રામ કથા
માનસ ત્રિવેણી
જોડિયા ગામ
જિઃ જામનગર, ગુજરાત
તારીખ ૨૧ નવેમ્બર ૨૦૦૯ થી તારીખ ૨૯ નવેમ્બર ૨૦૦૯
મુખ્ય ચોપાઈ
રામ ભક્તિ જહં સુરસરિ ધારા l
સરસઈ બ્રહ્મ બિચાર પ્રચારા ll
બિધિ નિષેધમય કલિ મલ હરની l
કરમકથા રબિનંદનિ બરની ll
… બાલકાંડ
તીર્થરાજ પ્રયાગમાં શ્રીરામભક્તિની સુરસરિતા ગંગાજીની ધારા, બ્રહ્મ વિચારના ફેલાવારૂપી સરસ્વતી અને વિધિ – નિષેધ (કર્તવ્ય – અકર્તવ્ય ) મય કર્મોની, કલિયુગના મેલને (પાપોને) દૂર કરનારી યમુનાજી જેવી કથા વર્ણવી છે.
૧
તારીખ ૨૧ નવેમ્બર ૨૦૦૯, શનિવાર
રામ કથા અમર ફળ છે.
જેણે શાસ્ત્ર સાથે આત્મ મિલન કર્યું હોય તેને શાસ્ત્ર રોજ નવું જ લાગે.
કથાકારને કથા રોજ નવી લાગે.
ઈશ્વર તરફની યાત્રા દરમ્યાન વિઘ્નો આવે જ. પણ ઈશ્વર મળ્યા પછી વિઘ્નો ન નડે.
ભરત રામ વનવાસ પછી જ્યારે રામને મળવા જાય છે ત્યારે નીચે પ્રમાણેનાં વિઘ્નો આવે છે.
૧ ગૄહરાજ વિરોધ કરે છે.
૨ ભરતના વ્રતનો ભંગ થાય છે.
૩ ભરદ્વાજૠષિ કસોટી કરે છે.
૪ દેવતાઓ ભરતની કસોટી કરે છે.
૫ લક્ષ્મણ પણ વિરોધ કરે છે.
૨
તારીખ ૨૨ નવેમ્બર ૨૦૦૯, રવિવાર
૩
તારીખ ૨૩ નવેમ્બર ૨૦૦૯, સોમવાર
૪
તારીખ ૨૪ નવેમ્બર ૨૦૦૯, મંગળવાર
૫
તારીખ ૨૫ નવેમ્બર ૨૦૦૯, બુધવાર
૬
તારીખ ૨૬ નવેમ્બર ૨૦૦૯, ગુરૂવાર
૭
તારીખ ૨૭ નવેમ્બર ૨૦૦૯, શુક્રવાર
હરિ એ વાણીનો વિષય નથી.
બાગનો એક અર્થ આરામ થાય છે.
“જગત એક બાગ છે, અને બાગમાં તો હોય કંટક પણ, તમારે ચાલવું જોઈએ પાલવ બચાવીને.”
પૂજા પતાવવાની વસ્તુ નથી, પૂજા બીજાને બતાવવાની વસ્તુ નથી, પૂજા બીજાને સતાવવા માટેની વસ્તુ પણ નથી. પણ પૂજા આનંદ મેળવવાની વસ્તુ છે, પૂજા પોતાને આનંદ પ્રાપ્ત થાય તે માટે કરવાની વસ્તુ છે.
બ્રહ્મ ભક્તિનો પડછાયો બનીને ભક્તિની પાછળ પાછળ ફરે છે.
કથા એ એક પ્રવાહ છે અને તેના બે કિનારા છે, લોકમત અને વેદમત. લોકમત અને વેદમતના બે કિનારા વચ્ચે કથાનો પ્રવાહ વહે છે.
વાણીના ઘણા પ્રકાર છે, જે પૈકીના કેટલાક પ્રકાર નીચે પ્રમાણે છે.
૧ સુવાણી
૨ શિવ વાણી – કલ્યાણકારી વાણી
૩ બર(વર)વાણી – શ્રેષ્ઠ વાણી
૪ મૄદુ વાણી
૫ નિર્મલ વાણી
૬ મનોહર વાણી
૭ સ્નેહમય વાણી
૮ અનુચિત વાણી
૯ નિર્ભય વાણી
૧૦ શિતલ વાણી
૧૧ મંજુલ વાણી ( કોકીલ કંઠી વાણી)
૧૨ મંગલ વાણી
૧૩ કટુ વાણી
૧૪ સહજ સરલ વાણી
૧૫ પાવન વાણી
૧૬ અદ્ભૂત વાણી જેને સુક્ષ્મ વાણી પણ કહેવાય છે
૧૭ કઠોર વાણી
૧૮ પ્રિય વાણી
૧૯ મધુ વાણી
૨૦ નભ વાણી – આકાશ વાણી
૨૧ ગંભીર વાણી – નાદ વાણી
“ન બોલ્યામાં નવ ગુણ, પણ બોલવામાં અઢાર ગુણ, જો બોલતાં આવડે તો !”
સત્યમાંથી અભય આવે, પ્રેમમાંથી ત્યાગ આવે અને કરૂણામાંથી અહિંસા આવે. જ્યાં સત્ય હોય ત્યાં અભય હોય જ, જ્યાં પ્રેમ હોય ત્યાં ત્યાગ હોય જ અને જ્યાં કરૂણા હોય ત્યાં અહિંસા હોય જ. અને અભય, ત્યાગ અને અહિંસા આવે એટલે શાંતિ આવે. અને એટલે જ ૐ શાંતિ, શાંતિ, શાંતિ (ત્રણ વાર ) બોલાય છે. કારણ કે સત્ય, અભય શાંતિમાં પરિણમે, પ્રેમ, ત્યાગ શાંતિમાં પરિણમે અને કરૂણા, અહિંસા પણ શાંતિમાં પરિણમે.
વ્યાસજીએ વાણીના ૧૮ દોષો વર્ણવ્યા છે, જે નીચે મુજબ છે.
૧ અપેતાર્થ વાણી – આવી વાણી તેના અર્થથી ઘણી દૂર હોય, આવી વાણીમાં અર્થ ન આવે.
૨ અભિનાર્થ વાણી – આવી વાણીમાં અર્થ ન સમજાય તેવી વાણી ઉચ્ચારાય.
૩ અપ્રવૄત્ત વાણી – આવી વાણીમાં લોકોમાં પ્રચલિત ન હોય તેવા શબ્દો આવે.
૪ અધિક સૂત્ર વાણી – આવી વાણી જરુર કરતાં વધારે શબ્દોથી ભરેલી હોય. લાબુંલચ ભાષણ આવી વાણીનો પ્રકાર કહેવાય.
૫ અલક્ષણા વાણી – આવી વાણીમાં જે કહેવાનું હોય તે સ્પષ્ટ ન થાય.
૬ સંદિગ્ધ વાણી -
૭ પદાન્ત દીર્ઘ વાણી – આવી વાણીમાં છેલ્લા અક્ષરનો ગુરૂ ઊચ્ચાર કરવામાં આવે છે. દા.ત. શિવા, કૄષ્ણા (ક્યારેક આવું કરતાં અર્થ બદલાઈ પણ જાય.)
૮ પરાંગ મુખ વાણી – આવી વાણી એ છે જેમાં ઉલટા અર્થવાળી વાણી હોય.
૯ અસત્ય વાણી
૧૦ અસંસ્કૄત વાણી – સંસ્કાર વિનાની વાણી
૧૧ ત્રિવર્ગ વિરુધ્ધ વાણી – આવી વાણી ધર્મ, અર્થ અને કામ જેને ત્રિવર્ગ કહેવાય છે તેનાથી વિરુધ્ધની વાણી હોય.
૧૨ ન્યુન વાણી – આવી વાણીમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે તેવી વાણી.
૧૩ કષ્ટ વાણી – બોલવામાં કષ્ટ પડે તેવી વાણી
૧૪ અતિ વાણી – વધારે શબ્દોવાળી વાણી
૧૫ ક્રમ બાધ વાણી - આવી વાણીમાં ક્રમ ન જળવાય, ક્રમનો બાધ થાય.
૧૬ સશેષઃ વાણી – આવી વાણીમાં જે કહેવાનું હોય તે બાકી રહી જાય છે.
૧૭ અહેતુ વાણી – આવી વાણીમાં કોઈ પ્રયોજન ન હોય તેવી વાણી બોલાય.
૧૮ અકારણ વાણી
કથા સાંભળતાં સાંભળતાં ભ્રમ ઘટવો જોઈએ અને બ્રહ્મ વધવો જોઈએ.
૮
તારીખ ૨૮ નવેમ્બર ૨૦૦૯, શનિવાર
કૄષ્ણની વાણી ત્રિવાણી છે; કૄષ્ણ વાણી સત્ય વાણી છે, કૄષ્ણ વાણી પ્રિય વાણી છે અને કૄષ્ણ વાણી કરૂણા વાણી છે. કૄષ્ણની વાણીમાં સત્ય, પ્રેમ અને કરૂણા છે.
કૄષ્ણ વાણીમાં જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને અનાસક્તયોગ વિ. નું દર્શન થાય છે.
કૄષ્ણની વાણીમાં વાણીના બધા જ પ્રકાર સમાવિષ્ટ છે.
કૄષ્ણ વચન બહું જ મધુર વચન છે.
રામજીના વચનોમાં, (વાણીમાં) પણ બધું જ સમાવિષ્ટ છે, વાણીના બધા જ પ્રકાર સમાવિષ્ટ છે.
આપણે વટ વાળા ન થતાં કેવટ થવું.
રામજી ધર્મ ધારક છે.
એણે મને છેતર્યો છે, મેં એને નથી છેતર્યો એનો મને આનંદ છે. ……….. ડૉલરકાકા
રામ ધર્મ ધારક છે અને ધીર પણ છે.
બીજ વાવ્યા પછી તેનું પરિણામ ઘણા લાંબા સમય પછી આવે.
યૌવનાનાં કંગન સમર્પણનું પ્રતીક છે, કેડનો કંદોરો સંયમનું પ્રતીક છે અને પગનાં ઝાંઝર આચરણનું પ્રતીક છે. આવી યૌવનાના સમર્પણના કંગનનો સ્વર, સંયમના કૉદોરાનો સ્વર અને આચરણના ઝાંઝરનો સ્વર સાંભળવા હરિના કાન પણ સાંસરવા થાય છે.
મિથિલામાં જનકના બાગમાં જાનકીજીનાં કંગનનો, કંદોરાનો અને ઝાંઝરનો મધુર રણકાર સાંભળવા રામજીના કાન સાંસરવા થાય છે.
૯
તારીખ ૨૯ નવેમ્બર ૨૦૦૯, રવિવાર
કથા અમૄતની પરબ છે; જ્યાં પીવડાવનાર નથી થાકતા અને પીનાર પણ નથી થાકતા. કથા કહેનાર કદી થાકે નહીં અને કથા સાંભળનાર પણ કદી થાકે નહીં.
મૄત્ય બીજા જન્મનો આરંભ છે.
એક વિરામ એ બીજા કાર્યક્રમની શરૂઆત છે.
જ્યારે ઈચ્છાઓ વધ્યાજ કરે છે ત્યારે તે દુઃખમાં પરિણમે છે.
નીચની સંગત થતાં ચતુરની ચતુરાઈ નાશ પામે છે. દા.ત. કૈકેયીની મંથરા સાથેની સંગત
ભરતજી સત્તા સ્વીકારતા પહેલાં સત્નો આશ્રય લેવાનો આગ્રહ રાખે છે.
બીજાના પ્રસન્ન જીવનમાં ચંચુપાત કરે તે કાગડો જ બને, હંસ બની જ ન શકે.
આપણે અપરાધ બીજાનો કરીએ છીએ અને પ્રાયશ્રિત કરવા મંદિરમાં જઈએ છીએ. ખરેખર તો જેનો અપરાધ કર્યો હોય તેની માફી માગી પછી મંદિરમાં જઈ સાક્ષી ભાવ પ્રગટ કરવો જોઈએ.
સંત અત્યંત કોમળ હોય.
No comments:
Post a Comment