રામ કથા
માનસ મલ્લિકાર્જુન
શ્રી સાલેમ (A.P.)
તારીખ ૦૧-૧૧-૨૦૦૮ થી તારીખ ૦૯-૧૧-૨૦૦૮
મુખ્ય ચોપાઈ
સિવસમ કો રઘુપતિ બ્રતધારી
બિનુ અઘ તજી સતિ અસિ નારી
પનું કરિ રઘુપતિ ભગતિ દેખાઈ
સિવસમ રામ હિં પ્રિય ભાઈ
બાલકાંડ
તારીખ ૦૧-૧૧-૨૦૦૮, શનિવાર
પ્રેમ માર્ગનો પથિક કર્તવ્ય અને ઉત્તરદાયીત્વને નિભાવી શકતો નથી. ……J. Krishnamutri
તર્ક તકરારનો પર્યાય ન બને. ……. શોભિત દેસાઈ
પરમ પ્રેમ કર્તવ્ય અને ઉત્તરદાયીત્વ નિભાવે.
પ્રેમ કુશળ તત્વ છે. તે કદી કર્તવ્ય અને ઉત્તરદાયીત્વને ન છોડે.
પરમ પ્રેમ પરમાત્માનો પર્યાય છે.
ભરત પરમ પ્રેમી છે, તે બરાબર રીતે કર્તવ્ય અને ઉત્તરદાયીત્વને નિભાવે છે.
ગોપી પણ પરમ પ્રેમી છે અને તે પણ કર્તવ્ય અને ઉત્તરદાયીત્વને બરાબર નિભાવે છે.
પરમ પ્રેમમાં કર્તવ્ય અને ઉત્તરદાયીત્વનું ઉલ્લંઘન અસંભવ છે. પણ જો કદાચ ઉલ્લંઘન થઈ પણ જાય તો તેની ગ્લાની નહિં જ થાય.
કશું કહેવાને આવ્યો છું; કરગરવા નથી આવ્યો.
બીજાની જેમ હું જીવન અનુસરવા નથી આવ્યો.
દયાના સાગર તું તારામાં સમાવી લે; તરવા નથી આવ્યો, ડૂબવા આવ્યો છું.
રામ ચરિત માનસ એક રૂપમાં શિવ સ્વરૂપ છે. કારણ કે રામ ચરિત માનસ કલ્યાણકારી છે. અને શિવ પણ કલ્યાણકારી છે; શિવ એટલે જ કલ્યાણ.
રામ સાત વ્રતધારી છે તેથી તેમનો અવતાર દશાવતારમાં સાતમો અવતાર છે.
પરમ તત્વને જ્યારે નામથી પોકારવામાં અવ્યું ત્યારે તે નામ રામ હતું …….ઓશો રજનીશ
સાહિત્યના ૯ રસ + ભોજનના ૬ રસ + ૧ જે પ્રેમ રસ (શાંત રસ) છે= ૧૬ થાય.
૦૨-૧૧-૨૦૦૮, રવિવાર
રામ સ્વયં વ્રત રૂપ છે.
રામના ૭ વ્રતને શિવજીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા છે.
આ સાત વ્રત નીચે પ્રમાણે છે.
૧ મૌન વ્રત – મૌન એ મુનિ વ્રત છે.
૨ સત્ય વ્રત
૩ ધર્મ વ્રત
૪ પ્રેમ વ્રત
૫ ઉદાસિન વ્રત
૬ વીર હોવા છતાં ય અધિર ન હોવાનું વ્રત
૭ ત્યાગ વ્રત
ઈશ્વરનું વાહન સદગુરૂના ચરણ છે. સદગુરુ વિના હરિ પાંગળો છે.
ઓછું બોલવું; સત્ય બોલવું; હરિ નામ બોલવું; સમય ઉપર બોલવું એ બધું મૌન જ છે, મૌન વ્રત જ છે.
જાનકીના સ્વયંવરના પ્રસંગમાં બધા જ બોલે છે, સ્વયં જનક પણ ન બોલવાનું બોલે છે, જ્યારે ફક્ત રામજી અને વિશ્વામિત્ર જ મૌન રહે છે.
૦૩-૧૧-૨૦૦૮, સોમવાર
૦૪-૧૧-૨૦૦૮, મંગળવાર
૦૫-૧૧-૨૦૦૮, બુધવાર
૦૬-૧૧-૧૦૦૮, ગુરુવાર
૦૭-૧૧-૨૦૦૮, શુક્રવાર
૦૮-૧૧-૨૦૦૮, શનિવાર
૦૯-૧૧-૨૦૦૮, રવિવાર
No comments:
Post a Comment