અનુક્રમ નંબર | નામ | અર્થ |
---|---|---|
૧ | ભૂતાત્મા | પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ |
૨ | ભૂતભાવના | સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર |
૩ | પૂતાત્મા | પવિત્ર આત્માવાળા |
૪ | યોગવિદાનેતા | યોગવેત્તા પુરુષોના પણ નેતા |
૫ | કેશવ | કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા |
૬ | સર્વ | વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર |
૭ | શર્વ | પ્રલય કાળે સર્વનો નાશ કરનારા |
૮ | સ્થાણુ | અચલ, સ્થિર |
૯ | ભાવ | સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા |
૧૦ | સ્વયંભૂ | પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર |
૧૧ | ધાતા | શેષનાગ રૂપે આખા જગતને ધારણ કરનારા |
૧૨ | હ્મષીકેશ | સર્વ ઈન્દ્રિયોના નિયંતા |
૧૩ | કૃષ્ણ | કેવળ આનંદમૂર્તિ |
૧૪ | પદ્મનાભ | નાભિમાંથી બ્રહ્મ ઉત્પત્તિ સ્થાન રૂપ કમળને ધારણ કરનારા |
૧૫ | સ્થવિર | અત્યંત પુરાતન, સનાતન |
૧૬ | પ્રભૂત | જ્ઞાન ઐશ્વર્ય વગેરે સંપન્ન |
૧૭ | માધવ | મા એટલે લક્ષ્મી તેના પતિ રૂપ |
૧૮ | પરંમંગલ | અત્યંત મંગળ સ્વરૂપ |
૧૯ | સુરેશ | સર્વ દેવના ઈશ્વર |
૨૦ | શર્મ | કેશવ કલ્યાણમૂર્તિ |
૨૧ | અજ | અજન્મા |
૨૨ | વસુમના | ઉદાર મનવાળા |
૨૩ | પુંડરીકાક્ષ | કમળ જેવા નેત્રવાળા, સર્વના હ્મદય કમળમાં વસનારા |
૨૪ | રુદ્ર | જગતના સંહાર સમયે પ્રાણીમાત્રને રડાવનાર |
૨૫ | બભ્રુ | સર્વ લોકોનું પોષણ કરનારા |
૨૬ | વિશ્વયોનિ | આખા વિશ્વના ઉત્પત્તિ સ્થાનરૂપ |
૨૭ | શુચિશ્રવા | પવિત્ર યશવાળા |
૨૮ | મહાતપા | જેમની ઈચ્છા શક્તિથી સ્વયં વિશ્વ ઉત્પન્ન થાય છે તે |
૨૯ | વેદવિત | વેદોનું મનન કરનારા |
૩૦ | ચતુરવ્યૂયુહ | મન, બુધ્ધિ, ચિત્ત તથા અહંકાર આ ચાર તત્વોમાં અનુક્રમે વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુધ્ધ તથા સંકર્ષણ રૂપે નિવાસ કરનારા |
૩૧ | પુનવર્સુ | જીવ સ્વરૂપે વારંવાર શરીરમાં નિવાસ કરનારા |
૩૨ | પ્રાંશુ | બલિરાજા પાસેથી ત્રણ પગલાં લેતી વખતે ઉજાત સ્વરૂપ ધારણ કરનારા |
૩૩ | ગોવિંદ | રસાતળમાં પેસી ગયેલી ગો અર્થાત પૃથ્વીનો વરાહના સ્વરૂપથી ઉધ્ધાર કરનાર |
૩૪ | ગોવિંદાપતિ | વેદશાસ્ત્ર જાણનારા ઋષિઓનાપણ પતિ |
૩૫ | મરીચિ | સર્વ કિરણોના પણ કિરણરૂપ |
૩૬ | હંસ | સંસારરૂપી બંધનનો નાશ કરનારા, બ્રહ્માને વેદ જણાવવા હંસરૂપ થયેલા |
૩૭ | સુપર્ણ | ગરુડ પક્ષીરૂપ |
૩૮ | વિશ્રુતાત્મા | જેમનું સ્વરૂપ જ્ઞાન વડે પ્રસિધ્ધ છે તેવા |
૩૯ | સ્રગ્વી | વૈજયંતીમાળા ધારણ કરનારા |
૪૦ | વાચસ્પતિ | વાણીના પતિ |
૪૧ | અગ્રણી | મુમુક્ષોને ઉત્તમ સ્થાનમાં લઇ જનારા |
૪૨ | ગ્રામીણ | સર્વ પ્રાણી સમુદાયના નેતા |
૪૩ | શ્રીમાન | શોભા સંપન્ન |
૪૪ | વહિન્ | અગ્નરૂપ |
૪૫ | અનિલ | વાયુરૂપ, નિત્ય જાગ્રત |
૪૬ | ધરણીધર | શેષ |
૪૭ | સહસ્ત્રમૂર્ઘા | હજારો માથાવાળા |
૪૮ | વૃષભ | ભક્તો પર કૃપા દ્રષ્ટિ દાખવનારા |
૪૯ | વિભુ | બ્રહ્મ વગેરે અનેક રૂપે રહેનારા |
૫૦ | સિદ્ધાર્થ | જેના મનોરથો હંમેશાં સફળ થાય છે તે |
૫૧ | વૃષપર્વા | જેમના સ્થાન પર ચઢવા ધર્મ એ જ પગથિયાં છે તેવા |
૫૨ | વર્ધમાન | સંસાર રૂપે વૃધ્ધિ પામનારા છતાં તેનાથી વિરક્ત રહેનારા |
૫૩ | અચ્યુત | સર્વ વિકારોથી રહિત |
૫૪ | અપાંનિધિ | સમુદ્રરૂપ |
૫૫ | ઉદ્ ભવ | પોતાની ઇચ્છા અનુસાર જન્મ લેનારા |
૫૬ | સ્કંધ | અમૃત રૂપે ગમન કરનારા તથા વાયુરૂપે શોષનારા |
૫૭ | વાસુદેવ | સર્વ જગતમાં વ્યાપક, સર્વથી પૂજાતા |
૫૮ | તાર | ગર્ભ – જન્મ, જરા અને મૃત્યુ રૂપી ભયમાંથી મુક્ત કરનારા |
૫૯ | શતાવર્ત | ધર્મના રક્ષણ માટે અનેક જન્મ ધારણ કરનારા |
૬૦ | ગરુડધ્વજ | ધ્વજમાં ગરુડનું ચિહ્નન ધારણ કરનારા |
૬૧ | ભીમ | જેમનાથી સમગ્ર જગત ભયભીત રહે છે તે |
૬૨ | સમયજ્ઞ | જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના સમયને જાણનારા |
૬૩ | દામોદર | યશોદાએ જેમને દોરડાથી બાંધ્યા હતા તે, નામરૂપાત્મક જગત જેના ઉદરમાં – પેટમાં રહેલું છે તે |
૬૪ | પરમેશ્વર | જેમની લીલા શ્રેષ્ઠ છે તે |
૬૫ | સ્વાપન | આત્મજ્ઞાનરહિત વ્યક્તિને સુવડાવી દેનારા |
૬૬ | સંભોનિધિ | દેવો, મનુષ્યો, પિતૃઓ તથા અસુરો આ સર્વના નિવાસસ્થાનરૂપ |
૬૭ | કૃષ્ણ દ્વૈપાયન | વ્યાસરૂપે જેણે જન્મ લીધો છે તે |
૬૮ | મહામના | પોતાના મનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ કરનારા |
૬૯ | પરમેષ્ઠી | પ્રત્યેકના હ્મદયરૂપી આકાશમાં સ્થિતિ કરીને રહેનારા |
૭૦ | પ્રદ્યુમન | પુષ્કળ દ્રવ્યવાળા |
૭૧ | તીર્થકર | ચૌદ વિદ્યાઓના સ્રષ્ટા |
૭૨ | મનોજવ | મનના જેવા વેગવાળા |
૭૩ | મહાયજ્ઞ | યજ્ઞોમાં ઉત્તમ ગણાતા, જપ યજ્ઞ રૂપ |
૭૪ | પ્રગ્રહ | ભક્તોએ અર્પણ કરેલાં પત્ર, પુષ્પ વગેરેનો સ્વીકાર કરનારા અથવા ઈન્દ્રીયોરૂપી ઉધ્ધત ઘોડાઓને વશ રાખવા માટે જેમનો પ્રસાદ જ લગામ રૂપ થઈ શકે છે તે |
૭૫ | ગદાગ્રજ | વૈદિક મંત્રો દ્વારા જેમનો સાક્ષાત્કાર થઇ શકે છે તે |
૭૬ | સુંદ | અત્યંત દયાળુ |
૭૭ | જયંત | શત્રુઓનો પરાજય કરનારા |
૭૮ | તતુંવર્ધન | પ્રલયકાળે સંસારરૂપ તાંતણાને તોડી પડનારા |
૭૯ | કુંદર | મોગરાના પુષ્પ સમાન સુગંધવાળા |
૮૦ | પર્જન્ય | મેઘની માફક આધ્યાત્મિક |
૮૧ | દુર્ગમ | દુ;ખોથી જાણી શકાય છે તે |
૮૨ | સર્વ્તોમુખ | સર્વ તરફ નેત્ર તથા મુખવાળા |
૮૩ | શત્રુતાપન | દેવોના શત્રુને તપાવનાર |
૮૪ | ઉદુંબર | હ્નદયરુપી આકાશમાં પ્રગટ થનાર, અન્ન વગેરેથી જગતનું પોષણ કરનારા |
૮૫ | ધનુર્ધર | શ્રી રામ રૂપે ધનુર્ધારી |
૮૬ | ભૂર્ભૂવો | પૃથ્વી તથા સ્વર્ગની શોભારૂપ |
૮૭ | આધાર નીલય | પૃથ્વી,, પાણી, પવન, અગ્નિ, આકાશ એ પંચ મહાભૂતોના પણ આધાર રૂપ |
૮૮ | પ્રજાગર | નિત્ય જાગ્રત રહેનારા |
૮૯ | પ્રણવ | ઓમકાર રૂપ |
૯૦ | પ્રમાણ | પોતાના અસ્તિત્વમાં પોતે જ પ્રમાણભૂત |
૯૧ | યજ્ઞભૂત | યજ્ઞના રક્ષણકર્તા |
૯૨ | અન્નમ્ | અન્નરૂપ |
૯૩ | વૈખાન | પાતાળમાં વસી રહેલા, હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને જેમણે ખોદી હતી તે |
૯૪ | ક્ષિતીશ | પૃથ્વીના ઈશ્વર |
૯૫ | પાપનાશન | પાપનો નાશ કરનારા |
૯૬ | ચક્રી | સુદર્શન ચક્રને ધારણ કરનારા |
૯૭ | ગદાધર | ગદાને ધારણ કરનારા |
૯૮ | રથાંગપાણિ | હાથમાં ચક્ર ધારણ કરનારા |
૯૯ | અક્ષોભ્ય | કોઇનાથી ક્ષોભ પમાડી શકાય નહિં તેવા |
૧૦૦ | સર્વપ્રહરણાયુધ | પ્રહાર કરવામાં ઉપયોગી સર્વ પ્રકારના આયુધોને ધારણ કરનાર |
૧૦૧ | યત તત | યત શબ્દથી સ્વયંસિધ્ધ પરબ્રહ્મનો બોધ થાય છે. તત શબ્દ દ્વારા પરમાત્માનો બોધ થાય છે તે |
Welcome to my Blog to enjoy my old memories including beautiful scenes, some spiritual articles and some highlights of my mother land India.
Translate
Search This Blog
Saturday, May 14, 2011
વિષ્ણુ સહસ્ત્ર નામ પૈકીનાં ૧૦૧ નામ અને તેના અર્થ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment