Translate

Search This Blog

Tuesday, May 10, 2011

રામ કથા - માનસ વિદ્યા ભવન

રામ કથા (૬૮૧)

માનસ વિદ્યા ભવન

ભવન્સ કેમ્પસ

મુંબઈ

તારીખ ૦૯ જાન્યુઆરી ૨૦૧૦ થી તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૧૦

મુખ્ય ચોપાઈ

ગુરુ ગૃહં ગએ પઢન રઘુરાઈ l

અલપ કાલ બિદ્યા સબ પાઇ ll

બાલકાંડ ૨૦૩

તબ રિષિ નાથહિ જિયં ચીન્હી l

બિદ્યાનિધિ કહું બિદ્યા દીન્હી ll

બાલકાંડ ૨૦૮

તારીખ ૦૯ જાન્યુઆરી, ૨૦૧૦, શનિવાર

શ્રી ગુણવંતભાઈ શાહનો દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ લેખ વાંચવા માટે “રામકથા જગ મંગલ કરની” ઉપર ક્લિક કરો.

સદર લેખ શ્રી ગુણવંતભાઈએ આજના રામ કથાના વકત્વ્યમાં પ્રવચન રૂપે કર્યું હતું.

શ્રી ગુણવંત શાહે કહ્યું કે, હનુમાનજી રામ અને લક્ષ્મણનો પરિચય મેળવે છે તે વાણીને રામજી અદંભુત વાણી તરીકે ગણાવે છે. હનુમાનજીની વાણી સંસ્કાર સંપન્ન વાણી છે; ક્રમ સંપન્ન વાણી છે; અદ્‌ભૂત અને અસ્ખલીત વાણી છે; કલ્યાણમય વાણી છે; હૈયાને હરખ પમાડે તેવી વાણી છે. અને પૂજ્ય મોરારી બાપુની વાણી પણ આવી જ છે.

આઝાદી વિના આબાદીનું મુલ્ય નથી.

વિવેક વિદ્યા વિશ્વાસુ વટ વૃક્ષ વિસ્તારવા માટે છે.

શીલવંત સાધુને પાનબાઈ વરે વારે નમીએ રે

જેના બદલે નહીં વર્તમાન રે ……. ગંગાસતી પાનબાઈ

શિક્ષણ સંસ્થામાં (૧) અધ્યાપક ગણ શીલવાન હોવા જોઈએ, (૨) વિદ્યાર્થી ગણ બળવાન હોવા જોઈએ અને (૩) સંસ્થાપક ગણ કલવાન (દ્રષ્ટાવાન, વિઝન હોય તેવા) હોવા જોઈએ.

ગમ યે નહીં કે જો મિલે પથ્થરકે લોગ થે, અફસોસ ઈનમેં ચંદ મેરે ઘરકે લોગ થે“.

આવો વાલમ કરીએ વાતુ તમ વિણ નથી રહેવાતું“ ……….. દાસી જીવણ

આધ્યાત્મ વિદ્યા હું છું. ………. શ્રી કૃષ્ણ

રામ ચરિત માનસમાં ૧૪ ~ ૧૫ વાર વિદ્યા શબ્દ આવે છે, અને ભવન શબ્દ ૧૦૮ વાર આવે છે.

કિષ્કિન્ધાકાંડમાં વિવેક વિદ્યા છે.

સુંદરકાંડમાં વિદ્યા શબ્દ પ્રત્યક્ષ રીતે આવતો નથી. સુંદરકાંડમાં બંધન છે.

લંકાકાંડ અવિદ્યાથી ભરેલો છે, તેથી તેમાં વિદ્યા શબ્દ આવતો નથી.

તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૦, રવિવાર

રામ ચરિત માનસના સાત કાંડ સાત પ્રકારની વિદ્યા તરફ સંકેત કરે છે.

૧ બાલકાંડમાં આવતો વિદ્યા શબ્દ બ્રહ્મવિદ્યા તરફ સંકેત કરે છે. બાલકાંડમાં બ્રહ્મની ચર્ચા છે, બ્રહ્મ તત્વની શોધ છે. બાલકાંડ બ્રહ્મ વિદ્યાનો કાંડ છે.

ગુરૂ મૌન રહે અને છતાં ય શિષ્યોના સંશયો છૂટી જાય એવી દક્ષિણેશ્વરની પરંપરા છે.

૨ અયોધ્યાકાંડમાં આવતો વિદ્યા શબ્દ રાજ વિદ્યા તરફ સંકેત કરે છે. અયોધ્યાકાંડમાંની વિદ્યાની ચર્ચા રાજ વિદ્યાની ચર્ચા છે. તે રાજ યોગનો સંકેત કરે છે. અયોધ્યાકાંડમાં રાજ નિતિની ચર્ચા છે.

વિશ્વમાં શ્રેષ્ઠ પાણી આંસુનું પાણી છે.

કથા શ્રવણ દરમ્યાન સાંભળો, વિચારો, ચુનાવ કરો અને પછી સ્વીકારો.

જેનું જીવન સારું, સાદુ, સાચુ અને સામું (પ્રત્યક્ષ) છે તે સાધુ છે.

૩ અરણ્યકાંડ યોગ વિદ્યાનો કાંડ છે.

૪ કિષ્કિન્ધાકાંડ બાલી (વાલી) વિદ્યાનો કાંડ છે.આ કાંડ વાલી કોને કહેવાય તે સમજાવે તેવો કાંડ છે. વાલી તેના પુત્ર અંગદને રામજીને સોંપે છે અને પોતાનો વાલી ધર્મ સારી રીતે પાળી બતાવે છે. વાલી પોતાના કુમારનું દાન કરે છે.

કલ્પતરૂના વૃક્ષને કાપીને તેની વાડ બાવળના વૃક્ષને સાચવવા માટે ન કરાય.

૫ સુંદરકાંડ ક્યારે વિકસીત થવું અને ક્યારે સંકોચાવું તેની વિદ્યા શીખવે છે. હનુમાનજી મશક રૂપ ધારણ કરે છે તેમજ વિરાટ રૂપ ધારણ કરી છલાંગ પણ લગાવે છે. આ કાંડ સમયાનુસાર કેવું રૂપ ધારણ કરવું તે શીખવાડે છે.

પ્યાસી વ્યક્તિ પોતાની પ્યાસ છીપાવવા સરોવર શોધી જ લે છે.

આંગળી કાપ્યા પછી અંગુઠી ભેટ આપવી એ સજા છે કે સરપાવ છે?

સમયાનુકુલ વિદ્યાનો વિવેકથી ઉપયોગ કરવાની વિદ્યાનો કાંડ સુંદરકાંડ છે.

મળેલી ક્ષમતાનો વિનયથી કેવી રીતે સદ્‍ઉપયોગ કરવો તે સુંદરકાંડ શીખવે છે.

આત્મ પ્રતિતીની પ્રાપ્તિ મારી શ્રેષ્ઠ સમાજ સેવા છે. ………. અરૂણાચલનો બાદશાહ .. રમણ મહર્ષિ

Crying Birth, Laughing Life and Dancing Death હોવું જોઈએ.

લકવાગ્રસ્ત માણસ લુચ્ચાઈગ્રસ્ત માણસ કરતાં સારો છે.

તેરી ગીનતી નહીં, દોલતકો ક્યા ગીનતા હૈ !

કોઈ આયે કોઈ જાયે યે તમાસા ક્યા હૈ !

સમજમેં કુછ નહી આતા યે દુનિયા ક્યા હૈ?

૬ લંકાકાંડની વિદ્યા શસ્ત્ર વિદ્યા છે. લંકાકાંડ અવિદ્યાનો કાંડ છે, લંકાકાંડ રણ વિદ્યાનો કાંડ છે, સંઘર્ષમાં ધૈર્ય કેવી રીતે ધારણ કરવું તેનો કાંડ છે.

૭ ઉત્તરકાંડ અધ્યાત્મ વિદ્યાનો કાંડ છે.

માનસ વિદ્યા ભવન કથા મુખ્યત્વે પાંચ સૂત્રો આધારિત રહેશે. આ પાંચ સૂત્રો નીચે પ્રમાણે છે.

૧ વિદ્યા પ્રાપ્ત કેવી રીતે થાય?

૨ વિદ્યાનું સંવર્ધન કેવી રીતે થાય?

૩ પ્રાપ્ત કરેલી વિદ્યા પચે કેવી રીતે?

૪ પચેલી વિદ્યા જીવનરસ કેવી રીતે બને?

૫ વિદ્યાથી મુક્તિ કેવી રીતે મળે?

વિદ્યા પ્રાપ્તિના બે ઉપાય છે ; તે માટે ગુરૂ ગૃહ જવું પડે તેમજ ગુરૂની કૄપા થવી જોઈએ.

સાચું સ્વાતંત્ર્ય બહું જ સહજ હોય. સહજતા જ સાચી સભ્યતા છે.

વિદ્યાનું સંવર્ધન કરવા માટે જેના દ્વારા વિદ્યા પ્રાપ્ત થઈ હોય તેનું અભિવાદન કરવાથી થાય. આપણાથી શ્રેષ્ઠ હોય તેનું અભિવાદન કરવાથી વિદ્યાનું સંવર્ધન થાય.

સ્વાદ્યાય કરવાથી વિદ્યા પચે.

વિદ્યાને જીવન રસ બનાવવા માટે પ્રાપ્ત કરેલી વિદ્યાને આચારમાં ઉતારવી પડે, પ્રયોગમાં લાવવી પડે. માતૃદેવો જાણ્યા પછી તેનો અમલ કરીએ ત્યારે તે વિદ્યા જીવન રસ બને.

મુક્તિ એટલે પરમ આનંદ.


તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૧૦, સોમવાર

વ્યાસપીઠ કદી પક્ષપાત ન કરે.

હ્નદયથી જ્યારે સાધક સ્વીકારે કે મારામાં કંઈ જ નથી ત્યારે હરિ કૃપાથી તેનામાં બધી જ કલા આવે.

આર્ટ હાર્ટમાં આવે. હાર્ટમાં આર્ટ જન્મે, પેદા થાય. રાગ દ્વેષ મુક્ત હ્નદયમાં આર્ટ પેદા થાય.

રાગ દ્વેષથી મુક્ત રહેવું મુશ્કેલ છે.

રાગ દ્વેષનો સમાવેશ પતંજલિના પાંચ ક્લેશમાં છે.

માણસની ઉન્ન્તિ થાય તેમ તેનામાં રાગ દ્વેષ પણ વધે.

રઘુરાઈ એટલે ચારેય ભાઈ, ફક્ત રામ એકલા જ નહીં.

ગીતામાં સમ શબ્દ વારંવાર વપરાય છે. ગીતા સમવાદનો ગ્રંથ છે.

રામચરિત માનસમાં સબ શબ્દ વારંવાર વપરાય છે.

ઉપનિષદમાં સત – સત્ય શબ્દ વારંવાર વપરાય છે.

વ્યવહારમાં સહ – બધા હોવા જોઈએ.

સબ વિદ્યા પ્રાપ્ત કરી તેનો શું અર્થ કરી શકાય?

હરિ ભજન કરનાર માટે કોઈ કમૂરત નથી.

પોતે પ્રસન્ન રહો અને બીજાને પ્રસન્ન રાખો એ મોટામાં મોટું પૂણ્ય છે. પર્યત્ન કરવા છતાં જો અન્ય વ્યક્તો પ્રસન્ન ન થાય તો પણ તે પૂણ્ય જ છે.

પોતે અપ્રસન્ન રહેવું તેમજ બીજાને અપ્રસન્ન કર્વો એ બંને મોટામાં મોટાં પાપ છે.

Here and now એટલે અહીં અને હમણાં જ.

જીંગદીનો કોઈ ભરોંસો નથી એ વાત ઉપર દ્રઢ ભરોંસો રાખો.

ઘટના અહી અને હમણાં જ ઘટે છે. (Here and Now)

“વરસતી સંતની વાતો સમય આવે જ સમજાશે. નથી જે અર્થ સમજાતો એ સમય આવે જ સમજાશે.” ………….. નીતીન વડગામા

પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ્‌ …………. આદિ શંકરાચાર્ય ભગવાન

લોકો બધું ભૂલીને કથા શ્રવણ માટે આવે છે.

રામજી કુલ ૧૮ વિદ્યા પ્રાપ્ત કરે છે.

આ અઢાર વિદ્યા નીચે પ્રમાણે છે.

ચાર વેદ ( ૧ થી ૪)

૧ ૠગ્વેદ

૨ સામવેદ

૩ અથર્વવેદ

૪ યજુર્વેદ

વેદનાં ૬ અંગ ( ૫ થી ૧૦)

૫ શિક્ષા

૬ વ્યાકરણ – વ્યાકરણ એટલે શુદ્ધ ઉચ્ચાર

૭ છંદ – છંદ એટલે કાવ્યનું બંધારણ

૮ કલ્પ – કલ્પ એટલે વેદ સમજવાની રીત

૯ નિરૂક્ત – નિરૂક્ત એટલે શબ્દની ઉત્પત્તિ

૧૦ જ્યોતિષ – જ્યોતિષ એટલે ગ્રહ મંડળની વિદ્યા

વિદ્યા કદી ડરાવે નહીં. જ્યોતિષ વિદ્યા ડરાવે તેવી ન હોય.

અન્ય વિદ્યા (૧૧ થી ૧૮)

૧૧ મિમાંશા – મિમાંશા એટલે શાસ્ત્રીય ભાષ્ય

૧૨ ન્યાય – ન્યાય એટલે તર્ક શાસ્ત્ર

૧૩ પુરાણ

૧૪ ધર્મ શાસ્ત્ર

૧૫ ધનુર્વિદ્યા – ધનુર્વિદ્યા એટલે શસ્ત્ર વિદ્યા

૧૬ અર્થ વિદ્યા – અર્થ વિદ્યા એટલે ધન પ્રાપ્તિની વિદ્યા જેમાં અર્થ પ્રાપ્ત કેવી રીતે કરવું, અર્થનું સંવર્ધન કેવી રીતે કરવું, અર્થનો સંચય કેવી રીતે કરવો અને અર્થનું વિતરણ કેવી રીતે કરવું એ સમાવિષ્ઠ છે.

૧૭ આયુ ર્વિદ્યા – આયુ ર્વિદ્યા એટલે આરોગ્યની વિદ્યા

૧૮ ગંધર્વ વિદ્યા

રામજીમાં ૧૮ વિદ્યા છે અને હનુમાનજીમાં પણ ૧૮ વિદ્યા છે.

શિક્ષા એટલે મધુર વાણી

અર્થની પાછળ ૧૫ અનર્થ લાગેલાં હોય છે.

બે હાથેથી કમાઓ અને ચાર હાથેથી વહેંચો.

તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૦, મંગળવાર

તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૦, બુધવાર

કોઈ પણ શુભ કાર્ય ભગવત કથા છે, અને આવાં શુભ કાર્ય, સારી વાર્તા, સારા વિચાર, સારો પત્ર વ્યવહાર, ગુફ્તગુ વિ. હોઈ શકે.

ઉંગલિયાં યું ન સબપેં ઉઠાયા કરો

ખર્ચ કરનેસે પહલે કુછ કમાયા કરો.

જિંદગી ક્યા હૈ યે સમજના હો

તો બારીશમેં પતંગે ઉડાયા કરો.

ઇસ તન ધનકી કૌન બડાઈ …………. નિરંજન ભગત

ગુરૂનો શ્વાસ અને વિશ્વાસ અનુભવાય તેવી રીતે ગુરૂની નિકટ બેસવાથી પણ બધું સમજાઈ જાય.

રેતીના એક કણનું વજન ન લાગે પણ રેતીની બોરીનું વજન જરુર લાગે.

કપાસના એક રેસાનું વજન ન લાગે પણ કપાસની ગાંસડીનું વજન જરુર લાગે.

શ્રવણ એ વિજ્ઞાન છે.

સમૂહમાં થયેલું કાર્ય વધું સફળતા અપાવે.

કથા શ્રવણ દરમ્યાન શાંતિ, શાલિનતા, શિસ્ત વિ. દરેકની પોતાની છે, ખરીદેલી નથી.

કથા દરરોજ નવીન હોય.

આત્મોદય દ્વારા સર્વોદય કરાય. ……. વિનોબા ભાવે

બેઠેલી પ્રતિભાઓ જે પ્રિય છે તેમાં ત્રિભોવનદાદા, મહાત્મા ગાંધીજી, બુદ્ધ ભગવાન, આદિ શંકર, ગોસ્વામી તુલસીદાસજી, ઠાકુર રામકૄષ્ણ પરમહંસ, બેઠેલા હનુમાનજી વિ. છે.

ઊભી રહેલી પ્રતિભાઓ જે પ્રિય છે તેમાં ધનુષ ભંગ વખતે ઊભા થયેલા રામજી, અઢારમા અધ્યાયનો અર્જુન કે જે બધું કાર્ય કરવા તૈયાર થાય છે, ઊભા રહેલા શિવાજી, સ્વામી વિવેકાનંદ, પ્રભાશંકર વ્યાસ સાહેબ વિ. છે.

ઊગતી પ્રતિભાઓ – વસ્તુ જે પ્રિય છે તેમાં સવારનો સૂર્ય, ઘાસનું અંકુરીત તણખલું, નવા વિચારોનું પેદા થવું વિ. છે.

જેને ઊગવું જ હોય તેને કોઈ અવરોધ નડતો નથી.

સિમેન્ટની સડકમાં પણ ઘાસ ઊગે છે.

સૂઈ રેહેલી પ્રતિભાઓમાં વટના પત્ર ઉપર સુતેલા બાલ કૃષ્ણ, સૂતેલી માતા વિ. છે.

મિમાંસા એટલે પરમ ગ્રંથનું જાગૃતિ પૂર્વક અને વિવેક પૂર્ણ રીતે કરેલું ભાષ્ય.

સત્ય સમાન કોઈ ધર્મ નથી એવું રામજી પ્રસ્થાપિત કરે છે.

તારીખ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૦, ગુરૂવાર

તંત્ર વિદ્યામાં ૧૦ મહા વિદ્યા છે અને આ રજો ગુણ અને તમો ગુણ પ્રધાન છે.

વિદ્યાવાન બનનારે પોતાના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ.

મહાપુરુષોનો સંગ થાય એ મહાભાગ્ય છે.

મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહા પુરુષોનો સંગ દુર્લભ છે. …. આદિ શંકર

જાણેલી વાતોને મધુરતાથી ઊચ્ચારીત કરવી એનું નામ શિક્ષા છે.

મારી પાસે શબ્દોનું અનુમાન છે, અનુભવ નથી. …… રગુવીર ચૌધરી

ઈતિહાસ – સાચો ઈતિહાસ વિદ્યા પ્રાપ્તિ માટે જાણવો જોઈએ.

જગત કહે તેવી રીતે જીવવા માટે આપણે જન્મ્યા નથી. દરેકે સહજતાથી જીવવું જોઈએ.

રામે ઇતિહાસ વિદ્યા પ્રાપ્ત કરી છે.

ભૂગોળ વિદ્યા રામમાં છે.

પૄથ્વીને ધારણ કરનાર શેષાવતાર લક્ષ્મણ રામનો દાસ છે, તેથી રામમાં ભૂગોળ – પૄથ્વી ગોળ ની વિદ્યા હોય જ.

આપણે ત્યાં સાત વાર છે અને એતબાર આઠમો વાર છે; જે આવી જાય તો બાકીના સાત વારનું મહત્વ જ નથી.

સાધકનું શિકાયત ચિત્ત તેની યાત્રામાં બાધક છે. સાધકે ફરિયાદ કરવાની ન હોય.

ભગવાનનું નામ લેવામાં વિધીની જરુર નથી પણ વિશ્વાસની જરુર છે. ભગવાનનું નામ વિશ્વાસથી લેવાય એ પર્યાપ્ત છે.

રામમાં વિજ્ઞાન – પ્રયોગો દ્વારા સિદ્ધ કરેલ જ્ઞાન છે.

દુનિયાને નિર્વાણ આપવાનું ગણિત રામમાં છે. ધર્મનું સંસ્થાપન કરવાનું ગણિત રામમાં છે.

રાજ ધર્મ સમાજ શાસ્ત્રનું પ્રમાણ છે.

વ્યાકરણ એટલે શુદ્ધ બોલવું અને શુદ્ધ લખવું.

રામજીનું જીવન છંદમય છે.

પ્રસન્નતા આધ્યાત્મમાં જરુરી છે, આધ્યાત્મ યાત્રાની શરત છે.

બિદ્યા બિનય નિપુન બન સીલા l

ખેલહિ ખેલ સકલ નૄપલીલા. ll

…………… બાલકાંડ ૨૦૩/૬

(ચારે ભાઈઓ વિદ્યા, વિનય, ગુણ અને શીલમાં નિપુણ છે. ચારે ભાઇ રાજાને ઉચિત એવા ખેલ કરતાં લીલા કરે છે).

પ્રાપ્ત કરેલી વિદ્યા ચરિતાર્થ ત્યારે થાય જ્યારે વિદ્યા પ્રાપ્તિ પ છી નીચેના ગુણ આવે.

વિનય – વિદ્યા વિનયથી શોભે.

નિપૂણતા – કુશળતા, કર્મ કુશળતા જરુરી છે.

ગુણ – દૈવી ગુણ, અભય, શુદ્ધિ વિ. ગુણ વિદ્યા પ્રાપ્તિ પછી આવવા જોઈએ, ગુણ સંપનતા જરુરી છે.

શીલવાન – કેવી રીતે બેસવું, ઊઠવું, વિ. વિદ્યા પ્રાપ્તિ પછી આવડવું જોઈએ.

તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૦, શુક્રવાર

બધી વિદ્યા પ્રાપ્તિનું પ્રમાણપત્ર વિનય, નિપૂણતા, ગુણ, શીલવાનપણું છે. જો આવા ગુણ ન આવે તો વિદ્યા પ્રાપ્તિ કેવલ શ્રમ છે.

રામજી તાડકાનો વધ કરી - તેને નિર્વાણ આપીને તેમના અવતાર કાર્યનો આરંભ કરે છે.

કૄષ્ણનું અવતાર કાર્ય પુતનાથી થાય છે.

ધર્મ કાર્ય સંપન્નતા માટે થાય છે કે પ્રસન્નતા માટે થાય છે?

મોટા ભાગે ધર્મ કાર્ય સંપન્નતા માટે જ થાય છે. પણ કોઈ વિરલો પ્રસન્નતા માટે પણ ધર્મ કાર્ય કરે છે.

ફસલે બહાર આઈ હૈ, સુફીઓ પીઓ શરાબ.

બસ હો ગઈ નમજ મુસલ્લા (આસન) ઊઠાઈએ.

અહીં શરાબ શબ્દ પરમાત્મા માટે છે.

ભજન ફળ માટે ન કરો પણ રસ માટે કરો.

આધ્યાત્મમાં પહેલાં રસ મળે પછી ફળની આશા જ રહેતી નથી.

હરિ નામ મહાન સાધન છે. આવા મહાન સાધનને સાંસારિક ફળના તુચ્છ સાધ્ય માટે ન વપરાય.

પ્રસન્નતા વિના પ્રાર્થનામાં રસ ન આવે.

બલા વિદ્યા મળે તો ભૂખ ન લાગે અને અતિબલા વિદ્યા મળે તો પ્યાસ ન લાગે.

ભગવત કથન બલા વિદ્યા છે અને ભગવત કથાનું શ્રવણ અતિબલા વિદ્યા છે.

ભગવત કથાનું કથન જે પ્રસન્નતાથી કરે તેને ભૂખ ઓછી લાગે. ભગવત કથાનું શ્રવણ જે પ્રસન્નતાથી કરે તેને તરસ ઓછી લાગે.

વિશ્વમાં જે માન્ય હોય તે સામાન્ય માણસ હોય, સીધો સાદો માણસ હોય.

ભગવત કથાના કથન અને શ્રવણથી વ્યવહારિક જીવનની ભૂખ તરસ ન લાગે પણ ભગવત કથા કથનની ભૂખ જરુર લાગે અને આ ભૂખ વધતી જ જાય. ભગવત કથા શ્રવણની તરસ લાગ્યા જ કરે અને એવી તરસ લાગે કે તરસ છીપાય જ નહીં. વિષયોની ભૂખ ઓછી થઈ જાય અને આધ્યાત્મિક ભૂખ વધે, સદ્‌બુદ્ધિની ભૂખ વધે, વચનામૃત શ્રવણની તરસ વધ્યા જ કરે.

કોઈ વિરલ વ્યક્તિ પાસે છ સાધન – સાધના, સાધન, શસ્ત્ર, શાસ્ત્ર, મંત્ર, જીવન ઉપયોગી સૂત્ર- હોય છે. વિશ્વામિત્ર પાસે આ છ છે અને તે રામજીને આપી દે છે.

આ છ હોવા છતાં વિશ્વામિત્ર યજ્ઞ પૂર્ણ કરી શકતા નથી.જ્યારે તેમની પાસે રામ એટલે કે સત્ય અને લક્ષ્મણ એટલે કે સમર્પણ આવે છે ત્યારે જ યજ્ઞ પૂર્ણ થાય છે.

આંખમાંથી નીકળેલ આંસુ, આંચળમાંથી નીકળેલ દૂધ અને બોલાયેલા શબ્દો પાછા ન જાય.

સત્યથી અભય આવે, પ્રેમથી ત્યાગ આવે અને કરૂણાથી અહિંસા આવે.

તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૦, શનિવાર

મૂઢ અવસ્થા એ છે જેને અજ્ઞાન અવસ્થા પણ કહેવાય.

કોઇ વસ્તુ નથી આવડતી, તે વાત તે વસ્તુનું અજ્ઞાન છે.અને આવી જાણકારી હોવી કે અમુક વસ્તુ મને નથી આવડતી અને નથી આવડતું તેનો સ્વીકાર કરવો જ્ઞાન છે.

હારમોનિયમ ન આવડે અને છતાં તેને પોતાની પાસે રાખવું એ મૂઢતા છે અને આવી અવસ્થા મૂઢ અવસ્થા છે.

આવરણવાળી અવસ્થા એ છે જેમાં કોઈ આવરણના કારણે અંદરની વસ્તુ દેખાતી નથી.

વિક્ષિપ્ત અવસ્થા એ પાગલપણ છે.

નશામાં માણસ પડી જાય છતાં તે માને કે મેં બીજાને પાડી નાખ્યો છે. આ પાગલપન છે.

પરોક્ષ દશા અને અપરોક્ષ દશા

વિશ્વામિત્રે અપરોક્ષ દશાથી જાણ્યું કે રામ બ્રહ્મ છે.

શંકાથી દૂર રહેવું અને જો શંકા પેદા થાય તો તે શંકાને દૂર કરવાનો સિઘ્ર પ્રયાસ કરવો. જો આવો પ્રયાસ નહીં કરો તો પાછળથી દુઃખ થશે.

કલા કોઈને બૂઢપો આવવા ન દે, કલાકર કદી બૂઢો ન થાય.

જીવની અને શિવની વિદ્યામાં ફેર છે.

જીવની વિદ્યાને સિમા હોય છે જ્યારે શિવની વિદ્યા અસિમ હોય છે. શિવની વિદ્યામાં બધું જ આવી જાય.

રામની વિદ્યાની તુલના ન થઈ શકે. બિન્દુ સિન્ધુમાં ભળે એટલે તેનું બિન્દુપણું સિન્ધુમાં સમાઈ જાય.

કરૂણ રસ અને શોકગ્રસ્ત અવસ્થામાં વિદ્યા ક્ષિણ થઈ જાય છે.

મહત્વના પ્રસંગે વિદ્યા ક્ષિણ થવી ન જોઈએ.

વિદ્યા નૌકા છે જે વ્યક્તિને તારે છે. તેથી કાયમ વિદ્યા પ્રાપ્ત કરતા રહો.

નૌકા પણ જલકમલવત છે.

વિદ્યા રૂપી વિદ્યામાં અહંકાર રૂપી ભાર વધી જાય ત્યારે વિદ્યારૂપી નૌકા ડૂબી જાય.

૧ માયા શું છે?

૨ જ્ઞાન કોને કહેવાય?

૩ વૈરાગ્ય શું છે?

૪ જીવ અને શિવમાં શું ફેર છે?

આ હું છું અને આ મારૂં છે અને આ તું છે આ તેનું છે એનું નામ માયા છે. હું, તું, મારું, તારું છૂટી જાય એટલે માયા છૂટી જાય.

વિદ્યા અને અવિદ્યા માયા છે.

પરમાત્માની કપા થાય તો તેને અવિદ્યા રૂપી માયા ન લાગે.

ઈશ્વર અકર્તા હોવાથી તે આપણને પાપ કરતાં રોકતા નથી.

કામ, ક્રોધ, લોભ વિ. ભિખારી છે. આવા ભિખારી થોડો સમય રહે અને જો તમે તેના પ્રત્યે ધ્યાન ન આપો તો જતા રહેશે.

તારીખ ૧૭ જાન્યુઆરી, ૨૦૧૦, રવિવાર

No comments:

Post a Comment