રહેમતની વર્ષા યૌવનને – ગોપી ચેતનાને રડાવે છે.
જ્યારે આપણે મન, બુધ્ધિ, ચિત અને અહંકારને છોડીને વિચારીએ ત્યારે અનંતની રહેમત દેખાય-સમજાય.
હરિ તુમ્હ બહુત અનુગ્રહ કીન્હો
સાધન ધામ ……
૧૯ મા શ્લોક પછીનું ગોપીનું રૂદન અકારાણ રૂદન છે.
જાગૃત મહા પુરુષોનાં શાસનને જાગૄતિથી સમજાય. જો જાગૄતિ નહિં હોય તો ખોટો અર્થ નીકળી શકે છે.
વિશેષજ્ઞની વાત ઉપર વિવેકથી વિચાર કરાય.
માણસને તેના કર્મનું ફળ મળે છે તો હરિ કૃપાનું ફળ કેટલું મહાન હોય !
ગોપીઓનો કૃષ્ણ શરદ પુનમની રાતે પ્રગટ થાય છે.
કૃષ્ણ સંભવામી યુગે યુગે છે.
કૃષ્ણ સંભવામી ક્ષણે ક્ષણે છે.
કૃષ્ણ સંભવામી ઘટે ઘટે છે.
પરમ પુરેપુરો સ્વતંત્ર છે. તે કંઈ પણ કરી શકે છે.
પરમ સ્વતંત્રતાનું નામ જ યોગેશ્વ્રર છે.
કૃષ્ણનું આર્વિભાવ શુરવીરતા સહ છે. કૄષ્ણ ગોપીઓની વચ્ચે એક શુરવીર તરીકે પ્રગટ થાય છે.
જો મહારાસમાં કોઈ નિયમનું બંધન હોય તો રાસમાં રસ ભંગ થાય. નિયમ રાસના રસભંગનું કારણ બની શકે.
શબદથી સુર મહાન છે.
કલા કંસ માટે નથી પણ કૄષ્ણ માટે છે.
જ્યારે જન્મ થાય ત્યારે જન્મનાર હસતો ન હોવો જોઈએ પણ રડતો હોવો જોઈએ; અને જ્યારે ચેતના- હરિ પ્રગટ થાય ત્યારે તે ચેતના રડતી ન હોવી જોઈએ પણ હસતી હોવી જોઈએ.
આશ્રિતના વિકાર, માન વિ. હરિનામ લઈ લે છે. વિકાર, માન વિ. આશ્રિતની શોભા નથી પણ હરિની શોભા છે.
બધા અવતારોના ગળામાં માળા ધારણ કરેલી હોય છે.
કામના ત્રણ પ્રકાર છે.

આદિ ભૌતિક કામ
આદિ ભૌતિક કામ એ કામ દેવ છે જે દેવની શ્રેણીમાં આવે છે. આવો કામ શંકરની સમાધિમાં ભંગ પાડે છે.

આધ્યાત્મિક કામ
માણસના હ્નદયમાં પેદા થતો કામ આધાત્મિક કામ છે.

આદિ દૈવિક કામ
આદિ દૈવિક કામ એ કામોનો પણ કામ છે. કામોનો કામ શ્રી કૄષ્ણ છે.

No comments:

Post a Comment